10-09-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યાં છે તમને પુજારી થી પૂજ્ય બનાવવાં , પૂજ્ય થી પુજારી અને પુજારી થી પૂજ્ય બનવાની પૂરી કહાની ( કથા ) આપ બાળકો જાણો છો”

પ્રશ્ન :-
કઈ વાત દુનિયા વાળાઓનાં માટે અસંભવ લાગે અને તમે સહજ એને પોતાનાં જીવન માં ધારણ કરો છો?

ઉત્તર :-
દુનિયા વાળા સમજે છે કે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર રહેવું - આ તો બિલકુલ અસંભવ છે અને તમે સહજ ધારણ કરી લો છો, કારણકે જાણો છો આનાંથી સ્વર્ગ ની બાદશાહી મળે છે. તો આ બહુજ સસ્તો સોદો થયો ને.

ગીત :-
યહ કોન આજ આયા સવેરે…

ઓમ શાંતિ!
અંધારું અને સવાર, દુનિયાનાં માટે બિલકુલ અલગ છે. તે તો સામાન્ય છે. આપ બાળકો ની સવાર અસામાન્ય છે. દુનિયાને ખબર નથી અંધકાર અને સવાર કોને કહેવાય છે. હકીકત માં આ અંધકાર અને સવાર કલ્પ નાં આ પુરુષોત્તમ સંગમયુગ પર થાય છે. હવે અજ્ઞાન અંધકાર દૂર થાય છે. ગાય પણ છે - જ્ઞાન સૂર્ય પ્રગટ્યા. તે સૂર્ય તો પ્રકાશ આપવા વાળો છે. આ છે જ્ઞાન સૂર્ય ની વાત. ભક્તિ ને અંધકાર, જ્ઞાન ને પ્રકાશ કહેવાય છે. હમણાં આપ બાળકો જાણો છો સવાર થઈ રહી છે. ભક્તિમાર્ગ નો અંધકાર પૂરો થઈ જાય છે. ભક્તિ ને અજ્ઞાન કહેવાય છે કારણકે જેમની ભક્તિ કરે છે એમનું જ્ઞાન કાંઈ પણ નથી. વેસ્ટ ઓફ ટાઈમ (સમય નો વ્યય) થાય છે. ગુડ્ડીઓની પૂજા થતી રહે છે. અડધાકલ્પ થી આ ગુડ્ડીઓની પૂજા થાય છે. પૂજા જેમની કરે એનું પૂરું જ્ઞાન પણ જોઈએ. દેવી-દેવતાઓનો છે પૂજ્ય વંશજ (કુળ). તે જ પૂજ્ય પછી પુજારી બને છે, પૂજ્ય થી પુજારી, પુજારી થી પૂજ્ય બનવાની કેટલી લાંબી પહોળી કથા છે. મનુષ્ય તો પૂજ્ય પુજારી નો અર્થ પણ નથી સમજતાં. પરમપિતા પરમાત્મા આવે જ છે સંગમ પર, જ્યારે કે અંધકાર પૂરો થાય છે. સવાર બનાવવા આવે છે. પરતું તેઓએ કલ્પ નાં સંગમયુગ નાં બદલે યુગે-યુગે લખી દીધું છે. જ્યારે ૪ યુગ પૂરા થાય છે તો જૂની દુનિયા પૂરી થઈ પછી નવી દુનિયા શરું થાય છે. તો આને કહીશું કલ્યાણકારી સંગમયુગ. આ સમયે બધાં નર્કવાસી છે. જ્યારે કોઈ મરે છે તો કહે છે સ્વર્ગ પધાર્યાં તો જરુર નર્ક માં હતાં. આ કોઈ સમજતું નથી કે અમે નર્ક માં છીએ. રાવણે બધાંની બુદ્ધિ ને એકદમ તાળું લગાવી દીધું છે. બધાંની બુદ્ધિ એકદમ બગડી ગઈ છે. બાપ સમજાવે છે - ભારતવાસીઓની બુદ્ધિ સૌથી વિશાળ હતી. પછી જ્યારે બિલકુલ જ પથ્થરબુદ્ધિ બની જાય છે ત્યારે જ દુઃખ મેળવે છે. ડ્રામા પ્લાન અનુસાર બેસમજ બનવાનું જ છે. બેસમજ બનાવે છે માયા. પૂજ્ય ને સમજદાર અને પુજારી ને બેસમજ કહેવાય છે. કહે પણ છે અમે નીંચ-પાપી છીએ. પરતું સમજદાર ક્યારે હતાં? આ ખબર નથી પડતી. રાવણ રુપી માયા બિલકુલ જ પથ્થરબુદ્ધિ બનાવી દે છે. હમણાં તમને સમજ આવી છે કે અમે જ પૂજ્ય હતાં પછી પુજારી બન્યાં. હમણાં આપ બાળકોને ખુશી થાય છે. બહુજ દિવસો થી બૂમો પાડતાં આવ્યાં છે કે અમને શાંતિ મળે અથવા જન્મ-મરણ થી છૂટી જઈએ. પરંતુ આ માયા ની ઝંઝીરો થી મુક્ત થઈ જઈએ, આ જ્ઞાન પણ કોઈની બુદ્ધિ માં નથી.

તમે જાણો છો સીડી ઉતરતા આવે છે. સતયુગ માં તો છતાં પણ ધીરે-ધીરે ઉતરે છે, સમય લાગે છે. સુખ ની સીડી ઉતરવામાં સમય લાગે છે. દુઃખ ની સીડી જલ્દી-જલ્દી ઉતરે છે. સતયુગ-ત્રેતા માં છે ૨૧ જન્મ, દ્વાપર-કળિયુગ માં ૬૩ જન્મ, આયુષ્ય ઓછું થતું જાય છે. હમણાં તમે જાણો છો આપણી ચઢતી કળા ચપટી માં થઈ જાય છે. ગાય પણ છે જનક ને સેકન્ડ માં જીવનમુક્તિ મળી. પરતું જીવનમુક્તિ નો અર્થ સમજતાં નથી. એક જનક ને જીવનમુક્તિ મળી કે આખી દુનિયા ને મળી? હમણાં તમારી બુદ્ધિ નું તાળું ખુલી ગયું છે. કોઈની ડલ બુદ્ધિ હોય છે તો કહે છે પરમાત્મા આમને સારી બુદ્ધિ આપો. સતયુગ માં એવી કોઈ વાત નથી. જે આત્માઓ લાંબોકાળ પરમાત્મા થી અલગ રહે છે, એમનો પણ હિસાબ છે. બાપ જ્યારે પરમધામ માં હતાં, એ સમયે જે આત્માઓ એમની સાથે મુક્તિધામ માં રહે છે, અંત માં આવે છે, તે બહુજ સમય સાથે રહે છે. આપણે તો થોડો સમય ત્યાં રહીએ છીએ. પહેલાં-પહેલાં આપણે બાપ થી વિખુટા પડીએ છીએ એટલે ગવાય છે આત્મા પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ… એમનો જ હમણાં મેળો થાય છે જે બહુજ સમય થી અલગ રહે છે. જે ત્યાં બહુજ સમય સાથે રહે છે, એમને નથી મળતાં. બાપ કહે છે - ખાસ આપ બાળકોને હું ભણાવવા આવું છું. આપ બાળકોની સાથે છું તો સૌનું કલ્યાણ થાય છે. હમણાં બધાનો કયામત નો સમય છે. હમણાં બધાં હિસાબ-કિતાબ ચૂક્તું કરી ચાલ્યાં જશે. બાકી તમે રાજય-ભાગ્ય મેળવશો. આ વાતો કોઈની બુદ્ધિ માં નથી. ગાય પણ છે ગોડ ફાધર, લિબરેટર (મુક્તિ દાતા), ગાઈડ (માર્ગદર્શક). દુઃખ થી લિબરેટ (મુક્ત) કરી શાંતિધામ માં લઈ જવાનાં માટે ગાઈડ બને છે. સુખધામ નાં માટે ગાઈડ નથી બનતાં. આત્માઓ ને શાંતિધામ માં લઈ જાય છે, તે છે નિરાકારી દુનિયા - જ્યાં આત્માઓ રહે છે. પરંતુ ત્યાં કોઈ જઈ ન શકે કારણકે પતિત છે, એટલે પતિત-પાવન બાપ ને પોકારે છે. ખાસ ભારતવાસી જ્યારે ઉલ્ટા બની જાય છે ત્યારે બેહદ બાપ ને કુતરા-બિલાડા, પથ્થર-ઠીક્કર માં લઈ જાય છે. વન્ડર છે ને! પોતાનાથી પણ મને નીચે લઈ જાય છે. આ પણ ડ્રામા બનેલો છે. કોઈનો દોષ નથી, બધું ડ્રામા નાં વશ છે. ઈશ્વર નાં વશ નથી. ઈશ્વર થી પણ ડ્રામા આગળ છે. બાપ કહે છે - હું પણ ડ્રામા અનુસાર પોતાનાં સમય પર આવીશ. મારું આવવાનું એક જ વાર થાય છે. ભક્તિમાર્ગ માં મનુષ્ય કેટલાં ધક્કા ખાય છે. તમને બાપ મળ્યાં છે. બાપ થી ચપટી માં વારસો લેવાનો છે. વારસો મળી ગયો પછી ધક્કા ખાવાની દરકાર નથી. ભગવાન પોતે કહે છે હું આવીને વેદો-શાસ્ત્રો નો સાર સમજાવું છું. પહેલાં સચખંડ હતો પછી જુઠ્ઠખંડ કેવી રીતે બન્યો? આ કોઈને ખબર નથી. ગીતા કોણે સંભળાવી? આ પણ ભારતવાસી નથી જાણતાં. ભારતનો જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. દેવતા ધર્મ વાળા જ સતોપ્રધાન પૂજ્ય થી જ્યારે તમોપ્રધાન પુજારી બની જાય છે ત્યારે દેવતા ધર્મ પ્રાય:લોપ થઈ જાય છે પછી બાપ આવીને ફરીથી એ ધર્મની સ્થાપના કરે છે. ચિત્ર પણ છે, શાસ્ત્ર પણ છે. ભારતવાસીઓનું એક જ શાસ્ત્ર શિરોમણી ગીતા છે. દરેક પોતાનાં ધર્મ ને જ ભૂલી ગયાં છે, એટલે નામ બદલીને હિન્દુ રાખી દીધું છે. ડ્રામા માં નોંધ છે. આત્મા જ પુનર્જન્મ માં આવી તમોપ્રધાન બની જાય છે, ખાદ પડી જાય છે.

તમે જાણો છો આપણે સાચું ઘરેણું હતાં, હમણાં ખોટા બની ગયાં. ઘરેણું શરીર ને કહેવાય છે. શરીર દ્વારા જ પાર્ટ ભજવે છે. આપણને કેટલો લાંબો ૮૪ જન્મો નો પાર્ટ મળેલો છે. દેવતા, ક્ષત્રિય… જાતે જ પૂજ્ય, પુજારી તમે બનો છો. હું જો પૂજ્ય પછી પુજારી બનું તો તમને પૂજ્ય કોણ બનાવે? હું તો સદા પાવન, જ્ઞાન નો સાગર, પતિત-પાવન છું. તમે જ પૂજ્ય પુજારી બની દિવસ અને રાત માં આવો છો. પરંતુ તે લોકો જાણતાં નથી. બાપ સમજાવે છે દુનિયા જુઠ્ઠી બનતી જાય છે તો એટલી જુઠ્ઠી કથાઓ બેસી બનાવે છે. વ્યાસે પણ કમાલ કરી છે. હવે વ્યાસ ભગવાન તો નથી. ભગવાને તો આવીને બ્રહ્મા દ્વારા વેદો-શાસ્ત્રો નો સાર સમજાવ્યો છે. એમણે શાસ્ત્ર આપી દીધાં છે બ્રહ્મા ને. હવે ભગવાન ક્યાં? એવું તો નથી વિષ્ણુ ની નાભિ થી બ્રહ્મા નીકળ્યાં. તો વિષ્ણુએ બેસી શાસ્ત્રો નો સાર બતાવ્યો. ના, બ્રહ્મા દ્વારા સમજાવ્યું છે. ત્રિમૂર્તિ નાં ઉપર છે શિવબાબા, તે બેસી સાર બતાવે છે - બ્રહ્મા દ્વારા. જેમનાં દ્વારા સમજાવે છે તે જ પછી પાલના કરશે. તમે છો બ્રહ્માકુમાર-કુમારીઓ. બ્રાહ્મણ વર્ણ છે ઊંચા માં ઊંચો. તમે હમણાં છો ઈશ્વરીય સંતાન. ઈશ્વર નાં રચેલાં યજ્ઞ ની તમે સંભાળ કરો છો. આ જ્ઞાન-યજ્ઞ માં બધી જૂની દુનિયા સ્વાહા થઈ જવાની છે. આનું નામ રાખ્યું છે - રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન-યજ્ઞ. રાજાઈ પ્રાપ્ત કરવાનાં માટે બાપે યજ્ઞ રચ્યો છે. તે યજ્ઞ રચે છે તો માટી નાં શિવ અને સાલિગ્રામ બનાવે છે. ઉત્પત્તિ કરી, પાલના કરી પછી ખલાસ કરી દે છે. દેવતાઓની મૂર્તિઓને પણ એમ જ કરે છે. જેમ નાનાં બાળકો ગુડ્ડીઓનો ખેલ કરે છે, એમ આ પણ કરે છે. હવે બાપ નાં માટે તો કહે છે સ્થાપના, પાલના પછી વિનાશ કરે છે, પહેલાં સ્થાપના.

હમણાં તમે મૃત્યુલોક માં અમરલોક નાં માટે ભણી રહ્યાં છો. આ તમારો મૃત્યુલોક નો અંતિમ જન્મ છે. બાપ આવે છે અમરલોક સ્થાપન કરવા. એક પાર્વતીને કથા સંભળાવવાથી શું થશે? અમરનાથ શંકર ને કહે છે, એમને પાર્વતી આપે છે. હવે શંકર-પાર્વતી સ્થૂળ માં આવી કેવી રીતે શકે? જ્યારે કે એમને સૂક્ષ્મવતન માં બતાવ્યાં છે. હમણાં તમને સમજાવ્યું છે જગતઅંબા, જગતપિતા લક્ષ્મી-નારાયણ બને છે. લક્ષ્મી-નારાયણ ફરી ૮૪ જન્મો નાં પછી, જગતઅંબા, જગતપિતા બને છે. હકીકત માં જગતઅંબા છે પુરુષાર્થી પછી લક્ષ્મી છે પાવન પ્રારબ્ધ. મહિમા વધારે કોની છે? જગતઅંબા પર જુઓ કેટલાં મેળા લાગે છે. કાળી કલકત્તા વાળી પ્રખ્યાત છે. કાળી માતા ની પાસે ભલા કાળા પિતા કેમ નથી બનાવ્યાં? હકીકત માં જગતઅંબા આદિ દેવી જ્ઞાન-ચિતા પર બેસી કાળી થી ગોરી બને છે. પહેલાં જ્ઞાન-જ્ઞાનેશ્વરી છે પછી રાજ-રાજેશ્વરી બને છે. અહીં તમે આવ્યાં છો ઈશ્વર થી જ્ઞાન લઈને રાજ-રાજેશ્વરી બનવાં. લક્ષ્મી-નારાયણ ને રાજ્ય કોણે આપ્યું? ઈશ્વરે. અમરકથા સત્ય-નારાયણ ની કથા બાપ જ સંભળાવે છે, સેકન્ડ માં જેનાથી નર થી નારાયણ બને છે.

હમણાં આપ બાળકોનાં કપાટ (બુદ્ધિ) ખુલી ગયા કે કામ મહાશત્રુ છે. કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહીને પવિત્ર રહેવું અસંભવ છે. સમજાવાય છે - બાપ સ્વર્ગનાં રચયિતા છે તો જરુર એ પોતાનાં બાળકોને સ્વર્ગ ની બાદશાહી આપશે. તો સ્વર્ગ ની બાદશાહી મેળવવા માટે એક જન્મ તો પવિત્ર રહેવું પડશે. આ તો સસ્તો સોદો થયો ને! વ્યાપારી લોકો આ વાત ને સારી ઉઠાવશે કારણકે વ્યાપારી લોકો દાન પણ કરે છે. ધર્માદુ પણ કાઢે છે. બાપ કહે છે - આ સોદો કોઈ વિરલા કરે છે. કેટલો સસ્તો વેપાર છે. તો પણ ઘણાં છે જે સોદો કરીને પછી ફારકતી પણ આપી દે છે (છોડી પણ દે છે). આ નોલેજ બાપ નાં સિવાય કોઈ સમજાવી ન શકે. જ્ઞાનસાગર એક જ છે, એ જ સમજાવે છે. જે પાવન પૂજ્ય હતાં પછી ૮૪ જન્મ નાં અંત માં પુજારી બન્યાં છે. એમનાં તન માં મેં પ્રવેશ કર્યો. પ્રજાપિતા તો અહીં હશે ને. હમણાં તમે પુરુષાર્થ કરી ફરિશ્તા બની રહ્યાં છો. હવે ભક્તિમાર્ગ ની રાત્રિ નાં પછી જ્ઞાન અર્થાત્ દિવસ થાય છે. તિથિ-તારીખ તો નથી. શિવબાબા ક્યારે આવ્યાં? કોઈને પણ ખબર નથી. કૃષ્ણ જયંતી ધામધૂમ થી મનાવે છે. શિવ જયંતી ની પૂરી કોઈને ખબર પણ નથી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ કલ્યાણકારી યુગ માં એક બાપ થી જ સાચ્ચી સત્ય નારાયણ ની કથા, અમરકથા સાંભળવાની છે. બાકી જે કાંઈ સાંભળ્યું છે એને ભૂલી જવાનું છે.

2. સતયુગી બાદશાહી લેવાનાં માટે આ એક જન્મ માં પવિત્ર રહેવાનું છે. ફરિશ્તા બનવાનો પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
દરેક સંકલ્પ , સમય , શબ્દ અને કર્મ દ્વારા ઈશ્વરીય સેવા કરવા વાળા સંપૂર્ણ વફાદાર ભવ

સંપૂર્ણ વફાદાર એમને કહેવાય છે જે દરેક વસ્તુ ની પૂરે-પૂરી સંભાળ કરે છે. કોઈ પણ વસ્તુ વ્યર્થ નથી જવા દેતા. જ્યાર થી જન્મ થયો ત્યાર થી સંકલ્પ, સમય અને કર્મ બધું ઈશ્વરીય સેવા અર્થ હોય. જો ઈશ્વરીય સેવા નાં બદલે ક્યાંય પણ સંકલ્પ કે સમય જાય છે, વ્યર્થ બોલ નીકળે છે કે તન દ્વારા વ્યર્થ કાર્ય થાય છે તો એમને સંપૂર્ણ વફાદાર નહીં કહેવાશે. એવું નથી કે એક સેકન્ડ કે એક પૈસો વ્યર્થ ગયો - તો શું મોટી વાત છે. ના. સંપૂર્ણ વફાદાર અર્થાત્ સર્વસ્વ સફળ કરવા વાળા.

સ્લોગન :-
શ્રીમત ને યથાર્થ સમજીને એના પર કદમ-કદમ ચાલવામાં જ સફળતા સમાયેલી છે.

માતેશ્વરીજી નાં અનમોલ મહાવાક્ય

“ રાજઋષિ સતયુગી હોય છે”

લોકો આ જે કહે છે દ્વાપર માં રાજઋષિ હતાં, જેમણે બેસી આ વેદ-શાસ્ત્ર રચ્યા કારણકે તે ત્રિકાળદર્શી હતાં. હવે હકીકત માં રાજઋષિ આપણે સતયુગ માં જ કહી શકીએ છીએ કારણકે ત્યાં વિચારો ને પૂરા જીતેલા છે અર્થાત્ કમળ નાં ફૂલ સમાન જીવનમુક્ત અવસ્થા માં રહેતા રાજાઈ ચલાવે છે. બાકી આજે દ્વાપર માં પરમાત્મા ને પ્રાપ્ત કરવા માટે તપ કરવાવાળા ઋષિ છે જેમણે વેદ-શાસ્ત્ર રચ્યા છે સતયુગ માં તો વેદ-શાસ્ત્રો ની જરુરત જ નથી રહેતી, ન આપણે એમને ત્રિકાળદર્શી કહી શકીએ છીએ. જ્યારે આપણે બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને ત્રિકાળદર્શી નથી કહી શકતા તો પછી આ દ્વાપરયુગ વાળા રજોગુણ સમય નાં ઋષિમુની કેવી રીતે ત્રિકાળદર્શી બની શકે છે? ત્રિકાળદર્શી, ત્રિમૂર્તિ, ત્રિનેત્રી ફક્ત એક પરમાત્મા શિવ ને કહી શકીએ છીએ, જે સ્વયં આ કલ્પ નાં અંત માં આવી બધી રચનાનો અંત આપી દે છે. ત્યાં સતયુગ માં પ્રારબ્ધ ભોગવવાની છે, ત્યાં આ જ્ઞાન નથી રહેતું કે આપણે બ્રહ્માવંશી બ્રાહ્મણ જ ફક્ત માસ્ટર ત્રિમૂર્તિ, ત્રિકાળદર્શી બનીએ છીએ, બાકી આખાં કલ્પ નાં અંદર કોઈને પણ જ્ઞાન નથી મળી શકતું, ન દેવતાઓને ન મનુષ્યને ત્રિકાળદર્શી કહી શકીએ છીએ. અચ્છા. ઓમ્ શાંતિ.

અવ્યક્ત ઇશારા - હવે પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો

ક્યારેય પણ પોતાનાં પુણ્ય નાં બદલે પ્રશંસા લેવાની કામના પણ ન રાખવી, આ હદ ની પ્રશંસા ને સ્વીકાર કરવું સદાકાળ ની પ્રાપ્તિથી વંચિત થવું છે એટલે સદા આપવામાં સાગર નાં સમાન સંપન્ન બનો. તમારા દરેક બોલ બીજાઓને ખુશી માં, બાપ નાં સ્નેહ માં, અતિન્દ્રિય સુખ માં રુહાની આનંદમયી જીવન નો અનુભવ કરાવે અને દરેક કર્મ સર્વ આત્માઓ નાં પ્રત્યે સદા સહયોગ ની પ્રાપ્તિ કરાવવા વાળા હોય.