08-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ આખું વિશ્વ ઈશ્વરીય - પરિવાર છે એટલે ગાય છે તુમ માત - પિતા હમ બાલક તેરે , તમે હમણાં પ્રેક્ટિકલ માં ઈશ્વરીય - પરિવાર નાં બન્યાં છો”

પ્રશ્ન :-
બાપ પાસેથી ૨૧ જન્મો નો પૂરો વારસો લેવાની સહજ વિધિ કઈ છે?

ઉત્તર :-
સંગમ પર શિવબાબા ને પોતાનાં વારિસ બનાવો. તન-મન-ધન થી બલિહાર થાઓ તો ૨૧ જન્મોનાં માટે પૂરો વારસો પ્રાપ્ત થશે. બાબા કહે છે જે બાળકો સંગમ પર પોતાનું જૂનું બધું ઈનશ્યોર કરે છે, તેમને હું રિટર્ન (વળતર) માં ૨૧ જન્મ સુધી આપું છું.

ગીત :-
નયનહીન કો રાહ દિખાઓ…

ઓમ શાંતિ!
બાળકોએ ગીત સાંભળ્યું. આ ભગત ભગવાન ને પોકારે છે. ભગવાન ને પૂરા ન જાણવાનાં કારણે મનુષ્ય કેટલાં દુઃખી છે. ભક્તિમાર્ગ માં કેટલાં માથા મારતાં રહે છે. ફક્ત આ જીવન ની વાત નથી. જ્યાર થી ભક્તિ શરું થઈ છે ત્યાર થી ધક્કા ખાતાં રહે છે. ભારતમાં જ દેવી-દેવતાઓનું રાજ્ય હતું, જેને સ્વર્ગ સચખંડ કહેવાતું હતું. ભારત સચખંડ છે, ભારતની જ મહિમા ખૂબ જબરજસ્ત છે કારણકે ભારત પરમપિતા પરમાત્મા ની જન્મભૂમિ છે. એમનું અસલ નામ શિવ છે. શિવ જયંતી મનાવે છે. રુદ્ર કે સોમનાથ જયંતી નથી કહેવાતું. શિવ જયંતી અથવા શિવરાત્રી કહેવાય છે. સ્વર્ગની સ્થાપના કરવા વાળા એક જ હેવનલી ગોડફાધર છે. હવે બધાં ભક્તો નાં ભગવાન તો જરુર એક હોવાં જોઈએ. બધાં નયનહીન છે અર્થાત્ જ્ઞાન નાં ચક્ષુ કે ડિવાઇન ઈનસાઇટ (દિવ્યદૃષ્ટિ) નથી. ભગવાનુવાચ - હું તમને રાજયોગ શીખવાડું છું, શ્રીમત્ ભગવત્ ગીતા છે મુખ્ય. શ્રી અર્થાત્ શ્રેષ્ઠ મત. હવે તમને બુદ્ધિવાન બનાવાય છે. દિવ્ય ચક્ષુ અર્થાત્ જ્ઞાન નું ત્રીજું નેત્ર દેખાડે છે. હકીકત માં જ્ઞાન નું ત્રીજું નેત્ર આપ બ્રાહ્મણો ને મળે છે જેનાથી તમે બાપ ને અને બાપ ની રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણી જાઓ છો. આ સમયે બધામાં દેહ-અહંકાર કે ૫ વિકાર છે એટલે ધોર અંધકાર માં છે. આપ બાળકોની પાસે પ્રકાશ છે. તમારો આત્મા આખાં વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રાફી ને જાણે છે. પહેલાં તમે બધાં અજ્ઞાન માં હતાં. જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા, અજ્ઞાન અંધેર વિનાશ. જે પૂજ્ય હતાં તે જ પછી પુજારી બની ગયાં છે. પૂજ્ય છે પ્રકાશ માં. પુજારી છે અંધકાર માં. પરમાત્મા ને પોતે જ પૂજ્ય, પોતે જ પુજારી ન કહી શકાય. એ તો છે જ પરમ પૂજ્ય. બધાને પૂજ્ય બનાવવા વાળા. એમને કહેવાય છે પરમ પૂજ્ય. પરમપિતા પરમ આત્મા એટલે પરમાત્મા. શ્રીકૃષ્ણ ને થોડી એમ કહેવાશે! તેને બધાં ગોડફાધર નહીં કહેશે. નિરાકાર ગોડ ને જ બધાં ગોડફાધર કહે છે. છે એ પણ આત્મા પરંતુ પરમ છે એટલે એમને પરમાત્મા કહેવાય છે. એ પરમ આત્મા સદૈવ પરમધામ માં રહેવા વાળા છે. અંગ્રેજી માં એમને સુપ્રીમ સોલ કહેવાય છે. બાપ કહે છે - તમે ગાઓ પણ છો આત્મા-પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ... એવું નથી પરમાત્મા, પરમાત્મા થી અલગ રહ્યાં બહુકાળ... ના, આ પહેલાં નંબર નું અજ્ઞાન છે - આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા કહેવું. આત્મા તો જન્મ-મરણ માં આવે છે. પરમાત્મા થોડી પુનર્જન્મ માં આવે છે? બાપ બેસી સમજાવે છે - તમે ભારતવાસી સ્વર્ગવાસી પૂજ્ય હતાં. હ્યુમાનિટી નાં પૂજ્ય બધાં દેવી-દેવતાઓ હતાં. આ આખો ઈશ્વર નો પરિવાર છે. ઈશ્વર છે રચતા. ગવાયેલું છે - તુમ માત-પિતા હમ બાલક તેરે... તો પરિવાર થઇ ગયો ને. અચ્છા, ભલે આ તો બતાવો તમે માતા-પિતા કોને કહો છો? આ કોણ કહે છે? આત્મા કહે છે તુમ માત પિતા...તુમ્હરી કૃપા સે સ્વર્ગ કે સુખ ઘનેરે, આપણ ને સ્વર્ગ માં મળેલા હતાં. તમે માત-પિતા આવીને સ્વર્ગ ની સ્થાપના કરો છો. તો અમે તમારા બાળક બનીએ છીએ. બાપ કહે છે - હું સંગમ પર જ આવીને રાજ્યોગ શીખવાડું છું, નવી દુનિયાનાં માટે. મનુષ્યો ની બુદ્ધિ બિલકુલ જ ભ્રષ્ટ બની ગઈ છે. સ્વર્ગ ને નર્ક સમજી લે છે. કહે છે ત્યાં પણ કંસ, જરાસંધ, હિરણ્યકશ્યપ વગેરે હતાં. બાપ આવી ને સમજાવે છે - શું તમે ભૂલી ગયાં છો? મારી તો શિવ જયંતી પણ તમે ભારત માં જ મનાવો છો. ગવાયેલું પણ છે - શિવરાત્રી. કઈ રાત્રિ? આ બ્રહ્મા ની બેહદની રાત. બાપ સંગમ પર આવીને રાત થી દિવસ અર્થાત્ નર્ક થી સ્વર્ગ બનાવે છે. શિવરાત્રી નાં અર્થ ની પણ કોઈને ખબર નથી. ભગવાન છે નિરાકાર. મનુષ્ય નાં તો જન્મ બાય જન્મ શરીર નાં નામ બદલાય છે. પરમાત્મા કહે છે મારું કોઈ શરીર નું નામ નથી. મારું નામ શિવ જ છે. હું ફક્ત વૃદ્ધ વાનપ્રસ્થ તન નો આધાર લઉં છું. આ પૂજ્ય હતાં, હવે પુજારી બન્યાં છે. શિવબાબા આવીને સ્વર્ગ રચે છે, આપણે એમનાં બાળકો છીએ તો જરુર આપણે સ્વર્ગનાં માલિક હોવાં જોઈએ ને. શિવબાબા છે ઊંચે થી ઊંચા. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પોત-પોતાનો પાર્ટ છે. દરેક આત્મામાં પોતાનાં સુખ-દુઃખ નો પાર્ટ નોંધાયેલો છે. તમે જાણો છો આપણે શિવબાબા નાં વારિસ બન્યાં હતાં. શિવબાબાએ સ્વર્ગવાસી બનાવ્યાં હતાં, ત્યારે એમને બધાં યાદ કરે છે. ઓ ગોડ રહેમ કરો. સાધૂ પણ સાધના કરે છે કારણકે અહીં દુઃખ છે તો નિર્વાણધામ જવા ઈચ્છે છે. આત્મા પરમાત્મા માં લીન થઈ જાય છે અથવા આપણે આત્મા સો પરમાત્મા - આ સમજવું રોંગ (ખોટું) છે. હવે તમે કહો છો, આપણે આત્મા પરમધામ માં રહેવાવાળા છીએ પછી દેવતા કુળ માં આવશું પછી ૮૪ જન્મ લઈશું. આપણે આત્મા વર્ણો માં આવીએ છીએ. શિવબાબા જન્મ-મરણ માં નથી આવતાં. ફક્ત નારાયણ ની રાજધાની હતી. જેમ ક્રિશ્ચન સંપ્રદાય માં એડવર્ડ ધ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ચાલે છે. તેમ ત્યાં પણ લક્ષ્મી-નારાયણ ધ ફર્સ્ટ, લક્ષ્મી-નારાયણ ધ સેકન્ડ, થર્ડ એવી રીતે ૮ રાજધાની ચાલે છે. હવે આપ બ્રાહ્મણોનું ત્રીજુ નેત્ર ખુલ્યું છે. બાપ બેસી આત્માઓથી વાત કરે છે. તમે આમ ૮૪ નું ચક્ર લગાવી આટલાં-આટલાં જન્મ લેતા આવ્યાં છો. વર્ણો નું પણ એક ચિત્ર બનાવે છે જેમાં દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રાહ્મણ બનાવે છે. હવે તમે જાણો છો આપણે જ બ્રાહ્મણ ચોટલી છીએ. આ સમયે આપણે છીએ ઈશ્વરીય-સંતાન પ્રેક્ટિકલ માં. આ સહજ રાજયોગ અને જ્ઞાન થી આપણને સુખ ઘનેરા મળે છે. કોઈ તો સૂર્યવંશી રાજધાની નો વારસો લે છે, કોઈ ચંદ્રવંશી નો. આખી રાજધાની સ્થાપન થઈ રહી છે. દરેક પોતાનાં પુરુષાર્થ થી તે પદ મેળવશે. કોઈ જો પૂછે કે હમણાં ભણતા-ભણતા અમારું શરીર છૂટી જાય તો શું પદ મળશે? તો બાબા બતાવી શકે છે. યોગ થી જ આયુ વધે છે, વિકર્મ વિનાશ થાય છે બીજો કોઈ ઉપાય પતિત થી પાવન બનવાનો નથી. પતિત-પાવન કહેવાથી જ ભગવાન યાદ આવે છે. પરંતુ ભગવાન છે કોણ? આ નથી જાણતાં. બાપ કહે છે - હું આવું જ ભારતમાં છું. આ મારી જન્મભૂમિ છે. સોમનાથ નું મંદિર કેટલું આલિશાન છે - આ બાપ બેસી બાળકો ને સમજાવે છે. ભક્તિમાર્ગ માં પછી યાદગાર બનવાનાં શરું થાય છે. જ્યારે પુજારી બને છે તો પહેલાં-પહેલાં સોમનાથ નું મંદિર બનાવે છે. ભારત તો સતયુગ-ત્રેતા ખૂબ સાહૂકાર હતો. મંદિરો માં પણ અકીચાર ધન હતું. ભારત હીરાતુલ્ય હતું. હવે તો ભારત કંગાળ કોડીતુલ્ય છે. ફરી બાપ આવી ભારત ને હીરાતુલ્ય બનાવે છે. કોઈ થી પણ પૂછો - ક્રિયેટર કોણ છે? કહેશે પરમાત્મા. એ ક્યાં છે? એ તો સર્વવ્યાપી છે. બાપ કહે છે - આ આખું ઝાડ જડજડીભૂત અવસ્થા ને પામેલું છે

પોતાને જોવાય છે કે અમે લાયક બન્યાં છીએ જે બાબા-મમ્મા નાં ગાદી-નશીન બની શકીએ? આ છે જ પતિત દુનિયા. પવિત્રતા છે મુખ્ય. હમણાં તો નો હેલ્થ (સ્વાસ્થ નથી), નો વેલ્થ (સંપત્તિ નથી), નો હેપીનેસ (ખુશી નથી) છે. આ છે રુણ્ય નાં પાણી માફક (મૃગતૃષ્ણા નાં સમાન) રાજ્ય. આનાં પર પણ દુર્યોધન ની કથા શાસ્ત્રો માં લખેલી છે. દુર્યોધન વિકારી ને કહેવાય છે. દ્રૌપદીઓ કહે છે અમારી લાજ રાખો. બધી દ્રૌપદીઓ છે ને. આ બાળકીઓ સ્વર્ગનું દ્વાર છે. બાબા કેટલું સારી રીતે સમજાવે છે. જેમનો બુદ્ધિયોગ પૂરી રીતે લાગેલો હશે તો ધારણા પણ થશે. જ્ઞાન બ્રહ્મચર્ય માં જ ભણાય છે. બાપ કહે છે - ગૃહસ્થ વ્યવહાર માં રહેતા કમળફૂલ સમાન રહેવાનું છે. બંને તરફ નિભાવવાનું છે. મરવાનું પણ જરુર છે. મરતી વખતે મનુષ્ય ને મંત્ર આપે છે. બાપ કહે છે કે તમે બધાં મરવાનાં છો. હું કાળો નો કાળ બધાં ને પાછો લઈ જવાવાળો છું. તો ખુશી થવી જોઈએ ને. પછી જે સારી રીતે ભણશે તે સ્વર્ગ નાં માલિક બનશે. નહીં ભણશે તો પ્રજા પદ પામશે. અહીં તમે આવ્યાં છો રાજ્ય પદ મેળવવાં. આ ભણતર છે, આમાં અંધશ્રદ્ધા ની તો વાત જ નથી. આ ભણતર છે રાજાઈ નાં માટે. જેમ ભણતર નો મુખ્ય ઉદ્દેશ છે - બેરિસ્ટર બનશે તો યોગ જરુર ભણાવવા વાળા શિક્ષક થી રાખવો પડે. અહીં તમને ભગવાન ભણાવે છે તો એમનાથી યોગ લગાવવાનો છે. બાપ કહે છે - હું પરમધામ, ખૂબ દૂર થી આવું છું. પરમધામ કેટલું ઊંચું છે. સૂક્ષ્મવતન થી પણ ઊંચું ત્યાંથી આવવામાં મને સેકન્ડ લાગે છે. એમનાથી તીવ્ર બીજું કંઈ હોઈ ન શકે. સેકન્ડ માં જીવનમુક્તિ આપું છું. જનક નું ઉદાહરણ છે ને! હમણાં તો નર્ક જૂની દુનિયા છે. નવી દુનિયા સ્વર્ગ ને કહેવાય છે. બાપ નર્ક નો વિનાશ કરાવી સ્વર્ગ નાં માલિક બનાવે છે. બાકી બધા આત્માઓ શાંતિધામ માં ચાલ્યા જાય છે. આત્મા ઈમોર્ટલ (અવિનાશી) છે. તેને પાર્ટ પણ અવિનાશી મળેલો છે. પછી આત્મા નાનો-મોટો કેવી રીતે થઈ શકે છે અથવા બળી, મરી કેવી રીતે શકે? છે જ સ્ટાર. મોટો-નાનો થઇ ન શકે. હવે તમે છો ગોડ ફાધરલી સ્ટૂડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી). ગોડફાધર નોલેજફુલ (જ્ઞાન નાં સાગર), બ્લિસફુલ (આનંદ નાં સાગર) છે. એ તમને ભણાવી રહ્યાં છે. તમે જાણો છો આ ભણતર થી આપણે દેવી-દેવતા બનીશું. તમે ભારત ની સેવા કરી રહ્યાં છો. પહેલાં-પહેલાં તો બાપ નું બનવાનું છે બીજી જગ્યાએ તો ગુરુની પાસે જાય છે, તેમનાં બને છે અથવા તેમને પોતાનાં ગુરુ બનાવે છે. અહીં તો છે બાપ. તો પહેલાં બાપ નાં બાળક બનવું પડે. બાપ બાળકોને પોતાની જાયદાદ આપે છે. બાપ કહે છે - બાળકો, તમે એક્સચેન્જ (બદલી) કરો. તમારું કખપણું મારું, મારું બધું તમારું. દેહ સહિત જે કંઈ છે તે બધું મને આપો. હું તમારા આત્મા અને શરીર બંને ને પવિત્ર બનાવી દઈશ અને પછી રાજાઈ પદ પણ આપીશ. તમારી પાસે જે કંઈ છે તમે બલિ ચઢાવી દો તો જીવનમુક્તિ મળશે. બાબા, આ બધું તમારું છે. બાપ કહે છે - તમે મને વારિસ બનાવો. હું ૨૧ જન્મ તમને વારિસ બનાવું છું. ફક્ત મારી મત પર ચાલો. ભલે ધંધો વગેરે કરો. વિદેશ જાઓ, કંઈ પણ કરો. ફક્ત મારી મત પર ચાલો. ખબરદાર રહેજો માયા ઘડી-ઘડી પછાડશે. કોઈ પણ વિકર્મ નહીં કરતાં. શ્રીમત પર ચાલશો તો શ્રેષ્ઠ બનશો. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આત્મા અને શરીર બંને ને પાવન બનાવવા માટે દેહ સહિત જે કંઈ છે તેને બાપ નાં હવાલે કરી એમની શ્રીમત પર ચાલવાનું છે.

2. માત-પિતા નાં ગદ્દીનશીન બનવા માટે સ્વયં ને લાયક બનાવવાનાં છે. લાયક બનવાના માટે મુખ્ય પવિત્રતા ની ધારણા કરવાની છે.

વરદાન :-
સંગમયુગ પર અતિન્દ્રિય સુખ નો અનુભવ કરવા વાળા ડબલ પ્રાપ્તિ નાં અધિકારી ભવ

જે બાળકો સંગમયુગ પર અતિન્દ્રિય સુખ નો અનુભવ કરી લે છે એમને સદા શાંતિ અને ખુશી ની ડબલ પ્રાપ્તિ નો નશો રહે છે કારણકે અતિન્દ્રિય સુખ માં આ બંને પ્રાપ્તિઓ સમાયેલી છે. હમણાં આપ બાળકોને જે બાપ અને વારસા ની પ્રાપ્તિ છે આ આખાં કલ્પ માં નથી થઈ શકતી. આ સમય ની પ્રાપ્તિ અતિન્દ્રિય સુખ અને નોલેજ પણ પછી ક્યારેય નથી મળી શકતાં. તો આ ડબલ પ્રાપ્તિ નાં અધિકારી બનો.

સ્લોગન :-
એક-બે નાં સંસ્કારો ને જાણવા છતાં એમની સાથે મળીને ચાલવું - આ જ ઉન્નતિ નું સાધન છે.

માતેશ્વરી જી નાં અનમોલ મહાવાક્ય - “ સાચાં પાતશાહ પરમાત્મા થી સાચાં થઈને રહો”

આ સમયે આપણ ને બાપ પરમાત્મા દ્વારા આ ફરમાન મળ્યું છે નિરંતર મારી યાદ માં રહો. યોગ નો અર્થ છે ઈશ્વરીય યાદ માં રહેવું, યોગ નો અર્થ કોઈ ધ્યાન નથી. આપણો આ સહજયોગ જે ચાલતાં-ફરતાં, કામ-કાજ કરતાં એમની યાદ માં રહેવું, જેને જ અટૂટ અખંડ યોગ કહેવાય છે, પરંતુ આમાં નિરંતર રહેવાની પ્રેક્ટિસ ની આવશ્યકતા છે. જો એમનાં ફરમાન પર ફરમાનદાર થઈ નહીં રહેશો, કંઈક કોતાઈ કરશો (અવજ્ઞા કરશો) તો દંડ જરુર ભોગવવો પડશે. એમનું ફરમાન છે જેવાં કર્મ હું કરું છું મને જોઈ તમે પણ ફૂટ-સ્ટેપ લો (પગલે-પગલે ચાલો), નહીં તો માયા ની ચોટ ખાશો. સાચાં પાતશાહ થી સાચાં થઈને રહો, જે પણ કંઈ માયા નું વિધ્ન સતાવે તે પણ એમની આગળ રાખવું જોઈએ, તો એમની મદદ થી માયા હટી જશે, રસ્તો ક્લિયર (સાફ) થઇ જશે, પછી તો જ્યાં બેસાડે, જેવી રીતે ચલાવે, જે ખવડાવે રસ્તો ક્લિયર થઇ જશે. આવો સાથ આપવાની ખૂબ હિંમત જોઈએ. એવાં મહાન સૌભાગ્યશાળી બિલકુલ થોડા નીકળશે, તે વિજય માળા માં જશે. બાકી ભાગ્યશાળી છે જે થોડું કંઈ લઈને જઈ પ્રજા બનશે, તો થોડું મળવામાં ખુશ નથી થઈ જવાનું. પોતાની ઈચ્છા તો સંપૂર્ણ હોય, સાહસ રાખો આગળ વધવું છે. માયા વિધ્ન નાખશે પરંતુ તેનાં ઉપર વિજય મેળવવાનો છે, આમાં જો ભૂલ કરી તો નિશ્ચય ની કમી છે, કંઈક પોતાની ધારણા માં કમી છે આ તો પોતાનો વાંક છે, આમાં લોક-લાજ, કુળ-મર્યાદા ને તોડવી પડે છે, જ્યારે આ તોડશો ત્યારે જ સાચ્ચી પારલૌકિક દૈવી મર્યાદા ને મેળવશો. આ વિકારી દુનિયા તો જવાની છે, જુઓ મીરાએ પણ લોકલાજ ખોઈ ત્યારે ગિરધર ને પામી. જો એ લોકલાજ ને રાખશો તો આ દૈવીલોક નાં જેવાંં બની નહીં શકો. હવે કલ્યાણ અર્થ ઈશ્વરીય સલાહ તો અપાય છે, હવે આ પોતાની બુદ્ધિ નો ફેસલો કરવાનો છે. શું કરવાનું છે? શું ઉચિત છે?

અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

જે સરળચિત્ત છે તે જ સદા હર્ષિત રહે છે. હર્ષિતચિત્ત છે તો સૌને આકર્ષિત કરે છે. હર્ષિત નો અર્થ જ છે અતિન્દ્રિય સુખ માં ઝૂમવું. જ્ઞાન નું સિમરણ કરતાં, અવ્યકત નો અનુભવ કરતાં અતિન્દ્રિય સુખ માં ઝૂમવું, આને કહેવાય છે હર્ષિત. એનાં માટે સાક્ષીપણા ની સીટ પર સેટ રહી માયા અને પ્રકૃતિ નાં પપેટ શો ને મનોરંજન નાં રુપમાં જુઓ.