09-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર અર્થાત્ સર્વ ધર્મ પિતાઓ નાં પણ આદિ પિતા છે પ્રજાપિતા બ્રહ્મા , જેમનાં ઓક્યુપેશન ( કર્તવ્ય ) ને આપ બાળકો જ જાણો છો”

પ્રશ્ન :-
કર્મો ને શ્રેષ્ઠ બનાવવાની યુક્તિ કઈ છે?

ઉત્તર :-
આ જન્મ નાં કોઈ પણ કર્મ બાપ થી છુપાવો નહીં, શ્રીમત અનુસાર કર્મ કરો તો દરેક કર્મ શ્રેષ્ઠ થશે. બધો આધાર કર્મો નાં ઉપર છે. જો કોઈ પાપ કર્મ કરીને છુપાવી લે છે તો તેનો ૧૦૦ ગુણા દંડ પડે છે, પાપ ની વૃદ્ધિ થતી રહે છે, બાપ સાથે યોગ તૂટતો જાય છે. પછી આમ છુપાવવા વાળા નું સત્યાનાશ થઈ જાય છે, એટલે સાચાં બાપ ની સાથે સાચાં રહો.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો આ તો સમજે છે આ જૂની દુનિયા માં હવે થોડા દિવસ નાં આપણે મુસાફર છીએ. દુનિયા નાં મનુષ્ય તો સમજે છે ૪૦ હજાર વર્ષ અહીંયા હજી રહેવાનું છે. આપ બાળકો ને તો નિશ્ચય છે ને? આ વાતો ભૂલો નહીં. અહીં બેઠાં છો તો આપ બાળકોએ અંદર ખૂબ ગદ્દગદ્દ થવું જોઈએ. આ આંખો થી જે કાંઈ જુઓ છો આ તો વિનાશ થવાનું છે. આત્મા તો અવિનાશી છે. આ પણ બુદ્ધિ માં છે આપણે આત્માએ પૂરાં ૮૪ જન્મ લીધાં છે, હમણાં બાપ આવ્યાંં છે લઈ જવા માટે. જૂની દુનિયા જ્યારે પૂરી થાય છે ત્યારે બાપ આવે છે નવી દુનિયા બનાવવાં. નવી દુનિયા થી જૂની, ફરી જૂની દુનિયા થી નવી દુનિયા, આ ચક્ર નું તમારી બુદ્ધિ માં જ્ઞાન છે. અનેક વખત આપણે આ ચક્ર લગાવ્યું છે. હવે આ ચક્ર પૂરું થાય છે. પછી નવી દુનિયા માં આપણે થોડાક દેવતાઓ જ રહીશું. મનુષ્ય નહીં હશે. હમણાં આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ. આ તો પાક્કો નિશ્ચય છે ને? બાકી કર્મો પર જ બધો આધાર છે. મનુષ્ય ઉલ્ટા કર્મ કરે છે તો તે અંદર જરુર ખાય છે એટલે બાપ પૂછે છે આ જન્મ માં એવાં કોઈ પાપ તો નથી કર્યાં? આ છે છી-છી રાવણ રાજ્ય. આ પણ તમે સમજો છો. દુનિયા નથી જાણતી કે રાવણ કઈ વસ્તુ નું નામ છે? બાપુજી કહેતાં હતાં રામરાજ્ય જોઈએ, અર્થ સમજતા નહોતાં. હવે બેહદ નાં બાપ સમજાવે છે રામરાજ્ય કયા પ્રકારનું હોય છે. આ તો ધુંધકારી દુનિયા છે. હવે બેહદ નાં બાપ બાળકો ને વારસો આપી રહ્યાં છે. હવે તમે ભક્તિ નથી કરતાં. હમણાં બાપ નો હાથ મળ્યો છે. બાપ નાં સહારા વગર તમે વિષય વૈતરણી નદી માં ગોથા ખાતા રહેતા હતાં, અડધોકલ્પ છે જ ભક્તિ. જ્ઞાન મળવાથી તમે નવી દુનિયા સતયુગ માં ચાલ્યાં જાઓ છો. હવે આપ બાળકો ને આ નિશ્ચય છે - અમે બાબા ને યાદ કરતાં-કરતાં પવિત્ર બની જઈશું, પછી પવિત્ર રાજ્ય માં આવીશું. આ જ્ઞાન પણ હમણાં પુરુષોત્તમ સંગમયુગ પર તમને મળે છે. આ છે પુરુષોત્તમ સંગમયુગ. જ્યારે તમે છી-છી થી ગુલ-ગુલ, કાંટા થી ફૂલ બની રહ્યાં છો. કોણ બનાવે છે? બાપ. બાપ ને જાણ્યાં છે. આપણા આત્માઓ નાં એ બેહદ નાં બાપ છે. લૌકિક બાપ ને બેહદ નાં બાપ નહીં કહેવાશે. પારલૌકિક બાપ આત્માઓ નાં હિસાબ થી સર્વ નાં બાપ છે. પછી બ્રહ્મા નું પણ ઓક્યુપેશન (કર્તવ્ય) જોઈએ ને? આપ બાળકો બધાનું ઓક્યુપેશન જાણી ચૂક્યાં છો. વિષ્ણુ નાં પણ ઓક્યુપેશન ને જાણો છો. કેટલા સજેલા છે. સ્વર્ગ નાં માલિક છે ને? આ (બ્રહ્મા બાબા) તો સંગમ નાં જ કહેવાશે. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન, એ પણ સંગમ માં આવે છે ને? બાપ સમજાવે છે જૂની દુનિયા અને નવી દુનિયા નો આ સંગમ છે. પોકારે પણ છે - હે પતિત-પાવન, આવો. પાવન દુનિયા છે નવી દુનિયા અને પતિત દુનિયા છે જૂની દુનિયા. આ પણ જાણો છો બેહદ નાં બાપ નો પણ પાર્ટ છે. ક્રિયેટર, ડાયરેક્ટર છે ને? બધા માને છે તો જરુર તેમની કોઈ તો એક્ટિવિટી હશે ને? તેમને વ્યક્તિ નથી કહેવાતાં, તેમને તો શરીર નથી. બાકી બધાને કાં તો મનુષ્ય અથવા તો દેવતા કહેવાશે. શિવબાબા ને તો ન દેવતા, ન મનુષ્ય કહી શકાય, કારણકે એમને શરીર જ નથી. આ તો ટેમ્પરરી (અલ્પકાળ માટે) લીધું છે. સ્વયં કહે છે મીઠાં-મીઠાં બાળકો ને હું શરીર વગર રાજયોગ કેવી રીતે શીખવાડું? મને મનુષ્યોએ ઠીક્કર-ભિત્તર માં કહી દીધાં છે, પરંતુ હવે તો આપ બાળકો સમજો છો હું કેવી રીતે આવું છું? હમણાં તમે રાજયોગ શીખી રહ્યાં છો. કોઈ મનુષ્ય તો શીખવાડી ન શકે. દેવતાઓએ સતયુગી રાજાઈ કેવી રીતે લીધી? જરુર પુરુષોત્તમ સંગમયુગ પર રાજયોગ શીખ્યાં હશે. તો આ સિમરણ (સ્મરણ) કરી હવે આપ બાળકો ને અથાહ ખુશી થવી જોઈએ. આપણે હવે ૮૪ નું ચક્ર પૂરુ કર્યુ છે. બાપ કલ્પ-કલ્પ આવે છે. બાપ સ્વયં કહે છે આ અનેક જન્મો નાં અંત નો જન્મ છે. શ્રી કૃષ્ણ જે પ્રિન્સ (રાજકુમાર) હતાં સતયુગ નાં, એ જ પછી ૮૪ નું ચક્ર લગાવે છે. તમે શિવ નાં તો ૮૪ જન્મ બતાવશો નહીં. તમારા માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. માયા ખૂબ કઠોર છે, કોઈને પણ છોડતી નથી. આ બાપ સારી રીતે જાણે છે. એવું ન સમજો બાપ કોઈ અંતર્યામી છે. ના, બધાની એક્ટીવિટી થી જાણે છે. સમાચાર આવે છે - માયા એકદમ કાચાં પેટ માં નાખી દે છે. એવી ઘણી વાતો આપ બાળકો ને ખબર નથી પડતી, બાપ ને તો બધી ખબર પડે છે. મનુષ્ય પછી સમજે છે બાબા અંતર્યામી છે. બાપ કહે છે હું અંતર્યામી નથી. દરેક ની ચલન થી બધી ખબર પડે છે. ખૂબ છી-છી ચલન ચાલે છે. બાપ બાળકો ને ખબરદાર કરે છે. માયા થી સંભાળવાનું છે. માયા એવી છે કોઈ ન કોઈ રુપ માં એકદમ હપ કરી લે છે. પછી ભલે બાપ સમજાવે છે તો પણ બુદ્ધિ માં નથી બેસતું એટલે બાળકોએ ખૂબ ખબરદાર રહેવાનું છે. કામ મહાશત્રુ છે. ખબર પણ ન પડે કે અમે વિકાર માં ગયાં છીએ, એવું પણ થાય છે એટલે બાપ કહે છે કાંઈ પણ ભૂલ વગેરે થાય છે તો સ્પષ્ટ બતાવો, છુપાવો નહીં. નહીં તો સૌ-ગુણા પાપ થઈ જશે, જે અંદર ખાતું રહેશે. એકદમ નીચે પડશો. સાચાં બાપ ની સાથે બિલકુલ સાચાં રહેવું જોઈએ, નહીં તો ખૂબ-ખૂબ નુકસાન છે. માયા આ સમયે તો ખૂબ કઠોર (જબરજસ્ત) છે. આ રાવણ ની દુનિયા છે. આપણે આ જુની દુનિયા ને યાદ જ કેમ કરીએ? આપણે તો નવી દુનિયા ને યાદ કરીએ, જ્યાં હવે જઈ રહ્યાં છીએ. બાપ નવું મકાન બનાવે છે તો બાળકો સમજે છે ને અમારા માટે મકાન બની રહ્યાં છે. ખુશી રહે છે. આ છે બેહદ ની વાત. આપણા માટે નવી દુનિયા સ્વર્ગ બની રહી છે. સ્વર્ગ માં જરુર મકાન પણ હશે રહેવા માટે. હવે આપણે નવી દુનિયા માં જવાના છીએ. જેટલાં બાપ ને યાદ કરશો એટલાં ગુલ-ગુલ ફૂલ બનશો. આપણે વિકારો નાં વશ કાંટા બની ગયા હતાં. બાપ જાણે છે માયા અડધા ને તો એકદમ ખાઈ જાય છે. તમે પણ સમજો છો જે નથી આવતા તે તો માયા નાં વશ થઈ ગયા છે ને? બાપ ની પાસે તો આવતા નથી. આવી રીતે માયા અનેક ને હપ કરી લે છે. ખૂબ સારા-સારા કહીને જાય છે - અમે આવું કરીશું, આ કરીશું, અમે તો યજ્ઞ માટે પ્રાણ આપવા તૈયાર છીએ. આજે તે નથી, તમારી લડાઈ છે જ માયા ની સાથે. દુનિયા માં આ કોઈ નથી જાણતું - માયા ની સાથે લડાઈ કેવી રીતે થાય છે. હમણાં આપ બાળકો ને બાપે જ્ઞાન નું ત્રીજું નેત્ર આપ્યું છે, જેનાથી તમે અંધકાર થી અજવાળા માં આવી ગયા છો. આત્મા ને જ આ જ્ઞાન-નેત્ર આપે છે ત્યારે બાપ કહે છે સ્વયં ને તમે આત્મા સમજો. બેહદ નાં બાપ ને યાદ કરો. ભક્તિ માં તમે યાદ કરતા હતાં ને? કહેતાં પણ હતાં તમે આવશો તો બલિહાર જઈશું. કેવી રીતે બલિહાર જશો! એ થોડી જાણતા હતાં. હમણાં તમે સમજો છો આપણે જેમ આત્મા છીએ તેમ બાપ પણ છે. બાપ નો છે અલૌકિક જન્મ. આપ બાળકો ને કેવી સારી રીતે ભણાવે છે! સ્વયં કહો છો આ તો એ જ બાપ છે જે કલ્પ-કલ્પ અમારા બાપ બને છે. આપણે પણ બાબા-બાબા કહીએ છીએ, બાપ પણ બાળકો-બાળકો કહે છે. એ જ શિક્ષક નાં રુપ માં રાજયોગ શીખવાડે છે. બીજા તો કોઈ રાજયોગ શીખવાડી ન શકે. વિશ્વ નાં તમને માલિક બનાવે છે તો એવાં બાપ નાં બનીને પછી એ જ શિક્ષક ની શિક્ષા પણ લેવી જોઈએ ને? ખુશી માં ગદ્દગદ્દ થવું જોઈએ. જો છી-છી બન્યાં તો પછી તે ખુશી આવશે નહીં. ભલે કેટલું પણ માથું મારે પછી જાણે તે આપણા જાતિ-ભાઈ નથી. અહીં મનુષ્યો ની કેટલી સરનેમ (અટક) હોય છે. તમારી સરનેમ જુઓ કેટલી મોટી છે! આ છે મોટા માં મોટા ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર બ્રહ્મા. તેમને કોઈ જાણતા જ નથી. શિવબાબા ને તો સર્વવ્યાપી કહી દીધાં છે. બ્રહ્મા ની પણ કોઈને ખબર નથી પડતી. ચિત્ર પણ છે બ્રહ્મા-વિષ્ણુ-શંકર નાં. બ્રહ્મા ને સૂક્ષ્મવતન માં લઈ ગયા છે. બાયોગ્રાફી (જીવન કહાણી) કાંઈ નથી જાણતાં. સૂક્ષ્મવતન માં બ્રહ્મા ને દેખાડે છે પછી પ્રજાપિતા બ્રહ્મા ક્યાંથી આવશે? ત્યાં બાળકો એડોપ્ટ (દત્તક) કરશે શું? કોઈને પણ ખબર નથી. પ્રજાપિતા બ્રહ્મા કહે છે પરંતુ બાયોગ્રાફી નથી જાણતાં. બાબાએ સમજાવ્યું છે આ મારો રથ છે. અનેક જન્મો નાં અંત માં મેં આ આધાર લીધો છે. આ પુરુષોત્તમ સંગમયુગ ગીતા નો એપિસોડ છે. પવિત્રતા પણ મુખ્ય છે. પતિત થી પાવન બનવાનું કેવી રીતે છે, આ દુનિયા માં કોઈને પણ ખબર નથી. સાધુ-સંત વગેરે ક્યારેય એવું કહેશે નહીં કે દેહ સહિત બધાને ભૂલો. એક બાપ ને યાદ કરો તો માયા નાં પાપ કર્મ બધા ભસ્મ થઈ જશે. કોઈ ગુરુ એવું ક્યારેય નહીં કહેશે.

બાપ સમજાવે છે - આ બ્રહ્મા કેવી રીતે બને છે? નાનપણ માં ગામડા નો છોકરો હતાં. ચોર્યાશી જન્મ લીધાં છે, પહેલાં થી લઈને છેલ્લાં સુધી. તો નવી દુનિયા થી પછી જૂની થઈ જાય છે. હમણાં આપ બાળકો ની બુદ્ધિ નું તાળું ખુલ્યું છે. તમે સમજી શકો છો, ધારણા કરી શકો છો. હમણાં તમે બુદ્ધિમાન બન્યાં છો. પહેલાં બુદ્ધિહીન હતાં. આ લક્ષ્મી-નારાયણ બુદ્ધિવાન છે અને અહીં બુદ્ધિહીન છે. સામે જુઓ આ પેરેડાઇઝ (વૈકુંઠ) નાં માલિક છે ને? શ્રીકૃષ્ણ સ્વર્ગ નાં માલિક હતાં પછી ગામડા નો છોકરો બન્યાં છે. આપ બાળકોએ આ ધારણ કરી પછી પવિત્ર પણ જરુર બનવાનું છે. મુખ્ય છે જ પવિત્રતા ની વાત. લખે પણ છે - બાબા, માયાએ અમને પાડી દીધાં. આંખો ક્રિમિનલ બની ગઈ. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો. બસ, હવે ઘરે તો જવાનું છે. બાપ ને યાદ કરવાના છે. થોડા સમય માટે, શરીર નિર્વાહ માટે કર્મ કરી પછી આપણે ચાલ્યાં જઈએ છીએ. આ જૂની દુનિયા નાં વિનાશ માટે લડાઈ પણ લાગે છે. આ પણ તમે જોજો - કેવી રીતે લાગે છે? બુદ્ધિ થી સમજો છો આપણે દેવતા બનીએ છીએ તો આપણને નવી દુનિયા પણ જોઈએ એટલે વિનાશ જરુર થશે. આપણે પોતાની નવી દુનિયા સ્થાપન કરી રહ્યાં છીએ શ્રીમત પર.

બાપ કહે છે - હું તમારી સેવા માં ઉપસ્થિત થાઉં છું. તમે માંગણી કરી છે કે અમને પતિતો ને આવીને પાવન બનાવો તો તમારા કહેવાથી હું આવ્યો છું, તમને રસ્તો બતાવું છું ખૂબ સહજ. મનમનાભવ. ભગવાનુવાચ છે ને, ફક્ત શ્રીકૃષ્ણ નું નામ આપી દીધું છે. બાપ નાં પછી છે શ્રીકૃષ્ણ. આ પરમધામ નાં માલિક. એ વિશ્વ નાં માલિક. સૂક્ષ્મવતન માં તો કાંઈ હોતું જ નથી. બધા થી નંબરવન છે શ્રીકૃષ્ણ, જેમને ખૂબ પ્રેમ કરે છે. બાકી તો પાછળ-પાછળ આવ્યાંં છે. સ્વર્ગ માં તો બધા જઈ ન શકે. તો મીઠાં-મીઠાં બાળકો ને હડ્ડી ખુશી રહેવી જોઈએ. આર્ટિફિશિયલ (બનાવટી) ખુશી ચાલી ન શકે. બહાર થી અલગ-અલગ પ્રકારનાં બાળકો બાબા ની પાસે આવતા હતાં, ક્યારેય પવિત્ર નહોતાં રહેતાં. બાબા સમજાવતા હતાં વિકાર માં જાઓ છો તો પછી આવો જ કેમ છો, કહેતા હતાં - શું કરીએ, રહી નથી શકતાં. રોજ આવું છું, ખબર નહીં ક્યારે કોઈ એવું તીર લાગી જાય. તમારા વગર સદ્દગતિ કોણ કરશે? આવીને બેસી જતા હતાં. માયા ખૂબ પ્રબળ છે. નિશ્ચય પણ હોય છે - બાબા આપણને પતિત થી પાવન ગુલ-ગુલ બનાવે છે. પરંતુ શું કરે, છતાં પણ સાચ્ચું તો બોલતા હતાં - હવે જરુર તે સુધરી ગયા હશે. તેમને આ નિશ્ચય હતો - આમનાં દ્વારા જ અમે સુધરીશું.

આ સમયે કેટલાં એક્ટર્સ છે. એક નાં ફિચર્સ (ગુણ) ન મળે બીજા સાથે. ફરી કલ્પ પછી એવાં જ ફિચર્સ થી પાર્ટ રિપીટ કરશે. આત્માઓ તો બધા ફિક્સ છે ને? બધા એક્ટર્સ બિલકુલ એક્યુરેટ પાર્ટ ભજવતા રહે છે. કાંઈ પણ ફરક થઈ નથી શકતો. બધા આત્માઓ અવિનાશી છે. તેમનો પાર્ટ પણ અવિનાશી નોંધાયેલો છે. કેટલી સમજાવવાની વાતો છે. કેટલું સમજાવે છે છતાં પણ ભૂલી જાય છે. સમજાવી નથી શકતાં. આ પણ ડ્રામા માં થવાનું છે. દરેક કલ્પ રાજાઈ તો સ્થાપન થાય જ છે. સતયુગ માં આવે જ થોડા છે - તે પણ નંબરવાર. અહીં પણ નંબરવાર છે ને? એક નો પાર્ટ એક જ જાણે, બીજા કોઈ જાણી નથી શકતાં. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સાચાં બાપ ની સાથે સદા સાચાં રહેવાનું છે. બાપ પર પૂરે-પૂરું બલિહાર જવાનું છે.

2. જ્ઞાન ને ધારણ કરી બુદ્ધિવાન બનવાનું છે. અંતર થી હડ્ડી (જીગરી) ખુશી માં રહેવાનું છે. કોઈ પણ શ્રીમત નાં વિરુદ્ધ કામ કરીને ખુશી ગુમ નથી કરવાની.

વરદાન :-
ડ્રામા નાં પોઈન્ટ્સ નાં અનુભવ દ્વારા સદા સાક્ષીપણા ની સ્ટેજ પર રહેવાવાળા અચલ - અડોલ ભવ

ડ્રામા નાં પોઈન્ટ્સ નાં જે અનુભવી છે તે સદા સાક્ષીપણા ની સ્ટેજ પર સ્થિત રહી એકરસ, અચલ-અડોલ સ્થિતિ નો અનુભવ કરે છે. ડ્રામા નાં પોઈન્ટ્સ નાં અનુભવી આત્મા ક્યારેય પણ ખરાબ માં ખરાબ ને ન જોતા સારાઈ જ જોશે અર્થાત્ સ્વ-કલ્યાણ નો રસ્તો દેખાશે. અકલ્યાણ નું ખાતું ખતમ થયું. કલ્યાણકારી બાપ નાં બાળકો છીએ, કલ્યાણકારી યુગ છે - આ નોલેજ અને અનુભવ ની ઓથોરિટી થી અચલ-અડોલ બનો.

સ્લોગન :-
જે સમય ને અમૂલ્ય સમજીને સફળ કરે છે તે સમય પર દગો નથી ખાતાં.

અવ્યક્ત ઈશારા - આ અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો

જ્ઞાન ખજાના દ્વારા આ સમયે જ મુક્તિ-જીવનમુક્તિ નો અનુભવ કરવાનો છે. જે પણ દુઃખ અને અશાંતિ નું કારણ છે, વિકાર છે એનાથી મુક્ત થવાનું છે. જો કોઈ વિકાર આવે પણ છે તો વિજયી બની જવાનું છે, હાર નથી ખાવાની. અનેક વ્યર્થ સંકલ્પ અને વિકલ્પ, વિકર્મો થી મુક્ત બનવું - આ જ જીવનમુક્ત અવસ્થા છે.