11-07-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે પોતાનું ચિંતન કરવાનું છે , બીજા નું નહીં કારણકે ડ્રામા અનુસાર જે કરશે તે પામશે”

પ્રશ્ન :-
ત્રિકાળદર્શી બનવાથી આત્મા ને કઈ સ્મૃતિ આવી છે?

ઉત્તર :-
આત્મા ને સ્મૃતિ આવી - અમે અસલ મૂળવતન નાં નિવાસી આ ડ્રામા માં પાર્ટ ભજવવા આવ્યાં છીએ, અમે મુખ્ય એક્ટર બની ૮૪ જન્મો નો પાર્ટ ભજવ્યો. હમણાં બાપ નાં સન્મુખ છીએ પછી સાથે ઘરે જઈશું. પાવન બનીને ઘરે જવાનું છે પછી સુખધામ માં આવવાનું છે. આ બધો ખેલ ભારત પર જ બનેલો છે. આ બધી સ્મૃતિ ત્રિકાળદર્શી બનવાથી આવી ગઈ.

ગીત :-
મરના તેરી ગલી મેં…

ઓમ શાંતિ!
આ ગીત કોણે ગાયું? બાળકોએ. શું કહે છે બાળકો! બાબા, હવે તો તમારા ગળા નો જ હાર બનવાનું છે. આ શરીર તો અહીં જ છોડવાનું છે. બાળકો જાણે છે શાંતિધામ કે નિર્વાણધામ માં બાપ અને અમે બાળકો આત્માઓ રહીએ છીએ. હવે બાપ ઘડી-ઘડી કહે છે પોતાને આત્મા નિશ્ચય કરો. તમે જાણો છો આપણે આત્માઓ બાપ ની સાથે નિર્વાણધામ માં રહેવા વાળા હતાં, પછી આ શરીર ધારણ કરી ૮૪ જન્મોનું ચક્ર લગાવ્યું છે. બાળકો જાણે છે અમે બરોબર પરમધામ નાં નિવાસી છીએ. હવે ફરી બાબા આવ્યાં છે. તમે બેઠા છો, જુઓ છો બાબા સામે બેઠા છે. અહીં છે લૌકિક શરીર નાં સંબંધ. આપણે અસલ આત્માઓ હતાં પછી લૌકિક સંબંધ માં સુખ નું અને દુઃખ નું જીવન વિતાવ્યું. હવે આપ આત્માઓ ત્રિકાળદર્શી બન્યાં છો. બાપ પણ ત્રણેય કાળો, ત્રણેય લોકો ને જાણવા વાળા છે. તમે પણ જાણો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. ભણતર ની યાદ તો રહેવી જોઈએ ને. હવે સ્મૃતિ આવી છે. બાબાએ સમજાવ્યું છે - તમે મૂળવતન માં રહેવા વાળા છો હમણાં તમે બાપ દ્વારા ત્રિકાળદર્શી બન્યાં છો. તમે જાણો છો - આ ડ્રામા માં આપણે મુખ્ય એક્ટર્સ છીએ. આખાં ડ્રામા ની નોલેજ તમારી બુદ્ધિમાં હમણાં છે. સ્મૃતિ આવી છે - આપણે અડધોકલ્પ સુખધામ માં રહીએ છીએ. ત્યાં રાવણ હોતો નથી. આપણે આત્માઓ પૂરા ૮૪ જન્મો નું ચક્ર લગાવીએ છીએ. હમણાં બાપ સન્મુખ બેઠા છે. તમારી શ્રીમત પર ચાલી અમે તમારી સાથે ચાલીશું. જેટલું થઈ શકે તમને યાદ કરીશું. આપ બાળકોને આખો દિવસ આ જ વિચાર માં રહેવું જોઈએ, જ્યારે કે ત્રિકાળદર્શી બન્યાં છો. ઊંચા માં ઊંચા છે ભગવાન. એમની સાથે આપ બાળકો પણ ઊંચે થી ઊંચા રહેવાવાળા છો. હવે આપ બાળકો ને ઘર ની યાદ આવી છે. આપણે પવિત્ર બની આપણા પરમધામ ઘરે જઈશું. બાપ શિવ ની પૂજા થાય છે તો સાલિગ્રામો ની પણ પૂજા થાય છે. બાપ જ આવીને આત્માઓ ને પાવન બનાવે છે. આત્માઓ ને પવિત્ર બનાવવા વાળા એક જ બાપ છે બીજું કોઈ બનાવી ન શકે. હવે તમે આખાં ડ્રામા નાં ખેલ ને જાણી ચૂક્યાં છો. સમજો છો ભારત પર જ ખેલ બનેલો છે. તો હવે આપ બાળકો ને બાપ સન્મુખ બેસી સમજાવે છે. દરેક જીવ નો આત્મા જાણે છે બાબા જ્ઞાન નાં સાગર છે. એમને ભક્તિમાર્ગ માં બોલાવતાં આવ્યાં છે અને પ્રતિજ્ઞા કરતા આવ્યાં છે. બાબા, આપ આવશો તો જરુર અમે તમારી મત પર ચાલીશું. આ કોઈ લૌકિક સંબંધ ની વાત નથી. તમારે દેહી-અભિમાની બની આ ખ્યાલ રાખવાનો છે કે અમારે એક બેહદ નાં બાપ ની શ્રીમત પર ચાલવાનું છે. એમનું જ માનવાનું છે. એ તો ખૂબ સહજ સમજાવે છે. તમારું હવે ત્રીજું નેત્ર જ્ઞાન નું ખુલી ગયું છે. આ જ્ઞાન તમને અહીં છે. મૂળવતન માં બાપ અને બાળકો રહે છે. ત્યાં આ કોઈને ખબર નથી રહેતી. હમણાં આપ બાળકો ને બાપ પોતાનો અંત આપે છે. એ જ્ઞાન નાં સાગર છે બીજા કોઈ સત્સંગો માં એવું નહીં કહેશે કે બાબા અમને આત્માઓ ને ભણાવે છે. આ તમે જાણો છો. ઘડી-ઘડી તમને કહેવું પડે છે, દેહી-અભિમાની બનો. આત્મા આ ડ્રામા માં એક્ટર છે, પાર્ટ ભજવે છે. આપણે આત્માએ વસ્ત્ર ધારણ કર્યું છે. તે એક્ટર્સ કપડા બદલે છે.

આપ આત્માઓ નિરાકારી દુનિયાથી અહીં આવીને આ શરીર રુપી વસ્ત્ર લો છો. તે ફક્ત પોતાનાં કપડા બદલે છે. આપણને આત્માઓ ને બાબા ફરીથી આવીને રાજયોગ શીખવાડી રહ્યાં છે. હવે આપ બાળકો સમજો છો - બાબા આવેલાં છે તો જરુર આપણે બાબા નાં મદદગાર બનીશું. પવિત્ર બની અને આખાં ભારત ને પવિત્ર બનાવીશું. આપણે શ્રીમત પર જ ચાલવાનું છે. શ્રીમત કહે છે - બાપ ને યાદ કરવાનાં છે. જો કરેંગે વહ પાયેંગે (જે કરશે તે પામશે). બધાં તો નહીં આવીને પુરુષાર્થ કરશે. જેમણે કલ્પ પહેલાં પુરુષાર્થ કર્યો છે, તે જ કરશે. હવે પાછાં જવાનું છે એટલે પુરુષાર્થ કરી પવિત્ર જરુર બનવાનું છે. આપણે ઉપર મૂળવતન માં રહેવા વાળા છીએ. પહેલાં-પહેલાં આપણે સ્વર્ગમાં આવ્યાં હતાં પછી સીડી નીચે ઉતરતાં આવ્યાં. બાપ સમજાવે પણ ભારતવાસીઓને છે. ભારત માં જ આવે છે. યાદ પણ ભારત માં કરે છે કે આવીને અમને પાવન બનાવો. શરીર ધારણ કરી અમને શ્રેષ્ઠ કર્મ શીખવાડો. શરીર નું નામ પણ ગવાયેલું છે. આ ભાગ્યશાળી રથ છે. બાપ પણ કહે છે હું સાધારણ તન માં પ્રવેશ કરું છું. પહેલાં પણ કહ્યું હતું - આપ બાળકોને સ્મૃતિ આવી છે બરોબર ૫ હજાર વર્ષ પહેલાં પણ બાબાએ આ જ કહ્યું હતું બીજું કોઈ પણ આ વાત બતાવી ન શકે. બાપ જ કહે છે ૫ હજાર વર્ષ પહેલાં પણ મેં આ શરીર માં આવીને તમને સમજાવ્યું હતું. હવે ફરી આપ બાળકોને કહું છું આત્મ-અભિમાની બનો. જેવી રીતે નાટક વાળાઓને ખબર રહે છે ને - અમે કયું વસ્ત્ર પહેરી, કયો-કયો પાર્ટ ભજવીએ છીએ. પરંતુ તે તો છે દેહ-અભિમાની. આ છે બેહદની વાત. દેહી-અભિમાની બનવાનું છે. આપણે અસલ આત્મા જ છીએ. હમણાં આપણો પાર્ટ પૂરો થાય છે. બાપ સન્મુખ બેસી બધુંજ તમને સમજાવે છે, આ ભૂલી નથી જવાનું. માયા કેટલાં વિધ્ન નાખે છે. બાપ સમજાવે છે - બાળકો તમારે કોઈ પણ વિકર્મ નથી કરવાનાં. મન્સા તોફાન ભલે ખૂબ આવશે. પોતાની પરીક્ષા લેવાની છે. અમારી કર્મેન્દ્રિયો ચલાયમાન તો નથી થતી? અમે કામ ને જીતી શકીએ છીએ? તમારા માટે તો ખૂબ સહજ છે. આપણે આત્મા છીએ, એક બાપ નાં બાળકો છીએ. બાપ થી જ યોગ લગાવવાનો છે. કર્મેન્દ્રિયો માં ચલાયમાન થવું આ પણ દેહ-અભિમાન થયું ને! તમારે કોઈ થી પણ ડરવાનું નથી. નિર્ભય બનવાનું છે. ક્યારેય પણ ક્યાંય જાઓ તો સાક્ષી થઈ જોવાનું છે. આપણે તો આત્મા છીએ. આ આખાં ખેલ ને તમે જાણી ગયાં છો. ઊંચા માં ઊંચા બાપ છે, આ બુદ્ધિ માં આવ્યું છે, એમને બિંદુ કહેવાય છે. નિરાકારી દુનિયામાં આત્માઓનું ઝાડ છે. બીજ થી ઝાડ નીકળે છે પછી નંબરવાર પત્તા (પાંદડા) આવે છે, આ પણ એવું છે. ઉપર થી નંબરવાર આત્માઓ આવે છે. આત્મા પ્રવેશ કેવી રીતે કરે છે, નીકળે કેવી રીતે છે, આ કોઇ જોઇ ન શકે. હવે બાપ સમજાવે છે તમારો આત્મા પતિત થઈ ગયો છે, એને પાવન બનાવો. આમનાં દ્વારા બાપ બેસી સમજાવે છે. વાત તો કર્મેન્દ્રિયો થી કરે છે ને. આત્મા બિંદુ આમાં ન હોત તો કર્મેન્દ્રિયો કંઇ કરી ન શકત. આટલું નાનું બિંદુ કેટલું પાવરફુલ છે, એમાં બધી નોલેજ છે. બાપ જ્ઞાન નાં સાગર છે જે તમને બેસી સમજાવે છે. એમનામાં બધું જ્ઞાન છે. આ પણ એમનો પાર્ટ નોંધાયેલો છે. તમારા આત્મા માં પણ ૮૪ જન્મો નો પાર્ટ છે. તમે દુઃખ-સુખ નો પાર્ટ ભજવો છો. દુઃખ માં ખૂબ તકલીફ લો છો. બાપ કહે છે - હું તો પુનર્જન્મ માં આવતો નથી, તમે ૮૪ જન્મ લો છો. હું તો નથી લેતો. હું આવીને આપ બાળકોને સહજ યુક્તિ બતાવું છું કે મને યાદ કરો તો પાવન બનશો. અડધોકલ્પ તમે કામ ચિતા પર બેસી તમોપ્રધાન બન્યાં છો. આત્માઓથી જ બાપ વાત કરે છે. આત્મા નાં ઓરગન્સ (અવયવો) પહેલાં નાનાં હોય પછી મોટા થાય છે. આત્મા તો નાનો-મોટો થતો નથી. આત્મા જ કહે છે હે પતિત-પાવન, આવો. આત્મા બાપ ને પોકારે છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ આવું છું, આપ પતિતો ને પાવન બનાવવાં. હવે તમે જાણો છો આત્મા કેવી રીતે આવે-જાય છે. મનુષ્ય ખૂબ માથા મારે છે. જોઈએ, આત્મા કેવી રીતે નીકળે છે, પરંતુ કોઈને ખબર નથી પડતી કારણકે આ છે અતિ સૂક્ષ્મ. નાનકડા આત્મા માં કેટલો પાર્ટ છે. જેમ બીજ માં બધું જ્ઞાન છે, તે તો બીજ છે જડ. વડ નું ઝાડ હોય છે તેનું બીજ એટલું નાનું, તેનાંથી ઝાડ કેટલું મોટું લાંબુ નીકળે છે. કલકત્તા વાળું વડ નું ઝાડ ઘણાઓએ જોયું હશે. ખૂબ મોટું ઝાડ છે. હવે તેનું ફાઉન્ડેશન આખું સડી ગયું છે. બાકી ઝાડ ઉભું છે. આ પણ એમ જ છે. દેવતા ધર્મનું ફાઉન્ડેશન છે નહીં. ઝાડની પણ હવે જડજડીભૂત અવસ્થા છે. આ પણ તમે જાણો છો ત્યારે તો ગવર્મેન્ટ ને પણ કહો છો કે અમે આટલાં સમયમાં દુનિયાને પાવન બનાવીને દેખાડીશું. મનુષ્ય આ વાતોને સમજતાં નથી. તમને તો નિશ્ચય છે કે આપણે આ ભારત ને શ્રેષ્ઠાચારી જરુર બનાવશું, ત્યારે તો ભ્રષ્ટાચારી દુનિયાનો વિનાશ થશે. આ જે ઈચ્છે છે શાંતિ થઈ જાય. આત્મા પાર્ટ ભજવતાં-ભજવતાં થાકી ગયો છે એટલે પોકારે છે - હે શાંતિ દેવા. આ થોડી સમજે છે આત્મા શાંત સ્વરુપ છે. પરંતુ અહીં આત્માને કર્મેન્દ્રિયો દ્વારા કર્મ તો જરુર કરવાનું જ છે. શાંતિ આપો કહે છે. આ કોઈને ખબર નથી કે શાંતિધામ અલગ છે, સુખધામ અલગ છે. સુખધામ માં ખૂબ થોડાં મનુષ્ય હોય છે. એ છે જ પવિત્ર દુનિયા. ત્યાં શાંતિ તો કોઈ માંગતું નથી. કર્મ તો ત્યાં પણ કરો છો, પરંતુ ત્યાં અશાંતિ નથી હોતી. જીવનમુક્તિ ધામ અથવા શાંતિધામ બંને અલગ છે. સતયુગ માં જીવ આત્મા ને સુખ પણ છે તો શાંતિ પણ છે. એવરહેલ્દી-વેલ્દી (સદા સ્વસ્થ-સંપન્ન) રહે છે.

હમણાં તમે જાણો છો સ્વર્ગ કોને કહેવાય છે! દુનિયામાં આ પણ કોઈને ખબર નથી કે સ્વર્ગ શું છે? આ (લક્ષ્મી-નારાયણ) બાળકો છે ને. આ બાળકો ને પણ સુખ કોણે આપ્યું? કોઈ તો સુખ આપવા વાળા છે ને. શું આમનું ફરી રાજ્ય આવવાનું છે? સ્વર્ગ જરુર ફરી રિપીટ થશે. સ્વર્ગમાં જ્યારે હશે તો ત્યાં એવી રીતે નહીં કહેશે કે નર્ક ફરીથી રિપીટ કરીશું. હમણાં કહો છો પવિત્રતા સુખ-શાંતિ ની નવી દુનિયા ફરીથી રિપીટ થશે. આ તો જૂની દુનિયા દુઃખધામ છે, આને આયરન એજ (કળિયુગ) કહેવાય છે નવી દુનિયા પણ તો હતી ને! એને સ્વર્ગ કહે છે. આ જ્ઞાન તમારી બુદ્ધિમાં બેસેલું છે. બરોબર આપણે ફરીથી દેવી-દેવતા બની રહ્યાં છીએ. તમારો લક્ષ-હેતુ જ આ છે. આપણે ફરીથી સ્વર્ગ ની બાદશાહી લઈએ છીએ. બેહદ નાં બાપ પાસેથી વારસો જરુર મેળવશું. આ સારી રીતે યાદ કરવાનું છે. આપણે આત્માઓ ત્યાં રહીએ છીએ, પછી આપણે અહીં આવ્યાં છીએ પાર્ટ ભજવવાં. હવે સ્મૃતિ મળી છે - ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ? બાપ સમજાવે પણ આપ બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણો ને છે. બ્રાહ્મણ બન્યાં વગર, પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો બન્યાં વગર શિવબાબા થી વારસો કેવી રીતે લેશે. પ્રજાપિતા બ્રહ્મા તો પ્રસિદ્ધ છે ને. બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપના કરે છે. તો નવી દુનિયા નું રાજ્ય પણ જરુર એમને જ મળ્યું હશે. ૫ હજાર વર્ષ પહેલાં પણ બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની સ્થાપના કરી હતી. હવે ફરી રિપીટ થશે. તેનાં માટે તમે તૈયારી કરી રહ્યાં છો. કોઈ બાળકો પૂછે છે ડ્રામા ને મોટો માનીએ કે પુરુષાર્થ ને મોટો માનીએ? સમજાવાય છે પુરુષાર્થ તો જરુર કરવાનો જ છે. પુરુષાર્થ વગર પ્રારબ્ધ કેવી રીતે મળશે? પૂરો પુરુષાર્થ કરવાનો છે. કોઈ સારી રીતે પુરુષાર્થ કરે છે તો સમજાવાય છે ડ્રામા અનુસાર એમનો પુરુષાર્થ સારો ચાલે છે. પદ પણ સારું મેળવશે. એમનો પુરુષાર્થ ખૂબ તીવ્ર ચાલે છે. પછી ચાલતાં-ચાલતાં કોઈનું ઓછું પદ પણ થઈ જાય છે. બ્રાહ્મણીઓ જાણે છે, બ્રાહ્મણીઓની પાસે આવવા વાળા પણ જાણે છે. ફલાણો ખૂબ સારી રીતે ચાલતો હતો. આજકાલ આવતાં જ નથી. કહે છે અમારી બુદ્ધિમાં ખબર નહીં કેમ નથી બેસતું, બાબા ને અમે યાદ જ નથી કરી શકતાં. બસ, અમે નહીં જ ચાલી શકશું. મોટી મંઝિલ છે. એવું-એવું લખી દે છે. મૂળ વાત છે જ નિર્વિકારી બનવું. વિકારો ને છોડવા ખૂબ મુશ્કેલ છે, તમે જાણો છો ડ્રામા અનુસાર કલ્પ પહેલાં ની જેમ આમની એવી અવસ્થા ચાલી રહી છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ બેહદ નાં ખેલ ને સાક્ષી થઈ જોવાનો છે. કોઈ થી પણ ડરવાનું નથી. નિર્ભય બનવાનાં માટે “હું આત્મા છું” આ પાઠ પાક્કો કરવાનો છે.

2. પોતાની તપાસ કરી સ્વયં ની પરીક્ષા લેવાની છે કે કોઈ પણ કર્મેન્દ્રિયો ચલાયમાન તો નથી થતી? કામ વિકાર પર વિજય પામ્યા છીએ? દેહી-અભિમાની ક્યાં સુધી બન્યાં છીએ?

વરદાન :-
એક બાપ ની સ્મૃતિ થી સાચાં સુહાગ નો અનુભવ કરવાવાળા ભાગ્યવાન આત્મા ભવ

જે કોઈ પણ આત્મા નાં બોલ સાંભળવા છતાં નથી સાંભળતાં, કોઈ અન્ય આત્મા ને સ્મૃતિ, સંકલ્પ કે સ્વપ્ન માં પણ નથી લાવતા અર્થાત્ કોઈપણ દેહધારી નાં ઝુકાવ માં નથી આવતાં, એક બાપ બીજા ન કોઈ આ સ્મૃતિ માં રહે છે એમને અવિનાશી સુહાગ નું તિલક લાગી જાય છે. એવાં સાચાં સુહાગ વાળા જ ભાગ્યવાન છે.

સ્લોગન :-
પોતાની શ્રેષ્ઠ સ્થિતિ બનાવવી છે તો અંતર્મુખી બની પછી બાહ્યમુખ્તા માં આવો.

આ અવ્યક્ત ઈશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો

જેવી રીતે અગ્નિ માં કોઈ પણ વસ્તુ નાખો તો નામ, રુપ ગુણ બધું બદલાઈ જાય છે, એવી રીતે જ્યારે બાપ ની યાદ ની લગન ની અગ્નિ માં પડો છો તો પરિવર્તન થઈ જાય છે. મનુષ્ય થી બ્રાહ્મણ બની જાઓ, પછી બ્રાહ્મણ થી ફરિશ્તા સો દેવતા બની જાઓ. લગન ની અગ્નિ થી એવું પરિવર્તન થાય છે જે પોતાનાપણું કંઈ પણ નથી રહેતું એટલે યાદ ને જ્વાળા રુપ કહેવાય છે.