08-09-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
પુણ્ય આત્મા બનવા માટે જેટલું થઈ શકે સારા કર્મ કરો , ઓલરાઉન્ડર બનો , દૈવીગુણ ધારણ
કરો”
પ્રશ્ન :-
કઈ મહેનત કરવાથી આપ બાળકો પદમાપદમ પતિ બનો છો?
ઉત્તર :-
સૌથી મોટી મહેનત છે ક્રિમિનલ (અપવિત્ર) આંખ ને સિવિલ (પવિત્ર) આંખ બનાવવાની. આંખો જ
ખુબ જ દગો આપે છે. આંખો ને સિવિલ બનાવવા માટે બાપે યુક્તિ બતાવી છે કે બાળકો આત્મિક
દૃષ્ટિ થી જુઓ. દેહ ને નહીં જુઓ. હું આત્મા છું, આ અભ્યાસ પાક્કો કરો, આ જ મહેનત થી
તમે જન્મ-જન્માંતર નાં માટે પદમપતિ બની જશો.
ગીત :-
ધીરજ ધર મનુવા…
ઓમ શાંતિ!
આ કોણે કહ્યું?
શિવબાબાએ શરીર દ્વારા. કોઈ પણ આત્મા શરીર વગર બોલી નથી શકતો. બાપ પણ શરીર માં
પ્રવેશ કરી આત્માઓને સમજાવે છે - બાળકો હવે તમારું શારીરિક કનેક્શન (સંબંધ) નથી. આ
છે રુહાની કનેક્શન. આત્માઓ ને જ્ઞાન મળે છે - પરમપિતા પરમાત્મા થી. દેહધારી જે પણ
છે, બધાં ભણી રહ્યાં છે. બાપ ને તો પોતાનો દેહ નથી. તો થોડાક સમય માટે આમનો આધાર
લીધો છે. હવે બાપ કહે છે સ્વયં ને આત્મા નિશ્ચય કરી બેસો. બેહદનાં બાપ આપણને
આત્માઓને સમજાવે છે. એમનાં વગર આવું કોઈ સમજાવી ન શકે. આત્મા, આત્મા ને કેવી રીતે
સમજાવશે? આત્માઓને સમજાવવા વાળા પરમપિતા જોઈએ. એમને કોઈ પણ જાણતું નથી. ત્રિમૂર્તિ
માંથી પણ શિવ ને ઉડાવી દીધાં છે. બ્રહ્મા દ્વારા સ્થાપના કોણ કરાવશે. બ્રહ્મા તો નવી
દુનિયાનાં રચયિતા નથી. બેહદ નાં બાપ રચયિતા બધાનાં એક જ શિવબાબા છે. બ્રહ્મા પણ
ફક્ત હમણાં તમારા બાપ છે પછી નહીં હશે. ત્યાં તો લૌકિક બાપ જ હોય છે. કળિયુગ માં
હોય છે લૌકિક અને પારલૌકિક. હમણાં સંગમ પર લૌકિક, અલૌકિક અને પારલૌકિક ત્રણ બાપ છે.
બાપ કહે છે સુખધામ માં મને કોઇ યાદ જ નથી કરતાં. વિશ્વનાં માલિક બાપે બનાવ્યાં પછી
ચિલ્લાવશે કેમ? ત્યાં બીજા કોઈ ખંડ નથી હોતાં. ફક્ત સૂર્યવંશી જ હોય છે. ચંદ્રવંશી
પણ પાછળ થી આવે છે. હવે બાપ કહે છે બાળકો ધીરજ ધરો, બાકી થોડાં દિવસ છે. પુરુષાર્થ
સારી રીતે કરો. દૈવીગુણ ધારણ નહીં કરશો તો પદ પણ ભ્રષ્ટ થઈ જશે. આ ખુબ મોટી લોટરી
છે. બેરિસ્ટર, સર્જન વગેરે બનવું પણ લોટરી છે ને? ખુબ પૈસા કમાય છે. અનેકો પર હુકમ
ચલાવે છે. જે સારી રીતે ભણે ભણાવે છે, તે ઉંચ પદ મેળવશે. બાપ ને યાદ કરવાથી વિકર્મ
વિનાશ થશે. બાપ ને પણ ઘડી-ઘડી ભૂલી જાય છે. માયા યાદ ભુલાવી દે છે. જ્ઞાન નથી
ભુલાવતી. બાપ કહે પણ છે પોતાની ઉન્નતિ કરવી છે તો ચાર્ટ રાખો - આખાં દિવસ માં કોઇ
પાપ કર્મ તો નથી કર્યુ? નહીં તો સૌ ગુણા પાપ બની જશે. યજ્ઞ ની સંભાળ કરવાવાળા બેઠા
છે, તેમની સલાહ થી કરો. કહે પણ છે જે ખવડાવો, જ્યાં બેસાડો. તો બાકી બીજી આશાઓ છોડી
દેવાની છે. નહીં તો પાપ બનતાં જશે. આત્મા પવિત્ર કેવી રીતે બનશે. યજ્ઞ માં કોઈ પણ
પાપ નું કામ નથી કરવાનું. અહીંયા તમે પુણ્ય આત્મા બનો છો. ચોરી-ચકારી વગેરે કરવું
પાપ છે ને? માયા ની પ્રવેશતા છે. ન યોગ માં રહી શકે, ન જ્ઞાન ની ધારણા કરે છે.
પોતાનાં દિલ થી પૂછવું જોઈએ - આપણે જો આંધળાઓની લાઠી નહીં બન્યાં તો શું થયાં! આંધળા
જ કહેશે ને? આ સમય નાં માટે જ ગવાયેલું છે-ધૃતરાષ્ટ્ર નાં બાળકો. તે છે રાવણ રાજ્ય
માં. તમે છો સંગમ પર. રામ રાજ્ય માં પછી સુખ પામવા વાળા છો. પરમપિતા પરમાત્મા કેવી
રીતે સુખ આપે છે, કોઈની બુદ્ધિ માં નથી આવતું. કેટલું પણ સારી રીતે સમજાવો છતાં પણ
બુદ્ધિ માં નથી બેસતું. પોતાને જ્યારે આત્મા સમજે ત્યારે પરમાત્મા નું જ્ઞાન પણ સમજી
શકે. આત્મા જ જેવો પુરુષાર્થ કરે છે, એવો બને છે. ગાયન પણ છે અંતકાળ જે સ્ત્રી સિમરે…
બાપ કહે છે જે મને યાદ કરશે તો મને જ પામશે. નહીં તો ખુબ-ખુબ સજાઓ ખાઈને આવશે.
સતયુગ માં પણ નહીં, ત્રેતા માં પણ પાછળ આવશે. સતયુગ-ત્રેતા ને કહેવાય છે - બ્રહ્મા
નો દિવસ. એક બ્રહ્મા તો નહીં હશે, બ્રહ્મા નાં તો ખુબ બાળકો છે ને? બ્રાહ્મણો નો
દિવસ પછી બ્રાહ્મણો ની રાત હશે. હમણાં બાપ આવ્યાં છે રાત થી દિવસ બનાવવાં. બ્રાહ્મણ
જ દિવસ માં જવા માટે તૈયારી કરે છે. બાપ કેટલું સમજાવે છે, દૈવી ધર્મ ની સ્થાપના તો
જરુર થવાની જ છે. કળિયુગ નો વિનાશ પણ જરુર થવાનો છે. જેમને કાંઈ પણ અંદર માં સંશય
હશે તો તે ભાગી જશે. પહેલા નિશ્ચય પછી સંશય આવી જાય છે. અહીંયા થી મરીને પછી જૂની
દુનિયા માં જઈને જન્મ લે છે. વિનશયન્તી થઈ જાય છે. બાપ ની શ્રીમત પર તો ચાલવું પડે
ને? પોઇન્ટ (જ્ઞાન) તો ખુબ સારી-સારી બાળકોને આપતાં રહે છે.
પહેલા-પહેલા તો સમજાવો - તમે આત્મા છો, દેહ નહીં. નહિં તો લોટરી આખી ગુમ થઈ જશે. ભલે
ત્યાં રાજા અથવા પ્રજા બધાં સુખી રહે છે તો પણ પુરુષાર્થ તો ઉંચ પદ મેળવવાનો કરવાનો
છે ને? એવું નહીં, સુખધામ માં તો જઈશું ને. ના, ઉંચ પદ મેળવવાનું છે, રાજા બનવા માટે
આવ્યાં છો. એવાં સમજદાર પણ જોઈએ. બાપની સર્વિસ કરવી જોઈએ. રુહાની સર્વિસ નથી તો
સ્થૂળ સર્વિસ પણ છે. ક્યાંક મેલ્સ (ભાઈઓ) પણ પરસ્પર ક્લાસ ચલાવતાં રહે છે. એક બહેન
વચ્ચે-વચ્ચે જઈને ક્લાસ કરાવે છે. ઝાડ ધીરે-ધીરે વૃદ્ધિ ને પામે છે ને? સેવાકેન્દ્ર
પર કેટલાં આવે છે પછી ચાલતાં-ચાલતાં ગુમ થઈ જાય છે. વિકારમાં પડવાથી પછી
સેવાકેન્દ્ર પર પણ આવવામાં લજ્જા આવે છે. ઢીલા પડી જાય છે. કહેશે આ બીમાર થઈ ગયાં.
બાપ બધી વાતો સમજાવતાં રહે છે. પોતાનો પોતામેલ રોજ રાખો. જમા અને ઘાટો હોય છે. ઘાટો
અને ફાયદો. આત્મા પવિત્ર બની ગયો અર્થાત્ ૨૧ જન્મ નાં માટે જમા થયું. બાપની યાદ થી
જ જમા થશે. પાપ કપાઈ જશે. કહે પણ છે ને - હે પતિત-પાવન બાબા આવીને અમને પાવન બનાવો.
એવું થોડી કહે છે કે વિશ્વનાં માલિક આવીને બનાવો. ના, આ આપ બાળકો જ જાણો છો - મુક્તિ
અને જીવનમુક્તિ બંને છે પાવનધામ. તમે જાણો છો આપણે મુક્તિ-જીવનમુક્તિ નો વારસો
મેળવીએ છીએ. જે પૂરી રીતે નહીં ભણશે તે પાછળ આવશે. સ્વર્ગ માં તો આવવાનું છે, બધાં
પોત-પોતાનાં સમય પર આવશે. બધી વાતો સમજાવાય છે. તરત તો કોઈ નહીં સમજી જશે. અહીંયા
તમને બાપ ને યાદ કરવા માટે કેટલો સમય મળે છે. જે પણ આવે તેમને આ બતાવો કે પહેલાં
પોતાને આત્મા સમજો. આ નોલેજ બાપ જ આપે છે. જે સર્વ આત્માઓનાં પિતા છે. આત્મ-અભિમાની
બનવાનું છે. આત્મા જ્ઞાન ઉપાડે છે, પરમાત્મા બાપ ને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે
પછી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપે છે. રચયિતા ને યાદ કરવાથી જ પાપ ભસ્મ થશે.
પછી રચના નાં આદિ-મધ્ય-અંત નાં જ્ઞાન ને સમજવાથી તમે ચક્રવર્તી રાજા બની જશો. બસ આ
પછી બીજાઓને પણ સંભળાવવાનું છે. ચિત્ર પણ તમારી પાસે છે. આ તો આખો દિવસ બુદ્ધિ માં
રહેવું જોઈએ. તમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ છો ને? ઘણાં ગૃહસ્થી પણ સ્ટુડન્ટ હોય
છે. તમારે પણ ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન બનવાનું છે. બહેન-ભાઈ ની
ક્યારેય ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ) હોઈ ન શકે. આ તો બ્રહ્મા નાં મુખ વંશાવલી છે ને.
ક્રિમિનલ ને સિવિલ બનાવવા માટે ખુબ મહેનત કરવાની હોય છે. અડધાકલ્પ ની આદત પડેલી છે,
તેને નીકાળવા માટે ખુબ મહેનત છે. બધાં લખે છે આ પોઇન્ટ જે બાબાએ સમજાવી છે,
ક્રિમિનલ આંખ ને કાઢવાની, આ ખુબ મુશ્કેલ છે. ઘડી-ઘડી બુદ્ધિ ચાલી જાય છે. ખુબ
સંકલ્પ આવે છે. હવે આંખો નું શું કરીએ? સૂરદાસ નું દૃષ્ટાંત આપે છે. એ તો એક વાર્તા
બનાવી દીધી છે. જોયું આંખો મને દગો આપે છે તો આંખો નીકાળી દીધી. હમણાં તો તે વાત નથી.
આ આંખો તો બધાને છે પરંતુ ક્રિમિનલ (અપવિત્ર) છે તેને સિવિલ (પવિત્ર) બનાવવાની છે.
મનુષ્ય સમજે છે ઘર માં રહેતાં, આ નથી થઈ શકતું. બાપ કહે છે થઈ શકે છે કારણ કે આવક
ખુબ-ખુબ છે. તમે જન્મ-જન્માંતર નાં માટે પદમપતિ બનો છો. ત્યાં ગણતરી હોતી જ નથી.
આજકાલ બાબા નામ જ પદમપતિ, પદમાવતી આપી દે છે. તમે અગણિત પદમપતિ બનો છો. ત્યાં ગણતરી
થતી જ નથી. ગણતરી ત્યારે થાય છે જ્યારે રુપિયા-પૈસા વગેરે નીકળે છે. ત્યાં તો
સોના-ચાંદી ની મોહરો કામ માં આવે છે. આગળ રામ-સીતા નાં રાજ્ય ની મોહરો વગેરે મળતી
હતી. બાકી સૂર્યવંશી રાજાઈ ની ક્યારેય જોઈ નથી. ચંદ્રવંશી ની જોતાં જ આવ્યાં છે.
પહેલાં તો બધાં સોના નાં સિક્કા જ હતાં પછી ચાંદી નાં. આ તાંબુ વગેરે તો પાછળ નીકળે
છે. હમણાં આપ બાળકો બાપ થી ફરી વારસો લો છો. સતયુગ માં જે રસમ-રિવાજ ચાલવાનાં હશે એ
તો ચાલશે જ. તમે પોતાનો પુરુષાર્થ કરો. સ્વર્ગ માં ખુબ થોડાં હોય છે, આયુ પણ મોટી
હોય છે. અકાળે મૃત્યુ નથી થતું. તમે સમજો છો આપણે કાળ પર જીત મેળવીએ છીએ. મરવાનું
નામ જ નથી. તેને કહે છે અમરલોક, આ છે મૃત્યુલોક. અમરલોક માં હાહાકાર હોતો નથી. કોઈ
ઘરડા મરશે તો વધારે જ ખુશી થશે, જઈને નાનાં બાળક બનશે. અહીંયા તો મરવા પર રડવા લાગે
છે. તમને કેટલું સારું જ્ઞાન મળે છે, કેટલી ધારણા હોવી જોઈએ, બીજાઓને પણ સમજાવવું
પડે છે. બાબા ને કોઈ કહે અમે રુહાની સર્વિસ કરવા ઇચ્છીએ છે, બાબા ઝટ કહેશે ભલે કરો.
બાબા કોઈ ને મનાઈ નથી કરતાં. જ્ઞાન નથી તો બાકી અજ્ઞાન જ છે. અજ્ઞાન થી પછી ખુબ
ડિસસર્વિસ કરી દે છે. સર્વિસ તો સારી રીતે કરવી જોઈએ ને ત્યારે જ લોટરી મળશે. ખુબ
ભારે લોટરી છે. આ છે ઇશ્વરીય લોટરી. તમે રાજા-રાણી બનશો તો તમારાં પૌત્ર-પૌત્રીઓ બધા
ખાતાં આવશે. અહીંયા તો દરેક પોતાનાં કર્મો અનુસાર ફળ પામે છે. કોઈ ખુબ જ ધન દાન કરે
છે તો રાજા બને છે, તો બાપ બાળકો ને બધુંજ સમજાવે છે. સારી રીતે સમજીને અને ધારણા
કરવાની છે. સર્વિસ પણ કરવાની છે. સેંકડો ની સર્વિસ થાય છે. ક્યાંક-ક્યાંક ભક્તિ
ભાવવાળા ખુબ સારા હોય છે. ખુબ ભક્તિ કરી હશે ત્યારે જ જ્ઞાન પણ ગમશે. ચહેરા થી જ
ખબર પડે છે. સાંભળવાથી ખુશ થતાં રહેશે. જે નહીં સમજે તે તો અહીંયા-ત્યાં જોતાં રહેશે
અથવા આંખો બંધ કરી બેસશે. બાબા બધું જુએ છે. કોઈને શીખવાડતાં નથી એટલે સમજતાં કાંઈ
નથી. એક કાન થી સાંભળી બીજા થી કાઢી દે છે. હમણાં આ સમય છે બેહદનાં બાપ પાસે થી
બેહદ નો વારસો લેવાનો. જેટલો લેશો જન્મ-જન્માંતર કલ્પ-ક્લ્પાંતર મળશે. નહીં તો પછી
પાછળ ખુબ પસ્તાસે પછી બધાને સાક્ષાત્કાર થશે. અમે પૂરું ભણ્યાં નહીં એટલે પદ પણ નહીં
મેળવી શકશું. બાકી શું જઈને બનશે? નોકર ચાકર, સાધારણ પ્રજા. આ રાજધાની સ્થાપન થઈ રહી
છે. જેવું-જેવું કરે છે તે અનુસાર ફળ મળે છે. નવી દુનિયા માટે ફક્ત તમે જ પુરુષાર્થ
કરો છો. મનુષ્ય દાન-પુણ્ય કરે છે, તે પણ આ દુનિયા માટે, આ તો કોમન (સાધારણ) વાત છે.
આપણે સારું કામ કરીએ છીએ તો તેનું બીજા જન્મ માં સારું ફળ મળશે. તમારી તો છે ૨૧
જન્મોની વાત. જેટલું થઈ શકે સારું કર્મ કરો, ઓલરાઉન્ડર બનો. નંબરવન પહેલાં જ્ઞાની
તું આત્મા અને યોગી તું આત્મા જોઈએ. જ્ઞાની પણ જોઈએ, ભાષણ માટે મહારથીઓ ને બોલાવે
છે ને જે બધાં પ્રકારની સર્વિસ કરે છે તો પુણ્ય તો થાય જ છે. સબ્જેક્ટસ (વિષય) છે
ને! યોગમાં રહીને કોઈ પણ કામ કરે તો સારા માર્ક્સ (ગુણાંક) મળી શકે છે. પોતાનાં દિલ
થી પૂછવું જોઈએ અમે સર્વિસ કરીએ છીએ? કે ફક્ત ખાઈએ છીએ, સુઈએ છીએ? અહીંયા તો આ ભણતર
છે બીજી કોઈ વાત નથી. તમે મનુષ્ય થી દેવતા, નર થી નારાયણ બનો છો. અમર કથા, તીજરી ની
કથા છે આ જ એક. મનુષ્ય તો બધી જુઠ્ઠી કથાઓ જઈને સાંભળે છે. ત્રીજું નેત્ર તો સિવાય
બાપ નાં કોઈ આપી ન શકે. હમણાં તમને ત્રીજું નેત્ર મળ્યું છે જેનાથી તમે સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત ને જાણો છો. આ ભણતર માં કુમાર-કુમારીઓએ ખુબ આગળ જવું જોઈએ. ચિત્ર પણ
છે, કોઈ થી પૂછવું જોઈએ ગીતા નાં ભગવાન કોણ છે? મુખ્ય વાત જ આ છે. ભગવાન તો એક જ
હોય છે, જેમનાથી વારસો મળે છે મુક્તિધામ નો. આપણે ત્યાં રહેવાવાળા છીએ, અહીંયા આવ્યાં
છીએ પાર્ટ ભજવવાં. હવે પાવન કેવી રીતે બનીએ. પતિત-પાવન તો એક જ બાપ છે. આગળ ચાલીને
આપ બાળકોની અવસ્થા પણ ખુબ સારી થઈ જશે. બાપ અલગ-અલગ પ્રકાર થી સમજણ આપતાં રહે છે.
એક તો બાપ ને યાદ કરવાનાં છે તો જન્મ-જન્માંતર નાં પાપ મટી જશે. પોતાનાં દિલ થી
પૂછવાનું છે - અમે કેટલું યાદ કરીએ છીએ? ચાર્ટ રાખવો સારું છે, પોતાની ઉન્નતિ કરો.
પોતાનાં ઉપર રહેમ કરી પોતાની ચલન જોતાં રહો. જો આપણે ભૂલો કરતાં રહીશું તો રજીસ્ટર
ખરાબ થઈ જશે, આમાં દૈવી ચલન હોવી જોઈએ. ગાયન પણ છે ને - જે ખવડાવશો, જ્યાં બેસાડશો,
જે ડાયરેક્શન (માર્ગદર્શન) આપશો તે કરીશું. ડાયરેક્શન તો જરુર તન દ્વારા આપશે ને?
ગેટ વે ટૂ સ્વર્ગ, આ શબ્દ સારો છે. આ દ્વાર છે સ્વર્ગ જવાનો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પુણ્ય આત્મા
બનવા માટે બીજી બધી આશાઓ છોડી આ પાક્કું કરવાનું છે કે બાબા જે ખવડાવો, જ્યાં બેસાડો,
કોઈ પણ પાપ નું કામ નથી કરવાનું.
2. ઈશ્વરીય લોટરી
પ્રાપ્ત કરવા માટે રુહાની સર્વિસ માં લાગી જવાનું છે. જ્ઞાન ની ધારણા કરી બીજાઓને
કરાવવાની છે. સારા માર્ક્સ લેવા માટે કોઈ પણ કર્મ યાદ માં રહીને કરવાનું છે.
વરદાન :-
માયા અને
પ્રકૃતિ ને દાસી બનાવવા વાળા સદા સ્નેહી ભવ
જે બાળકો સદા સ્નેહી
છે તે લવલીન હોવાનાં કારણે મહેનત અને મુશ્કેલી થી સદા બચતા રહે છે. એમના આગળ પ્રકૃતિ
અને માયા બંને હમણાંથી દાસી બની જાય છે અર્થાત્ સદા સ્નેહી આત્મા માલિક બની જાય તો
પ્રકૃતિ માયા ની હિંમત નથી જે સદા સ્નેહી નો સમય અથવા સંકલ્પ પોતાની તરફ લગાવે એમનો
દરેક સમય, દરેક સંકલ્પ છે જ બાપની યાદ અને સેવા નાં પ્રત્યે સ્નેહી આત્માઓની સ્થિતિ
નું ગાયન છે એક બાપ બીજું ન કોઈ બાપ જ સંસાર છે તે સંકલ્પ થી પણ અધિન નથી થઈ શકતાં.
સ્લોગન :-
નોલેજફુલ બનો
તો સમસ્યાઓ પણ મનોરંજન નો ખેલ અનુભવ થશે.
અવ્યક્ત ઇશારા - હવે
લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો
આ કળિયુગી તમોપ્રધાન
જડજડીભૂત જુના વૃક્ષ ને ભસ્મ કરવા માટે સંગઠિત રુપ માં ફુલ ફોર્સ થી યોગ જ્વાળા
પ્રજ્વલિત કરો પરંતુ એવી જ્વાળા સ્વરુપ ની યાદ ત્યારે રહેશે જ્યારે યાદ ની લિંક સદા
જોડાયેલી રહેશે. જો વારંવાર લિંક તૂટે છે, તો એને જોડવામાં સમય પણ લાગતો, મહેનત પણ
લાગતી અને શક્તિશાળી નાં બદલે કમજોર થઈ જાઓ છો.