12-10-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે ખૂબ ઊંચી જાતિનાં છો , તમારે બ્રાહ્મણ થી દેવતા બનવાનું છે એટલે ગંદી વિકારી આદતો ને મિટાવવાની છે”

પ્રશ્ન :-
કઈ વાતનું કનેક્શન (સંબંધ) આ ભણતર થી નથી?

ઉત્તર :-
ડ્રેસ (કપડા) વગેરે નું કનેક્શન આ ભણતર થી નથી, આમાં કોઈ ડ્રેસ બદલવાની વાત જ નથી. બાપ તો આત્માઓને ભણાવે છે. આત્મા જાણે છે આ જૂનું પતિત શરીર છે, આને કેવાં પણ હલ્કા-ફુલ્કા કપડા પહેરાવો, વાંધો નથી. શરીર અને આત્મા બંને કાળા છે. બાપ કાળા ને જ ગોરા બનાવે છે.

ઓમ શાંતિ!
રુહાની બાપની સામે રુહાની બાળકો બેઠાં છે, રુહાની પાઠશાળા માં. આ શરીરધારી પાઠશાળા નથી. રુહાની પાઠશાળા માં રુહાની બાપ બેસી રાજ્યોગ શિખવાડી રહ્યાં છે, રુહાની બાળકો ને. આપ બાળકો જાણો છો આપણે ફરીથી નર થી નારાયણ અથવા દેવી-દેવતા પદ પ્રાપ્ત કરવા માટે રુહાની બાપ ની પાસે બેઠાં છીએ. આ છે નવી વાત. આ પણ તમે જાણો છો લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, તે ડબલ સિરતાજ હતાં. લાઈટ નો તાજ અને રતન જડિત તાજ બંને હતાં. પહેલાં-પહેલાં હોય છે લાઈટ નો તાજ, જે થઈને ગયાં તેમને સફેદ લાઈટ બતાવે છે. આ છે પવિત્રતા ની નિશાની. અપવિત્રતા ને ક્યારેય લાઈટ નહીં બતાવશે. તમારો ફોટો પાડે તો લાઈટ ન આપી શકાય. આ પવિત્રતા ની નિશાની દેખાડે છે. લાઈટ અને ડાર્ક. બ્રહ્મા નો દિવસ લાઈટ, બ્રહ્મા ની રાત ડાર્ક (અંધકાર). ડાર્ક અર્થાત્ તેનાં પર લાઈટ નથી. આપ બાળકો જાણો છો - બાપ જ આવીને, આટલાં જે પતિત અર્થાત્ ડાર્ક જ ડાર્ક છે, તેમને પાવન બનાવે છે. હમણાં તો પવિત્ર રાજધાની નથી. સતયુગ માં હતાં યથા રાજા રાણી તથા પ્રજા, બધાં પવિત્ર હતાં. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. આ ચિત્ર પર આપ બાળકોએ ખૂબ સારી રીતે સમજાવવાનું છે. આ છે તમારો મુખ્ય ઉદ્દેશ. સમજાવવાનાં માટે બીજા પણ સારા ચિત્ર છે એટલે આટલાં ચિત્ર રખાય છે. મનુષ્ય કોઈ ફટ થી સમજતાં નથી કે અમે આ યાદ ની યાત્રા થી તમોપ્રધાન થી સતોપ્રધાન બનીશું, પછી મુક્તિ અથવા જીવનમુક્તિ માં ચાલ્યાં જઈશું. દુનિયામાં કોઈને ખબર નથી કે જીવનમુક્તિ કોને કહેવાય છે? લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યારે હતું? આ પણ કોઈને ખબર નથી. હમણાં તમે જાણો છો અમે બાપ પાસેથી પવિત્રતા નું દૈવી સ્વરાજ્ય લઈ રહ્યાં છીએ. ચિત્રો પર તમે સારી રીતે સમજાવી શકો છો. ભારતમાં જ ડબલ સિરતાજ વાળા ની પૂજા કરે છે. એવું ચિત્ર પણ સીડી માં છે. તે તાજ છે પરંતુ લાઈટ નો તાજ નથી. પવિત્ર ની જ પૂજા થાય છે. લાઈટ છે પવિત્રતા ની નિશાની. બાકી એવું નથી કે કોઈ તખ્ત (ગાદી) પર બેસવાથી જ લાઈટ નીકળે છે. ના, આ પવિત્રતાની નિશાની છે. તમે હમણાં પુરુષાર્થી છો એટલે તમારા પર લાઈટ ન આપી શકાય. દેવી-દેવતાઓનો આત્મા અને શરીર બંને પવિત્ર છે. અહીં તો કોઈનું પવિત્ર શરીર નથી એટલે લાઈટ આપી ન શકાય. તમારામાં કોઈ તો પૂરા પવિત્ર રહે છે. કોઈ પછી સેમી પવિત્ર રહે છે. માયા નાં તોફાન ખૂબ આવે છે તો તેમને સેમી પવિત્ર કહીશું. કોઈ તો એકદમ પતિત બની પડે છે. પોતે પણ સમજે છે અમે પતિત બની ગયાં છીએ. આત્મા જ પતિત બને છે, તેને લાઈટ આપી ન શકાય.

આપ બાળકોએ આ ભૂલવું ન જોઈએ કે અમે ઊંચામાં ઊંચા બાપ નાં બાળકો છીએ, તો કેટલી રોયલ્ટી હોવી જોઈએ. સમજો કોઈ મહેતર છે, તે એમ.એલ.એ. અથવા એમ.પી. બની જાય છે અથવા ભણીને કોઈ પોઝિશન (પદ) મેળવી લે છે તો ટીપટોપ થઈ જાય છે. એવાં ઘણાં થઈ ગયાં છે. જાતિ ભલે તે જ છે - પરંતુ પોઝિશન મળવાથી નશો ચઢી જાય છે. પછી ડ્રેસ વગેરે પણ એવાં જ પહેરશે. એવી રીતે હમણાં તમે પણ ભણી રહ્યાં છો, પતિત થી પાવન બનવા માટે. તે પણ ભણતર થી ડોક્ટર, બેરિસ્ટર વગેરે બને છે. પરંતુ પતિત તો છે ને કારણકે તેમનું ભણતર કોઈ પાવન બનવા માટે નથી. તમે તો જાણો છો આપણે ભવિષ્ય માં પવિત્ર દેવી-દેવતા બનીએ છીએ, તો શૂદ્રપણા ની આદત મટતી જશે. અંદરમાં આ નશો રહેવો જોઈએ કે અમને પરમપિતા પરમાત્મા ડબલ સિરતાજ બનાવે છે. આપણે શૂદ્ર થી બ્રાહ્મણ બનીએ છીએ પછી દેવતા બનીશું તો પછી તે ગંદી વિકારી આદતો નીકળી જાય છે. આસુરી વસ્તુ બધી છોડવી પડે. મહેતર થી એમ.પી. બની જાય છે તો રહેણી-કરણી, મકાન વગેરે બધું ફર્સ્ટ ક્લાસ બની જાય છે. તેમનું તો છે આ સમય નાં માટે. તમે તો જાણો છો કે આપણે ભવિષ્ય માં શું બનવાનાં છીએ. પોતાની સાથે એવી-એવી વાતો કરવી જોઈએ. આપણે શું હતાં, આપણે હમણાં શું બન્યાં છીએ. તમે પણ શૂદ્ર જાતિનાં હતાં, હવે વિશ્વનાં માલિક બનો છો. જ્યારે કોઈ ઊંચ પદ મેળવે છે તો પછી તે ફખુર (નશો) રહે છે. તો તમે પણ હતાં કોણ? (પતિત) છી-છી હતાં. હવે તમને ભગવાન ભણાવીને બેહદ નાં માલિક બનાવે છે. આ પણ તમે સમજો છો પરમપિતા પરમાત્મા જરુર અહીં જ આવીને રાજયોગ શિખવાડશે. મૂળવતન કે સૂક્ષ્મવતન માં તો નહીં શિખવાડશે. દૂરદેશ નાં રહેવા વાળા આત્માઓ તમે બધાં છો, અહીં આવીને પાર્ટ ભજવો છો. ૮૪ જન્મો નો પાર્ટ ભજવવાનો જ છે. તેઓ તો કહી દે છે ૮૪ લાખ યોનિઓ. કેટલાં ઘોર અંધકાર માં છે. હવે તમે સમજો છો - ૫ હજાર વર્ષ પહેલાં આપણે દેવી-દેવતા હતાં. હવે તો પતિત બની ગયાં છીએ. ગાય પણ છે હે પતિત-પાવન આવો, અમને પાવન બનાવો. પરંતુ સમજતાં નથી. હમણાં બાપ સ્વયં પાવન બનાવવાં આવ્યાં છે. રાજયોગ શિખવાડી રહ્યાં છે. ભણતર વગર કોઈ ઊંચ પદ મેળવી ન શકે. તમે જાણો છો બાબા આપણને ભણાવીને નર થી નારાયણ બનાવે છે. મુખ્ય ઉદ્દેશ સામે ઊભો છે. પ્રજા પદ કોઈ મુખ્ય ઉદ્દેશ નથી. ચિત્ર પણ લક્ષ્મી-નારાયણ નાં છે. આવાં ચિત્ર ક્યાં રાખી ભણાવતાં હશે? તમારી બુદ્ધિમાં બધી નોલેજ છે. આપણે ૮૪ જન્મ લઈ પતિત બન્યાં છીએ. સીડી નું ચિત્ર ખૂબ સારું છે. આ પતિત દુનિયા છે ને, આમાં સાધુ-સંત બધાં આવી જાય છે. તે સ્વયં પણ ગાતાં રહે છે પતિત-પાવન આવો. પતિત દુનિયાને પાવન દુનિયા નહીં કહેવાશે. નવી દુનિયા છે પાવન દુનિયા. જૂની પતિત દુનિયામાં કોઈ પાવન રહી ન શકે.

હમણાં આપ બાળકોને કેટલો નશો રહેવો જોઈએ, આપણે ગોડ ફાધરલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિધાર્થી) છીએ, ઈશ્વર આપણને ભણાવે છે. ગરીબોને જ બાપ આવીને ભણાવે છે. ગરીબો નાં કપડાં વગેરે મેલા હોય છે ને. તમારો આત્મા તો ભણે છે ને. આત્મા જાણે છે આ જૂનું શરીર છે. આને તો હલ્કા-ફુલ્કા કોઈ પણ કપડા પહેરાવો તો વાંધો નથી. આમાં કોઈ ડ્રેસ વગેરે બદલવાની કે ભપકો કરવાની વાત નથી. ડ્રેસ ની સાથે કોઈ કનેક્શન જ નથી. બાપ તો આત્માઓને ભણાવે છે. શરીર તો પતિત છે, એનાં પર કેટલાં પણ સારા કપડાં પહેરો. પરંતુ આત્મા અને શરીર પતિત છે ને. શ્રીકૃષ્ણ ને શ્યામ દેખાડે છે ને. તેમનો આત્મા અને શરીર બંને કાળા હતાં. ગામડા નો છોકરો હતો, તમે બધાં ગામડા નાં છોકરાઓ હતાં. દુનિયામાં મનુષ્ય માત્ર નિધન નાં છે. બાપ ને જાણતાં જ નથી. હદ નાં બાપ તો બધાંને છે. બેહદ નાં બાપ આપ બ્રાહ્મણો ને જ મળ્યાં છે. હમણાં બેહદ નાં બાપ તમને રાજયોગ શિખવાડી રહ્યાં છે. ભક્તિ અને જ્ઞાન. ભક્તિ નો જ્યારે અંત થાય ત્યારે ફરી બાપ આવીને જ્ઞાન આપે. હમણાં છે અંત. સતયુગ માં આ કાંઈ પણ હોતું નથી. હવે જૂની દુનિયાનો વિનાશ આવીને પહોંચ્યો છે. પાવન દુનિયાને સ્વર્ગ કહેવાય છે. ચિત્રો માં કેટલું ક્લિયર (સ્પષ્ટ) સમજાવાય છે. રાધા-કૃષ્ણ જ ફરી લક્ષ્મી-નારાયણ બને છે. આ પણ કોઈને ખબર નથી. તમે જાણો છો બંને અલગ-અલગ રાજધાની નાં હતાં. તમે સ્વર્ગ નો સ્વયંવર પણ જોયો છે. પાકિસ્તાન માં આપ બાળકોનાં મનોરંજન માટે બધાં સાઝ હતાં, બધાં સાક્ષાત્કાર તમને થતાં હતાં.

હવે તમે જાણો છો - અમે રાજયોગ શિખી રહ્યાં છીએ, આ ભૂલવું ન જોઈએ. ભલે રસોઈ નું કામ કરો છો અથવા વાસણ માંજો છો પરંતુ ભણે તો બધાનો આત્મા છે ને. અહીં બધાં આવીને બેસે છે એટલે મોટાં-મોટાં વ્યક્તિ આવતાં નથી - સમજે છે અહીં તો બધાં ગરીબ જ છે, એટલે લજ્જા (શરમ) આવે છે. બાપ તો છે જ ગરીબ નિવાઝ. કોઈ-કોઈ સેવાકેન્દ્રો પર મેહતર પણ આવે છે. કોઈ મુસલમાન પણ આવે છે. બાપ કહે છે - દેહ નાં બધાં ધર્મ છોડો. અમે ગુજરાતી છીએ, અમે ફલાણા છીએ - આ બધું દેહ-અભિમાન છે. અહીં તો આત્માઓ ને પરમાત્મા ભણાવે છે. બાપ કહે છે - હું આવ્યો પણ છું સાધારણ તન માં. તો સાધારણ ની પાસે સાધારણ જ આવશે. આ તો સમજે છે આ તો ઝવેરી હતાં. બાપ સ્વયં રિમાઈન્ડ (યાદ) કરાવે છે કે કલ્પ પહેલાં પણ મેં કહ્યું હતું કે હું સાધારણ વૃધ્ધ તન માં આવું છું. અનેક જન્મો નાં અંત નાં પણ અંતિમ જન્મ માં હું પ્રવેશ કરું છું. આમને કહે છે કે તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. ફક્ત એક અર્જુન ને તો ઘોડાગાડી નાં રથ માં બેસી જ્ઞાન નથી આપ્યું ને, તેને પાઠશાળા નહીં કહેવાય. ન યુદ્ધનું મેદાન છે, આ ભણતર છે. બાળકોએ ભણતર પર પૂરું ધ્યાન આપવું જોઈએ. અમારે પૂરું ભણીને ડબલ સિરતાજ બનવાનું છે. હમણાં તો કોઈ તાજ નથી. ભવિષ્ય માં ડબલ તાજધારી બનવાનું છે. દ્વાપર થી લાઈટ ચાલી જાય છે તો પછી સિંગલ તાજ રહે છે. સિંગલ તાજ વાળા ડબલ તાજ વાળાને પૂજે છે. આ પણ નિશાની જરુર હોવી જોઈએ. બાબા ચિત્રોનાં માટે ડાયરેક્શન (માર્ગદર્શન) આપતાં રહે છે તો ચિત્ર બનાવવા વાળા ને તો મોરલી પર ખૂબ અટેન્શન (ધ્યાન) આપવું પડે. ચિત્રો પર કોઈને પણ સમજાવવું ખૂબ સહજ હોય છે. જેવી રીતે કોલેજ માં નક્શા પર બતાવશે તો બુદ્ધિ માં આવી જશે. યુરોપ તે તરફ છે, આઈલેન્ડ છે, લન્ડન તે તરફ છે. નક્શો જ નહીં જોયો હશે તો તેમને શું ખબર યુરોપ ક્યાં છે. નક્શો જોવાથી ઝટ બુદ્ધિમાં આવી જશે. હવે તમે જાણો છો ઉપર માં છે પૂજ્ય ડબલ સિરતાજ દેવી-દેવતાઓ. પછી નીચે આવે છે તો પુજારી બને છે. સીડી ઉતરે છે ને. આ સીડી તો ખૂબ સહજ છે. જે કોઈ પણ સમજી શકે. પરંતુ કોઈની બુદ્ધિમાં કાંઈ બેસતું જ નથી. તકદીર જ એવી છે. સ્કુલ માં પાસ, નાપાસ તો થાય જ છે. તકદીર માં નથી તો પુરુષાર્થ પણ નથી થતો, બીમાર પડી જાય છે. ભણી ન શકે. કોઈ તો પૂરું ભણે છે. પરંતુ છતાં પણ તે છે શારીરિક ભણતર, આ છે રુહાની ભણતર. આનાં માટે સોના ની બુદ્ધિ જોઈએ. બાપ સોનું જે એવરપ્યોર (સદા પવિત્ર) છે, એમને યાદ કરવાથી તમે આત્મા સોનું (સોન જેવા) બનતાં જશે. કહેવાય છે કે આ તો જેમ કે એકદમ ઠીકકર બુદ્ધિ છે. ત્યાં એવું નહીં કહેવાશે. તે તો સ્વર્ગ હતું. આ ભૂલી ગયાં છે કે ભારત સ્વર્ગ હતું. આ પણ ક્યાંય પ્રદર્શન માં સમજાવી શકો છો, પછી રિપીટ પણ કરાવી શકો છો. પ્રોજેક્ટર માં આ નથી થઈ શકતું. પહેલાં-પહેલાં તો આ ત્રિમૂર્તિ, લક્ષ્મી-નારાયણ અને સીડી નું ચિત્ર ખૂબ જરુરી છે. આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્રમાં ૮૪ જન્મો ની નોલેજ આવી જાય છે. બાળકો નું આખો દિવસ આ જ ચિંતન ચાલવું જોઈએ. દરેક સેવાકેન્દ્ર માં મુખ્ય ચિત્ર તો જરુર આ રાખવાનાં છે. ચિત્રો પર સારું સમજાવી શકશો. બ્રહ્મા દ્વારા આ રાજધાની સ્થાપન થઈ રહી છે. અમે છીએ પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો બ્રહ્માકુમાર-કુમારીઓ. પહેલાં આપણે શૂદ્ર વર્ણ નાં હતાં, હવે આપણે બ્રાહ્મણ વર્ણ નાં બન્યાં છીએ પછી દેવતા બનવાનું છે. શિવબાબા આપણને શૂદ્ર થી બ્રાહ્મણ બનાવે છે. આપણો મુખ્ય ઉદ્દેશ સામે ઊભો છે. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક હતાં પછી આ સીડી કેવી રીતે ઉતર્યા. શું થી શું બની જાય છે. એકદમ જેમ બુદ્ધુ બની જાય છે. આ લક્ષ્મી-નારાયણ ભારત માં રાજ્ય કરતાં હતાં. ભારતવાસીઓને ખબર હોવી જોઈએ ને. પછી શું થયું? ક્યાં ચાલ્યાં ગયાં? શું એમનાં પર કોઈએ જીત મેળવી? તેમણે લડાઈ માં કોઈને હરાવ્યાં? ન કોઈ થી જીત્યા, ન હાર્યા. આ તો બધી માયા ની વાત છે. રાવણ રાજય શરું થયું અને ૫ વિકારો માં પડી રાજાઈ ગુમાવી, ફરી ૫ વિકારો પર જીત મેળવવા થી તે બનો છો. હમણાં છે રાવણ રાજ્ય નો ભપકો. આપણે ગુપ્ત રીતે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ. તમે કેટલાં સાધારણ છો. ભણાવવા વાળા કેટલાં ઊંચે થી ઊંચા છે અને નિરાકાર બાપ પતિત શરીર માં આવીને બાળકોને એવાં (લક્ષ્મી-નારાયણ) બનાવે છે. દૂરદેશ થી પતિત દુનિયા પતિત શરીર માં આવે છે. તે પણ પોતાને લક્ષ્મી-નારાયણ નથી બનાવતાં, આપ બાળકોને બનાવે છે. પરંતુ પૂરો પુરુષાર્થ નથી કરતાં બનવાનાં માટે. દિવસ-રાત ભણવાનું અને ભણાવવાનું છે. બાબા દિવસે-પ્રતિદિવસે ખૂબ સહજ યુક્તિઓ સમજાવતાં રહે છે. લક્ષ્મી-નારાયણ થી શરું કરવું જોઈએ. તેમણે ૮૪ જન્મ કેવી રીતે લીધાં. પછી અંતિમ જન્મમાં ભણી રહ્યાં છે ફરી તેમની ડિનાયસ્ટી (રાજધાની) બને છે. કેટલી સમજવાની વાતો છે. ચિત્રો માટે બાબા ડાયરેક્શન આપે છે. કોઈ ચિત્ર તૈયાર કર્યું, ઝટ બાબાની પાસે ભાગી આવવું જોઈએ. બાબા કરેક્શન (સુધારો) કરી બધું ડાયરેક્શન આપી દેશે.

બાબા કહે હું સાવલશાહ છું, હુંડી ભરાઈ જશે. કોઈ વાતની પરવા નથી. આટલાં અસંખ્ય બાળકો બેઠાં છે. બાબા જાણે છે કોનાથી હુંડી ભરાવી શકે છે. બાબાનો ખ્યાલ છે જયપુર ને જોર થી (ખૂબ) ઉઠાવવાનું છે. ત્યાં જ હઠયોગીઓનું મ્યુઝિયમ છે. તમારું પછી રાજયોગનું મ્યુઝિયમ એવું સારું બનેલું હોય જે કોઈ પણ આવીને જુએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પવિત્ર જ્ઞાન ને બુદ્ધિમાં ધારણ કરવાનાં માટે પોતાનું બુદ્ધિ રુપી વાસણ સોના નું બનાવવાનું છે. યાદ થી જ વાસણ સોનાનું થશે.

2. હમણાં બ્રાહ્મણ બન્યાં છો એટલે શૂદ્રપણા ની બધી આદતો મિટાવી દેવાની છે. ખૂબ રોયલ્ટી થી રહેવાનું છે. અમે વિશ્વનાં માલિક બની રહ્યાં છીએ - આ નશામાં રહેવાનું છે.

વરદાન :-
સંગમયુગ પર એક નું સૌ ગુણા પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત કરવા વાળા પદમાપદમ ભાગ્યશાળી ભવ

સંગમયુગ જ એક નું સૌ ગુણા પ્રત્યક્ષફળ આપવા વાળું છે, ફક્ત એક વાર સંકલ્પ કર્યો કે હું બાપ નો છું, હું માસ્ટર સર્વ શક્તિમાન્ છું તો માયાજીત બનવાનો, વિજયી બનવાનાં નશા નો અનુભવ થાય છે. શ્રેષ્ઠ સંકલ્પ કરવા - આ જ છે બીજ અને એનું સૌથી મોટું ફળ છે જે સ્વયં પરમાત્મા બાપ પણ સાકાર મનુષ્ય રુપ માં મળવા આવે છે, આ ફળ માં બધા ફળ આવી જાય છે.

સ્લોગન :-
સાચાં બ્રાહ્મણ તે છે જેમનાં ચહેરા અને ચલન થી પ્યોરિટી ની પર્સનાલિટી કે રોયલ્ટી નો અનુભવ થાય.

અવ્યક્ત ઇશારા - પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો

વર્તમાન સમયે અનેક આત્માઓમાં સ્વ-ઉપકાર કરવાની ઈચ્છા છે પરંતુ હિંમત અને શક્તિ નથી. એવાં નિર્બળ આત્માઓ પર ઉપકાર કરવા વાળા તમે પર-ઉપકારી બાળકો નિમિત્ત છો. તો ઉપકાર સાચાં દિલ થી થાય છે. વિશ્વ રાજ્ય અધિકારી બનવું છે તો સ્વ-ઉપકારી ની સાથે, પર-ઉપકારી બનો.