13-08-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - અકાળ
મૂર્ત બાપ નું બોલતું - ચાલતું તખ્ત આ ( બ્રહ્મા ) છે , જ્યારે એ બ્રહ્મા માં આવે
છે ત્યારે આપ બ્રાહ્મણો ને રચે છે”
પ્રશ્ન :-
અક્કલમંદ બાળકો કયા રહસ્ય ને સમજીને ઠીક રીતે સમજાવી શકે છે?
ઉત્તર :-
બ્રહ્મા કોણ છે અને એ બ્રહ્મા સો વિષ્ણુ કેવી રીતે બને છે? પ્રજાપિતા બ્રહ્મા અહીં
છે, એ કોઈ દેવતા નથી. બ્રહ્માએ જ બ્રાહ્મણો દ્વારા જ્ઞાન-યજ્ઞ રચ્યો છે… આ બધા
રહસ્ય અક્કલમંદ બાળકો જ સમજીને સમજાવી શકે છે. ઘોડે સવાર અને પ્યાદા તો આમાં મૂંઝાઈ
જશે.
ગીત :-
ઓમ નમો શિવાય…
ઓમ શાંતિ!
ભક્તિ માં
મહિમા કરે છે એક ની. મહિમા તો ગાય છે ને? પરંતુ નથી એમને જાણતા, નથી એમનાં યથાર્થ
પરિચય ને જાણતાં. જો યથાર્થ મહિમા જાણતા હોત તો વર્ણન જરુર કરત. આપ બાળકો જાણો છો
ઊંચા માં ઊંચા છે ભગવાન. ચિત્ર મુખ્ય છે એમનું. બ્રહ્મા ની સંતાન પણ હશે ને? તમે બધા
બ્રાહ્મણ થયાં. બ્રહ્મા ને પણ બ્રાહ્મણ જાણશે બીજા કોઈ નથી જાણતા, એટલે મૂંઝાય છે.
આ બ્રહ્મા કેવી રીતે હોઈ શકે? બ્રહ્મા ને દેખાડ્યા છે સૂક્ષ્મવતનવાસી. હવે પ્રજાપિતા
સૂક્ષ્મવતન માં હોઈ ન શકે. ત્યાં રચના હોતી નથી. આનાં પર તમારી સાથે ખૂબ વાદ-વિવાદ
પણ કરે છે. સમજાવવું જોઈએ - બ્રહ્મા અને બ્રાહ્મણ છે તો ખરા ને? જેમ ક્રાઈસ્ટ થી
ક્રિશ્ચન શબ્દ નીકળ્યો છે. બુદ્ધ થી બૌદ્ધિ, ઈબ્રાહમ થી ઈસ્લામી. તેમ પ્રજાપિતા
બ્રહ્મા થી બ્રાહ્મણ પ્રસિદ્ધ છે. આદિ દેવ બ્રહ્મા. હકીકત માં બ્રહ્મા ને દેવતા ન
કહી શકાય. આ પણ રોંગ (ખોટું) છે. બ્રાહ્મણ જે પોતાને કહેવડાવે છે એમને પૂછવું જોઈએ
બ્રહ્મા ક્યાંથી આવ્યાં? આ કોની રચના છે? બ્રહ્મા ને કોણે રચ્યાં? ક્યારેય કોઈ બતાવી
ન શકે, જાણતા જ નથી. આ પણ આપ બાળકો જાણો છો - શિવાબાબા નો જે રથ છે, જેમાં પ્રવેશ
કરે છે. આ છે જ એ, જે આત્મા શ્રીકૃષ્ણ પ્રિન્સ (રાજકુમાર) બન્યાં હતાં. ૮૪ જન્મો પછી
આ (બ્રહ્મા) આવીને બન્યાં છે. જન્મપત્રી નું નામ તો એમનું પોતાનું અલગ હશે ને કારણકે
છે તો મનુષ્ય ને? પછી આમનાં માં પ્રવેશ કરવાથી આમનું નામ બ્રહ્મા રાખી દે છે. આ પણ
બાળકો જાણે છે - એ જ બ્રહ્મા, વિષ્ણુ નું રુપ છે. નારાયણ બને છે ને? ૮૪ જન્મો નાં
અંત માં પણ સાધારણ રથ છે ને? આ (શરીર) બધા આત્માઓ નો રથ છે. અકાળમૂર્ત નું
બોલતું-ચાલતું તખ્ત છે. સિક્ખ લોકોએ પછી તે તખ્ત બનાવી દીધું છે. તેને અકાળતખ્ત કહે
છે. આ તો અકાળતખ્ત બધા છે. આત્માઓ બધા અકાળમૂર્ત છે. ઊંચા માં ઊંચા ભગવાન ને આ રથ
તો જોઈએ ને? રથ માં પ્રવેશ કરી નોલેજ આપે છે. એમને જ નોલેજફુલ કહેવાય છે. રચયિતા અને
રચના નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ આપે છે. નોલેજફુલ નો અર્થ કોઈ અંતર્યામી કે
જાની-જાનનહાર નથી. સર્વવ્યાપી નો અર્થ બીજો છે, જાની-જાનનહાર નો અર્થ બીજો છે.
મનુષ્ય તો બધાને મિલાવીને જેમ ફાવે છે તેમ બોલતા જાય છે. હમણાં આપ બાળકો જાણો છો
આપણે બધા બ્રાહ્મણ બ્રહ્મા ની સંતાન છીએ. આપણો કુળ સૌથી ઊંચો છે. તે લોકો દેવતાઓ ને
ઊંચા રાખે છે કારણકે સતયુગ આદિ માં દેવતા થયા છે. પ્રજાપિતા બ્રહ્મા ની સંતાન
બ્રાહ્મણ હોય છે - આ કોઈ જાણતા નથી સિવાય આપ બાળકો નાં. તેમને ખબર પણ કેવી રીતે પડે?
જ્યારે બ્રહ્મા ને સૂક્ષ્મવતન માં સમજી લે છે. તે શરીરધારી બ્રાહ્મણ અલગ છે જે પૂજા
કરે છે, ધામા ખાય છે. તમે તો ધામા વગેરે નથી ખાતાં. બ્રહ્મા નું રહસ્ય હવે સારી રીતે
સમજાવવું પડે છે. બોલો, બીજી વાતો ને છોડી બાપ જેમનાં દ્વારા પતિત થી પાવન બનવાનું
છે, પહેલાં એમને તો યાદ કરો. પછી આ વાતો પણ સમજી જશે. થોડી વાત માં સંશય પડવાથી બાપ
ને જ છોડી દે છે. પહેલી મુખ્ય વાત છે અલ્ફ અને બે. બાપ કહે છે મામેકમ્ યાદ કરો. હું
જરુર કોઈનાં માં તો આવીશ ને? તેમનું નામ પણ હોવું જોઈએ. તેમને આવીને રચું છું.
બ્રહ્મા માટે તમને સમજાવવાની ખૂબ અક્કલ જોઈએ. પ્યાદા, ઘોડેસવાર મૂંઝાઈ જાય છે.
અવસ્થા અનુસાર સમજાવે છે ને? પ્રજાપિતા બ્રહ્મા તો અહીં છે. બ્રાહ્મણો દ્વારા
જ્ઞાન-યજ્ઞ રચે છે તો જરુર બ્રાહ્મણ જ જોઈએ ને? પ્રજાપિતા બ્રહ્મા પણ અહીં જોઈએ,
જેમનાં દ્વારા બ્રાહ્મણ બને. બ્રાહ્મણ લોકો કહે પણ છે અમે બ્રહ્મા ની સંતાન છીએ.
સમજે છે પરંપરા થી અમારો કુળ ચાલ્યો આવે છે. પરંતુ બ્રહ્મા ક્યારે હતાં તે ખબર નથી.
હમણાં તમે બ્રાહ્મણ છો. બ્રાહ્મણ તે જે બ્રહ્મા ની સંતાન હોય. તેઓ તો બાપ નાં
ઓક્યુપેશન (કર્તવ્ય) ને જાણતા જ નથી. ભારત માં પહેલાં બ્રાહ્મણ જ હોય છે. બ્રાહ્મણો
નો છે ઊંચા માં ઊંચો કુળ. તે બ્રાહ્મણ પણ સમજે છે અમારો કુળ જરુર બ્રહ્મા થી જ
નીકળ્યો હશે. પરંતુ કેવી રીતે, ક્યારે... તે વર્ણન નથી કરી શકતાં. તમે સમજો છો -
પ્રજાપિતા બ્રહ્મા જ બ્રાહ્મણો ને રચે છે. જે બ્રાહ્મણો ને જ પછી દેવતા બનવાનું છે.
બ્રાહ્મણો ને આવીને બાપ ભણાવે છે. બ્રાહ્મણો ની પણ ડિનાયસ્ટી (રાજધાની) નથી.
બ્રાહ્મણો નો કુળ છે, ડિનાયસ્ટી ત્યારે કહેવાય જ્યારે રાજા-રાણી બને. જેમ સૂર્યવંશી
ડિનાયસ્ટી. આપ બ્રાહ્મણો માં રાજા તો બનતા નથી. તેઓ જે કહે છે કૌરવો અને પાંડવો નું
રાજ્ય હતું, બંને રોંગ (ખોટું) છે. રાજાઈ તો બંને ને નથી. પ્રજા નું પ્રજા પર રાજ્ય
છે, એને રાજધાની નહીં કહેવાશે. તાજ નથી. બાબાએ સમજાવ્યું હતું - પહેલાં ડબલ સિરતાજ
ભારત માં હતાં, પછી સિંગલ તાજ. આ સમયે તો નો તાજ (તાજ નથી). આ પણ સારી રીતે સિદ્ધ
કરીને બતાવવાનું છે, જે બિલકુલ સારી ધારણા વાળા હશે તે સારી રીતે સમજાવી શકશે.
બ્રહ્મા પર જ વધારે વાત સમજાવવાની હોય છે. વિષ્ણુ ને પણ નથી જાણતાં. આ પણ સમજાવવાનું
હોય છે. વૈકુંઠ ને વિષ્ણુપુરી કહેવાય છે અર્થાત્ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું.
શ્રીકૃષ્ણ, પ્રિન્સ હશે તો કહેશે ને - અમારા બાબા (પિતા) રાજા છે. એવું નથી કે
શ્રીકૃષ્ણ નાં પિતા રાજા ન હોઈ શકે. શ્રીકૃષ્ણ પ્રિન્સ કહેવાય છે તો જરુર રાજા ની
પાસે જન્મ થયો છે. સાહૂકાર પાસે જન્મ લે તો પ્રિન્સ થોડી કહેવાશે? રાજા નાં પદ અને
સાહૂકાર નાં પદ માં રાત-દિવસ નો ફરક થઈ જાય છે. શ્રીકૃષ્ણ નાં પિતા રાજા નું નામ જ
નથી. શ્રીકૃષ્ણ નું કેટલું નામ પ્રસિદ્ધ છે. બાપ નું ઊંચું પદ નહીં કહેવાશે. તે
સેકન્ડ ક્લાસ નું પદ છે જે ફક્ત નિમિત્ત બને છે શ્રીકૃષ્ણ ને જન્મ આપવાં. એવું નથી
કે શ્રીકૃષ્ણ નાં આત્મા કરતાં એ ઊંચું ભણેલા હોય છે. ના. શ્રીકૃષ્ણ જ પછી નારાયણ બને
છે. બાકી બાપ નું નામ જ ગુમ થઈ જાય છે. છે જરુર બ્રાહ્મણ. પરંતુ ભણતર માં શ્રીકૃષ્ણ
થી ઓછા છે. શ્રીકૃષ્ણ નાં આત્મા નું ભણતર તેમનાં બાપ કરતાં ઊંચું હતું, ત્યારે તો
આટલું નામ થાય છે. શ્રીકૃષ્ણ નાં બાપ કોણ હતાં - આ જાણે કોઈને ખબર નથી. આગળ જઈને
ખબર પડશે. બનવાનું તો અહીં થી જ છે. રાધા નાં પણ મા-બાપ તો હશે ને? પરંતુ એમનાં કરતાં
રાધા નું નામ વધારે છે કારણકે મા-બાપ ઓછું ભણેલા છે. રાધા નું નામ એમનાં કરતાં ઊંચું
થઈ જાય છે. આ છે ડીટેલ (વિસ્તાર) ની વાતો - બાળકો ને સમજાવવા માટે. બધો આધાર ભણતર
પર છે. બ્રહ્મા પર પણ સમજાવવાની અક્કલ જોઈએ. એ જ શ્રીકૃષ્ણ જે છે એમનો આત્મા જ ૮૪
જન્મ ભોગવે છે. તમે પણ ૮૪ જન્મ લો છો. બધા સાથે તો નહીં આવશે. જે ભણતર માં
પહેલાં-પહેલાં હોય છે, ત્યાં પણ તે પહેલાં આવશે. નંબરવાર તો આવે છે ને? આ ખૂબ મહીન
(ગુહ્ય) વાતો છે. ઓછી બુદ્ધિ વાળા તો ધારણા કરી ન શકે. નંબરવાર જાય છે. તમે
ટ્રાન્સફર થાઓ છો નંબરવાર. કેટલી મોટી લાઈન છે, જે અંત માં જશે. નંબરવાર પોત-પોતાનાં
સ્થાન પર જઈને નિવાસ કરશે. બધાનું સ્થાન બનેલું છે. આ ખૂબ વન્ડરફુલ ખેલ છે. પરંતુ
કોઈ સમજતા નથી. આને કહેવાય છે કાંટાઓ નું જંગલ. અહીં બધા એક-બીજા ને દુઃખ આપતા રહે
છે. ત્યાં તો નેચરલ (કુદરતી) સુખ છે. અહીં છે આર્ટિફિશિયલ (બનાવટી) સુખ. સાચ્ચું
સુખ એક બાપ જ આપવા વાળા છે. અહીં છે કાગ વિષ્ટા સમાન સુખ. દિવસે-દિવસે તમોપ્રધાન
બનતા જાય છે. કેટલું દુઃખ છે. કહે છે - બાબા, માયા નાં તોફાન ખૂબ આવે છે. માયા
મૂંઝવી દે છે, દુઃખ ની ફીલિંગ બહુ જ આવે છે. સુખદાતા બાપ નાં બાળકો બનીને પણ જો
દુઃખ ની ફીલિંગ આવે છે તો બાપ કહે છે - બાળકો, આ તમારું મોટું કર્મભોગ છે. જ્યારે
બાપ મળ્યાં તો દુઃખ ની ફીલિંગ ન આવવી જોઈએ. જે જૂનાં કર્મભોગ છે તેને યોગબળ થી
ચૂક્તું કરો. જો યોગબળ નહીં હશે તો મોચરા (સજાઓ) ખાઈને ચૂક્તું કરવા પડશે. મોચરા અને
માની તો સારું નથી (સજા ખાઈને પદ મેળવવું સારું નથી). પુરુષાર્થ કરવો જોઈએ, નહીં તો
પછી ટ્રિબ્યુનલ બેસે છે. પ્રજા તો અનેક છે. આ તો ડ્રામા અનુસાર બધા ગર્ભજેલ માં ખૂબ
સજાઓ ખાય છે. આત્માઓ ભટકે પણ ખૂબ છે. કોઈ-કોઈ આત્મા ખૂબ નુકસાન કરે છે - જ્યારે કોઈ
માં અશુદ્ધ આત્મા નો પ્રવેશ થાય છે તો કેટલાં હેરાન થાય છે. નવી દુનિયા માં આ વાતો
હોતી નથી. હમણાં તમે પુરુષાર્થ કરો છો - અમે નવી દુનિયા માં જઈએ. ત્યાં જઈને
નવાં-નવાં મહેલ બનાવવા પડશે. રાજાઓ ની પાસે જન્મ લો છો, જેમ શ્રીકૃષ્ણ જન્મ લે છે.
પરંતુ આટલાં મહેલ વગેરે બધા પહેલાં થી થોડી હોય છે? તે તો પછી બનાવવા પડે. કોણ રચે
છે, જેમની પાસે જન્મ લે છે. ગવાયેલું પણ છે - રાજાઓ ની પાસે જન્મ થાય છે. શું થાય
છે એ તો આગળ ચાલીને જોવાનું છે. હમણાં થોડી બાબા બતાવશે? તે પછી આર્ટિફિશિયલ નાટક
થઈ જાય, એટલે બતાવતા કાંઈ પણ નથી. ડ્રામા માં બતાવવા ની નોંધ નથી. બાપ કહે છે હું
પણ પાર્ટધારી છું. આગળ ની વાત પહેલાં થી જ જાણતા હોત તો ઘણું બધું બતાવત. બાબા
અંતર્યામી હોત તો પહેલાં થી બતાવત. બાપ કહે છે - ના, ડ્રામા માં જે થાય છે, તેને
સાક્ષી થઈને જોતા ચાલો અને સાથે-સાથે યાદ ની યાત્રા માં મસ્ત રહો. આમાં જ ફેલ (નપાસ)
થાય છે. જ્ઞાન ક્યારેય ઓછું-વધારે નથી થતું. યાદ ની યાત્રા જ ક્યારેક ઓછી, ક્યારેક
વધારે થાય છે. જ્ઞાન તો જે મળ્યું છે તે છે જ. યાદ ની યાત્રા માં ક્યારેક ઉમંગ રહે
છે, ક્યારેક ઢીલા. નીચે-ઉપર યાત્રા થાય છે. જ્ઞાન માં તમે સીડી નથી ચઢતાં. જ્ઞાન ને
યાત્રા નથી કહેવાતી. યાત્રા છે યાદ ની. બાપ કહે છે યાદ માં રહેવાથી તમે સેફ્ટી (સુરક્ષિત)
માં રહેશો. દેહ-અભિમાન માં આવવા થી તમે ખૂબ દગો ખાઓ છો. વિકર્મ કરી દો છો. કામ
મહાશત્રુ છે, તેમાં ફેલ થઈ જાય છે. ક્રોધ વગેરે ની બાબા એટલી વાત નથી કરતાં.
જ્ઞાન થી કાં તો છે
સેકન્ડ માં જીવનમુક્તિ અથવા તો પછી કહે છે સાગર ને શાહી બનાવો તો પણ પૂરું ન થાય.
અથવા તો ફક્ત કહે છે અલ્ફ ને યાદ કરો. યાદ કરવાનું કોને કહેવાય, આ થોડી જાણે છે? કહે
છે કળિયુગ માંથી અમને સતયુગ માં લઈ ચાલો. જૂની દુનિયા માં છે દુઃખ. જુઓ છો વરસાદ
માં કેટલાં મકાન પડતા રહે છે, કેટલાં ડૂબી જાય છે. વરસાદ વગેરે આ નેચરલ કેલામિટીઝ (કુદરતી
આપદાઓ) પણ થશે. આ બધું અચાનક થતું રહેશે. કુંભકરણ ની નિંદ્રા માં સૂતેલા હોય છે.
વિનાશ નાં સમયે જાગશે પછી શું કરી શકશે? મરી જશે. ધરતી પણ જોર થી હલે છે. તોફાન
વરસાદ વગેરે બધું થાય છે. બોમ્બસ પણ ફેંકે છે. પરંતુ અહીં એડિશન છે સિવિલવોર… લોહી
ની નદીઓ ગવાયેલી છે. અહીં મારામારી થાય છે. એક-બીજા પર કેસ કરતા રહે છે. તો લડશે પણ
જરુર. બધા છે નિધન નાં, તમે છો ધણી નાં. કોઈ લડાઈ વગેરે તમારે નથી કરવાની. બ્રાહ્મણ
બનવાથી તમે ધણી નાં બની ગયાં. ધણી બાપ ને અથવા પતિ ને કહે છે. શિવબાબા તો પતિઓ નાં
પતિ છે. સગાઈ થઈ જાય છે તો પછી કહે છે અમે આવાં પતિ ને ક્યારે મળીશું? આત્માઓ કહે
છે - શિવબાબા, અમારી તો તમારી સાથે સગાઈ થઈ ગઈ. હવે તમને અમે મળીએ કેવી રીતે? કોઈ
તો સાચ્ચું લખે છે, કોઈ તો ખૂબ છુપાવે છે. સચ્ચાઈ થી લખતા નથી કે બાબા અમારા થી આ
ભૂલ થઈ ગઈ. ક્ષમા કરો. જો કોઈ વિકાર માં ગયા તો બુદ્ધિ માં ધારણા થઈ ન શકે. બાબા કહે
છે તમે એવી કઠોર ભૂલ કરશો તો ચકનાચૂર થઈ જશો. તમને હું ગોરા બનાવવા માટે આવ્યો છું,
પછી તમે કાળું મોઢું કેમ કરો છો? ભલે સ્વર્ગ માં આવશો, પાઈ પૈસા નું પદ મેળવશો.
રાજધાની સ્થાપન થઈ રહી છે ને? કોઈ નું તો હાર ખાઈને જન્મ-જન્માતર નું પદ ભ્રષ્ટ થઈ
જાય છે. કહેશે બાપ પાસે થી તમે આ પદ મેળવવા આવ્યાં છો, બાપ આટલાં ઊંચા બને, અમે
બાળકો પછી પ્રજા થોડી બનીશું? બાપ ગાદી પર હોય અને બાળક દાસ-દાસી બને, કેટલી શરમ ની
વાત છે! અંત માં તમને બધા સાક્ષાત્કાર થશે. પછી ખૂબ પસ્તાશે. નકામું આવું કર્યું.
સંન્યાસી પણ બ્રહ્મચર્ય માં રહે છે, તો વિકારી બધા એમને માથું નમાવે છે. પવિત્રતા
નું માન છે. કોઈની તકદીર માં નથી તો બાપ આવીને ભણાવે તો પણ ભૂલ કરતા રહે છે. યાદ જ
નથી કરતાં. ખૂબ વિકર્મ બની જાય છે.
આપ બાળકો પર હવે છે
બ્રહસ્પતિ ની દશા. આનાંથી ઊંચી દશા બીજી કોઈ હોતી નથી. દશાઓ ચક્ર લગાવતી રહે છે આપ
બાળકો પર. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ ડ્રામા
નાં દરેક સીન (દૃશ્ય) ને સાક્ષી થઈને જોવાનાં છે, એક બાપ ની યાદ માં મસ્ત રહેવાનું
છે. યાદ ની યાત્રા માં ક્યારેય ઉમંગ ઓછો ન થાય .
2. ભણતર માં ક્યારેય
ભૂલ નથી કરવાની, પોતાની ઊંચી તકદીર બનાવવા માટે પવિત્ર જરુર બનવાનું છે. હાર ખાઈને
જન્મ-જન્માંતર માટે પદ ભ્રષ્ટ નથી કરવાનું.
વરદાન :-
સાચ્ચી સેવા
દ્વારા અવિનાશી , અલૌકિક ખુશી નાં સાગર માં લહેરાવા વાળા ખુશનસીબ આત્મા ભવ
જે બાળકો સેવાઓ માં
બાપદાદા અને નિમિત્ત મોટાઓ ની દુવાઓ પ્રાપ્ત કરે છે એમને અંદર થી અલૌકિક, આત્મિક
ખુશી નો અનુભવ થાય છે. તે સેવાઓ દ્વારા આંતરિક ખુશી, રુહાની મૌજ, બેહદ ની પ્રાપ્તિ
નો અનુભવ કરતા સદા ખુશી નાં સાગર માં લહેરાતા રહે છે. સાચ્ચી સેવા સર્વ નો સ્નેહ,
સર્વ દ્વારા અવિનાશી સન્માન અને ખુશી ની દુવાઓ પ્રાપ્ત થવાની ખુશનસીબી નાં શ્રેષ્ઠ
ભાગ્ય નો અનુભવ કરાવે છે. જે સદા ખુશ છે તે જ ખુશનસીબ છે.
સ્લોગન :-
સદા હર્ષિત તથા
આકર્ષણ મૂર્ત બનવા માટે સંતુષ્ટમણિ બનો.
અવ્યક્ત ઈશારા -
સહજયોગી બનવું છે તો પરમાત્મ-પ્રેમ નાં અનુભવી બનો.
કર્મ માં, વાણી માં,
સંપર્ક તથા સંબંધ માં લવ અને સ્મૃતિ તથા સ્થિતિ માં લવલીન રહેવાનું છે, જે જેટલાં
લવલી હશે, તે એટલાં જ લવલીન રહી શકે છે. આ લવલીન સ્થિતિ ને મનુષ્યાત્માઓ એ લીન ની
અવસ્થા કરી દીધી છે. બાપ માં લવ ખતમ કરી ફકત લીન શબ્દ ને પકડી લીધો છે. આપ બાળકો
બાપ નાં લવ માં લવલીન રહેશો તો બીજાઓ ને પણ સહજ આપ સમાન કે બાપ સમાન બનાવી શકશો.