07-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 02.02.2008
બાપદાદા મધુબન
“ સંપૂર્ણ પવિત્રતા દ્વારા
રુહાની રોયલ્ટી
અને પર્સનાલિટી નો અનુભવ કરતા ,
પોતાનાં માસ્ટર
જ્ઞાનસૂર્ય સ્વરુપ
ને ઈમર્જ કરો”
આજે બાપદાદા ચારેય
તરફ નાં પોતાનાં રોયલ્ટી અને પર્સનાલિટી નાં પરિવાર ને જોઈ રહ્યાં છે. આ રોયલ્ટી તથા
રુહાની પર્સનાલિટી નું ફાઉન્ડેશન છે સંપૂર્ણ પવિત્રતા. પવિત્રતા ની નિશાની બધાનાં
મસ્તક માં, બધાનાં મસ્તક પર લાઈટ નો તાજ ચમકી રહ્યો છે. એવાં ચમકતા તાજધારી રુહાની
રોયલ્ટી, રુહાની પર્સનાલિટી વાળા ફક્ત આપ બ્રાહ્મણ પરિવાર જ છો કારણકે પવિત્રતા ને
અપનાવી છે. આપ બ્રાહ્મણ આત્માઓ ની પવિત્રતા નો પ્રભાવ આદિકાળ થી પ્રસિદ્ધ છે. યાદ
આવે છે પોતાનો અનાદિ અને આદિકાળ? યાદ કરો અનાદિકાળ માં પણ આપ પવિત્ર આત્માઓ આત્મા
રુપ માં પણ વિશેષ ચમકતા સિતારાઓ, ચમકતા રહો છો બીજા પણ આત્માઓ છે પરંતુ આપ સિતારાઓ
ની ચમક બધાની સાથે હોવા છતાં પણ વિશેષ ચમકે છે. જેવી રીતે આકાશ માં તારા અનેક હોય
છે પરંતુ કોઈ-કોઈ તારા સ્પેશિયલ ચમકવા વાળા હોય છે. જોઈ રહ્યાં છો બધા પોતાને? પછી
આદિકાળ માં તમારી પવિત્રતા ની રોયલ્ટી અને પર્સનાલિટી કેટલી મહાન રહી છે! બધા પહોંચી
ગયા આદિકાળ માં? પહોંચી જાઓ. ચેક કરો મારી ચમકવાની રેખા કેટલાં પર્સન્ટેજ માં છે?
આદિકાળ થી અંતિમ કાળ સુધી તમારી પવિત્રતા ની રોયલ્ટી, પર્સનાલિટી સદા રહે છે?
અનાદિકાળ નાં ચમકતા સિતારા, ચમકતા બાપ ની સાથે-સાથે નિવાસ કરવાવાળા. હમણાં-હમણાં
પોતાની વિશેષતા અનુભવ કરો. પહોંચી ગયા બધા અનાદિકાળ માં? પછી આખાં કલ્પ માં આપ
પવિત્ર આત્માઓ ની રોયલ્ટી ભિન્ન-ભિન્ન રુપ માં રહે છે કારણકે આપ આત્માઓ જેવાં કોઈ
સંપૂર્ણ પવિત્ર બન્યાં જ નથી. પવિત્રતા નો જન્મ સિદ્ધ અધિકાર આપ વિશેષ આત્માઓ ને
બાપ દ્વારા પ્રાપ્ત છે. હવે આદિકાળ માં આવી જાઓ. અનાદિ કાળ પણ જોયો, હવે આદિકાળ માં
તમારી પવિત્રતા ની રોયલ્ટી નું સ્વરુપ કેટલું મહાન છે! બધા પહોંચી ગયા સતયુગ માં.
પહોંચી ગયાં? આવી ગયાં? કેટલું પ્યારું સ્વરુપ દેવતા રુપ છે. દેવતાઓ જેવી રોયલ્ટી
અને પર્સનાલિટી આખાં કલ્પ માં કોઈ પણ આત્મા ની નથી. દેવતા રુપ ની ચમક અનુભવ કરી
રહ્યાં છો ને? આટલી રુહાની પર્સનાલિટી, આ બધી પવિત્રતા ની પ્રાપ્તિ છે. હવે દેવતા
રુપ નો અનુભવ કરતા મધ્યકાળ માં આવી જાઓ. આવી ગયાં? આવવાનો અનુભવ કરવો સહજ છે ને? તો
મધ્યકાળ માં પણ જુઓ, તમારા ભક્ત આપ પૂજ્ય આત્માઓ ની પૂજા કરે છે, ચિત્ર બનાવે છે.
કેટલાં રોયલ્ટી નાં ચિત્ર બનાવે અને કેટલી રોયલ્ટી થી પૂજા કરે છે. પોતાનું પૂજ્ય
ચિત્ર સામે આવી ગયું છે ને? ચિત્ર તો ધર્માત્માઓ નાં પણ બને છે. ધર્મપિતાઓ નાં પણ
બને છે, અભિનેતાઓ નાં પણ બને છે પરંતુ તમારા ચિત્ર ની રુહાનિયત અને વિધિપૂર્વક પૂજા
માં ફરક હોય છે. તો પોતાનું પૂજ્ય સ્વરુપ સામે આવી ગયું? સારું, પછી આવો અંતકાળ
સંગમ પર, આ રુહાની ડ્રિલ કરી રહ્યાં છો ને? ચક્કર લગાવો અને પોતાની પવિત્રતા નો,
પોતાની વિશેષ પ્રાપ્તિઓ નો અનુભવ કરો. અંતિમકાળ સંગમ પર આપ બ્રાહ્મણ આત્માઓ ને
પરમાત્મ-પાલના નું, પરમાત્મ-પ્રેમ નું, પરમાત્મ-ભણતર નું ભાગ્ય આપ કોટો માં કોઈ
આત્માઓ ને જ મળે છે. પરમાત્મા ની ડાયરેક્ટ રચના, પહેલી રચના આપ પવિત્ર આત્માઓ ને જ
પ્રાપ્ત થાય છે. જેનાથી આપ બ્રાહ્મણ જ વિશ્વ નાં આત્માઓ ને પણ મુક્તિ નો વારસો બાપ
પાસે થી અપાવો છો. તો આ આખા ચક્ર માં અનાદિકાળ, આદિ કાળ, મધ્યકાળ અને અંતિમ કાળ આખાં
ચક્ર માં આટલી શ્રેષ્ઠ પ્રાપ્તિ નો આધાર પવિત્રતા છે. આખું ચક્ર લગાવ્યું હવે પોતાને
ચેક કરો, પોતાને જુઓ, જોવાનો અરીસો છે ને? પોતાને જોવાનો અરીસો છે? જેમને છે તે હાથ
ઉઠાવો. અરીસો છે, ક્લિયર છે અરીસો? તો અરીસા માં જુઓ મારી પવિત્રતા નાં કેટલાં
પર્સન્ટેજ છે? પવિત્રતા ફક્ત બ્રહ્મચર્ય નથી પરંતુ બ્રહ્માચારી. મન-વચન-કર્મ,
સંબંધ-સંપર્ક બધા માં પવિત્રતા છે? કેટલાં પર્સન્ટેજ માં છે? પર્સન્ટેજ કાઢતા આવડે
છે ને? ટીચર્સ ને આવડે છે? પાંડવો ને આવડે છે? સારું, હોંશિયાર છો. માતાઓ ને આવડે
છે? આવડે છે માતાઓ ને? સારું.
પવિત્રતા ની પરખ
વૃત્તિ, દૃષ્ટિ અને કૃતિ ત્રણેય માં ચેક કરો, સંપૂર્ણ પવિત્રતા ની જે વૃત્તિ હશે,
તે બુદ્ધિ માં આવી ગઈ ને? વિચારો સંપૂર્ણ પવિત્રતા ની વૃત્તિ અર્થાત્ દરેક આત્મા
પ્રત્યે શુભ ભાવના, શુભ કામના. અનુભવી છો ને? અને દૃષ્ટિ શું હશે? દરેક આત્મા ને
આત્મા રુપ માં જોવાં. આત્મિક સ્મૃતિ થી બોલવું, ચાલવું. ટૂંક માં સંભળાવી રહ્યાં
છે. વિસ્તાર માં તો તમે ભાષણ કરી શકો છો અને કૃતિ અર્થાત્ કર્મ માં સુખ લેવું, સુખ
આપવું. આ ચેક કરો - મારી વૃત્તિ, દૃષ્ટિ, કૃતિ આ જ પ્રમાણે છે? સુખ લેવું, દુઃખ ન
લેવું. તો ચેક કરો ક્યારેક દુઃખ તો નથી લઈ લેતાં! ક્યારેક-ક્યારેક, થોડું-થોડું?
દુઃખ આપવા વાળા પણ તો હોય છે ને? માનો, તે દુઃખ આપે છે તો શું તમારે એમને ફોલો
કરવાના (અનુસરવાના) છે? ફોલો કરવાના છે કે નહીં? ફોલો કોને કરવાના છે? દુઃખ આપવા
વાળાને કે બાપ ને? બાપ ને, બ્રહ્મા બાપ ને. નિરાકાર ની તો વાત છે જ, પરંતુ બ્રહ્મા
બાપે કોઈ બાળક નું દુઃખ લીધું? સુખ દીધું અને સુખ લીધું. ફોલો ફાધર છે કે
ક્યારેક-ક્યારેક લેવું જ પડે છે? નામ જ છે દુઃખ, જ્યારે દુઃખ આપે છે, ઇનસલ્ટ કરે
છે, તો જાણો છો કે આ ખરાબ વસ્તુ છે, કોઈ તમારી ઈનસલ્ટ કરે છે તો તેમને તમે સારું
સમજો છો? ખરાબ સમજો છો ને? તો તે તમને દુઃખ આપે છે કે ઇનસલ્ટ કરે છે તો ખરાબ વસ્તુ
જો તમને કોઈ આપે છે, તો તમે લઈ લો છો? લઈ લો છો? થોડા સમય માટે, વધારે સમય નહીં થોડો
સમય? ખરાબ વસ્તુ લેવાની હોય છે? તો દુઃખ કે ઇનસલ્ટ કેમ લો છો? અર્થાત્ મન માં
ફીલિંગ નાં રુપ માં રાખો કેમ છો? તો પોતાને પૂછો અમે દુઃખ લઈએ છીએ? કે દુઃખ ને
પરિવર્તન નાં રુપ માં જોઈએ છીએ? શું સમજો છો - દુઃખ લેવાનું રાઈટ (સાચ્ચું) છે? છે
રાઈટ? મધુબન વાળા રાઈટ છે? થોડું-થોડું લઈ લેવું જોઈએ? દુઃખ લઈ લેવું જોઈએ ને? ન
લેવું જોઈએ પરંતુ લઈ લો છો. ભૂલ થી લઈ લો છો. જો દુઃખ ની ફિલિંગ આવી તો હેરાન કોણ
થશે? મન માં કચરો રાખ્યો તો હેરાન કોણ થશે? જ્યાં કચરો હશે ત્યાં જ હેરાન થશો ને?
તો એ સમયે પોતાની રોયલ્ટી અને પર્સનાલિટી ને સામે લાવો અને પોતાને કયા સ્વરુપ માં
જુઓ? જાણો છો તમારું શું ટાઈટલ છે? તમારું ટાઈટલ છે સહનશીલતા ની દેવી, સહનશીલતા નાં
દેવ. તો તમે કોણ છો? સહનશીલતા ની દેવીઓ છો, સહનશીલતા નાં દેવ છો કે નથી?
ક્યારેક-ક્યારેક થઈ જાઓ છો. પોતાની પોઝિશન યાદ કરો, સ્વમાન યાદ કરો. હું કોણ? આ
સ્મૃતિ માં લાવો. આખાં કલ્પ નાં વિશેષ સ્વરુપ ની સ્મૃતિ ને લાવો. સ્મૃતિ તો આવે છે
ને?
બાપદાદાએ જોયું કે
જેવી રીતે મારા શબ્દ ને સહજ યાદ માં પરિવર્તન કર્યો છે. તો મારા નાં વિસ્તાર ને
સમેટવા માટે શું કહો છો? મારા બાબા. જ્યારે પણ મારા-મારા આવે છે તો મારા બાબા માં
સમેટી લો છો. અને વારંવાર મારા બાબા કહેવાથી યાદ પણ સહજ થઈ જાય છે અને પ્રાપ્તિ પણ
વધારે થાય છે. એવી રીતે જ આખાં દિવસ માં જો કોઈ પણ પ્રકાર ની સમસ્યા કે કારણ આવે
છે, તો તેનાં આ બે શબ્દ વિશેષ છે - હું અને મારું. તો જેવી રીતે બાબા શબ્દ કહેતાં જ
મારા શબ્દ પાક્કો યાદ થઈ ગયો છે. થઈ ગયો છે ને? બધા હવે બાબા-બાબા નથી કહેતાં, મારા
બાબા કહે છે. એવી રીતે જ આ જે હું શબ્દ છે, આને પણ પરિવર્તન કરવા માટે જ્યારે પણ
હું શબ્દ બોલો તો પોતાનાં સ્વમાન ની લિસ્ટ સામે લાવો. હું કોણ? કારણકે હું શબ્દ
ઉતારવા નાં નિમિત્ત પણ બને અને હું શબ્દ સ્વમાન ની સ્મૃતિ થી ઊંચા પણ ઉઠાવે છે. તો
જેવી રીતે મારા બાબા નો અભ્યાસ થઈ ગયો છે, એવી રીતે જ હું શબ્દ ને બોડી કોન્શિયસનેસ
ની સ્મૃતિ નાં બદલે પોતાનાં શ્રેષ્ઠ સ્વમાન ને સામે લાવો. હું શ્રેષ્ઠ આત્મા છું,
તખ્તનશીન આત્મા છું, વિશ્વ કલ્યાણકારી આત્મા છું, એવી રીતે કોઈ ન કોઈ સ્વમાન સાથે
જોડી લો. તો હું શબ્દ ઉન્નતિ નું સાધન થઈ જાય. જ્યારે મારું શબ્દ હવે મેજોરીટી બાબા
શબ્દ યાદ અપાવે છે એવી રીતે હું શબ્દ સ્વમાન ની યાદ અપાવે કારણકે હવે સમય પ્રકૃતિ
દ્વારા પોતાની ચેલેન્જ કરી રહ્યો છે.
સમય ની સમીપતા ને
સાધારણ વાત ન સમજો. અચાનક અને એવરરેડી શબ્દ ને પોતાનાં કર્મયોગી જીવન માં દરેક સમયે
સ્મૃતિ માં રાખો. પોતાની શાંતિ ની શક્તિ ને સ્વયં પ્રત્યે પણ ભિન્ન-ભિન્ન રુપ થી
પ્રયોગ કરો. જેવી રીતે સાયન્સ પોતાનાં નવાં-નવાં પ્રયોગ કરતી રહે છે. જેટલાં સ્વ
પ્રત્યે પ્રયોગ કરવાની પ્રેક્ટિસ કરતા રહેશો એટલાં જ બીજાઓ પ્રત્યે પણ શાંતિ ની
શક્તિ નો પ્રયોગ થતો રહેશે.
હવે વિશેષ પોતાની
શક્તિઓ નો સકાશ ચારેય તરફ ફેલાવો. જ્યારે તમારી પ્રકૃતિ સૂર્ય ની શક્તિ, સૂર્ય નાં
કિરણો પોતાનું કાર્ય કેટલાં રુપ થી કરી રહ્યાં છે. પાણી વરસાવે પણ છે, પાણી સુકાવે
પણ છે. દિવસ થી રાત, રાત થી દિવસ કરીને દેખાડે છે. તો શું આપ પોતાની શક્તિઓ નો સકાશ
વાયુમંડળ માં નથી ફેલાવી શકતાં? આત્માઓ ને પોતાની શક્તિઓ નાં સકાશ થી દુઃખ-અશાંતિ
થી નથી છોડાવી શકતાં? જ્ઞાનસૂર્ય સ્વરુપ ને ઈમર્જ કરો. કિરણો ફેલાવો, સકાશ ફેલાવો.
જેવી રીતે સ્થાપના નાં આદિકાળ માં બાપદાદા તરફ થી અનેક આત્માઓ ને સુખ-શાંતિ નો સકાશ
મળવાનો ઘરે બેઠાં અનુભવ થયો. સંકલ્પ મળ્યો જાઓ. એવી રીતે હવે આપ માસ્ટર જ્ઞાનસૂર્ય
બાળકો દ્વારા સુખ-શાંતિ ની લહેર ફેલાવવા ની અનુભૂતિ થવી જોઈએ. પરંતુ તે ત્યારે થશે,
એનું સાધન છે મન ની એકાગ્રતા. યાદ ની એકાગ્રતા. એકાગ્રતા ની શક્તિ ને સ્વયં માં
વધારો. જ્યારે ઈચ્છો, જેવી રીતે ઈચ્છો જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી મન ને એકાગ્ર કરી
શકો. હવે માસ્ટર જ્ઞાનસૂર્ય નાં સ્વરુપ ને ઈમર્જ કરો અને શક્તિઓ ની કિરણો, સકાશ
ફેલાવો.
બાપદાદાએ સાંભળ્યું
અને ખુશ છે કે બાળકો સેવા નાં ઉમંગ-ઉત્સાહ માં જગ્યા-જગ્યા પર સેવા સારી કરી રહ્યાં
છે. બાપદાદા ની પાસે સેવા નાં સમાચાર બધા તરફ થી સારા-સારા પહોંચ્યા છે, ભલે
પ્રદર્શન કરે છે કે સમાચારપત્રો દ્વારા, ટી.વી. દ્વારા સંદેશ આપવાનું કાર્ય વધારતા
જાય છે. સંદેશ પણ પહોંચે છે, સંદેશ સારો પહોંચાડી રહ્યાં છે. ગામડા માં પણ જ્યાં
બાકી રહેલો છે, દરેક ઝોન સારો પોત-પોતાનાં એરિયાને વધારી રહ્યાં છે. સમાચારપત્ર
દ્વારા ટી.વી. દ્વારા ભિન્ન-ભિન્ન સાધનો દ્વારા ઉમંગ-ઉત્સાહ થી કરી રહ્યાં છે. એની
બધા કરવાવાળા બાળકો ને બાપદાદા ખૂબ સ્નેયુક્ત દુવાઓ ભરી મુબારક આપી રહ્યાં છે. પરંતુ
હવે સંદેશ આપવામાં તો સારો ઉમંગ-ઉત્સાહ છે અને ચારેય તરફ નાં બ્રહ્માકુમારીઝ શું
છે, ખૂબ સારું શક્તિશાળી કાર્ય કરી રહ્યાં છે, આ પણ અવાજ સારો ફેલાઈ રહ્યો છે અને
વધતો જઈ રહ્યો છે. પરંતુ, પરંતુ સંભળાવે શું? સંભળાવે પરંતુ… પરંતુ બ્રહ્માકુમારીઓનાં
બાબા કેટલાં સારા છે, તે અવાજ હવે વધવો જોઈએ. બ્રહ્માકુમારીઓ સારું કામ કરી રહી છે
પરંતુ કરાવવા વાળા કોણ છે? હવે આ પ્રત્યક્ષતા આવવી જોઈએ. બાપ આવ્યાં છે, આ સમાચાર
મન સુધી પહોંચાડવા જોઈએ. આનો પ્લાન બનાવો.
બાપદાદા ને બાળકોએ
પ્રશ્ન પૂછ્યો કે વારીસ કે માઈક કોને કહીએ? માઈક નીકળ્યાં પણ છે, પરંતુ બાપદાદા
માઈક હમણાં નાં સમય અનુસાર એવાં ઈચ્છે છે કે આવશ્યક છે જેનાં અવાજ ની મહાનતા હોય.
જો સાધારણ બાબા શબ્દ બોલી પણ દે છે, સારું કરે છે આટલાં સુધી પણ લાવ્યાં છે, તો
બાપદાદા મુબારક આપે છે પરંતુ હવે એવાં માઈક જોઈએ જેનાં અવાજ ની પણ લોકો સુધી વેલ્યુ
હોય. એમ પ્રસિદ્ધ થાય, પ્રસિદ્ધ નો અર્થ આ નથી કે શ્રેષ્ઠ પદવાળા હોય પરંતુ એમનો
અવાજ સાંભળીને સમજે કે આ કહેવાવાળા જે કહે છે, આમનાં આવાજ માં વેલ્યુ છે. જો આ
અનુભવ થી કહે છે, તો એની વેલ્યુ થાય. જેવી રીતે માઈક તો ઘણાં હોય છે પરંતુ માઈક પણ
કોઈ પાવર વાળા કેટલાં હોય છે, કોઈ કેટલાં હોય છે, એવી રીતે જ એવાં માઈક શોધો, જેમનાં
આવાજ માં શક્તિ હોય. એમનાં આવાજ ને સાંભળીને સમજ માં આવે કે આ અનુભવ કરીને આવ્યાં
છે તો અવશ્ય કોઈ વાત છે પરંતુ છતાં પણ વર્તમાન સમયે દરેક ઝોન, દરેક વર્ગ માં માઈક
નીકળ્યાં જરુર છે. બાપદાદા આ નથી કહેતાં કે સેવા નું પ્રત્યક્ષ રિઝલ્ટ નથી નીકળ્યું,
નીકળ્યું છે. પરંતુ હવે સમય ઓછો છે અને સેવા નાં મહત્વ વાળા આત્માઓ હવે નિમિત્ત
બનાવવા પડશે. જેમનાં આવાજ ની વેલ્યુ હોય. પદ ભલે ન હોય પરંતુ એમની પ્રેક્ટિકલ લાઈફ
અને પ્રેક્ટિકલ અનુભવ ની ઓથોરિટી હોય. એમનાં બોલ માં અનુભવ ની ઓથોરિટી હોય. સમજ્યાં
કેવું માઈક જોઈએ? વારીસ ને તો જાણો જ છો. જેમનાં દરેક શ્વાસ માં, દરેક કદમ માં બાપ
અને કર્તવ્ય અને સાથે-સાથે મન-વચન-કર્મ, તન-મન-ધન બધામાં બાબા અને યજ્ઞ સમાયેલા હોય.
બેહદ ની સેવા સમાયેલી હોય. સકાશ આપવાની સમર્થી હોય. અચ્છા.
હમણાં એક સેકન્ડ માં,
એક સેકન્ડ થઈ, એક સેકન્ડ માં આખી સભા જે પણ જ્યાં છે ત્યાં મન ને એક જ સંકલ્પ માં
સ્થિત કરો - બાપ અને હું પરમધામ માં અનાદિ જ્યોતિ બિંદુ સ્વરુપ છીએ, પરમધામ માં બાપ
ની સાથે બેસી જાઓ. સારું. હવે સાકાર માં આવી જાઓ.
હવે વર્તમાન સમય નાં
હિસાબ થી મન-બુદ્ધિ ને એકાગ્ર કરવાનો અભ્યાસ, જે કાર્ય કરી રહ્યાં છો એ કાર્ય માં
એકાગ્ર કરો, કંટ્રોલિંગ પાવર ને વધારે વધારો. મન-બુદ્ધિ-સંસ્કાર ત્રણેય ઉપર
કંટ્રોલિંગ પાવર. આ અભ્યાસ આવવાવાળા સમય માં ખૂબ સહયોગ આપશે. વાયુમંડળ અનુસાર એક
સેકન્ડ માં કંટ્રોલ કરવો પડશે. જે ઈચ્છો તે જ થાય. તો આ અભ્યાસ ખૂબ આવશ્યક છે, આને
હલ્કો નહીં કરતા કારણકે સમય પર આ જ અંત સુહાનો (સુખદ) કરશે. અચ્છા.
ચારેય તરફ નાં ડબલ
તખ્તનશીન, બાપદાદા નાં દિલતખ્તનશીન, સાથે વિશ્વ રાજ્ય તખ્ત અધિકારી, સદા પોતાનાં
અનાદિ સ્વરુપ, આદિ સ્વરુપ, મધ્ય સ્વરુપ, અંતિમ સ્વરુપ માં જ્યારે ઈચ્છે ત્યારે
સ્થિત રહેવાવાળા સદા સર્વ ખજાનાઓ ને સ્વયં કાર્ય માં લગાવવા વાળા અને બીજાઓ ને પણ
ખજાનાઓ થી સંપન્ન બનાવવા વાળા સર્વ આત્માઓ ને બાપ પાસે થી મુક્તિ નો વારસો અપાવવા
વાળા એવાં પરમાત્મ-પ્રેમ નાં પાત્ર આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર, દિલ ની દુવાઓ
અને નમસ્તે.
વરદાન :-
સાથી અને
સાક્ષીપણા નાં અનુભવ દ્વારા સદા સફળતામૂર્ત ભવ
જે બાળકો સદા બાપ ની
સાથે રહે છે તે સાક્ષી સ્વતઃ બની જાય છે કારણકે બાપ સ્વયં સાક્ષી થઈને પાર્ટ ભજવે
છે તો એમની સાથે રહેવાવાળા પણ સાક્ષી થઈને પાર્ટ ભજવશે અને જેમનાં સાથી સ્વયં
સર્વશક્તિમાન્ બાપ છે તે સફળતામૂર્ત પણ સ્વતઃ બની જ જાય છે. ભક્તિમાર્ગ માં તો
પોકારે છે કે થોડા સમય નાં સાથ નો અનુભવ કરાવી દો, ઝલક દેખાડી દો પરંતુ આપ સર્વ
સંબંધો થી સાથી થઈ ગયા - તો આ જ ખુશી અને નશા માં રહો કે પાના થા સો પા લિયા.
સ્લોગન :-
વ્યર્થ સંકલ્પો
ની નિશાની છે - મન ઉદાસ અને ખુશી ગાયબ.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો
બહુજકાળ અચળ-અડોલ,
નિર્વિઘ્નિ, નિર્બંધન, નિર્વિકલ્પ, નિર-વિકર્મ અર્થાત્ નિરાકારી, નિર્વિકારી અને
નિરહંકારી સ્થિતિ માં રહો ત્યારે કર્માતીત બની શકશો. સેવા નો વિસ્તાર ભલે કેટલો પણ
વધારો પરંતુ વિસ્તાર માં જતા સાર ની સ્થિતિ નો અભ્યાસ ઓછો ન થાય, વિસ્તાર માં સાર
ભૂલી ન જવાય. ખાઓ-પીઓ, સેવા કરો પરંતુ ન્યારાપણા ને ન ભૂલો.