13-09-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 15.11.2011
બાપદાદા મધુબન
“ હવે નિર્વિઘ્ન અને
એવરરેડી રહી ૧૦૮
ની માળા તૈયાર કરો , બ્રહ્મા બાપ
સમાન સંપન્ન અને સંપૂર્ણ
બનો”
આજે સર્વશક્તિવાન બાપ
પોતાનાં માસ્ટર સર્વશક્તિવાન બાળકો ને સર્વ શક્તિઓનો ખજાનો આપવા આવ્યાં છે.
સર્વશક્તિઓનો ખજાનો કેટલો સહજ પ્રાપ્ત થાય છે. એક સેકન્ડ માં જાણ્યું મારા બાબા,
બાબાએ કહ્યું મારા બાળકો, આટલામાં જ ખજાના નાં માલિક બની ગયાં. તો દરેક બાળક ની પાસે
સર્વ ખજાના સદા સાથે છે ને! નશો છે જે બાપ નો ખજાનો તે મારો ખજાનો. હવે ચેક કરો બાપે
તો દરેક બાળકને સર્વ ખજાના આપ્યાં છે, એક પણ ઓછા નથી પરંતુ તે સર્વ ખજાના દરેકની
પાસે સદા સાથે છે કે કોઈ-કોઈ ખજાના છે અને કોઈ ખજાના ઓછાં છે? બાપદાદાએ તો આપ્યાં
પરંતુ દરેકની પાસે સર્વ ખજાના સદા જ છે અને સર્વ ખજાના સમય પર કાર્ય માં લાવતા રહો
છો? માલિક થઈને ઓર્ડર કરો તો સમય પર ખજાના અનુભવ માં આવે છે? બાપદાદાએ ચારેય તરફ
નાં બાળકોનાં સેવાનો ઉમંગ જોયો પણ, સાંભળ્યો પણ. ચારેય તરફ ખૂબ ઉમંગ-ઉત્સાહ થી આ ૭૫
વર્ષ ની જયંતી મનાવી રહ્યાં છો, ચેલેન્જ કરી રહ્યાં છો, હવે પરિવર્તન થયું કે થયું.
ચેલેન્જ ખૂબ સારી કરી રહ્યાં છો. બાપદાદા બાળકોનાં ઉમંગ-ઉત્સાહ ને જોઈ-જોઈ ખુશ થાય
છે અને ગીત શું ગાય? વાહ બાળકો વાહ! સાથે-સાથે બાપદાદાએ જોયું ચેલેન્જ તો ખૂબ સારી
કરી રહ્યાં છે ઉમંગ-ઉત્સાહ થી, પરંતુ સાથે બાળકોને સ્વયં માં સર્વ ધારણાઓની સફળતા
નું સ્વરુપ પણ જોયું. તમે બધા પણ પોતાનું સંપન્ન અને સફળતા નું સ્વરુપ જાણો છો
કારણકે બધા નિમિત્ત બનેલા બાળકો સદા સંપન્ન અને સફળતામૂર્ત બની ગયાં છો કે બનવાનું
છે? કારણકે સુખમયી સંસાર નો આધાર સ્વરુપ આપ બાળકો છો. તો બાપદાદાએ સર્વ બાળકોની
રીઝલ્ટ જોઈ. જે આપ આધારમૂર્ત છો, ફક્ત થોડાં બાળકો નથી, સર્વ બાળકોની ચેલેન્જ છે કે
અમે સુખમયી સંસાર લાવવાના નિમિત્ત છીએ.
તો બાપદાદા બધા
બાળકોથી પૂછે છે કે સુખમયી સંસાર લાવવાના નિમિત્ત બનેલા બાળકો સંપૂર્ણ સંપન્ન
આધારમૂર્ત બની ગયાં છો? જે બાપદાદા ની બાળકોમાં આશા છે દરેક બાળક સફળતામૂર્ત હોય,
કારણકે તમે લોકો બાપ નાં સાથી બની સંકલ્પ કર્યો છે અને ખૂબ ખુશી થી ચેલેન્જ કરી છે,
પરિવર્તન થયું કે થયું. તો પોતાનાથી પૂછો વિશ્વ-પરિવર્તન નાં નિમિત્ત બાળકો
સ્વ-સંપન્ન અને સંપૂર્ણ ક્યાં સુધી બન્યાં છો? કારણકે રાજ્ય સ્થાપન થવાનું છે તો
પહેલાં રાજ્ય નાં નિમિત્ત બનેલા આત્માઓ નિમિત્ત બનશે એનાં પછી બીજા નિમિત્ત બની શકે
છે. તો બાપદાદાએ જોયું કે હવે સંપૂર્ણ બનવામાં કંઈક માર્જિન રહેલી છે. સેવા તો કરી
પરંતુ સેવાની રિઝલ્ટ માં તમારા સાથી કેટલાં બન્યાં? હિસાબ કાઢો કે જે સાંભળે છે તે
સમીપ કેટલાં આવ્યાં છે? બાપદાદા બાળકોની હિંમત પર ખુશ છે પરંતુ હવે સર્વિસ ની
રીઝલ્ટ માં વધારે તીવ્રતા લાવવાની છે. દરેક સમયે આત્માઓને એટલાં સમીપ સંબંધ માં લાવો,
ખુશ ખૂબ થાય છે હવે બ્રહ્માકુમારીઓનાં કર્તવ્ય ને જાણવામાં ખૂબ નજીક આવ્યાં છે પરંતુ
બાપદાદાએ પહેલાં પણ કહ્યું વારસો આત્માઓને બાપ દ્વારા મળવાનો છે, તો બાપ ને જાણે,
સમય ને જાણે, સ્વમાન ને જાણે ત્યારે વારસા નાં અધિકારી બને. હવે બાપ આવ્યાં છે, બાપ
વારસો આપી રહ્યાં છે, આ બુદ્ધિમાં આવે ત્યારે વારસો લઈને રાજ્ય અધિકારી બને.
ચારેય તરફ આ અવાજ
ફેલાય જે ગીત ગાઓ છો અમારા બાબા આવી ગયાં. હવે બાપદાદા આ રીઝલ્ટ જોવા ઈચ્છે છે.
પરિવર્તન થયું છે, સર્વિસ નો લાભ થયો છે, મહેનત નું ફળ મળ્યું છે પરંતુ હજું બાપ
સુધી નથી પહોંચ્યાં, આનો કોઈ પ્લાન બનાવો. બાપ ની પ્રત્યક્ષતા કેવી રીતે થાય?
રાજધાની માં રાજ્ય કરવાવાળા પણ નિર્વિઘ્ન બન્યાં છે? હવે પરિવર્તન નું બટન ડ્રામા
દબાવે, એવરરેડી? એવરરેડી છો? બટન દબાવે? શું સમજો છો, બટન દબાવે? એવરરેડી છો? કારણકે
બધા તૈયાર જોઈએ, રાજ્ય અધિકારી પણ, રોયલ ફેમિલી પણ, રોયલ પ્રજા પણ અને સાધારણ પ્રજા
તો કોઈ મોટી વાત નથી. તો બાપદાદા આ જ બાળકો થી રીઝલ્ટ પૂછે છે? શું સમજો છો? બાપદાદા
ને બટન દબાવવામાં તો વાર નથી લાગતી. તો પહેલી લાઈન શું સમજે છે? શક્તિઓ શું સમજો
છો? પાંડવ શું સમજો છો? જવાબ આપો. હા, પાંડવ જવાબ આપો. દબાવે બટન? એવરરેડી છો? (બાબા
આપ માલિક છો તમને સંકલ્પ આવ્યો છે કે દબાવે તો દબાવી દો) બાપદાદા બાળકોથી પૂછે છે
કેમ? કારણકે બાપ ને તો રાજ્ય માં આવવાનું નથી. બ્રહ્મા બાપને આવવાનું છે. (અહીં
બાપદાદા થી મળતા રહ્યાં, આ ખૂબ સારું લાગે છે) આ વાત તો સારી છે પરંતુ બાપ સમાન
બનીને બાપ ની સાથે જીવન નો અનુભવ કરે આ પણ જોઈએ ને? તે છે? તૈયાર છો? ફક્ત તમે નહીં,
રાજધાની છે. તમે રાજ્ય શેનાં ઉપર કરશો? રાજધાની તો જોઈએ ને! (બધા સાથી છે) બધા
તૈયાર છે? (બિલકુલ તૈયાર છીએ) સંપન્ન બનવામાં તૈયાર છો? સારું, બધા વિચારી રહ્યાં
છે, કંઈ વાંધો નહીં.
બાપદાદા જાણે છે કે
હમણાં સુધી રેડી છે એવરરેડી બનવું પડે. જે બાપદાદાએ બે વાતો કહી હતી કે સેકન્ડમાં
ફુલસ્ટોપ લગાવવા વાળા બાળકો જોઈએ. વ્યર્થ સંકલ્પો નું નામ-નિશાન ન રહે. જેને પણ
સંદેશ આપો છો તે સંદેશ સાંભળીને પરિવર્તન નાં ઉમંગ-ઉત્સાહ માં આવી જાય. હવે બાપદાદા
આ રીઝલ્ટ ઈચ્છે છે. એના માટે બાપદાદા બાળકો ને સલાહ આપે છે, આજ્ઞા પણ કરે છે કે સેવા
કરો છો પરંતુ જેમની પણ સેવા કરો છો, એક જ સમય પર ત્રણેય રુપો અને ત્રણેય રીતે થી
સેવા કરો. ત્રણ રુપ નોલેજફુલ, પાવરફુલ અને લવફુલ, આ ત્રણેય રુપો થી સેવા કરો અને
ત્રણેય રીતે થી સેવા કરો, તે ત્રણ રીત છે મન્સા-વાચા-કર્મણા એક જ સમયે, ફક્ત વાણી
થી સેવા નહીં પરંતુ વાણી ની સાથે મન્સા સેવા પણ સાથે-સાથે હોય. પાવરફુલ માઈન્ડ હોય.
તો હવે આવશ્યકતા એક જ સમયે મન્સા પાવરફુલ હોય, જેનાથી આત્માઓની પણ મન્સા પરિવર્તન
થઈ જાય. વાણી દ્વારા બધી નોલેજ સ્પષ્ટ થઈ જાય અને કર્મણા દ્વારા, કર્મ દ્વારા સેવાથી
તે આત્માઓ અનુભવ કરે કે સાચેજ અમે પોતાનાં પરિવાર માં પહોંચી ગયાં. પરિવાર ની
ફીલિંગ આવવાથી નજીક નાં સાથી બની જાય. તો બાપદાદા હવે એક જ સમયે ત્રણેય રુપો ની સેવા
સાથે ઈચ્છે છે. થઈ શકે છે? થઈ શકે છે? હાથ ઉઠાવો, થઈ શકે છે? હવે બાપદાદાએ રીઝલ્ટ
માં જોયું વાણી દ્વારા નોલેજફુલ બને છે પરંતુ પરિવાર નાં સાથી બને, આમાં હજું ટાઈમ
લાગે છે. તો બાપદાદાએ જોયું કે સમય નાં ચેન્જ ની સાથે હવે સેવામાં એવી સેવા કરો જે
એક જ સમયે ત્રણેય સેવા દ્વારા પ્રાપ્તિ નો અનુભવ કરે.
તો બધા મળવા માટે
ઉમંગ-ઉત્સાહ થી પહોંચી ગયાં છો, તો બાપદાદા બાળકોનો ઉમંગ જોઈ ખુશ છે. હવે અટેન્શન
આપવાનું છે, સંપન્ન અને સંપૂર્ણ બનવામાં કારણકે ઓછામાં ઓછી ૧૦૮ ની માળા તૈયાર કરી
શકો, કરી શકો છો? ૧૦૮ ની માળા તૈયાર છે? તૈયાર છે? કારણકે રાજધાની માં રાજ્ય અધિકારી
તો તે જ બનશે ને? તો ૧૦૮ રત્નો ની લિસ્ટ હવે કાઢી શકો છો? હા-જી નથી કહેતાં? ૧૦૮
રાજ્ય અધિકારી, પછી ૧૬ હજાર ૧૦૮ રાજ્ય અધિકારી નાં સાથી. પછી એમનાં પછી છે નંબરવાર.
તો બાપદાદા હવે સમય પ્રમાણે, સમય ને સમીપ લાવવા વાળા બાળકોથી આ જ ઈચ્છે છે કે ૧૦૮
ની માળા એવરરેડી હોય, બાપ સમાન હોય. તો પહેલી લાઈન ૧૦૮ નામ કાઢી શકો છો? હા કે ના
કરો ને! સાકાર માં જ્યારે બ્રહ્મા બાપ હતાં તો ઘણીવાર ટ્રાયલ કર્યું પરંતુ ફાઇનલ ન
થઈ શક્યું, પરંતુ હવે તો ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યાં છે, તો આ ૭૫ વર્ષ ની જુબલીમાં કોઈ
તો નવીનતા કરશો ને! તો નવીનતા આ જ કરો જે દરેક પોતાને ૧૦૮ ની માળા નાં મણકા બનાવે,
જે ગણતરી માં આવે હા ૧૦૮ ની માળા તો બની ગઈ કારણકે જ્યારે પહેલાં રાજ્ય અધિકારી બને
ત્યારે તો પાછળ રાજ્ય નાં સંપર્ક વાળા બને. એમને પણ તો જગ્યા જોઈએ ને! તો બાપદાદા
નું કહેવાનું કે આ જ સાર છે કે હવે દરેક ને પોતાનો તીવ્ર પુરુષાર્થ કરી અને દૃઢ
સંકલ્પ કરવાનો છે કે મારે બાપ સમાન બનવાનું છે કારણકે બાપદાદાએ સંભળાવી દીધું છે કે
અચાનક પરિવર્તન થવાનું છે. એનાં પહેલાં ઓછામાં ઓછાં જે સેવાનાં નિમિત્ત બનેલા છે,
ઝોન હેડ્સ સાથે સેન્ટર ઇન્ચાર્જ, સાથે એમનાં નજીક નાં સાથી પાંડવ, તે સેન્ટર હેડ નથી
બનતાં પરંતુ કોઈ ન કોઈ વિશેષ કાર્ય નાં નિમિત્ત બનેલા જેને બધા વિશેષ આત્માની નજર
થી જુએ છે, એ પાંડવો ને પણ હવે તીવ્ર પુરુષાર્થ કરી સ્વ-પરિવર્તન ની ઝલક બહાર સ્ટેજ
પર લાવવી પડશે, એનાં માટે એવરરેડી છો? જે સમજે છે કે આ કાર્ય તો કરવાનું જ છે,
પોતાને બાપ સમાન, બ્રહ્મા બાપ સમાન ફોલો ફાધર કરવાનું જ છે, કરવાનું છે તો હાથ ઉઠાવો.
હાથ તો એટલાં ઉઠાવે છે ખુશ કરી દે છે. સારું કરો છો. પરંતુ હાથ ની સાથે દૃઢ સંકલ્પ
પણ કરો. દૃઢતા ની શક્તિ ખૂબ સહયોગ આપે છે.
તો બાપદાદા ખુશ છે,
હાથ ઉઠાવવામાં હોશિયાર બધા છે પરંતુ હવે દૃઢતા ને પ્રેક્ટિકલ માં લાવજો. હોશિયાર છે
ને બાળકો, દૃઢતા કરે પણ છે પરંતુ પછી દૃઢતા ભિન્ન-ભિન્ન રુપ માં બદલી જાય છે, આ થઈ
ગયું, આ થઈ ગયું. આ નહીં થાત તો તે નહીં થાત. આ બહાના માં ખૂબ હોશિયાર છે. તો હવે
બાપદાદા શું ઈચ્છે છે? હવે દરેકને બાપ સમાન બનવાનું છે, મન્સા-વાચા-કર્મણા,
સંબંધ-સંપર્ક માં તમને જે પણ જુએ, જે પણ મળે તે આ જ કહે વાહ પરિવર્તન વાહ! બાપદાદા
ને પણ સારું લાગે છે જે બાળકો નિમિત્ત બનેલા છે એમને જોઈને પણ ખુશ થાય છે અને મળવામાં
પણ ખૂબ ખુશી થાય છે. તો આજે શું સંકલ્પ કર્યો? બનવાનું જ છે. બ્રહ્મા બાપ સમાન
બનવાનું જ છે. બનવાનું છે નહીં, બનવાનું જ છે. કોઈ પણ વાતો આવે, વાત નહીં બદલાય બાપ
ને આગળ રાખો. તો બધા દૂર બેઠેલા બાળકો, નજીક સામે બેઠેલા બાળકો બંનેને બાપદાદા
જોઈ-જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. બધા બાળકો પ્લાન ખૂબ સારો બનાવે છે, અમૃતવેલા બધા ખૂબ
મીઠી-મીઠી વાતો કરે છે. મેજોરીટી એટલી મીઠી વાતો કરો છો જે બાપ પણ વાતો સાંભળીને
કુરબાન થઈ જાય છે. પરંતુ ખબર છે પછી શું થાય? જ્યારે કર્મ નાં ક્ષેત્રમાં આવો છો,
સંબંધ માં આવો છો, સેવા માં આવો છો, તો જે વાતો આવે છે એમાં થોડા-થોડા બદલાઈ જાઓ
છો. અમૃતવેલા નો જે ઉમંગ-ઉત્સાહ છે તે કર્મ કરતા, સંબંધ માં આવતા થોડો-થોડો બદલાય
જાય છે.
હવે બાપદાદા એક કાર્ય
આપે છે, કરવા માટે તૈયાર છો ને! ગરદન હલાવો. હાથ ઉઠાવો. બાપદાદા નો સંકલ્પ છે કે એક
મહિના માટે પોતાને દૃઢ સંકલ્પ નાં આધારે બાપ સમાન સ્થિતિ માં સ્થિત કરી શકો છો? એક
મહિનો, કરી શકો છો કે વધારે? જે સમજે છે એક મહિનો દૃઢતા થી, દૃઢતા ને સાથી બનાવજો
બાપ ને સદા સામે રાખજો, બ્રહ્મા બાપ ને નયનો માં સમાવી અને બ્રહ્મા બાપે શું કર્યું,
મન્સા-વાચા-કર્મણા તે જ કરવાનું છે. ભલે કોઈએ પ્રેક્ટિકલ માં જોયું કે ન જોયું પરંતુ
નોલેજ તો છે ને! કોઈ પણ કર્મ કરતા પહેલાં આ ચેક કરજો કે બ્રહ્મા બાપ નો આ સંકલ્પ
રહ્યો? આ બોલ રહ્યાં? આ કર્મ રહ્યાં? આ સંબંધ રહ્યાં? આ સંપર્ક રહ્યાં? પહેલાં
વિચારો પછી કરો. થઈ શકે છે? આમાં હાથ ઉઠાવો. થઈ શકે છે તો લાંબો હાથ ઉઠાવો. માતાઓ
અહીં એક્સરસાઇઝ કરો છો ને તો હાથ લાંબો ઉઠાવો. આગળ વાળા પણ ઉઠાવશે ને? બધા મધુબન
વાળા આમાં નંબરવન આવજો. આગળ-આગળ મધુબન વાળા બેઠાં છે ને. મધુબન માં ફક્ત શાંતિવન નથી,
જે પણ છે એક મહિનો નિર્વિઘ્ન, દરેક સેન્ટર પણ નિર્વિઘ્ન, ગુજરાત ની ટીચર્સ હાથ ઉઠાવો.
ગુજરાત ની ટીચર્સ સમજો છો થઈ શકે છે, આમાં લાંબો હાથ ઉઠાવો. આમ, આમ નહીં કરો લાંબો
ઉઠાવો. થઈ શકે છે? સારું. શાંતિવન નિવાસી હાથ ઉઠાવો, થોડાં છે. જે પણ બેઠાં છે,
પાછળ પણ બેઠાં છે. તો મધુબન નાં ૪-૫ સ્થાન જે પણ છે તે કરશે? કરશો હાથ ઉઠાવો? મધુબન
વાળા બે હાથ ઉઠાવો. ગુજરાત વાળા જીજ્ઞાસુ પણ, નિમિત્ત ટીચર્સ પણ, નિમિત્ત ભાઈ પણ બધા
હાથ ઉઠાવો, કરશો. મોટો હાથ ઉઠાવો. હાથ પાછળ વાળાનો હાથ દેખાતો નથી, સારું, ગુજરાત
વાળા ઉભા થઈ જાઓ. ગુજરાત નાં તો ઘણાં આવ્યાં છે. અડધો હૉલ તો ગુજરાત છે. (ગુજરાત ૧૫
હજાર છે, બાકી ૩ હજાર છે) ગુજરાત વાળાને બાપદાદા અને પરિવાર નાં તરફ થી ખૂબ-ખૂબ
મુબારક છે, મુબારક છે. જેવી રીતે હમણાં તાળીઓ વગાડીને, તેવી રીતે જ એક મહિના નાં પછી
રિઝલ્ટ માં ગુજરાત નંબરવન આવશે! સારું છે. સંખ્યા તો ખૂબ સારી છે. બાપદાદા ખુશ થાય
છે કે બાળકોને બાપ થી અને મધુબન થી દિલ નો પ્રેમ છે. ખૂબ સારું છે, હવે ગુજરાત કમાલ
કરીને દેખાડજો. આ એક મહિના ની રીઝલ્ટ માં નંબરવન આવીને દેખાડજો. આમ નંબરવન બધાને
આવવાનું છે. મધુબન વાળા નંબરવન આવશો ને, હાથ ઉઠાવો. કંઈ પણ થઈ જાય, કેવી પણ
પરિસ્થિતિ આવી જાય, પરિસ્થિતિ આવશે, માયા સાંભળી રહી છે ને, તો માયા પોતાનું રુપ તો
દેખાડશે પરંતુ માયા નું કામ છે આવવાનું અને તમારું કામ છે વિજય મેળવવાનું. આ નહીં
કહેતા, આ થઈ ગયું, તે થઈ ગયું, આ નહીં કરતાં. આવશે, થશે, આ તો બાપદાદા પહેલાં જ
સંભળાવી દે છે કારણકે માયા સાંભળી રહી છે, તે ખૂબ ચતુર છે પરંતુ તમે, માયા પણ ચતુર
છે તમે તો સર્વશક્તિવાન નાં સાથી છો, માયા શું કરશે? બાપદાદા જોઈ રહ્યાં છે, ટી.વી.
માં જોઈ રહ્યાં છે તો બધા નંબરવન લાવજો. કોઈ બીજો નંબર નહીં બનતાં, પહેલો નંબર. સારું.
બાપદાદા હવે બધા બાળકો
ને એક જ સંકલ્પ સંભળાવવા ઈચ્છે છે કે હવે સ્વયં પણ નિર્વિઘ્ન રહો અને પોતાનાં
સાથીઓને, સંબંધ માં આવવા વાળાને પણ નિર્વિઘ્ન બનાવો. સમય ને સમીપ લાવો. દુઃખ અને
અશાંતિ બાપદાદા બાળકો ની જોઈ નથી શકતાં. હવે પોતાનું રાજ્ય જલ્દી થી જલ્દી ધરણી પર
લાવો. બાપદાદા ને દરેક બાળક પ્રિય છે, લાસ્ટ નંબર બાળક જે છે તે પણ પ્રિય છે કારણકે
કમજોર છે ને. તો કમજોર પર રહેમ વધારે જ આવે છે. તમે બધા પણ કેવી પણ સ્થિતિ વાળા,
સ્વભાવ વાળા છો પરંતુ મારા છો, જેવી રીતે બાપ તમારા છે, તેવી રીતે પરિવાર આપણો છે,
તો એમાં સ્વભાવ-સંસ્કાર ન જોઈ એમને વધારે સહયોગ આપો, સદ્દભાવના આપો, શુભભાવના આપો.
સારું, સામેવાળા બાળકો ને કે દૂર બેઠાં જોવા વાળા બાળકો ને બાપદાદા એક-એક બાળક ને
પોતાની સામે જોઈ દૃષ્ટિ પણ આપી રહ્યાં છે અને મુબારક પણ આપી રહ્યાં છે. અચ્છા.
વરદાન :-
વાચા દ્વારા
જ્ઞાન - રત્નો નું દાન કરવા વાળા માસ્ટર નોલેજફુલ ભવ
જે વાચા દ્વારા
જ્ઞાન-રત્નો નું દાન કરે છે એમને માસ્ટર નોલેજફુલ નું વરદાન પ્રાપ્ત થાય છે. એમનાં
એક-એક શબ્દ ની ખૂબ વેલ્યુ હોય છે. એમનાં એક-એક વચન સાંભળવા માટે અનેક આત્માઓ તરસ્યા
હોય છે. એમનાં દરેક શબ્દ માં સેન્સ (સાર) ભરાયેલો હોય છે. એમને વિશેષ ખુશી ની
પ્રાપ્તિ થાય છે. એમની પાસે ખજાના ભરપૂર રહે છે એટલે તે સદા સંતુષ્ટ અને હર્ષિત રહે
છે. એમના બોલ પ્રભાવશાળી હોય છે. વાણી નું દાન કરવાથી વાણી માં ખૂબ ગુણ આવી જાય છે.
સ્લોગન :-
સ્વરાજ્ય નાં
માલિક બનો તો સંપૂર્ણ વારસા નો અધિકાર મળી જશે.
આ અવ્યક્ત ઇશારા - હવે
પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો
આપ માસ્ટર દાતા
પ્રાપ્તિ સ્વરુપ બાળકો ને વિશ્વની આત્માઓ પ્રત્યે રહેમ કે ઉમંગ આવવો જોઈએ કે અમારા
ભાઈ અલ્પકાળ ની ઈચ્છા માં કેટલાં ભટકી રહ્યાં છે, દાતા નાં બાળકો પોતાનાં ભાઈઓનાં
ઉપર દયા અને રહેમ ની દૃષ્ટિ નાખો. મહાદાની, વરદાની બનો. ચમકતી સંતુષ્ટમણીઓ બની સર્વ
ને સંતોષ આપો.