09-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ ની સાથે ઉડવા માટે કમ્પ્લિટ પ્યોર ( સંપૂર્ણ પવિત્ર ) બનો , સંપૂર્ણ સમર્પણ થઈ જાઓ , આ દેહ મારો નથી - બિલકુલ અશરીરી બનો”

પ્રશ્ન :-
ઉંચી મંઝિલ પર પહોંચવા માટે કયો ડર નીકળી જવો જોઈએ?

ઉત્તર :-
કેટલાંક બાળકો માયા નાં તોફાનો થી બહુજ ડરે છે. કહે છે બાબા, તોફાન ખુબ હેરાન કરે છે એને અટકાવી દો. બાબા કહે - બાળકો, આ તો બોક્સિંગ (યુદ્ધ) છે. એ બોક્સિંગ માં પણ એવું નથી એક જ બાજુ થી વાર થતો રહે. જો એક ૧૦ થપ્પડ મારે તો બીજા ૫ જરુર મારશે, એટલે તમારે ડરવાનું નથી. મહાવીર બની વિજયી બનવાનું છે, ત્યારે ઊંચી મંઝિલ પર પહોંચી શકશો.

ગીત :-
દર પર આયે હૈં કસમ લેકે…

ઓમ શાંતિ!
બાળકોએ ગીત સાંભળ્યું. જરુર ગીત માં કોઈ રહસ્ય ભરેલું છે. જે રેકોર્ડ ખરીદી ને બાપ બેસી એનો અર્થ સમજાવે છે. આને કહેવાય છે - જીવતે જીવ મરીને બાપ નાં બનવું. બાપ નાં બન્યાં પછી શિક્ષક નાં બનવું, શિક્ષક નાં પછી વધારે કરી ગુરુ કરે છે. ક્રિશ્ચન લોકો પણ જ્યારે બાળક જન્મે છે તો ક્રિશ્ચનાઈઝ કરે છે. ગુરુનાં ખોળા માં જઈને આપે છે. પછી પાદરી હોય કે કોઈ પણ હોય. પાદરી તો ક્રાઈસ્ટ ન થયાં. કહેશે એમનાં નામ પર અમે ક્રિશ્ચન બનીએ છીએ.

હમણાં આપ બાળકો પહેલાં બાપ નાં બનો છો, અશરીરી બનો છો. આપણું તન-મન-ધન જે કંઈ છે તે બાબા ને અર્પણ કરીએ છીએ. જીવતે જીવ મરીએ છીએ અર્થાત્ આપણે આત્મા એમનાં બનીએ છીએ. આ બુદ્ધિમાં રહે છે. જે પણ મારી વસ્તુ છે, મારું શરીર, મારું ધન, સંપત્તિ, સંબંધી વગેરે જે કંઈ છે બધાને ભુલવાનું છે. મર્યા પછી બધું ભૂલી જવાય છે ને. કેટલી મોટી મંઝિલ છે. આપણે અશરીરી આત્મા છીએ. આ પાકું કરવાનું છે. એવું નથી તમે શરીર છોડી અને મરી પડો છો. ના, આત્મા કમ્પ્લિટ પવિત્ર થોડી બન્યો છે? ભલે બાપ નાં બન્યાં છો પરંતુ બાબા કહે છે - તમારો આત્મા અપવિત્ર છે. આત્માની પાંખો તૂટેલી છે. હમણાં આત્મા ઉડી નહીં શકે. તમોપ્રધાન હોવાનાં કારણે એક પણ મનુષ્ય પાછાં જઈ નથી શકતાં. માયાએ એકદમ પાંખો તોડી દીધી છે. બાબાએ સમજાવ્યું છે આત્મા સૌથી આગળ જાય છે. એનાથી તીવ્ર વસ્તુ કોઈ હોતી નથી. આત્મા ને કોઈ પહોંચી નથી શકતું. અંત માં મચ્છરો સદૃશ્ય બધા આત્માઓ ભાગે છે. ક્યાં જાય છે? બહુજ દૂર-દૂર સૂર્ય-ચંદ્ર થી પણ પાર. ત્યાંથી પછી આવવાનું નથી. એમનાં રોકેટ વગેરે તો જઈને પછી પાછા આવે છે. સૂર્ય સુધી તો પહોંચી નથી શકતાં. તમારે તો એનાથી બહુજ દૂર જવાનું છે. સુક્ષ્મવતન થી ઉપર મૂળવતન માં જવાનું છે. આત્મા ને પાંખો મળી જાય છે. હિસાબ-કિતાબ ચુક્તું કરી આત્મા પવિત્ર બની જાય છે. કયામત નાં સમય ની મહિમા ખુબ લખાયેલી છે. બધા આત્માઓએ હિસાબ-કિતાબ ચૂક્તું કરી જવાનું છે. હમણાં તો બધા આત્માઓ મેલા, પાપ આત્મા છે. ભલે મોટા ગુરુ, સાધુ-સંન્યાસી વગેરે છે. સમજે છે અમે ગુરુ છીએ. અહમ્ બ્રહ્મસ્મિ… અહમ્ બ્રહ્મોહ્મ. અમે બ્રહ્મ માં પહોંચેલા છીએ. હવે બેઠેલા છે અહીં, બ્રહ્મ માં પછી ક્યાં પહોંચેલા છે? હમણાં તમે જાણો છો આપણે આત્માઓ બ્રહ્મ માં રહેવા વાળા છીએ. પરંતુ હમણાં ત્યાં કોઈ પણ જઈ નથી શકતું. બધા આત્માઓ અહીં પુનર્જન્મ લે છે. આ બેહદ નો ડ્રામા છે. બધા એક્ટર્સે પાર્ટ ભજવવા ત્યાંથી આવવાનું જરુર છે. બધાનાં આત્માઓ સ્ટેજ પર આવ્યાં છે. જ્યારે વિનાશ નો સમય હોય છે તો બધા આવી જાય છે, ત્યાં રહીને શું કરશે! એક્ટર પાર્ટ ભજવ્યાં વગર ઘરે થોડી બેસી જશે. નાટક માં જરુર આવવું પડશે. ત્યાંથી જ્યારે બધા ચાલ્યાં આવે છે ત્યારે પછી બાપ બધાને લઈ જાય છે. બાપ કહે છે હું ભલે અહીં છું તો પણ આત્માઓ આવતા રહે છે, વૃદ્ધિને પામતા રહે છે નંબરવાર. તમે પછી જશો પણ નંબરવાર. બધો તમારી અવસ્થા પર આધાર છે, એટલે તમારે મરજીવા બનવાનું છે. હું આત્મા છું આ નિશ્ચય કરવો મહેનત છે. બાળકો ઘડી-ઘડી દેહ-અભિમાન માં આવીને ભૂલી જાય છે. દેહી-અભિમાની ત્યારે રહેશે જ્યારે કમ્પ્લિટ સમર્પણ હશે, બાબા આ બધું તમારું છે. હું પણ તમારો છું. આ દેહ જેમકે મારો નથી, આને હું છોડી દઉં છું. બાબા, હું તમારો છું. બાબા કહે છે મારા બની બીજા બધાથી મમત્વ મટાવી દો. બાકી એવું નથી કે અહીં આવીને બેસી જવાનું છે. તમારે પોતાનો ધંધા-ધોરી કરવાનો છે. ઘર સંભાળવાનું છે. બાળકોએ કર્જો ઉતારવાનો છે, માતા-પિતા નો. તેમની સેવા કરી ઋણ આપવાનું છે. મા-બાપ ની પાલના નું કર્જ ચઢે છે બાળકો પર. હમણાં બાપ તમારી પાલના કરી રહ્યાં છે. શરું માં જે પણ આવ્યાં હતાં બધાએ ઝટ સમર્પણ કરી દીધું. પોતાની પાસે કંઈ નહીં રાખ્યું, સમર્પણ કર્યું, એ ધન થી આપ બાળકો ભારત ને પાવન બનાવી રહ્યાં છો. ભારત જ બિલકુલ પવિત્ર હતું. ભારતવાસીઓ જેવું પવિત્ર સુખી કોઈ હોઈ ન શકે. ભારત સૌથી મોટું તીર્થ છે. જ્યાં પતિત-પાવન બાપ આવીને આખી સૃષ્ટિ ને, પતિતો ને પણ પવિત્ર બનાવે છે. હમણાં આ તત્વ વગેરે બધા દુશ્મન છે. ધરતીકંપ થશે, તોફાન લાગશે કારણ કે તમોપ્રધાન છે. કુદરતી આપદાઓ આવશે, બહુજ દુઃખ આપશે. આ સમયે બધી દુ:ખ ની વસ્તુઓ છે. સતયુગ માં છે બધી સુખ ની વસ્તુઓ. ત્યાં આ તોફાન કે ગરમ વાયુ વગેરે કંઈ નથી હોતાં. તમારામાં પણ આ વાતો બહુજ થોડા સમજે છે. આજે છે કાલે નથી તો કહેવાશે કંઈ નથી સમજ્યાં. ભલે અહીં આવે છે પરંતુ બધા કાયમ થોડી રહે છે. અહીં થી ગયાં ૧૦ દિવસ નાં પછી સમાચાર લખશે - બાબા, ફલાણાને માયા ખાઈ ગઈ. આવું થતું રહે છે. નાનાં ફૂલ મોટા થાય તો એમાં ફળ આવી જાય. એમનામાં પછી બીજાને આપ સમાન બનાવવાની તાકાત રહે છે. એમનું ફળ નીકળે છે.

બાપ નાં બન્યાં પછી પ્રજા પણ બનાવવાની છે, વારિસ પણ બનાવવાનાં છે. પંડા બની બાબા ની પાસે આવ્યાં, બસ, અમે પહોંચી ગયાં. ના, મંઝિલ છે ઉંચી. કહે છે માયા નાં તોફાન બહુજ આવે છે. તમે બાપ નાં બન્યા છો, તોફાન તો આવશે. કહે છે, બાબા અમે તમારા હતાં. તમારાથી વારસો લીધો હતો પછી પુનર્જન્મ લઈ ૮૪ જન્મ પસાર કર્યા પછી આવીને તમારા બન્યાં છીએ. હું તો તમારો વારસો લઈને છોડીશ. તો એવાં બાપ ને એટલાં યાદ કરવાં પડે અને આપ સમાન બનાવી ફળ આપવું પડે. નહીં તો માળા કેવી રીતે બનશે? બાપ નાં વારિસ કેવી રીતે બનાવશો? પ્રજા પણ જોઈએ, વારિસ પણ જોઈએ, જે ગાદી પર બેસે. બાપ ની પાસે તો અનેક આવે છે પછી ફારકતી આપી દે છે. બુદ્ધિનો યોગ તૂટ્યો, ખેલ ખતમ.

ઘણાં બાળકો બાબા ને આવીને પૂછે છે - બાબા, અવસ્થા ને કેવી રીતે જમાવીએ, કોઈ તોફાન ન લાગે. આનો રસ્તો તો બતાવતાં જ રહે છે, બાપ ને યાદ કરો. તોફાન તો લાગશે. બોક્સિંગ (યુદ્ધ) માં એવું ક્યારેય જોયું જે કોઈ એક જ થપ્પડ ખાતું રહે. જરુર બંને માં જ હિંમત હશે. ૫ થપ્પડ જો એક લગાવશે તો ૧૦ બીજા લગાવતાં હશે. આ પણ બોક્સિંગ છે. બાપ ને યાદ કરતાં રહેશો તો માયા ભાગતી જશે પરંતુ ફટ થી તો નહીં થશે. માયા થી કુસ્તી લડવાની છે. એમ નહીં સમજો માયા થપ્પડ નહીં મારશે. ભલે કોઈ પણ હોય, મોટી બોક્સિંગ છે. બહુજ ડરી જાય છે, માયા એકદમ નાક માં દમ કરી દે છે. યુદ્ધ સ્થળ છે ને! બુદ્ધિયોગ લગાવવામાં માયા મોટાં વિઘ્ન નાખે છે. મહેનત બધી યોગ માં છે. ભલે બાબા કહે છે જ્ઞાની તૂ આત્મા મને પ્રિય છે. પરતું એવું નહીં કે ફક્ત જ્ઞાન આપવા વાળા પ્રિય છે. પહેલાં તો યોગ પૂરો જોઈએ. બાપ ને યાદ કરવાનાં છે. માયા નાં વિઘ્નો થી ડરવાનું નથી. વિશ્વ નાં માલિક બનો છો ને. બધાં બનશે? ૧૬,૧૦૮ ની માળા તો બહુ મોટી છે. અંત માં આવીને પૂરી થશે. ત્રેતા અંત સુધી કેટલાં પ્રિન્સ-પ્રિન્સેસ બને છે, કંઇક તો નિશાનીઓ છે ને. ૮ ની પણ નિશાની છે. ૧૦૮ ની પણ નિશાની છે. આ બિલકુલ રાઈટ (સત્ય) છે. ત્રેતા અંત માં આટલાં ૧૬,૧૦૮ પ્રિન્સ-પ્રિન્સેસ હોય છે. શરુઆત માં તો નહીં હશે. પહેલાં થોડા હોય છે પછી વૃદ્ધિ થતી જાય છે. તે બધા બને અહીં છે. ચાંસ (તક) બહુ જ સારો છે પરંતુ મહેનત બહુજ છે. ગીત માં પણ કહે છે, ક્યારેય નહીં છોડીશ, મરી જઈશ… બાબા, આ તન-મન-ધન બધું તમારું છે. અમે અશરીરી બની તમને યાદ કરીએ છીએ. બુદ્ધિયોગ તમારાથી લગાવીશું. બાબા પછી કહે છે આ બધું આપ બાળકો માટે જ છે. બાળકો કહે છે - અમારું સર્વસ્વ તમારું જ છે. કહે છે ને, આ બધું ભગવાને આપ્યું છે! હવે બાપ કહે છે - આ બધું ખતમ થઈ જવાનું છે. તમારી પાસે શું છે? આ શરીર પણ ખતમ થઇ જશે. હમણાં હું ફરી તમને બદલી કરી દઉં છું. ફક્ત એક્સચેન્જ કરે છે ને. તો બાપ કહે છે - બાળકો, અશરીરી બનો. મને યાદ કરો. બુદ્ધિ થી સર્વસ્વ સમર્પણ કરો. રાજા હરીશચંદ્ર ની કથા છે ને. બોલ્યાં અમાનત રાખી દો.

બાપ કહે છે - આ બધા શાસ્ત્રો વગેરે નો સાર તમને સમજાવું છું. મેં જ તમને બ્રહ્મા મુખ દ્વારા રાજા-રાણી બનાવ્યાં હતાં ફરી હમણાં બનાવું છું. ક્યારેય પણ મનુષ્ય, મનુષ્ય ને ગીતા સંભળાવી, રાજયોગ શીખવાડી રાજા-રાણી બનાવી ન શકે. પછી ગીતા સાંભળવાથી શું ફાયદો! બાપ કહે છે - હું પોતે કલ્પ-કલ્પ આવીને તમને સ્વર્ગ નાં માલિક બનાવું છું. મારા બનશો ત્યારે તો વારિસ બનશો ને. તો જેટલાં યોગ માં રહેશો એટલાં શુદ્ધ બનતાં જશો. બાબા, આ બધું તમારું છે. અમે તો ટ્રસ્ટી છીએ. તમારા હુકમ વગર અમે કંઈ પણ નહીં કરીશું. શરીર નિર્વાહ કેવી રીતે કરવાનું છે - તે પણ મત લે છે. ખાસ કરીને ગરીબ જ પૂરો પોતામેલ આપે છે. સાહૂકાર આપી ન શકે. સમર્પણ થઇ નથી શકતાં, કોઈ વિરલા નીકળે છે. જેમ એક જનક નું નામ છે. બાળ-બચ્ચા છે, સાથે જોઇન્ટ પ્રોપર્ટી (મિલકત) છે તો તે અલગ કેવી રીતે થાય? સાહૂકાર લોકો પોતાની પ્રોપર્ટી કાઢે કેવી રીતે, જે સમર્પણ થાય? બાપ છે જ ગરીબ નિવાઝ. સૌથી ગરીબ માતાઓ છે, એમનાથી વધારે કન્યાઓ ગરીબ છે. કન્યાઓને ક્યારેય વારસા નો નશો નહીં હશે. બાળક ને બાપ ની જાગીર નો નશો રહે છે. તો તે બધાને છોડી પછી વૈકુંઠ નો વારસો લેવો પડે. દાન હંમેશા ગરીબ ને જ અપાય છે. ભારત છે સૌથી ગરીબ, અમેરિકા બહુજ સાહૂકાર છે. એમને વારસો આપે છે શું? ભારત સૌથી સાહૂકાર હતો બીજા કોઈ ધર્મ નહોતાં. ફક્ત ભારતવાસી જ હતાં, એક ભાષા હતી. ગોડ ઈઝ વન. હું એક રાજ્ય, એક ધર્મ, એક ભાષા સ્થાપન કરું છું. એક ઓલમાઈટી, એક ગવર્મેન્ટ સ્થાપન કરું છું. એક થી પછી બે-ત્રણ થશે. હમણાં કેટલાં ધર્મ છે પછી જરુર એક ધર્મ આવવો જોઈએ. ૫ હજાર વર્ષ ની વાત છે. એક ધર્મ હતો. વિદ્વાનોએ સતયુગ ની આયુ લાખો વર્ષ લગાવી દીધી છે. સમજતાં નથી સતયુગ શું હોય છે? સમજે છે, સ્વર્ગવાસી થયાં, કદાચ ઉપર ચાલ્યાં ગયાં. દેલવાડા મંદિર માં પણ સ્વર્ગ ઉપર છત માં છે. તો મનુષ્ય મૂંઝાઇ જાય છે. હકીકત માં સ્વર્ગ કોઈ ઉપર નથી. તમે હમણાં જાણો છો કે બાબાની પાસે જઈને પછી અહીં જ આવીને રાજ્ય કરીશું. આ જ્ઞાન બુદ્ધિ માં રહેવું જોઈએ, જે કોઈને સમજાવી શકો. કાચ્ચા ને તો, માયા ચકલી ખાઈ જશે ફોટો પણ મંગાવાય છે. રજીસ્ટર રખાય છે.

બાબા ની પાસે સમાચાર આવે છે ફલાણાએ એક જ એવું જ્ઞાન નું તીર માર્યું જે હું બાબા નો બની ગયો. શાસ્ત્રો માં પણ લખાયેલું છે - કુમારીઓ દ્વારા બાણ મરાવ્યાં. અરે, બાપ ને કેમ ભૂલો છો? આને જ્ઞાન બાણ કહેવાય છે. ફક્ત બાપ ની યાદ અપાવવાની છે. બાકી કોઈ હિંસક બાણ ની વાત નથી. બાબા કહે છે - હું બ્રહ્મા નાં મુખ થી બધાં શાસ્ત્રો નાં રહસ્ય તમને સમજાવું છું. બ્રહ્મા તો જરુર અહીં હોવાં જોઈએ. એમણે પછી વિષ્ણુ નાં નાભિકમળ થી બ્રહ્મા દેખાડ્યા છે. જાણતા કંઈ પણ નથી. મનુષ્યો ને તો જે આવડ્યું તે લખી દીધું. ગંદકી તો બહુજ છે. રિદ્ધિ-સિદ્ધિ વાળા પણ બહુજ થઈ ગયાં છે. સાચું જ્યારે નીકળે છે તો ખોટા એમનો સામનો કરે છે. હવે તમે સમજો છો કે શિવબાબા છે નિરાકાર અને આ બ્રહ્મા છે સાકાર. બાકી નાભિ વગેરે ની તો કોઈ વાત જ નથી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હવે જ્ઞાની તૂ આત્મા બનવાનું છે, ફક્ત જ્ઞાન સાંભળવા-સંભળાવવા વાળા નહીં. યાદ ની પણ મહેનત કરવાની છે. અશરીરી થઈને અશરીરી બાપ ને યાદ કરવાનાં છે.

2. બાપ નાં બનીને બીજી બધી વાતો થી મમત્વ મટાવી દેવાનું છે. આ દેહ પણ મારો નથી. પૂરું દેહી-અભિમાની બની કમ્પ્લિટ સમર્પણ થવાનું છે.

વરદાન :-
માસ્ટર ઓલમાઈટી ઓથોરિટી ની સીટ પર સેટ રહેવા વાળા સહજ અને સદા નાં કર્મયોગી ભવ

જેવી રીતે કોઈ મશીનરી ને સેટ કરાય છે તો એકવાર સેટ કરવાથી પછી ઓટોમેટિકલી ચાલતી રહે છે, એવી રીતે જ માસ્ટર ઓલમાઈટી ઓથોરિટી ની સ્ટેજ પર સ્વયં ને એકવાર સેટ કરી દો તો ક્યારેય કમજોરી નાં શબ્દ નહીં નીકળશે. દરેક સંકલ્પ, શબ્દ કે કર્મ એજ સેટિંગ પ્રમાણે ઓટોમેટિક ચાલતા રહેશે. આ જ સેટિંગ સહજ અને સદા ને માટે કર્મયોગી, નિરંતર, નિર્વિકલ્પ સમાધિ માં રહેવાવાળા સહજયોગી બનાવી દેશે.

સ્લોગન :-
હું નાં બદલે બાબા-બાબા કહેવું - આ જ યાદ નું પ્રુફ છે.

આ અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

જે સહનશીલ છે તે જ ડ્રામા ની ઢાલ પર રહી શકે છે અને હર્ષિત રહી શકે છે. સહનશીલતા નથી તો ડ્રામા ની ઢાલ ને પકડવી પણ મુશ્કેલ છે. આ સમયે જે પણ કર્મ કરો છો એમાં કરન-કરાવનહાર ની સ્મૃતિ સદા રહે. કરાવવા વાળા બાપ છે, કરવા વાળો નિમિત્ત છું, જો આ સ્મૃતિ માં રાખી કર્મ કરો તો અનુભવ થશે કે સાક્ષી થઈ જેવી રીતે પાર્ટ ભજવી રહ્યાં છીએ.