13-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
દેવતા બનવાનું છે એટલે માયા નાં અવગુણો નો ત્યાગ કરો , ગુસ્સો કરવો , મારવું ,
હેરાન કરવા , ખરાબ કામ કરવા , ચોરી - ચકારી કરવી આ બધા મહાપાપ છે”
પ્રશ્ન :-
આ જ્ઞાન માં કયા બાળકો આગળ જઈ શકે છે? નુકસાન કોને થાય છે?
ઉત્તર :-
જેમને પોતાનો પોતામેલ રાખતા આવડે છે તે આ જ્ઞાન માં ખૂબ આગળ જઈ શકે છે. નુકસાન તેમને
પડે છે જે દેહી-અભિમાની નથી રહેતાં. બાબા કહે છે વેપારી લોકો ને પોતામેલ કાઢવાની
આદત હોય છે, તે અહીં પણ આગળ જઈ શકે છે.
ગીત :-
મુખડા દેખ લે
પ્રાણી…
ઓમ શાંતિ!
રુહાની
પાર્ટધારી બાળકો પ્રત્યે બાપ સમજાવે છે કારણકે રુહ (આત્મા) જ પાર્ટ ભજવી રહ્યો છે
બેહદ નાં નાટક માં. છે તો મનુષ્યો નું ને? બાળકો આ સમયે પુરુષાર્થ કરી રહ્યાં છે.
ભલે વેદ-શાસ્ત્ર વાંચે છે, શિવ ની પૂજા કરે છે પરંતુ બાપ કહે છે આનાથી કોઈ મને
પ્રાપ્ત નથી કરી શકતા કારણકે ભક્તિ છે જ ઉતરતી કળા. જ્ઞાન થી સદ્દગતિ થાય છે તો
જરુર કોઈ થી ઉતરતા પણ હશે. આ એક ખેલ છે, જેને કોઈ પણ જાણતા નથી. શિવલિંગ ને જ્યારે
પૂજે છે તો તેને બ્રહ્મ નહીં કહેવાશે. તો કોણ છે જેમને પૂજે છે? તેમને પણ ઈશ્વર સમજી
પૂજા કરે છે. તમે જ્યારે પહેલાં-પહેલાં ભક્તિ શરુ કરો છો તો શિવલિંગ હીરા નાં બનાવો
છો. હવે તો ગરીબ બની ગયા છો તો પથ્થર નાં બનાવો છો. હીરા નું લિંગ તે સમયે ૪-૫ હજાર
નું હશે. આ સમયે તો એની કિંમત ૫-૭ લાખ હશે. એવાં હીરા હવે મુશ્કેલ નીકળે છે. પથ્થર
બુદ્ધિ બની ગયા છે તો પૂજા પણ પથ્થર ની કરે છે, જ્ઞાન વગર. જ્યારે જ્ઞાન છે તો તમે
પૂજા નથી કરતાં. ચૈતન્ય સન્મુખ માં છે, એમને જ તમે યાદ કરો છો. જાણો છો યાદ થી
વિકર્મ વિનાશ થશે. ગીત માં પણ કહે છે - હે બાળકો, પ્રાણી કહેવાય છે આત્મા ને. પ્રાણ
નીકળી ગયા પછી તો જેમ મૃત શરીર છે. આત્મા નીકળી જાય છે. આત્મા છે અવિનાશી. આત્મા
જ્યારે શરીર માં પ્રવેશ કરે છે ત્યારે ચૈતન્ય છે. બાપ કહે છે - હે આત્માઓ, પોતાની
અંદર જાંચ (તપાસ) કરો ક્યાં સુધી દેવીગુણો ની ધારણા થઈ છે? કોઈ વિકાર તો નથી?
ચોરી-ચકારી વગેરે કોઈ આસુરી ગુણ તો નથી ને? આસુરી કર્તવ્ય કરવાથી પછી પડી જશો. એટલું
પદ નહીં મેળવી શકશો. ખરાબ આદત ને કાઢવાની જરુર છે. દેવતા ક્યારેય કોઈ પર ગુસ્સો નથી
કરતાં. અહીં અસુરો દ્વારા કેટલો માર ખાય છે કારણકે તમે દેવી સંપ્રદાય બનો છો તો માયા
કેટલી દુશ્મન બની જાય છે. માયા નાં અવગુણ કામ કરે છે. મારવું, હેરાન કરવા, ખરાબ કામ
કરવા આ બધા પાપ છે. આપ બાળકોએ તો બહુ જ શુદ્ધ રહેવું જોઈએ. ચોરી-ચકારી વગેરે કરવી
તો મહાન પાપ છે. બાપ સાથે તમે પ્રતિજ્ઞા કરતા આવ્યાં છો - બાબા મારા તો તમે એક બીજું
ન કોઈ. અમે તમને જ યાદ કરીશું. ભક્તિમાર્ગ માં ભલે ગાય છે પરંતુ તેમને ખબર નથી કે
યાદ થી શું થાય છે. તે તો બાપ ને જાણતા જ નથી. એક તરફ કહે છે નામ-રુપ થી ન્યારા છે,
બીજી તરફ પછી લિંગ ની પૂજા કરે છે. તમારે સારી રીતે સમજીને પછી સમજાવવાનું છે. બાપ
કહે છે આ પણ જ્જ કરો કે મહાન આત્મા કોને કહેવાય? શ્રી કૃષ્ણ જે નાનું બાળક સ્વર્ગ
નાં રાજકુમાર છે, એ મહાત્મા છે કે આજકાલ નાં કળિયુગી મનુષ્ય? તે વિકાર થી જન્મ નથી
લેતા ને? તે છે નિર્વિકારી દુનિયા. આ છે વિકારી દુનિયા. નિર્વિકારી ને ખૂબ ટાઈટલ આપી
શકાય છે. વિકારી નું કયું ટાઈટલ છે? શ્રેષ્ઠાચારી તો એક બાપ જ બનાવે છે. એ છે સૌથી
ઊંચા માં ઊંચા બીજા બધા મનુષ્ય પાર્ટધારી છે તો પાર્ટ માં જરુર આવવું પડે. સતયુગ છે
શ્રેષ્ઠ મનુષ્યો ની દુનિયા. જનાવર વગેરે બધા શ્રેષ્ઠ છે. ત્યાં માયા રાવણ જ નથી.
ત્યાં આવાં કોઈ તમોગુણી જનાવર હોતાં નથી. સતયુગ માં પણ વિકાર નું નામ નથી. પછી ત્યાં
બાળકો કેવી રીતે જન્મ લે છે, એ પણ તમે જાણો છો. ત્યાં વિકાર હોતાં નથી, ત્યાં છે જ
યોગબળ, બાપ કહે છે તમને દેવતા બનાવું છું તો પોતાની તપાસ પૂરી કરો, મહેનત વગર વિશ્વ
નાં માલિક થોડી બની શકશો?
જેમ તમારો આત્મા બિંદુ
છે એમ બાપ પણ બિંદુ છે. આમા મુંઝાવાની કોઈ જરુર નથી. કોઈ કહે છે અમે જોઈએ. બાપ કહે
છે જોવા વાળા ની તો તમે ખૂબ પૂજા કરી. ફાયદો કાંઈ પણ થયો નહીં. હવે યથાર્થ રીતે હું
તમને સમજાવું છું. મારા માં આખો પાર્ટ ભરેલો છે. સુપ્રીમ સોલ (સર્વોચ્ચ આત્મા) છું
ને, સુપ્રીમ ફાધર (સર્વોચ્ચ પિતા). કોઈ પણ બાળક પોતાનાં લૌકિક બાપ ને આવું નહીં
કહેશે. એક ને જ કહેવાય છે. સંન્યાસીઓ ને તો બાળકો નથી જે પિતા કહે. આ તો સર્વ
આત્માઓ નાં પિતા છે, જે વારસો આપે છે. તેમનો કોઈ ગૃહસ્થ આશ્રમ તો નથી. બાપ સમજાવે
છે - તમે જ ૮૪ જન્મ ભોગવ્યાં છે. પહેલાં-પહેલાં તમે સતોપ્રધાન હતાં પછી નીચે ઉતરતા
આવ્યાં છો. હવે કોઈ પોતાને સુપ્રીમ થોડી કહેશે, હમણાં તો નીચ સમજે છે. બાપ વારંવાર
સમજાવે છે મૂળ વાત કે પોતાની અંદર જુઓ કે અમારા માં કોઈ વિકાર તો નથી? રાત્રે રોજ
પોતાનો પોતામેલ કાઢો. વેપારી હંમેશા પોતામેલ કાઢે છે. ગવર્મેન્ટ સર્વેન્ટ (સરકારી
નોકરી વાળા) પોતામેલ નથી કાઢી શકતાં. તેમને તો મુકરર (નક્કી કરેલ) પગાર મળે છે. આ
જ્ઞાનમાર્ગ માં પણ વેપારી આગળ જાય છે, ભણેલા-ગણેલા ઓફિસર એટલાં નથી જતાં. વેપાર માં
તો આજે ૫૦ કમાયા, કાલે ૬૦ કમાશે. ક્યારેક નુકસાન પણ થઈ જશે. ગવર્મેન્ટ સર્વેન્ટ ને
ફિક્સ પગાર હોય છે. આ કમાણી માં પણ જો દેહી-અભિમાની નહીં હશે તો નુકસાન થઈ જશે.
માતાઓ તો વેપાર કરતી નથી. તેમનાં માટે પછી વધારે જ સહજ છે. કન્યાઓ માટે પણ સહજ છે
કારણકે માતાઓ ને તો સીડી ઉતરવી પડે છે. બલિહારી એમની જે આટલી મહેનત કરે છે. કન્યાઓ
તો વિકાર માં ગઈ જ નથી તો છોડે પછી શું? પુરુષો ને તો મહેનત લાગે છે. કુટુંબ પરિવાર
ની સંભાળ કરવી પડે છે. સીડી જે ચઢ્યાં છે તે આખી ઉતરવી પડે છે. ઘડી-ઘડી માયા થપ્પડ
મારી પાડી દે છે. હવે તમે બી.કે. બન્યાં છો. કુમારીઓ પવિત્ર જ હોય છે. સૌથી વધારે
હોય છે પતિ નો પ્રેમ. તમારે તો પતિઓ નાં પતિ (પરમાત્મા) ને યાદ કરવાના છે બીજા બધાને
ભૂલી જવાના છે. મા-બાપ નો બાળકો માં મોહ હોય છે. બાળકો તો છે જ અજાણ. લગ્ન પછી મોહ
શરુ થાય છે. પહેલાં સ્ત્રી પ્રિય લાગે પછી વિકારો માં ધકેલવાની સીડી શરુ કરી દે છે.
કુમારી નિર્વિકારી છે તો પૂજાય છે. તમારું નામ છે બી.કે. તમે મહિમા લાયક બની પછી
પૂજા લાયક બનો છો. બાપ જ તમારા શિક્ષક પણ છે. તો આપ બાળકો ને નશો રહેવો જોઈએ, અમે
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએ. ભગવાન જરુર ભગવાન-ભગવતી જ બનાવશે. ફક્ત સમજાવાય છે-ભગવાન
એક છે. બાકી બધા છે ભાઈ-ભાઈ. બીજું કોઈ કનેક્શન (સંબંધ) નથી. પ્રજાપિતા બ્રહ્મા
દ્વારા રચના થાય છે પછી વૃદ્ધિ થાય છે. આત્માઓ ની વૃદ્ધિ નહીં કહેવાશે. વૃદ્ધિ
મનુષ્યો ની થાય છે. આત્માઓ નાં તો મર્યાદિત નંબર છે. બહુ જ આવતા રહે છે. જ્યાં સુધી
ત્યાં છે, આવતા રહેશે. ઝાડ વધતું રહેશે. એવું નથી કે સુકાઈ જશે. આની તુલના વડ નાં
ઝાડ સાથે કરાય છે. ફાઉન્ડેશન નથી. બાકી આખું ઝાડ ઉભું છે. તમારું પણ એવું છે.
ફાઉન્ડેશન નથી. કાંઈ ને કાંઈ નિશાની છે. હમણાં સુધી પણ મંદિર બનાવતા રહે છે. મનુષ્યો
ને થોડી ખબર છે કે દેવતાઓ નું રાજ્ય ક્યારે હતું. પછી ક્યાં ગયું? આ નોલેજ આપ
બ્રાહ્મણો ને જ છે. મનુષ્યો ને આ ખબર નથી કે પરમાત્મા નું સ્વરુપ બિંદુ છે. ગીતા
માં લખી દીધું છે કે એ અખંડ જ્યોતિ સ્વરુપ છે. પહેલાં અનેક ને સાક્ષાત્કાર થતા હતાં,
ભાવના અનુસાર. ખૂબ લાલ-લાલ થઈ જતા હતાં. બસ અમે નથી સહન કરી શકતાં. હવે એ તો
સાક્ષાત્કાર હતો. બાપ કહે છે સાક્ષાત્કાર થી કોઈ કલ્યાણ નથી. અહીં તો મુખ્ય છે યાદ
ની યાત્રા. જેમ પારો ખસી જાય છે ને? યાદ પણ ઘડી-ઘડી ખસી જાય છે. કેટલું ઈચ્છે છે
બાપ ને યાદ કરીએ પછી બીજા-બીજા વિચાર આવી જાય છે. આમાં જ તમારી રેસ (દોડ) છે. એવું
નથી કે ફટ થી પાપ ભસ્મ થઈ જશે. સમય લાગે છે. કર્માતીત અવસ્થા થઈ જાય તો પછી આ શરીર
જ ન રહે. પરંતુ હમણાં કોઈ કર્માતીત અવસ્થા ને મેળવી ન શકે. પછી તેમને સતયુગી શરીર
જોઈએ. તો હવે આપ બાળકોએ બાપ ને જ યાદ કરવાના છે. પોતાને જોતા રહો - અમારા થી કોઈ
ખરાબ કામ તો નથી થતાં? પોતામેલ જરુર રાખવાનો છે. આવાં વેપારી ઝટ સાહૂકાર બની શકે
છે.
બાપ ની પાસે જે નોલેજ
છે તે આપી રહ્યાં છે. બાપ કહે છે મારા આત્મા માં આ જ્ઞાન નોંધાયેલું છે. હૂબહૂ તમને
એ જ બોલશે જે કલ્પ પહેલાં જ્ઞાન આપ્યું હતું. બાળકો ને જ સમજાવશે, બીજા શું જાણે?
તમે આ સૃષ્ટિ ચક્ર ને જાણો છો, આમાં બધા એક્ટર્સ નો પાર્ટ નોંધાયેલો છે. બદલી-સદલી
ન થઈ શકે. ન કોઈ છુટકારો મેળવી શકે. હા, બાકી સમયે મુક્તિ મળે છે. તમે તો ઓલરાઉન્ડર
(હીરો પાર્ટ ધારી) છો. ૮૪ જન્મ લો છો. બાકી બધા પોતાનાં ઘર માં હશે પછી અંત માં આવશે.
મોક્ષ ઈચ્છવા વાળા અહીં આવશે નહીં. તે પછી અંત માં ચાલ્યાં જશે. જ્ઞાન ક્યારેય
સાંભળશે નહીં. મચ્છરો સદૃશ્ય આવ્યાં અને ગયાં. તમે તો ડ્રામા અનુસાર ભણો છો. જાણો
છો બાબાએ ૫ હજાર વર્ષ પહેલાં પણ આવી રીતે જ રાજયોગ શીખવાડ્યો હતો. તમે પછી બીજાઓ ને
સમજાવો છો કે શિવબાબા આવું કહે છે. હમણાં તમે જાણો છો આપણે કેટલાં ઊંચ હતાં, હવે
કેટલાં નીચ બન્યાં છીએ. ફરી બાપ ઉંચ બનાવે છે તો એવો પુરુષાર્થ કરવો જોઈએ ને? અહીં
તમે આવો છો રિફ્રેશ થવાં. આનું નામ જ પડ્યું છે મધુબન. તમારા કલકત્તા કે બોમ્બે માં
થોડી મોરલી ચલાવે છે? મધુબન માં જ મોરલી વાગે. મોરલી સાંભળવા માટે બાપ ની પાસે આવવું
પડશે રિફ્રેશ થવાં. નવાં-નવાં પોઈન્ટ્સ નીકળતા રહે છે. સન્મુખ સાંભળવા માં તો ફીલ (અનુભવ)
કરો છો, ખૂબ ફરક રહે છે. આગળ ચાલી અનેક પાર્ટ જોવાના છે. બાબા પહેલાં-પહેલાં બધું
સંભળાવી દે તો ટેસ્ટ (રસ) નીકળી જાય. ધીમે-ધીમે ઈમર્જ (જાગૃત) થતું જાય છે. એક
સેકન્ડ ન મળે બીજા થી. બાપ આવ્યાં છે રુહાની સેવા કરવા તો બાળકો ની પણ ફરજ છે રુહાની
સેવા કરવાની. ઓછા માં ઓછું આ તો બતાવો - બાપ ને યાદ કરો અને પવિત્ર બનો. પવિત્રતા
માં જ નાપાસ થાય છે કારણકે યાદ નથી કરતાં. આપ બાળકો ને ખૂબ ખુશી થવી જોઈએ. આપણે
બેહદ નાં બાપ ની સન્મુખ બેઠાં છીએ જેમને કોઈ પણ નથી જાણતાં. જ્ઞાન નાં સાગર એ
શિવબાબા જ છે. દેહધારી થી બુદ્ધિયોગ કાઢી નાખવો જોઈએ. શિવબાબા નો આ રથ છે. આમનો આદર
નહીં રાખશો તો ધર્મરાજ દ્વારા ખૂબ દંડા ખાવા પડશે. મોટાઓ નો આદર રાખવાનો છે ને?
આદિદેવ નો કેટલો આદર રાખે છે. જડ ચિત્ર નો આટલો આદર છે તો ચૈતન્ય નો કેટલો રાખવો
જોઈએ? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અંદર માં
પોતાની જાંચ (તપાસ) કરી દૈવીગુણ ધારણ કરવાના છે. ખરાબ આદતો ને કાઢવાની છે. પ્રતિજ્ઞા
કરવાની છે - બાબા અમે ક્યારેય પણ ખરાબ કામ નહીં કરીશું.
2. કર્માતીત અવસ્થા
પ્રાપ્ત કરવા માટે યાદ ની રેસ કરવાની છે. રુહાની સેવા માં તત્પર રહેવાનું છે. મોટાઓ
નો આદર રાખવાનો છે.
વરદાન :-
ફોલો ફાધર નાં
પાઠ દ્વારા મુશ્કેલી ને સહજ બનાવવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ
મુશ્કેલી ને સહજ
બનાવવી તથા લાસ્ટ પુરુષાર્થ માં સફળતા પ્રાપ્ત કરવા માટે પહેલો પાઠ છે "ફોલો ફાધર"
આ પહેલો પાઠ જ લાસ્ટ સ્ટેજ ને સમીપ લાવવા વાળો છે. આ પાઠ થી અભૂલ, એકરસ અને તીવ્ર
પુરુષાર્થી બની જશો કારણકે કોઈ પણ વાત માં મુશ્કેલી ત્યારે લાગે છે જ્યારે ફોલો
કરવાની બદલે પોતાની બુદ્ધિ ચલાવો છો. આનાથી પોતાનાં જ સંકલ્પ ની જાળ માં ફસાઈ જાઓ
છો પછી સમય પણ લાગે છે અને શક્તિ પણ લાગે છે. જો ફોલો કરતા જાઓ તો સમય અને શક્તિ
બંને બચી જશે, જમા થઈ જશે.
સ્લોગન :-
સચ્ચાઈ, સફાઈ
ને ધારણ કરવા માટે પોતાનાં સ્વભાવ ને સરળ બનાવો.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિ નો પ્રયોગ કરો
જેટલા સ્વયં ને સેવા
માં બીઝી રાખશો એટલાં સહજ માયાજીત બની જશો. ફકત સ્વયં પ્રત્યે ભાવુક નહીં બનો પરંતુ
બીજાઓ ને પણ શુભભાવના અને શુભકામના દ્વારા પરિવર્તન કરવાની સેવા કરો. ભાવના અને
જ્ઞાન, સ્નેહ અને યોગ બંને નું બેલેન્સ હોય. કલ્યાણકારી તો બન્યાં છો હવે
વિશ્વ-કલ્યાણકારી બનો.