09-10-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે જાણો છો કે બધા આત્માઓ બેહદ નાં બાપ થી ભણશે નહીં પરંતુ સાથે જરુર જશે”

પ્રશ્ન :-
ચક્રવર્તી રાજા બનવા વાળા બાળકો ને કઈ વાતની ખૂબ-ખૂબ કદર હશે?

ઉત્તર :-
એમને ભણતર ની ખૂબ કદર હશે. ક્યાંય પણ રહેતાં ભણતર જરુર ભણશે. સાથે-સાથે મિત્ર-સંબંધીઓ સાથે તોડ (સંબંધ) નિભાવતાં યાદ માં રહેવાનો અભ્યાસ કરશે અને બધાને આ જ સંદેશ આપશે કે બાપ ને યાદ કરો તો શાંતિધામ, સુખધામ માં ચાલ્યાં જશો. આ શ્રીમત પર પૂરે-પૂરા ચાલવા વાળા બાળકો જ ચક્રવર્તી બને છે.

ઓમ શાંતિ!
બાપે, બધા રુહાની બાળકોની સાથે-સાથે જે પણ સૃષ્ટિભર માં જીવ આત્માઓ છે, એ બધા જીવ આત્માઓને પાછાં લઈ જવાનાં જ છે કારણકે હવે અંધારી રાત પૂરી થાય છે. જૂની દુનિયા પૂરી થઈ નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે. દુનિયા તો છે પરંતુ જૂની થી નવી થાય છે. સતયુગ આદિ માં બરોબર આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જ હતો. હમણાં તે સૂર્યવંશી, ચંદ્રવંશી નથી. બાપ સમજાવે છે એમણે પુનર્જન્મ લેતાં-લેતાં હવે ૮૪ જન્મ પૂરા કર્યાં છે. આ સમયે બધા પાર્ટધારી તમોપ્રધાન થઈ ગયાં છે. ઈચ્છે પણ છે રામરાજ્ય, નવી દુનિયા, નવી દિલ્લી જોઈએ. જેમ બાળકો કહે છે ને - અમને ફલાણી નવી વસ્તુ જોઈએ. આ પણ કહે છે બાબા નવી દુનિયાનાં માટે અમને નવાં વસ્ત્ર જોઈએ. દિવાળી પર મનુષ્ય નવાં વસ્ત્ર પહેરે છે. કૃષ્ણ જયંતી પર નવાં વસ્ત્ર પહેરવાની વાત નથી રહેતી. ખાસ દિવાળી પર નવાં વસ્ત્ર પહેરવાનાં માટે ખરીદી વગેરે બહુજ કરે છે. દિવાળી પર જ્યોત પ્રગટાવે છે. તમારી હમણાં જ્યોત જાગી છે, તમારે પછી બીજાઓની પણ જ્યોત જગાડવાની છે. એમની છે ભક્તિમાર્ગ ની દિવાળી, તમારી છે જ્ઞાન ની દિવાળી. તમારે કોઈ કપડાં વગેરે નથી બદલવાનાં. તમારી જ્યારે પૂરી જ્યોત જાગી જશે તો પછી નવી દુનિયામાં નવાં વસ્ત્ર મળશે. બાપ કહે છે હું બધાંને લઈ જઈશ. કોઈ ઈચ્છે કે ન ઈચ્છે. બોલાવે પણ છે - હે પતિત-પાવન આવો. તે પછી કહે છે લિબ્રેટર (મુક્તિદાતા) આવો. કોઈ કઈ ભાષા માં કહે છે, કોઈ કઈ ભાષા માં. હું કલ્પ-કલ્પ આવીને બધાને લઈ જાઉં છું. સતયુગ માં તો બહુજ થોડાં મનુષ્ય હોય છે. હમણાં કેટલાં અનેક પાર્ટધારી છે. આ છે જીવ આત્માઓ. શરીર ને જીવ કહેવાય છે. એવું નથી કે જીવ કહે છે કે હું એક આત્મા છોડી બીજો લઉં છું. ના, આત્મા કહે છે હું એક શરીર છોડી બીજું લઉં છું. પરંતુ આ પણ કોઈને ખબર નથી કે આપણે ૮૪ જન્મ લઈએ છીએ. એવું પણ નથી બધાને ૮૪ જન્મ મળે છે. બધાનો પોતાનો હિસાબ છે. જે પહેલાં-પહેલાં આવે છે તે જરુર વધારે જન્મ લેશે. વધારે માં વધારે ૮૪ જન્મ. ઓછા માં ઓછો એક જન્મ પણ હોય છે. આ બાપ બેસી સમજાવે છે, બધાને તો નહીં ભણાવશે. પરંતુ બધાને સાથે જરુર લઈ જશે. ડ્રામા પ્લાન અનુસાર હું બંધાયેલો છું લઈ જવાનાં માટે. દુનિયા આ નથી જાણતી કે જૂની દુનિયા ખતમ થવાની છે. બાપ આવી ને જરુર નવી દુનિયાની સ્થાપના કરશે. મનુષ્ય ને રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ની રિંચક માત્ર પણ નોલેજ નથી. હાં, ભક્તિમાર્ગ ની ખબર છે. ભક્તિમાર્ગ નાં રીત-રિવાજ અલગ, જ્ઞાન માર્ગ નાં રીત-રિવાજ બિલકુલ જ અલગ છે. આ તો હોઈ ન શકે કે સતયુગ થી કળિયુગ સુધી ભક્તિ જ હોય. ગવાય પણ છે જ્ઞાન દિવસ, ભક્તિ રાત. અંધારી રાત માં મનુષ્ય ધક્કા ખાય છે. બાપ કહે છે ઠીક્કર-ભીત્તર માં પણ જઈને મને શોધે છે. કોઈ હનુમાન નો સાક્ષાત્કાર કરે, કોઈ ગણેશ નો સાક્ષાત્કાર કરે. હવે તે બધાં ભગવાન તો નથી. મારું પોતાનું શરીર તો કોઈ છે નહીં. માયા રાવણે બધાને બુદ્ધુ બનાવી દીધાં છે. ભારતવાસીઓ ને આ પણ ખબર નથી કે રામરાજ્ય કોને કહેવાય છે. આ ધ્યાન માં પણ આવે છે કે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય આ દુનિયા પર હતું. ફકત કહી દે છે - રામરાજ્ય જોઈએ. રામ કોઈ રઘુપતિ વાળા નથી. એનાં માટે શાસ્ત્રો માં બહુજ ઉલ્ટી વાતો લખી દીધી છે. મનુષ્ય મોત થી કેટલાં ડરે છે. જીવન ને બચાવવાનાં માટે દુવાઓ માંગતાં રહે છે. હવે તો અનેક મરવાનાં છે. એમનાં માટે શું કહેશે! બાપ ને બોલાવ્યાં જ એટલે છે કે બાબા અમને પાવન દુનિયામાં લઈ જાઓ. શાંતિધામ માં શરીરો ને તો નહીં લઈ જઈશ. ત્યાં તો આત્માઓ જશે. આ તો જૂનું છી-છી શરીર છે. ભંભોર ને આગ લાગવાની છે, એટલે આગ નાં ગોળા (બોમ્બ્સ) બનાવી રહ્યાં છે. હવે તેઓ કહે છે - બોમ્બ્સ નહીં બનાવો. હવે એટલી પણ સમજ નથી તો જેમની પાસે વધારે બોમ્બ્સ હશે, તે જરુર શક્તિશાળી થઈ જશે. પછી બીજા પોતાને બચાવી કેવી રીતે શકશે, જો બોમ્બ્સ ન બનાવે તો. હવે તે જ્યારે બધું સમુદ્ર માં નાખે ત્યારે તે પણ બનાવવાનું બંધ કરે. પરતું સમુદ્ર થી પણ વાદળ પાણી ખેંચે છે, તે વરસાદ પડશે તો બધું નુકસાન થઈ જશે. ખેતી વગેરે બળી જશે એટલે ડ્રામા માં યુક્તિ રચાયેલી છે. પહેલાં એ બોમ્બ્સ નહોતાં, હમણાં નીકળ્યાં છે એટલે આ બધી ધમ-ધમ (ધમાલ) મચી રહી છે. હમણાં આ તમે જાણો છો - આ બધી છે ભાવી. તમારામાં પણ ઘણાને વિનાશ ની ભાવી નો નિશ્ચય નથી. જો હોત તો યોગ માં બહુજ સારી રીતે રહેત. યોગબળ થી વિશ્વ ની બાદશાહી લેવાની છે. તમારું બધું જ ગુપ્ત છે, શિખવાડવા વાળા પણ ગુપ્ત છે. આ આંખો થી જોવાતાં નથી. હમણાં તમે આત્મા ને રિયલાઇઝ (અનુભવ) કર્યો છે કે મુજ આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ ભરેલો છે. અહમ્ (હું) આત્મા અવિનાશી છું. આ છે અતિ ગુહ્ય વાત. સમાચાર પત્ર માં પણ લખ્યું છે કે આત્મા શું છે જે શરીર માં રહે છે? આ કોઈ બતાવે તો એમને લાખો રુપિયા મળી શકે છે. આત્મા શું છે, ક્યાંથી આવ્યો છે? કેવી રીતે પાર્ટ ભજવે છે? આ કોઈ પણ નથી જાણતું. કોઈ કહે છે બુદબુદા (પરપોટો) છે, કોઈ કહે છે બ્રહ્મ-તત્વ મોટી જ્યોતિ છે, એમાં આત્માઓ લીન થઈ જશે. અનેક પ્રકારની વાતો કરતાં રહે છે. તમે જાણો છો આત્મા બિંદુ સમાન છે. એમાં પાર્ટ ભજવવાની નોંધ છે. આ ડ્રામા અનાદિ પૂર્વ નિર્ધારિત છે, એનો ક્યારેય વિનાશ નથી થતો. આત્મા પણ અવિનાશી છે. એને એ જ પાર્ટ ભજવવાનો છે. ફર્ક ન પડી શકે. આ બધી વાતો એમની બુદ્ધિમાં બેસશે, જેમને કલ્પ પહેલાં બેઠી હશે.

બાબા કહે છે - આટલાં અનેક મનુષ્ય ને હું કેવી રીતે ભણાવીશ. હાં, એટલું બાળકો સમજશે કે બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. બધાને સંદેશ મળશે, બાપ આ મંત્ર આપે છે બધાનાં માટે. બાબા સમજાવે છે આપ બાળકોએ દૈવીગુણ ધારણ કરવાનાં છે. અવગુણો ને છોડવાના છે. દેહ-અભિમાન ને છોડો. તો પણ છોડતાં નથી. એ બિચારાઓ ને શું મળશે? એકબીજા સાથે પ્રેમ થી નથી ચાલતાં. તમારે બહુજ મીઠાં બનવાનું છે. બાપ પ્રેમ નાં સાગર છે. તમે પણ એમનાં બાળકો છો તો તમારે પણ બહુજ પ્રેમાળ બનવાનું છે. ક્યારેય કોઈ કેટલો પણ ગુસ્સો કરે, સ્તુતિ-નિંદા વગેરે બધું જ સહન કરવાનું છે. કોઈ દેવાળું મારે છે તો સમજે છે - બાબા હવે સહાયતા કરે. અરે, આ તો તમારો કર્મભોગ છે, એ તો તમારે સહન કરવાનું છે. બાપ એમાં શું કરે? બાપ આવેલાં છે બધા આત્માઓને લઈ જવાં. આ પણ આપ બાળકો જ જાણો છો. દુનિયામાં બધા ઘોર અંધકાર માં છે. ભક્તિમાર્ગ માં જરુર ભક્તો નું માન હોવું જોઈએ. શંકરાચાર્ય વગેરે આ બધાં ભગત છે. એમને કહીશું પવિત્ર ભગત. ભક્તિ કલ્ટ તો છે ને. જે પવિત્ર રહે છે, એમનાં મોટાં-મોટાં અખાડા બનેલાં છે. એમનું માન કેટલું છે. ધાર્મિક પુસ્તકો નું પણ બહુજ માન છે. એમને મોટી-મોટી પરિક્રમા અપાવે (કરાવે) છે. ભક્તિ નું માન બહુજ છે. જ્ઞાન ની કોઈને ખબર પણ નથી. તમે જ્યારે દેવતા બનો છો તો તમારી કેટલી મહિમા થાય છે. એવું કોઈ નહીં હશે જેમનાં મા-બાપ કોઈ ન કોઈ મંદિર વગેરે માં નહીં જતાં હશે. કાંઈ ન કાંઈ ભક્તિ નાં ચિન્હ ઘર માં જરુર હોય છે. હે ભગવાન કહેવું, આ પણ ભક્તિ માર્ગ છે. હવે તમે બેહદ બાપ નાં બન્યાં છો. આ બાપ, આ દાદા, એટલે ત્રિમૂર્તિ નાં ચિત્ર પર સમજાવવું બહુ સારું છે. ભલે કોઈ કહે દાદા ને કેમ રાખ્યાં છે? અરે, પ્રજાપિતા બ્રહ્મા તો જરુર અહીં જોઈએ ને. આ તો ઝાડ માં નીચે તપસ્યા માં બેઠાં છે. પરંતુ તે બદલાતાં રહે છે. આ જે મુખ્ય છે તે સદૈવ કાયમ છે. એમાં બાળકોએ બહુજ મીઠાં બનવાનું છે. ચલન બહુજ રોયલ હોવી જોઈએ. વાતો ઓછી કરવી જોઈએ. પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપવાનો છે. વધારે ટીક-ટીક કરવું ફાલતું છે. બહુજ થોડું બોલો. તમે પણ ભક્તિમાર્ગ માં બહુજ બોલ્યાં છો, રડીયા મારી છે. કેટલાં ધક્કા ખાધાં છે. હવે તમને સિમ્પલ (સરળ) સમજાવે છે - ફક્ત બાબા ને યાદ કરો તો યોગબળ થી વિશ્વ નાં માલિક બની શકો છો. આગળ ચાલી આ ખબર પડશે, નંબરવાર કોણ-કોણ શું બને છે! પ્રજા નો હિસાબ થોડી નીકળશે. તે તો લાખો કરોડો થઈ જશે. જે બ્રાહ્મણ બનશે તે જ સૂર્યવંશી, ચંદ્રવંશી બનશે. આગળ ચાલીને બહુજ યાદ કરવા લાગી પડશે. જ્યારે મોત સામે આવશે પછી વૈરાગ આવશે. આ તે જ મહાભારત લડાઈ છે. બધા આત્માઓ હિસાબ-કિતાબ ચૂક્તું કરી જશે, આને કયામત નો સમય કહેવાય છે. આટલાં બધા શરીર ખતમ થશે. કુદરતી આપદાઓ થવાની છે, આ પણ ડ્રામા માં નોંધ છે. નવી વાત નથી. ફેમન (અકાળ) નાં કારણે મનુષ્ય ભૂખે મરે છે.

બાપ જાણે છે મારા બાળકો બહુજ દુઃખી છે. બધાને દુઃખો થી છોડાવીને પાછાં લઈ જઈશ. બાપ કહે છે - આ બધા પરસ્પર માં લડશે. માખણ તો પણ તમને મળવાનું છે, આખાં વિશ્વનાં તમે માલિક બનો છો. મુખ માં ચંદ્રમા નો સાક્ષાત્કાર કરતાં હતાં ને! મુખ માં આ વિશ્વ નો ગોળો આવી જાય છે. તમે પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) બનો છો. આખી સૃષ્ટિ જેમકે તમારી મુઠ્ઠી માં છે. મુખ માં પણ, મુઠ્ઠી માં પણ દેખાડે છે. હમણાં સ્વર્ગ નો ગોળો તમારા મુખ માં છે. તમે જાણો છો યોગબળ થી આપણે વિશ્વ નાં માલિક બનીએ છીએ. યોગ થી હેલ્થ (તંદુરસ્તી) અને જ્ઞાન થી વેલ્થ (સંપત્તિ) મળે છે. તમે ચક્રવર્તી રાજા બનો છો. પરંતુ બાળકોને એટલી કદર નથી - ભણતર ની. ભલે બદલી થઈ જાય છે પરંતુ બાપ કહે છે ક્યાંય પણ રહો પરંતુ ભણો જરુર. પવિત્ર રહો, ખાન-પાન શુદ્ધ રાખો. બધાથી તોડ (સંબંધ) પણ નિભાવવાનો છે. આ દુનિયા દુઃખ આપવા વાળી છે. મુખ્ય છે કામ કટારી ચલાવવી, આ પણ મુશ્કેલ છોડે છે. કાંઈક કહો તો ટ્રેટર (દગાબાજ) બની જાય છે. પછી અબળાઓ પર કેટલાં વિઘ્નો આવે છે. આ આર્ય સમાજી તો હમણાં આવ્યાં છે. પાછળ ની ડાળી છે. દેવતાઓ ને માનવા વાળા નથી. મહાવીર, હનુમાન નું નામ છે, વીરતા દેખાડી છે. જૈનોએ પણ મહાવીર નામ રાખી દીધું છે. હવે અર્થ તો તમે સમજો છો. આપ બાળકો પણ મહાવીર છો જે રાવણ પર જીત મેળવો છો. આ છે બધી યોગબળ ની વાત. તમે બાપ ને યાદ કરો છો, એનાથી તમારા વિકર્મ વિનાશ થશે. પછી શાંતિ-સુખ માં ચાલ્યાં જશો. આ સંદેશ બધાંને આપવાનો છે. આ સ્થાપના ખૂબ અદ્દભુત છે, આને કોઈ નથી જાણતું. તમારામાં પણ નંબરવાર છે. કોઈ પણ અંદર વિકાર ન હોવાં જોઈએ. આત્મા ને બાપ જ્ઞાન આપી રહ્યાં છે. આત્મા વિકારી બને છે, બધું જ આત્મા જ કરે છે. તો હવે બાપની શ્રીમત પર પૂરું ચાલવું જોઈએ. સદ્દગુરુ નાં સન્મુખ રહીને નિંદા કરાવી તો ઠોર (પદ) નહીં પામી શકશો. કોઈ પણ પાપ કરવું આ નિંદા થઈ. શિક્ષક ની મત પર નહીં ચાલશો તો ઠોર નહીં પામશો, નાપાસ થઈ જશો. શિક્ષક ની શિક્ષા લેતાં રહેશો તો પાસ વિથ ઓનર (સન્માન સાથે પાસ) થશો. તે છે હદ ની વાતો, આ છે બેહદ ની વાતો. ભગવાન કોણ છે, દુનિયામાં આ કોઈને ખબર નથી. માયા પણ સતો-રજો-તમો હોય છે. હમણાં માયા પણ તમોપ્રધાન છે. જુઓ, શું-શું કરતાં રહે છે. કોઈ માં બુદ્ધિ નથી કે અમે કોને આગ લગાવીએ છીએ. આ પણ ડ્રામા માં નોંધ છે. જે કાંઈ થાય છે ડ્રામા અનુસાર થાય છે. યાદવો નો પ્લાન, કૌરવો નો પ્લાન અને પાંડવો નો પ્લાન, શું-શું કરતાં રહે છે. પાંડવોને ઊંચા માં ઊંચો પ્લાન બતાવવા વાળા છે બાપ. નવી દુનિયા માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હવે જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. તમે મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાપ થી મોસ્ટ બિલોવેડ બાળકો વારસો લઈ રહ્યાં છો. બાપ વગર કોઈ કહી ન શકે કે હું તમને સાથે લઈ જઈશ. તેઓ કહી દે છે બધા પરમાત્મા જ પરમાત્મા છે. પછી આ કહેવાનું આવશે કેવી રીતે. આ બધી વાતો આપ બાળકો જ જાણો છો બીજું ન જાણે કોઈ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. વિનાશ ની ભાવીને જાણી પુરે-પૂરું શ્રીમત પર ચાલવાનું છે. યાદ નાં બળ થી વિશ્વ ની બાદશાહી લેવાનો પુરુષાર્થ કરવાનો છે, પોતાની જાગેલી જ્યોત થી બધાની જ્યોત જગાડીને સાચ્ચી દિવાળી મનાવવાની છે.

2. સ્તુતિ-નિંદા બધું જ સહન કરતાં બાપ સમાન પ્રેમ નાં સાગર બનવાનું છે. ચલન બહુજ રોયલ રાખવાની છે. વાત બહુજ ઓછી કરવાની છે.

વરદાન :-
સમય પર દરેક ગુણ કે શક્તિ ને યુઝ કરવા વાળા અનુભવી મૂર્ત ભવ

બ્રાહ્મણ જીવન ની વિશેષતા છે અનુભવ. જો એક પણ ગુણ કે શક્તિ ની અનુભૂતિ નથી તો ક્યારેક ન ક્યારેક વિઘ્ન નાં વશ થઈ જશે. હવે અનુભૂતિ નો કોર્સ શરુ કરો. દરેક ગુણ કે શક્તિ રુપી ખજાના ને યુઝ કરો. જે સમયે જે ગુણની આવશ્યકતા છે એ સમયે એનું સ્વરુપ બની જાઓ. નોલેજ ની રીત થી બુદ્ધિનાં લોકર માં ખજાના ને રાખી નહીં દો, યુઝ કરો ત્યારે વિજયી બની શકશો અને વાહ રે હું નું ગીત સદા ગાતા રહેશો.

સ્લોગન :-
નાજુકપણા નાં સંકલ્પો ને સમાપ્ત કરી શક્તિશાળી સંકલ્પ રચવા વાળા જ ડબલ લાઈટ રહે છે.

આ અવ્યક્ત ઇશારા - પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો

જે સ્વયં નાં પ્રત્યે ઈચ્છા માત્રમ્ અવિદ્યા છે, અખંડદાની છે, તે જ પરોપકારી છે. જેવી રીતે બાપે સ્વયં નો સમય પણ સેવા માં આપ્યો. સ્વયં નિર્માણ બની બાળકોને માન આપ્યું. પહેલાં બાળકો - નામ બાળકો નું કામ પોતાનું. કામ નાં નામની પ્રાપ્તિ નો પણ ત્યાગ કર્યો. નામ માં પણ પરોપકારી બન્યાં. એવી રીતે ફોલો ફાધર કરો.