10-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આવ્યાં છે આપ બાળકોની અવિનાશી જ્ઞાન - રત્નો થી ઝોલી ભરવાં , આ એક - એક જ્ઞાન -
રત્ન લાખો રુપિયા નાં છે”
પ્રશ્ન :-
ગુપ્ત દાન નું આટલું
વધારે મહત્વ કેમ છે?
ઉત્તર :-
કારણકે બાપ તમને હમણાં ગુપ્ત જ્ઞાન-રત્નો નું દાન આપે છે, આને દુનિયા નથી જાણતી, પછી
આપ બાળકો આ જ્ઞાન-રત્નોનું દાન કરવાથી વિશ્વ ની રાજાઈ લઈ લો છો. આ પણ ગુપ્ત છે ન
કોઈ લડાઈ, ન કોઈ બારુદ વગેરે, ન કોઈ ખર્ચો. ગુપ્ત રીતે બાપે તમને રાજાઈ દાન માં આપી
એટલે ગુપ્ત દાન નું ખૂબ મહત્વ છે.
ઓમ શાંતિ!
ડબલ ઓમ્ શાંતિ
! એક શિવબાબા કહે છે, એક બ્રહ્મા દાદા કહે છે. બંને નો સ્વધર્મ છે શાંત. બંને જ
શાંતિધામ માં રહેવા વાળા છે. આપ બાળકો પણ શાંતિધામ માં રહેવા વાળા છો. નિરાકાર દેશ
માં રહેવા વાળા આવ્યાં છો સાકારી દેશ માં પાર્ટ ભજવવા કારણકે આ ડ્રામા છે ને! બાળકો
ને ડ્રામા નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન બુદ્ધિ માં ભરેલું છે - ઉપર થી લઈને નીચે સુધી.
ઊંચે થી ઊંચ ભગવાન, એમની સાથે બાળકો. આ વાતો ને સારી રીતે સમજો. તમારા સિવાય આ
જ્ઞાન કોઈ માં નથી. તમે ભણો છો - ખુદાઈ સ્કૂલ માં. ભગવાનુવાચ, ભગવાન તો એક જ છે.
કોઈ ૧૦-૨૦ ભગવાન નથી. જે પણ બધાં ધર્મ વાળા છે, એમનાં જે પણ આત્માઓ છે, બધાનાં એક જ
બાપ છે. પછી બાપ સૃષ્ટિ રચે છે તો કહેવાય છે પ્રજાપિતા બ્રહ્મા. શિવ ને પ્રજાપિતા
નહીં કહેશે. પ્રજા તો જન્મ-મરણ માં આવે છે. આત્મા સંસ્કાર નાં આધાર થી જન્મ-મરણ માં
આવે છે. પછી જોઈએ પ્રજાપિતા બ્રહ્મા. ગવાયેલું છે - પરમપિતા પરમાત્મા પ્રજાપિતા
બ્રહ્મા દ્વારા રચના રચે છે. એમને બોલાવાય જ છે - પતિત-પાવન આવો. જ્યારે દુનિયા
પતિત બને છે અને તેમનો અંત થાય છે ત્યારે જ બાપ આવે છે પતિત થી પાવન બનાવવાં. હવે
તમે જાણી ગયાં છો - બાપ આવે પણ એક વાર છે પછી ક્યારેય આવતાં જ નથી. હમણાં તમને બધું
જ્ઞાન મળ્યું છે. તમે ડ્રામા નાં એક્ટર્સ છો ને. ડ્રામા નાં એક્ટર્સ ને બધાની એક્ટ
(કાર્ય) ની જરુર ખબર હોવી જોઈએ કે શું-શું પાર્ટ છે! તે હોય છે નાનો હદ નો પાર્ટ,
તેની તો બધાને ખબર પડી જાય છે. તમે પણ જોઈ ને આવો છો. ઈચ્છો તો લખી પણ શકો છો, યાદ
કરી શકો છો. નાનો હોય છે. આ તો ખૂબ મોટો બેહદ નો ડ્રામા છે, જેને તમે સતયુગ થી લઈને
કળિયુગ અંત સુધી જાણો છો. હવે આપ બાળકો જાણો છો આપણને બેહદ નાં બાપ પાસેથી બેહદ નો
વારસો મળે છે. પછી હદ નાં બાપ પાસેથી હદ નો વારસો, હદ ની પ્રોપર્ટી (મિલકત) મળે છે.
બાબાએ સમજાવ્યું હતું રાજાઓ જે બને છે તે આગળ નાં જન્મ માં દાન-પુણ્ય વગેરે કરવાથી
એક જન્મ નાં માટે રાજા બને છે. એવું નહીં કે તે બીજા જન્મ માં પણ બનશે! તમે જે
સતયુગ માં રાજાઓ, મહારાજાઓ હતાં. એવું નહીં સમજો કે તમારી રાજાઈ કોઈ ગુમ થઈ જાય છે
પછી જ્યારે ભક્તિમાર્ગ હોય છે ત્યારે પણ તે વધારે દાન-પુણ્ય કરે છે, તો તે પણ રાજાઈ
માં જાય છે. પરંતુ તે પછી થઈ જાય છે વિકારી રાજાઓ. તમે જ જે પૂજ્ય હતાં એ ફરી પુજારી
બન્યાં છો. તે હોય છે અલ્પકાળ નું સુખ. દુઃખ તો ફક્ત હમણાં હોય છે. હમણાં તમોપ્રધાન
માં પણ તમને સુખ છે, કોઈ લડાઈ-ઝઘડા ની વાત નથી. આ તો પછી થાય છે, જ્યારે લાખો નાં
અંદાજ માં થઈ જાય છે ત્યારે લડાઈ વગેરે શરું થઈ જાય છે. આપ બાળકો ને તો સતયુગ,
ત્રેતા, દ્વાપર માં પણ સુખ છે. જ્યારે તમોપ્રધાન શરું થાય છે ત્યારે થોડું દુઃખ થાય
છે. હવે તો છે જ તમોપ્રધાન. બાપ સમજાવે છે આ છે જ તમોપ્રધાન દુનિયા. તમે જાણો છો આ
બેહદ નો ડ્રામા છે, આનાંથી કોઈ પણ છૂટી નથી શકતું. મનુષ્ય જ્યારે દુઃખ માં હેરાન થઈ
જાય છે ત્યારે કહે છે ભગવાને આવો ખેલ કેમ રચ્યો છે? જો ભગવાન રચે જ નહીં તો દુનિયા
જ ન હોત. કંઈ ન હોત. રચતા અને રચના તો છે ને. તેમની ડિટેલ (વિસ્તાર) પણ છે, સતયુગ
થી કળિયુગ અંત સુધી બાકી થોડા દિવસ છે. તમે પણ પ્રેક્ટિકલ માં જોશો. પહેલાં થી જ તો
નહીં દેખાડશે. ૫ હજાર વર્ષ નું થોડું ચક્ર બાકી છે. તે હમણાં જ થોડી કાંઈ દેખાડી
દેશે, જ્યારે થશે ત્યારે તેને પણ સાક્ષી થઈ જોશો. જે થવાનું હોય છે, તે કલ્પ પહેલાં
ની જેમ થશે. આ તો જુઓ જ છો, તૈયારીઓ થઈ રહી છે. વિનાશ તો થશે જરુર. બધાંની તૈયારી
થઈ રહી છે. તે ડ્રામા માં પહેલાં થી જ નોંધ છે. વિનાશ જરુર થશે. હવે આપ બાળકોને બાપ
સમજાવે છે - તમારો આત્મા જે તમોપ્રધાન બન્યો છે તેને પણ અહીં સતોપ્રધાન બનવાનું છે.
આ તમે હમણાં સમજો છો.
બાપ ગુપ્ત આવે છે,
ગુપ્ત જ તમને જ્ઞાન આપી રહ્યાં છે. દુનિયામાં કોઈ નથી જાણતું. ગુપ્ત રીતે તમે વિશ્વ
નું રાજ્ય લો છો, કોઈ પણ અવાજ નથી. બિલકુલ જ ગુપ્ત દાન કહેવાય છે ને. બાપ આવી બાળકો
ને અવિનાશી જ્ઞાન-રત્નો નું ગુપ્ત દાન આપે છે. બાપ પણ કેટલાં ગુપ્ત છે, કોઈ નથી
જાણતું. આ બધાં ક્યાં જાય છે, બ્રહ્માકુમાર-કુમારીઓ શું કરે છે, કંઈ સમજતાં નથી. આપ
બાળકો જાણો છો બાબા કેટલાં ગુપ્ત છે. આપ બાળકોને ગુપ્ત વિશ્વ નાં માલિક બનાવે છે. ન
કોઈ લડાઈ, ન કોઈ બારુદ, ન કોઈ ખર્ચો. અહીં તો એક નાનું ગામડું લેવા માટે જ કેટલાં
ઝઘડા, મારામારી ચાલે છે. તો બાપ આવી ગુપ્ત દાન આપે છે. અવિનાશી જ્ઞાન-રત્નો થી તમારી
ઝોલી ભરે છે. કહે છે ભરી દો ઝોલી, શિવ ભોળા ભંડારી.
તમે જાણો છો શિવબાબા
આપણી અવિનાશી જ્ઞાન-રત્નો થી ઝોલી ભરી રહ્યાં છે. તો એક-એક રત્ન લાખો રુપિયા નાં
છે. તમે કેટલાં રત્ન આપો છો. પછી તમે કેટલા દાની બનો છો. એ પણ ગુપ્ત છે. દેવતાઓ ને
કેટલાં હથિયાર, ભુજાઓ વગેરે આપી દીધાં છે. હકીકત માં છે કાંઈ પણ નહીં. સતયુગ માં
દેવતાઓ ને આટલી ભુજાઓ વગેરે તો હોતી નથી. કળિયુગ માં કેટલાં અનેક પ્રકાર નાં હથિયાર
આપી દીધાં છે. વિનાશ નાં માટે બોમ્બ્સ છે તો પછી તલવાર, બાણ વગેરે શું કરશે. તમે કહો
છો જ્ઞાન ખડગ, જ્ઞાન તલવાર તો તેમણે હથિયાર સમજી લીધાં છે. છે કાંઈ પણ નહીં. તમને
તો ગુપ્ત દાન મળે છે. તમે પછી બધાને ગુપ્ત દાન આપો છો. તમે જાણો છો બાબા આપણ ને
શ્રીમત આપી રહ્યાં છે, શ્રીમત છે જ ભગવાન ની. તમે જાણો છો આપણે આવીએ છીએ નર થી
નારાયણ બનવાં. તેમને સર્વગુણ સમ્પન્ન, સોળે કળા સંપૂર્ણ દૈવી ગુણધારી કહેવાય છે.
દૈવીગુણ ફક્ત તે દેવી-દેવતાઓમાં હોય છે, પછી કળાઓ ઓછી થતી જાય છે. જેવી રીતે
સંપૂર્ણ ચંદ્રમા નો પ્રકાશ સારો હોય છે પછી ઓછો થતો જાય છે. ઓછો થતાં-થતાં બાકી
એકદમ પાતળી રેખા રહી જાય છે. આખો ખોવાઈ નથી જતો. રેખા જરુર હોય છે જેને અમાસ કહેવાય
છે. હવે તમારી છે બેહદ ની વાત. તમે ૧૬ કળા સંપૂર્ણ બનો છો. દેખાડે છે કૃષ્ણ નાં મુખ
માં માતાઓ ચંદ્રમા જુએ છે. આ છે સાક્ષાત્કારની વાતો, જેની સમજણ બાપ બેસી આપે છે. હવે
તમારે સંપૂર્ણ બનવાનું છે. માયા નું સંપૂર્ણ ગ્રહણ લાગેલું છે. બાકી જઈને રેખા બચે
છે, સીડી ઉતરતા આવ્યાં છો. બધાએ સીડી ઉતરવાની છે ત્યારે જ પછી બધાને પાછું જવું પડે.
તમે તો હમણાં થોડાં છો. ધીમે-ધીમે વૃદ્ધિ થશે. ભણતર માં વધારે નથી પાસ થતાં. તમારા
સેવાકેન્દ્રો પણ ધીરે-ધીરે વૃદ્ધિ પામતાં રહે છે. સમય નજીક આવતો જશે પછી સમજશે -
આમનામાં શું છે? દિવસ-પ્રતિ-દિવસ વૃદ્ધિ ને પામતાં રહે છે. હવે કહે છે અમે સમજ્યું
હતું આ ક્યાં સુધી ચાલશે, ખતમ થઇ જશે. શરું માં આ ડર થી ઘણાં ભાગી ગયાં. ખબર નહીં
શું થશે! ન અહીં નાં, ન ત્યાંના રહેશું, આનાંથી તો ભાગો. ભાગી ગયાં પછી એમનાં માંથી
આવતાં રહે છે. બાપ કેટલું સહજ રીતે બેસી સમજાવે છે. આ અબળાઓ, અહિલ્યાઓ ને કોઈ તકલીફ
નથી આપતાં. આમનો પણ ઉદ્ધાર તો થવાનો છે. કહે છે બાબા અમે તો કંઈ પણ ભણેલી-ગણેલી નથી.
બાપ કહે છે - કંઈ નથી ભણેલી તો ખૂબ સારું છે. શાસ્ત્ર વગેરે જે પણ ભણ્યાં છે તે બધાં
ભૂલી જાઓ. હું કંઈ વધારે ભણાવતો નથી. ફક્ત કહું છું - મને યાદ કરો તો પછી બાદશાહી
તમારી છે. બસ, તમારો બેડો પાર થઈ જશે. બાળક જન્મ્યયું અને કહેશે બાબા. બસ, વારસા નો
હકદાર બની જાય છે. અહીં પણ તમે હકદાર બની જાઓ છો. બાપદાદા ને યાદ કર્યા અને રાજધાની
તમારી, એટલે ગાય છે - સેકન્ડ માં જીવનમુક્તિ. સાહૂકાર લોકો નો છે અંત નો પાર્ટ.
પહેલાં ગરીબો નો વારો છે. તમારી પાસે જાતેજ આવશે. દલિતો નો પણ ઉદ્ધાર થવાનો છે.
ભીલડી નું પણ ગાયન છે. કહે છે રામે ભીલડી નાં બોર ખાધાં. હકીકત માં રામ પણ નથી,
શિવબાબા પણ નથી. હાં, થઈ શકે છે આ બ્રહ્માને ખાવા પડે. ભીલડી વગેરે આવશે. સમજો ટોલી
વગેરે લઈ આવે તો ના કેવી રીતે કરી શકે. ભીલડી, ગણિકાઓ લઈ આવશે તો તમે પણ ખાશો.
શિવબાબા કહે છે હું તો નહીં ખાઈશ, હું તો અભોક્તા છું. તમારી પાસે આવશે બધાં.
ગવર્મેન્ટ પણ મદદ કરશે કે આમને ઉઠાવો. તમને પણ ઓટોમેટિકલી (આપમેળે) પ્રેરણા થશે.
બાપ ગરીબ નિવાઝ છે તો આપણે પણ ગરીબોને સમજાવીએ. ભીલડીઓથી પણ નીકળશે. આટલું મોટું
ઝાડ છે, આમાં એક પણ દેવી-દેવતા ધર્મ નાં નથી રહ્યાં બીજા બધાં ધર્મો માં કન્વર્ટ (પરિવર્તન)
થઈ ગયાં છે. હવે બાપ કહે છે જે ભક્તિ કરવા વાળા છે તેમને સમજાવો. તમે જોઈ રહ્યાં છો
- સેપ્લિંગ (કલમ) કેવી રીતે લાગે છે. બ્રાહ્મણ કેવી રીતે બને છે. જે સૂર્યવંશી,
ચંદ્રવંશી દેવતા બનતાં હશે તે જ આવતાં જશે. એક વાર પણ સાંભળ્યું તો સ્વર્ગ માં જરુર
આવશે. બાબાએ કાશી કલવટ નું પણ ઉદાહરણ સંભળાવ્યું છે. શિવ પર જઈને બલિ ચઢતા હતાં.
એમને પણ કંઈક તો મળવું જોઈએ. તમે પણ બલિ ચઢો છો. પુરુષાર્થ કરો છો રાજાઈ નાં માટે.
ભક્તિમાર્ગ માં રાજાઈ તો હોતી નથી. પાછા કોઈ પણ જઈ નથી શકતાં. તો શું થાય છે, એમણે
જે પાપ કરેલાં છે એની સજા ભોગવી ચૂક્તું કરી દે છે. પછી નવેસર જન્મ થાય છે. નવેસર
પાપ શરું થાય છે. બાકી રહેવાનું તો બધાએ અહીં જ છે. નંબરવન માં તમે જ છો. તમે જ ૮૪
જન્મ ભોગવો છો. બધાને સતો-રજો-તમો માં આવવાનું હોય છે. બાપ કહે છે આ સમયે આખી
મનુષ્ય સૃષ્ટિ નું ઝાડ જડજડીભૂત થઈ ગયું છે. મનુષ્ય તો બિલકુલ ઘોર અંધકાર માં
કુંભકરણ ની નિંદર માં સૂતેલાં છે. એક કુંભકરણ નથી, અનેક છે. તમે કેટલું પણ સમજાવો
છો, સાંભળતાં જ નથી. જેમનો પાર્ટ છે તે પુરુષાર્થ કરે છે અને તે જ માત-પિતા નાં દિલ
પર ચઢે છે. તખ્તનશીન પણ તેજ બનશે. કેટલી બાળકીઓ પૂછે છે બાબા બાળકો ને ખીજાવું પડે
છે. બાપ કહે છે - આનું એટલું કંઈ નથી. તમે પોકારો છો અમને પતિતો ને પાવન બનાવો. બાપ
પણ કહે છે - કામ મહાશત્રુ છે. એવું નથી કહેવાતું ક્રોધ શત્રુ છે. માતાઓમાં એટલો નથી
હોતો, પુરુષ ખૂબ લડાઈ કરે છે. હવે બાપ આપ માતાઓ ને આગળ કરી છે. વંદે માતરમ્. નહીં
તો માતાઓ ને કહે છે - તમારા પતિ ગુરુ, ઈશ્વર છે. એમની મત પર ચાલવાનું છે. બંધન
બાંધ્યું પછી ફટ થી પતિત બન્યાં. આ ઈશ્વર મળ્યાં એમને! હમણાં રામરાજ્ય સ્થાપન થાય
છે, બાકી બધાં મરતા જશે. બાબાએ સમજાવ્યું છે - વિનાશકાળે વિપરીત બુદ્ધિ. વિનાશકાળે
પ્રીતબુદ્ધિ. તમારી પરમપિતા પરમાત્મા સાથે પ્રીત બુદ્ધિ છે. તમારો આત્મા જાણે છે
શિવબાબા આમનામાં આવે છે, આમનાં દ્વારા અમે સાંભળી રહ્યાં છીએ. આટલું નાનું બિંદુ
છે. શિવબાબા નો આ ટેમ્પરરી (અલ્પકાલિન) રથ છે, આમનાં દ્વારા આ રુદ્ર-જ્ઞાન-યજ્ઞ
રચ્યો છે, જે વધતો જ જશે, બાળકોનાં ટીપે-ટીપે થી તળાવ ભરાતું રહે છે. બાળકો પોતાનું
સફળ કરતાં રહે છે કારણ કે જાણે છે - આ તો બધું માટી માં મળી જવાનું છે. કંઈ પણ
રહેવાનું નથી. આટલું તો સફળ થઈ જાય. સુદામા નું પણ ઉદાહરણ છે ને. બાળકીઓ બાબા ની
પાસે ચોખા મુઠ્ઠી કે ૬-૮ રુપિયા મોકલી દે છે. વાહ બાળકી! બાપ તો ગરીબ નિવાઝ છે ને!
આ બધી ડ્રામા માં નોંધ છે, ફરી પણ થશે. બાંધેલીઓ છે. બાબા કહે છે ભાગ્યશાળી છો -
શિવબાબા નો હાથ તો મળ્યો ને. એક દિવસ આવશે, બધાં આર્યસમાજી વગેરે પણ આવશે. જશે ક્યાં?
મુક્તિ-જીવનમુક્તિ ની હટ્ટી (સ્થાન) તો એક જ છે. સજાઓ ખાઈને બધાને મુક્તિ માં જવાનું
છે. આ છે કયામત નો સમય. બધાં પાછા જશે. આ છે સાજન ની બારાત. કેવી રીતે બારાત જશે,
તે પણ સાક્ષાત્કાર થશે. તમારા સિવાય બીજા કોઈ જોઈ ન શકે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ દ્વારા
જ્ઞાન નું જે ગુપ્ત દાન મળ્યું છે, તેની વેલ્યુ (કિંમત) ને સમજી પોતાની ઝોલી
જ્ઞાન-રત્નો થી ભરપૂર કરવાની છે. બધાને ગુપ્ત દાન આપતા જવાનું છે.
2. આ કયામત નાં સમયે
જ્યારે કે પાછાં જવાનું છે તો પોતાનું બધું સફળ કરવાનું છે. પ્રીતબુદ્ધિ બનવાનું
છે. મુક્તિ અને જીવનમુક્તિ નો રસ્તો બધાને બતાવવાનો છે.
વરદાન :-
ભોળપણ ની સાથે
ઓલમાઈટી ઓથોરિટી બની માયા નો સામનો કરવા વાળા શક્તિ સ્વરુપ ભવ
ક્યારેક-ક્યારેક
ભોળાપણ બહુ જ ભારે નુકસાન કરી દે છે. સરળતા, ભોળું રુપ ધારણ કરી લે છે. પરંતુ એવાં
ભોળા નહીં બનો જે સામનો ન કરી શકો. સરળતા ની સાથે સમાવવું અને સહન કરવાની શક્તિ
જોઈએ. જેવી રીતે બાપ ભોળાનાથ નાં સાથે ઓલમાઈટી ઓથોરિટી છે, એવી રીતે તમે પણ ભોળપણ
ની સાથે-સાથે શક્તિ સ્વરુપ પણ બનો તો માયા નો ગોળો નહીં લાગશે. માયા સામનો કરવાનાં
બદલે નમસ્કાર કરી લેશે.
સ્લોગન :-
પોતાનાં દિલ
માં યાદ નો ઝંડો લહેરાવો તો પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાવાશે.
અવ્યક્ત ઇશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો
વિશેષ યાદની યાત્રા
ને પાવરફુલ બનાવો, જ્ઞાન-સ્વરુપ નાં અનુભવી બનો. આપ શ્રેષ્ઠ આત્માઓની શુભ વૃત્તિ
અથવા કલ્યાણ ની વૃત્તિ અને શક્તિશાળી વાતાવરણ અનેક તડપતા, ભટકતા, પોકાર કરવા વાળા
આત્માઓ ને આનંદ, શાંતિ અને શક્તિ ની અનુભૂતિ કરાવશે.