07-06-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 31.03.2010
બાપદાદા મધુબન
“ પૂર્વજ અને પૂજ્ય નાં
સ્વમાન માં રહી
મન્સા દ્વારા સર્વ ની પાલના કરો ,
આખાં વૃક્ષ ને સકાશ
આપો”
આજે બાપદાદા પોતાનાં
ચારેય તરફ નાં પૂર્વજ અને પૂજ્ય આત્માઓને જોઈ રહ્યાં છે. પૂજ્ય આત્માઓ પોતાને સમજો
છો ને? પૂજ્ય આત્માઓનું નિવાસ ક્યાં છે? આપણાં ઝાડ ને સામે લાવો, એમાં જુઓ તમારું
સ્થાન ક્યાં છે? જાણો છો કે આપ પૂર્વજો નું સ્થાન જડ માં છે. ઝાડ ની જડ માં પણ છે,
થડ માં પણ છે. તો જડ દ્વારા જ આખાં વૃક્ષ ને પાલના મળે છે. તો તમે આ આખાં વૃક્ષ ની
ડાળ-ડાળીઓ, પત્તા ની પાલના કરવા વાળા, સકાશ આપવા વાળા પૂર્વજ છો. પૂર્વજ ની સાથે
પૂજ્ય પણ છો. થડ દ્વારા લાસ્ટ પત્તા ને પણ સકાશ મળે છે. તો પોતાનાં આખાં વૃક્ષ ને
સકાશ આપવા વાળા અનુભવ કરો છો? નશો રહે છે કે અમે પૂર્વજ સર્વ આત્માઓ રુપી ડાળ-ડાળીઓ
કે પત્તાઓ ને સકાશ આપી રહ્યાં છીએ! જેવી રીતે બ્રહ્મા બાપ ને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ
ફાધર કહે છે તો એમનાં તમે સાથી બાળકો પણ માસ્ટર ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર છો. આખાં
વૃક્ષ નાં આત્માઓનું આપ પૂર્વજ આત્માઓની તરફ આકર્ષણ છે. આપ પૂર્વજ આત્માઓ એમની પાલના
શક્તિઓ દ્વારા કરો છો. જેવી રીતે આપ સર્વ પૂર્વજ આત્માઓની પાલના બાપે કરી તો બાપે
કેવી રીતે કરી? શક્તિઓ દ્વારા. તેવી રીતે તમે પણ પૂર્વજ નાં નાતા થી શક્તિઓ દ્વારા
એમની પાલના કરવાવાળા છો. આજકાલ જુઓ છો કે બધા આત્માઓ દુઃખી છે, પોકારી રહ્યાં છે,
પોત-પોતાનાં દેવી-દેવતાઓને, આવો અમારી રક્ષા કરો, અમને શાંતિ આપો, અમને શક્તિ આપો.
ઓ ક્ષમા નાં સાગર પૂર્વજ અમને પાલના આપો. તો આ અવાજ આપ પૂર્વજ આત્માઓનાં કાનો માં
સંભળાઈ રહ્યાં છે? અનુભવ કરો છો કે અમે જ પૂર્વજ છીએ. આખાં વૃક્ષ માં જુઓ જે અન્ય
ધર્મ વાળા આત્માઓ પણ છે તો વૃક્ષ માં ડાળ-ડાળીઓ હોવાના કારણે તે પણ તમને એ જ નજર થી
જુએ છે. એમનાં પણ પૂર્વજ તમે જ છો. કોઈપણ ધર્મ વાળા આત્માઓથી તમે જ્યારે મળો છો તો
આ સમજો છો કે આ પણ અમારા જ વૃક્ષની ડાળ-ડાળીઓ છે! તે પણ જ્યારે તમારા થી મળે છે તો
સમજે છે કે આ અમારાં છે! પોતાપણા નો અનુભવ એ આત્માઓ ને પણ થઈ રહ્યો છે અને થવાનો
છે. તો એટલો નશો, એટલો અંદર થી તમને સર્વ ને રહેમ આવે છે? તે બુમો પાડી રહ્યાં છે
રહેમ કરો… તો હવે સમય અનુસાર આપ સર્વ પૂર્વજ આત્માઓએ મન્સા દ્વારા શક્તિઓની પાલના
કરવાની છે. એમને આવશ્યકતા છે. તો જેટલાં તમે પોતાનાં પૂર્વજ નાં નશા માં રહેશો એટલી
જ આપ દ્વારા એમની પાલના થશે. આમ પણ જુઓ કોઈની પણ પાલના લૌકિક માં પણ મોટાઓથી થાય
છે. તે જ એમનાં શરીર નાં ખાવા-પીવાની, ભણતર જે સોર્સ ઓફ ઇન્કમ છે, એનો પ્રબંધ કરે
છે. તો જેવી રીતે બાપે આપ સર્વ બાળકોની ભિન્ન-ભિન્ન શક્તિઓથી પાલના કરી છે તેવી રીતે
હવે તમારું કાર્ય છે આખાં વૃક્ષની ડાળ-ડાળીઓ અને પત્તા ની પાલના કરવાનું. એવો ઉમંગ
આપ પૂર્વજ આત્માઓને આવે છે? નશો છે? પૂર્વજ પણ છો. જુઓ, આખાં ડ્રામા માં જેટલાં આપ
આત્માઓની કાયદા પ્રમાણે પૂજા થાય છે એટલી પૂજા કોઈ પણ મહાત્મા, ધર્મ પિતા ની નથી થતી.
તમારી પૂજા નિયમ પ્રમાણે આરતી થવી, ભોગ લાગવો, એવી કોઈની પણ નથી થતી. ગાયન જુઓ તમારું
કાયદા પ્રમાણે કીર્તન થાય છે. કોઈનું પણ એવું ગાયન નથી થતું. તો આપ પૂર્વજ ની સાથે
પૂજ્ય પણ છો. ડ્રામા માં તમારા જેવું પૂજન અને ગાયન કોઈનું પણ નથી.
બાપદાદા આવાં આપ
પૂજ્ય અને પૂર્વજ આત્માઓને જોઈ કેટલાં ખુશ થાય છે! બાપ નાં દિલ થી વારંવાર આ ગીત
વાગે વાહ મારાં સર્વ વૃક્ષ નાં પૂર્વજ અને પૂજ્ય આત્માઓ વાહ! તો આજકાલ બાપદાદા તમને
બધા બાળકોને જે તમારું સ્વમાન છે, બાપ સમાન સંપન્ન-સંપૂર્ણ બનવાનું, તે જ રુપ જોવા
ઈચ્છે છે. એનાં માટે એક વાત બાળકોને ધ્યાનમાં રાખવાની છે, બાપદાદાએ જોયું કે બધા
બાળકો પુરુષાર્થ ખૂબ સારો પણ કરે છે પરંતુ સદા શબ્દ દરેકે પોતાનાં પુરુષાર્થ માં એડ
કરવાનો છે. અટેન્શન આપવાનું છે. બાપદાદા બાળકોથી પૂછે છે કે જેવી રીતે બાપદાદા તમને
બધા બાળકોને શ્રેષ્ઠ સ્વમાનધારી આત્મા નાં રુપથી જુએ છે, તેવી રીતે તમે પોતાને પણ
એવાં સ્વમાનધારી સમજો છો?
બાપદાદાએ જોયું કે
બાળકો પણ ઈચ્છે છે કે અમે પણ હવે પોતાનાં રાજ્ય માં ચાલીએ. “હવે ઘરે જવાનું છે”. આ
પણ ગીત મન માં ગાતા રહે છે - હવે ઘરે જવાનું છે, હવે રિટર્ન જર્ની કરવાની છે. એનાં
માટે બાપદાદાએ પહેલાં જ કહ્યું કે પૂરો સમય પોતાને કોઈ ન કોઈ સેવા માં બીઝી રાખો.
બાપદાદાએ જોયું છે સેવા ની રુચિ, સેવા નો ઉમંગ-ઉત્સાહ હમણાં પણ બાળકો માં છે. સારાં
સેવા નાં સમાચાર પણ બાપદાદા સાંભળે છે. પરંતુ બાપદાદા તીવ્ર ગતિ માં આગળ વધવા માટે
બાળકોને વિશેષ અટેન્શન અપાવે છે કે ફક્ત એક વાચા ની સેવા નહીં, સેવા કરો છો તો એક જ
સમય પર ત્રણેય સેવાઓ સાથે કરો - મન્સા દ્વારા સકાશ આપો, વાચા દ્વારા જ્ઞાન આપો અને
કર્મણા અર્થાત્ પોતાનાં સંપર્ક દ્વારા, સંબંધ દ્વારા, ચહેરા દ્વારા એવી સેવા કરો જે
એમનો પણ પ્રભાવ સાથે-સાથે સેવા માં હોય. એક સમય માં ત્રણેય સેવા સાથે કરો કારણકે હવે
આત્માઓ સેવા માટે ઈચ્છે છે, કંઈક ફરક હોય. કંઈક બદલાવું જોઈએ. તો એક સમય પર ત્રણેય
સેવા કરી શકો છો? કરી શકો છો? ચેક કરો છો કે જે સમયે વાણી ની સર્વિસ કરો એ સમયે
મન્સા દ્વારા અને કર્મણા અર્થાત્ સંબંધ-સંપર્ક દ્વારા પણ સેવા થઈ રહી છે? થાય છે
સાથે-સાથે? જે સમજે છે કે અમે એક જ સમય માં ત્રણેય સેવા કરીએ છીએ, તે હાથ ઉઠાવો. એક
જ સમયે ત્રણેય સેવા. તો હવે અટેન્શન પ્લીઝ. ક્યારેક-ક્યારેક નહીં. શું થાય છે? સેવા
તો કરો છો પરંતુ સેવા માં સાથે-સાથે પોતાનામાં અને સાથીઓમાં સંતુષ્ટતા કારણકે સેવાનું
ફળ છે સંતુષ્ટતા કે ખુશી. તો ચેક કરો સેવા તો કરી પરંતુ પહેલાં પણ સંભળાવ્યું કે
સેવા ની ખુશી ત્યારે થાય છે જ્યારે સ્વયં, સાથી અને વાયુમંડળ બધા સંતુષ્ટતા નાં
વાયબ્રેશન માં હોય. સેવા ની સફળતા ની ત્રણ વાતો વિશેષ સંભળાવી હતી, યાદ હશે. પહેલો
નંબર સેવા અર્થાત્ નિમિત્ત ભાવ. બીજું - નિર્માણ ભાવના. ત્રીજું - નિર્મલ વાણી. ભાવ,
ભાવના અને સ્વભાવ. આ બધા સાથે-સાથે સેવા માં છે તો સ્વયં પણ સંતુષ્ટ અને સાથી પણ
સંતુષ્ટ અને જેમની સેવા કરી તે પણ આગળ વધતા જાય. નિમિત્ત ભાવ વાળા બાપ ની તરફ સંબંધ
જોડશે. જો નિમિત્ત ભાવ નથી તો બાપ નાં નજીક એટલાં નહીં આવશે. તો જ્યારે પણ સેવા કરો
છો તો આ ચેક કરો કે ભાવ, ભાવના અને સ્વભાવ ઠીક રહ્યાં? અને આજકાલ બાપદાદાએ જોયું કે
જે મૂળ વાત છે બાપદાદા ની કે દરેકને અને પોતાને ભલે ક્યાંય પણ સેવા માટે જાઓ છો, તો
આ ચેક કરો કે સાથી સંતુષ્ટ રહ્યાં? કારણકે સેવાની સફળતા છે - સંતુષ્ટતા નું ફળ
પ્રાપ્ત થવું. ખુશી પ્રાપ્ત થાય. સાથે-સાથે એક વાત બાપદાદા ઈશારો આપે છે કે
ચાલતાં-ફરતાં, સંગઠન માં પણ રહો છો, કોઈને કોઈનો સાથ સેવામાં હોય જ છે, તો એકબીજા
ને આત્માનાં રુપમાં જુઓ. આત્માનાં રુપમાં જુઓ પણ છો, અભ્યાસ પણ કરો છો, પરંતુ જ્યારે
આત્મા જુઓ છો તો આત્માનાં ઓરિજનલ સંસ્કાર થી જુઓ છો? કે જે મિક્સ સંસ્કાર છે, તે પણ
દેખાય છે? આત્મા જુઓ, આમાં પાસ છો, પરંતુ કયા સંસ્કાર થી જુઓ છો? શું આત્મા નાં
ઓરિજનલ સંસ્કાર થી કનેક્શન માં આવો છો? કે વર્તમાન સંસ્કાર પણ સામે આવે છે? તો બાપ
કહે છે કે આજ થી કોઈને પણ એક તો આત્મા રુપમાં જુઓ પરંતુ આત્માનાં જે ઓરિજનલ સંસ્કાર
છે એ રુપમાં જુઓ. તો ક્યારેય પણ પરસ્પર જે ક્યારેક-ક્યારેક વાતો થઈ જાય છે, તે નહીં
થશે. હવે આત્મા રુપ માં જુઓ છો પરંતુ સાથે વર્તમાન સંસ્કાર પણ સામે આવી જાય છે. તો
પરસ્પર જે સંપૂર્ણ સ્થિતિ હોવી જોઈએ, એમાં દુરી પડી જાય છે. ઓરિજનલ સંસ્કાર વાળા
આત્મા જુઓ. તો આ જે હમણાં સંગઠન માં રુકાવટ આવે છે તે રુકાવટ ખતમ થઈ જશે.
આ બ્રાહ્મણ-પરિવાર
શ્રેષ્ઠ પરિવાર છે. પરિવાર ની ખૂબ મહિમા છે. આ ઈશ્વરીય-પરિવાર વારંવાર નથી મળતો.
કલ્પ માં એક જ વાર ઈશ્વરીય-પરિવાર મળે છે, આટલો મોટો પરિવાર આખાં કલ્પ માં ક્યારેય
નથી મળતો. પરિવાર ની પણ વિશેષતા ને જાણવી અને પરિવાર માં ચાલવું, આ એક મહાન વિષય
છે. પહેલાં પણ સંભળાવ્યું હતું કે આ જ્ઞાન નું ફાઉન્ડેશન છે નિશ્ચય અને નિશ્ચય માં
ચાર વાતો છે. બાપ, દાદા સાથે હું છું જ અને નોલેજ માં, ડ્રામા માં, પરિવાર માં બધામાં
નિશ્ચય હોય. તો નિશ્ચય બુદ્ધિ થઇ, સહજ પુરુષાર્થી બની જાઓ છો. જેવી રીતે બાપદાદા
માં નિશ્ચય છે, એવી રીતે પરિવાર માં પણ નિશ્ચય આવશ્યક છે. જેવી રીતે જુઓ જ્યારે તમે
કોઈ પણ વાત ની પેકિંગ કરો છો તો શું કરો છો? ચારેય તરફ ટાઈટ કરો છો ને, એક તરફ પણ
જો ટાઇટ નથી કર્યું તો હલચલ થાય છે. એવી રીતે જ બાપ, નોલેજ, નોલેજ માં પણ વિશેષ
ડ્રામા અને પરિવાર. જો ચારેય વાતો મજબૂત નથી તો વિઘ્ન આવે છે. વિઘ્નો ને પાર કરવામાં
અટેન્શન આપવું પડે છે એટલે પરિવાર ની ઓળખ, પરિવાર થી પ્રેમ, એકબીજા ને સમજવું, આ
ખૂબ આવશ્યક છે.
પૂર્વજ છો, પૂજ્ય છો,
તો આ વાતો પણ પોતાનામાં કે સાથીઓમાં લાવવાની છે. કાંઈ પણ થાય, નંબરવાર તો છે ને!
પરંતુ બ્રાહ્મણ-પરિવાર નું વિશેષ કાર્ય છે દુવા આપવી, દુવા લેવી. ઘણા બાળકો કહે છે
કે બીજો ક્રોધ કરે છે, હવે દુવા લે કેવી રીતે! દુવા તો લેશે નહીં, ક્રોધ કરશે.
બાપદાદા કહે છે સારું, સંસ્કાર વશ તે બદ-દુવા આપે છે, તમે દુવા ઈચ્છો છો પરંતુ તે
બદ-દુવા આપે છે, પરંતુ એને બદ-દુવા આપી, લેવા વાળા કોણ? લેવા વાળા તમે છો કે તે છે?
તે આપવા વાળા છે, તમે લેવા વાળા છો. તો એની બદ-દુવા તમે લીધી કેમ? જો આત્માને
ઓરિજનલ સંસ્કાર થી જુઓ તો તમને રહેમ આવશે. સ્વયં પણ સેફ રહો, બદ-દુવા લો નહીં,
લેવાવાળા તમે છો. ન આપો, ન લો.
બાપદાદા આજે બધા
બાળકોને હોમવર્ક આપે છે કે ક્યારેય પણ કોઈને આત્મા રુપમાં જુઓ, વર્તમાન સંસ્કાર નાં
રુપમાં નહીં જુઓ. આત્મા કહ્યું તો એ આત્માનાં જે નિજી સંસ્કાર છે, એ નિજી સંસ્કાર
નાં રુપમાં, સંબંધ માં પણ આવો અને દૃષ્ટિ માં પણ એ જ દૃષ્ટિથી જુઓ તો આ જે વિઘ્ન પડે
છે જેને કારણે પુરુષાર્થ માં તીવ્રતા નથી આવતી, તો હવે વૃત્તિ બદલશો, દૃષ્ટિ બદલશો
તો વાતો સમાપ્ત થઈ જશે. કોઈની કેવી પણ વાતો જુઓ છો બાપદાદાએ પહેલાં પણ કહ્યું છે તો
સદા આપ બ્રાહ્મણ-પરિવાર ની એક-એક ની ફરજ છે - શુભભાવના, શુભકામના આપવી અને શુભભાવના,
શુભકામના લેવી. તે સંસ્કાર થી જુઓ અને ચાલો. એક બીજી પણ વાત બતાવે છે - પહેલાં પણ
બતાવ્યું છે તો ક્યાંક-ક્યાંક સંગઠન માં, ક્યારેક-ક્યારેક પરદર્શન, પરચિંતન અને
પરમત ની તરફ આકર્ષણ થઈ જાય છે. હવે આ ત્રણેય પર ને કાપી નાખો, એક પર રાખો - તે એક
પર છે પર-ઉપકાર. પર-ઉપકાર કરવાનો છે, પર-ઉપકારી છો. બ્રાહ્મણો નો સ્વભાવ છે
પર-ઉપકારી. પરદર્શન નહીં, આ પર કાપી નાખો. આ ત્રણેય ખૂબ નુકસાન આપે છે. એટલે પોતાનું
સ્વમાન સદા આ જ યાદ રાખો કે મુજ બ્રાહ્મણ આત્માનું સ્વમાન જ છે “પર-ઉપકારી”. તો બીજી
સિઝન માં બાપદાદા દરેક બાળક માં આ પરિવર્તન જોવા ઈચ્છે છે. થઈ શકે છે? બાપદાદા
મુબારક આપે છે, એકબીજા ને અટેન્શન અપાવતા રહેજો. શું કરવાનું? રોજ રાત નાં સૂવા નાં
પહેલાં બાપદાદાને ગુડનાઈટ કહેવાનાં પહેલાં પોતાનો આખાં દિવસ નો પોતામેલ આપવો. સારું
કર્યું કે ખરાબ કર્યું? જે પણ કર્યું તે બાપ ને પોતામેલ આપીને પોતાની બુદ્ધિને ખાલી
કરીને ગુડનાઈટ કરજો અને બાપ ની યાદ માં જ સુઈ જજો. પછી તમારી નીંદર ખૂબ સારી થશે.
પહેલાં પોતાને ખાલી કરજો, બુદ્ધિમાં કોઈ વાત નહીં રાખતાં, બાપ નાં રુપમાં આખો
પોતામેલ સાચાં દિલ નો આપી દીધો તો તમને ધર્મરાજપુરી માં જવાની આવશ્યકતા નહીં પડશે.
સાચ્ચી દિલ પર સાહેબ રાજી થઈ જશે. તો હોમવર્ક મળ્યું! એક તો પોતાનાં પૂર્વજ અને
પૂજ્ય સ્વરુપ ની સેવા ચાલતાં-ફરતાં કરી શકો છો. બાપે જોયું આ જનક બાળકી ની તબિયત
ખરાબ હોવા છતાં, કરાચી ની સેવામાં વિશેષ મન્સા સકાશ આપી, ભલે નિમિત્ત કોઈ પણ છે
પરંતુ એમણે પ્રેક્ટિકલ માં કર્યું. ત્યાંની આત્માઓને સકાશ મળી. અને આગળ-આગળ ઉમંગ
માં વધી રહ્યાં છે. તો આવાં બાપદાદાએ પ્રેક્ટકલ ઉદાહરણ જોયા. તો તમે બધા પણ કરી શકો
છો? દુઃખી ને, બુમો પાડવા વાળા ને ખુશી ની લહેર પહોંચાડી શકો છો? તમારા ભક્ત તમને જ
પોકારી રહ્યાં છે - અમારી દેવી, અમારા દેવતા ક્યારે આવીને રહેમ કરશે? તમને સંભળાતું
નથી પરંતુ બાપ ને ખૂબ સંભળાય છે. દરેક ઇષ્ટ ને પોકારી રહ્યાં છે. તમે નથી જાણતા કે
અમારા ભક્ત કોણ છે પરંતુ ભક્ત તો જાણે છે ને? તે તો પોકારે છે અને આપ દરેક બ્રાહ્મણ
આત્મા નાં ભક્ત છે. ભલે ઢીલા હોય, ભલે હોશિયાર હોય, ભક્ત તમારા પણ છે કારણકે જડ માં
બેઠા છો ને, તો તમારો સકાશ નો પાર્ટ છે. હવે મન્સા સેવાને વધારો. અને જેટલાં બીઝી
રહેશો ને એટલાં નિર્વિઘ્ન રહેશો. કરી શકો છો ને! મન્સા સેવા કરવાનું જાણો છો ને!
સારું. નિયમ પ્રમાણે કરો છો કે ક્યારેક-ક્યારેક? જો ક્યારેક-ક્યારેક કરો છો તો એમાં
રેગ્યુલર કરો અને જો થોડી કરો છો તો એને વધારે વધારો કારણકે આખાં કલ્પ નો આધાર હમણાં
ની સેવાનું ફળ છે. ભલે પુજારી બનશો, ભલે રાજ્ય અધિકારી બનશો બંને નો આધાર હમણાં ની
સેવા, હમણાં ની અવસ્થા, હમણાં નાં બોલ, હમણાં નાં સંબંધ-સંપર્ક છે એટલે બાપદાદા આ જ
ઈચ્છે છે કે જેટલાં પર્સન્ટેજ હમણાં છે, એનાથી વધવા જોઈએ. આમ તો બાપદાદા પહેલાં થી
જ કહે છે - કરવાનું છે તો હમણાં કરો. ક્યારેક નહીં. બાપદાદા ને ક્યારેક નાં ગીત ખૂબ
સંભળાવે છે. ખૂબ સારું-સારું કરીને સંભળાવે છે પરંતુ બાપદાદાને ક્યારેક નાં ગીત સારા
નથી લાગતાં. હમણાં ના ગીત સારા લાગે છે. તુરંત દાન મહાપુણ્ય. તો સમજ્યાં હવે શું
કરવાનું છે? અચ્છા.
બાપદાદા બધા ચારેય
તરફનાં બાળકોને જોઈ ખુશ પણ થાય છે કારણકે બાપદાદા બાળકોનાં સિવાય એકલા કંઈ નથી કરવા
ઈચ્છતા એટલે રોજ બાળકોનું આહવાન કરતા રહે છે. તીવ્ર પુરુષાર્થી બાળકો, મીઠાં બાળકો,
પ્રિય બાળકો હવે ચાલો. અચ્છા.
ચારેય તરફનાં બાળકો
ને બાપદાદા જોઈને ભલે સન્મુખ બેઠા છે, ભલે ક્યાંય પણ બેઠા છે પરંતુ બધા ને બાપ યાદ
છે. અને બાપ ને પણ કોણ યાદ છે? ચારેય તરફ નાં બાળકો યાદ છે કારણકે બાપ દરેક બાળક
માટે આ જ આશા રાખે છે કે દરેક બાળક બાપ સમાન બનવાનાં જ છે. બાપ ની દરેક બાળક માં જે
આશાઓ છે, તે જાણે છે કે નંબરવાર છે પરંતુ છતાં પણ પોતાનાં નંબર અનુસાર પણ સંપન્ન તો
બનવાનું છે ને? દરેક નાં પુરુષાર્થ ને પણ જુવે છે શું-શું કરી રહ્યાં છે, બાપ ને
ખૂબ પ્રેમ આવે છે, બાળકો જ્યારે મહેનત કરે છે ને તો ખૂબ પ્રેમ આવે છે કે મહેનત થી
છૂટી જાય. પ્રેમ માં ખોવાઈ જાય. પ્રેમ માં મેજોરીટી પાસ છે પરંતુ વાતોમાં આવી જાય
છે તો બાપ ને ભૂલી જાય છે.
ચારેય તરફનાં બાળકોને
બાપદાદા નો પદમ પદમગુણા પ્રેમ અને દિલ નાં દુલાર સ્વીકાર થાય. બધાને, માલિક બાળકો
ને બાપ લાખ-લાખ વધાઈઓ આપી રહ્યાં છે. ઉડતા ચાલો, ઉડાવતા ચાલો. અચ્છા.
વરદાન :-
સ્વ - સ્થિતિ
દ્વારા સર્વ પરિસ્થિતિઓને પાર કરવા વાળા નિરાકારી , અલંકારી ભવ
જે અલંકારી છે તે
ક્યારેય દેહ-અહંકારી નથી બની શકતાં. નિરાકારી અને અલંકારી રહેવું - આ જ છે મનમનાભવ,
મધ્યાજીભવ. જ્યારે એવી સ્વ-સ્થિતિ માં સદા સ્થિત રહો છો તો સર્વ પરિસ્થિતિઓ ને સહજ
જ પાર કરી લેશો, આનાંથી અનેક જૂનાં સ્વભાવ સમાપ્ત થઈ જાય છે. સ્વ માં આત્મા નો ભાવ
જોવાથી ભાવ-સ્વભાવ ની વાતો સમાપ્ત થઈ જાય છે અને સામનો કરવાની સર્વ શક્તિઓ સ્વયં
માં આવી જાય છે.
સ્લોગન :-
સંકલ્પ નો એક
કદમ તમારો તો સહયોગ નાં હજાર કદમ બાપ નાં.
આ અવ્યક્ત ઇશારા - સદા
હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .
જે પોતાની કે બીજાઓની
વીતેલી વાતો ને નથી જોતા, સેકન્ડ માં ફુલસ્ટોપ લગાવે છે તે સરળચિત્ત હોય છે અને જે
સરળચિત્ત હોય છે એમનાં નયનો થી, મુખ થી, ચલન થી મધુરતા કે હર્ષિતમુખતા પ્રત્યક્ષ
રુપમાં જોવામાં આવે છે. એવાં સરળચિત્ત સ્થિતિવાળા બીજાઓને પણ સરળ બનાવી દે છે.
સરળચિત્ત એટલે જે વાત સાંભળી, જોઈ, કરી, તે સાર-યુક્ત હોય અને સાર ને જ ઉઠાવે.