10-10-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - મન્સા
, વાચા , કર્મણા કોઈને પણ દુઃખ નહીં આપતાં , ક્યારેય કોઈ પર ગુસ્સો નહીં કરતાં ,
પ્રેમ બહુ જ મીઠી વસ્તુ છે , એનાથી કોઈને પણ વશ કરી શકો છો”
પ્રશ્ન :-
બાપ બાળકોને ડબલ
સિરતાજ વિશ્વ નાં માલિક બનવા અથવા ધી બેસ્ટ બનવાની કઈ યુક્તિ બતાવે છે?
ઉત્તર :-
દૈવીગુણ ધારણ કરી બહુ જ-બહુજ મીઠા બનો. એક બીજા ને ભાઈ-ભાઈ અથવા ભાઈ-બહેન ની દૃષ્ટિ
થી જુઓ. પોતાના પુરુષાર્થ થી પોતાને રાજતિલક આપો. ૨. સ્વયં ઈશ્વર બાપ તમને ભણાવી
રહ્યા છે તો ભણવામાં રેગ્યુલર બનો, જેટલું ભણશો-ભણાવશો, એટલાં મેનર્સ સુધરશે એટલા
ધી બેસ્ટ બનશો.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
સિકીલધે બાળકો જાણે છે કે હમણાં અમે નર્ક નો કિનારો છોડી આગળ જઈ રહ્યા છીએ, આ
પુરુષોત્તમ સંગમયુગ બિલકુલ અલગ છે વચ્ચે નો. મધ્ય નો દરિયા (સાગર) માં તમારી બોટ (નાવ)
છે. તમે ન સતયુગી છો, ન કળિયુગી છો. તમે છો પુરુષોત્તમ સંગમયુગી સર્વોત્તમ બ્રાહ્મણ.
સંગમયુગ હોય જ છે બ્રાહ્મણો નો. બ્રાહ્મણ છે ચોટલી. આ બ્રાહ્મણો નો બહુ જ નાનો યુગ
છે. આ એક જ જન્મ નો યુગ હોય છે. આ છે તમારી ખુશી નો યુગ. ખુશી કઈ વાતની છે? ભગવાન
અમને ભણાવે છે. એવા સ્ટુડન્ટને કેટલી ખુશી થશે! તમને હમણાં આખાં ચક્ર નું જ્ઞાન
બુદ્ધિમાં છે. હમણાં હમ સો બ્રાહ્મણ છીએ પછી હમ સો દેવતા બનીશું. પહેલાં પોતાનાં ઘર
સ્વીટ હોમ માં જઈશું પછી નવી દુનિયામાં આવીશું. આપણે બ્રાહ્મણ જ સ્વદર્શન ચક્રધારી
છીએ. આપણે જ આ બાજોલી ખેલ રમીએ છીએ. આ વિરાટ રુપને પણ તમે બ્રાહ્મણ બાળકો જ જાણો
છો- બુદ્ધિમાં આખો દિવસ આ વાતો સિમરણ (યાદ) થવી જોઈએ.
તમારો આ બહુ જ-બહુ જ
લવલી પરિવાર છે, તમને દરેકને બહુ જ-બહુ જ પ્રેમ હોવો જોઈએ. બાપ પણ મીઠાં છે તો
બાળકોને પણ એવા મીઠાં બનાવે છે. ક્યારેય કોઈ પર ગુસ્સો ન કરવો જોઈએ. મન્સા, વાચા,
કર્મણા કોઈને દુઃખ નહીં આપતાં. બાપ ક્યારેય કોઈને દુઃખ નથી આપતાં, જેટલાં બાપ ને
યાદ કરશો એટલાં મીઠાં બનતા રહેશો. બસ, આ યાદ થી જ બેડો પાર છે - આ છે યાદની યાત્રા.
યાદ કરતા-કરતા વાયા શાંતિધામ, સુખધામ જવાનું છે. બાપ આવ્યા જ છે બાળકોને સદા સુખી
બનાવવા. ભૂતો ને ભગાવવાની યુક્તિ બાપ બતાવે છે મને યાદ કરો તો આ ભૂત નીકળતાં જશે.
કોઈમાં ભૂત હોય તો અહીં જ મારી પાસે છોડીને જાઓ. તમે કહો પણ છો બાબા આવીને અમારા
ભૂતો ને કાઢીને પતિત થી પાવન બનાવો. તો બાપ કેટલાં ગુલ-ગુલ બનાવે છે. બાપ અને દાદા
બંને મળીને આપ બાળકોનો શૃંગાર કરે છે. તે છે હદ નાં બાપ, આ છે બેહદ નાં બાપ. તો
બાળકોએ બહુ જ પ્રેમથી ચાલવાનું અને ચલાવવાનું છે. બધા વિકારો નું દાન આપવું જોઈએ,
દે દાન તો છૂટે ગ્રહણ, એમાં કોઈ બહાના વગેરેની વાત નથી. પ્રેમ થી તમે કોઈને પણ વશ
કરી શકો છો. પ્રેમ થી સમજણ આપો, પ્રેમ બહુ જ મીઠી વસ્તુ છે. વાઘ ને, હાથી ને… જાનવરો
ને પણ મનુષ્ય પ્રેમ થી વશ કરી લે છે. તે તો છતાં પણ આસુરી મનુષ્ય છે, તમે તો હવે
દેવતા બની રહ્યા છો. તો દૈવીગુણ ધારણ કરી બહુ જ-બહુ જ મીઠાં બનવાનું છે. એકબીજા ને
ભાઈ-ભાઈ અથવા ભાઈ-બહેનની દૃષ્ટિ થી જુઓ. આત્મા, આત્મા ને ક્યારેય દુઃખ ન આપી શકે.
બાપ કહે છે મીઠાં
બાળકો, હું તમને સ્વર્ગ નું રાજ્ય ભાગ્ય આપવા આવ્યો છું. હવે તમને જે જોઈએ તે મારાથી
લો. હું તો વિશ્વનો માલિક ડબલ સિરતાજ તમને બનાવવા આવ્યો છું પરંતુ મહેનત તમારે
કરવાની છે, હું કોઈ પર તાજ નહીં રાખીશ, તમારે પોતાના પુરુષાર્થ થી જ પોતાને રાજતિલક
આપવાનું છે. બાપ પુરુષાર્થ ની યુક્તિ બતાવે છે કે આમ-આમ વિશ્વનાં માલિક ડબલ સિરતાજ
પોતાને બનાવી શકો છો. ભણતર પર પૂરું ધ્યાન આપો, ક્યારેય પણ ભણતર ને ન છોડો. કોઈ પણ
કારણ થી રિસાઈ ભણવાનું છોડી દીધું તો બહુ જ-બહુ જ નુકસાન પડી જશે. નુકસાન અને ફાયદા
ને જોતા રહો. તમે ઈશ્વરીય યુનિવર્સિટી નાં સ્ટુડન્ટ છો, ઈશ્વર બાપ થી ભણી રહ્યા છો.
ભણીને પૂજ્ય દેવતા બની રહ્યા છો. તો સ્ટુડન્ટે પણ એવા રેગ્યુલર બનવું જોઈએ,
સ્ટુડન્ટ લાઇફ ઇઝ ધ બેસ્ટ. જેટલું ભણશો, ભણાવશો અને મેનર્સ સુધારશો એટલા ધ બેસ્ટ
બનશો.
મીઠાં બાળકો હવે તમારી
રિટર્ન જર્ની (યાત્રા) છે, જેવી રીતે સતયુગ થી ત્રેતા, દ્વાપર, કળિયુગ સુધી નીચે
ઉતરતા આવ્યા છો તેવી રીતે હવે તમારે આયરન એજ થી ઉપર ગોલ્ડન એજ સુધી જવાનું છે.
જ્યારે સિલ્વર એજ સુધી પહોંચશો તો પછી આ કર્મેન્દ્રિયો ની ચંચળતા ખલાસ થઈ જશે એટલે
જેટલા બાપ ને યાદ કરશો એટલી આપ આત્માઓ થી રજો, તમો ની કટ નીકળતી જશે અને જેટલી કટ
નીકળતી જશે એટલી બાપ ચુંબક ની તરફ કશિશ વધતી જશે. કશિશ નથી થતી તો જરુર કટ લાગેલી
છે, કટ એકદમ નીકળી પ્યોર સોનું બની જાય, તે છે અંતિમ કર્માતીત અવસ્થા.
મૂળ વાત મીઠાં બાળકોને
બાપ સમજાવે છે દેહી-અભિમાની બનો. દેહ સહિત દેહ નાં બધા સંબંધો ને ભૂલી મામેકમ્ યાદ
કરો, પાવન પણ જરુર બનવાનું છે. કુમારી જ્યારે પવિત્ર છે તો બધા એમને માથું ટેકવે
છે, લગ્ન કરવાથી પછી પુજારી બની પડે છે. બધા નાં આગળ માથું નમાવવું પડે છે. કન્યા
પહેલા પિયરઘર માં હોય છે તો એટલાં વધારે સંબંધ યાદ નથી આવતાં. લગ્ન પછી દેહ નાં
સંબંધ પણ વધતા જાય પછી પતિ, બાળકો માં મોહ વધતો જાય. સાસુ-સસરા વગેરે બધા યાદ આવતા
રહેશે. પહેલાં તો ફક્ત મા-બાપ માં જ મોહ હોય છે. અહીં તો પછી એ બધા સંબંધો ને ભૂલવું
પડે છે કારણ કે આ એક જ તમારા સાચ્ચા-સાચ્ચા માત-પિતા છે ને. આ છે ઈશ્વરીય સંબંધ.
ગાઓ પણ છો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ… આ માત-પિતા તો તમને વિશ્વ નાં માલિક બનાવે છે
એટલે બાપ કહે છે મુજ બેહદ નાં બાપ ને નિરંતર યાદ કરો બીજાં કોઈ પણ દેહધારી થી મમત્વ
ન રાખો. આ બેહદ નાં બાપ જે તમને સ્વર્ગ માં લઈ જાય છે, એવા મીઠાં બાપ ને બહુ જ
પ્રેમ થી યાદ કરતાં અને સ્વદર્શન ચક્ર ફરાવતા રહો. આ જ યાદ નાં બળ થી જ તમારો આત્મા
કંચન બની સ્વર્ગ નો માલિક બની જશે. સ્વર્ગ નું નામ સાંભળીને દિલ ખુશ થઈ જાય છે. જે
નિરંતર યાદ કરતા અને બીજાઓને પણ યાદ કરાવતા રહેશે તે જ ઊંચ પદ મેળવશે. આ પુરુષાર્થ
કરતાં-કરતાં અંત માં તમારી તે અવસ્થા જામી જશે. આ તો દુનિયા પણ જૂની છે, દેહ પણ જૂનો
છે, દેહ સહિત દેહ નાં બધાં સંબંધ પણ જૂના છે, આ બધાથી બુદ્ધિયોગ હટાવી એક બાપ સંગ
જોડવાનો છે, જે અંતકાળ માં પણ એ એક બાપ ની જ યાદ રહે બીજો કોઈ સંબંધ યાદ હશે તો પછી
અંત માં પણ તે યાદ આવી જશે અને પદ ભ્રષ્ટ થઈ જશે. અંતકાળ જે બેહદ બાપ ની યાદ માં
રહેશે તે જ નરથી નારાયણ બનશે. બાપ ની યાદ છે તો પછી શિવાલય દૂર નથી.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો બેહદ નાં બાપ પાસે આવે જ છે રિફ્રેશ થવા માટે કારણ કે બાળકો જાણે છે બેહદ નાં
બાપ થી બેહદ વિશ્વની બાદશાહી મળે છે, આ ક્યારેય ભૂલવું ન જોઈએ. તે સદૈવ યાદ રહે તો
પણ બાળકોને અપાર ખુશી રહે. આ બેજ ચાલતા-ફરતા, ઘડી-ઘડી જોતા રહો, એકદમ હૃદય થી લગાવી
દો. ઓહો! ભગવાન ની શ્રીમત થી અમે આ બની રહ્યા છે. બસ બેજ ને જોઈ એને પ્રેમ કરતા રહો.
બાબા-બાબા કરતા રહો તો સદૈવ સ્મૃતિ રહેશે. અમે બાપ દ્વારા આ બનીએ છીએ.
મીઠાં બાળકોની બહુ જ
વિશાળ બુદ્ધિ હોવી જોઈએ. આખો દિવસ સર્વિસ નાં જ વિચારો ચાલતા રહે. બાબા ને તો તે
બાળકો જોઈએ જે સર્વિસ વગર રહી ન શકે. આપ બાળકોને આખાં વિશ્વ પર ઘેરાવ નાખવાનો છે
અર્થાત્ પતિત દુનિયાને પાવન બનાવવાની છે. આખાં વિશ્વને દુઃખધામ થી સુખધામ બનાવવાનું
છે. ટીચરને પણ ભણાવવામાં મજા આવે છે ને. તમે તો હવે બહુ જ ઊંચ ટીચર બનો છો. જેટલાં
સારા ટીચર, તે ઘણાઓ ને આપ સમાન બનાવશે. ક્યારેય થાકશે નહીં. ઈશ્વરીય સેવામાં બહુ જ
ખુશી રહે છે. બાપની મદદ મળે છે. આ મોટો બેહદ નો વેપાર પણ છે, વેપારી લોકો જ ધનવાન
બને છે. તે આ જ્ઞાન માર્ગ માં પણ વધારે ઉછળે છે. બાપ પણ બેહદ નાં વેપારી છે ને. સૌદો
બહુ જ ફર્સ્ટ ક્લાસ છે પરંતુ એમાં બહુ જ સાહસ ધારણ કરવું પડે છે. નવાં-નવાં બાળકો
જુના થી પણ પુરુષાર્થ માં આગળ જઈ શકે છે. દરે કની ઇન્ડિવિજ્યુઅલ તકદીર છે તો
પુરુષાર્થ પણ દરેક ને ઈન્ડિવિજ્યુઅલ કરવાનો છે, પોતાની પુરી ચેકિંગ કરવી જોઈએ. એવી
ચેકિંગ કરવા વાળા એકદમ રાત-દિવસ પુરુષાર્થ માં લાગી જશે, કહેશે અમે પોતાનો ટાઈમ
વેસ્ટ કેમ કરીએ. જેટલું થઈ શકે ટાઈમ સેફ (સુરક્ષિત)કરે. પોતાનાથી પાક્કુ પ્રણ કરી
દે છે, અમે બાપને પણ ક્યારેય નહીં ભૂલીશુ, સ્કોલરશિપ લઈને જ છોડીશું. એવા બાળકોને
પછી મદદ પણ મળે છે. એવાં પણ નવાં-નવાં પુરુષાર્થી બાળકો તમે જોશો, સાક્ષાત્કાર કરતા
રહેશો. જેવી રીતે શરુઆત માં થયું તે જ પછી અંત માં જોશો, જેટલા નજીક થતા જશો એટલાં
ખુશી માં નાચતાં રહેશો. ત્યાં ખૂને નાહેક ખેલ પણ ચાલતો રહેશે.
આપ બાળકોની ઈશ્વરીય
રેસ ચાલી રહી છે, જેટલા આગળ દોડતા જશો એટલી નવી દુનિયા નાં દૃશ્ય પણ નજીક આવતા જશે.
ખુશી વધતી જશે, જેમને નજારા નજીક નથી દેખાતાં એમને ખુશી પણ નહીં થશે. હમણાં તો
કળિયુગી દુનિયાથી વૈરાગ અને સતયુગી નવી દુનિયાથી બહુ જ પ્રેમ હોવો જોઈએ. શિવબાબા
યાદ રહેશે તો સ્વર્ગ નો વારસો પણ યાદ રહેશે. સ્વર્ગનો વારસો યાદ રહેશે તો શિવબાબા
પણ યાદ રહેશે. આપ બાળકો જાણો છો હમણાં અમે સ્વર્ગ તરફ જઈ રહ્યા છીએ, પગ નર્ક તરફ છે
- માથું સ્વર્ગ તરફ છે. હમણાં તો નાનાં-મોટા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. બાબા ને
સદૈવ આ નશો રહે છે ઓહો! હું જઈને આ બાલકૃષ્ણ બનીશ, જેના માટે ઈનએડવાન્સ સૌગાત પણ
મોકલતા રહે છે. જેમને પૂરો નિશ્ચય છે તે જ ગોપિકાઓ ભેટ મોકલે છે, એમને અતિન્દ્રિય
સુખની ભાસના આવે છે.|અમે જ અમરલોક માં દેવતા બનીશું. કલ્પ પહેલા પણ અમે જ બન્યા હતા
પછી અમે ૮૪ જન્મ લીધા છે. આ બાજોલી યાદ રહે તો પણ અહો સૌભાગ્ય-સદા અથાહ ખુશી માં રહો.
મોટી લોટરી મળી રહી છે. ૫ હજાર વર્ષ પહેલાં પણ આપણે રાજ્યભાગ્ય મેળવ્યું હતું ફરી
કાલે મેળવીશું, ડ્રામા માં નોંધ છે. જેવી રીતે કલ્પ પહેલા જન્મ લીધો હતો તેવી રીતે
જ લેશો, એ જ આપણાં મા-બાપ હશે. જે શ્રીકૃષ્ણ નાં બાપ હતા તે જ ફરી બનશે. એવા-એવા જે
આખો દિવસ વિચાર કરતા રહેશે તો તે બહુ જ રમણીકતા માં રહેશે. વિચાર સાગર મંથન નથી કરતા
તો અનહેલ્દી છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ઈશ્વરીય
સર્વિસમાં ક્યારેય થાકવુ નહીં, સારા ટીચર બની આપ સમાન બનાવવાની સેવા કરવાની છે.
2. યાદ નાં બળથી
આત્માને કંચન બનાવવા નાં છે, કોઈ પણ દેહધારી માં મમત્વ નહીં રાખવું.
વરદાન :-
સાઇલેન્સની
શક્તિ દ્વારા સેકન્ડમાં દરેક સમસ્યા ને હલ કરવા વાળા એકાંતવાસી ભવ
જ્યારે કોઈપણ નવી કે
શક્તિશાળી ઇન્વેન્શન કરે છે તો અંડરગ્રાઉન્ડ કરે છે. અહીં એકાંતવાસી બનવું જ
અંડરગ્રાઉન્ડ છે. જે પણ સમય મળે, કારોબાર કરતા પણ, સાંભળતા-સંભળાવતા, ડાયરેક્શન આપતા
પણ આ દેહ ની દુનિયા અને દેહ નાં ભાનથી પરે સાયલેન્સમાં ચાલ્યા જાઓ. આ અભ્યાસ કે
અનુભવ કરવો કરાવવા ની સ્ટેજ દરેક સમસ્યા ને હલ કરી દેશે. એનાથી એક સેકન્ડમાં કોઈને
પણ શાંતિ કે શક્તિની અનુભૂતિ કરાવી દેશે. જે પણ સામે આવશે તે એ જ સ્ટેજમાં
સાક્ષાત્કારનો અનુભવ કરશે.
સ્લોગન :-
વ્યર્થ સંકલ્પ
કે વિકલ્પ થી કિનારો કરી આત્મિક સ્થિતિમાં રહેવું જ યોગયુકત બનવું છે.
અવ્યક્ત ઇશારે -
પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો
બ્રહ્મા બાપે બાળકોને
માલિક બનાવ્યા અને સ્વયં ને સેવાધારી નાં રુપમાં રાખ્યા. માલિક-પણા નું માન પણ આપ્યું,
શાન પણ આપ્યું, નામ પણ આપ્યું. ક્યારેય પોતાનું નામ નહીં કર્યું- મારા બાળકો. તો
જેવી રીતે બાપે નામ, માન, શાન બધાનો ત્યાગ કર્યો, પરોપકાર કર્યો, સ્વયં નું સુખ
બાળકો નાં સુખમાં સમજ્યા. બાળકોની વિસ્મૃતિ નાં કારણે દુઃખનો અનુભવ તો પોતાનું દુઃખ
સમજ્યા. એવા ફોલો ફાધર કરી પરોપકારની ભાવના થી સંપન્ન બનો ત્યારે વિશ્વ કલ્યાણ નું
કાર્ય સંપન્ન થશે.