10-11-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પોતાની તકદીર ઊંચી બનાવવી છે તો રુહાની સેવા નો શોખ રાખો , બધા ને જ્ઞાન - ધન નું દાન કરતાં રહો”

પ્રશ્ન :-
રુહાની બાપ એવી કઈ શ્રીમત આપે છે જે આજ સુધી કોઈ મનુષ્યે નથી આપી?

ઉત્તર :-
હે રુહાની બાળકો, તમે રુહાની સેવા માં દધીચિ ઋષિ ની જેમ હડ્ડી (હાડકા) આપો. બાપ થી જે અવિનાશી જ્ઞાન-રત્ન મળ્યાં છે તેનું દાન કરો. આ જ છે સાચ્ચી સેવા. આવી સેવા કરવાની મત કોઈ પણ મનુષ્ય ન આપી શકે. રુહાની સેવા કરવા વાળા ખુશી માં નાચતાં રહેશે. તકદીર ઊંચી બનતી જશે.

ગીત :-
બદલ જાયે દુનિયા…

ઓમ શાંતિ!
બાળકોએ ગીતની બે લાઈન સાંભળી. તેમણે તો ગીત બનાવી દીધું છે. જેમ કોઈની સગાઈ થાય છે તો આ પાક્કું જ છે કે સ્ત્રી-પુરુષ ક્યારેય એક-બીજા ને છોડશે નહીં. કોઈ વિરલા એવાં હોય છે જે પરસ્પર નથી બનતું તો છોડી પણ દે છે. અહીં આપ બાળકો કોની સાથે પ્રતિજ્ઞા કરો છો? ઈશ્વર ની સાથે. જેમની સાથે આપ બાળકોની અથવા સજનીઓની સગાઈ થઈ છે. પરંતુ એવાં જે વિશ્વ નાં માલિક બનાવે છે એમને પણ છોડી દે છે. અહીં તમે બાળકો બેઠાં છો. તમે જાણો છો હવે બેહદનાં બાપદાદા આવ્યાં કે આવ્યાં. આ અવસ્થા જે તમારી અહીં રહે છે, બહાર સેવાકેન્દ્ર પર થઈ ન શકે. અહીં તમે સમજશો બાપદાદા આવ્યાં કે આવ્યાં. બહાર સેવાકેન્દ્ર પર સમજશે બાબાએ વગાડેલી (સંભળાવેલી) મોરલી આવી કે આવી. અહીં અને ત્યાં માં બહુજ ફરક રહે છે કારણકે અહીં બેહદ નાં બાપદાદા ની સન્મુખ તમે બેઠાં છો. ત્યાં તમે સન્મુખ નથી. ઈચ્છો છો સન્મુખ જઈને મોરલી સાંભળીએ. અહીં બાળકોની બુદ્ધિ માં આવ્યું કે બાબા આવ્યાં કે આવ્યાં. જેવી રીતે બીજા સત્સંગ હોય છે. ત્યાં સમજશે ફલાણા સ્વામી આવશે. પરંતુ આ ખ્યાલાત પણ બધાનાં એકરસ નથી રહેતાં. કોઈને સંબંધી યાદ આવશે. બુદ્ધિ એક ગુરુ નાં સાથે પણ રહેતી નથી. કોઈ વિરલા જ હશે જે સ્વામી ની યાદ માં બેઠાં હશે. અહીં પણ એવું છે. એવું નથી કે બધાં શિવબાબા ની યાદ માં રહે છે. બુદ્ધિ દોડતી રહે છે. મિત્ર-સંબંધી યાદ આવશે. પૂરો સમય એક જ શિવબાબા નાં સન્મુખ રહેવામાં તો અહો સૌભાગ્ય. સ્થાઈ યાદ માં કોઈ વિરલા જ રહે છે. અહીં શિવબાબા ની સન્મુખ રહેવામાં તો ખૂબ ખુશી રહેવી જોઈએ. અતીન્દ્રિય સુખ ગોપી વલ્લભ નાં ગોપ ગોપીઓથી પૂછો. આ અહીંયાનું ગવાયેલું છે. અહીં તમે બાબાની યાદ માં બેઠાં છો. જાણો છો હમણાં આપણે ઈશ્વર નાં બન્યાં છીએ પછી દૈવી-ગોદ માં હોઈશું. ભલે કોઈની બુદ્ધિ માં સર્વિસ (સેવા) નાં ખ્યાલાત ચાલે છે. આ ચિત્ર માં આ કરેક્શન (સુધારો) કરીએ, આ લખીએ. પરંતુ સારા બાળકો હશે તો સમજશે કે હવે તો બાપ થી જ સાંભળવાનું છે, બીજા કોઈ સંકલ્પ આવવાં નહીં દેશે. બાપ જ્ઞાન-રત્નો થી ઝોલી ભરવા આવ્યાં છે. તો બાપ થી જ બુદ્ધિયોગ લગાવવાનો છે. નંબરવાર ધારણા કરવા વાળા તો હોય જ છે. કોઈ સારી રીતે ધારણ કરે છે, કોઈ ઓછું ધારણ કરે છે. બુદ્ધિયોગ બીજી તરફ દોડતો રહેશે તો ધારણા નહીં થશે. કાચ્ચા થઈ જશો. એક-બે વાર મોરલી સાંભળી, ધારણા નહીં થઈ તો આદત પાક્કી થઈ જાય છે. પછી કેટલું પણ સાંભળતાં રહેશે, ધારણા થશે નહીં. કોઈને સંભળાવી નહીં શકે. જેમને ધારણા થશે તેમને સર્વિસ નો શોખ થશે, ઉછળતાં રહેશે. જઈને ધન-દાન કરું, કારણકે આ ધન એક બાપ સિવાય બીજા કોઈની પાસે નથી. બાપ આ પણ જાણે છે બધાંને ધારણા થઈ ન શકે. બધાં એકરસ ઊંચ પદ મેળવી નથી શકતાં એટલે બુદ્ધિ બીજી તરફ ભટકતી રહે છે. ભવિષ્ય તકદીર આટલી ઊંચી બની નથી શકતી. પછી કોઈ સ્થૂળ સર્વિસ માં પોતાની હડ્ડી આપે છે, બધાંને રાજી કરે છે. જેવી રીતે ભોજન બનાવે છે, ખવડાવે છે આ પણ સબ્જેક્ટ (વિષય) છે ને. સર્વિસ નો જેમને શોખ હશે તે મુખ થી કહ્યાં વગર રહેશે નહીં. પછી બાબા જુએ પણ છે કે ક્યાંક દેહ-અભિમાન તો નથી. મોટાઓનો રિગાર્ડ (આદર) રાખે છે કે નહીં. મોટાં મહારથીઓનો રિગાર્ડ તો રાખવાનો હોય છે. હાં, કોઈ નાનાં પણ હોશિયાર થઈ જાય છે, તો થઇ શકે છે મોટાં ને એમનો રિગાર્ડ રાખવો પડે કારણકે બુદ્ધિ એમની ગેલપ (ઝડપ) કરી લે છે. સર્વિસ નો શોખ જોઈ બાપ તો ખુશ થશે ને. આ સારી સર્વિસ કરશે. આખો દિવસ પ્રદર્શન સમજાવવાની પણ પ્રેક્ટિસ (અભ્યાસ) કરવી જોઈએ. પ્રજા પણ તો અસંખ્ય બનવાની છે ને. લાખો પ્રજા જોઈએ. બીજો તો કોઈ ઉપાય નથી. સૂર્યવંશી, ચંદ્રવંશી રાજા-રાણી પ્રજા બધાં અહીં બનવાનાં છે. કેટલી સર્વિસ કરવી જોઈએ. બાળકોની બુદ્ધિ માં છે હમણાં અમે બ્રાહ્મણ બન્યાં છીએ. ઘર ગૃહસ્થ માં રહેવાથી દરેકની અવસ્થા પોતાની રહે છે ને. ઘરબાર તો છોડવાનું નથી. બાબા કહે છે ઘર માં ભલે રહો, પરંતુ બુદ્ધિ માં આ નિશ્ચય રાખવાનો છે કે આ જૂની દુનિયા ખતમ થયેલી જ છે. આપણું હવે બાપ થી કામ છે. આ પણ જાણો છો કલ્પ પહેલાં જેમણે આ જ્ઞાન લીધું હતું, તે જ લેશે. સેકન્ડ બાય (પછી) સેકન્ડ હૂબહૂ રીપિટ (પુનરાવર્તિત) થઈ રહ્યું છે. આત્મા માં જ્ઞાન છે ને. બાપ ની પાસે પણ જ્ઞાન છે. આપ બાળકોએ પણ બાપ જેવા બનવાનું છે, પોઈન્ટ (મુદ્દા) ધારણ કરવાનાં છે. બધાં પોઈન્ટ એક સાથે નથી સમજાવાતાં. લક્ષ પાક્કું રખાય છે. વિનાશ પણ સામે છે. આ તે જ વિનાશ છે. સતયુગ, ત્રેતા માં કોઈ લડાઈ વગેરે હોતી નથી. તે તો પછી જ્યારે બહુજ ધર્મ હોય છે, લશ્કર મોટું થાય છે ત્યારે લડાઈ શરું થાય છે. પહેલાં-પહેલાં આત્માઓ સતોપ્રધાન થી ઉતરે છે પછી સતો-રજો-તમો માં આવે છે. આ બધું બુદ્ધિ માં રાખવાનું છે. કેવી રીતે રાજધાની સ્થાપન થઈ રહી છે. અહીં બેઠાં છો તો આ બુદ્ધિમાં રાખવાનું છે. શિવબાબા આવીને આપણને ખજાના આપે છે, જેને બુદ્ધિ માં ધારણ કરવાનાં છે. સારા-સારા બાળકો નોટ્સ (નોંધ) લે છે, નોટ્સ લેવી સારું છે, તો બુદ્ધિ માં ટોપિક્સ (વિષય) આવશે. આજે આ ટોપિક પર સમજાવીશું.

બાપ કહે છે મેં તમને કેટલો ખજાનો આપ્યો હતો. સતયુગ-ત્રેતા માં તમારી પાસે અથાહ ધન હતું પછી વામમાર્ગ માં જવાથી ઓછું થતું ગયું. ખુશી પણ ઓછી થતી ગઈ. કાંઈ ન કાંઈ વિકર્મ થવા લાગ્યાં. ઉતરતાં-ઉતરતાં કળાઓ ઓછી થતી જાય છે. સતોપ્રધાન સતો, રજો, તમો ની સ્ટેજીસ (સ્થિતિ) હોય છે ને સતો થી રજો માં આવો છો તો એવું નથી ફટ થી આવી જાઓ છો. તમોપ્રધાન માં પણ ધીરે-ધીરે ઉતરો છો, તેમાં પણ સતો-રજો-તમો સ્ટેજીસ આવશે. ફટ થી તમોપ્રધાન નહીં થશો. ધીરે-ધીરે સીડી ઉતરતાં જાઓ છો. કળાઓ ઓછી થતી જાય છે. હવે જમ્પ (છલાંગ) લગાવવાનો છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે, આનાં માટે સમય બાકી થોડો છે. ગવાયેલું પણ છે ચઢે તો ચાખે વૈકુંઠ રસ. કામ ની ચમાટ (થપ્પડ) લાગે છે તો એકદમ ચકનાચૂર થઈ જાય છે. હડગુડ (હાડકા) તૂટી જાય છે, જેવી રીતે કોઈ મનુષ્ય પોતાનો જીવધાત કરે છે. આત્મઘાત નહીં, જીવધાત કહેવાય છે. એવી રીતે આ પણ આત્માનો ઘાત થઈ જાય છે. કરેલી કમાણી બધી ખતમ થઈ જાય છે. અહીં તો બાપ પાસેથી વારસો મેળવવાનો છે, બાપ ને યાદ કરવાનાં છે કારણ કે બાપ પાસેથી બાદશાહી મળે છે. પોતાનાથી પૂછવાનું છે કે મેં બાપ ને યાદ કરી કેટલી ભવિષ્ય નાં માટે કમાણી કરી? કેટલાં આંધળા ની લાઠી બન્યાં? ઘર-ઘર માં સંદેશ આપવાનો છે કે આ જૂની દુનિયા બદલાઈ રહી છે. બાપ નવી દુનિયાનાં માટે રાજયોગ શિખવાડી રહ્યાંં છે. સીડી માં દેખાડ્યું છે, આ બનાવવા માં મહેનત લાગે છે. આખો દિવસ ખ્યાલાત ચાલતાં રહે છે કે એવું સહજ બનાવીએ જે કોઈ સમજી જાય. આખી દુનિયા તો નહીં આવશે. દેવી-દેવતા ધર્મ વાળા જ આવશે. તમારી સર્વિસ તો ખૂબ ચાલવાની છે. તમે જાણો છો આપણો ક્લાસ ક્યાં સુધી ચાલશે! તે તો લાખો વર્ષ કલ્પ ની આયુ સમજે છે. તો શાસ્ત્ર વગેરે સંભળાવતાં જ રહે છે. સમજે છે જ્યારે અંત થશે ત્યારે બધાનાં સદ્દગતિ દાતા આવશે. પછી જે અમારા ચેલા છે એમની ગતિ થઈ જશે. પછી અમે પણ જઈને જ્યોતિ માં સમાઈ જઈશું, પરંતુ એવું તો નથી. તમે જાણો છો આપણે અમર બાપ દ્વારા સાચ્ચી-સાચ્ચી અમરકથા સાંભળી રહ્યાંં છીએ. તો અમર બાબા જે કહે છે તે માનવું પણ જોઈએ. ફક્ત કહે છે મને યાદ કરો અને પવિત્ર બનો. નહીં તો બહુજ સજાઓ ખાવી પડશે, પદ પણ ઓછું મળશે. સર્વિસ માં મહેનત કરવાની છે. જેમ દધીચિ ઋષિ નું દૃષ્ટાંત છે, હડ્ડીઓ પણ સર્વિસ માં આપી દીધી. પોતાનાં શરીર નો પણ ખ્યાલ ન કરીને સર્વિસ માં રહેવાનું છે, આને કહેવાય છે હડ્ડી સર્વિસ અને બીજી છે રુહાની હડ્ડી સર્વિસ. રુહાની સર્વિસ વાળા રુહાની નોલેજ જ સંભળાવતાં રહેશે. જ્ઞાન-ધન દાન કરતાં ખુશી માં નાચતાં રહેશે. દુનિયામાં જે મનુષ્ય સર્વિસ કરે છે તે છે શારીરિક. શાસ્ત્ર બેસી સંભળાવે છે, તે કોઈ રુહાની સર્વિસ નથી. રુહાની સર્વિસ ફક્ત બાપ જ શિખવાડે છે. સ્પ્રિચ્યુઅલ બાપ (પરમપિતા પરમાત્મા) જ આવીને સ્પ્રિચ્યુઅલ બાળકો (આત્માઓ) ને ભણાવે છે. તમે હવે તૈયારી કરી રહ્યાંં છો - સતયુગ નવી દુનિયામાં જવાનાં માટે. ત્યાં તમારા થી કોઈ વિકર્મ નહીં થશે. તે છે રામરાજ્ય. ત્યાં હોય જ છે થોડાં. તે થોડાં મનુષ્ય આવીને ભણશે. હમણાં તો રાવણ રાજ્ય માં બધાં દુઃખી છે ને. આ બધી નોલેજ તમારી બુદ્ધિ માં છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર. આ સીડી નાં ચિત્ર માં જ બધી નોલેજ આવી જાય છે. આ ચિત્ર બનાવવાનાં માટે મશીનરી જોઈએ. તે ગવર્મેન્ટ (સરકાર) નાં સમાચાર-પત્ર કેટલાં છપાય છે. કેટલો કારોબાર ચાલે છે. અહીં તો બધું હાથે થી બનાવવું પડે છે.

બાપ કહે છે - આ અંતિમ જન્મ પવિત્ર બનો તો પવિત્ર દુનિયાનાં માલિક બનશો. આ નોલેજ કોઈની પાસે નથી. કહેશે આ સીડી માં બીજા ધર્મો નાં સમાચાર ક્યાં છે? તે પણ આ ગોળા માં લાગેલા છે. તે નવી દુનિયામાં તો આવતાં જ નથી. તેમને શાંતિ મળે છે. ભારત વાસી જ સ્વર્ગ માં હતાં ને. ભારત માં જ બાપ રાજ્યોગ શિખવાડવા આવે છે એટલે ભારત નો પ્રાચીન રાજ્યોગ બધાં પસંદ કરે છે. આ ચિત્ર થી તે સ્વયં જ સમજી જશે, બરોબર નવી દુનિયામાં ફક્ત ભારત જ હતો. પોતાનાં ધર્મ ને પણ સમજી જશે. જેવી રીતે ક્રાઈસ્ટ આવ્યાં ધર્મ સ્થાપન કરવાં. આ સમયે તે પણ બેગર (કંગાળ) રુપ માં છે, બધાં તમોપ્રધાન છે. આ રચતા અને રચના ની કેટલી મોટી નોલેજ છે. તમે કહી શકો છો કે અમને કોઈનાં પૈસા ની દરકાર (જરુર) નથી. પૈસા અમે શું કરીશું! તમે આ સાંભળો અને બીજાઓને સંભળાવવા માટે આ ચિત્ર વગેરે છપાવો. આ ચિત્રો થી કામ લેવાનું છે. હોલ બનાવો, જ્યાં આ નોલેજ સંભળાય. બાકી અમે પૈસા લઈને શું કરીશું. તમારા જ ઘર નું કલ્યાણ થવાનું છે. તમે ફક્ત પ્રબંધ કરો, બહુજ આવીને સાંભળશે. રચના અને રચતા ની નોલેજ તો ખૂબ સારી છે. આ તો મનુષ્યોએ જ સમજવાની છે, વિદેશ વાળા આ નોલેજ સાંભળીને ખૂબ પસંદ કરશે. ખૂબ ખુશ થશે. સમજશે અમે પણ બાપ ની સાથે યોગ લગાવીશું તો વિકર્મ વિનાશ થઈ જશે. બધાંને બાપ નો પરિચય આપવાનો છે. સમજશે આ નોલેજ ગોડફાધર નાં સિવાય કોઈ આપી ન શકે. કહે છે ખુદાએ બહિશ્ત (સ્વર્ગ) સ્થાપન કર્યું. પરંતુ એ કેવી રીતે આવે છે, આ કોઈને ખબર નથી. તમારી વાતો સાંભળીને બહુજ ખુશ થશે. પછી પુરુષાર્થ કરી યોગ શિખશે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનાં માટે પણ પુરુષાર્થ કરશે. સર્વિસ નાં માટે તો ખૂબ ખ્યાલ કરવાં જોઈએ. ભારત માં હુન્નર (કળા) બતાવે ત્યારે બહાર મોકલશે. આ મનુષ્ય જાણશે, નવી દુનિયા બનાવવામાં કોઈ વાર થોડી લાગે છે! ક્યાંય પણ અર્થક્વેક (ધરતીકંપ) વગેરે થાય છે તો ૨-૩ વર્ષ માં એકદમ નવું મકાન બની જાય છે. જેટલાં વધારે કારીગર હશે એટલું જલ્દી મકાન બનશે. એક માસ માં પણ મકાન બનાવી શકાય છે. કારીગર, સામાન વગેરે બધું તૈયાર થાય પછી બનાવવામાં વાર થોડી લાગશે! વિદેશ માં મકાન કેવી રીતે બને છે, મિનિટ મોટર. તો સ્વર્ગ માં કેટલાં જલ્દી બનતાં હશે. સોનું, ચાંદી ખૂબ તમને મળી જાય છે. ખાણો થી સોનું, ચાંદી, હીરા વગેરે લઈ આવે છે. હુન્નર તો બધાં શિખી રહ્યાંં છે. સાયન્સ (વિજ્ઞાન) નો કેટલો ઘમંડ છે. આ જ સાયન્સ પછી ત્યાં પણ કામ આવશે. અહીં શિખવા વાળા ત્યાં બીજા જન્મ માં કામ માં આવશે. તે સમયે તો આખી નવી દુનિયા થઈ જાય છે, રાવણ રાજ્ય જ ખતમ થઈ જાય છે. ૫ તત્વ પણ કાયદા મુજબ સર્વિસ માં રહે છે. સ્વર્ગ બની જાય છે. ત્યાં કોઈ ઉપદ્રવ નથી થતો. રાવણ રાજ્ય જ નથી. બધાં સતોપ્રધાન છે. સૌથી સારી વાત છે કે બાપ થી ખૂબ લવ (પ્રેમ) હોવો જોઈએ. બાપ જે ફુરના (જ્ઞાન) આપે છે તેને ધારણ કરવાનું અને બીજાઓને દાન આપવાનું છે. જેટલું દાન આપશો એટલું ભેગું થઈ જશે. સર્વિસ જ નહીં કરશો તો ધારણા કેવી રીતે થશે? સર્વિસ માં બુદ્ધિ ચાલવી જોઈએ. સર્વિસ તો ઘણી બધી થઈ શકે છે. કોઈ કરતાં રહે. દિવસ-પ્રતિ-દિવસ ઉન્નતિ ને પામવાની છે! પોતાની પણ ઉન્નતી કરવાની છે! અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પરસ્પર એકબીજા નો રિગાર્ડ રાખવાનો છે. સર્વિસ નો ખૂબ-ખૂબ શોખ રાખવાનો છે. જ્ઞાન-રત્નો થી પોતાની ઝોલી ભરી પછી તેનું દાન કરવાનું છે.

2. એક બાપ પાસેથી જ સાંભળવાનો સંકલ્પ રાખવાનો છે. બીજા ખ્યાલાતો માં બુદ્ધિ ને ભટકાવવા ની નથી

વરદાન :-
વિચારવામાં અને કરવાનાં અંતર ને મિટાવવા વાળા સ્વ પરિવર્તક સો વિશ્વ પરિવર્તક ભવ

કોઈ પણ સંસ્કાર-સ્વભાવ, બોલ કે સંપર્ક જે યથાર્થ નથી વ્યર્થ છે એ વ્યર્થ ને પરિવર્તન કરવાની મશીનરી ફાસ્ટ કરો. વિચાર્યું અને કર્યું… ત્યારે વિશ્વ પરિવર્તન ની મશીનરી તેજ થશે હમણાં સ્થાપના નાં નિમિત્ત બનેલા આત્માઓનાં વિચારવા અને કરવામાં અંતર દેખાઈ આવે છે આ અંતર ને મિટાવો ત્યારે સ્વ પરિવર્તક સો વિશ્વ પરિવર્તક બની શકશો.

સ્લોગન :-
સૌથી લક્કી તે છે જેમણે પોતાનાં જીવન માં અનુભૂતિ ની ગિફ્ટ પ્રાપ્ત કરી છે.

અવ્યક્ત ઇશારા - બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિ નો અનુભવ કરો

સંગમયુગ ની સંપૂર્ણ સ્ટેજ નું ચિત્ર છે ફરિશ્તા. ફરિશ્તા બિલકુલ હલ્કા હોય છે અને જેમનામાં હલ્કાપણું છે તે દરેક પરિસ્થિતિ માં પોતાની શ્રેષ્ઠ સ્થિતિ બનાવી લે છે. ફરિશ્તા સંકલ્પો માં પણ હલ્કા, વાણી માં પણ હલ્કા અને કર્મ કરવામાં પણ હલ્કા અને સંબંધ માં પણ હલ્કા રહેશે અને જે હલ્કા હશે તે એક સેકન્ડ માં કોઈ પણ આત્મા નાં સંસ્કારો ને પારખી શકશે. જ્યારે આ બધા ગુણ દરેક કર્મ માં પ્રત્યક્ષ દેખાઈ આવે ત્યારે સમજો હવે સંપૂર્ણ સ્ટેજ નજીક છે.