11-10-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  18.01.2012    બાપદાદા મધુબન


“ સેવાઓની સાથે - સાથે એકબીજા નાં

 

 સહયોગી બની વાયુમંડળ માં તીવ્ર

 

 પુરુષાર્થ ની લહેર ફેલાવો

 ,

 મનજીત બની આત્માઓની મન્સા સેવા

 

 કરો”
 


આજે વિશેષ સ્નેહ નો દિવસ છે. ચારેય તરફનાં બાળકો સ્નેહ સ્વરુપ થી મિલન મનાવી રહ્યાં છે. તમે બધા પણ સ્નેહ સ્વરુપ માં મગન છો. આજે અમૃતવેલા થી ચારેય તરફનાં બાળકો અમૃતવેલા થી પણ પહેલાં સ્નેહ રુપ થી દિલનાં સ્નેહ ની મોતીઓની માળાઓ લઈને પહોંચી ગયાં હતાં. અનેક પ્રકારનાં ભિન્ન-ભિન્ન મન નાં ભાવો ને બાપની આગળ વર્ણન કરી રહ્યાં હતાં. તમે જાણો છો કે બાળકો નો સ્નેહ કેટલો પ્યારો છે. ભિન્ન-ભિન્ન ભાષાઓ, ભિન્ન-ભિન્ન ભાવ થી બાપદાદાની આગળ પોતાનાં દિલ ની વાતો બોલી પણ રહ્યાં હતાં અને નયનો થી, મુખ થી પોતાનાં ભાવ પણ સ્પષ્ટ કરી રહ્યાં હતાં. બાપદાદા ચારેય તરફનાં બાળકો નાં સ્નેહ નો ભાવ જોઈ બધાનાં સ્નેહ માં સમાઈ ગયાં અને દિલ થી આ જ બોલ નીકળ્યાં વાહ બાળકો વાહ! અને બાળકો નાં મુખ થી વાહ બાબા વાહ! નાં ગીત સંભળાઈ રહ્યાં હતાં. બાપદાદા દરેક બાળકને જોઈ બાળકોનાં લવ માં લીન હતાં અને બાળકો બાપ નાં લવ માં લીન હતાં.

આજ નો દિવસ બાપ બાળકોને બાળક સો માલિક બનાવવાની દૃષ્ટિ થી જોઈ રહ્યાં હતાં. આજ નો દિવસ બાળકોનાં રાજતિલક નો દિવસ છે. આજ નાં દિવસે બાપદાદા સ્વયં ફરિશ્તા રુપમાં રહીને બાળકોને વિશ્વસેવા અર્થ નિમિત્ત બનાવ્યાં. સ્વયં બેકબોન બન્યાં, બાળકોને વિશ્વની સ્ટેજ પર પ્રત્યક્ષ કર્યા અને બાપદાદા હવે બાળકોની સેવા ને જોઈ, જે જવાબદારી આપી એની રીઝલ્ટ ને જોઈ બાળકો પર ખૂબ-ખૂબ ખુશ છે અને દિલ થી મુબારક આપી રહ્યાં છે. મુબારક છે, મુબારક છે.

બાપદાદાએ જોયું હમણાં પણ બાપ દ્વારા આપેલા વિશ્વસેવાધારી નાં વરદાન પ્રમાણ દરેક બાળકોએ અતિ સ્નેહ અને દિલ થી સેવા કરી છે અને કરી પણ રહ્યાં છે. રીઝલ્ટ પણ બાપદાદાએ જોઈ, દરેક બાળક નાં દિલ માં લગન છે મારા બાબા અને બાપ નાં દિલમાં સ્નેહ છે વાહ મારા બાળકો. વર્તમાન સમયે મેજોરીટી નાનાં-મોટા સેન્ટર્સ નિવાસી બાળકોમાં ઉમંગ છે કે હવે જલ્દી થી જલ્દી ચારેય તરફ બાપ ને પ્રત્યક્ષ કરવાના જ છે. આ ઉમંગ, આ ઉત્સાહ બાપદાદાએ ચક્ર લગાવીને જોયું, નાનાં-મોટા સેવાકેન્દ્ર નાં બાળકોનો સેવાનો ઉમંગ ખૂબ-ખૂબ-ખૂબ સારો છે અને આગળ પણ સારો રહેશે. તો બાપદાદા આજે સ્નેહ નાં દિવસે ચારેય તરફનાં ભલે દેશ, ભલે વિદેશ બધા બાળકોને પોતાની દૃષ્ટિ થી, દિલ નો સ્નેહ અને સેવા નું રિટર્ન દિલ નો સ્નેહ, યાદપ્યાર પદમગુણા આપી રહ્યાં છે.

હવે સમય અનુસાર જે ઉમંગ છે કે બાપને પ્રત્યક્ષ કરવાના છે, તે ધીરે-ધીરે આત્માઓનાં દિલ માં પણ આવવા લાગ્યો છે. સમજે છે કે બ્રહ્માકુમારીઓએ કંઈક મેળવ્યું છે, પરિવર્તન થઈ રહ્યું છે. પહેલાં જે સમજતા હતાં ખબર નહીં શું કરે છે, હવે અહીં સુધી આવ્યાં છે કે સારું કાર્ય કરી રહ્યાં છે. જે અમે નથી કરી શકતાં તે એમણે પોતાનાં સંગઠન માં સફળતા મેળવી છે એટલે આજે બાપદાદા સામે બેઠેલા બાળકોને કે ચારેય તરફ જે પણ બાળકો સાંભળી રહ્યાં છે, જોઈ રહ્યાં છે બધા બાળકોને દિલ નો સ્નેહ, દિલ નો પ્રેમ વિશેષ આપી રહ્યાં છે. હવે આગળ શું કરવાનું છે? સેવાની મુબારક તો બાપદાદાએ આપી દીધી, હવે બાપદાદા આ જ ઈચ્છે છે કે હવે દરેક બાળક ને આ ઉમંગ-ઉત્સાહ, દૃઢ નિશ્ચય, તીવ્ર પુરુષાર્થ કરવાનો છે કે હવે બાપ સમાન ફરિશ્તા બનવાનું જ છે કારણકે હવે બધાને બાપ ની સાથે રિટર્ન જર્ની કરવાની છે. સમાન ફરિશ્તા બનવાનું જ છે કારણકે બધાનો વાયદો છે સાથે ચાલીશું, સાથે રાજ્ય કરીશું. તો બ્રહ્મા બાપ પણ ફરિશ્તા બની ગયાં, તો સાથે કેવી રીતે ચાલશો? બ્રહ્મા બાપે જીવન માં જ ફરિશ્તાપણા નું સ્વરુપ દેખાડ્યું. કેટલી જવાબદારી રહી, બધાને યોગી બનાવવાના જ છે પરંતુ આટલી જવાબદારી હોવા છતાં પણ તમે બધાએ જોયું ન્યારા અને પ્યારા રહ્યાં. સદા બેફિકર બાદશાહ રહ્યાં, ફિકર નહીં બેફિકર બાદશાહ. એવી રીતે જ આપ બાળકોએ પણ હવે બાપ સમાન બેફિકર બાદશાહ ફરિશ્તા બનવાનું જ છે. આ દૃઢ સંકલ્પ છે, બનવાનું જ છે! કે આ વિચારો છો બની જ જઇશું!

હવે બાપદાદાએ જોયું કે હવે સમય અનુસાર જેટલો સેવાનો ઉમંગ-ઉત્સાહ પ્રેક્ટીકલ માં છે એટલો જ હવે તીવ્ર પુરુષાર્થી બનવું અને બનાવવાં, સંપન્ન બનવું અને બનાવવાં, આ પોઇન્ટ નાં ઉપર પણ હવે સ્વયં પણ ઉમંગ-ઉત્સાહ માં રહેજો અને વાયુમંડળ માં પણ ઉમંગ-ઉત્સાહ અપાવજો. એકબીજા નાં સહયોગી બની હવે વાયુમંડળ માં તીવ્ર પુરુષાર્થ ની લહેર ફેલાવો. જેવી રીતે એકબીજા માં સેવા નો ઉમંગ વાયુમંડળમાં ફેલાવ્યો છે એવી રીતે હવે બાપદાદા બાળકો માં આ જ શુભ આશા રાખે છે કે આ લહેર વાયુમંડળ માં ફેલાય. બાપદાદા ખુશ છે પરંતુ હજી પણ પુરુષાર્થ છે, તીવ્ર પુરુષાર્થ કરવાનો છે. હવે દરેક બાળકમાં બાપદાદા ની આ જ આશા છે કે દરેક બાળક બાપ ની આશાઓનાં સિતારા છો એવાં સિતારા છો જે સમજે છે અમે બાપની આશાઓનાં સિતારા બની આ ઉમંગ-ઉત્સાહ વાયુમંડળ માં ફેલાવીશું તે હાથ ઉઠાવો. સારું. હાથ તો ખૂબ સારો ઉઠાવે છે. બાપદાદા હાથો ને જોઈને ખુશ થઈ જાય છે. મેજોરિટીએ હાથ ઉઠાવ્યો છે, પાછળ વાળાનો દેખાતો નથી પરંતુ આગળ વાળાનો દેખાય છે. હવે પાછળ વાળા પણ ઉઠાવી રહ્યાં છે, મુબારક છે, મુબારક છે. સારું.

બાપદાદાએ જોયું કે વિશેષ મન માં કોઈ પણ વાત નો ઉમંગ-ઉત્સાહ આવે છે તો તે કાર્ય સાકાર રુપ માં સારું થઈ જાય છે એટલે બાપદાદા આ વખતે સ્નેહ નાં દિવસમાં આ હોમવર્ક આપી રહ્યાં છે કે દરેક બાળક મન ને કારણે જે સંકલ્પ અને સમય વ્યર્થ જાય છે, જો ક્યારેય પણ કોઈ વ્યર્થ સંકલ્પ આવી જાય છે તો બધાનો અનુભવ થાય છે કે એમાં સમય કેટલો વેસ્ટ જાય છે. એનર્જી કેટલી વેસ્ટ જાય છે. તો બાપદાદા આ હોમવર્ક આપવા ઈચ્છે છે કે આ બે મહિના દરેક બાળક મન નાં વ્યર્થ સંકલ્પ અને વ્યર્થ સમય નાં બચત ની પોતાનાં પ્રત્યે વિધિ બનાવો. આ બે મહિનામાં દરેક પોતાનો ચાર્ટ રાખો કે વ્યર્થ સમય, વ્યર્થ સંકલ્પ નાં ઉપર કેટલો કંટ્રોલ કર્યો? કારણકે હવે સમયનાં પ્રમાણે તમને બધાને મન્સા શક્તિ દ્વારા આત્માઓની મન્સા સેવા કરવાનો સમય હશે. એના માટે સદા મન નાં ઉપર અટેન્શન રાખવું જરુરી છે. કહેવાય પણ છે મનજીત જગતજીત. તો મનમનાભવ નાં વાયુમંડળ માં મન નાં વ્યર્થ ને સમાપ્ત કરવાનું છે. કરી શકો છો? કરશો? તે હાથ ઉઠાવો. બાપદાદા ઇનામ આપશે. તમારી રીઝલ્ટ તમે જોજો. મન ખુશ તો મન ની ખુશી આપશો. આ પુરુષાર્થ માં નંબર બધા આગળથી આગળ લેવાનું અટેન્શન રાખો. સંકલ્પ, સમય બંને થી વ્યર્થ સમાપ્ત અને સમર્થ સંકલ્પ, સમર્થ સમય આવવાવાળા સમય માં વાયુમંડળ માં ફેલાશે.

બાપદાદા દરેક વાત પર બાળકોને જોઈ ખુશ છે. કઈ વાત પર? કે દરેક બાળકે સેવા તો કરી છે પરંતુ સાથે જે બાપદાદાનો ઈશારો છે કે ડબલ રાજા બનો. જાણો છો ને એક સ્વરાજ્ય અધિકારી અને બીજો ભવિષ્ય રાજ્ય અધિકારી. સ્વરાજ્ય અધિકારી અને બાપ ને નશો છે કે એવાં બીજા કોઈ બાપ નથી જેમનું દરેક બાળક સ્વરાજ્ય અધિકારી હોય. તમે બધા સ્વરાજ્ય અધિકારી છો ને! સ્વ પર આત્મા રાજ્ય કરવા વાળો છે. કર્મેન્દ્રિયો નાં વશ નથી, રાજ્ય અધિકારી. તો બાપ આ જ ઈચ્છે છે કે દરેક બાળક સ્વરાજ્ય અધિકારી સદા રહે, ક્યારેક-ક્યારેક નહીં. બની શકો છો? આ બે મહિના જે આપ્યાં છે, આમાં નોટ કરજો સ્વરાજ્ય અધિકારી રહ્યાં? કે કર્મેન્દ્રિયો નાં વશ બની ગયાં? હવે કર્માતીત બનવાનું છે, સમય સમીપ આવી રહ્યો છે. તો શું કરવાનું છે? ચાલતાં-ફરતાં સ્વરાજ્ય અધિકારી બનવાનું જ છે. આ સંકલ્પ આપ બ્રાહ્મણ બાળકોનો જ છે. ડબલ રાજ્ય, સ્વરાજ્ય અને પછી ભવિષ્યમાં વિશ્વ રાજ્ય. બાપદાદા ચક્ર લગાવતા બાળકોની રીઝલ્ટ નોટ કરે છે તો સદા સ્વરાજ્ય અધિકારી આમાં હવે અટેન્શન જોઈએ. તો બે કાર્ય બાપદાદાએ આપ્યાં એક આ બે મહિના સ્વરાજ્ય અધિકારી ક્યાં સુધી રહ્યાં? એ પોતાનું રિઝલ્ટ જોવાનું છે અને સાથે-સાથે મન નાં કંટ્રોલિંગ પાવર, રુલિંગ પાવર દ્વારા વ્યર્થ સમાપ્ત કરવાનું છે. આમાં જે નંબર લેશે એમને બાપદાદા ઇનામ આપશે. પસંદ છે? કરવાનું છે ને! કરશો? કરશો ને! ગરદન હલાવો. સારું.

બાપદાદાએ આજે બધાનો જે સ્નેહ છે તે સ્વીકાર કર્યો. અમૃતવેલા તો વતન માં પણ ઘણી બાળકીઓની રીમઝીમ હતી. એડવાન્સ પાર્ટી પણ વતન માં આજે પોતાનાં દિલ નો સ્નેહ આપવા માટે, લેવા માટે આવ્યાં હતાં. હવે તે બાપ થી પૂછે છે કે છેવટે અમારો આ પાર્ટ ક્યાં સુધી? શું જવાબ આપે? પહેલી લાઈન વાળા બતાવો શું જવાબ આપે? શું કહ્યું? (દાદી જાનકીએ કહ્યું અમે રેડી છીએ) તમે એકલા જશો. (બધા જશો) તમારો પ્રેમ છે ને, આવી રીતે છોડીને રાજ્ય કેવી રીતે કરશો? (એડવાન્સ પાર્ટી વાળા અમને કેમ છોડીને ચાલ્યાં ગયાં) એમનો પાર્ટ હતો ને. એમને જવાનું જ હતું. હવે તમે આ કોશિશ કરો કે જલ્દી-જલ્દી સંગઠન તૈયાર કરો. જે બે મહિના કામ આપ્યું છે ને, જો આ કામ તમે બધાને કરાવી દેશો, રીઝલ્ટ નીકળશે તો જલ્દી થઈ જશે. (બાબા નાં સ્નેહમાં કરી લઈશું) સ્નેહ તો છે, સ્નેહ માં બધા પાસ છો. બાપદાદા પણ જુએ છે કે સ્નેહ બધાને છે પરંતુ સ્નેહની સાથે શક્તિ પણ જોઈએ. એના માટે અમૃતવેલાને પાવરફુલ બનાવો, બેસો છો બાપદાદા બેસવાની મુબારક આપે છે પરંતુ જે બેસવાનું વાયુમંડળ શક્તિશાળી જોઈએ, કોઈ કેવી રીતે બેસે છે, કોઈ કેવી રીતે બેસે છે. જો તમે ફોટો કાઢો ને, તો તમને સ્વયં લાગશે કે બીજું કંઈક હોવું જોઈએ. જે બાપદાદાએ જ્વાળામુખી યોગ કહ્યું, એના ઉપર હવે વધારે સૂક્ષ્મ અટેન્શન આપજો. પુરુષાર્થ કરો છો બધા પરંતુ પુરુષાર્થ ની આગળ તીવ્ર શબ્દ લગાડો. હવે બાપદાદાએ દરેક બાળકને આ બે મહિના આપ્યાં છે, એમાં જેટલું અટેન્શન આપશો તો અટેન્શનની સાથે બાપદાદા પણ એક્સ્ટ્રા તમને સહયોગ આપશે. મન નાં માલિક, મન ને એવું ચલાવો જેવી રીતે પગ અને હાથ ને ચલાવો છો. જે ઈચ્છો તે કરો છો ને. હવે તમે ઈચ્છો અહીં નહીં ત્યાં રાખું તો રાખી શકો છો ને! એવી રીતે માઈન્ડ કંટ્રોલ, જે ઇચ્છે તે જ મન સંકલ્પ કરે. રોજ રાત નાં રીઝલ્ટ જુઓ આજે મન ની રુલિંગ પાવર, કંટ્રોલિંગ પાવર ક્યાં સુધી રહી? હવે વ્યર્થ ને સમાપ્ત જલ્દી-જલ્દી કરવું જોઈએ, હવે સમર્થ બની વાયુમંડળ માં સમર્થપણા ની શક્તિ ફેલાવો. બાપદાદા તો બાળકોનાં દુઃખ-દર્દ, પોકાર સાંભળી બાળકો દ્વારા હવે જલ્દી સમાપ્ત કરાવવા ઈચ્છે છે. સંભળાવ્યું ને, પુરુષાર્થ બધા કરી રહ્યાં છે પરંતુ હવે ઉમેરો તીવ્ર. કરવાનું જ છે, કરીશું, જોઇશું… આ ગે-ગે નહીં ચાલશે.

સ્નેહ નાં દૃશ્ય પણ આજે જોયાં, દરેક નાં દિલ માં કેટલો પ્રેમ છે પરંતુ જેટલો પ્રેમ છે ને, સાથે એટલી શક્તિ પણ જોઈએ. હવે શક્તિ ને ભરો. ક્યારેય પણ કોઈ પણ બહેન પોતાને ફક્ત શક્તિ નહીં, શિવશક્તિ સમજે. શિવશક્તિ, બાપ સાથે છે. પાંડવો સાથે પાંડવપતિ છે. તો હવે શું કરશો? જે બાપદાદાએ કહ્યું છે પુરુષાર્થ ની આગળ તીવ્ર શબ્દ લગાવો. વાયુમંડળ બનાવો. એકબીજાનાં સહયોગી બની દરેક પોત-પોતાનાં જે સ્થાન પર રહો છો, એ સ્થાન ને શક્તિશાળી બનાવો, સાથીઓને શક્તિશાળી બનાવો. તો શું કરશો હવે? નવીનતા કરશો ને! જ્યારે મારા બાબા કહો છો, તો 'મારા' જેવું બનવું તો પડે ને! દરેક પોતાનાં દિલ માં દૃઢ સંકલ્પ કરો, સંકલ્પ સારા-સારા કરો છો, અમૃતવેલા બાપદાદા જુએ છે કે સંકલ્પ સારા કરો છો આ કરીશું, આ કરીશું, આ કરીશું પરંતુ જ્યારે કર્મયોગી બનો છો, સંબંધ-સંપર્ક માં આવો છો તો એમાં ફરક થઈ જાય છે. કર્મયોગી ની સ્થિતિ એમાં અટેન્શન વધારે જોઈએ. સારું.

બધા ખુશ તો છો ને! ખુશ છો? જુઓ નવાં-નવાં પણ કેટલાં આવ્યાં છે. જે નવાં પહેલીવાર આવ્યાં છે તે હાથ ઉઠાવો. જુઓ કેટલાં છે? અડધો ક્લાસ નવાં આવ્યાં છે. બાપદાદા આવેલા નવાં બાળકોને જોઈ ખુશ છે કારણકે લાસ્ટ સમાપ્તિ નાં સમય નાં તો પહેલાં આવી ગયાં છો. પરંતુ જેટલાં લાસ્ટ આવ્યાં છો એટલો જ તીવ્ર પુરુષાર્થ કરવો પડશે કારણકે આ થોડા સમય માં તમારે પૂરાં ૨૧ જન્મોનું ભવિષ્ય બનાવવાનું છે. આટલું અટેન્શન રાખવું પડશે. સમય ને બચાવજો, સેકન્ડ પણ વ્યર્થ નહીં ગુમાવતા. તીવ્ર પુરુષાર્થી રહેજો, સાધારણ પુરુષાર્થ સાથે પહોંચવું મુશ્કેલ છે. છતાં પણ બાપદાદા આવેલા બાળકોને દિલથી મુબારક આપી રહ્યાં છે. સારું.

ટીચર્સ બહેનો ઘણી આવેલી છે:- ટીચર્સ ને જોઈને તો બાપદાદા ખૂબ ખુશ થાય છે કારણકે જે નિમિત્ત ટીચર્સ બની છે, તે બાપદાદા ને પ્રત્યક્ષ કરવાના નિમિત્ત બનેલી છે. કોઈપણ ટીચરને જોતા ખુશ થાય છે કારણકે ટીચર્સ એટલે જ જેમના ફીચર્સ થી ફ્યુચર દેખાય. ફ્યુચર તમારું શું છે? ફ્યુચર છે સદા દિલખુશ, સદા અધિકારી, અધિન થવા વાળા નહીં. તો ટીચર્સ નાં ફ્યુચર્સ આ સાક્ષાત્કાર કરાવે છે. દરેક ટીચર સદા આ જ સમજો ક્યાંક બોલ્યાં, ક્યાંક ન બોલ્યાં, ભલે પરંતુ વર્તમાન સમય ની પ્રાપ્તિ અને ભવિષ્ય ની પ્રાપ્તિ તમારા ફિચર્સ, તમારો ચહેરો દેખાડે છે. સદા આ અટેન્શન રાખો કે અમારો ચહેરો એવો સાક્ષાત્કાર કરાવવા વાળો હોય. કોઈપણ ટીચર ની સામે આવે, ટીચર ને જોતા એક તો ખુશમિજાજ થઈ જાય, ખુશી એમના જીવન માં દેખાય. એવાં ખુશનુમા અને ખુશકિસ્મત છો. બાપદાદાએ જોયું છે દરેક ટીચર નું લક્ષ સારું છે. કરવાનું જ છે. બનવાનું જ છે. એવું છે ને? લક્ષ શું છે? આ જ લક્ષ છે ને! તો આ લક્ષ લક્ષણ માં દેખાઇ આવે પણ છે અને વધારે દેખાવવું જોઈએ. જે પણ આવે ખુશી જરુર લઈ જાય કારણકે ખુશી દરેક મનુષ્ય ને આવશ્યક છે. ઈચ્છે છે પરંતુ બની નથી શકતાં તો ટીચર્સ એટલે ફીચર્સ દ્વારા પણ સેવા કરે. અનુભવ કરે કે આ શું બની ગઈ છે! હવે આગળ ચાલીને તમારો ચહેરો અને ચલન આ સેવા વધારે કરશે કારણકે જેમ સમય નાજુક આવશે તો સમય ઓછો મળશે પરંતુ ઈચ્છા વધશે, કંઈક મળે, કંઈક મળે. એનાં માટે ટીચર્સ ને સદા એવાં એવરરેડી રહેવું જોઈએ, જે કોઈ આવે તે ઓછામાં ઓછું કંઈક લઈને જ જાય. ચહેરા અને ચલન દ્વારા પણ કંઈ ન કંઈ લઈને જાય. દાતા નાં બાળકો છો ને! બાપદાદા તો ટીચર્સ ને જોઈ ખુબ ખુશ થાય છે. દિલ જ દિલ માં ગુણ ગાય છે વાહ ટીચર્સ વાહ! કારણકે દરેક ટીચર સેવા તો કરે જ છે અને પોતાની રીઝલ્ટ રાત નાં પણ જોતા હશે કે આજ ની સેવા શું થઈ! પોતાનો ચાર્ટ તો જાતેજ જોવાનો છે. જે લક્ષ રાખ્યું સેવા નું તે થયું? જો કારણે-અકારણે નહીં થયું, તો બીજે દિવસે ડબલ કરો. ખાલી નહીં છોડો કારણકે ટીચર્સ એટલે નિમિત્ત દાતા નાં બાળકો દાતા. તો બાપદાદા તો ખુશ થાય છે ભલે નાનાં સેન્ટર ની છે ભલે મોટા સેન્ટર ની છે પરંતુ ત્યાગ કરીને સેવાસ્થાન પર આવવું, આ પણ હિંમત છે ને. તો બાપદાદા તમારી હિંમત પર તો ખુશ છે. હવે વધારે સાથી બનાવો. વધારે જ ટીચર્સ કાઢો કારણકે સેવા વધવાની જ છે. હવે થોડા હંગામા થશે અને બધા ઉત્કંઠા થી તમારી આગળ આવશે. સેવા વધવાની છે, ઓછી થવાની નથી. અચ્છા.

વરદાન :-
સ્વમાન ની સીટ પર સ્થિત રહી માયા ને સરેન્ડર કરવાવાળા શ્રેષ્ઠ સ્વમાનધારી ભવ

સંગમયુગ નું સૌથી શ્રેષ્ઠ સ્વમાન છે માસ્ટર સર્વશક્તિમાન ની સ્મૃતિ માં રહેવું. જેવી રીતે કોઈ મોટા ઓફિસર કે રાજા જ્યારે સ્વમાન ની સીટ પર સ્થિત થાય છે તો બીજા પણ એમને સન્માન આપે છે, જો સ્વયં સીટ પર નથી તો એમનો ઓર્ડર કોઈ નહીં માનશે, એવી રીતે તમે પણ સ્વમાનધારી બની પોતાનાં શ્રેષ્ઠ સ્વમાનધારી ની સીટ પર સેટ રહો તો માયા તમારી આગળ સરેન્ડર થઈ જશે.

સ્લોગન :-
સાક્ષીપણા ની સ્થિતિ માં રહી દિલારામ નાં સાથ નો અનુભવ કરવાવાળા જ લવલીન આત્મા છે.

અવ્યક્ત ઇશારા - પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો

અપકારી પર પણ ઉપકાર કરવો, આ જ જ્ઞાની તૂ આત્માનું કર્તવ્ય છે. જેવી રીતે બાપે ગ્લાનિ ને પણ કલ્યાણકારી દૃષ્ટિ થી જોયા. ઉપકારી પર ઉપકાર તો દુનિયા વાળા પણ કરે છે, ભક્ત આત્માઓ પણ કરે છે પરંતુ જ્ઞાની તૂ આત્માનો અર્થ છે સર્વ નાં પ્રત્યે કલ્યાણ ની ભાવના, અકલ્યાણ સંકલ્પ માત્ર પણ ન હોય. અપકારીઓ પર પણ ઉપકાર કરે ત્યારે કહેવાશે વિશ્વ કલ્યાણકારી.