08-10-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે હવે અવાજ થી પરે જવાનું છે એટલે મુખ થી શિવ - શિવ કહેવાની પણ દરકાર નથી”

પ્રશ્ન :-
એક બાપ ને જ સર્વ શક્તિમાન્, જ્ઞાન નાં સાગર કહેશે, બીજાને નહીં - કેમ?

ઉત્તર :-
કારણકે એક બાપ ને જ યાદ કરવાથી આત્મા પતિત થી પાવન બની જાય છે. બાપ જ છે જે પતિતો ને પાવન બનાવી દે છે, બાકી કોઈ પણ દેહધારી મનુષ્ય પાવન બનાવી નથી શકતાં. બાપ તમને રાવણ રાજય થી મુક્ત કરી દે છે. તમે શિવબાબા થી શક્તિ લો છો, જેટલું વધારે યાદ કરશો એટલી શક્તિ મળશે અને ખાદ નીકળતી જશે.

ગીત :-
ઓમ્ નમો શિવાય…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં સિકીલધા બાળકોએ ભક્તિ ની મહિમા સાંભળી. તમે પણ મહિમા ગાતા હતાં. હવે મહિમા નથી ગાતા અને ન તમારા માટે મહિમા ની જરુરત છે. જે ભગત કરે છે તે આપ બાળકો ન કરી શકો. તમે ભગત હતાં, હવે તમને ભગવાન મળ્યાં છે. બધાંને સાથે તો મળી ન શકે. બાપ બધાંને સાથે કેવી રીતે ભણાવે? આ તો થઈ ન શકે. બધાં ભક્ત પણ એક સાથે ન થઈ શકે. હાં, બાપે ભણાવવાનું છે જરુર કારણ કે આ રાજયોગ છે. સૂર્યવંશી, ચંદ્રવંશી રાજ્ય સ્થાપન થવાનું છે. બાળકોએ પ્રદર્શન માં સમજાવવાનું છે, તહેવારો વગેરે પર પણ તમે ખૂબ સારી સર્વિસ (સેવા) કરી શકો છો. તમારે પોતાનાં માટે જ રાજ્ય સ્થાપન કરવાનું છે. તમે શિવશક્તિ મહારથી સેના છો બીજી કોઈ ડ્રિલ (અભ્યાસ) વગેરે તમે નથી શીખતાં. તમે રુહાની ડ્રિલ શીખો છો. આ ડ્રિલ ભારતની નામીગ્રામી છે. આ છે યોગ ની ડ્રિલ. આત્માએ પરમપિતા પરમાત્મા થી યોગ લગાવવાનો છે, એમનાથી વારસો લેવાનો છે. આમાં લડાઈ ની કોઈ વાત નથી. તમે બાપ પાસેથી વારસો લો છો, આમાં લડાઈ નું કનેક્શન (સંબંધ) નથી. તમે છો બેહદ બાપ નાં વારિસ. તો બાપનાં બનીને બાપની શ્રીમત પર ચાલવાનું છે. બાપ ની મત લડાઈ વગેરેની નથી. બાપ ફક્ત કહે છે - મીઠાં-મીઠાં બાળકો તમે સતોપ્રધાન હતાં, રાજ્ય કરતાં હતાં હવે તમને સ્મૃતિ આવી છે. બાપ કહે છે - તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. ગાય પણ છે ૮૪ જન્મ મનુષ્ય લે છે. ૮૪ લાખ આ તો ગપોડા છે. ભક્તિ માર્ગ માં જેમને જે આવ્યું તે વાંચતા રહે છે. ડ્રામા અનુસાર આ ભક્તિમાર્ગ ની સામગ્રી છે. સતયુગ-ત્રેતા માં ભક્તિ હોતી નથી. ભક્તિ અલગ છે, જ્ઞાન અલગ છે. આપ બાળકો નાં સિવાય બીજા કોઈ ઋષિ-મુનિ વગેરે ની બુદ્ધિ માં આ જ્ઞાન નથી. તેમને આ પણ ખબર નથી કે સુખ અલગ છે, દુઃખ અલગ છે. સુખ બાપ આપે છે, દુઃખ રાવણ આપે છે. જે તમે સૂર્યવંશી ચંદ્રવંશી હતાં, તે ૮૪ નું ચક્ર લગાવી શૂદ્રવંશી બન્યાં. બાપ સ્મૃતિ અપાવે છે - તમે વિશ્વનાં માલિક હતાં. તમે ૮૪ જન્મ ભોગવી નીચે ઉતરતાં, તુચ્છ બુદ્ધિ, તમોપ્રધાન બની ગયાં છો. સતોપ્રધાન વાળાઓને સ્વચ્છ, ઊંચી બુદ્ધિ કહેવાય છે. તમોપ્રધાન ને નીચી બુદ્ધિ કહેવાય છે. નીચી બુદ્ધિ વાળા ઊંચી બુદ્ધિ વાળા ને નમસ્કાર કરે છે. આ તમને પણ ખબર નહોતી કે અમે જ ઊંચા હતાં, હવે અમે જ નીચા બન્યાં છીએ. બાબાએ સમજાવ્યું છે, જેમણે પહેલાં નંબર માં જન્મ લીધો હશે તે જ સતોપ્રધાન બનશે. ૮૪ જન્મ પણ સૂર્યવંશી જ લેશે. હવે તમે સમજો છો આપણે વિશ્વ નાં માલિક હતાં તો પાવન સતોપ્રધાન હતાં. પતિત થોડી વિશ્વનાં માલિક બની શકે છે. તેમની મહિમા જુઓ કેટલી ઊંચી છે. સર્વગુણ સંપન્ન… ત્રેતા માં ૧૪ કળા, સંપૂર્ણ નહીં કહેશે. સૂર્યવંશી ને ૧૬ કળા સંપૂર્ણ કહેશે. ૧૪ કળા ની પાછળ સંપૂર્ણ શબ્દ નહીં આવશે. સંપૂર્ણ ૧૬ કળા વાળાઓએ લખવાનું છે. હવે આપ બાળકો ૧૬ કળા સંપૂર્ણ બનો છો.

આ પણ બાળકોને સમજાવ્યું છે કે આ જ્ઞાન અતિ સહજ છે, આનાથી સહજ કોઈ વાત હોતી નથી. બાબા રહેમદિલ છે ને. બાબા જાણે છે બાળકો ભક્તિ માં ધક્કા ખાઈ-ખાઈ ને થાકી ગયાં હશે એટલે દેખાડ્યું છે દ્રૌપદી નાં પગ દબાવ્યાં. બાબા ની પાસે ઘરડી-ઘરડી માતાઓ આવે છે. બાબા કહે છે તમે ભક્તિ નાં ધક્કા ખાઈને થાકેલાં છો, એટલે બાબા હવે તમારો બધો થાક દૂર કરી દે છે. ભક્તિ માં રામ-રામ જપતા, માળા ફેરવતાં રહે છે. બાબાનો પાદરીઓ થી પણ સંપર્ક રહ્યો છે. પાદરી પણ બાઇબલ લઈને બેસી સમજાવતાં રહે છે. બહુજ ક્રિશ્ચન બની જાય છે. અહીં માળા વગેરે ફેરાવવાની વાત નથી. બાબા કહે છે - પોતાને આત્મા સમજી બાબા ને યાદ કરો. શિવ-શિવ મુખ થી કહેવાનું નથી. આપણે તો અવાજ થી પરે જવા વાળા છીએ. બાબા ખૂબ સહજ યુક્તિ બતાવે છે કે મને યાદ કરો તો ખાદ નીકળી જાય અને ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર બનવાનું છે. કમળફૂલ ખૂબ નામીગ્રામી છે. તેની મોટી પંચાયત હોય છે, પરંતુ છતાં પણ ન્યારું અને પ્યારું રહે છે. તમે પણ વિષય સાગર માં રહેતાં ન્યારા-પ્યારા રહો. આ વિષય સાગર છે, આને નદી નહીં કહેવાશે.

આપ બાળકો હમણાં કેટલાં સમજદાર બનો છો, આ જ સમજ થી તમે મહારાજકુમાર બની જાઓ છો. તમને તો ખૂબ ખુશી થવી જોઈએ. પુરુષાર્થ કરવો જોઈએ, બાળક અથવા બાળકી બંને નાં આત્માએ પુરુષાર્થ કરવાનો છે. લૌકિક સંબંધ માં બાપ નો વારસો ફક્ત બાળકોને મળે છે, બાળકી ને નહીં. અહીં બધાં આત્માઓને વારસો મળે છે. બાપ સમજાવે છે યાદ ની યાત્રાથી જ તમે ઊંચ પદ મેળવી શકો છો. પ્રદર્શન માં પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપવાનો છે પછી એનાં પછી છે બાપ નો વારસો. પહેલાં આ નિશ્ચય બેસાડો કે આ તમારા બેહદ નાં બાપ છે. તેમને સમજાવવાનું છે ભગવાન એક છે - બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ ભગવાન નથી, દેવતા છે. ભગવાન પતિત-પાવન નિરાકાર બાપ છે. એમની મહિમા જ અલગ છે. આજકાલ પ્રદર્શન માં ત્રિમૂર્તિ પર સમજાવવાનું હોય છે. એ બાપ, આ દાદા વારસો એમનાથી મળે છે. એ નિરાકાર છે એમનાથી વારસો કેવી રીતે મળે! એ છે બધાનાં રચયિતા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ રચના છે. રચના ને રચતા થી જ વારસો મળી શકે છે. એ તો નિરાકાર બાપ આમનાં દ્વારા વારસો આપે છે. રચતા બધાનાં એક છે એટલે ગવાય છે સર્વ નાં સદ્દગતિ દાતા એક. એમને જ્ઞાન સાગર કહેવાય છે. બાકી તે બધાં શાસ્ત્રો ની ઓથોરિટી (સત્તા) છે. આ છે જ્ઞાનસાગર સ્વયં ઓથોરિટી. વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી (વિશ્વની સર્વ શક્તિમાન સત્તા). સ્વયં કહે છે કે હું વેદો-શાસ્ત્રો ને જાણું છું અને તમને સાર સમજાવું છું. આ બધી છે ભક્તિમાર્ગ ની સામગ્રી જે સતયુગ-ત્રેતા માં હોતી નથી. ભક્તિ થી જ સીડી નીચે ઉતરવાની હોય છે. સર્વશક્તિમાન્ એક બાપ ને જ ગવાય છે. એમની સાથે યોગ લગાવવાથી જ આપણે પવિત્ર બની જઈએ છીએ તો સર્વશક્તિમાન્ થયાં ને. હું બધાંને પતિત થી પાવન બનાવી દઉં છું. રાવણરાજ્ય થી મુક્ત કરી દઉં છું. તમે હવે શિવબાબા થી શક્તિ લઈ રહ્યાં છો. જેટલું વધારે યાદ કરશો એટલી શક્તિ મળશે અને ખાદ નીકળી જશે. તમને દિવસ-રાત આ જ ફુરણા (ફિકર) રહેવી જોઈએ કે પતિત થી પાવન, તમોપ્રધાન થી સતોપ્રધાન બની જઈએ. માયા નાં તોફાન આવશે. બાબા કહે છે ખબરદાર રહેવું જોઈએ. તમારું માયા ની સાથે યુદ્ધ છે. ફાલતું વિકલ્પ બહુજ આવશે. જે ક્યારેય અજ્ઞાન માં નહીં આવ્યાં હશે તે પણ આવશે. તમે યુદ્ધ નાં મેદાન માં છો. મહેનત બધી યાદ ની યાત્રામાં છે. ભારત નો યોગ નામીગ્રામી છે. યોગ નાં માટે જ બાબા સમજાવે છે કે તમે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. એવું બીજા કોઈ મનુષ્ય સમજાવી ન શકે. તેઓ કહી દે છે બધાં ભગવાન નાં રુપ છે. જ્યાં જોઉં છું - પરમાત્મા જ પરમાત્મા છે. બાપ સમજાવે છે તમે આત્મા છો, ૮૪ જન્મ ભોગવો છો. જો બધાં પરમાત્મા છે તો શું પરમાત્મા જન્મ-મરણ નાં ચક્ર માં આવે છે? આત્મા એક શરીર છોડી બીજું લે છે. આત્મા માં સારા-ખરાબ સંસ્કાર રહે છે. સારા સંસ્કાર વાળાની મહિમા ગાય છે. ખરાબ સંસ્કાર વાળા ને કહે છે પાપી, નીંચ. બાબા પવિત્ર બનવાની સહજ યુક્તિ બતાવે છે. મન્સા, વાચા, કર્મણા કોઈને દુઃખ નથી આપવાનું. પોતાને પણ દુઃખ નથી આપવાનું. કોઈ પણ વિકર્મ, ચોરી વગેરે ન કરવા જોઈએ. જો ક્યાંય ખોટું બોલવું પડે છે તો બાબા થી સલાહ લો. સૌથી મોટું પાપ છે - કામ કટારી ચલાવવી, તે નહીં ચલાવો.

બાપ કહે છે - બાળકો હાથે થી કામ કરતાં બુદ્ધિ નો યોગ મારા થી લગાવો. (હથ કાર ડે….બુદ્ધિ યાર ડે) બાબા સર્જન પણ છે. બધાંની બિમારી એક જેવી હોઈ ન શકે. કર્મ પણ એક જેવાં હોઈ ન શકે. તો કદમ-કદમ પર પૂછવું જોઈએ. મંઝિલ ખૂબ ભારે છે. અમરનાથ ની યાત્રા પર જાય છે તો કહે છે અમરનાથ ની જય, બદ્રીનાથ ની જય. હે બદ્રીનાથ અમારી રક્ષા કરજો. હવે તમારે તીર્થયાત્રા વગેરે કાંઈ નથી કરવાનું. આ જ્ઞાન ની વાતો બાપ જ સમજાવે છે. એમનો જ પાર્ટ છે. તમે પણ બાબા ની સાથે-સાથે પાર્ટધારી છો. જેટલું જે ભણશે એટલું ઊંચ પદ મળશે. આમાં કોઈની મોટાઈ નથી. મોટાઈ એક ની જ છે, જે સર્વ મનુષ્યો ને સદ્દગતિ આપે છે. સર્વ બાળકોને પતિત થી પાવન બનાવે છે. ડ્રામા માં મને પણ પાર્ટ મળેલો છે. ૫ તત્વો ને પણ પોત-પોતાનો પાર્ટ મળેલો છે, તે ભજવે છે. ધરતીને ઉથલવાનું છે, વિનાશ થવાનો છે. તમારો પણ ડ્રામા માં પાર્ટ છે, આમાં મોટાઈ શું છે. રાજ્ય કરતાં-કરતાં પતિત બની ગયાં. તમે પણ પહેલાં શું હતાં? વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય). હવે તમે વિશ્વ નાં માલિક બનો છો, આ તમારો પાર્ટ છે ફરી પણ આપણે એવું બનવાનું જ છે. આમાં મોટાઈ ની કે મહિમા ની કોઈ વાત નથી. આ ડ્રામા બનેલો છે. બાબા પણ આવીને પોતાનો પાર્ટ ભજવે છે. ભગત લોકો મોટાઈ આપે, મહિમા ગાય, તે કામ આપણે ન કરી શકીએ. અહીં તો બાપ ને યાદ કરવાનાં છે. બાબા આ ડ્રામા નું રહસ્ય તો ખૂબ વન્ડરફુલ (અદ્દભુત) છે! જે કોઈને ખબર નથી. બાબા અમે સતયુગ માં આ પણ ભૂલી જઈશું! ખૂબ વિચિત્ર ડ્રામા છે. એવી-એવી પોતાની સાથે વાતો કરો. કોઈ પાર્ટધારી સારો પાર્ટ ભજવે છે તો તાળી વગાડે છે. આપણે પણ કહીએ છીએ મીઠાં બાબા નો, શિવબાબા નો ખૂબ સારો પાર્ટ છે. આપણે પણ બાબાની સાથે સારો પાર્ટ ભજવીએ છીએ. કેટલું સારી રીતે સમજાવે છે, છતાં પણ કોઈને સમજમાં નથી આવતું તો સમજી જાય છે કે અમારી રાજધાની માં આમને આવવાનું નથી. આ પણ જાણે છે કે જે બ્રાહ્મણ બન્યાં હતાં તે જ બ્રાહ્મણ બની ફરી દેવતા બનશે. દેવતાઓમાં પણ પ્રજા વગેરે બધાં બનશે. બધાંને અનાદિ પાર્ટ મળેલો છે. સૃષ્ટિ પણ એક જ છે, તે ચાલતી રહે છે. ગોડ ઈઝ વન (ભગવાન એક છે), ક્રિયેશન ઈઝ વન (રચના એક છે). તે જ ચક્ર ફરતું રહે છે. મનુષ્ય શોધ કરે છે, જોઈએ ચંદ્ર શું છે! એની ઉપર શું છે! તેની ઉપર છે સૂક્ષ્મવતન. ત્યાં શું જોશે? લાઈટ જ લાઈટ. ખૂબ કોશિશ કરે છે - સાયન્સ (વિજ્ઞાન) ની પણ હદ છે ને. માયા નો પણ ખૂબ પામ્પ (ભપકો) છે. સાયન્સ સુખ નાં માટે પણ છે તો દુઃખ નાં માટે પણ છે. ત્યાં એરોપ્લેન ક્યારેય પડશે નહીં. દુઃખ ની વાત નથી. અહીં તો દુઃખ જ દુઃખ છે. ચોર લૂંટી જાય, આગ બાળી દેશે. ત્યાં મકાન ખૂબ મોટાં હોય છે. આખાં આબુ જેટલી જમીન એક-એક રાજા ની હશે. તમે આવ્યાં છો સ્વર્ગવાસી બનવાં. બાબા ને યાદ કરો તો ખાદ નીકળે. તમે બધાં આશિક છો, એક માશૂક તમને કહે છે - મામેકમ્ યાદ કરો તો અમરપુરી નાં માલિક બની જશો. ત્યાં અકાળે મુત્યુ થતું નથી. સતયુગ માં છે શ્રેષ્ઠાચારી દુનિયા, આ છે ભ્રષ્ટાચારી દુનિયા. કેટલાં બી.કે. બાપ થી વારસો લઈ રહ્યાં છે. તમે પણ વારસો લઈ લો. જો શ્રીમત પર નહીં ચાલશો તો ઊંચ પદ નહીં મેળવી શકશો. દર ૫ હજાર વર્ષ નાં પછી બાબા સ્વર્ગ બનાવવા આવે છે. કળિયુગ માં અસંખ્ય મનુષ્ય, સતયુગ માં થોડાં, તો વિનાશ જરુર થશે, એટલે મહાભારત લડાઈ સામે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. મન્સા, વાચા, કર્મણા કોઈ ને પણ દુઃખ નથી આપવાનું. ખરાબ સંસ્કારો ને કાઢી હવે સારા સંસ્કાર ધારણ કરવાનાં છે. કોઈ વિકર્મ ન થાય એનું ધ્યાન રાખવાનું છે.

2. આ વિચિત્ર ડ્રામા માં પોતાનાં શ્રેષ્ઠ ભાગ્ય ને જોતાં પોતાનાથી વાતો કરવાની છે કે અમે ભગવાન ની સાથે પાર્ટધારી છીએ. કેટલો સારો અમારો પાર્ટ છે.

વરદાન :-
સ્નેહ નાં રિટર્ન માં સમાનતા નો અનુભવ કરવા વાળા સર્વ શક્તિ સંપન્ન ભવ

જે બાળકો બાપ નાં સ્નેહમાં સદા સમાયેલા રહે છે એમને સ્નેહ નાં રિસ્પોન્સ માં બાપ સમાન બનવાનું વરદાન પ્રાપ્ત થઈ જાય છે. જે સદા સ્નેહયુક્ત અને યોગયુક્ત છે તે સર્વ શક્તિઓ થી સંપન્ન સ્વતઃ બની જાય છે. સર્વ શક્તિઓ સદા સાથે છે તો વિજય જ છે. જેમને સ્મૃતિ રહે કે સર્વશક્તિમાન્ બાપ અમારા સાથી છે, તે ક્યારેય કોઈ પણ વાત માં વિચલિત ન થઈ શકે.

સ્લોગન :-
પુરુષાર્થી જીવન માં જે સદા સંતુષ્ટ અને ખુશ રહેવા વાળા છે તે જ ખુશનસીબ છે.

અવ્યક્ત ઇશારા - પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો

આ સમયે એવું પરોપકારી ગ્રુપ જોઈએ જે આપવા વાળા દાતા હોય. જેવી રીતે સંપન્ન રાજાઓ સદા પ્રજા ને આપવા વાળા હોય છે. સંપન્ન રાજાઓ નાં હાથ ક્યારેય પણ લેવા વાળા નહીં હશે, આપવા વાળા હશે. આપ બાળકો તો સ્વર્ગ નાં વિશ્વ મહારાજા બની દાતા રુપ નો પાર્ટ બજાવવા વાળા છો તો હમણાંથી જ તે જ સંસ્કાર સ્વયં માં ભરો.