15-09-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આવ્યાં છે તમને કર્મ - અકર્મ - વિકર્મ ની ગુહ્ય ગતિ સંભળાવવા , જ્યારે આત્મા અને
શરીર બંને પવિત્ર છે તો કર્મ અકર્મ થાય છે , પતિત થવાથી વિકર્મ થાય છે”
પ્રશ્ન :-
આત્મા પર કાટ (જંક) ચઢવાનું કારણ શું છે? કાટ ચઢેલો છે તો તેની નિશાની શું હશે?
ઉત્તર :-
કાટ ચઢવાનું કારણ છે - વિકાર. પતિત બનવાથી જ કાટ ચઢે છે. જો હજી સુધી કાટ ચઢેલો છે
તો તેમને જૂની દુનિયાની કશિશ (આકર્ષણ) થતી રહેશે. બુદ્ધિ ક્રિમિનલ (વિકાર) તરફ જતી
રહેશે. યાદ માં રહી નહીં શકે.
ઓમ શાંતિ!
બાળકો આનો
અર્થ તો સમજી ગયા છે. ઓમ્ શાંતિ કહેવાથી જ આ નિશ્ચય થઈ જાય છે કે આપણે આત્માઓ અહીં
નાં રહેવાસી નથી. આપણે તો શાંતિધામ નાં રહેવાસી છીએ. આપણો સ્વધર્મ શાંત છે, જ્યારે
ઘર માં રહીએ છીએ પછી અહીં આવીને પાર્ટ ભજવીએ છીએ, કારણકે શરીર ની સાથે કર્મ કરવાં
પડે છે. કર્મ હોય છે એક સારા, બીજા ખરાબ. કર્મ ખરાબ થાય છે રાવણ રાજ્ય માં. રાવણ
રાજ્ય માં બધા નાં કર્મ વિકર્મ બની ગયા છે. એક પણ મનુષ્ય નથી જેમનાં થી વિકર્મ ન થતા
હોય. મનુષ્ય તો સમજે છે સાધુ-સંન્યાસી વગેરે થી વિકર્મ ન થઈ શકે કારણકે તે પવિત્ર
રહે છે. સંન્યાસ કરેલો છે. હકીકત માં પવિત્ર કોને કહેવાય છે, આ બિલકુલ નથી જાણતાં.
કહે પણ છે અમે પતિત છીએ. પતિત-પાવન ને બોલાવે છે. જ્યાં સુધી એ ન આવે ત્યાં સુધી
દુનિયા પાવન બની નથી શકતી. અહીં આ પતિત જૂની દુનિયા છે, એટલે પાવન દુનિયા ને યાદ કરે
છે. પાવન દુનિયામાં જ્યારે જશે તો પતિત દુનિયા ને યાદ નહીં કરશે. તે દુનિયા જ અલગ
છે. દરેક વસ્તુ નવી પછી જૂની થાય છે ને? નવી દુનિયા માં એક પણ પતિત હોય ન શકે. નવી
દુનિયા નાં રચયિતા છે પરમપિતા પરમાત્મા, એ જ પતિત-પાવન છે, એમની રચના પણ જરુર પાવન
હોવી જોઈએ. પતિત સો પાવન, પાવન સો પતિત, આ વાતો દુનિયા માં કોઈની બુદ્ધિ માં બેસી ન
શકે. કલ્પ-કલ્પ બાપ જ આવીને સમજાવે છે. આપ બાળકો માં પણ કોઈ નિશ્ચયબુદ્ધિ બનીને પછી
સંશયબુદ્ધિ બની જાય છે. માયા એકદમ હપ કરી લે છે. તમે મહારથી છો ને? મહારથીઓ ને જ
ભાષણ પર બોલાવે છે. મહારાજાઓ ને પણ સમજાવવાનું છે. તમે જ પહેલાં પાવન પૂજ્ય હતાં,
હમણાં તો આ છે જ પતિત દુનિયા. પાવન દુનિયા માં ભારતવાસી જ હતાં. તમે ભારતવાસી આદિ
સનાતન દેવી-દેવતા ધર્મ નાં ડબલ સિરતાજ સંપૂર્ણ નિર્વિકારી હતાં. મહારથીઓ ને તો આવું
સમજાવવું પડશે ને? આ નશા થી સમજાવવાનું હોય છે. ભગવાનુવાચ - કામ ચિતા પર બેસી શ્યામ
બની જાય છે પછી જ્ઞાન ચિતા પર બેસવાથી ગોરા બનશે. હવે જે પણ સમજાવે છે તે તો કામ
ચિતા પર બેસી ન શકે. પરંતુ એવાં પણ છે જે બીજાઓને સમજાવતાં-સમજાવતાં કામ ચિતા પર
બેસી જાય છે. આજે આ સમજાવે કાલે વિકાર માં નીચે પડે છે. માયા ખૂબ જબરજસ્ત છે. વાત ન
પૂછો. બીજાઓ ને સમજાવવા વાળા પોતે કામ ચિતા પર બેસી જાય છે. પછી પસ્તાય છે - આ શું
થયું? બોક્સિંગ (કુસ્તી) છે ને? સ્ત્રી ને જોઈ અને કશિશ આવી, કાળુ મોઢું કરી દીધું.
માયા ખૂબ દુશ્તર છે. પ્રતિજ્ઞા કરી અને પછી પડે છે તો કેટલો સોગુણા દંડ પડી જાય છે.
તે તો જેમ શુદ્ર સમાન પતિત થઈ ગયાં. ગવાયેલું પણ છે - અમૃત પી ને પછી બહાર જઈને
બીજાઓ ને હેરાન કરતા હતાં. ગંદ કરતા હતાં. તાળી બે હાથે થી વાગે છે. એક થી તો વાગી
ન શકે. બંને ખરાબ થઈ જાય છે. પછી કોઈ તો સમાચાર આપે છે, કોઈ પછી શરમ નાં માર્યા
સમાચાર જ નથી આપતાં. સમજે છે ક્યાંક બ્રાહ્મણ કુળ માં નામ બદનામ ન થઈ જાય. યુદ્ધ
માં કોઈ હારે છે તો હાહાકાર થઈ જાય છે. અરે આટલાં મોટા પહેલવાન ને પણ પાડી દીધાં!
આવાં ખૂબ એક્સિડન્ટ (અકસ્માત) થાય છે. માયા થપ્પડ મારે છે, ખૂબ ઊંચી મંઝિલ છે ને?
હવે આપ બાળકો સમજાવો છો જે સતોપ્રધાન ગોરા હતાં, એ જ કામ ચિતા પર બેસવાથી કાળા
તમોપ્રધાન બન્યાં છે. રામ ને પણ કાળા બનાવે છે. ચિત્ર તો અનેક નાં કાળા બનાવે છે.
પરંતુ મુખ્ય ની વાત સમજાવાય છે. અહીં પણ રામચંદ્ર નું કાળું ચિત્ર છે, તેમને પૂછવું
જોઈએ - કાળા કેમ બનાવ્યાં છે? કહી દેશે આ તો ઈશ્વર ની ભાવી. આ તો ચાલતું આવે છે.
કેમ થાય? શું થાય? આ કાંઈ નથી જાણતાં. હમણાં તમને બાપ સમજાવે છે કામ ચિતા પર બેસવાથી
પતિત દુઃખી વર્થ નોટ અ પેની (કોડીતુલ્ય) બની જાય છે. તે છે નિર્વિકારી દુનિયા. આ છે
વિકારી દુનિયા. તો આવું-આવું સમજાવવું જોઈએ. આ સૂર્યવંશી, આ ચંદ્રવંશી પછી વૈશ્ય
વંશી બનવાનું જ છે. વામ માર્ગ માં આવવાથી પછી તે દેવતા નથી કહેવાતાં. જગતનાથ નાં
મંદિર માં ઉપર દેવતાઓ નું કુળ દેખાડે છે. ડ્રેસ (પેહરવેશ) દેવતાઓ નો છે. એક્ટિવિટી
(પ્રવૃત્તિ) ખૂબ ગંદી દેખાડે છે.
બાપ જે વાતો પર અટેન્શન (ધ્યાન) ખેંચાવે છે, ધ્યાન આપવું જોઈએ. મંદિરો માં ખૂબ
સર્વિસ (સેવા) થઈ શકે છે. શ્રીનાથ દ્વારા માં પણ સમજાવી શકો છો. પૂછવું જોઈએ આમને
કાળા કેમ બનાવ્યાં છે? આ સમજાવવું તો ખૂબ સારું છે. તે છે ગોલ્ડન એજ (સતયુગ), આ છે
આયરન એજ (કળિયુગ). કાટ ચઢી જાય છે ને? હમણાં તમારો કાટ ઉતરી રહ્યો છે. જે યાદ જ નથી
કરતા તો કાટ પણ નથી ઉતરતો. બહુજ કાટ ચઢેલો હશે તો તેને જૂની દુનિયા ની કશિશ થતી
રહેશે. સૌથી મોટો કાટ ચઢે જ છે વિકારો થી. પતિત પણ તેનાંથી બન્યાં છે. પોતાની તપાસ
કરવાની છે - અમારી બુદ્ધિ ક્રિમિનલ (વિકારો) તરફ તો નથી જતી. સારા-સારા ફર્સ્ટ
ક્લાસ બાળકો પણ ફેલ (નપાસ) થઈ જાય છે. હમણાં આપ બાળકો ને આ સમજ મળી છે. મુખ્ય વાત
છે જ પવિત્રતા ની. શરુ થી લઈને આનાં પર જ ઝઘડા ચાલતાં આવ્યાં છે. બાપે જ આ યુક્તિ
રચી - બધા કહેતા હતાં અમે જ્ઞાન અમૃત પીવા જઈએ છીએ. જ્ઞાન અમૃત છે જ જ્ઞાનસાગર ની
પાસે. શાસ્ત્રો વાંચવાથી તો કોઈ પતિત થી પાવન બની નથી શકતાં. પાવન બની પછી પાવન
દુનિયામાં જવાનું છે. અહીં પાવન બની પછી ક્યાં જશે? લોકો સમજે છે ફલાણાએ મોક્ષ
મેળવ્યો. તેમને શું ખબર, જો મોક્ષ મેળવી લીધો પછી તો તેમનો ક્રિયાકર્મ વગેરે પણ ન
કરી શકાય. અહીં જ્યોત વગેરે પ્રગટાવે છે કે તેમને કોઈ તકલીફ ન થાય. અંધકાર માં ઠોકરો
ન ખાય. આત્મા તો એક શરીર છોડી બીજું જઈને લે છે, એક સેકન્ડ ની વાત છે. અંધકાર પછી
ક્યાંથી આવ્યો? આ રીત ચાલી આવે છે, તમે પણ કરતા હતાં, હવે કાંઈ નથી કરતાં. તમે જાણો
છો શરીર તો માટી થઈ ગયું. ત્યાં આવા રીત-રિવાજ હોતાં નથી. આજકાલ રિદ્ધિ-સિદ્ધિ ની
વાતો માં કાંઈ રાખ્યું નથી. સમજો કોઈને પાંખો આવી જાય છે, ઉડવા લાગે છે - પછી શું,
એનાંથી ફાયદો શું મળશે? બાપ તો કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. આ યોગ-અગ્નિ
છે, જેનાંથી પતિત થી પાવન બનશો. નોલેજ થી ધન મળે છે. યોગ થી એવરહેલ્દી (સદા સ્વસ્થ)
પવિત્ર, જ્ઞાન થી એવરવેલ્દી (સદા સમૃદ્ધ) ધનવાન બને છે. યોગી નું આયુષ્ય હંમેશા
લાંબુ હોય છે. ભોગી નું ઓછું. શ્રીકૃષ્ણ ને યોગેશ્વર કહે છે. ઈશ્વર ની યાદ થી કૃષ્ણ
બન્યાં છે, તેમને સ્વર્ગ માં યોગેશ્વર નહીં કહેવાશે. એ તો પ્રિન્સ (રાજકુમાર) છે.
પાસ્ટ (પહેલાં નાં) જન્મ માં એવાં કર્મ કર્યા છે, જેનાંથી આ બન્યાં છે.
કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ પણ બાપે સમજાવી છે. અડધોકલ્પ છે રામ રાજ્ય, અડધોકલ્પ છે
રાવણ રાજ્ય. વિકાર માં જવું - આ છે સૌથી મોટું પાપ. બધા ભાઈ-બહેન છે ને? આત્માઓ બધા
ભાઈ-ભાઈ છે. ભગવાન ની સંતાન થઈને પછી ક્રિમિનલ એસોલ્ટ (અપવિત્ર કર્મ) કેવી રીતે કરે
છે? આપણે બી.કે. વિકાર માં જઈ ન શકીએ. આ યુક્તિ થી જ પવિત્ર રહી શકાય છે. તમે જાણો
છો હમણાં રાવણ રાજ્ય ખતમ થાય છે પછી દરેક આત્મા પવિત્ર બની જાય છે. તેને કહેવાય છે
- ઘર-ઘર માં અજવાળું. તમારી જ્યોત જાગેલી છે. જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે.
સતયુગ માં બધા પવિત્ર જ રહે છે. આ પણ તમે હમણાં સમજો છો. બીજાઓ ને સમજાવવા ની બાળકો
માં નંબરવાર તાકાત રહે છે. નંબરવાર યાદ માં રહે છે. રાજધાની કેવી રીતે સ્થાપન થાય
છે? કોઈ ની બુદ્ધિ માં આ નહીં હશે. તમે સેના છો ને? જાણો છો યાદ નાં બળ થી પવિત્ર
બની આપણે રાજા રાણી બની રહ્યાં છીએ. પછી બીજા જન્મ માં ગોલ્ડન સ્પૂન ઈન માઉથ હશે.
મોટી પરીક્ષા પાસ કરવા વાળા પદ પણ ઊંચું મેળવે છે. ફરક પડે છે ને, જેટલું ભણતર એટલું
સુખ. આ તો ભગવાન ભણાવે છે. આ નશો ચઢેલો રહેવો જોઈએ. ચોબચીની (તાકાત નો માલ) મળે છે.
ભગવાન વગર આવાં ભગવાન-ભગવતી કોણ બનાવશે? તમે હમણાં પતિત થી પાવન બની રહ્યાં છો પછી
જન્મ-જન્માંતર માટે સુખી બની જશો. ઊંચ પદ મેળવશો. ભણતાં-ભણતાં પછી ગંદા બની જાય છે.
દેહ-અભિમાન માં આવવાથી પછી જ્ઞાન નું ત્રીજું નેત્ર બંધ થઈ જાય છે. માયા ખૂબ
જબરજસ્ત છે. બાપ સ્વયં કહે છે ખૂબ મહેનત છે. હું કેટલી મહેનત કરું છું - બ્રહ્મા
નાં તન માં આવીને. પરંતુ સમજીને પછી પણ કહી દે છે એવું થોડી થઈ શકે છે, શિવબાબા
આવીને ભણાવે છે - અમે નથી માનતાં. આ ચાલાકી છે. આવું પણ બોલી દે છે. રાજાઈ તો
સ્થાપન થઈ જ જશે. કહે છે ને સત્ય ની બેડી હલે છે પરંતુ ડૂબતી નથી. કેટલાં વિઘ્નો પડે
છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
નૂરે રત્ન, શ્યામ થી સુંદર બનવા વાળા આત્માઓ પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં દિલ વ
જાન, સિક વ પ્રેમ થી યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને
નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગ ની
અગ્નિ થી વિકારો નાં કાટ (જંક) ને ઉતારવાનો છે. પોતાની તપાસ કરવાની છે કે અમારી
બુદ્ધિ ક્રિમિનલ તરફ તો નથી જતી?
2. નિશ્ચયબુદ્ધિ બન્યાં
પછી ફરી ક્યારેય કોઈ પણ વાત માં સંશય નથી ઉઠાવવાનો. વિકર્મો થી બચવા માટે કોઈ પણ
કર્મ પોતાનાં સ્વધર્મ માં સ્થિત થઈને બાપ ની યાદ માં કરવાના છે.
વરદાન :-
શ્રેષ્ઠ પાલના
ની વિધિ દ્વારા વૃદ્ધિ કરવા વાળા સર્વ ની વધાઈઓ નાં પાત્ર ભવ
સંગમયુગ વધાઈઓ થી જ
વૃદ્ધિ મેળવવા નો યુગ છે. બાપ ની, પરિવાર ની વધાઈઓ થી જ આપ બાળકો નું પાલન થઇ રહ્યું
છે. વધાઈઓ થી જ નાચતા, ગાતા, પલતા, ઉડતા જઈ રહ્યાં છો. આ પાલના પણ વન્ડરફુલ છે. તો
આપ બાળકો પણ મોટા (ઉદાર) દિલ થી, રહેમ ની ભાવના થી, દાતા બનીને દરેક ઘડી એક-બીજા ને
ખૂબ સારું, ખૂબ સારું કહી વધાઈઓ આપતા રહો-આ જ પાલના ની શ્રેષ્ઠ વિધિ છે. આ વિધિ થી
સર્વ ની પાલના કરતા રહો તો વધાઈઓ નાં પાત્ર બની જશો.
સ્લોગન :-
પોતાનો સ્વભાવ
સરળ બનાવી લેવો - આ જ સમાધાન સ્વરુપ બનવાની સહજ વિધિ છે.
માતેશ્વરીજી નાં
અણમોલ મહાવાક્ય
“ પુરુષાર્થ અને
પ્રારબ્ધ નો બનેલો અનાદિ ડ્રામા”
માતેશ્વરી :-
પુરુષાર્થ અને
પ્રારબ્ધ બે વસ્તુ છે, પુરુષાર્થ થી પ્રારબ્ધ બને છે. આ અનાદિ સૃષ્ટિ નું ચક્ર ફરતું
રહે છે, જે આદિ સનાતન ભારતવાસી પૂજ્ય હતાં, એ જ પછી પુજારી બન્યાં પછી એ જ પુજારી
પુરુષાર્થ કરી પૂજ્ય બનશે, આ ઉતરવાનું અને ચઢવાનું અનાદિ ડ્રામા નો ખેલ બનેલો છે.
જિજ્ઞાસુ :-
માતેશ્વરી,
મારો પણ આ પ્રશ્ન ઉઠે છે કે જ્યારે આ ડ્રામા એવો બનેલો છે તો પછી જો ઉપર ચઢવાનું હશે
તો જાતે જ ચઢશે પછી પુરુષાર્થ કરવાનો ફાયદો જ શું થયો? જે ચઢશે તો પણ પડશે પછી આટલો
પુરુષાર્થ જ કેમ કરે? માતેશ્વરી, તમારું કહેવું છે કે આ ડ્રામા હૂબહૂ રિપીટ (પુનરાવૃત્તિ)
થાય છે તો શું ઓલમાઈટી (સર્વશક્તિમાન્) પરમાત્મા સદા આવાં ખેલ ને જોઈ પોતે થાકતા નથી?
જેમ ૪ ઋતુઓ માં ઠંડી, ગરમી વગેરે નો ફરક રહે છે તો શું આ ખેલ માં ફરક નહીં પડે?
માતેશ્વરી :-
બસ આ જ તો ખૂબી
છે આ ડ્રામા ની, હૂબહૂ રિપીટ થાય છે અને આ ડ્રામા માં બીજી પણ ખૂબી છે જે રિપીટ થતાં
પણ નિત્ય નવો લાગે છે. પહેલાં તો આપણને પણ આ શિક્ષા નહોતી, પરંતુ જ્યારે નોલેજ મળી
છે તો જે જે પણ સેકન્ડ બાય સેકન્ડ ચાલે છે, ભલે હૂબહૂ કલ્પ પહેલાં વાળું ચાલે છે
પરંતુ જ્યારે તેને સાક્ષી સમજીને જોઈએ છીએ તો નિત્ય નવું સમજાય છે. હમણાં સુખ-દુઃખ
બંને ની ઓળખ મળી ગઈ એટલે એવું નહીં સમજતા જો ફેલ (નપાસ) થવાનું જ છે તો પછી ભણીએ જ
કેમ? ના, પછી તો એવું પણ સમજો જો ખાવાનું મળવાનું હશે તો જાતે જ મળશે, પછી પણ આટલી
મહેનત કરી કમાવો જ કેમ છો? તેમ આપણે પણ જોઈ રહ્યાં છીએ હવે ચઢતી કળા નો સમય આવ્યો
છે, એ જ દેવતા સંપ્રદાય સ્થાપન થઈ રહ્યો છે તો કેમ નહીં હમણાં જ તે સુખ લઈ લઈએ. જેમ
જુઓ હવે કોઇ જ્જ બનવા ઈચ્છે છે તો જ્યારે પુરુષાર્થ જ કરશે ત્યારે તે ડિગ્રી ને
પ્રાપ્ત કરશે ને? જો તેમાં ફેલ થઈ ગયો તો મહેનત જ બરબાદ થઈ જાય છે, પરંતુ આ અવિનાશી
જ્ઞાન માં પછી એવું નથી થતું, જરા પણ આ અવિનાશી જ્ઞાન નો વિનાશ નથી થતો. એટલો
પુરુષાર્થ ન કરી દૈવી રોયલ સંપ્રદાય માં ન પણ આવે પરંતુ જો ઓછો પુરુષાર્થ કર્યો તો
પણ તે સતયુગી દૈવી પ્રજા માં આવી શકે છે. પરંતુ પુરુષાર્થ કરવાનો અવશ્ય છે કારણકે
પુરુષાર્થ થી જ પ્રારબ્ધ બનશે, બલિહારી પુરુષાર્થ ની જ ગવાયેલી છે.
“ આ ઈશ્વરીય
નોલેજ સર્વ મનુષ્ય આત્માઓ માટે છે”
પહેલાં-પહેલાં
તો આપણે એક મુખ્ય પોઈન્ટ (વાત) વિચાર માં અવશ્ય રાખવાનો છે, જ્યારે આ મનુષ્ય સૃષ્ટિ
ઝાડ નાં બીજ રુપ પરમાત્મા છે તો એ પરમાત્મા દ્વારા જે નોલેજ પ્રાપ્ત થઈ રહી છે જે
બધા મનુષ્યો માટે જરુરી છે. બધા ધર્મ વાળાઓ ને આ નોલેજ લેવાનો અધિકાર છે. ભલે દરેક
ધર્મ ની નોલેજ પોત-પોતાની છે દરેક નું શાસ્ત્ર પોત-પોતાનું છે, દરેક ની મત
પોત-પોતાની છે દરેક નાં સંસ્કાર પોત-પોતાનાં છે પરંતુ આ નોલેજ બધા માટે છે. ભલે તે
આ જ્ઞાન ને પણ ન ઉઠાવી શકે, આપણા સંપ્રદાય માં પણ ન આવે પરંતુ સર્વ નાં પિતા હોવાનાં
કારણે એમની સાથે યોગ લગાવવાથી પણ પવિત્ર અવશ્ય બનશે. આ પવિત્રતા નાં કારણે પોતાનાં
સેક્શન (ક્ષેત્ર) માં પદ અવશ્ય મેળવશે કારણકે યોગ ને તો બધા મનુષ્ય માને છે, ઘણાં
મનુષ્ય એવું કહે છે અમને પણ મુક્તિ જોઈએ, પરંતુ સજાઓ થી છૂટી મુક્ત થવાની શક્તિ પણ
આ યોગ દ્વારા જ મળી શકે છે. અચ્છા - ઓ્મ શાંતિ.
અવ્યક્ત ઈશારા
- હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો
આપ બાળકો ની પાસે પવિત્રતા ની મહાન શક્તિ છે, આ શ્રેષ્ઠ શક્તિ જ અગ્નિ નું કામ કરે
છે જે સેકન્ડ માં વિશ્વ નાં કચરા ને ભસ્મ કરી શકે છે. જ્યારે આત્મા પવિત્રતા ની
સંપૂર્ણ સ્થિતિ માં સ્થિત થાય છે તો એ સમય નાં શ્રેષ્ઠ સંકલ્પ થી લગન ની અગ્નિ
પ્રજ્વલિત થાય છે અને કચરો ભસ્મ થઈ જાય છે, હકીકત માં આ જ યોગ જ્વાળા છે. હવે આપ
બાળકો પોતાની આ શ્રેષ્ઠ શક્તિ ને કાર્ય માં લગાવો.