12-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 17.03.2007
બાપદાદા મધુબન
“ શ્રેષ્ઠ વૃત્તિ થી
શક્તિશાળી
વાયબ્રેશન અને વાયુમંડળ બનાવવાનો
તીવ્ર પુરુષાર્થ કરો , દુવાઓ
આપો અને દુવાઓ લો”
આજે પ્રેમ અને શક્તિ
નાં સાગર બાપદાદા પોતાનાં સ્નેહી, સિકિલધા, લાડલા બાળકો ને મળવા માટે આવ્યાં છે. બધા
બાળકો પણ દૂર-દૂર થી સ્નેહ નાં આકર્ષણ થી મિલન મનાવવા માટે પહોંચી ગયા છે. ભલે
સન્મુખ બેઠાં છે કે દેશ-વિદેશ માં બેઠેલા સ્નેહ નું મિલન મનાવી રહ્યાં છે. બાપદાદા
ચારેય તરફ નાં સર્વ સ્નેહી, સર્વ સહયોગી સાથી બાળકો ને જોઈ હર્ષિત થાય છે. બાપદાદા
જોઈ રહ્યાં છે મેજોરીટી બાળકો નાં દિલ માં એક જ સંકલ્પ છે કે હવે જલ્દી થી જલ્દી
બાપ ને પ્રત્યક્ષ કરીએ. બાપ કહે છે બધા બાળકો નો ઉમંગ બહુ જ સારો છે, પરંતુ બાપ ને
પ્રત્યક્ષ ત્યારે કરી શકશો જ્યારે પહેલાં પોતાને બાપ સમાન સંપન્ન સંપૂર્ણ પ્રત્યક્ષ
કરશો. તો બાળકો પૂછે છે બાપ ને કે ક્યારે પ્રત્યક્ષ થશે? અને બાપ બાળકો ને પૂછે છે
કે તમે બતાવો તમે ક્યારે સ્વયં ને બાપ સમાન પ્રત્યક્ષ કરશો? પોતાનાં સંપન્ન બનવાની
તારીખ ફિક્સ કરી છે? ફોરેન વાળા તો કહે છે કે એક વર્ષ પહેલાં તારીખ ફિક્સ કરાય છે.
તો પોતાને બાપ સમાન બનવાની પરસ્પર મીટીંગ કરીને તારીખ ફિક્સ કરી છે?
બાપદાદા જુએ છે આજકાલ
તો દરેક વર્ગ ની પણ મીટીંગ્સ ખૂબ થાય છે. ડબલ ફોરેનર્સ ની પણ મીટીંગ બાપદાદાએ સાંભળી.
બહુ જ ગમી. બધી મીટીંગ્સ બાપદાદા ની પાસે તો પહોંચી જ જાય છે. તો બાપદાદા પૂછે છે
કે આની તારીખ ક્યારે ફિક્સ કરી છે? શું આ તારીખ ડ્રામા ફિક્સ કરશે કે તમે ફિક્સ કરશો?
કોણ કરશે? લક્ષ તો તમારે રાખવું જ પડશે. અને લક્ષ ખૂબ સારા માં સારું, સુંદર થી
સુંદર રાખ્યું પણ છે, હવે ફક્ત જેવું લક્ષ રાખ્યું છે એ જ પ્રમાણે લક્ષણ, શ્રેષ્ઠ
લક્ષ નાં સમાન બનાવવાનાં છે. હજી લક્ષ અને લક્ષણ માં અંતર છે. જ્યારે લક્ષ અને
લક્ષણ સમાન થઈ જશે તો લક્ષ પ્રેક્ટિકલ માં આવી જશે. બધા બાળકો જ્યારે અમૃતવેલા મિલન
મનાવે છે અને સંકલ્પ કરે છે તો તે ખૂબ સારા કરે છે બાપદાદા ચારેય તરફ નાં દરેક બાળકો
ની રુહરિહાન સાંભળે છે. ખૂબ સુંદર વાતો કરે છે. પુરુષાર્થ પણ ખૂબ સારો કરે છે પરંતુ
પુરુષાર્થ માં એક વાત ની તીવ્રતા જોઈએ. પુરુષાર્થ છે પરંતુ તીવ્ર પુરુષાર્થ જોઈએ.
તીવ્રતા ની દૃઢતા એની એડિશન જોઈએ.
બાપદાદા ની દરેક બાળકો
પ્રત્યે આ જ આશા છે કે સમય પ્રમાણે દરેક તીવ્ર પુરુષાર્થી બને. ભલે નંબરવાર છે,
બાપદાદા જાણે છે પરંતુ નંબરવાર માં પણ તીવ્ર પુરુષાર્થ સદા રહે, એની આવશ્યક્તા છે.
સમય સંપન્ન થવામાં તીવ્રતા થી ચાલી રહ્યો છે પરંતુ હવે બાળકોએ બાપ સમાન બનવાનું જ
છે, આ પણ નિશ્ચિત જ છે ફક્ત એમાં તીવ્રતા જોઈએ. દરેક પોતાને ચેક કરે કે હું સદા
તીવ્ર પુરુષાર્થી છું? કારણકે પુરુષાર્થ માં પેપર તો બહુ જ આવે જ છે અને આવવાના જ
છે પરંતુ તીવ્ર પુરષાર્થી માટે પેપર માં પાસ થવું એટલું જ નિશ્ચિત છે કે તીવ્ર
પુરુષાર્થી પેપર માં પાસ થયેલા જ છે. થવાનું નથી, થયેલા જ છે, આ નિશ્ચિત છે. સેવા
પણ બધા સારી રુચિ થી કરી રહ્યાં છે પરંતુ બાપદાદાએ પહેલાં પણ કહ્યું છે કે વર્તમાન
સમય પ્રમાણે એક જ સમય પર મન્સા-વાચા અને કર્મણા અર્થાત્ ચલન અને ચહેરા દ્વારા
ત્રણેય પ્રકાર ની સેવા જોઈએ. મન્સા દ્વારા અનુભવ કરાવો, વાણી દ્વારા જ્ઞાન ના ખજાના
નો પરિચય કરાવો અને ચલન તથા ચહેરા દ્વારા સંપૂર્ણ યોગી જીવન નાં પ્રેક્ટિકલ રુપ નો
અનુભવ કરાવો, ત્રણેય સેવા એક સમયે કરવાની છે. અલગ-અલગ નહીં, સમય ઓછો છે અને સેવા હજી
પણ ખૂબ કરવાની છે. બાપદાદાએ જોયું કે સૌથી સહજ સેવાનું સાધન છે - વૃત્તિ દ્વારા
વાયબ્રેશન બનાવવા અને વાયબ્રેશન દ્વારા વાયુમંડળ બનાવવું કારણકે વૃત્તિ સૌથી તેજ
સાધન છે. જેવી રીતે સાયન્સ નું રોકેટ ફાસ્ટ જાય છે તેવી રીતે તમારી રુહાની શુભ ભાવના,
શુભ કામના ની વૃત્તિ, દૃષ્ટિ અને સૃષ્ટિ ને બદલી દે છે. એક સ્થાન પર બેસીને પણ
વૃત્તિ દ્વારા સેવા કરી શકો છે. સાંભળેલી વાત તો પણ ભૂલી શકાય છે પરંતુ જે વાયુમંડળ
નો અનુભવ થાય છે, તે ભૂલાતો નથી. જેવી રીતે મધુબન માં અનુભવ કર્યો છે કે બ્રહ્મા
બાપ ની કર્મભૂમિ, યોગ ભૂમિ, ચરિત્ર ભૂમિ નું વાયુમંડળ છે. હજી સુધી પણ દરેક એ જ
વાયુમંડળ નો જે અનુભવ કરે છે તે ભૂલતા નથી. વાયુમંડળ નો અનુભવ દિલ માં છપાઈ જાય છે.
તો વાણી દ્વારા મોટાં-મોટાં પ્રોગ્રામ તો કરો જ છો પરંતુ દરેકે પોતાની શ્રેષ્ઠ
રુહાની વૃત્તિ થી, વાયબ્રેશન થી વાયુમંડળ બનાવવાનું છે, પરંતુ વૃત્તિ રુહાની અને
શક્તિશાળી ત્યારે થશે જ્યારે પોતાનાં દિલ માં, મન માં કોઈ નાં પ્રત્યે પણ ઉલ્ટી
વૃત્તિ નાં વાયબ્રેશન નહીં હશે. પોતાનાં મન ની વૃત્તિ સદા સ્વચ્છ હોય કારણકે કોઈ પણ
આત્મા પ્રત્યે જો કોઈ વ્યર્થ વૃત્તિ અથવા જ્ઞાન નાં હિસાબ થી નિગેટિવ વૃત્તિ છે તો
નિગેટિવ એટલે કચરો, જો મન માં કચરો છે તો શુભ વૃત્તિ થી સેવા નહીં કરી શકો. તો પહેલાં
પોતાને ચેક કરો કે મારા મન ની વૃત્તિ શુભ રુહાની છે? નિગેટીવ વૃત્તિ ને પણ પોતાની
શુભ ભાવના, શુભ કામના થી નિગેટિવ ને પણ પોઝિટિવ માં ચેન્જ કરી શકો છો કારણકે
નિગેટિવ થી પોતાનાં જ મન માં હેરાનગતિ તો થાય છે ને? વ્યર્થ વિચાર તો ચાલે છે ને?
તો પહેલાં પોતાને ચેક કરો કે મારા મન માં કોઈ ખિટખિટ તો નથી? નંબરવાર તો છે, સારા
પણ છે તો સાથે ખિટખિટ વાળા પણ છે, પરંતુ આ આવાં છે, આ સમજવું સારું છે. જે ખોટું છે
એને ખોટું સમજવાનું છે, જે સાચ્ચું છે એને સાચ્ચું સમજવાનું છે પરંતુ દિલ માં
બેસાડવાનું નથી. સમજવું અલગ છે, નોલેજફુલ બનવું સારું છે, ખોટા ને ખોટું તો કહેવાશે
ને? ઘણાં બાળકો કહે છે બાબા તમને ખબર નથી આ કેવાં છે! તમે જુઓ ને તો ખબર પડી જાય.
બાપ માને છે કે તમારા કહેતાં પહેલાં જ માને છે કે આ એવાં છે, પરંતુ એવી વાતો ને
પોતાનાં દિલ માં, વૃત્તિ માં રાખવાથી સ્વયં પણ તો હેરાન થાઓ છો. અને ખરાબ વસ્તુ જો
મન માં છે, દિલ માં છે તો જ્યાં ખરાબ વસ્તુ છે, વ્યર્થ વિચાર છે, તે વિશ્વ
કલ્યાણકારી કેવી રીતે બનશે? તમારા બધાનું ઓક્યુપેશન (કર્તવ્ય) શું છે? કોઈ કહેશે અમે
લંડન નાં કલ્યાણકારી છીએ, દિલ્લી નાં કલ્યાણકારી છીએ, યુ.પી.નાં કલ્યાણકારી છીએ? કે
જ્યાં પણ રહો છો, ચાલો દેશ નહીં તો સેન્ટર નાં કલ્યાણકારી છીએ, ઓક્યુપેશન બધા આ જ
બતાવે છે કે વિશ્વ કલ્યાણકારી છીએ. તો બધા કોણ છો? વિશ્વ કલ્યાણકારી છો? છો તો હાથ
ઉઠાવો. (બધાએ હાથ ઉઠાવ્યો) વિશ્વ કલ્યાણકારી! વિશ્વ કલ્યાણકારી! અચ્છા. તો મન માં
કોઈ પણ ખરાબી તો નથી? સમજવું અલગ વસ્તુ છે, સમજો ભલે, આ રાઈટ છે આ રોંગ છે, પરંતુ
મન માં નહીં બેસાડો. મન માં વૃત્તિ રાખવાથી દૃષ્ટિ અને સૃષ્ટિ પણ બદલાઈ જાય છે.
બાપદાદાએ હોમવર્ક
આપ્યું હતું - શું આપ્યું હતું? સૌથી સહજ પુરુષાર્થ છે જે બધા કરી શકે છે, માતાઓ પણ
કરી શકે છે, વૃદ્ધો પણ કરી શકે છે, યુવા પણ કરી શકે છે, બાળકો પણ કરી શકે છે, તે આ
જ વિધિ છે ફક્ત એક કામ કરો કોઈનાં પણ સંપર્ક માં આવો - “ દુવાઓ આપો અને દુવાઓ લો” .
ભલે તે બદદુવા આપે છે, પરંતુ તમે કોર્સ શું કરાવો છો? નેગેટિવ ને પોઝિટિવ માં
બદલવાનો, તો પોતાને પણ એ સમયે કોર્સ કરાવો. ચેલેન્જ શું છે? ચેલેન્જ છે કે પ્રકૃતિ
ને પણ તમોગુણી થી સતોગુણી બનાવવાની જ છે. આ ચેલેન્જ છે ને? છે? તમે બધાએ આ ચેલેજ કરી
છે કે પ્રકૃતિ ને પણ સતોપ્રધાન બનાવવાની છે. બનાવવાની છે? ગરદન હલાવો, હાથ હલાવો.
જુઓ, દેખાદેખી થી નહીં હલાવતાં. દિલ થી હલાવજો, કારણકે હમણાં સમય પ્રમાણે વૃત્તિ થી
વાયુમંડળ બનાવવાનાં તીવ્ર પુરુષાર્થ ની આવશ્યક્તા છે. તો વૃત્તિ માં જો જરા પણ કચરો
હશે, તો વૃત્તિ થી વાયુમંડળ કેવી રીતે બનાવશો? પ્રકૃતિ સુધી તમારા વાયબ્રેશન જશે,
વાણી તો નહીં જશે. વાયબ્રેશન જશે અને વાયબ્રેશન બને છે વૃતિ થી અને વાયબ્રેશન થી
વાયુમંડળ બને છે. મધુબન માં પણ બધા એક જેવાં તો નથી. પરંતુ બ્રહ્મા બાપ અને અનન્ય
બાળકો ની વૃત્તિ દ્વારા, તીવ્ર પુરુષાર્થ દ્વારા વાયુમંડળ બને છે.
આજે તમારી દાદી યાદ
આવી રહી છે, દાદી ની વિશેષતા શું જોઈ? કેવી રીતે કંટ્રોલ કર્યો? કોઈ પણ કેવી પણ
વૃત્તિ વાળા ની કમી દાદીએ મન માં નથી રાખી. બધાને ઉમંગ અપાવ્યો. તમારી જગદંબા મા એ
વાયુમંડળ બનાવ્યું. જાણવા છતાં પણ પોતાની વૃત્તિ સદા શુભ રાખી, જેનાં વાયુમંડળ નો
અનુભવ તમે બધા કરી રહ્યાં છો. ભલે ફોલો ફાધર છે પરંતુ બાપદાદા હંમેશા કહે છે કે
દરેક ની વિશેષતા ને જાણી એ વિશેષતા ને પોતાની બનાવો. અને દરેક બાળક માં આ નોંધ કરજો,
બાપદાદા નાં જે બાળકો બન્યાં છે એ એક-એક બાળકો માં, ભલે ત્રીજો નંબર છે પરંતુ આ
ડ્રામા ની વિશેષતા છે, બાપદાદા નું વરદાન છે, બધા બાળકો માં ભલે ૯૯ ભૂલો પણ હોય
પરંતુ એક વિશેષતા જરુર છે. જે વિશેષતા થી મારા બાબા કહેવાના હકદાર છે. પરવશ છે પરંતુ
બાપ સાથે પ્રેમ અતૂટ હોય છે, એટલે બાપદાદા હવે સમય ની સમીપતા અનુસાર દરેક જે પણ બાપ
નાં સ્થાન છે, ભલે ગામડા માં છે કે મોટા ઝોન માં છે, સેન્ટર્સ પર છે પરંતુ દરેક
સ્થાન અને સાથીઓ માં શ્રેષ્ઠ વૃત્તિ નું વાયુમંડળ આવશ્યક છે. બસ, એક શબ્દ યાદ રાખો
જો કોઈ બદદુવા આપે પણ છે, તો લેવા વાળા કોણ? શું આપવા વાળા, લેવા વાળા એક હોય છે કે
બે? જો કોઈ તમને કોઈ ખરાબ વસ્તુ આપે, તમે શું કરશો? પોતાની પાસે રાખશો? કે પાછી આપી
દેશો કે ફેંકી દેશો કે કબાટ માં સંભાળીને રાખશો? તો દિલ માં સંભાળીને નહીં રાખતા
કારણકે તમારું દિલ બાપદાદા નું તખ્ત છે, એટલે એક શબ્દ હવે મન માં પાક્કો યાદ કરી
લો, મુખ માં નહીં મન માં યાદ કરો - દુવાઓ આપવાની છે , અને દુવાઓ લેવાની છે . કોઈ પણ
નેગેટિવ વાત મન માં નહીં રાખો. સારું, એક કાન થી સાંભળ્યું, બીજા કાન થી કાઢવાનું એ
તો તમારું કામ છે કે બીજાનું કામ છે? ત્યારે જ વિશ્વ માં, આત્માઓ માં ફાસ્ટ ગતિ ની
સેવા વૃત્તિ થી વાયુમંડળ બનાવવા ની કરી શકશો. વિશ્વ પરિવર્તન કરવાનું છે ને? તો શું
યાદ રાખશો? યાદ રાખ્યું મન થી? દુવા શબ્દ યાદ રાખો, બસ કારણકે તમારા જડ ચિત્ર શું
આપે છે? દુવા આપે છે ને? મંદિર માં જાય છે તો શું માંગે છે? દુવા માંગે છે ને? દુવા
મળે છે ત્યારે તો દુવા માંગે છે. તમારું જડ ચિત્ર અંતિમ જન્મ માં પણ દુવા આપે છે,
વૃત્તિ થી એમની કામનાઓ પૂરી કરે છે. તો તમે વારંવાર એવી દુવાઓ આપવા વાળા બનો છો
ત્યારે તમારા ચિત્ર પણ આજ સુધી દુવાઓ આપે છે. ચાલો પરવશ આત્માઓ ને જો થોડી પણ ક્ષમા
નાં સાગર નાં બાળકો ક્ષમા આપી દે તો સારું જ છે ને? તો તમે બધા ક્ષમા નાં માસ્ટર
સાગર છો? છો કે નથી? છો ને? કહો પહેલાં હું. એમાં હે અર્જુન બનો. એવું વાયુમંડળ
બનાવો જે કોઈપણ સામે આવે તે કાંઈ ન કાંઈ સ્નેહ લે, સહયોગ લે, ક્ષમા નો અનુભવ કરે,
હિંમત નો અનુભવ કરે, સહયોગ નો અનુભવ કરે, ઉમંગ-ઉત્સાહ નો અનુભવ કરે. એવું બની શકે
છે? બની શકે છે? પહેલી લાઈન વાળા બની શકે છે? હાથ ઉઠાવો. પહેલાં કરવું પડશે. તો બધા
કરશે? ટીચર્સ કરશે? સારું.
જગ્યા-જગ્યાએ થી બાળકો
નાં ઈમેલ અને પત્ર તો આવે જ છે. તો જેમણે પત્ર પણ નથી લખ્યો પરંતુ સંકલ્પ કર્યો છે
તો સંકલ્પ વાળા નાં પણ યાદપ્યાર બાપદાદા ની પાસે પહોંચી ગયા છે. પત્ર બહુ જ
મીઠાં-મીઠાં લખે છે. પત્ર એવાં લખે છે જે લાગે છે કે આ ઉમંગ-ઉત્સાહ માં ઉડતા જ રહેશે.
તો પણ સારું છે, પત્ર લખવા થી પોતાને બંધન માં બાંધી લે છે, વાયદો કરે છે ને? તો
ચારેય તરફ નાં જે જ્યાં જોઈ રહ્યાં છે અથવા સાંભળી રહ્યાં છે, એ બધાને પણ બાપદાદા
સન્મુખ વાળા થી પણ પહેલાં યાદપ્યાર આપી રહ્યાં છે કારણકે બાપદાદા જાણે છે કે ક્યાંક
કોઈ સમય છે, ક્યાંક કોઈ સમય છે પરંતુ બધા ખૂબ ઉત્સાહ થી બેઠાં છે, યાદ માં સાંભળી
પણ રહ્યાં છે. સારું.
બધાએ સંકલ્પ કર્યો,
તીવ્ર પુરુષાર્થ કરી નંબરવન બનવાનું જ છે. કર્યો? હાથ ઉઠાવો. અચ્છા બધા ટીચર્સ ઉઠાવી
રહ્યાં છે. પહેલી લાઈન તો છે જ ને? સારું છે - બાપદાદાએ આ પણ ડાયરેક્શન આપ્યું કે
આખાં દિવસ માં વચ્ચે-વચ્ચે પાંચ મિનિટ પણ મળે, એમાં મન ની એક્સરસાઇઝ કરો કારણકે
આજકાલ નો જમાનો એક્સરસાઇઝ નો છે. તો પાંચ મિનિટ માં મન ની એક્સરસાઇઝ કરો, મન ને
પરમધામ માં લઈ આવો, સૂક્ષ્મવતન માં ફરિસ્થાપણા ને યાદ કરો પછી પૂજ્ય રુપ યાદ કરો,
પછી બ્રાહ્મણ રુપ યાદ કરો, પછી દેવતા રુપ યાદ કરો. કેટલાં થયાં? પાંચ. તો પાંચ
મિનિટ માં પાંચ આ એક્સરસાઇઝ કરો અને આખા દિવસ માં ચાલતાં-ફરતાં આ કરી શકો છો. એનાં
માટે મેદાન નહીં જોઈએ, દોડ નથી લગાવવાની, ન ખુરશી જોઈએ, ન સીટ જોઈએ, ન મશીન જોઈએ.
જેવી રીતે બીજી એક્સરસાઇઝ શરીર ને આવશ્યક છે, તે ભલે કરો, એની મનાઈ નથી. પરંતુ આ મન
ની ડ્રિલ, એક્સરસાઇઝ, મન ને સદા ખુશ રાખશે. ઉમંગ-ઉત્સાહ માં રાખશે, ઉડતી કળા નો
અનુભવ કરાવશે. તો હમણાં-હમણાં આ ડ્રિલ બધા શરુ કરો - પરમધામ થી દેવતા સુધી. (બાપદાદાએ
ડ્રિલ કરાવી) અચ્છા!
ચારેય તરફ નાં સદા
પોતાની વૃત્તિ થી રુહાની શક્તિશાળી વાયુમંડળ બનાવવા વાળા તીવ્ર પુરુષાર્થી બાળકો
ને, સદા પોતાનાં સ્થાન અને સ્થિતિ ને શક્તિશાળી વાયબ્રેશન માં અનુભવ કરાવવા વાળા
દૃઢ સંકલ્પ વાળા શ્રેષ્ઠ આત્માઓ ને, સદા દુવા આપવા અને દુવા લેવા વાળા રહમદિલ
આત્માઓ ને, સદા સ્વયં પોતાની ઉડતી કળા નો અનુભવ કરવા વાળા ડબલ લાઈટ આત્માઓ ને
બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
વરદાન :-
વિશાળ બુદ્ધિ
દ્વારા સંગઠન ની શક્તિ ને વધારવા વાળા સફળતા સ્વરુપ ભવ
સંગઠન ની શક્તિ ને
વધારવી - આ બ્રાહ્મણ-જીવન નું પહેલું શ્રેષ્ઠ કાર્ય છે. એનાં માટે જ્યારે કોઈ પણ
વાત મેજોરીટી વેરીફાઇ કરો છો, તો જ્યાં મેજોરીટી ત્યાં હું - આ જ છે સંગઠન ની શક્તિ
ને વધારવી. એમાં આ મોટાઈ નહીં દેખાડો કે મારો વિચાર તો બહુ જ સારો છે. ભલે કેટલાં
પણ સારા હોય પરંતુ જ્યાં સંગઠન તૂટે છે તે સારું પણ સાધારણ થઈ જશે. એ સમયે પોતાનાં
વિચાર ત્યાગવા પણ પડે તો ત્યાગ માં જ ભાગ્ય છે. એમાં જ સફળતા સ્વરુપ બનશો. સમીપ
સંબંધ માં આવશો.
સ્લોગન :-
સર્વ સિદ્ધિઓ
પ્રાપ્ત કરવા માટે મન ની એકાગ્રતા ને વધારો.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો
સમય પ્રમાણે હવે મન્સા
અને વાચા ની સાથે સેવા કરો. પરંતુ વાચા સેવા સહજ છે, મન્સા માં અટેન્શન આપવાની વાત
છે એટલે સર્વ આત્માઓ પ્રત્યે મન્સા માં શુભ ભાવના, શુભ કામના નાં સંકલ્પ હોય. બોલ
માં મધુરતા, સંતુષ્ટતા, સરળતા ની નવીનતા હોય તો સેવા માં સહજ સફળતા મળતી રહેશે.