12-08-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમને સર્વિસ ની ખૂબ ઉછળ આવવી જોઈએ , જ્ઞાન અને યોગ છે તો બીજાઓ ને પણ શીખવાડો , સર્વિસ ( સેવા ) ની વૃદ્ધિ કરો”

પ્રશ્ન :-
સર્વિસ માં ઉછળ ન આવવાનું કારણ શું છે? કયા વિઘ્ન નાં કારણે ઉછળ નથી આવતી?

ઉત્તર :-
સૌથી મોટું વિઘ્ન છે ક્રિમિનલ દૃષ્ટિ (કુદૃષ્ટિ). આ બિમારી સર્વિસ માં ઉછળવા નથી દેતી. આ ખૂબ જટીલ બિમારી છે. જો ક્રિમિનલ દૃષ્ટિ ઠંડી નથી થઈ, ગૃહસ્થ વ્યવહાર માં બંને પૈડા ઠીક નથી ચાલતાં તો ગૃહસ્થી નો બોજ થઈ જાય, પછી હલ્કા થઈ સર્વિસ માં ઉછળી નથી શકતાં.

ગીત :-
જાગ સજનિયાઁ જાગ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં બાળકોએ આ ગીત સાંભળ્યું. આવાં-આવાં બે-ચાર સારા ગીત છે તે બધાની પાસે હોવા જોઈએ અથવા ટેપ માં ભરવા જોઈએ. હવે આ તો ગીત મનુષ્યો એ બનાવેલા કહેવાશે. ડ્રામા અનુસાર ટચ કરેલું હોય છે જે પછી બાળકો ને કામ આવી જાય છે. આવાં-આવાં ગીત બાળકો ને સાંભળવા થી નશો ચઢે છે. બાળકો ને તો નશો ચઢેલો રહેવો જોઈએ કે હમણાં આપણે નવી રાજાઈ સ્થાપન કરી રહ્યાં છીએ. રાવણ પાસે થી લઈ રહ્યાં છીએ. જેમ કોઈ લડે છે તો વિચાર રહે છે ને - એમની રાજાઈ હપ (કબજો) કરી લઈએ. એમનું ગામ અમે પોતાનાં હાથ માં લઈએ. હવે તે બધા હદ નાં માટે લડે છે. આપ બાળકો ની લડાઈ છે માયા સાથે, જેની આપ બ્રાહ્મણો સિવાય બીજા કોઈને ખબર નથી. તમે જાણો છો આપણે આ વિશ્વ પર ગુપ્ત રીતે રાજ્ય સ્થાપન કરવાનું છે અથવા બાપ પાસે થી વારસો લેવાનો છે. આને હકીકત માં લડાઈ પણ નહીં કહેવાશે. ડ્રામા અનુસાર તમે જે સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યાં છો તે ફરી સતોપ્રધાન બનવાનું છે. તમે પોતાનાં જન્મો ને નહોતાં જાણતાં. હવે બાપે સમજાવ્યું છે. બીજા જે પણ ધર્મ છે તેમને આ નોલેજ મળવાની નથી. બાપ આપ બાળકો ને જ બેસીને સમજાવે છે. ગવાય પણ છે કે ધર્મ માં જ તાકાત છે. ભારતવાસીઓ ને આ ખબર નથી કે આપણો ધર્મ કયો છે. તમને બાપ દ્વારા ખબર પડી છે કે આપણો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે. બાપ આવીને પછી તમને એ ધર્મ માં ટ્રાન્સફર (બદલી) કરે છે. તમે જાણો છો આપણો ધર્મ કેટલો સુખ આપવા વાળો છે. તમારે કોઈની સાથે લડાઈ વગેરે નથી કરવાની. તમારે તો પોતાનાં સ્વધર્મ માં સ્થિત રહેવાનું છે અને બાપ ને યાદ કરવાના છે, આમાં પણ સમય લાગે છે. એવું નથી કે ફક્ત કહેવાથી ટકી જઈએ છીએ. અંદર આ સ્મૃતિ રહેવી જોઈએ - હું આત્મા શાંત સ્વરુપ છું. આપણે આત્મા હમણાં તમોપ્રધાન પતિત બન્યાં છીએ. આપણે આત્મા જ્યારે શાંતિધામ માં હતાં તો પવિત્ર હતાં, પછી પાર્ટ ભજવતા-ભજવતા તમોપ્રધાન બન્યાં છીએ. હવે ફરી પવિત્ર બની આપણે પાછા ઘરે જવાનું છે. બાપ પાસે થી વારસો લેવા માટે સ્વયં ને આત્મા નિશ્ચય કરી બાપ ને યાદ કરવાના છે. તમને નશો ચઢશે આપણે ઈશ્વર ની સંતાન છીએ. બાપ ને યાદ કરવા થી જ વિકર્મ વિનાશ થાય છે. કેટલું સહજ છે - યાદ થી આપણે પવિત્ર બની પછી શાંતિધામ માં ચાલ્યાં જઈશું. દુનિયા આ શાંતિધામ, સુખધામ ને પણ નથી જાણતી. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી, જ્ઞાન સાગર ની છે જ એક ગીતા, જેમાં ફક્ત નામ બદલી દીધું છે. સર્વ નાં સદ્દગતિ દાતા, જ્ઞાન નાં સાગર એ પરમપિતા પરમાત્મા ને કહેવાય છે. બીજા કોઈ ને જ્ઞાનવાન કહી ન શકાય. જ્યારે એ જ્ઞાન આપે ત્યારે તમે જ્ઞાનવાન બનો. હમણાં બધા છે ભક્તિવાન. તમે પણ હતાં. હમણાં ફરી જ્ઞાનવાન બનતા જઈ રહ્યાં છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર જ્ઞાન કોઈ માં છે, કોઈ માં નથી. તો શું કહેવાશે? તે હિસાબ થી ઊંચું પદ મેળવી ન શકે. બાપ સર્વિસ માટે કેટલું ઉછળે છે. બાળકો માં પણ હજી એ તાકાત આવી નથી જે કોઈ ને સારી રીતે સમજાવે. એવી-એવી યુક્તિયો રચે. ભલે બાળકો મહેનત કરી કોન્ફરન્સ (સંમેલન) વગેરે કરી રહ્યાં છે, ગોપો માં થોડી તાકાત છે, તેમને વિચાર રહે છે કે સંગઠન હોય, જેમાં યુક્તિઓ કાઢીએ. સર્વિસ ની વૃદ્ધિ કેવી રીતે થાય? માથું મારી રહ્યાં છે. નામ ભલે શક્તિ સેના છે પરંતુ ભણેલી-ગણેલી નથી. કોઈ પછી અભણ પણ ભણેલા-ગણેલા ને સારું ભણાવે છે. બાબાએ સમજાવ્યું છે ક્રિમિનલ દૃષ્ટિ ખૂબ નુકસાન કરે છે. આ બિમારી ખૂબ જટીલ છે એટલે ઉછળતા નથી. તો બાબા પૂછે છે તમે યુગલ બંને પૈડા ઠીક ચાલી રહ્યાં છો? તે તરફ કેટલી મોટી-મોટી સેનાઓ છે, સ્ત્રીઓ નું પણ ઝુંડ છે, ભણેલા-ગણેલા છે. તેમને મદદ પણ મળે છે. તમે તો છો ગુપ્ત. કોઈ પણ નથી જાણતું કે આ બ્રહ્માકુમાર-કુમારીઓ શું કરે છે. તમારા માં પણ નંબરવાર છે. ગૃહસ્થ વ્યવહાર નો બોજો માથા પર રહેવાથી નમેલા છે. બ્રહ્માકુમાર-કુમારી કહેવાય છે પરંતુ તે ક્રિમિનલ દૃષ્ટિ ઠંડી થતી નથી. બંને પૈડા એક જેવા હોય ખૂબ મુશ્કેલ છે. બાબા બાળકો ને સર્વિસ કરાવવા માટે સમજાવતા રહે છે. કોઈ ધનવાન છે - તો પણ ઉછળતા નથી. ધન નાં ભૂખ્યાં છે, બાળક નહીં હોય તો પણ ખોળે (દત્તક) લે છે. ઉછળ નથી આવતી, બાબા અમે બેઠાં છીએ. અમે મોટું મકાન લઈને આપીએ.

બાબાની નજર દિલ્લી પર વિશેષ છે કારણકે દિલ્લી છે કેપિટલ (રાજધાની), હેડ ઓફિસ (મુખ્યાલય). બાબા કહે છે દિલ્લી માં વિશેષ સેવા નો ઘેરાવ નાખો. કોઈને સમજાવવા માટે અંદર ઘૂસવું જોઈએ. ગવાયેલું પણ છે કે પાંડવો ને કૌરવો પાસે થી ૩ પગ પૃથ્વી નાં પણ નહોતાં મળતાં. આ કૌરવ શબ્દ તો ગીતા નાં છે. ભગવાને આવીને રાજયોગ શીખવાડ્યો, તેનું નામ ગીતા રાખ્યું છે. પરંતુ ગીતા નાં ભગવાન ને ભૂલી ગયા છે એટલે બાબા ઘડી-ઘડી કહેતા રહે છે મુખ્ય આ પોઈન્ટ ને જ ઉઠાવવાનો છે. પહેલાં બાબા કહેતાં હતાં બનારસ નાં વિદ્યુત મંડળી વાળા ને સમજાવો. બાબા યુક્તિઓ તો બતાવતા રહે છે. પછી સારી રીતે કોશિશ કરવાની છે. બાપ વારંવાર સમજાવતા રહે છે. નંબરવન દિલ્લી માં યુક્તિ રચો. સંગઠન માં પણ આ વિચાર કરો. મૂળ વાત કે મોટો મેળો વગેરે દિલ્લી માં કેવી રીતે કરીએ? તે લોકો તો દિલ્લી માં ખૂબ ભૂખ હડતાલ વગેરે કરે છે. તમે તો એવું કોઈ કામ નથી કરતાં. લડવા-ઝઘડવાનું કાંઈ નથી. તમે તો ફક્ત સૂતેલા ને જગાડો છો. દિલ્લી વાળા ને જ મહેનત કરવાની છે. તમે તો જાણો છો આપણે બ્રહ્માંડ નાં પણ માલિક પછી કલ્પ પહેલાં ની જેમ સૃષ્ટિ નાં પણ માલિક બનીશું. આ પાક્કું છે જરુર. વિશ્વ નાં માલિક બનવાનું જ છે. હમણાં તમને ૩ પગ પૃથ્વી નાં પણ કેપિટલ (રાજધાની) માં જ જોઈએ, જેથી ત્યાં જ્ઞાન નાં ગોળા છોડીએ. નશો જોઈએ ને? મોટાઓ નો અવાજ જોઈએ ને? આ સમયે ભારત આખું ગરીબ છે. ગરીબો ની સેવા કરવા માટે જ બાપ આવે છે. દિલ્લી માં તો ખૂબ સારી સર્વિસ થવી જોઈએ. બાબા ઈશારો આપતા રહે છે. દિલ્લી વાળા સમજે છે બાબા અમારું અટેન્શન (ધ્યાન) ખેંચાવે છે. પરસ્પર ક્ષીરખંડ થવું જોઈએ. પોતાનો પાંડવો નો કિલ્લો તો બનાવે. દિલ્લી માં જ બનાવવો પડશે. આમાં દિમાગ ખુબ સારું જોઈએ. ઘણું બધું કરી શકો છો. તે લોકો ગાય તો ખૂબ છે ભારત અમારો દેશ છે, અમે આમ કરીશું. પરંતુ પોતાનાં માં કાંઈ દમ નથી. વિદેશ ની મદદ સિવાય ઉઠી નથી શકતાં. તમને તો ખૂબ મદદ મળી રહી છે બેહદ નાં બાપ પાસે થી. આટલી મદદ કોઈ આપી ન શકે. હવે જલ્દી કિલ્લો બનાવવાનો છે. આપ બાળકો ને બાપ વિશ્વ ની બાદશાહી આપે છે તો હોસલો ખૂબ જોઈએ. ઝરમુઈ ઝઘમુઈ માં અનેક ની બુદ્ધિ અટકી રહે છે. બંધનો ની આફત છે માતાઓ પર. ભાઈઓ પર કોઈ બંધન નથી. માતાઓ ને અબળા કહેવાય છે. પુરુષ બળવાન હોય છે. પુરુષ લગ્ન કરે છે તો તેમને બળ અપાય છે - તમે જ ગુરુ ઈશ્વર બધું છો. સ્ત્રી તો જાણે પૂંછડી છે. પાછળ લટકવા વાળી તો સાચ્ચે જ પૂંછડી થઈને જ લટકી પડે છે. પતિ માં મોહ, બાળકો માં મોહ, પુરુષો ને એટલો મોહ નથી રહેતો. તેમને તો એક જુત્તી ગઈ તો બીજી, ત્રીજી લઈ લે છે. આદત પડી ગઈ છે. બાબા તો સમજાવતા રહે છે - આમ-આમ સમાચાર-પત્ર માં લખો. બાળકો એ બાપ નો શો (પ્રત્યક્ષ) કરવાનો છે. આ સમજાવવાનું તમારું કામ છે. બાબા ની સાથે તો દાદા પણ છે. તો આ જઈ નથી શકતાં. કહેશે શિવબાબા આ બતાવો, આ અમારા ઉપર આફતો આવી છે, આમાં તમે સલાહ આપો. એવી-એવી વાતો પૂછે છે. બાપ તો આવ્યાં છે પતિતો ને પાવન બનાવવાં. બાપ કહે છે આપ બાળકો ને બધી નોલેજ મળે છે. કોશિશ કરી પરસ્પર મળીને સલાહ કરો. આપ બાળકોએ હવે વિહંગ માર્ગ ની સેવા નો તમાશો દેખાડવો જોઈએ. કીડી માર્ગ ની સર્વિસ તો ચાલતી આવી રહી છે. પરંતુ એવો તમાશો દેખાડો જે અનેક નું કલ્યાણ થઈ જાય. બાબાએ આ કલ્પ પહેલાં પણ સમજાવ્યું હતું, હમણાં પણ સમજાવે છે. અનેક ની બુદ્ધિ ક્યાંય ને ક્યાંય ફસાયેલી છે. ઉમંગ નથી. ઝટ દેહ-અભિમાન આવી જાય છે. દેહ-અભિમાને જ સત્યાનાશ કર્યુ છે. હવે બાપ સત્યા ઊંચ કરવાની કેટલી સહજ વાત બતાવે છે. બાપ ને યાદ કરો તો શક્તિ આવે. નહીં તો શક્તિ આવતી નથી. ભલે સેવાકેન્દ્ર સંભાળે છે. પરંતુ નશો નથી કારણકે દેહ-અભિમાન છે. દેહી-અભિમાની બને તો નશો ચઢે. આપણે કયા બાપ નાં બાળકો છીએ. બાપ કહે છે જેટલાં તમે દેહી-અભિમાની બનશો એટલું બળ આવશે. અડધોકલ્પ નો દેહ-અભિમાન નો નશો છે તો દેહી-અભિમાની બનવામાં ખૂબ મહેનત લાગે છે. એવું નથી બાબા જ્ઞાન નાં સાગર છે, અમે પણ જ્ઞાન ઉઠાવ્યું છે, અનેક ને સમજાવે છે પરંતુ યાદ નું જૌહર (બળ) પણ જોઈએ. જ્ઞાન ની તલવાર છે. યાદ ની પછી યાત્રા છે. બંને અલગ વસ્તુ છે. જ્ઞાન માં યાદ ની યાત્રા નું જૌહર જોઈએ. તે નથી તો કાઠ ની તલવાર થઈ જાય છે. સિક્ખ લોકો તલવાર નું કેટલું માન રાખે છે. તે તો હિંસક હતી, જેનાંથી લડાઈ કરી. હકીકત માં ગુરુ લોકો લડાઈ થોડી કરી શકે છે? ગુરુ તો અહિંસક જોઈએ ને? લડાઈ થી થોડી સદ્દગતિ થાય છે. તમારી તો છે યોગ ની વાત. યાદ નાં બળ વગર જ્ઞાન-તલવાર કામ નહીં કરશે. ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ) ખૂબ નુકસાન કરવા વાળી છે. આત્મા કાનો થી સાંભળે છે. બાપ કહે છે તમે યાદ માં મસ્ત રહો તો સર્વિસ વધતી જશે. ક્યારેક-ક્યારેક કહે છે બાબા સંબંધી સાંભળતા નથી. બાબા કહે છે યાદ ની યાત્રા માં કાચાં છો એટલે જ્ઞાન-તલવાર કામ નથી કરતી. યાદ ની મહેનત કરો. આ છે ગુપ્ત મહેનત. મોરલી ચલાવવી તો પ્રત્યક્ષ છે. યાદ જ ગુપ્ત મહેનત છે. જેનાંથી શક્તિ મળે છે. જ્ઞાન થી શક્તિ નથી મળતી. તમે પતિત થી પાવન યાદ નાં બળ થી બનો છો. કમાણી નો જ પુરુષાર્થ કરવાનો છે.

બાળકોને યાદ જ્યારે એકરસ રહે છે, અવસ્થા સારી છે તો ખૂબ ખુશી રહે છે અને જ્યારે યાદ ઠીક નથી, કોઈ વાત માં ઘુટકા ખાય છે તો ખુશી ગાયબ થઈ જાય છે. શું સ્ટુડન્ટ ને શિક્ષક યાદ નહીં આવતા હશે? અહીં તો ઘર માં રહેતાં, બધું જ કરતા શિક્ષક ને યાદ કરવાના છે. આ શિક્ષક દ્વારા તો ખૂબ-ખૂબ ઊંચું પદ મળે છે. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. શિક્ષક ની યાદ રહે તો પણ બાપ અને ગુરુ જરુર યાદ આવશે. કેટલાં પ્રકાર થી સમજાવતા રહે છે. પરંતુ ઘર માં પછી ધન-સંપત્તિ, બાળકો વગેરે જોઈને ભૂલી જાય છે. સમજાવે તો ખૂબ છે. તમારે રુહાની સર્વિસ કરવાની છે. બાપ ની યાદ જ છે ઊંચા માં ઊંચી સેવા. મન્સા-વાચા-કર્મણા બુદ્ધિ માં બાપ ની યાદ રહે. મુખ થી પણ જ્ઞાન ની વાતો સંભળાવો. કોઈને દુઃખ નથી આપવાનું. કોઈ અકર્તવ્ય નથી કરવાનું. પહેલી વાત અલ્ફ ન સમજવાથી બીજું કાંઈ પણ સમજશે નહીં. પહેલાં અલ્ફ પાક્કું કરાવો ત્યાં સુધી આગળ વધવું ન જોઈએ. શિવબાબા રાજયોગ શીખવાડી ને વિશ્વ નાં માલિક બનાવે છે. આ છી-છી દુનિયા માં માયા નો શો (ભપકો) ખૂબ છે. કેટલી ફેશન થઈ ગઈ છે. છી-છી દુનિયા થી નફરત આવવી જોઈએ. એક બાપ ને યાદ કરવા થી તમારા વિકર્મ વિનાશ થશે. પવિત્ર બની જશો. સમય વ્યર્થ ન કરો. સારી રીતે ધારણા કરો. માયા દુશ્મન અનેક ની અક્કલ ચટ કરી દે છે. કમાન્ડર ગફલત કરે છે તો તેમને ડિસમિસ પણ કરે (કાઢી મૂકે) છે. ખુદ કમાન્ડર ને પણ લજ્જા આવે છે પછી રીઝાઇન (રાજીનામું) પણ કરી દે છે. અહીં પણ એવું થાય છે. સારા-સારા કમાન્ડર્સ ક્યારેક ફાં થઈ જાય છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદ ની ગુપ્ત મહેનત કરવાની છે. યાદ ની મસ્તી માં રહેવાથી સર્વિસ સ્વતઃ જ વધતી રહેશે. મન્સા-વાચા-કર્મણા યાદ માં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે.

2. મુખ થી જ્ઞાન ની જ વાતો સંભળાવવાની છે. કોઈને દુઃખ નથી આપવાનું. કોઈ પણ અકર્તવ્ય નથી કરવાનું. દેહી-અભિમાની બનવાની મહેનત કરવાની છે.

વરદાન :-
લોખંડ સમાન આત્મા ને પારસ બનાવવા વાળા માસ્ટર પારસનાથ ભવ

તમે બધા પારસનાથ બાપ નાં બાળકો માસ્ટર પારસનાથ છો - તો કેવાં પણ લોખંડ સમાન આત્મા હોય પરંતુ તમારા સંગ થી લોખંડ પણ પારસ બની જાય. આ લોખંડ છે - એવું ક્યારેય નહીં વિચારતાં. પારસ નું કામ જ છે લોખંડ ને પારસ બનાવવાનું. આ જ લક્ષ અને લક્ષણ સદા સ્મૃતિ માં રાખી દરેક સંકલ્પ, દરેક કર્મ કરવા, ત્યારે અનુભવ થશે કે મુજ આત્મા નાં લાઈટ ની કિરણો અનેક આત્માઓ ને ગોલ્ડન બનાવવા ની શક્તિ આપી રહી છે.

સ્લોગન :-
દરેક કાર્ય સાહસ થી કરો તો સર્વ નું સન્માન પ્રાપ્ત થશે.

અવ્યક્ત ઈશારા - સહજયોગી બનવું છે તો પરમાત્મ - પ્રેમ નાં અનુભવી બનો

પરમાત્મ-પ્રેમ આ શ્રેષ્ઠ બ્રાહ્મણ જન્મ નો આધાર છે. કહે પણ છે પ્રેમ છે તો જહાન છે, જાન છે. પ્રેમ નથી તો બેજાન, બેજહાન છે. પ્રેમ મળ્યો અર્થાત્ જહાન મળ્યું. દુનિયા એક ટીપા ની તરસેલી છે અને આપ બાળકો નો આ પ્રભુ-પ્રેમ પ્રોપર્ટી છે. આ જ પ્રભુ-પ્રેમ થી પાલન થઇ રહ્યું છે અર્થાત્ બ્રાહ્મણ જીવન માં આગળ વધો છો. તો સદા પ્રેમ નાં સાગર માં લવલીન રહો.