15-04-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારો
સ્વધર્મ શાંત છે , સાચ્ચી શાંતિ શાંતિધામ માં મળી શકે છે , આ વાત બધાને સંભળાવવાની
છે , સ્વધર્મ માં રહેવાનું છે”
પ્રશ્ન :-
કઈ નોલેજ એક બાપ ની
પાસે છે જે હમણાં જ તમે ભણો છો?
ઉત્તર :-
પાપ અને પુણ્ય ની નોલેજ. ભારતવાસી જ્યારે બાપ ને ગાળ આપવા લાગે છે, ત્યારે પાપ આત્મા
બને છે અને જ્યારે બાપ ને અને ડ્રામા ને જાણી લે છે, ત્યારે પુણ્ય આત્મા બની જાય
છે. આ ભણતર આપ બાળકો હમણાં જ ભણો છો. તમે જાણો છો બધાને સદ્દગતિ આપવાવાળા એક જ બાપ
છે. મનુષ્ય, મનુષ્ય ને સદ્દગતિ અર્થાત્ મુક્તિ-જીવનમુક્તિ આપી ન શકે.
ગીત :-
ઇસ પાપ કી
દુનિયા સે…
ઓમ શાંતિ!
બાપ બાળકો ને
સમજાવે છે કે આ છે પાપ આત્માઓ ની દુનિયા અથવા ભારત ને જ કહેવાશે કે ભારત પુણ્ય
આત્માઓ ની દુનિયા હતી, જ્યાં દેવી-દેવતાઓ નું રાજ્ય હતું. આ ભારત સુખધામ હતું બીજો
કોઈ ખંડ નહોતો, એક જ ભારત હતું. ચેન અથવા સુખ એ સતયુગ માં હતું જેને સ્વર્ગ કહેવાય
છે. આ છે નર્ક. ભારત જ સ્વર્ગ હતું, હવે નર્ક બન્યું છે. નર્ક માં ચેન અથવા
સુખ-શાંતિ ક્યાં થી આવે? કળિયુગ ને નર્ક કહેવાય છે. કળિયુગ અંત ને વધારે જ રૌરવ
નર્ક કહેવાય છે. દુઃખધામ કહેવાય છે. ભારત જ સુખધામ હતું, જ્યારે આ લક્ષ્મી-નારાયણ
નું રાજ્ય હતું. ભારતવાસીઓ નો ગૃહસ્થ-ધર્મ પવિત્ર હતો. પ્યોરિટી (પવિત્રતા) પણ હતી,
સુખ-શાંતિ પણ હતી, સંપત્તિ પણ હતી. હવે એ જ ભારત પતિત બન્યું છે, બધા વિકારી બન્યાં
છે. આ છે દુઃખધામ. ભારત સુખધામ હતું અને જ્યાં આપણે આત્માઓ નિવાસ કરીએ છીએ - તે છે
શાંતિધામ. શાંતિ ત્યાં શાંતિધામ માં જ મળી શકે છે. આત્મા શાંત ત્યાં જ રહી શકે છે,
જેને સ્વીટ હોમ નિરાકારી દુનિયા કહેવાય છે. તે છે આત્માઓ નું ઘર. ત્યાં જ્યારે રહે
છે તો આત્મા શાંતિ માં છે. બાકી શાંતિ કોઈ જંગલ વગેરે માં જવાથી નથી મળતી. શાંતિધામ
તો તે જ છે. સતયુગ માં સુખ પણ છે, શાંતિ પણ છે. અહીં દુઃખધામ માં શાંતિ હોઈ ન શકે.
શાંતિધામ માં મળી શકે છે. સુખધામ માં પણ કર્મ થાય છે, શરીર દ્વારા પાર્ટ ભજવવાનો
હોય છે. આ દુઃખધામ માં એક પણ મનુષ્ય નથી, જેમને સુખ-શાંતિ હોય. આ છે ભ્રષ્ટાચારી
પતિત ધામ, ત્યારે તો પતિત-પાવન ને બોલાવે છે. પરંતુ એ બાપ ને કોઈ જાણતા નથી એટલે
નિધન નાં (ધણી વગર નાં) બની ગયા છે. ઓરફન (અનાથ) હોવાના કારણે પરસ્પર લડે-ઝઘડે છે.
કેટલાં દુઃખ-અશાંતિ, મારા-મારી છે. આ છે જ રાવણ રાજ્ય. રામરાજ્ય માંગે છે. રાવણ
રાજ્ય માં નથી સુખ, નથી શાંતિ. રામ રાજ્ય માં સુખ-શાંતિ બંને હતાં. પરસ્પર ક્યારેય
લડતાં-ઝઘડતાં નહોતા, ત્યાં ૫ વિકાર હોતાં જ નથી. અહીં ૫ વિકાર છે. પહેલો છે
દેહ-અભિમાન મુખ્ય. પછી કામ, ક્રોધ. ભારત જ્યારે સ્વર્ગ હતું તો આ વિકાર નહોતાં. ત્યાં
દેહી-અભિમાની હતાં. હવે બધા મનુષ્ય દેહ-અભિમાની છે. દેવતાઓ હતાં દેહી-અભિમાની.
દેહ-અભિમાન વાળા મનુષ્ય ક્યારેય કોઈને સુખ ન આપી શકે, એક-બીજા ને દુઃખ જ આપે છે. એવું
ન સમજો - કોઈ લાખોપતિ, કરોડપતિ, પદમપતિ છે તો સુખી છે. ના, આ તો બધો છે માયા નો ભપકો.
માયા નું રાજ્ય છે. હવે તેનાં વિનાશ માટે આ મહાભારત લડાઈ સામે છે. આનાં પછી ફરી
સ્વર્ગ નાં દ્વાર ખુલવાના છે. અડધાકલ્પ પછી ફરી નર્ક નાં દ્વાર ખુલે છે. આ વાતો કોઈ
શાસ્ત્રો માં નથી. ભારતવાસી કહે છે જ્યારે ભક્તિ કરીશું ત્યારે ભગવાન મળશે. બાબા કહે
છે જ્યારે ભક્તિ કરતાં-કરતાં બિલકુલ નીચે આવી જાય છે, ત્યારે મારે આવવું પડે છે -
સ્વર્ગ ની સ્થાપના કરવા અર્થાત્ ભારત ને સ્વર્ગ બનાવવાં. ભારત જે સ્વર્ગ હતું, તે
નર્ક કેવી રીતે બન્યું? રાવણે બનાવ્યું. ગીતા નાં ભગવાન પાસે થી તમને રાજ્ય મળ્યું,
૨૧ જન્મ સ્વર્ગ માં રાજ્ય કર્યું. પછી ભારત દ્વાપર થી કળિયુગ માં આવી ગયું અર્થાત્
ઉતરતી કળા થઈ ગઈ એટલે બધા પોકારતા રહે છે - હે પતિત-પાવન આવો. પતિત મનુષ્ય ને
સુખ-શાંતિ પતિત દુનિયા માં મળી જ નથી શકતાં. કેટલું દુઃખ ઉઠાવે છે. આજે પૈસા ચોરી
થયા, આજે દેવાળું માર્યુ, આજે રોગી થયાં. દુઃખ જ દુઃખ છે ને? હમણાં તમે સુખ-શાંતિ
નો વારસો મેળવવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો, બાપ પાસે થી સ્વર્ગ નો વારસો લેવાનો
પુરુષાર્થ કરી રહ્યાં છો. સદા સુખી બનાવવા વાળા એક જ બાપ છે. સદા દુઃખી બનાવવા વાળો
રાવણ છે. આ વાતો ભારતવાસી નથી જાણતાં. સતયુગ માં દુઃખ ની વાતો હોતી નથી. ક્યારેય
રડવું નથી પડતું. સદૈવ સુખ જ સુખ છે. ત્યાં દેહ-અભિમાન અથવા કામ, ક્રોધ વગેરે હોતાં
નથી. જ્યાં સુધી ૫ વિકારો નું દાન ન આપે ત્યાં સુધી દુઃખ નું ગ્રહણ છૂટી ન શકે. કહે
છે ને, દે દાન તો છૂટે ગ્રહણ. આ સમયે આખાં ભારત ને ૫ વિકારો નું ગ્રહણ લાગેલું છે.
જ્યાં સુધી આ ૫ વિકારો નું દાન ન આપો ત્યાં સુધી સોળે કળા સંપૂર્ણ દેવતા બની ન શકો.
બાપ સર્વ નાં સદ્દગતિ દાતા છે. કહે છે ગુરુ વગર ગતિ નથી. પરંતુ ગતિ નો પણ અર્થ સમજતા
નથી. મનુષ્ય ની ગતિ-સદ્દગતિ એટલે મુક્તિ-જીવનમુક્તિ. તે તો બાપ જ આપી શકે છે. આ સમયે
સર્વ ની સદ્દગતિ થવાની છે.
દિલ્લી ને કહે છે નવી
દિલ્લી, જૂની દિલ્લી. પરંતુ હમણાં નવી તો નથી. નવી દુનિયા માં નવી દિલ્લી હોય છે.
જૂની દુનિયા માં જૂની દિલ્લી હોય છે. બરોબર જમુના નો કિનારો હતો, દિલ્લી પરિસ્તાન
હતું. સતયુગ હતો ને? દેવી-દેવતાઓ રાજ્ય કરતા હતાં. હમણાં તો જૂની દુનિયા માં જૂની
દિલ્લી છે. નવી દુનિયા માં તો આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ભારતવાસી આ ભૂલી ગયા
છે. નવું ભારત, નવી દિલ્લી હતી તો એમનું રાજ્ય હતું બીજો કોઈ ખંડ જ નહોતો. આ કોઈ પણ
નથી જાણતું. ગવર્મેન્ટ આ ભણાવતી નથી. જાણે છે કે આ તો અધુરી હિસ્ટ્રી છે. જ્યાર થી
ઈસ્લામી, બૌદ્ધી આવ્યાં છે. લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય ની કોઈને ખબર નથી. આ બાપ જ
સમજાવે છે કે આખી સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે. જ્યારે ભારત સ્વર્ગ હતું તો
ગોલ્ડન એજ (સતોપ્રધાન) હતું. હવે તે જ ભારત જુઓ શું બની ગયું છે? પછી ભારત ને હીરા
જેવું કોણ બનાવે? બાપ કહે છે જ્યારે તમે ખૂબ પાપ આત્માઓ બની જાઓ છો ત્યારે હું આવું
છું પુણ્ય આત્મા બનાવવાં. આ ડ્રામા બનેલો છે, જેને કોઈ પણ નથી જાણતું. આ નોલેજ બાપ
સિવાય કોઈ આપી ન શકે. નોલેજફુલ બાપ જ છે, એ આવીને ભણાવે છે. મનુષ્ય, મનુષ્ય ને
ક્યારેય સદ્દગતિ આપી ન શકે. જ્યારે દેવી દેવતા હતાં તો બધા એક-બીજાને સુખ આપતા હતાં.
કોઈ પણ બીમાર, રોગી નહોતાં. અહીં તો બધા રોગી છે. હવે બાપ આવ્યાં છે ફરી થી સ્વર્ગ
બનાવવાં. બાપ સ્વર્ગ બનાવે છે, રાવણ નર્ક બનાવે છે. આ ખેલ છે જેને કોઈ પણ નથી જાણતું.
શાસ્ત્રો નું જ્ઞાન છે ફિલોસોફી, ભક્તિમાર્ગ. તે કોઈ સદ્દગતિ માર્ગ નથી. આ કોઈ
શાસ્ત્રો ની ફિલોસોફી નથી. બાપ કોઈ શાસ્ત્ર નથી સંભળાવતાં. અહીં છે સ્પ્રિચુયઅલ
નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન). બાપ ને સ્પ્રિચુયઅલ ફાધર કહેવાય છે. એ છે આત્માઓ નાં બાપ.
બાપ કહે છે હું મનુષ્ય સૃષ્ટિ નો બીજરુપ છું એટલે નોલેજફુલ છું. આ મનુષ્ય સૃષ્ટિરુપી
ઝાડ ની આયુ કેટલી છે? કેવી રીતે વૃદ્ધિ થાય છે? પછી કેવી રીતે ભક્તિમાર્ગ શરુ થાય
છે? આ હું જાણું છું. આપ બાળકો ને આ નોલેજ આપી સ્વર્ગ નાં માલિક બનાવું છું પછી તમે
માલિક બની જાઓ છો. આ નોલેજ તમને એક જ વાર મળે છે પછી ગુમ થઈ જાય છે પછી સતયુગ ત્રેતા
માં આ નોલેજ ની જરુર નથી રહેતી. આ નોલેજ ફક્ત આપ બ્રાહ્મણો ને જ છે. દેવતાઓ માં આ
નોલેજ નથી. તો પરંપરા થી આ નોલેજ આવી ન શકે. આ ફક્ત આપ બાળકો ને એક જ વાર મળે છે,
જેનાથી તમે જીવનમુક્ત બની જાઓ છો. બાપ પાસે થી વારસો મેળવો છો. તમારી પાસે ઘણાં આવે
છે, બોલે છે મન ની શાંતિ કેવી રીતે મળે? પરંતુ આ કહેવું ભૂલ છે. મન-બુદ્ધિ આત્મા
નાં ઓરગન્સ (કર્મેન્દ્રિયો) છે, જેવી રીતે શરીર નાં ઓરગન્સ છે. આત્મા ને પથ્થરબુદ્ધિ
થી પારસબુદ્ધિ બાપ જ આવીને બનાવે છે - જે સતયુગ-ત્રેતા સુધી ચાલે છે. પછી
પથ્થરબુદ્ધિ બની જાય છે. હવે ફરી તમે પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બનો છો. તમારી
પારસબુદ્ધિ જે હતી તેમાં ખાદ ભળતી ગઈ છે. હવે ફરી પારસબુદ્ધિ કેવી રીતે થાય? બાપ કહે
છે, હે આત્મા, મને યાદ કરો. યાદ ની યાત્રા થી તમે પવિત્ર બનશો અને મારી પાસે આવી જશો.
બાકી જે કહે છે મન ની શાંતિ કેવી રીતે મળે? તેમને બતાવો કે અહીં શાંતિ કેવી રીતે
હોઈ શકે? આ છે જ દુઃખધામ કારણકે વિકારો ની પ્રવેશતા છે. આ તો બેહદ નાં બાપ પાસે થી
જ વારસો મળી શકે છે. પછી રાવણ નો સાથ મળવાથી પતિત બની જાઓ છો પછી બાપ દ્વારા પાવન
બનવામાં સેકન્ડ લાગે છે. હમણાં તમે આવ્યાં છો બાપ પાસે થી જીવનમુક્તિ નો વારસો લેવાં.
બાપ જીવનમુક્તિ નો વારસો આપે છે અને રાવણ જીવનબંધન નો શ્રાપ આપે છે એટલે દુઃખ જ
દુઃખ છે. ડ્રામા ને પણ જાણવાનું છે. દુઃખધામ માં કોઈને સુખ-શાંતિ મળી ન શકે. શાંતિ
તો આપણો આત્માઓ નો સ્વધર્મ છે, શાંતિધામ આત્મા નું ઘર છે. આત્મા કહે છે - મારો
સ્વધર્મ શાંત છે. આ (શરીર) વાજું નથી વાગતું, બેસી જાય છે. પરંતુ ક્યાં સુધી બેઠાં
રહેશો? કર્મ તો કરવાના જ છે ને? જ્યાં સુધી મનુષ્ય ડ્રામા ને નથી સમજતા ત્યાં સુધી
દુઃખી રહે છે. બાપ કહે છે, હું છું જ ગરીબ નિવાઝ. અહીં ગરીબ જ આવશે. સાહૂકારો માટે
તો સ્વર્ગ અહીં છે. તેમની તકદીર માં સ્વર્ગ નાં સુખ નથી. બાપ કહે છે હું ગરીબ નિવાઝ
છું. સાહૂકારો ને ગરીબ અને ગરીબો ને સાહૂકાર બનાવું છું. સાહૂકાર આટલું ઊંચ પદ મેળવી
નથી શકતા કારણકે અહીં સાહૂકારો ને નશો છે. હા, પ્રજા માં આવી જશે. સ્વર્ગ માં તો
જરુર આવશે. પરંતુ ઊંચ પદ ગરીબ મેળવે છે. ગરીબ સાહૂકાર બની જાય છે. તેમને દેહ-અભિમાન
છે ને કે અમે ધનવાન છીએ. પરંતુ બાબા કહે છે - આ ધન-માલ બધાં માટી માં ભળી જવાનાં
છે. વિનાશ થઈ જવાનો છે, દેહી-અભિમાની બનવામાં ખૂબ મહેનત છે. આ સમયે બધા દેહ-અભિમાની
છે. હવે તમારે દેહી-અભિમાની બનવાનું છે. આત્મા કહે છે અમે ૮૪ જન્મ પૂરાં કર્યાં.
નાટક પૂરું થાય છે, હવે પાછા જવાનું છે. હમણાં કળિયુગ નો અંત, સતયુગ નાં આદિ નો
સંગમ છે. બાપ કહે છે, દર ૫ હજાર વર્ષ પછી આવું છું, ભારત ને ફરી થી હીરા જેવું
બનાવવાં. આ હિસ્ટ્રી-જોગ્રોફી બાપ જ બતાવી શકે છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ પાસે
થી જીવનમુક્તિ નો વારસો લેવા માટે પાવન જરુર બનવાનું છે. ડ્રામા નાં નોલેજ ને બુદ્ધિ
માં રાખી દુઃખધામ માં રહેતાં પણ દુઃખો થી મુક્ત થવાનું છે.
2. ધન-માલ કે સાહૂકારી
નો નશો છોડી દેહી-અભિમાની રહેવાનો પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
વિકારો નાં
વંશ નાં અંશ ને પણ સમાપ્ત કરવાવાળા સર્વ સમર્પણ તથા ટ્રસ્ટી ભવ
જે આઈવેલ માટે જૂનાં
સંસ્કારો ની પ્રોપર્ટી કિનારો કરીને રાખી લે છે, તો માયા કોઈ ન કોઈ રીતે થી પકડી લે
છે. જૂનાં રજીસ્ટર ની નાનકડી ટુકડી (કટકી) થી પણ પકડાઈ જશે, માયા ખૂબ તેજ (શક્તિશાળી)
છે, એની કેચિંગ પાવર કંઈ ઓછી નથી એટલે વિકારો નાં વંશ નાં અંશ ને પણ સમાપ્ત કરો. જરા
પણ કોઈ ખૂણા માં જૂનાં ખજાના ની નિશાની ન રહે-આને કહેવાય છે સર્વ સમર્પણ, ટ્રસ્ટી
તથા યજ્ઞ નાં સ્નેહી સહયોગી.
સ્લોગન :-
કોઈ ની વિશેષતા
નાં કારણે એમની સાથે વિશેષ સ્નેહ થઈ જવો - આ પણ લગાવ છે.
આ અવ્યક્ત ઈશારા -
મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો
મધુરતા મહાનતા છે,
આનાથી મન અને મુખ નું કડવાપણું સમાપ્ત થઈ જાય છે. ક્રોધ અગ્નિ શીતળ થઈ જાય છે.
બાપદાદા પોતાનાં દરેક બાળક ને શીતળ દેવતા બનાવવા ઈચ્છે છે એટલે મધુરતા નાં ગુણ ને
ધારણ કરો. તમારું મુખડું પણ મીઠું હોય. મધુરતા નાં ગુણ થી ભરપૂર બનો, જે પણ સંપર્ક
માં આવે એમને મધુર બોલ કે શક્તિશાળી દૃષ્ટિ થી ભરપૂર કરો.