08-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
આ પાઠશાળા માં આવ્યાં છો સ્વર્ગ માટે પાસપોર્ટ લેવા , આત્મ - અભિમાની બનો અને પોતાનું
નામ રજીસ્ટર માં નોંધ કરાવી દો તો સ્વર્ગ માં આવી જશો”
પ્રશ્ન :-
કઈ સ્મૃતિ ન રહેવાનાં કારણે બાળકો બાપ નો રિગાર્ડ નથી રાખતાં?
ઉત્તર :-
ઘણાં બાળકો ને આ જ સ્મૃતિ નથી રહેતી કે જેમને આખી દુનિયા પોકારી રહી છે, યાદ કરી રહી
છે, એ જ ઊંચા માં ઊંચા બાપ આપણી, બાળકો ની સેવા માં ઉપસ્થિત થયા છે. આ નિશ્ચય
નંબરવાર છે, જેટલો જેમને નિશ્ચય છે એટલો આદર રાખે છે.
ગીત :-
જો પિયા કે
સાથ હૈ…
ઓમ શાંતિ!
બધા બાળકો
જ્ઞાનસાગર ની સાથે તો છે જ. આટલાં બધા બાળકો એક જગ્યાએ તો રહી ન શકે. ભલે જે સાથે
છે તે નજીક માં પ્રત્યક્ષ જ્ઞાન સાંભળે છે અને જે દૂર છે એમને મોડે થી મળે છે. પરંતુ
એવું નથી કે સાથે વાળા વધારે ઉન્નતિ મેળવે છે અને દૂર વાળા ઓછી ઉન્નતિ મેયવે છે.
ના, પ્રેક્ટિકલ જોવાય છે જે દૂર છે તે વધારે ભણે છે અને ઉન્નતિ મેળવે છે. એટલું
જરુર છે બેહદ નાં બાપ અહીં છે. બ્રાહ્મણ બાળકોમાં પણ નંબરવાર છે. બાળકોએ દૈવીગુણ પણ
ધારણ કરવાના છે. કોઈ-કોઈ બાળકો થી મોટી-મોટી ભૂલ થાય છે. સમજે પણ છે બેહદ નાં બાપ
જેમને આખી સૃષ્ટિ યાદ કરે છે, તે આપણી સેવા માં ઉપસ્થિત છે અને આપણને ઊંચા માં ઊંચા
બનાવવાનો માર્ગ બતાવે છે. ખૂબ પ્રેમ થી સમજાવે છે તો પણ એટલો આદર આપતા નથી.
બાંધેલીઓ કેટલો માર ખાય છે, તડપે છે તો પણ યાદ માં રહી જ્ઞાન સારું ઉઠાવી લે છે. પદ
પણ ઊંચું બની જાય છે. બાબા બધા માટે નથી કહેતાં. નંબરવાર પુરુષાર્થ અનુસાર તો છે જ.
બાપ બાળકો ને સાવધાન કરે છે, બધા તો એક જેવાં હોઇ ન શકે. બાંધેલીઓ વગેરે બહાર રહીને
પણ વધારે કમાણી કરે છે. આ ગીત તો ભક્તિમાર્ગ વાળોઓ નું બનાવેલ છે. પરંતુ તમારા માટે
અર્થ કરવા જેવું પણ છે, તે શું જાણે, પિયા કોણ છે, કોનાં પિયા છે? આત્મા પોતાને જ
નથી જાણતો તો બાપ ને કેવી રીતે જાણે? છે તો આત્મા ને? હું શું છું, ક્યાંથી આવ્યો
છું-આ પણ ખબર નથી. બધા છે દેહ-અભિમાની. આત્મ-અભિમાની કોઈ નથી. જો આત્મ-અભિમાની બને
તો આત્મા ને પોતાનાં બાપ ની પણ ખબર હોય. દેહ-અભિમાની હોવાનાં કારણે નથી આત્મા ને,
નથી પરમપિતા પરમાત્મા ને જાણતાં. અહીં તો આપ બાળકો ને બાપ સન્મુખ સમજાવે છે. આ બેહદ
ની સ્કૂલ છે. એક જ મુખ્ય-લક્ષ છે - સ્વર્ગ ની બાદશાહી પ્રાપ્ત કરવાનું. સ્વર્ગ માં
પણ ઘણાં પદ છે. કોઈ રાજા-રાણી કોઈ પ્રજા. બાપ કહે છે-હું આવ્યો છું તમને ફરી થી ડબલ
સિરતાજ બનાવવાં. બધા તો ડબલ સિરતાજ બની ન શકે. જે સારી રીતે ભણે છે તે સ્વયં અંદર
સમજે છે અમે આ બની શકીએ છીએ. સરેન્ડર (સમર્પણ) પણ છે, નિશ્ચય પણ છે. બધા સમજે છે
આમનાં થી કોઈ એવું છી-છી કામ નથી થતું. કોઈ-કોઈ માં બહુ જ અવગુણ હોય છે. તે થોડી
સમજશે કે અમે કોઈ આટલું ઊંચ પદ મેળવીશું, એટલે પુરુષાર્થ જ નથી કરતાં. બાપ ને પૂછે
કે હું આ બની શકું છું, તો બાબા ઝટ બતાવશે. પોતાને જોશે તો ઝટ સમજશે બરોબર હું ઊંચ
પદ નહીં મેળવી શકું. લક્ષણ પણ જોઈએ ને? સતયુગ-ત્રેતા માં તો આવી વાતો હોતી નથી. ત્યાં
છે પ્રારબ્ધ. પછી જે રાજાઓ હોય છે, તે પણ પ્રજા ને બહુ જ પ્રેમ કરે છે. આ તો
માતા-પિતા છે. આ પણ આપ બાળકો જ જાણો છો. આ તો બેહદ નાં બાપ છે, આ આખી દુનિયા ને
રજીસ્ટર કરવા વાળા છે. તમે પણ રજીસ્ટર કરો છો ને? પાસપોર્ટ આપી રહ્યાં છો. સ્વર્ગ
નાં માલિક બનવા માટે અહીં થી તમને પાસપોર્ટ મળે છે. બાબાએ કહ્યું હતું બધાનો ફોટો
હોવો જોઈએ, જે વૈકુંઠ ને લાયક છે, કારણકે તમે મનુષ્ય થી દેવતા બનો છો. બાજુ માં તાજ
તથા તખ્ત વાળો ફોટો હોય. આપણે આ બની રહ્યાં છીએ. પ્રદર્શન વગેરે માં પણ આ સેમ્પલ
રાખવાં જોઈએ - આ છે જ રાજયોગ. સમજો બૅરીસ્ટર બને છે તો તે એક તરફ સાધારણ ડ્રેસ માં
હોય, એક તરફ બૅરીસ્ટરી ડ્રેસ. તેમ એક તરફ સાધારણ, એક તરફ ડબલ સિરતાજ. તમારું એક
ચિત્ર છે ને - જેમાં પૂછો છો શું બનવા ઈચ્છો છો? આ બૅરીસ્ટર વગેરે બનવું છે કે
રાજાઓ નાં રાજા બનવું છે. એવાં ચિત્ર હોવાં જોઈએ. બૅરીસ્ટર (વકીલ), જ્જ (નિર્ણાયક)
વગેરે તો અહીં નાં છે. તમારે રાજાઓ નાં રાજા નવી દુનિયા માં બનવાનું છે. મુખ્ય-લક્ષ
સામે છે. આપણે આ બની રહ્યાં છે. સમજણ કેટલી સરસ છે. ચિત્ર પણ મોટા સરસ હોય ફુલ
સાઈઝનાં. તે બૅરીસ્ટરી ભણે છે તો યોગ બૅરીસ્ટર સાથે છે. બૅરીસ્ટર જ બને છે. આમનો
યોગ પરમપિતા પરમાત્મા થી છે તો ડબલ સિરતાજ બને છે. હવે બાપ સમજાવે છે બાળકોએ એક્ટ (કર્મ)
માં આવવું જોઈએ. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર સમજાવવું બહુજ સહજ થશે. આપણે આ બની
રહ્યાં છીએ તો તમારા માટે જરુર નવી દુનિયા જોઈએ. નર્ક પછી સ્વર્ગ.
હમણાં આ છે
પુરુષોત્તમ સંગમયુગ. આ ભણતર કેટલું ઊંચું બનાવવા વાળું છે, આમાં પૈસા વગેરે ની જરુર
નથી. ભણતર નો શોખ હોવો જોઈએ. એક વ્યક્તિ બહુજ ગરીબ હતો, ભણવા માટે પૈસા નહોતાં. પછી
ભણતાં-ભણતાં મહેનત કરીને એટલો સાહૂકાર થઈ ગયો જે ક્વિન વિક્ટોરિયા (રાણી વિક્ટોરિયા)
નો મિનિસ્ટર બની ગયો. તમે પણ હમણાં કેટલાં ગરીબ છો. બાપ કેટલું ઊંચું ભણાવે છે. એમાં
ફક્ત બુદ્ધિ થી બાપ ને યાદ કરવાના છે. બત્તી વગેરે પ્રગટાવવા ની પણ જરુર નથી.
ક્યાંય પણ બેઠાં યાદ કરો. પરંતુ માયા એવી છે જે બાપ ની યાદ ભૂલાવી દે છે. યાદ માં જ
વિઘ્ન પડે છે. આ જ તો યુદ્ધ છે ને? આત્મા પવિત્ર બને જ છે બાપ ને યાદ કરવાથી. ભણતર
માં માયા કાંઈ નથી કરતી. ભણતર થી યાદ નો નશો ઊંચો છે, એટલે પ્રાચીન યોગ ગવાયેલો છે.
યોગ અને જ્ઞાન કહેવાય છે. યોગ માટે જ્ઞાન મળે છે - આમ-આમ યાદ કરો. અને પછી સૃષ્ટિ
ચક્ર નું પણ જ્ઞાન છે. રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને બીજું કોઈ નથી જાણતું.
ભારત નો પ્રાચીન યોગ શીખવાડે છે. પ્રાચીન તો કહેવાય છે નવી દુનિયા ને. તેને પછી લાખો
વર્ષ આપી દીધાં છે. કલ્પ ની આયુ પણ અનેક પ્રકાર ની બતાવે છે. કોઈ શું કહે, કોઈ શું
કહે! અહીં તમને એક જ બાપ ભણાવી રહ્યાં છે. તમે બહાર પણ જશો, તમને ચિત્ર મળશે. આ તો
વેપારી છે ને? બાબા કહે કપડા પર છાપી શકાય છે. જો કોઈની પાસે મોટી સ્ક્રીન પ્રેસ ન
હોય તો અડધું-અડધું કરી દે. પછી સાંધો એવો કરી લે છે જે ખબર જ નથી પડતી. બેહદ નાં
બાપ, મોટી સરકાર કહે છે, કોઈ છપાવીને દેખાડે તો હું તેમનું નામ પ્રસિદ્ધ કરીશ. આ
ચિત્ર કપડા પર છપાવી કોઈ વિદેશ લઈ જાય તો તમને એક-એક ચિત્ર નાં કોઈ ૫-૧૦ હજાર પણ આપી
દે. પૈસા તો ત્યાં અઢળક છે. બની શકે છે, એટલી મોટી-મોટી પ્રેસ છે, શહેરો નાં દૃશ્યો
એવાં-એવાં છપાય છે-વાત ન પૂછો. આ પણ છપાઈ શકે છે. આ તો એવી ફર્સ્ટ ક્લાસ વસ્તુ છે-કહેશે
સાચ્ચું જ્ઞાન તો આમનાં માં જ છે, બીજા કોઈની પાસે તો છે જ નહીં. કોઈને ખબર જ નથી -
પછી સમજાવવા વાળા પણ અંગ્રેજી માં હોંશિયાર જોઈએ. અંગ્રેજી તો બધા જાણે છે. તેમને
પણ સંદેશ તો આપવાનો છે ને? તે જ વિનાશ અર્થ નિમિત્ત બન્યાં છે ડ્રામા અનુસાર. બાબાએ
બતાવ્યું છે તેમની પાસે બોમ્બ્સ વગેરે એવાં-એવાં છે જો બંને પરસ્પર મળી જાય તો આખાં
વિશ્વ નાં માલિક બની શકે છે. પરંતુ આ ડ્રામા જ એવો બનેલો છે જે તમે યોગબળ થી વિશ્વ
ની બાદશાહી લો છો. હથિયાર વગેરે થી વિશ્વ નાં માલિક બની ન શકાય. તે છે સાયન્સ (વિજ્ઞાન),
તમારી છે સાઈલેન્સ (શાંતિ). ફક્ત બાપ ને અને ચક્ર ને યાદ કરો, આપ સમાન બનાવો.
આપ બાળકો યોગબળ થી
વિશ્વ ની બાદશાહી લઈ રહ્યાં છો. તે પરસ્પર લડશે પણ જરુર. માખણ વચ્ચે તમને મળવાનું
છે. શ્રીકૃષ્ણ નાં મુખ માં માખણ નો ગોળો દેખાડે છે. કહેવત પણ છે બે પરસ્પર લડ્યાં,
વચ્ચે માખણ ત્રીજો ખાઈ ગયો. છે પણ એવું. આખાં વિશ્વ ની રાજાઈ નું માખણ તમને મળે છે.
તો તમને કેટલી ખુશી થવી જોઈએ. વાહ બાબા તમારી તો કમાલ છે. જ્ઞાન તો તમારું જ છે.
ખૂબ સરસ સમજણ છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મવાળાઓ એ વિશ્વ ની બાદશાહી કેવી રીતે
પ્રાપ્ત કરી. આ કોઈ ને પણ વિચાર માં નહીં હશે. એ સમયે બીજો કોઈ ખંડ હોતો નથી. બાપ
કહે છે હું વિશ્વ નો માલિક નથી બનતો, તમને બનાવું છું. તમે ભણતર થી વિશ્વ નાં માલિક
બનો છો. હું પરમાત્મા તો છું જ અશરીરી. તમને બધાને શરીર છે. દેહધારી છો.
બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ સૂક્ષ્મ શરીર છે. જેમ તમે આત્મા છો તેમ હું પણ પરમ આત્મા
છું. મારો જન્મ દિવ્ય અને અલૌકિક છે, બીજું કોઈ પણ આવી રીતે જન્મ નથી લેતું. આ
મુકરર (નિશ્ચિત) છે. આ બધું ડ્રામા માં નોંધ છે. કોઈ હમણાં મરી જાય છે-આ પણ ડ્રામા
માં નોંધ છે. ડ્રામા ની સમજણ કેટલી મળે છે. સમજશે નંબરવાર. કોઈ તો ડલ બુદ્ધિ હોય
છે. ત્રણ ગ્રેડસ (શ્રેણી) હોય છે. પાછળ નાં ગ્રેડ વાળા ને ડલ કહેવાય છે. પોતે પણ
સમજે છે કે આ પહેલાં ગ્રેડ માં છે, આ બીજા માં છે. પ્રજા માં પણ એવું જ છે. ભણતર તો
એક જ છે. બાળકો જાણે છે આ ભણીને અમે ડબલ સિરતાજ બનીશું. આપણે ડબલ સિરતાજ હતાં પછી
સિંગલ તાજ પછી તાજ વગર નાં બન્યાં. જેવું કર્મ તેવું ફળ કહેવાય છે. સતયુગ માં એવું
નહીં કહેવાશે. અહીં સારા કર્મ કરશે તો એક જન્મ માટે સારું ફળ મળશે. કોઈ એવાં કર્મ
કરે છે જે જન્મ થી જ રોગી હોય છે. આ પણ કર્મભોગ છે ને? બાળકો ને કર્મ, અકર્મ,
વિકર્મ નું પણ સમજાવ્યું છે. અહીં જેવું કરે છે તો એનું સારું અથવા ખરાબ ફળ મેળવે
છે. કોઈ સાહૂકાર બને છે તો જરુર સારા કર્મ કર્યા હશે. હમણાં તમે જન્મ-જન્માંતર ની
પ્રારબ્ધ બનાવો છો. ગરીબ સાહૂકાર નો ફરક તો ત્યાં રહે છે ને, હમણાં નાં પુરુષાર્થ
અનુસાર. તે પ્રારબ્ધ છે અવિનાશી ૨૧ જન્મો માટે. અહીં મળે છે અલ્પકાળ ની. કર્મ તો
ચાલે છે ને? આ કર્મક્ષેત્ર છે. સતયુગ છે સ્વર્ગ નું કર્મક્ષેત્ર. ત્યાં વિકર્મ થતા
જ નથી. આ બધી વાતો બુદ્ધિ માં ધારણ કરવાની છે. કોઈ વિરલા છે જે સદૈવ પોઈન્ટ લખતા રહે
છે. ચાર્ટ પણ લખતાં-લખતાં પછી થાકી જાય છે. આપ બાળકોએ પોઈન્ટ્સ લખવા જોઈએ. ખૂબ
સુક્ષ્મ-સુક્ષ્મ પોઇન્ટ્સ છે. જે બધું તમે ક્યારેય યાદ નહીં કરી શકો, ભૂલી જવાશે.
પછી પસ્તાશો કે આ પોઈન્ટ તો અમે ભૂલી ગયાં. બધાની આ હાલત થાય છે. ભૂલી બહુજ જાય છે
પછી બીજા દિવસે યાદ આવશે. બાળકોએ પોતાની ઉન્નતિ માટે વિચાર કરવાનો છે. બાબા જાણે છે
કોઈ વિરલા યથાર્થ રીતે લખતા હશે. બાબા વેપારી પણ છે ને? તે છે વિનાશી રત્નો નાં
વેપારી. આ છે જ્ઞાન રત્નો નાં. યોગ માં જ ઘણાં બાળકો ફેલ (નપાસ) થાય છે. એક્યુરેટ
યાદ માં કોઈ કલાક દોઢ કલાક પણ મુશ્કેલ રહી શકે છે. ૮ કલાક તો પુરુષાર્થ કરવાનો છે.
આપ બાળકોએ શરીર નિર્વાહ પણ કરવાનું છે. બાબાએ આશિક-માશૂક નું પણ ઉદાહરણ આપ્યું છે.
બેઠાં-બેઠાં યાદ કર્યા અને ઝટ સામે આવી જાય. આ પણ એક સાક્ષાત્કાર છે. તે એમને યાદ
કરે, તે આમને યાદ કરે. અહીં તો પછી એક છે માશૂક, તમે બધા છો આશિક. એ સલોના (પ્રિય)
માશૂક તો સદૈવ ગોરા છે. એવર પ્યોર (સદા પવિત્ર). બાપ કહે છે હું મુસાફર સદૈવ સુંદર
છું. તમને પણ સુંદર બનાવું છું. આ દેવતાઓ ની નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય) છે. અહીં
તો કેવી-કેવી ફેશન કરે છે. ભિન્ન-ભિન્ન ડ્રેસ પહેરે છે. ત્યાં તો એકરસ નેચરલ બ્યુટી
રહે છે. એવી દુનિયા માં હવે થી તમે જાઓ છો. બાપ કહે છે હું જૂનાં પતિત દેશ, પતિત
શરીર માં આવું છું. અહીં પાવન શરીર નથી. બાપ કહે છે હું આમનાં અનેક જન્મો નાં અંત
માં પ્રવેશ કરી પ્રવૃત્તિ માર્ગ ની સ્થાપના કરું છું. આગળ ચાલી તમે સર્વિસએબલ (સેવાધારી)
બનતા જશો. પુરુષાર્થ કરશો પછી સમજશો. પહેલાં પણ આવો પુરુષાર્થ કર્યો હતો, હમણાં કરી
રહ્યાં છો. પુરુષાર્થ વગર તો કાંઈ પણ મળી ન શકે. તમે જાણો છો આપણે નર થી નારાયણ
બનવાનો પુરુષાર્થ કરી રહ્યાં છીએ. નવી દુનિયા ની રાજધાની હતી, હમણાં નથી, ફરી બનશે.
આયરન એજ (કળિયુગ) પછી ફરી ગોલ્ડન એજ (સતયુગ) જરુર આવશે. રાજધાની સ્થાપન થવાની જ છે.
કલ્પ પહેલાં ની જેમ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સમર્પણ ની
સાથે-સાથે નિશ્ચય બુદ્ધિ બનવાનું છે. કોઈ પણ છી-છી કામ ન થાય. અંદર કોઈ પણ અવગુણ ન
રહે ત્યારે સારું પદ મળી શકે છે.
2. જ્ઞાન-રત્નો નો
વેપાર કરવા માટે બાબા જે સારા-સારા પોઈન્ટ્સ સંભળાવે છે, એની નોંધ કરવાની છે. પછી
એને યાદ કરીને બીજાઓ ને સંભળાવવાનું છે. સદા પોતાની ઉન્નતિ નો વિચાર કરવાનો છે.
વરદાન :-
બાળક અને
માલિકપણા ની સમાનતા દ્વારા સર્વ ખજાનાઓ માં સંપન્ન ભવ
જેવી રીતે બાળકપણા નો
નશો બધા માં છે એવી રીતે બાળક સો માલિક અર્થાત્ બાપ સમાન સંપન્ન સ્થિતિ નો અનુભવ કરો.
માલિકપણા ની વિશેષતા છે - જેટલાં જ માલિક એટલાં જ વિશ્વસેવાધારી નાં સંસ્કાર સદા
ઈમર્જ રુપ માં રહે. માલિકપણા નો નશો અને વિશ્વ સેવાધારી નો નશો સમાન રુપ માં હોય
ત્યારે કહેવાશે બાપ સમાન. બાળક અને માલિક બંને સ્વરુપ સદા જ પ્રત્યક્ષ કર્મ માં આવી
જાય ત્યારે બાપ સમાન સર્વ ખજાનાઓ થી સંપન્ન સ્થિતિ નો અનુભવ કરી શકશો.
સ્લોગન :-
જ્ઞાન નાં
અખૂટ ખજાનાઓ નાં અધિકારી બનો તો અધિનતા ખતમ થઈ જશે.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો
જેવી રીતે વાચા સેવા
નેચરલ થઈ ગઈ છે, એવી રીતે મન્સા સેવા પણ સાથે-સાથે વધારે નેચરલ થાય. વાણી ની સાથે
મન્સા સેવા પણ કરતા રહો તો તમારે બોલવું ઓછું પડશે. બોલવા માં જે એનર્જી લગાવો છો
તે મન્સા સેવા નાં સહયોગ નાં કારણે વાણી ની એનર્જી જમા થશે અને મન્સા ની શક્તિશાળી
સેવા સફળતા વધારે અનુભવ કરાવશે.