08-11-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  18.10.2071    બાપદાદા મધુબન


“ વિશેષ દિવાળી નિમિત્ત અવ્યક્ત

 

 બાપદાદા નાં મધુર મહાવાક્ય”
 


આજે બાપદાદા શું જોઈ રહ્યા છે? આપ દિપકો ની માળા જોવા માટે આવ્યા છે. જે દીપમાળા (દિવાળી) નો યાદગાર દિવસ લોકો મનાવે છે પરંતુ બાપદાદા ચૈતન્ય દિપકો ની માળાને જોઈ રહ્યા છે. તમે બધા પણ જ્યારે દીપમાળા નાં દિવસે પ્રગટાવેલા દિપકો ને જુઓ છો તો જોવા સાથે આ ખુશી થાય છે કે અમારી જ યાદગાર મનાવી રહ્યા છે? જેવી રીતે પ્રગટાવેલા દિપક પ્યારા લાગે છે તેવી રીતે પોતાની યાદગાર ને જોઈ સ્મૃતિ આવવાથી તમે બધા પણ વિશ્વ નાં બાપ અને આખાં વિશ્વ નાં આત્માઓને પ્યારા લાગો છો. તો આજે યાદગાર રુપને પ્રત્યક્ષ રુપ માં જોવા આવ્યા છે. માળામાં એક દાણો નથી હોતો, અનેકો ની માળા બને છે. જો એક દિપક અલગ હોય તો એને દિપકો ની માળા નહીં કહીશું. તો એવાં જ અનેક દિપક જાગતા, માળા નાં રુપમાં દેખાય છે. તો દરેક પોતાને આ દિપમાળા ની વચ્ચે પરોવાયેલા, પ્રગટાવેલા દિપક સમજો છો? કે તમે લોકો પણ અનેક પ્રગટાવેલા દિપકોની માળાને જોતાં હર્ષિત થાઓ છો? આજે દીપમાળા નાં દિવસે તમે બધાએ દિવાળી મનાવી? આજે વિશેષ રુપ થી દિવાળી મનાવી? આમ તો સદૈવ જાગતાં દિપક છો, પરંતુ જ્યારે વિશેષ યાદગાર નો દિવસ હોય છે તો વિશેષ આત્માઓએ શું કરવું જોઈએ? વિશેષ આત્માઓ જે વિશેષ રુપ થી નિમિત્ત બને છે, એમણે વિશેષ સર્વિસ શું કરવાની છે? વિશેષ આત્માઓને તો અન્યથી વિશેષ કાર્ય કરવાનું છે ને કારણકે જે અન્ય આત્માઓ પણ કરી શકે છે અને કરી રહ્યા છે તે કર્યું તો બાકી ફરક શું થયો? વિશેષ આત્માઓએ વિશેષ કાર્ય કરવાનું છે. બાપદાદા વિશેષ દિવસો પર વિશેષ રુપથી બાળકોની અને ભક્તોની ત્રણેય રુપ થી સેવા કરે છે. વિશેષ આત્માઓને ખાસ પોતાનાં યાદગાર નાં દિવસે સાક્ષાત્કાર-મૂર્ત બની, સાક્ષાત્ બાપદાદા સમાન આત્માઓનાં પ્રત્યે પોતાની કલ્યાણ ની ભાવનાથી, પોતાનાં રુહાની સ્નેહ નાં સ્વરુપ થી, પોતાની સૂક્ષ્મ શક્તિઓ દ્વારા આત્માઓમાં બળ ભરવું જોઈએ. જેવી રીતે અવ્યક્ત રુપ માં બાપદાદા ચારેય તરફ નાં બાળકોની સેવા કરે છે. તે સમજે છે કે બાપદાદાએ મારા થી મુલાકાત કરી, મારી યાદ નો રિસ્પોન્સ આપ્યો કે મારી યાદ નું પ્રત્યક્ષ ફળ મેં અનુભવ કર્યો અથવા ભક્ત પણ અનુભવ કરે છે કે અમારો પ્રેમ કે ભાવનાનું ફળ ભગવાને પૂરું કર્યું, આ અનુભવ પ્રેક્ટિકલ રુપમાં થતો રહે છે.

એમ વિશેષ આત્માઓએ પોતાની અવ્યક્ત સ્થિતિ માં, પોતાની રુહાની લાઈટ અને માઈટ ની સ્થિતિ દ્વારા લાઈટ-હાઉસ અને માઈટ-હાઉસ બની એક સ્થાન પર રહેવા સાથે પણ ચારેય તરફ અલૌકિક રુહાની સર્વિસની ભાવના અને વૃતિ દ્વારા સર્વિસ કરવી જોઈએ આને કહેવાય છે બેહદની સેવા. એવો અનુભવ કે મહેસૂસ થવું જોઈએ કે મારી પ્રજા કે ભક્ત આજે વિશેષ રુપથી યાદગાર નાં દિવસે મુજ વિશેષ આત્માને યાદ કરી રહ્યા છે. અલ્પકાળ નાં રિદ્ધિ-સિદ્ધિ વાળા એક સ્થાન પર રહેવા સાથે પોતાનાં ભક્તો ને પોતાનાં રુપ નો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરાવી શકે છે, તો શું વિશેષ આત્માઓ પોતાની લાઈટ અને માઈટ દ્વારા ભક્તો ને કે પ્રજા ને પોતાની સેવા દ્વારા અનુભવ નથી કરાવી શકતા? તો જ્યારે એવા વિશેષ યાદગાર નાં દિવસ આવે છે તો વિશેષ આત્માઓએ એવી વિશેષ સર્વિસ પર અનુભવ કરવો જોઈએ. એવી સર્વિસ કરી? અચ્છા આ રહી સેવા. અને દિવાળી નાં દિવસે પોતાનાં પ્રત્યે વિશેષ અટેન્શન રહ્યું? આજ નાં દિવસે પોતાનાં આત્મા નાં સંસ્કારો માં સદા માટે પરિવર્તન લાવવાનું વિશેષ અટેન્શન આપ્યું? જ્યારે યાદગાર રુપમાં આજ નો દિવસ જૂનાં ખાતા ખલાસ કરવાની રીત-રુપમાં ચાલતો આવી રહ્યો છે તે અવશ્ય પ્રેક્ટિકલ રુપમાં આપ આત્માઓએ કર્યો છે ત્યારે તો યાદગાર ચાલતો આવ્યો છે. તો આજ નાં દિવસે પોતાના સંસ્કારો નું જરા પણ રહેલુ ખાતું ખલાસ કર્યુ? ખતમ કરવાનાં પહેલાં પોતાનાં ખાતાને ચેક કરાય છે. રીઝલ્ટ કઢાય છે. એવી રીતે બધાએ પોતાનો પોતામેલ ચેક કર્યો? શું ચેક કરવાનું છે? આજ નાં દિવસ સુધી જે પણ પુરુષાર્થ ચાલ્યો એનું રિઝલ્ટ હમણાં સુધી કઈ વાતો માં અને કયા પર્સન્ટેજ માં સફળતા મૂર્ત બન્યાં? પહેલાં પોતાનાં મન્સા સંકલ્પો ને, પોતામેલ ને ચેક કરો કે હમણાં સુધી સંપૂર્ણ શ્રેષ્ઠ સંકલ્પો નાં પુરુષાર્થ માં ક્યાં સુધી સફળતા આવી છે? વ્યર્થ સંકલ્પો કે વિકલ્પો નાં ઉપર ક્યાં સુધી વિજયી બન્યા છીએ? અને વાણી દ્વારા ક્યાં સુધી આત્માઓને બાપ નો પરિચય આપી શકીએ છીએ, કેટલાં આત્માઓને બાપ નાં સ્નેહી કે સહયોગી બનાવી શકીએ છીએ? વાચા માં ક્યાં સુધી રુહાનિયત કે અલૌકિકતા કે આકર્ષણ આવ્યું છે? એવી રીતે જ કર્મણા દ્વારા સદા ન્યારા અને પ્યારા, અલૌકિક, અસાધારણ કર્મ ક્યાં સુધી કરી શકીએ છીએ? કર્મો માં ક્યાં સુધી કર્મયોગી નું, યોગયુક્ત, યુક્તિયુક્ત-સ્નેહયુક્ત રુપ લાવ્યા છીએ? પોતાનાં સંસ્કારો અને સ્વરુપો માં અર્થાત્ સૂરત માં ક્યાં સુધી બાપ સમાન આકર્ષણ રુપ, સ્નેહી રુપ, સહયોગી રુપ બન્યા? એવી રીતે પોતાનો પોતામેલ ચેક કરવાથી હમણાં સુધી જે કમી કે કમજોરી રહી ગઈ છે એને સમાપ્ત કરી નવું ખાતું શરુ કરી શકીશું? એવો પોતાનો પોતામેલ ચેક કરો.

આને કહેવાય છે દિવાળી મનાવવી અથવા પોતાને સંપૂર્ણ બનાવવાનો દૃઢ સંકલ્પ કરવો જ મનાવવું છે. તો એવી રીતે દિવાળી મનાવી છે કે ફક્ત મિલન મનાવ્યું? મિલન મનાવવાની યાદગાર માળા નાં રુપમાં છે પરંતુ દૃઢ સંકલ્પો ની યાદગાર દિપક નું જ્યોતિ રુપ છે. તો બંને રુપથી મનાવ્યું? નવાં વસ્ત્ર પહેર્યા? આત્માને નવાં ચોલા (શરીર) કયા આધાર થી મળે છે? સંસ્કારો નાં આધાર થી મળે છે ને. આત્મા નાં જેવી રીતે સંસ્કાર હોય છે એ પ્રમાણે ચોલા (શરીર) તૈયાર થાય છે. તો નવો ચોલા કે નવાં વસ્ત્ર કયા પહેરશો? આત્મામાં નવા યુગ નાં સંસ્કાર કે નવાં યુગ નાં સ્થાપક બાપ જેવા સંપૂર્ણ સંસ્કારો ને ધારણ કરવા - આ જ નવાં વસ્ત્ર પહેરવા છે. શરીર માં નવાં વસ્ત્ર ભલે કેટલાં પણ પહેરો પરંતુ આજ ની જૂની દુનિયાની નવી વસ્તુ પણ નવી દુનિયા આગળ જૂની જ છે કારણકે જડજડીભૂત અવસ્થા ને પ્રાપ્ત થઈ ચૂકી છે એટલે નવાં વસ્ત્ર પહેરો તો પણ નવાં નહીં કહેવાશે. સતોપ્રધાન દુનિયામાં જ બધું નવું છે. તમોપ્રધાન દુનિયા ની વસ્તુ બધી જૂની છે. અસાર છે. તો આને નવું કહેશો શું? તો નવાં વસ્ત્ર અર્થાત્ મુજ આત્માએ નવાં સંસ્કાર, શ્રેષ્ઠ સંસ્કાર ધારણ કરવાનાં છે. બીજું શું કરશો? જ્યારે નવાં સંસ્કાર ધારણ કરી લીધા છે તો પોતામેલ રાખવાથી પોતાઈ થઈ જશે ને. તો પોતામેલ રાખવો આ જ પોતાઈ અર્થાત્ સફાઈ, સ્વચ્છતા છે. જેવી રીતે પોતાઈ કરે છે તો જે પણ ગંદકી કે કીટાણું હોય છે તે સ્વતઃ જ ખલાસ થઈ જાય છે. તો જ્યારે એવો પોતામેલ ચેક કરશો તો જે પણ કમજોરી હશે તે સ્વતઃ જ ખલાસ થઇ જશે. એક-બીજા માં પોતાનાં મધુર બોલ થી લેન-દેન શું કરશો? જેવી રીતે દિવાળી પર એક-બીજા થી ખર્ચી લો છો ને. તમે લોકો એક બીજાં માં કઈ ખર્ચી આપશો? તમારા પાસે કઈ વસ્તુ છે જે એકબીજાને ખર્ચી આપશો? (સ્નેહ ની ખર્ચી) સ્નેહી તો એક-બીજા સદા ને માટે છો કે આજ નાં દિવસે ખાસ સ્નેહી બનશો? સ્નેહી તો છો અને આ જ સ્નેહ ની નિશાની, એક-બીજા સાથે સમીપતા ની નિશાની દીપમાળા કહેવાય છે. વિશેષ દિવસો પર વિશેષ ખર્ચી કઈ આપવાની છે? જે હમણાં સુધી પોતાનાં પુરુષાર્થ દ્વારા સહજ સફળતા પ્રાપ્ત થઈ હોય અથવા અનુભવ થયો હોય, એવાં પોતાનાં અનુભવ નાં જ્ઞાન-રત્ન, જેનાં દ્વારા પ્રેક્ટિકલ અનુભવી બની અનુભવી બનાવી શકો છો, એવાં રત્ન એક-બીજાને ખર્ચી નાં રુપમાં વિશેષ રુપ થી આપવા જોઈએ. સમજ્યા? બાપ નાં ખજાના ને પોતાનાં અનુભવ દ્વારા જે પોતાનાં બનાવ્યા એવાં પોતાનાં બનાવેલા જ્ઞાન-રત્ન એકબીજાને આપવા જોઈએ જેનાથી તે આત્મા પણ એનાથી સહજ અનુભવી બની જાય, આ છે ખર્ચી. તો એક-બીજાને એવી ખર્ચી આપવી જોઈએ જે સદા માટે યાદ-રુપ બની જાય. જ્યારે આવાં રત્ન કોઈને આપશો તો સદા માટે એ આત્માને બાપ ની સાથે તમારા દીધેલા રત્ન ની યાદ જરુર રહેશે. તો કોઈને સદા માટે સંપન્ન કરવા વાળી ખર્ચી આપવી જોઈએ. એવી દિવાળી મનાવો અને એવી રીતે જ શ્રેષ્ઠ આત્મા બની અન્ય આત્માઓની શ્રેષ્ઠ સેવા કરો.

આજ નાં દિવસે સર્વ આત્માઓ ધન નાં તરસ્યા છે. તો એવાં તરસ્યા આત્માઓને એવું રુહાની ધન આપો જેનાથી ક્યારેય પણ આત્માઓને ધન માંગવાની આવશ્યકતા જ ન રહે. ધન કોણ માંગે છે? ભિખારી. આજ નાં દિવસે આત્મા ભિખારી બને છે. રોયલ ભિખારી કહો. કેટલાં પણ કરોડપતિ હોય, પરંતુ આજ નાં દિવસે ભિખારી બને છે. એવાં ભિખારી આત્માને ભિખારીપણા થી છોડાવો, આ છે બેહદની સેવા. દાતા નાં બાળકો છો ને. તો દાતા નાં બાળકો, વરદાતા નાં બાળકો, પોતાનાં વરદાન ની શક્તિ થી, જ્ઞાન-દાન ની શક્તિથી ભિખારીઓ ને માલામાલ બનાવો. આજ નાં દિવસે આ ભિખારી આત્માઓ નાં ઉપર વિધાતા અને વરદાતા નાં બાળકોને તરસ આવવો જોઈએ. જે આત્માઓ ને એવો તરસ પડે છે, એમને જ માયા અને વિશ્વ નાં એવાં આત્માઓ નમસ્કાર કરે છે એટલે હમણાં સુધી પણ દિપક પ્રગટાવે છે. જ્યારે લાઈટ ચાલુ કરે છે તો નમસ્કાર જરુર કરે છે. તો એવી જ્યોતી જાગેલાં આત્માઓ ની યાદગાર હમણાં સુધી પણ કાયમ છે. બુઝાયેલા દિપક ને નમસ્કાર નથી કરતા, તો સદા જાગતી જ્યોતિ બનો. એવાં આત્માઓને બાપદાદા પણ નમસ્તે કરે છે.

( મહારાષ્ટ્ર ઝોન નાં ભાઈ - બહેનો પ્રત્યે અવ્યક્ત બાપદાદા નાં મહાવાક્ય રીવાઈઝ - ૨૦ - ૩ - ૧૨ )

આ ઝોન ની સંખ્યા ઘણી છે. નામ છે મહારાષ્ટ્ર. તો મહા હશે ને! તો જેવી રીતે નામ છે તેવી રીતે જ સંખ્યા પણ મહાન છે. બોમ્બે અને દિલ્લી બંને તરફ નાં બાળકો સર્વિસ તો સારી કરી રહ્યા છે, તે તો કહેવાની વાત નથી. સારી કરી રહ્યા છે, કરતા રહેશે પરંતુ બાપદાદા દિલ્લી અને બોમ્બે થી આ જ ઈચ્છે છે કે જે તમારા સંબંધ સંપર્કમાં આવેલા વિશેષ આત્માઓ જે માઈક પણ બની શકે છે અને પછી વારીસ પણ બની શકે છે, એવું કોઈ ગ્રુપ કાઢો કારણકે લિસ્ટ બધા વર્ગોએ મેજોરીટી બાપદાદા ને મોકલી હતી. જોઈ છે તે લિસ્ટ. સારા-સારા છે લિસ્ટ માં જે નામ રોશન કરી શકે છે. હવે એમને પ્રત્યક્ષ કરો. તમારા બદલે તે ભાષણ કરે. અનુભવ સંભળાવે તમારો, જ્ઞાન શું છે, અમારાં જીવન માં શું અંતર આવ્યું છે, તે વર્ણન કરે. જ્યારે ફંકશન હોય છે, હમણાં પણ તો પોતાનાં અનુભવ ઘણા સારા-સારા સંભળાવે પણ છે પરંતુ તે તો ફંકશન માં સંભળાવ્યા, પરંતુ નિરંતર જીવન નો અનુભવ કરે. આ અટેન્શન આપશો તો નીકળવા વાળા છે. ઘણા યોગ્ય છે પરંતુ થોડો પુરુષાર્થ કરીને એમને આગળ વધારો. દરેક વર્ગ ને હકીકત માં આ લિસ્ટ પ્રત્યક્ષ રુપ માં પરિવાર અને બાપ ની સામે લાવવું જોઈએ. કાર્ય કર્યું છે વર્ગોએ. બાપદાદાએ જોયું કાર્ય કર્યું છે પરંતુ બહુ જ સમય થી કરી રહ્યા છે, હવે કોઈ નવીનતા લાવો. નવીનતા આ છે વારીસ બનાવો. ઓછામાં ઓછા જે સંપર્ક વાળા છે તે સંબંધ માં આવે, સંબંધ નાં પછી સેવા માં લાગે. સંબંધ આ નહીં, આવવા-જવાનો સંબંધ નહીં પરંતુ બાપ અને પરિવાર નાં સાથી બની જાય. આ પણ થવાનું છે, હવે બાપદાદાએ જોયું કે જો બ્રાહ્મણ મળીને કોઈ પણ એક સંકલ્પ કરે તો આ થયેલું જ છે પરંતુ બધાનો એક જ સંકલ્પ હોય કારણકે હમણાં વાયુમંડળ બદલાઈ ગયું છે. તો બાપદાદા એવા માઈક ક્વોલિટી નાં બાળકો નું સંગઠન કરાવવા ઈચ્છે છે. મધુબન માં મળવા આવે છે તે વાત અલગ છે પરંતુ પરિવાર નાં બનીને આવે કારણકે સર્વિસ માં કોઈ ન કોઈ નવીનતા તો જોઈએ ને! અચ્છા.

બાકી બાપદાદા ની એક આશા બીજા પણ ઝોન વાળાઓનાં પ્રત્યે રહી ગઈ છે. તે કઈ છે? દરેક સેન્ટર આ ખુશખબરી લખે કે અમારું સેન્ટર નિર્વિઘ્ન છે, મિલનસાર છે. બધા બાબા નાં બાળકો એક્યુરેટ, જે કાર્યક્રમ બનેલો છે એ તરફ બીઝી છે, નિર્વિઘ્ન છે. આ હમણાં કોઈ ઝોન નો નથી આવ્યો. તો મહારાષ્ટ્ર તો મહાન કાર્ય કરશે ને! કોઈ પણ ઝોને હમણાં આ ખુશખબરી નથી મોકલી. બનવાનું છે, બનવાનું તો તમારે જ છે બીજું કોણ બનશે! તમારી તપસ્યા ઓછી નથી. ભલે ટીચર છે, ભલે સ્ટુડન્ટ છે, દુનિયાનાં હિસાબ થી દરેક મહાન આત્માઓ છો. હમણાં-હમણાં જોયું તમને આ નિર્વિઘ્ન નું થોડું પણ કરો તો બધા તમને જેવાં તમારા જડ ચિત્ર માં શુભ ભાવનાથી જુએ છે, એવી રીતે તમને ચૈતન્ય રુપ માં, દેવીઓનાં રુપ માં, દેવતાઓનાં રુપ માં જોશે. બાકી સેવા બધાએ સારી કરી છે. એની બાપદાદા મુબારક આપી રહ્યા છે. અચ્છા.

વરદાન :-
દિવ્ય ગુણો નાં આહવાન દ્વારા અવગુણો ને સમાપ્ત કરવા વાળા દિવ્ય ગુણધારી ભવ

જેવી રીતે દિવાળી પર શ્રીલક્ષ્મી નું આહવાન કરો છો એવી રીતે આપ બાળકો સ્વયં માં દિવ્યગુણો નું આહવાન કરો તો અવગુણ આહુતિ રુપ માં ખતમ થતા જશે. પછી નવાં સંસ્કારો રુપી નવાં વસ્ત્ર ધારણ કરશે. હવે જૂનાં વસ્ત્રો થી જરા પણ પ્રીત ન હોય, જે પણ કમજોરીઓ, કમીઓ, નિર્બળતા, કોમળતા રહેલી છે - તે બધાં જૂના ખાતા આજ થી સદાકાળ નાં માટે સમાપ્ત કરો ત્યારે દિવ્ય ગુણધારી બનશો અને ભવિષ્ય માં તાજપોશી થશે. આની જ યાદગાર આ દિવાળી છે.

સ્લોગન :-
સ્વરાજ્ય અધિકારી બનવું છે તો મન રુપી મંત્રી ને પોતાનું સહયોગી બનાવી લો.

અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો .

“બિંદુ અને સિંધુ” આ બે શબ્દ પણ જો યાદ રાખો તો સંપૂર્ણતા સહજ આવી શકે છે. એક બિંદુ ની યાદ અને એકરસ અવસ્થા, એક ની જ મત અને એક નાં જ કર્તવ્ય માં મદદગાર. ફક્ત બિંદુ અને એક, એની આગળ વિસ્તાર માં જવાની દરકાર નથી. વિસ્તાર માં જવું છે તો ફક્ત સર્વિસ પ્રત્યે. એની આગળ પોતાની બુદ્ધિને ચલાવવાની આવશ્યકતા નથી.