07-10-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - મોડે ( પાછળ થી ) આવવા છતાં તીવ્ર પુરુષાર્થ કરો તો બહુજ આગળ જઈ શકો છો , બીજાઓની ચિંતા છોડી સ્વયં નાં પુરુષાર્થ માં લાગી જાઓ”

પ્રશ્ન :-
કયું કર્તવ્ય એક બાપ નું છે જે કોઈ મનુષ્ય નું ન હોઈ શકે?

ઉત્તર :-
મનુષ્ય ને દેવતા બનાવવાં, એમને શાંતિધામ, સુખધામ નાં માલિક બનાવી દેવાં, આ કર્તવ્ય એક બાપ નું જ છે જે કોઈ મનુષ્ય નથી કરી શકતું. તમને નિશ્ચય છે સંગમ પર જ અમે ભગવાનુવાચ સાંભળીએ છીએ. હમણાં સ્વયં ભગવાન કલ્પ પહેલાં ની જેમ રાજયોગ શિખવાડી રહ્યાં છે.

ઓમ શાંતિ!
રુહાની બેહદનાં બાપ બેહદનાં રુહાની બાળકો પ્રત્યે સમજાવે છે. આ એક-એક શબ્દ અથવા જ્ઞાન-રતન લાખો રુપિયાનાં છે. બાપે સમજાવ્યું છે - પરમાત્મા ને રુપ-વસંત પણ કહે છે. એમનું રુપ પણ છે, નામ શિવબાબા છે. એ જ્ઞાન નાં સાગર છે, જે જ્ઞાન થી સદ્દગતિ થાય છે. જ્ઞાન ધન પણ છે, જ્ઞાન ભણતર પણ છે. આ જ્ઞાન આપે છે - સ્પિરિચ્યુઅલ ફાધર (આધ્યાત્મિક પિતા). આત્મા ને કહેવાય છે, સ્પિરિચ્યુઅલ રુહ. ભક્તિમાર્ગ માં આત્માઓ કેટલાં ભટકે છે, બાપ થી મળવાનાં માટે. એમને શોધે છે. સમજે પણ છે ભગવાન એક શિવ છે તો પણ ધક્કા ખાતાં રહે છે. બાપ આવીને સમજાવે છે કે રુહાની બાળકો, તમે તો અવિનાશી છો, પરમધામ માં રહેવા વાળા છો, જ્યાંથી પછી આવો છો અહીં પાર્ટ ભજવવાં. તમે દૂરદેશ નાં રહેવા વાળા છો. આ ડ્રામા છે, આનું નામ છે હાર-જીત નો ખેલ. સુખ-દુઃખ નો ખેલ. બાપ સમજાવે છે કે હું અને તમે બધાં શાંતિધામ નાં રહેવા વાળા છીએ. એને નિર્વાણ ધામ પણ કહે છે. પહેલાં તો આ નિશ્ચય કરવાનો છે કે આપણે ત્યાંના રહેવા વાળા છીએ. આપ આત્મા નો સ્વધર્મ છે શાંત. આત્મા બિંદુ માં આખો અવિનાશી પાર્ટ ભરેલો છે. બાપ ભણાવે પણ તમને છે, તમે દુનિયા વાળા મનુષ્યો ની ચિંતા કરો છો. તમને નિશ્ચય છે ને કે ભગવાનુવાચ થાય જ સંગમ પર છે, પછી ક્યારેય થતું નથી. કોઈ પણ મનુષ્ય ને દેવતા ન બનાવી શકે. શાંતિધામ, સુખધામ નાં માલિક નથી બનાવી શકતાં. કલ્પ પહેલાં પણ બાપે બનાવ્યાં હતાં. હમણાં જે પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) બન્યાં છે ૫ હજાર વર્ષ નાં પછી એ જ બનશે. આખી દુનિયાની જે સીન-સીનરીઓ (દૃશ્યો) છે, ૫ હજાર વર્ષ નાં પછી રિપીટ (પુનરાવર્તિત) થશે. વૃધ્ધાઓ આટલું બધું ધારણ ન કરી શકે તો એમને કહેવાય છે ફક્ત ત્રણ વાતો યાદ કરો - અમે આત્મા શાંતિધામ નાં રહેવા વાળા છીએ, પછી સુખધામ માં આવીએ છીએ પછી અડધાકલ્પ નાં પછી જ્યારે રાવણ રાજ્ય શરું થાય છે તો વિકારી બની જઈએ છીએ, આને કહેવાય છે દુઃખધામ. જ્યારે દુઃખધામ પૂરું થાય છે ત્યારે બાપ કહે છે કે મને યાદ કરો. મારે આવવું પડે છે તમને શાંતિધામ, સુખધામ માં લઈ જવાના માટે. હવે જે આવીને બાપ નાં બન્યાં છે, તે જ વારસો મેળવશે. આ સૂર્યવંશી, ચંદ્રવંશી રાજધાની સ્થાપન થઈ રહી છે. કરોડો મનુષ્ય આવીને કાંઈ ન કાંઈ બાપ થી સાંભળશે, સમજશે. વૃદ્ધિ થતી જશે. બધી તરફ તમારે જઈને સમજાવવું પડશે. સમાચાર-પત્ર દ્વારા પણ ઘણાં સાંભળશે, પાકિસ્તાન માં પણ સમાચાર-પત્ર દ્વારા વાંચશે. ત્યાં બેસીને પણ આ જ્ઞાન સાંભળશે. ગીતા નો પ્રચાર આખી દુનિયામાં બહુજ છે. બાપ કહે છે - મામેકમ્ યાદ કરો અને વારસા ને યાદ કરો. આ લખાણ સમાચાર-પત્ર માં વાંચશે એટલે પણ બહુજ બ્રાહ્મણ બનશે, જેમને વારસો લેવો હશે તો તે જરુર આવીને લેશે. હમણાં સમય થોડો બાકી છે, વૃદ્ધિ થતી રહેશે. મોડે થી આવશે તો પછી તીવ્ર પુરુષાર્થ કરવો પડશે. કલ્પ પહેલાં જેટલાં સ્વર્ગવાસી બન્યાં હતાં, એટલાં હમણાં પણ બનશે જરુર. એમાં જરા પણ ફર્ક નથી પડી શકતો. શાંતિધામ વાળા શાંતિધામ માં જશે. પછી પોત-પોતાનાં સમય પર પાર્ટ ભજવવા આવશે. હમણાં બાપ કહે છે બાળકો મને યાદ કરો તો તમે ઘરે પહોંચી જશો. સંન્યાસી મુક્તિ નાં માટે માથું મારે છે, એટલે બધા કહે છે કે મુક્તિ જ ઠીક છે. સુખ તો કાગ વિષ્ટા નાં સમાન છે. શાસ્ત્રો માં લખી દીધું છે કે સતયુગ માં પણ દુઃખ ની વાતો હતી, સમજતાં કાંઈ પણ નથી. કહે છે પરમાત્માએ આવવાનું છે. પતિત-પાવન પરમાત્મા આવો, આવીને અમને રસ્તો બતાવો. બીજી તરફ કહે છે ગંગા પતિત-પાવની છે. ગંગા-સ્નાન, યજ્ઞ-તપ, યાત્રા કરવી આ બધું ભગવાન થી મળવાનો રસ્તો છે. જ્યારે કે બોલાવો છો પરમાત્મા ને, પછી ધક્કા કેમ ખાઓ છો? આ બધી ભક્તિમાર્ગ ની નોંધ છે. મનુષ્યો ને જે આવડે તે બોલતાં રહે છે. કેટલી મહેનત કરે છે પરમાત્મા થી મળવાના માટે. હવે ભગવાન થી મળવા ભગત જશે કે ભગવાન ને અહીં આવવું પડશે? પતિત આત્મા તો જઈ ન શકે. બાપ આવે છે લઈ જવાના માટે. બધા આત્માઓનાં પંડા એક જ છે. તમે પણ પવિત્ર બની એમની પાછળ ચાલ્યાં જશો. સાજન તમને જ્ઞાન-રત્નો થી શ્રૃંગારે છે - મહારાજા-મહારાણી બનાવવાં. બાકી કૃષ્ણ નાં માટે દેખાડે છે - ફલાણી ને ભગાવી, પટરાણી બનાવી. આ વાતો લાગતી નથી. આપ બાળકો જાણો છો અમે સ્વર્ગની મહારાણી બનીશું. તમે જ સ્વર્ગવાસી હતાં. હમણાં બાપ ફરી બનાવવા આવ્યાં છે. ૮૪ જન્મો ની વાત છે. ૮૪ લાખ જન્મ કોઈ યાદ કરી ન શકે. સતયુગ ને લાખો વર્ષ આપી દીધાં છે, ત્રેતા ને ઓછાં આપ્યાં છે. આ તો હિસાબ જ નથી બનતો. બાપ કેટલું સહજ કરી બતાવે છે કે ફક્ત બે વાતો યાદ કરવાની છે - અલ્ફ અને બે. તો તમે પવિત્ર પણ બનશો, ઉડી પણ શકશો અને ઊંચું પદ પણ મેળવશો. તો આ ફિકર રાખવી જોઈએ કે કાંઈ પણ કરીને બાપ ને યાદ કરવાનાં છે. માયા નાં તોફાન પણ આવશે, પરંતુ હાર નથી ખાવાની. ભલે કોઈ ક્રોધ પણ કરે પરંતુ તમે નહીં બોલો. સંન્યાસી પણ કહે છે - મોઢા માં તાવીજ નાખી દો, તો તે બોલ-બોલ કરી ચુપ થઈ જશે. બાપ પણ કહે છે - કોઈ ક્રોધ થી બોલે તો તમે શાંત થઈને જોતાં રહો. કોઈ પણ હાલત માં તમારે શિવબાબા ને યાદ કરવાનાં છે. બાબાની યાદ થી જ વારસો પણ યાદ આવશે. તમારું અતીન્દ્રિય સુખ નું ગાયન છે કે અમે ૨૧ જન્મ નાં માટે સ્વર્ગ નાં પરિઝાદા (રાજકુમાર) બનીશું. ત્યાં દુઃખ નું નામ પણ નહીં હશે. તમે ૫૦-૬૦ જન્મ સુખ ભોગવો છો, સુખ નો હિસાબ વધારે છે. સુખ-દુઃખ બરોબર હોય તો ફાયદો જ શું! તમારી પાસે ધન પણ ખૂબ હોય છે. થોડાં સમય પહેલાં અહીં પણ બહુજ સસ્તું અનાજ હતું. રાજાઓની મોટી રાજાઈ હતી. બાબાએ ૧૦ આના મણ બાજરી વહેંચી છે. તો એનાથી પણ આગળ કેટલી સસ્તાઈ હશે. મનુષ્ય થોડાં હશે, અન્ન ની પરવા (ચિંતા) નહીં હશે. હવે આ તો યાદ રહેવું જોઈએ કે પહેલાં આપણે ઘરે જઈને પછી નવી દુનિયામાં આવીને નવો પાર્ટ ભજવીશું. ત્યાં આપણું શરીર પણ સતોપ્રધાન તત્વો થી બનશે. હમણાં ૫ તત્વ બિલકુલ જ તમોપ્રધાન, પતિત બની ગયાં છે. આત્મા અને શરીર બંને પતિત છે. ત્યાં શરીર રોગી નથી હોતું. આ બધી સમજવાની વાતો છે. બાળકો ને અહીં સારી રીતે સમજાવે છે - પછી ઘર માં જઈને ભૂલી જાય છે. અહીં વાદળ ભરીને કેટલાં ખુશ થાય છે, બહાર જવાથી ભૂલી જાય છે. પહેલાં રાસ-વિલાસ બહુજ ચાલતું હતું. પછી તે બધું બંધ કરી દીધું. મનુષ્ય સમજતાં હતાં - જાદુ છે. ભક્તિ માં જ્યારે નૌધા ભક્તિ કરે છે ત્યારે મુશ્કેલ સાક્ષાત્કાર થાય છે. અહીં ભક્તિ ની તો વાત જ નથી, બેઠાં-બેઠાં સાક્ષાત્કાર માં ચાલ્યાં જતાં હતાં, એટલે જાદુ સમજતાં હતાં.

આજકાલ દુનિયામાં કેટલાં ભગવાન બની ગયાં છે. નામ રાખે છે સીતારામ, રાધાકૃષ્ણ વગેરે. ક્યાં તે સ્વર્ગ નાં માલિક, ક્યાં આ નર્કવાસી. આ સમયે બધાં નર્કવાસી છે. સીડી માં સ્પષ્ટ દેખાડ્યું છે. સીડી બાળકોએ પોતાનાં વિચાર સાગર મંથન થી બનાવી છે. બાબા જોઈ ખુશ થયાં. સીડી માં બધી વાતો આવી જાય છે. દ્વાપર થી વિકારી રાજાઓ ભક્તિ કરતાં-કરતાં નીચે આવ્યાં છે. હમણાં તો કોઈ તાજ નથી. ચિત્ર પર સમજાવવું સહજ હોય છે. ૮૪ જન્મો માં કેવી રીતે ઉતરતી કળા થાય છે, પછી ચઢતી કળા કેવી રીતે થાય છે. ગાય પણ છે ચઢતી કલા તેરે ભાને સર્વ કા ભલા (ચઢતી કળા તારા બહાને સર્વ નું ભલુ). બાપ આવીને બધાંને સુખ આપે છે. બધાં પોકારે છે કે હે બાબા અમારું દુઃખ હરો, સુખ આપો. પરંતુ કેવી રીતે દુઃખ હરે છે, સુખ કેવી રીતે મળે છે, આ કોઈને ખબર નથી.

આજકાલ મનુષ્ય ગીતા કંઠ (મોઢે) કરી સંભળાવે છે, નટશેલ (સાર) માં અર્થ સમજાવી દે છે. સંસ્કૃત માં શ્લોક કંઠ કરીને સંભળાવે છે તો કહી દે છે આ મહાત્મા સારા છે. લાખો મનુષ્ય જઈને પગે પડે છે. આ ભણતર માં (લૌકિક ભણતર માં) તો ૧૫-૨૦ વર્ષ લાગી જાય છે. એમનામાં કોઈ બુદ્ધિવાન હોય છે તો ઝટ શ્લોક વગેરે કંઠ કરી સંભળાવવા લાગે છે, તો એમની પાસે અનેક પૈસા ભેગાં થઈ જાય છે. આ બધા કમાણી નાં રસ્તા છે. જ્યારે કોઈ દેવાળું મારે છે તો પણ જઈને સંન્યાસ ધારણ કરે છે, તો બધી ચિંતાઓ દૂર થઈ જાય છે પછી કાંઈ ન કાંઈ મંત્ર-જંત્ર યાદ કરી લે છે, ચક્ર લગાવતાં રહે છે. ટ્રેન માં પણ ચક્ર લગાવતાં રહે છે. અહીં તો બાપ કહે છે કે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. બાપ અને આત્માઓ બધાં નિરાકારી દુનિયા માં રહે છે. ત્યાંથી સાકારી દુનિયામાં આવે છે પાર્ટ ભજવવાં. હવે નાટક પૂરું થવાનું છે. તમે તમોપ્રધાન હોવાનાં કારણે પાછા જઈ નથી શકતાં. હમણાં બાબા આવ્યાં છે - તમને સતોપ્રધાન બનાવવાં. બધાં પોતાનાં ઘરે જશે. બાકી સ્વર્ગ માં ફક્ત દેવી-દેવતાઓનું રાજ્ય હશે. શાંતિધામ, સુખધામ, દુઃખધામ… ક્યારે-ક્યારે હતું - આ પણ કોઈની બુદ્ધિ માં નહીં આવશે કારણ કે ઘોર અંધકાર માં છે. સમજે છે કળિયુગ નો અંત હજું એટલાં હજાર વર્ષો પછી થશે. કોઈ હિસાબ જ નથી. મનુષ્ય વધતાં જાય છે, અન્ન મળતું નથી. ૪૦ હજાર વર્ષ હજી બીજા હોય તો ખબર નહીં શું થઈ જાય! જે બોલે છે તે બિલકુલ જ ખોટું. સત્ય ની રત્તી પણ નથી. હમણાં બાપ શિખવાડે છે રાવણ પર કેવી રીતે વિજય મેળવવાનો છે. રાવણ પર જીત તમે જ મેળવો છો. આખી દુનિયાને રાવણ થી છોડાવી દે છે. તમારી શક્તિ સેના છે, તમે ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છો. કેટલી સારી-સારી વાતો સમજાવે છે. પછી તમારે બાપ અને વારસા ને યાદ કરી કેટલું ખુશ રહેવું જોઈએ. જ્ઞાનમાર્ગ માં ખુશી બહુજ થાય છે. હમણાં બાબા આવેલાં છે, હવે આપણે આ જૂની દુનિયાથી ગયાં કે ગયાં. બાબા ને યાદ કરવાથી સતોપ્રધાન બનશો. નહીં તો સજાઓ ખાવી પડશે, પછી કરીને રોટલી ટુકડો (સૌથી ઓછું પદ) મળશે, એનાથી શું ફાયદો? જેટલું થઈ શકે પોતાનો પુરુષાર્થ કરવાનો છે. શ્રીમત પર ચાલવાનું છે. કદમ-કદમ પર બાબા થી સલાહ લેવાની છે. કોઈ કહે છે બાબા ધંધા માં ખોટું બોલવું પડે છે. બાબા કહે છે - ધંધા માં તો ખોટું થાય જ છે, તમે બાબાને યાદ કરતાં રહો. એવું નહીં વિકાર માં જઈને પછી કહો હું બાબાની યાદ માં હતો. નહીં, વિકાર માં ગયાં તો મર્યા. આ તો બાપની સાથે પ્રતિજ્ઞા કરી છે ને? પવિત્રતા નાં માટે જ રાખડી બંધાય છે. ક્રોધ નાં માટે ક્યારેય રાખડી નથી બંધાતી. રક્ષાબંધન નો અર્થ જ છે કે વિકારમાં નથી જવાનું. મનુષ્ય કહે છે પતિત-પાવન આવો.

આપ બાળકોને અંદર માં ખુશી બહુ જ થવી જોઈએ. બાબા આપણને ભણાવી રહ્યાં છે, પછી બાબા સાથે લઈ જશે. ત્યાંથી સ્વર્ગ માં ચાલ્યાં જઈશું. જેટલું થઈ શકે સવારે ઉઠીને બાબા ને યાદ કરવાનાં છે. યાદ કરવા એટલે કમાણી કરવી, એમાં આશીર્વાદ શું કરશે. એવું થોડી કહેવાનું છે - આપ આશીર્વાદ કરો અમે યાદ કરીએ. બધા પર આશીર્વાદ કરે તો બધા સ્વર્ગ માં ચાલ્યાં જાય. અહીં તો મહેનત કરવાની છે. જેટલું થઈ શકે બાબા ને યાદ કરવાનાં છે. બાબા એટલે વારસો. જેટલાં યાદ કરશો એટલી રાજાઈ મળશે, યાદ થી બહુજ ફાયદો છે. સસ્તો સોદો છે. એવો કોઈ સસ્તો સોદો આપી ન શકે. આ પણ કોઈ વિરલા જ લે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્યારે કોઈ ક્રોધ કરે છે તો બહુજ-બહુજ શાંત રહેવાનું છે. ક્રોધી નાં સાથે ક્રોધી નથી બની જવાનું. માયા નાં કોઈ પણ તોફાન થી હારવાનું નથી.

2. સવારે-સવારે બાપ ને યાદ કરવાનાં છે, પોતાની કમાણી જમા કરવાની છે. પવિત્રતા ની પાક્કી રાખડી બાંધવાની છે.

વરદાન :-
પોતાનાં અવ્યક્ત શાંત સ્વરુપ દ્વારા વાતાવરણ ને અવ્યક્ત બનાવવાવાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ

જેવી રીતે સેવાઓનાં બીજા પ્રોગ્રામ બનાવો છો એવી રીતે સવાર થી રાત સુધી યાદ ની યાત્રામાં કેવી રીતે અને ક્યારે રહેશો આ પણ પ્રોગ્રામ બનાવો અને વચ્ચે-વચ્ચે બે-ત્રણ મિનિટ માટે સંકલ્પો નાં ટ્રાફિક ને સ્ટોપ કરી લો, જ્યારે કોઈ વ્યક્ત ભાવ માં વધારે દેખાય તો એમને વગર કહે પોતાનું અવ્યક્તિ શાંત રુપ એવું ધારણ કરો જે તે પણ ઈશારા થી સમજી જાય, આનાંથી વાતાવરણ અવ્યક્ત રહેશે. અનોખાપણું દેખાશે અને તમે સાક્ષાત્કાર કરાવવા વાળા સાક્ષાત્ મૂર્ત બની જશો.

સ્લોગન :-
સંપૂર્ણ સત્યતા જ પવિત્રતા નો આધાર છે.

આ અવ્યક્ત ઇશારા - પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો

જો કોઈ તમારા સહયોગી ભાઈ કે બહેન, પરિવાર નાં આત્માઓ, બેસમજી કે બાળહઠ થી અલ્પકાળ ની વસ્તુઓ ને સદાકાળ ની પ્રાપ્તિ સમજી, અલ્પકાળ નાં માન-શાન-નામ કે અલ્પકાળ ની પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તો બીજાઓને માન આપીને સ્વયં નિર્માણ બનવું આ જ પરોપકાર છે. આ આપવું જ સદા ને માટે લેવું છે.