07-10-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ભિન્ન - ભિન્ન યુક્તિઓ સામે રાખી યાદ ની યાત્રા પર રહો , આ જૂની દુનિયા ને ભૂલી પોતાનાં સ્વીટ હોમ ( મીઠાં ઘર ) અને નવી દુનિયા ને યાદ કરો”

પ્રશ્ન :-
કઈ એક્ટ (કયું કર્મ) અથવા પુરુષાર્થ હમણાં જ ચાલે છે, આખાં કલ્પ માં નહીં?

ઉત્તર :-
યાદ ની યાત્રા માં રહી આત્મા ને પાવન બનાવવા નો પુરુષાર્થ, આખી દુનિયા ને પતિત થી પાવન બનાવવા ની એક્ટ આખાં કલ્પ માં ફક્ત આ જ સંગમ પર ચાલે છે. આ એક્ટ દરેક કલ્પ રિપીટ (પુનરાવર્તન) થાય છે. આપ બાળકો આ અનાદિ અવિનાશી ડ્રામા નાં વન્ડરફુલ (અદ્દભુત) રહસ્ય ને સમજો છો.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે એટલે રુહાની બાળકો ને દેહી-અભિમાની અથવા રુહાની અવસ્થા માં નિશ્ચયબુદ્ધિ થઈને બેસવાનું તથા સાંભળવાનું છે. બાપે સમજાવ્યું છે - આત્મા જ સાંભળે છે આ ઓરગન્સ (અવયવો) દ્વારા, આ પાક્કું કરતા રહો. સદ્દગતિ અને દુર્ગતિ નું આ ચક્ર તો દરેક ની બુદ્ધિ માં રહેવું જ જોઈએ, જેમાં જ્ઞાન અને ભક્તિ બધું આવી જાય છે. ચાલતાં-ફરતાં બુદ્ધિ માં આ રહે. જ્ઞાન અને ભક્તિ, સુખ અને દુઃખ, દિવસ અને રાત નો ખેલ કેવો ચાલે છે. આપણે ૮૪ નો પાર્ટ ભજવીએ છીએ. બાપ ને યાદ છે તો બાળકો ને પણ યાદ માં રહેવાનો પુરુષાર્થ કરાવે છે, આનાથી તમારા વિકર્મ પણ વિનાશ થાય છે અને તમે રાજ્ય પણ મેળવો છો. જાણો છો આ જૂની દુનિયા તો હવે ખલાસ થવાની છે. જેમ કોઈ જૂનું મકાન હોય છે અને નવું બનાવે છે તો અંદર માં નિશ્ચય રહે છે-હવે અમે નવાં મકાન માં જઈશું. પછી મકાન બનવવા માં ક્યારેક બે વર્ષ લાગી જાય છે. જેવી રીતે નવી દિલ્લી માં ગવર્મેન્ટ હાઉસ વગેરે બનાવે છે તો જરુર ગવર્મેન્ટ કહેશે અમે ટ્રાન્સફર (બદલી) થઈ નવી દિલ્લી માં જઈશું. આપ બાળકો જાણો છો આ આખી બેહદ ની દુનિયા જૂની છે. હવે જવાનું છે નવી દુનિયા માં. બાબા યુક્તિઓ બતાવે છે - આવી-આવી યુક્તિઓ થી બુદ્ધિ ને યાદ ની યાત્રા માં લગાવવાની છે. આપણે હવે ઘરે જવાનું છે એટલે સ્વીટ હોમ ને યાદ કરવાનું છે, જેનાં માટે મનુષ્ય માથું મારે છે. આ પણ મીઠાં-મીઠાં બાળકો ને સમજાવ્યું છે કે આ દુઃખધામ હવે ખતમ થવાનું છે. ભલે તમે અહીં રહો છો પરંતુ આ જૂની દુનિયા પસંદ નથી. આપણે પછી નવી દુનિયા માં જવાનું છે. ભલે ચિત્ર આગળ કોઈ પણ ન હોય તો પણ તમે સમજો છો હવે જૂની દુનિયા નો અંત છે. હવે આપણે નવી દુનિયા માં જઈશું. ભક્તિમાર્ગ નાં તો કેટલાં અસંખ્ય ચિત્ર છે. તેની તુલના માં તમારા તો ખૂબ થોડા છે. તમારા આ જ્ઞાનમાર્ગ નાં ચિત્ર છે અને તે બધા છે ભક્તિમાર્ગ નાં. ચિત્રો પર જ આખી ભક્તિ થાય છે. હવે તમારા તો છે સાચાં ચિત્ર, એટલે તમે સમજાવી શકો છો - ખોટું શું, સાચ્ચું શું છે? બાબા ને કહેવાય જ છે નોલેજફુલ. તમને આ નોલેજ છે. તમે જાણો છો આપણે આખાં કલ્પ માં કેટલાં જન્મ લીધાં છે. આ ચક્ર કેવી રીતે ફરે છે. તમારે નિરંતર બાપ ની યાદ અને આ નોલેજ માં રહેવાનું છે. બાપ તમને બધી રચયિતા અને રચના ની નોલેજ આપે છે. તો બાપ ની પણ યાદ રહે છે. બાબાએ સમજાવ્યું છે - હું તમારો બાપ, શિક્ષક, સદ્દગુરુ છું. તમે ફક્ત આ સમજાવો - બાબા કહે છે તમે મને પતિત-પાવન, લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) કહો છો ને? ક્યાં નાં ગાઈડ? શાંતિધામ, મુક્તિધામ નાં. ત્યાં સુધી બાપ લઈને જઈને છોડશે. બાળકો ને ભણાવીને, શીખવાડીને, ગુલ-ગુલ બનાવીને ઘરે લઈ જઈને છોડશે. બાપ સિવાય તો કોઈ લઈ જઈ ન શકે. ભલે કોઈ કેટલાં પણ તત્વજ્ઞાની કે બ્રહ્મજ્ઞાની હોય. તેઓ સમજે છે અમે બ્રહ્મ માં લીન થઈ જઈશું. તમારી બુદ્ધિ માં છે કે શાંતિધામ તો આપણું ઘર છે. ત્યાં જઈને પછી નવી દુનિયા માં આપણે પહેલાં-પહેલાં આવીશું. તે બધા પાછળ થી આવવા વાળા છે. તમે જાણો છો કેવી રીતે બધા ધર્મ નંબરવાર આવે છે. સતયુગ-ત્રેતા માં કોનું રાજ્ય છે? તેમનું ધર્મશાસ્ત્ર કયું છે? સૂર્યવંશી-ચંદ્રવંશી નું તો એક જ શાસ્ત્ર છે. પરંતુ તે ગીતા કોઈ સાચ્ચી નથી કારણકે તમને જે જ્ઞાન મળે છે તે તો અહીં જ ખતમ થઈ જાય છે. ત્યાં કોઈ શાસ્ત્ર નથી. દ્વાપર થી જે ધર્મ આવે છે તેનાં શાસ્ત્ર કાયમ છે. ચાલ્યાં આવી રહ્યાં છે. હવે ફરી એક ધર્મ ની સ્થાપના થાય છે તો બાકી બધા વિનાશ થઈ જવાનાં છે. કહેતાં રહે છે એક રાજ્ય, એક ધર્મ, એક ભાષા, એક મત હોય. એ તો એક દ્વારા જ સ્થાપન થઈ શકે છે. આપ બાળકો ની બુદ્ધિ માં સતયુગ થી લઈને કળિયુગ અંત સુધી બધું જ્ઞાન છે. બાપ કહે છે હવે પાવન બનવા માટે પુરુષાર્થ કરો. અડધોકલ્પ લાગ્યો છે તમને પતિત બનવામાં. હકીકત માં આખો કલ્પ જ કહેવાય, આ યાદ ની યાત્રા તો તમે હમણાં જ શીખો છો. ત્યાં આ છે નહીં. દેવતાઓ પતિત થી પાવન બનવાનો પુરુષાર્થ નથી કરતાં. તેઓ પહેલાં રાજયોગ શીખી અહીં થી પાવન બનીને જાય છે. તેને કહેવાય છે સુખધામ. તમે જાણો છો આખાં કલ્પ માં ફક્ત હમણાં જ આપણે યાદ ની યાત્રા નો પુરુષાર્થ કરીએ છીએ. પછી આ જ પુરુષાર્થ અથવા જે એક્ટ ચાલે છે - પતિત દુનિયા ને પાવન બનાવવા માટે - ફરી કલ્પ બાદ પુનરાવૃત્તિ થશે. ચક્ર તો જરુર લગાવીશું ને? તમારી બુદ્ધિ માં આ બધી વાતો છે કે આ નાટક છે, બધા આત્માઓ પાર્ટધારી છે જેમાં અવિનાશી પાર્ટ ભરાયેલો છે. જેમ તે ડ્રામા ચાલતો રહે છે. પરંતુ તે ફિલ્મ ઘસાઈને જૂની થઈ જાય છે. આ છે અવિનાશી. આ પણ વન્ડર (અદ્દભુત) છે. કેટલાં નાનાં આત્મા માં આખો પાર્ટ ભરાયેલો છે. બાપ તમને કેટલી ગુહ્ય-ગુહ્ય સુક્ષ્મ વાતો સમજાવે છે. હમણાં કોઈ પણ સાંભળે છે તો કહે છે આ તો ખૂબ વન્ડરફુલ વાતો સમજાવે છે. આત્મા શું છે, તે હવે સમજ્યું છે. શરીર ને તો બધા સમજે છે. ડોક્ટર લોકો તો મનુષ્ય નાં હાર્ટ ને પણ કાઢી બહાર રાખી પછી નાખી (લગાવી) દે છે. પરંતુ આત્મા ની કોઈને ખબર નથી. આત્મા પતિત થી પાવન કેવી રીતે બને છે, આ પણ કોઈ નથી જાણતું. પતિત આત્મા, પાવન આત્મા, મહાન આત્મા કહે છે ને? બધા પોકારે પણ છે કે હે પતિત-પાવન, આવીને મને પાવન બનાવો. પરંતુ આત્મા કેવી રીતે પાવન બનશે - એનાં માટે જોઈએ અવિનાશી સર્જન. આત્મા પોકારે એમને છે જે પુનર્જન્મ રહિત છે. આત્મા ને પવિત્ર બનાવવા ની દવા એમની પાસે જ છે. તો આપ બાળકો નાં ખુશી માં રોમાંચ ઉભા થઈ જવાં જોઈએ-ભગવાન ભણાવે છે, જરુર તમને ભગવાન-ભગવતી બનાવશે. ભક્તિમાર્ગ માં આ લક્ષ્મી-નારાયણ ને ભગવાન-ભગવતી જ કહે છે. તો યથા રાજા-રાણી તથા પ્રજા હશે ને? આપ સમાન પવિત્ર પણ બનાવે છે. જ્ઞાનસાગર પણ બનાવે છે પછી પોતાનાં કરતાં પણ વધારે, વિશ્વ નાં માલિક બનાવે છે. પવિત્ર, અપવિત્ર નો પૂરો પાર્ટ (ભૂમિકા) તમારે ભજવવાનો હોય છે. તમે જાણો છો બાબા આવેલા છે ફરી થી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન કરવાં. જેનાં માટે જ કહે છે આ ધર્મ પ્રાયઃલોપ થઈ ગયો છે. એની વડ નાં ઝાડ સાથે જ તુલના કરાય છે. શાખાઓ અસંખ્ય નીકળે છે, થડ નથી. આ પણ કેટલાં ધર્મો ની શાખાઓ નીકળી છે, ફાઉન્ડેશન (મૂળ) દેવતા ધર્મ છે નહીં. પ્રાયઃલોપ છે. બાપ કહે છે તે ધર્મ છે પરંતુ ધર્મ નું નામ ફેરવી દીધું છે. પવિત્ર ન હોવાનાં કારણે પોતાને દેવતા કહી ન શકે. ન હોય ત્યારે તો બાપ આવીને રચના રચે ને? હવે તમે સમજો છો આપણે પવિત્ર દેવતા હતાં. હવે પતિત બન્યાં છીએ. દરેક ચીજ એવી રીતે થાય છે. આપ બાળકોએ આ ભૂલવું ન જોઈએ. પહેલી મુખ્ય મંઝિલ છે બાપ ને યાદ કરવાની, જેનાથી જ પાવન બનવાનું છે. બોલે બધા આવું છે, અમને પાવન બનાવો. એવું નહીં કહેવાશે કે અમને રાજા-રાણી બનાવો. તો આપ બાળકો ને બહુ જ ફખુર (નશો) હોવો જોઈએ. તમે જાણો છો આપણે તો ભગવાન નાં બાળકો છીએ. હવે આપણને જરુર વારસો મળવો જોઈએ. કલ્પ-કલ્પ આ પાર્ટ ભજવ્યો છે. ઝાડ વધતું જ જશે. બાબાએ ચિત્રો પર પણ સમજાવ્યું છે કે આ છે સદ્દગતિ નાં ચિત્ર. તમે મુખ થી પણ સમજાવો છો, ચિત્રો પર પણ સમજાવો છો. તમારા આ ચિત્રો માં સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય આવી જાય છે. બાળકો જે સર્વિસ (સેવા) કરવા વાળા છે, આપ સમાન બનાવતા જાય છે. ભણીને ભણાવવા ની કોશિશ કરવી જોઈએ. જેટલું વધારે ભણશો એટલું ઊંચ પદ મેળવશો. બાપ કહે છે હું તદબીર (પુરુષાર્થ) તો કરાવું છું, પરંતુ તકદીર પણ હોય ને? દરેક ડ્રામા અનુસાર પુરુષાર્થ કરતા રહે છે. ડ્રામા નું રહસ્ય પણ બાપે સમજાવ્યું છે. બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે. સાથે લઈ જવા વાળા સાચાં-સાચાં સદ્દગુરુ પણ છે. એ બાપ છે અકાળમૂર્ત. આત્મા નું આ તખ્ત છે ને, જેનાથી આ પાર્ટ ભજવે છે. તો બાપ ને પણ પાર્ટ ભજવવા, સદ્દગતિ કરવા માટે તખ્ત જોઈએ ને? બાપ કહે છે મારે સાધારણ તન માં જ આવવાનું છે. ભપકો કે ઠાઠ કાંઈ પણ નથી રાખી શકતો. તે ગુરુઓ નાં ફોલોઅર્સ (અનુયાયી) લોકો તો ગુરુ માટે સોના નું સિંહાસન, મહેલ વગેરે બનાવે છે. તમે શું બનાવશો? તમે બાળકો પણ છો, વિદ્યાર્થી પણ છો. તમે એમનાં માટે શું કરશો? ક્યાં બનાવશો? આ છે તો સાધારણ ને?

બાળકો ને આ પણ સમજાવતા રહે છે - વૈશ્યાઓ ની સર્વિસ (સેવા) કરો. ગરીબો નો પણ ઉદ્ધાર કરવાનો છે. બાળકો કોશિશ પણ કરે છે, બનારસ માં પણ ગયા છે. તેમને તમે ઉઠાવ્યાં તો કહેશે વાહ બી.કે. ની તો કમાલ છે - વૈશ્યાઓ ને પણ આ જ્ઞાન આપે છે. તેમને પણ સમજાવવાનું છે હવે તમે આ ધંધો છોડી શિવાલય નાં માલિક બનો. આ નોલેજ શીખીને પછી શીખવાડો. વૈશ્યાઓ પણ પછી બીજાઓ ને શીખવાડી શકે છે. શીખીને હોશિયાર થઈ જશે તો પછી પોતાનાં ઓફિસર્સ ને પણ સમજાવશે. હોલ માં ચિત્ર વગેરે રાખીને સમજાવો તો બધા કહેશે વાહ વૈશ્યાઓ ને શિવાલય વાસી બનાવવા માટે આ બી.કે. નિમિત્ત બની છે. બાળકોને સર્વિસ (સેવા) માટે વિચાર ચાલવા જોઈએ. તમારા ઉપર ખૂબ જવાબદારી છે. અહિલ્યાઓ, કુબ્જાઓ, ભીલડીઓ, ગણિકાઓ આ બધાનો ઉદ્ધાર કરવાનો છે. ગાયન પણ છે સાધુઓ નો પણ ઉદ્ધાર કર્યો છે. આ તો સમજો છો સાધુઓ નો ઉદ્ધાર થશે અંત માં. હમણાં તેઓ તમારા બની જાય તો ભક્તિમાર્ગ જ આખો ખતમ થઈ જાય. રિવોલ્યુશન (ક્રાંતિ) થઈ જાય. સંન્યાસી લોકો જ પોતાનો આશ્રમ છોડી દે, બસ અમે હાર ખાધી. આ અંત માં થશે. બાબા ડાયરેક્શન (માર્ગદર્શન) આપતા રહે છે - આવું-આવું કરો. બાબા તો ક્યાંય બહાર નથી જઈ શકતાં. બાપ કહેશે બાળકો પાસે જઈને શીખો. સમજાવવા ની યુક્તિઓ તો બધા બાળકો ને બતાવતા રહે છે. એવું કાર્ય કરીને દેખાડો જે મનુષ્યો નાં મુખ થી વાહ-વાહ નીકળે. ગાયન પણ છે શક્તિઓ માં જ્ઞાન બાણ ભગવાને ભર્યા હતાં. આ છે જ્ઞાન બાણ. તમે જાણો છો આ બાણ તમને આ દુનિયા થી તે દુનિયા માં લઈ જાય છે. તો આપ બાળકો એ ખૂબ વિશાળ બુદ્ધિ બનવાનું છે. એક જગ્યાએ પણ તમારું નામ થયું, ગવર્મેન્ટ (સરકાર) ને ખબર પડી તો પછી ખૂબ પ્રભાવ નીકળશે. એક જગ્યા થી જ કોઈ સારા ૫-૭ ઓફિસર્સ નીકળે તો તે સમાચાર પત્ર માં નાખવા લાગી જશે. કહેશે આ બી.કે. વૈશ્યાઓ થી પણ તે ધંધો છોડાવી શિવાલય નાં માલિક બનાવે છે. ખૂબ વાહ-વાહ નીકળશે. ધન વગેરે બધું તે લઈ જશે. તમે ધન શું કરશો? તમે મોટા-મોટા સેવાકેન્દ્ર ખોલશો. પૈસા થી ચિત્ર વગેરે બનાવવાનાં હોય છે. મનુષ્ય જોઈને ખૂબ વન્ડર (આશ્ચર્ય) ખાશે. કહેશે પહેલાં-પહેલાં તો તમને ઈનામ આપવું જોઈએ. ગવર્મેન્ટ હાઉસ માં પણ તમારા ચિત્ર લઈ જશે. આનાં પર ખૂબ આશિક થશે. દિલ માં ઈચ્છા હોવી જોઈએ - મનુષ્યો ને દેવતા કેવી રીતે બનાવીએ. આ તો જાણો છો જેમણે કલ્પ પહેલાં લીધી છે એ જ લેશે. આટલું ધન વગેરે બધું છોડી દે, મહેનત છે. બાબાએ બતાવ્યું - મારું પોતાનું ઘરઘાટ મિત્ર-સંબંધી વગેરે કાંઈ પણ નથી, મને શું યાદ આવશે, બાપ અને આપ બાળકો સિવાય કાંઈ નથી. બધુંજ એક્સચેન્જ (બદલી) કરી દીધું. બાકી બુદ્ધિ ક્યાં જશે? બાબા ને રથ આપ્યો છે. જેમ તમે, એમ હું ભણી રહ્યો છું. ફક્ત રથ બાબા ને લોન (ઉધાર) પર આપ્યો છે.

તમે જાણો છો આપણે પુરુષાર્થ કરી રહ્યાં છીએ, સૂર્યવંશી રાજધાની માં પહેલાં-પહેલાં આવવા માટે. આ છે જ નર થી નારાયણ બનવાની કથા. ત્રીજું નેત્ર આત્મા ને મળે છે. આપણે આત્મા ભણીને નોલેજ સાંભળીને દેવતા બની રહ્યાં છીએ. પછી તો રાજાઓ નાં રાજા બનીશું. શિવબાબા કહે છે હું તમને ડબલ સિરતાજ બનાવું છું. તમારી હમણાં કેટલી બુદ્ધિ ખુલી ગઈ છે, ડ્રામા અનુસાર કલ્પ પહેલાં ની જેમ. હવે યાદ ની યાત્રા માં પણ રહેવાનું છે. સૃષ્ટિ ચક્ર ને પણ યાદ કરવાનું છે. જૂની દુનિયા ને બુદ્ધિ થી ભૂલવાની છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બુદ્ધિ માં રહે હવે આપણા માટે નવી સ્થાપના થઈ રહી છે, આ દુઃખ ની જૂની દુનિયા ખતમ થઈ કે થઈ. આ દુનિયા બિલકુલ પસંદ ન આવવી જોઈએ.

2. જેમ બાબાએ પોતાનું બધું એક્સચેન્જ (બદલી) કરી દીધું તો બુદ્ધિ ક્યાંય જતી નથી. એમ ફોલો ફાધર (બાપનું અનુસરણ) કરવાનું છે. દિલ માં બસ એ જ ઈચ્છા રહે કે અમે મનુષ્ય થી દેવતા બનાવવાની સેવા કરીએ, આ વૈશ્યાલય ને શિવાલય બનાવીએ.

વરદાન :-
દેહ - અભિમાન ને સમાપ્ત કરવા વાળા સાક્ષી અને દૃષ્ટા ભવ

બીજાઓ ની વાતો ને રિગાર્ડ ન આપવો, કાપી નાખવી - આ પણ દેહ-અભિમાન નું રોયલ રુપ છે જે પોતાનું તથા બીજાઓ નું અપમાન કરાવે છે કારણકે જે કાપે છે એને અભિમાન આવે છે અને જેમની વાત ને કાપો એને અપમાન લાગે છે એટલે સાક્ષી દૃષ્ટા નાં વરદાન ને સ્મૃતિ માં રાખી, ડ્રામા ની ઢાલ અથવા ડ્રામા ની પટરી પર દરેક કર્મ અને સંકલ્પ કરતા, હું-પણા નાં આ રોયલ રુપ ને સમાપ્ત કરી દરેક ની વાત ને સન્માન આપો, સ્નેહ આપો તો તે સદા ને માટે સહયોગી થઈ જશે.

સ્લોગન :-
પરમાત્મ-શ્રીમત રુપી જળ (પાણી) નાં આધાર થી કર્મ રુપી બીજ ને શક્તિશાળી બનાવો.

અવ્યક્ત ઈશારા - સ્વયં અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો

દરેક સમયે, દરેક આત્મા પ્રત્યે મન્સા સ્વતઃ શુભભાવના અને શુભકામના નાં શુદ્ધ વાયબ્રેશન વાળી સ્વયં ને અને બીજાઓ ને અનુભવ થાય. મન થી દરેક સમયે સર્વ આત્માઓ પ્રત્યે દુવાઓ નીકળતી રહે. મન્સા સદા આ જ સેવા માં બીઝી રહે. જેવી રીતે વાણી ની સેવા માં બીઝી રહેવાના અનુભવી બની ગયા છો. જો સેવા નથી મળતી તો પોતાને ખાલી અનુભવ કરો છો. એવી રીતે દરેક સમયે વાણી ની સાથે-સાથે મન્સા સેવા સ્વતઃ થતી રહે.