14-09-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 18.01.2007
બાપદાદા મધુબન
“ હવે સ્વયં ને મુક્ત કરી
માસ્ટર
મુક્તિદાતા બની બધાને મુક્તિ
અપાવવાનાં નિમિત્ત બનો”
આજે સ્નેહ નાં સાગર
બાપદાદા ચારેય તરફ નાં સ્નેહી બાળકો ને જોઈ રહ્યાં છે. બે પ્રકાર નાં બાળકો જોઈ-જોઈ
હર્ષિત થઈ રહ્યાં છે. એક છે લવલીન બાળકો અને બીજા છે લવલી બાળકો, બંને નાં સ્નેહ ની
લહેરો બાપ ની પાસે અમૃતવેલા ની પણ પહેલાં થી પહોંચી રહી છે. દરેક બાળકો નાં દિલ
માંથી ઓટોમેટિક ગીત વાગી રહ્યું છે - “મારા બાબા”. બાપદાદા નાં દિલ માંથી પણ આ જ
ગીત વાગે છે - “મારા બાળકો, લાડલા બાળકો, બાપદાદા નાં પણ સિરતાજ બાળકો”.
આજે સ્મૃતિ દિવસ નાં
કારણે બધાનાં મન માં સ્નેહ ની લહેર વધારે છે. અનેક બાળકો નાં સ્નેહ નાં મોતિઓ ની
માળાઓ બાપદાદા નાં ગળા માં પરોવાઈ રહી છે. બાપ પણ પોતાનાં સ્નેહી ભુજાઓ ની માળા
બાળકો ને પહેરાવી રહ્યાં છે. બેહદ નાં બાપદાદા ની બેહદ ની ભુજાઓ માં સમાઈ ગયા છે.
આજે બધા વિશેષ સ્નેહ નાં વિમાન માં પહોંચી ગયા છે અને દૂર-દૂર થી પણ મન નાં વિમાન
માં અવ્યકત રુપ થી, ફરિશ્તાઓ નાં રુપ થી પહોંચી ગયા છે. બધા બાળકો ને બાપદાદા આજે
સ્મૃતિ દિવસ સો સમર્થ દિવસ ની પદમાપદમ યાદ આપી રહ્યાં છે. આ દિવસ કેટલી સ્મૃતિઓ
અપાવે છે અને દરેક સ્મૃતિ સેકન્ડ માં સમર્થ બનાવી દે છે. સ્મૃતિઓ નું લિસ્ટ સેકન્ડ
માં સ્મૃતિ માં આવી જાય છે ને? સ્મૃતિ સામે આવતા સમર્થી નો નશો ચઢી જાય છે.
પહેલી-પહેલી સ્મૃતિ યાદ છે ને? જ્યારે બાપ નાં બન્યાં તો બાપે કઈ સ્મૃતિ અપાવી? તમે
કલ્પ પહેલાં વાળા ભાગ્યવાન આત્મા છો. યાદ કરો આ પહેલી સ્મૃતિ થી શું પરિવર્તન આવી
ગયું? આત્મ-અભિમાની બનવાથી પરમાત્મ-બાપ નાં સ્નેહ નો નશો ચઢી ગયો. કયો નશો ચઢ્યો?
દિલ થી પહેલો સ્નેહ નો શબ્દ કયો નીકળ્યો? “મારા મીઠાં બાબા” અને આ એક ગોલ્ડન શબ્દ
નીકળવા થી નશો કયો ચઢ્યો? બધી પરમાત્મ-પ્રાપ્તિઓ મારા બાબા કહેવાથી, જાણવાથી,
માનવાથી તમારી પોતાની પ્રાપ્તિઓ થઈ ગઈ. અનુભવ છે ને? મારા બાબા કહેવાથી કેટલી
પ્રાપ્તિઓ તમારી થઈ ગઈ! જ્યાં પ્રાપ્તિઓ થાય છે ત્યાં યાદ કરવા નથી પડતા પરંતુ સ્વત:
જ આવે છે, સહજ જ આવે છે કારણકે મારી થઈ ગઈ ને! બાપ નો ખજાનો મારો ખજાનો થઈ ગયો, તો
મારા (પોતાનાં) પણું યાદ કરાતું નથી, યાદ રહે જ છે. મારું ભૂલવું મુશ્કેલ થાય છે,
યાદ કરવું મુશ્કેલ નથી હોતું. જેમ અનુભવ છે મારું શરીર, તો ભૂલાય છે? ભૂલવું પડે
છે, કેમ? મારું છે ને! તો જ્યાં મારાપણું આવે છે ત્યાં સહજ યાદ થઈ જાય છે. તો
સ્મૃતિએ સમર્થ આત્મા બનાવી દીધાં - એક શબ્દ “મારા બાબા” એ. ભાગ્ય વિધાતા અખૂટ
ખજાનાઓ નાં દાતા ને મારા બનાવી લીધાં. એવી કમાલ કરવા વાળા બાળકો છો ને?
પરમાત્મ-પાલના નાં અધિકારી બની ગયા, જે પરમાત્મ-પાલના આખાં કલ્પ માં એક વાર મળે છે,
આત્માઓ અને દેવ આત્માઓ ની પાલના તો મળે છે પરંતુ પરમાત્મ-પાલના ફક્ત એક જન્મ માટે
મળે છે.
તો આજ નાં સ્મૃતિ સો
સમર્થી દિવસ પર પરમાત્મ-પાલના નો નશો અને ખુશી સહજ યાદ રહી ને? કારણકે આજ નું
વાયુમંડળ સહજ યાદ નું હતું. તો આજ નાં દિવસે સહજયોગી રહ્યાં કે આજ નાં દિવસે પણ યાદ
માટે યુદ્ધ કરવું પડ્યું? કારણકે આજ નો દિવસ સ્નેહ નો દિવસ કહેવાશે ને, તો સ્નેહ
મહેનત ને ખતમ કરી દે છે. સ્નેહ બધી વાતો સહજ કરી દે છે. તો બધા આજ નાં દિવસે વિશેષ
સહજયોગી રહ્યાં કે મુશ્કેલી આવી? જેમને આજ નાં દિવસે મુશ્કેલી આવી હોય તે હાથ ઉઠાવો.
કોઈને પણ નથી આવી? બધા સહજયોગી રહ્યાં. સારું જે સહજયોગી રહ્યાં તે હાથ ઉઠાવો. (બધાએ
ઉઠાવ્યો) અચ્છા - સહજયોગી રહ્યાં? આજે માયા ને છુટ્ટી આપી દીધી હતી. આજે માયા નહીં
આવી? આજે માયા ને વિદાય આપી દીધી? સારું આજે તો વિદાય આપી દીધી, એની મુબારક છે, જો
આમ જ સ્નેહ માં સમાયેલા રહો તો માયા ને તો વિદાય સદા માટે થઈ જશે કારણકે હવે ૭૦
વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, તો બાપદાદા આ વર્ષ ને ન્યારું વર્ષ, સર્વ નું પ્યારું (પ્રિય)
વર્ષ, મહેનત થી મુક્ત વર્ષ, સમસ્યાઓ થી મુક્ત વર્ષ મનાવવા ઈચ્છે છે. તમને બધાને
પસંદ છે? પસંદ છે? મુક્ત વર્ષ મનાવશો? કારણકે મુક્તિધામ માં જવાનું છે, અનેક દુઃખી
અશાંત આત્માઓ ને મુક્તિદાતા બાપ નાં સાથી બની મુક્તિ અપાવવાની છે. તો માસ્ટર
મુક્તિદાતા જ્યારે સ્વયં મુક્ત બનશે ત્યારે તો મુક્તિ વર્ષ મનાવશે ને? કારણકે આપ
બ્રાહ્મણ આત્માઓ સ્વયં મુક્ત બની અનેક ને મુક્તિ અપાવવા નાં નિમિત્ત છો. એક ભાષા જે
મુક્તિ અપાવવા ને બદલે બંધન માં બાંધે છે, સમસ્યા નાં અધીન બનાવે છે, તે છે એવું નહીં,
તેવું. તેવું નહીં એવું. જ્યારે સમસ્યા આવે છે તો આ જ કહો છો બાબા એવું નહોતું, તેવું
હતું ને. આવું ન થાત, એવું હોત ને. આ છે બહાનાબાજી કરવાની રમત.
બાપદાદાએ બધાની ફાઈલ
જોઈ, તો ફાઈલ માં શું જોયું? મેજોરીટી ની ફાઈલ પ્રતિજ્ઞા કરવાનાં પેપર થી ભરેલી છે.
પ્રતિજ્ઞા કરવાનાં સમયે બહુ જ દિલ થી કરે છે, વિચારે પણ છે પરંતુ હજી સુધી જોયું કે
ફાઈલ મોટી થતી જાય છે પરંતુ ફાઈનલ નથી થયું. દૃઢ પ્રતિજ્ઞા માટે કહેવાયું છે -
પ્રાણ ચાલ્યાં જાય પરંતુ પ્રતિજ્ઞા ન જાય. તો બાપદાદાએ આજે બધાની ફાઈલ જોઈ. ખૂબ
પ્રતિજ્ઞાઓ સારી-સારી કરી છે. મન થી પણ કરી છે અને લખીને પણ કરી છે. તો આ વર્ષે શું
કરશો? ફાઈલ ને વધારશો કે પ્રતિજ્ઞા ને ફાઈનલ કરશો? શું કરશો? પહેલી લાઈન વાળા બતાવો,
પાંડવ સંભળાવો, ટીચર્સ સંભળાવો. આ વર્ષે જે બાપદાદા ની પાસે ફાઈલ મોટી થતી જાય છે,
એને ફાઈનલ કરશો કે આ વર્ષે પણ ફાઈલ માં કાગળ ઉમેરશો? શું કરશો? બોલો પાંડવ, ફાઈનલ
કરશો? જે સમજે છે - નમવું પડે, બદલાવું પડે, સહન કરવું પણ પડે, સાંભળવું પણ પડે,
પરંતુ બદલાવું જ છે, તે હાથ ઉઠાવો. જુઓ ટી.વી.માં બધા નો ફોટો કાઢો. બધા નો ફોટો
કાઢજો, બે, ત્રણ, ચાર ટી.વી. છે, બધી તરફ નાં ફોટો કાઢો. આ રેકોર્ડ રાખજો, બાપ ને આ
ફોટો કાઢીને આપજો. ક્યાં છે ટી.વી. વાળા? બાપદાદા પણ ફાઈલ નો ફાયદો તો ઉઠાવે.
મુબારક છે, મુબારક છે, પોતે પોતાની માટે જ તાળીઓ વગાડો.
જુઓ, જેમ એક તરફ
સાયન્સ, બીજી તરફ ભ્રષ્ટાચારી, ત્રીજી તરફ પાપાચારી, બધા પોત-પોતાનાં કાર્ય માં
વધારે વૃદ્ધિ કરતા જઈ રહ્યાં છે. ખૂબ નવાં-નવાં પ્લાન બનાવતા જાય છે. તો તમે તો
વર્લ્ડ ક્રિયેટર નાં બાળકો છો, તો તમે આ વર્ષે એવી નવીનતા નાં સાધન અપનાવો જે
પ્રતિજ્ઞા દૃઢ થઈ જાય કારણકે બધા પ્રત્યક્ષતા ઈચ્છે છે. કેટલો ખર્ચો કરી રહ્યાં છે,
જગ્યા-જગ્યા પર મોટાં-મોટાં પ્રોગ્રામ કરી રહ્યાં છે. દરેક વર્ગ મહેનત સારી કરી
રહ્યાં છે પરંતુ હવે આ વર્ષ આ એડિશન (ઉમેરો) કરો કે જે પણ સેવા કરો, સમજો મુખ ની
સેવા કરો છો, તો ફક્ત મુખ ની સેવા નહીં, મન્સા-વાચા અને સ્નેહ-સહયોગ રુપી કર્મ એક જ
સમય માં ત્રણેય સેવાઓ સાથે થાય. અલગ-અલગ ન થાય. એક સેવા માં દેખાય છે કે જે બાપદાદા
રિઝલ્ટ જોવા ઈચ્છે છે તે નથી થતું. જે તમે પણ ઈચ્છો છો કે પ્રત્યક્ષતા થઈ જાય. હમણાં
સુધી પહેલાં કરતાં આ રીઝલ્ટ બહુ સારું છે - બધા સારું-સારું, બહુ જ સારું કહીને જાય
છે. પરંતુ સારું બનવું અર્થાત્ પ્રત્યક્ષતા થવી. તો હવે એડિશન કરો કે એક જ સમય પર
મન્સા-વાચા, કર્મણા માં સ્નેહી સહયોગી બનવું, દરેક સાથી ભલે બ્રાહ્મણ સાથી છે,
જ્યારે બહાર વાળા સેવા નાં નિમિત્ત જે બને છે, તે સાથી હોય પરંતુ સહયોગ અને સ્નેહ
આપવો - આ છે કર્મણા સેવા માં નંબર લેવો. આ ભાષા નહીં કહેતાં, આ આવું કર્યુ ને,
ત્યારે આવું કરવું પડ્યું. સ્નેહ ની બદલે થોડું-થોડું કહેવું પડ્યું, બાબા શબ્દ નથી
બોલતાં. આ કરવું જ પડે છે, કહેવું જ પડે છે, જોવું જ પડે છે… આ નહીં. આટલાં વર્ષો
માં જોઈ લીધું, બાપદાદાએ છુટ્ટી આપી દીધી. આમ નહીં તેમ કરતા રહ્યાં, પરંતુ હવે ક્યાં
સુધી? બાપદાદા ને બધા રુહરિહાન માં મેજોરીટી કહે છે બાબા અંત માં પણ પડદો ક્યારે
ખોલશો? કયાં સુધી ચાલશે? તો બાપદાદા તમને કહે છે કે આ જૂની ભાષા, જૂની ચાલ,
અલબેલાપણા ની, કડવાપણા ની, કયાં સુધી? બાપદાદા નો પણ પ્રશ્ર છે કયાં સુધી? તમે
ઉત્તર આપો તો બાપદાદા પણ ઉત્તર આપશે ક્યાં સુધી વિનાશ થશે કારણકે બાપદાદા વિનાશ નો
પડદો તો હમણાં પણ આ જ સેકન્ડ માં ખોલી શકે છે પરંતુ પહેલાં રાજ્ય કરવા વાળા તો
તૈયાર હોય. તો હમણાં થી તૈયારી કરશો ત્યારે સમાપ્તિ સમીપ લાવશો. કોઈ પણ કમજોરી ની
વાત માં કારણ ન બતાવો, નિવારણ કરો, આ કારણ હતું ને? બાપદાદા આખા દિવસ માં બાળકો નો
ખેલ તો જુએ છે ને, બાળકો સાથે પ્રેમ છે ને, તો વારંવાર ખેલ જોતા રહે છે. બાપદાદા
નું ટી. વી. ખૂબ મોટું છે. એક સમયે વર્લ્ડ જોઈ શકે છે, ચારેય તરફ નાં બાળકો જોઈ શકે
છે. ભલે અમેરિકા હોય કે ગુડગાવ હોય, બધું દેખાય છે. તો બાપદાદા ખેલ બહુ જ જુએ છે.
ટાળવાની ભાષા ખૂબ સારી છે, આ કારણ હતું ને! બાબા મારી ભૂલ નથી, એણે એવું કર્યુ ને!
એણે તો કર્યુ પરંતુ તમે સમાધાન કર્યું? કારણ ને કારણ જ બનવા દીધું કે કારણ ને
નિવારણ માં બદલ્યું? તો બધા પૂછે છે ને કે બાબા તમારી શું આશા છે? તો બાપદાદા આશા
સંભળાવી રહ્યાં છે. બાપદાદા ની એક જ આશા છે - નિવારણ દેખાય, કારણ ખતમ થઈ જાય. સમસ્યા
સમાપ્ત થઈ જાય, સમાધાન થતું રહે. થઈ શકે છે? થઈ શકે છે? પહેલી લાઈન - થઈ શકે છે?
ગરદન તો હલાવો. પાછળ વાળા થઈ શકે છે? (બધાએ હાથ ઉઠાવ્યો) અચ્છા. તો કાલે જો ટી.વી.
ખોલશે, ટી.વી.માં જોશે તો જરુર ને? તો કાલે ટી.વી. જોશે તો ભલે ફોરેન, ભલે ઈન્ડિયા
કે નાનું ગામ, અથવા બહુ જ મોટું સ્ટેટ (રાજ્ય), ક્યાંય પણ કારણ નહીં દેખાશે? પાક્કું?
એમાં હા નથી કરી રહ્યાં? થશે? હાથ ઉઠાવો. હાથ બહુ જ સારો ઉઠાવો છો, બાપદાદા ખુશ થઈ
જાય છે. કમાલ છે હાથ ઉઠાવવાની. ખુશ કરતા તો આવડે છે બાળકો ને કારણકે બાપદાદા જુએ છે
વિચારો - જે તમે કોટો માં કોઈ, કોઈ માં કોઈ નિમિત્ત બનો છો, હવે આ બાળકો સિવાય બીજું
કોણ કરશે? તમારે જ તો કરવાનું છે ને? તો બાપદાદા ની આપ બાળકો માં આશાઓ છે. અને જે
આવશે ને, તે તો તમારી અવસ્થા જોઈને જ ઠીક થઈ જશે, એમને મહેનત નહીં કરવી પડશે. તમે
બની જાઓ બસ કારણકે તમે બધાએ જન્મ લેતા જ બાપ સાથે વાયદો કર્યો છે - સાથે રહીશું,
સાથી બનીશું અને સાથે ચાલીશું અને બ્રહ્મા બાપ ની સાથે રાજ્ય માં આવીશું. આ વાયદો
કર્યો છે ને? જ્યારે સાથે રહેશો, સાથે ચાલશો તો સાથે સેવા નાં સાથી પણ તો છો ને?
તો હવે શું કરશો? હાથ
તો બહુ જ સારા ઉઠાવ્યાં, બાપદાદા ખુશ થઈ ગયા પરંતુ જ્યારે પણ કોઈ વાત આવે ને તો આ
દિવસ, આ તારીખ, આ સમય યાદ કરજો કે અમે શું હાથ ઉઠાવ્યો હતો? મદદ મળી જશે. તમારે બનવું
તો પડશે. હવે ફક્ત જલ્દી બની જાઓ. તમે વિચારો છો ને, અમે જ કલ્પ પહેલાં પણ હતાં,
હમણાં પણ છીએ અને દરેક કલ્પ અમારે જ બનવાનું છે, હા તો પાક્કું છે ને કે બે વર્ષ
બનશો ત્રીજા વર્ષ ખસી જશો! એવું તો નહીં થશે? તો સદા યાદ રાખો અમે નિમિત્ત છીએ, અમે
જ કોટો માં કોઈ, કોઈ માં કોઈ છીએ. કોટો માં કોઈ તો આવશે પરંતુ તમે કોઈ માં કોઈ છો.
તો આજે સ્નેહ નો દિવસ
છે, તો સ્નેહ માં કાંઈ પણ કરવું મુશ્કેલ નથી હોતું એટલે બાપદાદા આજે જ બધાને યાદ
અપાવી રહ્યાં છે. બ્રહ્મા બાબા સાથે બાળકો ને કેટલો પ્રેમ છે - આ જોઈને શિવબાબા ને
તો બહુ જ ખુશી થાય છે. ચારેય તરફ જોયું ભલે સપ્તાહ નાં સ્ટુડન્ટ છે કે ૭૦ વર્ષ વાળા
છે. ૭૦ વર્ષ વાળા અને સાત દિવસ વાળા પણ આજ નાં દિવસે પ્રેમ માં સમાયેલા છે. તો શિવ
બાપ પણ બ્રહ્મા બાપ સાથે બાળકો નો પ્રેમ જોઈને હર્ષિત થાય છે.
આજ નાં દિવસ નાં બીજા
સમાચાર સંભળાવે. આજ નાં દિવસે એડવાન્સ પાર્ટી પણ બાપદાદા ની પાસે ઈમર્જ થાય છે. તો
એડવાન્સ પાર્ટી પણ તમને યાદ કરી રહી છે કે ક્યારે બાપ ની સાથે મુક્તિધામ નાં દરવાજા
ખોલશે? આજે આખી એડવાન્સ પાર્ટી બાપદાદા ને આ જ કહી રહી હતી કે અમને તારીખ બતાવો. તો
શું જવાબ આપે? બતાવો, શું જવાબ આપે? જવાબ આપવામાં કોણ હોશિયાર છે? બાપદાદા તો આ જ
ઉત્તર આપે છે કે જલ્દી થી જલ્દી થઈ જ જશે. પરંતુ એમાં આપ બાળકો નો બાપ ને સહયોગ
જોઈએ. બધા સાથે ચાલશો ને? સાથે ચાલવા વાળા છો કે અટકી-અટકી ને ચાલવા વાળા છો? સાથે
ચાલવા વાળા છો ને? સાથે ચાલવાનું પસંદ છે ને? તો સમાન બનવું પડશે. જો સાથે ચાલવું
છે તો સમાન તો બનવું જ પડશે ને? કહેવત શું છે? હાથ માં હાથ હોય, સાથ માં સાથ હોય.
તો હાથ માં હાથ અર્થાત્ સમાન. તો બોલો દાદીઓ, બોલો, તૈયારી થઈ જશે? દાદીઓ, બોલો.
દાદીઓ, હાથ ઉઠાવો. દાદાઓ, હાથ ઉઠાવો. તમને કહેવાય છે ને મોટા દાદા. તો બતાવો દાદીઓ,
દાદાઓ શું તારીખ છે કોઈ? (હમણાં નહીં તો ક્યારેય નહીં) હમણાં નહીં તો ક્યારેય નહીં
નો અર્થ શું થયો? હમણાં તૈયાર છીએ ને! જવાબ તો સારો આપ્યો. દાદીઓ? પૂરું થવાનું જ
છે. દરેક નાનાં-મોટા આમાં પોતાને જવાબદાર સમજે. આમાં નાનાં નથી બનવાનું. ૭ દિવસ નું
બાળક પણ જવાબદાર છે કારણકે સાથે ચાલવાનું છે ને. એકલા બાપ જવા ઈચ્છે તો ચાલ્યાં જાય
પરંતુ બાપ જઈ નથી શકતાં. સાથે ચાલવાનું છે. વાયદો છે બાપ નો પણ અને આપ બાળકો નો પણ.
વાયદો તો નિભાવવાનો છે ને? નિભાવાનો છે ને? અચ્છા.
ચારેય તરફ નાં પત્ર,
યાદ-પત્ર ઈમેલ, ફોન, ચારેય તરફ નાં ખૂબ-ખૂબ આવ્યાં છે, અહીં મધુબન માં પણ આવ્યાં છે
તો વતન માં પણ પહોંચ્યા છે. આજ નાં દિવસે જે બંધન વાળી માતાઓ છે, એમની પણ બહુ જ
સ્નેહભરી મન ની યાદો બાપદાદા ની પાસે પહોંચી ગઈ છે. બાપદાદા એવાં સ્નેહી બાળકો ને
બહુ જ યાદ પણ કરે છે અને દુવાઓ પણ આપે છે. અચ્છા.
ચારેય તરફ નાં સ્નેહી
બાળકો ને લવલી અને લવલીન બંને બાળકો ને, સદા બાપ ની શ્રીમત પ્રમાણે દરેક કદમ માં
પદમ જમા કરવાવાળા નોલેજફુલ, પાવરફુલ બાળકો ને, સદા સ્નેહી પણ અને સ્વમાનધારી પણ,
સન્માનધારી પણ, એવાં સદા બાપ ની શ્રીમત ને પાલન કરવા વાળા વિજયી બાળકો ને, સદા બાપ
નાં દરેક કદમ પર કદમ ઉઠાવવા વાળા સહજયોગી બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
વરદાન :-
લાઈન ક્લિયર
નાં આધાર પર નંબરવન પાસ થવા વાળા એવરરેડી ભવ
સદા એવરરેડી રહેવું -
આ બ્રાહ્મણ જીવન ની વિશેષતા છે. પોતાની બુદ્ધિ ની લાઈન એવી ક્લિયર હોય જે બાપ નો
કોઈ પણ ઈશારો મળે - એવરરેડી. એ સમયે કાંઈ પણ વિચારવાની જરુર ન હોય. અચાનક એક જ
ક્વેશ્ચન આવશે - ઓર્ડર થશે - અહીં જ બેસી જાઓ, અહીં પહોંચી જાઓ તો કોઈ પણ વાત અથવા
સંબંધ યાદ ન આવે ત્યારે નંબરવન પાસ થઈ શકશો. પરંતુ આ બધું અચાનક નું પેપર હશે - એટલે
એવરેડી બનો.
સ્લોગન :-
મન ને
શક્તિશાળી બનાવવા માટે આત્મા ને ઈશ્વરીય સ્મૃતિ અને શક્તિ નું ભોજન આપો.
અવ્યક્ત ઈશારા - હવે
લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો
ઘણાં બાળકો કહે છે કે
જ્યારે યોગ માં બેસીએ છીએ તો આત્મ-અભિમાની હોવાનાં બદલે સેવા યાદ આવે છે. પરંતુ એવું
ન થવું જોઈએ કારણકે અંત સમયે જો અશરીરી બનવાને બદલે સેવા નાં પણ સંકલ્પ ચાલ્યાં તો
સેકન્ડ નાં પેપર માં ફેલ થઈ જશો. એ સમયે બાપ સિવાય, નિરાકારી, નિર્વિકારી, નિરહંકારી
- બીજું કાંઈ યાદ નથી. સેવા માં તો પણ સાકાર માં આવી જશો એટલે જે સમયે જે ઈચ્છો તે
સ્થિતિ ન થઈ તો દગો મળી જશે.