14-08-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ સાથે ઓનેસ્ટ ( વફાદાર ) રહો , પોતાનો સાચ્ચો - સાચ્ચો ચાર્ટ રાખો , કોઈને પણ દુઃખ ન આપો , એક બાપ ની શ્રેષ્ઠ મત પર ચાલતાં રહો”

પ્રશ્ન :-
જે પૂરાં ૮૪ જન્મ લેવા વાળા છે, તેમનો પુરુષાર્થ શું હશે?

ઉત્તર :-
તેમનો વિશેષ પુરુષાર્થ નર થી નારાયણ બનવાનો હશે. પોતાની કર્મેન્દ્રિયો પર તેમનું પૂરું નિયંત્રણ હશે. તેમની આંખો ક્રિમિનલ (અપવિત્ર) નહીં હશે. જો હજી સુધી પણ કોઈને જોવાથી વિકારી વિચાર આવે છે, ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ) થાય છે તો સમજો પૂરાં ૮૪ જન્મ લેવા વાળો આત્મા નથી.

ગીત :-
ઈસ પાપ કી દુનિયા સે…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો જાણે છે કે આ પાપ ની દુનિયા છે. પુણ્ય ની દુનિયા ને પણ મનુષ્ય જાણે છે. મુક્તિ અને જીવનમુક્તિ પુણ્ય ની દુનિયા ને કહેવાય છે. ત્યાં પાપ થતા નથી. પાપ થાય છે દુઃખધામ રાવણ રાજ્ય માં. દુઃખ આપવા વાળા રાવણ ને પણ જોયો છે, રાવણ કોઈ વસ્તુ નથી છતાં પણ એફીજી (પૂતળું) બાળે છે. બાળકો જાણે છે આપણે આ સમયે રાવણ રાજ્ય માં છીએ, પરંતુ કિનારો કરેલો છે. આપણે હમણાં પુરુષોત્તમ સંગમયુગ પર છીએ. બાળકો જ્યારે અહીં આવે છે તો બુદ્ધિ માં આ છે - અમે એ બાપ ની પાસે જઈએ છીએ જે અમને મનુષ્ય થી દેવતા બનાવે છે. સુખધામ નાં માલિક બનાવે છે. સુખધામ નાં માલિક બનાવવા વાળા કોઈ બ્રહ્મા નથી, કોઈ પણ દેહધારી નથી. એ છે જ શિવબાબા, જેમને દેહ નથી. દેહ તમને પણ નહોતો, પરંતુ તમે પછી દેહ લઈને જન્મ-મરણ માં આવો છો તો તમે સમજો છો અમે બેહદ નાં બાપ પાસે જઈએ છીએ. એ આપણને શ્રેષ્ઠ મત આપે છે. તમે આવો પુરુષાર્થ કરવાથી સ્વર્ગ નાં માલિક બની શકશો. સ્વર્ગ ને તો બધા યાદ કરે છે. સમજે છે નવી દુનિયા જરુર છે. તે પણ જરુર કોઈ સ્થાપન કરવા વાળા છે. નર્ક પણ કોઈ સ્થાપન કરે છે. તમારો સુખધામ નો પાર્ટ ક્યારે પૂરો થાય છે, તે પણ તમે જાણો છો. પછી રાવણ રાજ્ય માં તમે દુઃખી થવા લાગો છો. આ સમયે આ છે જ દુઃખધામ. ભલે કેટલાં પણ કરોડપતિ, પદમપતિ હોય પરંતુ પતિત દુનિયા તો જરુર કહેવાશે ને? આ કંગાળ દુનિયા, દુઃખી દુનિયા છે. ભલે કેટલાં પણ મોટાં-મોટાં મકાન છે, સુખ નાં બધા સાધન છે તો પણ કહેવાશે પતિત જૂની દુનિયા છે. વિષય વૈતરણી નદી માં ગોતા ખાતા રહે છે. આ પણ નથી સમજતા કે વિકાર માં જવું પાપ છે. કહે છે આનાં વગર સૃષ્ટિ ની વૃદ્ધિ કેવી રીતે થશે? બોલાવે પણ છે - હે ભગવાન, હે પતિત-પાવન આવીને આ પતિત દુનિયા ને પાવન બનાવો. આત્મા કહે છે શરીર દ્વારા. આત્મા જ પતિત બન્યો છે ત્યારે તો પોકારે છે. સ્વર્ગ માં એક પણ પતિત હોતાં નથી.

આપ બાળકો જાણો છો કે સંગમયુગ પર જે સારા પુરુષાર્થી છે એ જ સમજે છે કે અમે ૮૪ જન્મ લીધાં છે પછી આ લક્ષ્મી-નારાયણ ની સાથે જ અમે સતયુગ માં રાજ્ય કરીશું. એકે તો ૮૪ જન્મ નથી લીધાં ને? રાજા ની સાથે પ્રજા પણ જોઈએ. આપ બ્રાહ્મણો માં પણ નંબરવાર છે. કોઈ રાજા-રાણી બને છે, કોઈ પ્રજા. બાપ કહે છે બાળકો હમણાં જ તમારે દૈવીગુણ ધારણ કરવાના છે. આ આંખો ક્રિમિનલ (અપવિત્ર) છે, કોઈને જોવાથી વિકાર ની દૃષ્ટિ જાય છે તો તેમનાં ૮૪ જન્મ નહીં હશે. તે નર થી નારાયણ બની નહીં શકે. જ્યારે આ આંખો પર જીત મેળવી લેશે ત્યારે કર્માતીત અવસ્થા થશે. બધો આધાર આંખો પર છે, આંખો જ દગો આપે છે. આત્મા આ બારીઓ માંથી જુએ છે, આમાં તો ડબલ આત્મા છે. બાપ પણ આ બારીઓ માંથી જોઈ રહ્યાં છે. મારી પણ દૃષ્ટિ આત્મા પર જાય છે. બાપ આત્મા ને જ સમજાવે છે. કહે છે મેં પણ શરીર લીધું છે, ત્યારે બોલી શકે છે. તમે જાણો છો બાબા આપણને સુખ ની દુનિયા માં લઈ જાય છે. આ છે રાવણ રાજ્ય. તમે આ પતિત દુનિયા થી કિનારો કરી લીધો છે. કોઈ ખૂબ આગળ વધી ગયાં, કોઈ અંત માં હટી ગયાં. દરેક કહે પણ છે પાર લગાવો. હવે પાર તો જશે સતયુગ માં. પરંતુ ત્યાં પદ ઊંચું મેળવવું છે તો પવિત્ર બનવાનું છે. મહેનત કરવાની છે. મુખ્ય વાત છે બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. આ છે જ પહેલો વિષય.

તમે હમણાં જાણો છો આપણે આત્મા એક્ટર છીએ. પહેલાં-પહેલાં આપણે સુખધામ માં આવ્યાં પછી હવે દુઃખધામ માં આવ્યાં છીએ. હમણાં બાપ ફરી સુખધામ માં લઈ જવા આવ્યાં છે. કહે છે મને યાદ કરો અને પવિત્ર બનો. કોઈને પણ દુઃખ ન આપો. એક-બીજા ને ખૂબ દુઃખ આપતા રહે છે. કોઈ માં કામ નું ભૂત આવ્યું, કોઈ માં ક્રોધ આવ્યો, હાથ ચલાવ્યાં. બાપ કહેશે આ તો દુઃખ આપવા વાળો પાપ આત્મા છે. પુણ્ય આત્મા કેવી રીતે બનશે? હજી સુધી પાપ કરતા રહે છે. આ તો નામ બદનામ કરે છે. બધા શું કહેશે? કહે છે અમને ભગવાન ભણાવે છે! અમે મનુષ્ય થી દેવતા વિશ્વ નાં માલિક બનીએ છીએ! તે પછી આવું કામ કરે છે શું? એટલે બાબા કહે છે રોજ રાત્રે સ્વયં ને જુઓ. જો સપૂત બાળક છે તો ચાર્ટ મોકલે. ભલે કોઈ ચાર્ટ લખે છે, પરંતુ સાથે આ લખતા નથી કે અમે કોઈને દુઃખ આપ્યું તથા આ ભૂલ કરી. યાદ કરતા રહે અને કર્મ ઉલ્ટા કરતા રહે, આ પણ ઠીક નથી. ઉલ્ટા કર્મ ત્યારે કરે છે જ્યારે દેહ-અભિમાની બની જાય છે.

આ ચક્ર કેવી રીતે ફરે છે - આ તો ખૂબ સહજ છે. એક દિવસ માં પણ ટીચર (શિક્ષક) બની શકે છે. બાપ તમને ૮૪ નાં રહસ્ય સમજાવે છે, ટીચ કરે (ભણાવે) છે. પછી જઈને તેનાં પર મનન કરવાનું છે. આપણે ૮૪ જન્મ કેવી રીતે લીધાં? એ શીખવાડવા વાળા શિક્ષક પાસે થી દૈવીગુણ પણ વધારે ધારણ કરી લે છે. બાબા સિદ્ધ કરી બતાવી શકે છે. દેખાડે છે બાબા અમારો ચાર્ટ જુઓ. અમે જરા પણ કોઈને દુઃખ નથી આપ્યું. બાબા કહેશે આ બાળક તો ખૂબ મીઠો છે. સારી સુગંધ ફેલાવી રહ્યાં છે. શિક્ષક બનવું તો સેકન્ડ નું કામ છે. શિક્ષક કરતાં પણ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) યાદ ની યાત્રા માં આગળ નીકળી જાય છે. તો શિક્ષક કરતાં પણ ઊંચ પદ મેળવશે. બાબા તો પૂછે છે, કોઈને ભણાવો છો? રોજ શિવ નાં મંદિર માં જઈને ભણાવો. શિવબાબા કેવી રીતે આવીને સ્વર્ગ ની સ્થાપના કરે છે? સ્વર્ગ નાં માલિક બનાવે છે. સમજાવવું ખૂબ જ સહજ છે. બાબા ને ચાર્ટ મોકલી દે છે - બાબા, અમારી અવસ્થા આવી છે. બાબા પૂછે છે - બાળકો, કોઈ વિકર્મ તો નથી કરતાં? ક્રિમિનલ આંખ ઉલ્ટા-સુલ્ટા કામ તો નથી કરાવતી? પોતાનાં મેનર્સ (શિષ્ટાચાર), કેરેક્ટર્સ (ચરિત્ર) જોવાનાં છે. ચાલ-ચલન નો આખો આધાર આંખો પર છે. આંખો અનેક પ્રકાર થી દગો આપે છે. જરા પણ પૂછ્યા વગર વસ્તુ ઉઠાવીને ખાધી તો તે પણ પાપ બની જાય છે કારણકે પૂછ્યા વગર ઉઠાવી ને? અહીં કાયદા ખૂબ છે. શિવબાબા નો યજ્ઞ છે ને? ચાર્જ વાળા (ભંડારી) ને પૂછ્યા વગર વસ્તુ ખાઈ ન શકાય. એક ખાશે તો બીજા પણ એવું કરવા લાગી જશે. હકીકત માં અહીં કોઈ વસ્તુ તાળા ની અંદર રાખવાની જરુર નથી. લૉ (કાયદો) કહે છે આ ઘર ની અંદર, કિચન ની સામે કોઈ પણ અપવિત્ર આવવા ન જોઈએ. બહાર તો અપવિત્ર-પવિત્ર નો સવાલ જ નથી. પરંતુ પતિત તો પોતાને કહે છે ને? બધા પતિત છે. કોઈ વલ્લભાચારી ને કે શંકરાચાર્ય ને હાથ લગાવી ન શકે કારણકે તેઓ સમજે છે અમે પાવન, આ પતિત છે. ભલે અહીં બધા નાં શરીર પતિત છે તો પણ પુરુષાર્થ અનુસાર વિકારો નો સંન્યાસ કરે છે. તો નિર્વિકારી ની આગળ વિકારી મનુષ્ય માથું નમાવે છે. કહે છે આ ખૂબ સ્વચ્છ ધર્માત્મા મનુષ્ય છે. સતયુગ માં તો મલેચ્છ હોતાં નથી. છે જ પવિત્ર દુનિયા. એક જ કેટેગરી (શ્રેણી) છે. તમે આ બધા રહસ્ય ને જાણો છો. શરુઆત થી લઈને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય બુદ્ધિ માં રહેવા જોઈએ. આપણે બધું જ જાણીએ છીએ. બાકી કાંઈ પણ જાણવાનું રહેતું જ નથી. રચયિતા બાપ ને જાણ્યાં, સૂક્ષ્મવતન ને જાણ્યું, ભવિષ્ય પદ ને જાણ્યું, જેનાં માટે જ પુરુષાર્થ કરો છો પછી જો ચલન એવી થઈ જાય છે તો ઊંચ પદ મેળવી નહીં શકે. કોઈને દુઃખ આપે, વિકાર માં જાય છે તથા ખરાબ દૃષ્ટિ રાખે છે, તો આ પણ પાપ છે. દૃષ્ટિ બદલાઈ જાય, ખૂબ મહેનત છે. દૃષ્ટિ ખૂબ સારી જોઈએ. આંખો જુએ છે - આ ક્રોધ કરે છે તો પોતે પણ લડી પડે છે. શિવબાબા માં જરા પણ પ્રેમ નથી, યાદ જ નથી કરતાં. બલિહારી શિવબાબા ની છે. બલિહારી ગુરુ આપકી… બલિહારી એ સદ્દગુરુ ની જેમણે ગોવિંદ શ્રીકૃષ્ણ નો સાક્ષાત્કાર કરાવ્યો. ગુરુ દ્વારા તમે ગોવિંદ બનો છો. સાક્ષાત્કાર થી ફક્ત મુખ મીઠું નથી થતું. મીરા નું મુખ મીઠું થયું શું? સાચે જ સ્વર્ગ માં તો ગઈ નથી. તે છે ભક્તિ માર્ગ, તેને સ્વર્ગ નું સુખ નહીં કહેવાશે. ગોવિંદ ને ફક્ત જોવાના નથી, એવાં બનવાનું છે. તમે અહીં આવ્યાં જ છો એવાં બનવાં. આ નશો રહેવો જોઈએ આપણે એમની પાસે જઈએ છીએ જે આપણને એવાં બનાવે છે. તો બાબા બધાને આ સલાહ આપે છે ચાર્ટ માં આ પણ લખો - આંખોએ દગો તો નથી આપ્યો? પાપ તો નથી કર્યું? આંખો કોઈ ન કોઈ વાત માં દગો જરુર આપે છે. આંખો બિલકુલ શીતળ થઈ જવી જોઈએ. પોતાને અશરીરી સમજો. આ કર્માતીત અવસ્થા અંત માં થશે એ પણ જ્યારે બાબા ને પોતાનો ચાર્ટ મોકલી દેશો. ભલે ધર્મરાજ નાં રજીસ્ટર માં બધું જમા થઈ જાય છે ઓટોમેટિકલી (આપોઆપ). પરંતુ જ્યારે બાપ સાકાર માં આવ્યાં છે તો કહે છે સાકાર ને ખબર પડવી જોઈએ. તો ખબરદાર કરશે. ક્રિમિનલ આંખ અથવા દેહ-અભિમાન વાળા હશે તો વાયુમંડળ ને અશુદ્ધ કરી દેશે. અહીં બેઠાં પણ બુદ્ધિયોગ બહાર ચાલ્યો જાય છે. માયા ખૂબ દગો આપે છે. મન ખૂબ તોફાની છે. કેટલી મહેનત કરવી પડે છે - આ બનવા માટે. બાબા ની પાસે આવે છે, બાબા જ્ઞાન નો શૃંગાર કરાવે છે આત્મા ને. સમજે છે અમે આત્મા જ્ઞાન થી પવિત્ર બનીશું. પછી શરીર પણ પવિત્ર મળશે. આત્મા અને શરીર બંને પવિત્ર સતયુગ માં હોય છે. પછી અડધાકલ્પ પછી રાવણ રાજ્ય થાય છે. મનુષ્ય કહેશે ભગવાને આવું કેમ કર્યું? આ અનાદિ ડ્રામા બનેલો છે. ભગવાને થોડી કંઈ કર્યું? સતયુગ માં હોય છે જ એક દેવી-દેવતા ધર્મ. કોઈ-કોઈ કહે છે આવાં ભગવાન ને અમે યાદ જ કેમ કરીએ? પરંતુ તમારો બીજા ધર્મ સાથે કોઈ મતલબ નથી. જે કાંટા બન્યાં છે એ જ આવીને ફૂલ બનશે. મનુષ્ય કહેશે શું ભગવાન ફક્ત ભારતવાસીઓ ને જ સ્વર્ગ માં લઈ જશે, અમે માનીશું નહીં, ભગવાન ને પણ બે આંખો છે શું? પરંતુ આ તો ડ્રામા બનેલો છે. બધા સ્વર્ગ માં આવે તો પછી અનેક ધર્મો નો પાર્ટ કેવી રીતે ચાલે? સ્વર્ગ માં આટલાં કરોડ હોતાં નથી. પહેલી-પહેલી મુખ્ય વાત ભગવાન કોણ છે, એમને તો સમજો. આ નથી સમજ્યું તો અનેક પ્રશ્ન કરતા રહેશે. સ્વયં ને આત્મા સમજશે તો કહેશે આ તો વાત ઠીક છે. આપણે પતિત થી પાવન જરુર બનવાનું છે. યાદ કરવાના છે એ એક ને. બધા ધર્મો માં ભગવાન ને યાદ કરે છે.

આપ બાળકો ને હમણાં આ જ્ઞાન મળી રહ્યું છે. તમે સમજો છો આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. તમે કેટલું પ્રદર્શન માં પણ સમજાવો છો. નીકળે બિલકુલ થોડા છે. પરંતુ એવું થોડી કહેવાશે કે એટલે પ્રદર્શન કરવું ન જોઈએ? ડ્રામા માં હતું, પ્રદર્શન કર્યુ, ક્યાંક નીકળે પણ છે પ્રદર્શન થી. ક્યાંક નથી નીકળતાં. આગળ ચાલીને આવશે, ઊંચ પદ મેળવવાનો પુરુષાર્થ કરશે. કોઈને ઓછું પદ મેળવવાનું હશે તો એટલો પુરુષાર્થ નહીં કરશે. બાપ બાળકો ને તો પણ સમજાવે છે, વિકર્મ કોઈ નહીં કરો. આ પણ નોંધ કરો કે અમે કોઈને દુઃખ તો નથી આપ્યું? કોઈની સાથે લડ્યા-ઝઘડયા તો નથી? ઉલ્ટું-સુલ્ટું તો નથી બોલ્યાં? કોઈ અકર્તવ્ય કાર્ય તો નથી કર્યું? બાબા કહે છે વિકર્મ જે કર્યા છે તે લખો. આ તો જાણો છો દ્વાપર થી લઈને વિકર્મ કરતા-કરતા હવે ખૂબ વિકર્મી બની ગયાં. બાબા ને લખીને આપવાથી બોજો હલ્કો થઈ જશે. લખે છે અમે કોઈને દુઃખ નથી આપતાં. બાબા કહેશે સારું, ચાર્ટ લઈને આવજો તો જોશે. બાબા બોલાવશે પણ એવાં સારા બાળકો ને અમે જોઈએ તો ખરા. સપૂત બાળકો ને બાપ ખૂબ પ્રેમ કરે છે. બાબા જાણે છે હમણાં કોઈ સંપૂર્ણ બન્યાં નથી. બાબા દરેક ને જુએ છે, કેવી રીતે પુરુષાર્થ કરે છે. બાળકો ચાર્ટ નથી લખતા તો જરુર કાંઈક ખામીઓ છે, જે બાબા થી છૂપાવે છે. સાચાં ઓનેસ્ટ બાળકો તેમને જ સમજુ છું જે ચાર્ટ લખે છે. ચાર્ટ ની સાથે પછી મેનર્સ પણ જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં નો બોજ હલ્કો કરવા માટે જે વિકર્મ થયા છે, તે બાપ ને લખી ને આપવાના છે. હવે કોઈને પણ દુઃખ નથી આપવાનું. સપૂત બનીને રહેવાનું છે.

2. પોતાની દૃષ્ટિ ખૂબ સારી બનાવવાની છે. આંખો દગો ન આપે - તેની સંભાળ કરવાની છે. પોતાનાં મેનર્સ ખૂબ-ખૂબ સારા રાખવાના છે. કામ-ક્રોધ નાં વશ થઈ કોઈ પાપ નથી કરવાનાં.

વરદાન :-
લક્ષ અને મંઝિલ ને સદા સ્મૃતિ માં રાખી તીવ્ર પુરુષાર્થ કરવા વાળા સદા હોલી ( પવિત્ર ) અને હેપ્પી ભવ

બ્રાહ્મણ જીવન નું લક્ષ છે કોઈ હદ નાં આધાર વગર સદા આંતરિક ખુશી માં રહેવું. જ્યારે આ લક્ષ બદલી હદ ની પ્રાપ્તિઓ ની નાની-નાની ગલીઓ માં ફસાઈ જાઓ છો ત્યારે મંઝિલ થી દૂર થઈ જાઓ છો. એટલે કાંઈ પણ થઈ જાય, હદ ની પ્રાપ્તિઓ નો ત્યાગ પણ કરવો પડે તો એને છોડી દો પરંતુ અવિનાશી ખુશી ને ક્યારેય ન છોડો. હોલી અને હેપ્પી ભવ નાં આ વરદાન ને સ્મૃતિ માં રાખી તીવ્ર પુરુષાર્થ દ્વારા અવિનાશી પ્રાપ્તિઓ કરો.

સ્લોગન :-
ગુણ મૂર્ત બનીને ગુણો નું દાન કરતા ચાલો- આ જ સૌથી મોટી સેવા છે.

અવ્યક્ત ઈશારા - સહજયોગી બનવું છે તો પરમાત્મ - પ્રેમ નાં અનુભવી બનો

માસ્ટર નોલેજફુલ, માસ્ટર સર્વશક્તિમાન્ ની સ્ટેજ પર સ્થિત રહી ભિન્ન-ભિન્ન પ્રકારની લાઈન થી નીકળી, બાપ ની સાથે સદા મિલન મનાવવાની લગન માં પોતાનાં સમય ને લગાવો અને લવલીન સ્થિતિ માં રહો તો બીજી બધી વાતો સહજ સમાપ્ત થઈ જશે, પછી તમારી સામે તમારી પ્રજા અને ભક્તો ની લાઈન લાગશે.