12-09-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - હવે આ રાવણ રાજ્ય , જૂની દુનિયા ખતમ થઈ નવી દુનિયા આવી રહી છે એટલે શ્રીમત પર ચાલી પવિત્ર બનો તો શ્રેષ્ઠ દેવી - દેવતા બનશો”

પ્રશ્ન :-
બાપ પોતાનાં બાળકોને સત્યનારાયણ ની કથા સંભળાવે છે, એ કથા નું રહસ્ય શું છે?

ઉત્તર :-
એનું રહસ્ય છે - બાદશાહી લેવી અને ગુમાવવી. અલ્ફ ને અલ્લાહ મળ્યાં, તો ગદાઈ છોડી દીધી. જે વિશ્વ નાં માલિક હતાં તે જ ૮૪ જન્મ લઈ રાજાઈ ગુમાવી દે છે પછી બાપ એમને રાજાઈ આપે છે. પતિત થી પાવન બનવું, ગદાઈ છોડી રાજાઈ લેવી - આ જ સાચ્ચી સત્યનારાયણ ની કથા બાપ સંભળાવે છે.

ગીત :-
આખિર વહ દિન આયા આજ…

ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ નો અર્થ તો રુહાની બાપે સમજાવ્યો છે. ઓમ્ એટલે અહમ્ (હું) આત્મા છું અને મારું શરીર છે. આત્મા તો જોવામાં નથી આવતો. આ સમજ માં આવે છે - હું આત્મા છું, આ મારું શરીર છે. આત્મા માં જ મન-બુદ્ધિ છે. શરીર માં બુદ્ધિ નથી. આત્મા માં જ સંસ્કાર સારા અથવા ખરાબ હોય છે. મુખ્ય છે આત્મા. એ આત્માને કોઈ જોઈ નથી શકતું. શરીર ને આત્મા જુએ છે. આત્મા ને શરીર ન જોઈ શકે. જાણી શકે છે કે આત્મા નીકળી જાય છે તો શરીર જડ થઈ જાય છે. આત્મા દેખાતો નથી, શરીર દેખાય છે. તેમ જ આત્માનાં જે ફાધર છે, જેમને ઓ ગોડ ફાધર કહે છે, તે પણ દેખાતાં નથી. એમને સમજી શકાય છે, જાણી શકાય છે. આત્માઓ બધાં ભાઈઓ છે. શરીર માં આવે છે તો કહેશે આ ભાઈ-ભાઈ છે અથવા ભાઈ-બહેન છે. આત્માઓનાં બાપ છે પરમપિતા પરમાત્મા. શરીરધારી ભાઈ-બહેન એકબીજાને જોઈ શકે છે. આત્માઓનાં બાપ બધાનાં એક છે, એમને જોઈ નથી શકાતાં. તો બાપ આવે છે જૂની દુનિયા ને નવી બનાવવાં. નવી દુનિયા સતયુગ હતી, આ જૂની દુનિયા કળિયુગ છે. એને હવે બદલવાની છે. જેમ જૂનું ઘર ખતમ થઈ નવું ઘર બને છે. તેમ આ જૂની દુનિયા ખલાસ થવાની છે. સતયુગ નાં પછી ત્રેતા, દ્વાપર, કળિયુગ પછી સતયુગ આવવાનો જરુર છે. દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી રીપીટ થવાની છે. સતયુગ માં હોય છે દેવી-દેવતાઓનું રાજ્ય. અડધોકલ્પ ચાલે છે સૂર્યવંશી અને ચંદ્રવંશી. એને કહેવાય છે લક્ષ્મી-નારાયણ નું કુળ, રામ-સીતા નું કુળ. તો આ સહજ છે ને. પછી દ્વાપર, કળિયુગ માં બીજા ધર્મ આવે છે. પછી દેવી-દેવતાઓ જે પવિત્ર હતાં, એ અપવિત્ર બની જાય છે. આને કહેવાય છે રાવણ રાજ્ય. રાવણ ને વર્ષે-વર્ષે બાળે છે, પરતું બળતો જ નથી. આ છે બધાંનો મોટો દુશ્મન, એટલે તેને બાળવાનો રિવાજ પડી ગયો છે. ભારત નો નંબરવન દુશ્મન છે રાવણ અને નંબરવન દોસ્ત સદા સુખ આપવા વાળા છે ખુદા. ખુદા ને દોસ્ત કહે છે ને! આનાં પર એક વાર્તા પણ છે, તો ખુદા છે દોસ્ત. રાવણ છે દુશ્મન. ખુદા દોસ્ત ને ક્યારેય બાળશે નહીં. રાવણ દુશ્મન છે એટલે ૧૦ માથા વાળો રાવણ બનાવીને એને વર્ષે-વર્ષે બાળે છે. ગાંધીજી પણ કહેતાં હતાં અમને રામરાજ્ય જોઈએ. રામરાજ્ય માં છે સુખ, રાવણ રાજ્ય માં છે દુઃખ. હમણાં આ કોણ બેસી સમજાવે છે? પતિત-પાવન બાપ, શિવબાબા બ્રહ્મા દ્વારા. બાબા હંમેશા હસ્તાક્ષર કરે છે - બાપદાદા. પ્રજાપિતા બ્રહ્મા પણ તો બધાનાં હશે, જેમને એડમ કહેવાય છે. એમને ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર કહેવાય છે. મનુષ્ય સૃષ્ટિ માં પ્રજાપિતા થયાં. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ પછી બ્રાહ્મણ જ દેવી-દેવતા બને છે. દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બની જાય છે, આમને કહેવાય છે પ્રજાપિતા બ્રહ્મા, મનુષ્ય સૃષ્ટિ નાં મોટાં. પ્રજાપિતા બ્રહ્મા નાં કેટલાં અનેક બાળકો છે. બાબા-બાબા કહેતાં રહે છે. આ છે સાકાર બાબા. શિવબાબા છે નિરાકાર બાબા. ગવાય પણ છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા નવી મનુષ્ય સૃષ્ટિ રચે છે. આ છે પતિત દુનિયા રાવણ રાજ્ય. હવે રાવણ ની આસુરી દુનિયા ખતમ થઈ જશે, એનાં માટે આ મહાભારત લડાઈ છે. પછી સતયુગ માં આ રાવણ દુશ્મન ને કોઈ બાળશે જ નહીં. રાવણ હશે જ નહીં. રાવણે જ આ દુઃખ ની દુનિયા બનાવી છે. એવું નથી જેમની પાસે પૈસા બહુજ છે, મોટાં-મોટાં મહેલ વગેરે છે તે સ્વર્ગ માં છે. બાપ સમજાવે છે ભલે કોઈની પાસે કરોડ છે, પરંતુ શાંતિ નથી, પૈસા વગેરે તો બધું માટીમાં ભળી જવાનું છે. નવી દુનિયા માં પછી નવી ખાણો નીકળે છે, જેનાથી નવી દુનિયાનાં મહેલ વગેરે બધું બનાવાય છે. આ જૂની દુનિયા હવે ખતમ થવાની છે. સતયુગ માં છે વાઈસલેસ સંપૂર્ણ નિર્વિકારી. ત્યાં બાળકો યોગબળ થી જન્મે છે. વિકાર ત્યાં હોતાં જ નથી. ન દેહ-અભિમાન, ન ક્રોધ, ન કામ. ૫ વિકાર હોતાં જ નથી એટલે ત્યાં ક્યારેય રાવણ ને બાળતા જ નથી. અહીં તો રાવણ રાજ્ય છે, એટલે બધાં પોકારે છે હે પતિત-પાવન આવો. તે તો લિબરેટર (મુક્તિદાતા) પણ છે, સર્વ નાં દુઃખહર્તા છે. હમણાં બધાં રાવણ રાજ્ય માં છે. બાપે આવીને છોડાવવા પડે છે. હવે બાપ કહે છે તમે પવિત્ર બનો. આ પતિત દુનિયા ખતમ થવાની છે, જે શ્રીમત પર ચાલશે તે શ્રેષ્ઠ દેવી-દેવતા બનશે. વિનાશ તો થશે, બધું ખતમ થઈ જશે. બાકી કોણ બચશે? જે શ્રીમત પર પવિત્ર રહે છે, તે જ બાપની મત પર ચાલી વિશ્વની બાદશાહી નો વારસો પામે છે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને! હમણાં તો રાવણ રાજ્ય છે જે ખતમ થવાનું છે. સતયુગી રામરાજ્ય સ્થાપન થવાનું છે. રામ તે સીતા વાળા નહીં. શાસ્ત્રો માં તો બહુજ ફાલતું વાતો લખી દીધી છે. લંકા આ આખી દુનિયા છે, એમાં રાવણ નું રાજ્ય છે. ભારત સોના ની ચકલી (સ્વર્ગ) હતો સતયુગ માં. જ્યારે કે બીજા કોઈ રાજ્ય જ નહોતાં. બાપ ભારતમાં આવીને ફરી થી સોનાની ચકલી, સ્વર્ગ બનાવે છે. બાકી જે આટલાં ધર્મ છે, બધાં ખતમ થઈ જશે. સમુદ્ર પણ ઉછળશે. બોમ્બે શું હતું, એક નાનકડું ગામડું હતું. હમણાં સતયુગ ની સ્થાપના થાય છે પછી બોમ્બે વગેરે રહેશે નહીં. સતયુગ માં બહુજ થોડાં મનુષ્ય હોય છે. રાજધાની દિલ્લી હોય છે, જ્યાં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હોય છે. દિલ્લી સતયુગ માં પરિસ્તાન (સ્વર્ગ) હતું. દિલ્લી જ ગાદી (રાજ્ધાની) હતી. રામરાજ્ય માં પણ દિલ્લી જ રાજધાની હોય છે. પરતું રામરાજ્ય માં હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં, અથાહ સુખ હતાં. બાપ કહે છે તમે વિશ્વ નું રાજ્ય ગુમાવ્યું છે, હું ફરીથી આપું છું. તમે મારી મત પર ચાલો. શ્રેષ્ઠ બનવું છે તો ફક્ત મને જ યાદ કરો બીજા કોઈ દેહધારી ને યાદ ન કરો. સ્વયં ને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો, તમે મારી પાસે ચાલ્યાં આવશો. તમે મારા ગળા ની માળા બની પછી વિષ્ણુ નાં ગળા ની માળા બની જશો. માળા ની ઉપર હું છું. પછી યુગલ છે બ્રહ્મા-સરસ્વતી. તે જ સતયુગ નાં મહારાજા-મહારાણી બને છે. એમનાં પછી આખી માળા છે જે નંબરવાર ગાદી પર બેસે છે. હું ભારતને આ બ્રહ્મા-સરસ્વતી અને બ્રાહ્મણો દ્વારા સ્વર્ગ બનાવું છું. જે મહેનત કરે છે, એમનું પછી યાદગાર બને છે. આત્માઓનાં રહેવાનું સ્થાન છે પરમધામ, જેને બ્રહ્માંડ પણ કહે છે. આપણે બધા આત્માઓ ત્યાં સ્વીટ હોમ માં રહેવા વાળા છીએ - બાપ ની સાથે. તે છે શાંતિધામ, મનુષ્ય ઈચ્છે છે - અમે મુક્તિધામ માં જઈએ. પરંતુ પાછાં કોઈ જઈ ન શકે. બધાએ પાર્ટ માં આવવાનું જ છે. ત્યાં સુધી બાપ તમને તૈયાર કરતાં રહે છે. તમે તૈયાર થઈ જશો તો ત્યાં જે પણ આત્માઓ છે, તે બધાં આવી જશે, પછી ખલાસ. તમે જઈને નવી દુનિયામાં રાજ્ય કરશો પછી નંબરવાર ચક્ર ચાલશે.

ગીત માં પણ સાંભળ્યું છે ને, આખિર વહ દિન આયા આજ. ભક્તિમાર્ગ માં ધક્કા ખાતાં રહેતાં હતાં. બાપ છે જ્ઞાન સૂર્ય. જ્ઞાન સૂર્ય પ્રગટ્યાં… હમણાં તમારી બુદ્ધિ માં સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. જાણો છો જે ભારતવાસી નર્કવાસી છે તે પછી સ્વર્ગવાસી બનશે. બાકી આટલાં બધાં આત્માઓ શાંતિધામ માં ચાલ્યા જશે. સમજાવવાનું બહુજ થોડું છે, અલ્ફ બાબા, બે બાદશાહી. અલ્ફ દ્વારા બાદશાહી મળી જાય છે. ગદાઈ ખતમ થઈ જાય છે. એની કથા બાપ બેસી સમજાવે છે. આ છે સાચ્ચી સત્યનારાયણ ની કથા. બાકી બધી છે દંત કથાઓ. બાબા જ નર થી નારાયણ બનવાનાં માટે આ જ્ઞાન સંભળાવે છે. હિસ્ટ્રી-જોગ્રાફી છે ને. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યારે શરું થયું? ક્યાં સુધી ચાલ્યું? તો કથા પણ થઈ ને! જે વિશ્વ પર રાજ્ય કરતાં હતાં, તે ૮૪ જન્મ લઈને બિલકુલ જ તમોપ્રધાન બની ગયાં છે.

હમણાં બાપ કહે છે - હું તે જ રાજ્ય ફરીથી સ્થાપન કરું છું. તમે કેવી રીતે પતિત થી પાવન, પાવન થી પતિત બનો છો - તે પૂરી હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવે છે. પહેલાં-પહેલાં સૂર્યવંશીઓનું રાજ્ય પછી ચંદ્રવંશીઓનું… એનાં પછી બીજા પણ બૌદ્ધી, ઈસ્લામી પછી ક્રિશ્ચન આવ્યાં. પછી તે દેવી-દેવતા ધર્મ જે હતો તો ગુમ થઈ ગયો. ફરી દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી રીપીટ થશે. શાસ્ત્રો માં બ્રહ્મા નું આયુષ્ય ૧૦૦ વર્ષ બતાવ્યું છે. આ જે બ્રહ્મા છે, જેમાં બાપ બેસી વારસો આપે છે, એમનું પણ શરીર છૂટી જશે. આત્માઓ ને બેસી જે આત્માઓનાં બાપ છે તે સંભળાવે છે, એ જ પતિત-પાવન છે. મનુષ્ય, મનુષ્ય ને પાવન બનાવી ન શકે. જે પોતે જ મુક્ત નથી થઈ શકતાં તે બીજાઓને પછી કેવી રીતે કરશે? તે તો બધાં ભક્તિ શિખવાડવા વાળા અનેક ગુરુ છે. કોઈ કહેશે ફલાણા ની ભક્તિ કરો, કોઈ કહેશે શાસ્ત્ર સાંભળો. અનેકાનેક મત-મતાંતર છે, એટલે બધાં વધારે જ બેસમજ બની ગયાં છે. હવે બાપ આવીને સમજદાર બનાવે છે. આ લક્ષ્મી-નારાયણ સમજદાર વિશ્વ નાં માલિક હતાં ને. હમણાં કેટલાં કંગાળ બની ગયાં છે. પછી શિવબાબા આવીને નર્કવાસી થી સ્વર્ગવાસી બનાવે છે. બાપ કેટલું સારી રીત થી સમજાવે છે કે અહીં તકદીર જાગી જાય. બાપ આવે જ છે મનુષ્ય-માત્ર ની તકદીર જગાડવાં. બધાં પતિત દુઃખી છે ને! બધાં ત્રાહિ-ત્રાહિ કરી વિનાશ થઈ જશે એટલે બાબા કહે છે ત્રાહિ-ત્રાહિ નાં પહેલાં બેહદનાં બાપ થી કાંઈક વારસો લઈ લો. આ જે કાંઈ દુનિયામાં જુઓ છો તે બધું ખતમ થઈ જવાનું છે. ફોલ ઓફ ભારત (ભારતનું પતન), રાઈઝ ઓફ ભારત (ભારતનું ઉત્થાન). આ ભારતનો જ ખેલ છે. રાઈઝ થશે સતયુગ માં. હમણાં કળિયુગ માં ફૉલ થવાનો છે. આ બધો રાવણ રાજ્ય નો પામ્પ (ભપકો) છે. હવે વિનાશ થવાનો છે. ફૉલ ઓફ વર્લ્ડ, રાઈઝ ઓફ વર્લ્ડ. સતયુગ માં કોણ-કોણ રાજ્ય કરે છે, આ બાપ બેસી સમજાવે છે. રાઈઝ ઓફ ભારત, દેવતાઓનું રાજ્ય. ફૉલ ઓફ ભારત, રાવણનું રાજ્ય. હમણાં નવી દુનિયા બની રહી છે. જૂની દુનિયા ખતમ થઈ જશે. એનાં પહેલા તમે ભણી રહ્યાં છો, બાપ થી વારસો લેવાં. કેટલું સહજ છે. આ છે મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર. સંન્યાસીઓ નો છે જ નિવૃત્તિ માર્ગ. તે ધર્મ જ અલગ છે. તે તો ગૃહસ્થ વ્યવહાર છોડી ચાલ્યાં જાય છે, એમનો છે હદ નો સંન્યાસ. તમારે આ જૂની દુનિયાનો સંન્યાસ કરી પછી અહીં આવવાનું નથી. આ પણ સારી રીતે સમજાવવાનું છે, કયા-કયા ધર્મ ક્યારે આવે છે. દ્વાપર નાં પછી જ બીજા ધર્મ આવે છે. પહેલાં સુખ ભોગવે છે પછી દુઃખ. આ આખું ચક્ર બુદ્ધિમાં બેસાડવાનું હોય છે. જ્યાર થી તમે ચક્ર માં આવો છો મહારાજા-મહારાણી બનો છો. ફકત અલ્ફ અને બે ને સમજવાનું છે.

બાબા કોઈને વિદેશ માં જવાની મનાઈ નથી કરતાં. એમ તો બધાં ઈચ્છે છે કે મૃત્યુ પોતાનાં દેશ માં જ થાય. હવે વિનાશ તો થવાનો જ છે, હંગામા (તોફાન) એટલાં થઈ જશે જે વિદેશ થી પછી આવી પણ નહીં શકે એટલે બાપ સમજાવે છે કે ભારત ભૂમિ સૌથી ઉત્તમ છે જ્યાં બાપ આવીને અવતાર લે છે. શિવ જયંતી પણ મનાવાય છે. ફક્ત શ્રીકૃષ્ણ નું નામ નાખવાથી બધી મહિમા જ ખતમ થઈ ગઈ છે. બધાં મનુષ્ય માત્ર નાં લિબરેટર (મુક્તિદાતા) અહીં આવીને અવતાર લે છે. ગોડ ફાધર જ છે જે આવીને લિબરેટ (મુક્ત) કરે છે. તો એવાં બાપ ને નમન કરવું જોઈએ, એમની જયંતી મનાવવી જોઈએ. પરંતુ શ્રીકૃષ્ણ નું નામ નાખવાથી બધી વેલ્યુ (કિંમત) ગુમ કરી દીધી છે. નહીં તો ભારત સૌથી ઊંચું તીર્થ છે. તે બાપ અહીં જ આવીને બધાંને પાવન બનાવે છે, તો આ સૌથી મોટું તીર્થ થયું. બધાંને દુર્ગતિ થી છોડાવી સદ્દગતિ આપે છે. આ ડ્રામા બનેલો છે. હમણાં તમે આત્માઓ જાણો છો, આપણા બાબા આ પોતાનાં શરીર દ્વારા આ રહસ્ય સમજાવી રહ્યાં છે. અમે આત્મા આ શરીર દ્વારા સાંભળીએ છીએ. આત્મ-અભિમાની બનવાનું છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો તો કટ (જંક) નીકળતી જશે અને પવિત્ર બની તમે બાપ ની પાસે આવી જશો. જેટલું યાદ કરશો એટલાં પવિત્ર બનશો, બીજાઓને પણ આપ સમાન બનાવશો તો ઘણાઓનાં આશીર્વાદ મળશે. ઊંચ પદ મેળવી લેશો એટલે ગવાય છે સેકન્ડ માં જીવનમુક્તિ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ નાં ગળા ની માળા બની વિષ્ણુ નાં ગળામાં પરોવાવાનાં માટે સંપૂર્ણ સતોપ્રધાન બનવાનું છે. એક બાપ ની મત પર ચાલવાનું છે.

2. એવી સેવા કરવાની છે જે અનેક આત્માઓનાં આશીર્વાદ મળતાં રહે. ત્રાહિ-ત્રાહિ થવાનાં પહેલાં બાપ થી પૂરે-પૂરો વારસો લેવાનો છે.

વરદાન :-
સ્નેહી બનવાનાં ગુહ્ય રહસ્ય ને સમજી સર્વ ને રાજી કરવા વાળા રાઝયુક્ત , યોગયુક્ત ભવ

જે બાળકો એક સર્વ શક્તિમાન્ બાપ નાં સ્નેહી બનીને રહે છે તે સર્વ આત્માઓનાં સ્નેહી સ્વત: બની જાય છે. આ ગુહ્ય રહસ્ય ને જે સમજી લે તે રાઝયુક્ત, યોગયુક્ત કે દિવ્યગુણો થી યુક્તિયુક્ત બની જાય છે. એવા રાઝયુક્ત આત્મા સર્વ આત્માઓ ને સહજ જ રાજી કરી લે છે. જે આ રાઝ ને નથી જાણતા તે ક્યારેક અન્ય ને નારાજ કરતાં અને ક્યારેક સ્વયં નારાજ રહે છે એટલે સદા સ્નેહી નાં રાઝ ને જાણી રાઝયુક્ત બનો.

સ્લોગન :-
જે નિમિત્ત છે તે જવાબદારી સંભાળતા પણ સદા હલ્કા છે.

અવ્યક્ત ઈશારા - હવે પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો

જેવી રીતે બાપદાદા સદા મોટા દિલવાળા બેહદ નાં દિલવાળા છે, એટલે સર્વ નાં દિલ લેવા વાળા દિલારામ છે, એવી રીતે બાળકો પણ બેહદ નાં દિલ, ફ્રાખદિલ દાતાપણા નું દિલ રાખવા વાળા, સદા દિલખુશ થી જહાન ને ખુશ કરવા વાળા ખુશનસીબ આત્માઓ છો. તમે શ્રેષ્ઠ આત્માઓ જહાન નો આધાર છો. તમે બધા જાગી, જાગતી જ્યોત બનો છો તો જહાન વાળા પણ જાગે છે. તમારા બધાની ચઢતી કળા થાય છે તો સર્વ આત્માઓ નું કલ્યાણ થઇ જાય છે.