16-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - યોગ થી જ આત્મા ની ખાદ નીકળશે , બાપ પાસે થી પૂરો વારસો મળશે એટલે જેટલું બની શકે યોગબળ વધારો”

પ્રશ્ન :-
દેવી-દેવતાઓ નાં કર્મ શ્રેષ્ઠ હતાં, હમણાં બધાનાં કર્મ ભ્રષ્ટ કેમ બન્યાં છે?

ઉત્તર :-
કારણકે પોતાનાં મૂળ ધર્મ ને ભૂલી ગયા છે. ધર્મ ભુલવાનાં કારણે જ જે કર્મ કરે છે તે ભ્રષ્ટ થાય છે. બાપ તમને પોતાનાં સત્ ધર્મ નો પરિચય આપે છે, સાથે-સાથે આખાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી સંભળાવે છે, જે બધાને સંભળાવવાની છે, બાપ નો સત્ય પરિચય આપવાનો છે.

ગીત :-
મુખડા દેખ લે પ્રાણી…

ઓમ શાંતિ!
આ કોણે કહ્યું અને કોને? બાપે કહ્યું બાળકો ને. જે બાળકો ને પતિત થી પાવન બનાવી રહ્યાં છે. બાળકો જાણી ગયા છે અમે ભારતવાસી જ દેવી-દેવતા હતાં, તે હમણાં ૮૪ જન્મો નું ચક્ર લગાવી સતોપ્રધાન ને પસાર કરી હવે સતો, રજો, તમો અને હવે તમોપ્રધાન બની ગયા છે. હવે ફરી પતિતો ને પાવન બનાવવા વાળા બાપ કહે છે, પોતાનાં દિલ ને પૂછો કે ક્યાં સુધી અમે પુણ્ય આત્મા બન્યાં છીએ? તમે સતોપ્રધાન પવિત્ર આત્મા હતાં, જ્યારે અહીં પહેલાં-પહેલાં તમે દેવી-દેવતા કહેવાતા હતાં, જેને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ કહેવાતો હતો. હમણાં કોઈ ભારતવાસી પોતાને દેવી-દેવતા ધર્મ નાં નથી કહેવડાવતાં. હિંદુ તો કોઈ ધર્મ નથી. પરંતુ પતિત હોવાના કારણે પોતાને દેવતા કહી નથી શકતાં. સતયુગ માં દેવતાઓ પવિત્ર હતાં. પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો, યથા રાજા-રાણી તથા પ્રજા પવિત્ર હતાં. ભારતવાસીઓ ને બાપ યાદ અપાવે છે કે તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગવાળા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા હતાં, એને સ્વર્ગ કહેવાતું હતું. ત્યાં એક જ ધર્મ હતો. પહેલાં નંબર નાં મહારાજા-મહારાણી, લક્ષ્મી-નારાયણ હતાં. એમનું પણ કુળ હતું અને ભારત ખૂબ ધનવાન હતું, તે સતયુગ હતો. પછી આવ્યાં ત્રેતા માં ત્યારે પણ પૂજ્ય દેવી-દેવતા અથવા ક્ષત્રિય કહેવાતા હતાં. તે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય, આ સીતા-રામ નું રાજ્ય, તે પણ કુળ ચાલ્યું. જેમ ક્રિશ્ચન માં એડવર્ડ ધ ફર્સ્ટ, સેકન્ડ… એમ ચાલે છે. તેમ ભારત માં પણ એવું હતું. ૫ હજાર વર્ષ ની વાત છે અર્થાત્ ૫ હજાર વર્ષ પહેલાં ભારત પર આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. પરંતુ એમણે આ રાજ્ય ક્યારે અને કેવી રીતે મેળવ્યું - આ કોઈ નથી જાણતું. તે જ સૂર્યવંશી રાજ્ય પછી ચંદ્રવંશી માં આવ્યું કારણકે પુનર્જન્મ લેતાં-લેતાં સીડી ઉતરવાની છે. આ ભારત ની હિસ્ટ્રી-જોગ્રાફી કોઈ નથી જાણતું. રચયિતા છે બાપ તો જરુર સતયુગી નવી દુનિયા નાં રચયિતા થયાં. બાપ કહે છે બાળકો, તમે આજ થી ૫ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ માં હતાં. આ ભારત સ્વર્ગ હતું પછી નર્ક માં આવ્યાં છે. દુનિયા તો આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી ને નથી જાણતી. એ તો અધુરી ફક્ત પાછળ ની હિસ્ટ્રી જાણે છે. સતયુગ-ત્રેતા ની હિસ્ટ્રી-જોગ્રાફી ને કોઈ નથી જાણતું. ઋષિ-મુનિ પણ કહી ગયા અમે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. જાણે પણ કોઈ કેવી રીતે, બાપ તમને જ સમજાવે છે. શિવબાબા ભારત માં જ દિવ્ય જન્મ લે છે, જેમની શિવ જયંતી પણ થાય છે. શિવજયંતી નાં પછી જોઈએ ગીતા જયંતી. પછી સાથે-સાથે હોવી જોઈએ શ્રીકૃષ્ણ જયંતી. પરંતુ આ જયંતી નું રહસ્ય ભારતવાસી જાણતા નથી કે શિવજયંતી ક્યારે થઈ? બીજા ધર્મ વાળા તો ઝટ બતાવશે - બુદ્ધ જયંતી, ક્રાઈસ્ટ જયંતી ક્યારે થઈ. ભારતવાસીઓ ને પૂછો શિવજયંતી ક્યારે થઈ? કોઈ નહીં બતાવશે. શિવ ભારત માં આવ્યાં, આવીને શું કર્યું? કોઈ નથી જાણતું. શિવ થયા સર્વ આત્માઓ નાં બાપ. આત્મા છે અવિનાશી. આત્મા એક શરીર છોડી બીજું લે છે. આ ૮૪ નું ચક્ર છે. શાસ્ત્રો માં તો ૮૪ લાખ જન્મ નાં ગપોડા લગાવી દીધાં છે. બાપ આવીને સાચ્ચી વાત બતાવે છે. બાપ સિવાય બાકી બધા રચયિતા અને રચના માટે ખોટું જ બોલે છે કારણકે આ છે જ માયા નું રાજ્ય. પહેલાં તમે પારસ બુદ્ધિ હતાં, ભારત પારસપુરી હતું. સોના, હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં. બાપ બેસી રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય અર્થાત્ દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી બતાવે છે. ભારતવાસી આ નથી જાણતા કે અમે જ પહેલાં-પહેલાં દેવી-દેવતા હતાં, હમણાં પતિત, કંગાળ, ઈરરિલિજિયસ (અધાર્મિક) બની ગયા છીએ, પોતાનાં ધર્મ ને ભૂલી ગયા છીએ. આ પણ ડ્રામા અનુસાર થવાનું છે. તો આ દુનિયા ની હિસ્ટ્રી-જોગ્રાફી બુદ્ધિ માં આવવી જોઈએ ને? ઊંચા માં ઊંચા સર્વ આત્માઓ નાં બાપ મૂળ વતન માં રહે છે, પછી છે સૂક્ષ્મવતન. આ છે સ્થૂળવતન. સૂક્ષ્મવતન માં ફકત બ્રહ્મા-વિષ્ણુ-શંકર રહે છે. એમની બીજી કોઈ હિસ્ટ્રી-જોગ્રાફી નથી. આ ત્રણ તબક્કા છે. ભગવાન એક છે. એમની રચના પણ એક છે, જે ચક્ર ફરતું રહે છે. સતયુગ થી ત્રેતા પછી દ્વાપર, કળિયુગ માં આવવું પડે. ૮૪ જન્મો નો હિસાબ જોઈએ ને, જે કોઈ પણ નથી જાણતાં. નથી કોઈ શાસ્ત્ર માં. ૮૪ જન્મો નો પાર્ટ આપ બાળકો જ ભજવો છો. બાપ તો આ ચક્ર માં નથી આવતાં. બાળકો જ પાવન થી પતિત બની જાય છે એટલે બુમો પાડે છે - બાબા, આવીને અમને ફરીથી પાવન બનાવો. એક ને જ બધા પોકારે છે. રાવણ રાજ્ય માં જે બધા દુઃખી બની ગયા છે એમને આવીને મુક્ત કરો પછી રામ રાજ્ય માં લઈ જાઓ. અડધો કલ્પ છે રામ રાજ્ય. અડધો કલ્પ છે રાવણ રાજ્ય. ભારતવાસી જે પવિત્ર હતાં એ જ પતિત બને છે. વામ માર્ગ માં જવાથી પતિત બનવાનું શરુ થાય છે. ભક્તિમાર્ગ શરુ થાય છે. હમણાં આપ બાળકો ને જ્ઞાન સંભળાવાય છે, જેનાથી અડધો કલ્પ, ૨૧ જન્મ માટે તમે સુખ નો વારસો મેળવો છો. અડધોકલ્પ જ્ઞાન ની પ્રારબ્ધ ચાલે છે, પછી રાવણ રાજ્ય આવે છે. ઉતરવા લાગે છે. તમે દૈવી રાજ્ય માં હતાં પછી આસુરી રાજ્ય માં આવી ગયા છો, આને નર્ક પણ કહેવાય છે. તમે સ્વર્ગ માં હતાં પછી ૮૪ જન્મ પસાર કરી નર્ક માં આવીને પડ્યાં છો. તે હતું સુખધામ. આ છે દુઃખધામ, ૧૦૦ ટકા ઇનસોલવેન્ટ (કંગાળ). ૮૪ જન્મો નું ચક્ર લગાવતા, એ જ ભારતવાસી પૂજ્ય થી પુજારી બની ગયા છે. આને જ દુનિયા ની હિસ્ટ્રી-જોગ્રાફી કહેવાય છે. આ છે આખું આપ ભારતવાસીઓ નું ચક્ર, બીજા ધર્મ વાળા તો ૮૪ જન્મ નથી લેતાં. તે સતયુગ માં હોતાં જ નથી. સતયુગ-ત્રેતા માં ફક્ત ભારત જ હતું. સૂર્યવંશી, ચંદ્રવંશી પછી વૈશ્યવંશી, શૂદ્રવંશી… હમણાં ફરી તમે આવીને બ્રાહ્મણ વંશી બન્યાં છો, દેવતા વંશી બનવા માટે. આ છે ભારત નાં વર્ણ. હમણાં તમે બ્રાહ્મણ બનવાથી શિવબાબા પાસે થી વારસો લઈ રહ્યાં છો. બાપ તમને ભણાવી રહ્યાં છે, ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ. કલ્પ-કલ્પ તમે પાવન બની પછી પતિત બન્યાં છો. સુખધામ માં જઈને પછી દુઃખધામ માં આવો છો. પછી શાંતિધામ માં જવાનું છે, જેને નિરાકારી દુનિયા કહેવાય છે. આત્મા શું છે? પરમાત્મા શું છે? આ કોઈ પણ મનુષ્ય નથી જાણતાં. આત્મા પણ એક સ્ટાર બિંદુ છે. કહે છે - ભ્રકુટી ની વચ્ચે સિતારો ચમકે છે, નાનકડું બિંદુ છે, જેને દિવ્ય દૃષ્ટિ દ્વારા જોઈ શકાય છે. હકીકત માં સ્ટાર પણ નહીં કહેવાશે. સ્ટાર (તારો) તો ખૂબ મોટો છે - ફક્ત દૂર હોવાનાં કારણે નાનો દેખાય છે. આ ફક્ત એક દૃષ્ટાંત અપાય છે. આત્મા એટલો નાનો છે જેમ ઉપર માં સ્ટાર નાનો દેખાય છે. બાપ નો આત્મા પણ એક બિંદુ જેવો છે. એમને સુપ્રીમ આત્મા કહેવાય છે. એમની મહિમા અલગ છે. મનુષ્ય સૃષ્ટિ નાં ચૈતન્ય બીજ રુપ હોવાનાં કારણે એમનાં માં બધું જ્ઞાન છે. તમારા આત્મા ને પણ હમણાં નોલેજ મળી રહી છે. આત્મા જ નોલેજ ગ્રહણ કરી રહ્યો છે, આટલાં નાનાં બિંદુ માં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે. તે પણ અવિનાશી, ૮૪ જન્મો નું ચક્ર લગાવતા આવ્યાં છો. એનો અંત થઈ નથી શકતો. દેવતા હતાં, દૈત્ય બન્યાં સો ફરી દેવતા બનવાનું છે. આ ચક્ર ચાલતું આવ્યું છે. બાકી તો બધા છે બાઈપ્લાટ. ઈસ્લામી, બૌદ્ધી વગેરે કોઈ ૮૪ જન્મ નથી લેતાં. આ જ સતયુગ ભારત માં સતોપ્રધાન ભરપૂર હતો પછી ૮૪ જન્મ લઈ વિકારી બન્યાં છે. આ વિકારી દુનિયા છે. ૫ હજાર વર્ષ પહેલાં પવિત્રતા હતી, શાંતિ પણ હતી, સમૃદ્ધિ પણ હતી. બાપ બાળકો ને યાદ અપાવે છે. મુખ્ય છે - પવિત્રતા એટલે કહેવાય છે વિકારી ને નિર્વિકારી બનાવવા વાળા આવો. એ જ સદ્દગતિ આપવા વાળા છે, એટલે એ જ સદ્દગુરુ છે. હમણાં તમે બાપ દ્વારા કંગાળ થી રાજકુમાર બની રહ્યાં છો અથવા નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનો છો. તમારો આ રાજયોગ છે. ભારત ને જ હવે બાપ દ્વારા રાજાઈ મળે છે. આત્મા જ ૮૪ જન્મ લે છે. આત્મા જ ભણે છે, શરીર દ્વારા. શરીર નથી ભણતું. આત્મા સંસ્કાર લઈ જાય છે. હું આત્મા આ શરીર દ્વારા ભણું છું - આને દેહી-અભિમાની કહેવાય છે. આત્મા અલગ થઈ જાય છે તો શરીર કોઈ કામ નું નથી રહેતું. આત્મા કહે છે, હવે હું પુણ્ય આત્મા બની રહ્યો છું. મનુષ્ય દેહ-અભિમાન માં આવીને કહી દે છે આ કરું છું… તમે હમણાં સમજો છો અમે આત્મા છીએ, આ અમારું શરીર મોટું છે. પરમાત્મા બાપ દ્વારા હું આત્મા ભણી રહ્યો છું. બાપ કહે છે, મામેકમ્ યાદ કરો. તમે સતયુગ માં સતોપ્રધાન હતાં પછી તમારા માં ખાદ પડી છે. ખાદ પડતાં-પડતાં તમે પાવન થી પતિત બની ગયા છો. હવે ફરી પાવન બનવાનું છે એટલે કહે છે - હે પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો, બાપ સલાહ આપે છે હે પતિત આત્મા, મુજ બાપ ને યાદ કરો તો તમારા માંથી ખાદ નીકળશે અને તમે પાવન બની જશો. એને પ્રાચીન યોગ કહેવાય છે. આ યાદ અર્થાત્ યોગ અગ્નિ થી ખાદ ભસ્મ થશે. મૂળ વાત છે - પતિત થી પાવન બનવાની. સાધુ-સંત વગેરે બધા પતિત છે. પાવન બનવાનો ઉપાય બાપ જ બતાવે છે - મામેકમ્ યાદ કરો. આ અંતિમ જન્મ પવિત્ર બનો. ખાતાં-પીતાં, ચાલતાં-ફરતાં મામેકમ્ યાદ કરો કારણકે આપ સર્વ આત્માઓ (આશિકો) નો માશૂક હું છું. તમને મેં પાવન બનાવ્યાં હતાં પછી પતિત બન્યાં છો. બધી ભક્તિઓ આશિક છે. માશૂક કહે છે કર્મ પણ ભલે કરો. બુદ્ધિ થી મને યાદ કરતા રહો તો વિકર્મ વિનાશ થશે. આ મહેનત છે. તો બાપ ને યાદ કરવા જોઈએ ને, વારસો મેળવવા માટે. જે વધારે યાદ કરશે એમને વારસો પણ વધારે મળશે. આ છે યાદ ની યાત્રા. જે વધારે યાદ કરશે એ જ પાવન બની આવીને મારા ગળા નો હાર બનશે. સર્વ આત્માઓ નો નિરાકારી દુનિયા માં એક સિજરો (વિભાગ) બનેલો છે. એને નિરાકારી ઝાડ કહેવાય છે. આ છે સાકારી ઝાડ, નિરાકારી દુનિયા થી બધાએ નંબરવાર આવવાનું છે, આવતા જ રહેવાનું છે. ઝાડ કેટલું મોટું છે. આત્મા અહીં આવે છે પાર્ટ ભજવવાં. જે પણ બધા આત્માઓ છે, બધા આ ડ્રામા નાં એક્ટર્સ છે. આત્મા અવિનાશી છે, એમાં પાર્ટ પણ અવિનાશી છે. ડ્રામા ક્યારે બન્યો, આ કહી ન શકાય. આ ચાલતો જ રહે છે. ભારતવાસી પહેલાં-પહેલાં સુખ માં હતાં પછી દુઃખ માં આવ્યાં, પછી શાંતિધામ માં જવાનું છે. પછી બાપ સુખધામ માં મોકલી દેશે. એમાં જે જેટલો પુરુષાર્થ કરી ઊંચ પદ મેળવે, બાપ રાજધાની સ્થાપન કરે છે. એમાં પુરુષાર્થ અનુસાર રાજાઈ નું પદ મેળવશે. સતયુગ માં તો જરુર થોડાક મનુષ્ય હશે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું ઝાડ નાનું છે, બાકી બધું વિનાશ થઈ જશે. આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન થઈ રહ્યો છે અર્થાત્ સ્વર્ગ નાં દ્વાર ખુલી રહ્યાં છે. ૫ હજાર વર્ષ પહેલાં પણ આ લડાઈ ની પછી સ્વર્ગ ની સ્થાપના થઈ હતી. અનેક ધર્મ વિનાશ થઈ ગયા હતાં. આ લડાઈ ને કહેવાય છે, કલ્યાણકારી લડાઈ. હવે નર્ક નાં દ્વાર ખુલ્યાં છે, પછી સ્વર્ગ નાં દ્વાર ખુલશે. સ્વર્ગ નાં દ્વાર બાપ ખોલે છે, નર્ક નાં દ્વાર રાવણ ખોલે છે. બાપ વારસો આપે છે, રાવણ શ્રાપ આપે છે. આ વાતો દુનિયા નથી જાણતી, આપ બાળકો ને સમજાવું છું. એજ્યુકેશન મિનિસ્ટર પણ બેહદ ની નોલેજ ઈચ્છે છે. તે તો તમે જ આપી શકો છો. પરતું તમે છો ગુપ્ત. તમને ઓળખતા જ નથી. તમે યોગબળ થી પોતાની રાજાઈ લઈ રહ્યાં છો. લક્ષ્મી-નારાયણે આ રાજ્ય કેવી રીતે મેળવ્યું તે આપ જાણો છો. આને કહેવાય છે ઓસ્પિશિયસ (શુભ) કલ્યાણકારી યુગ. જ્યારે બાપ આવીને પાવન બનાવે છે. શ્રીકૃષ્ણ ને તો બધા બાપ નહીં કહેશે. બાપ નિરાકાર ને કહેવાય છે, એ બાપ ને યાદ કરવાના છે, પાવન પણ બનવાનું છે. વિકારો ને જરુર છોડવા પડે. ભારત નિર્વિકારી સુખધામ હતું, હવે વિકારી, દુ:ખધામ છે. કોડી તુલ્ય છે. આ ડ્રામા નો ખેલ છે, જેને બુદ્ધિ માં ધારણ કરીને બીજાઓ ને પણ કરાવવાનો છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદ થી પાવન બની બાપ નાં ગળા નો હાર બનવાનું છે. કર્મ કરતા પણ બાપ ની યાદ માં રહી વિકર્માજીત બનવાનું છે.

2. પુણ્ય આત્મા બનવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. દેહ-અભિમાન છોડી દેહી-અભિમાની બનવાનું છે.

વરદાન :-
પોતાનાં બુદ્ધિરુપી નેત્ર ને ક્લિયર ( સ્પષ્ટ ) અને કેયરફુલ ( સંભાળીને ) રાખવા વાળા માસ્ટર નોલેજફુલ , પાવરફુલ ભવ

જેવી રીતે જ્યોતિષ પોતાનાં જ્યોતિષ નાં નોલેજ થી, ગ્રહો નાં નોલેજ થી આવવા વાળી આપદાઓ ને જાણી લે છે, એવી રીતે આપ બાળકો ઇનએડવાન્સ (પહેલાં થી) માયા દ્વારા આવવા વાળા પેપર્સ ને પારખીને પાસ વિથ ઓનર બનવા માટે પોતાનાં બુદ્ધિ રુપી નેત્ર ને ક્લિયર બનાવો અને કેયરફુલ રહો. દિવસે-દિવસે યાદ ની અથવા સાઈલેન્સ ની શક્તિ ને વધારો તો પહેલાં થી જ ખબર પડશે કે આજે કાંઈક થવાનું છે. માસ્ટર નોલેજફુલ, પાવરફુલ બનો તો ક્યારેય હાર ન થઈ શકે.

સ્લોગન :-
પવિત્રતા જ નવીનતા છે અને આ જ જ્ઞાન નું ફાઉન્ડેશન છે.

અવ્યક્ત ઈશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા ના ગુણ ને ધારણ કરો .

આપ બાળકો ની ચલન માં મધુરતા અને મન્સા માં બેહદ ની વૈરાગ વૃત્તિ હોય. બંને સ્મૃતિ રહે તો પાસ વિથર ઓનર્સ બની જશો. મધુરતા અને નમ્રતા આ વિશેષ બે ધારણાઓ થી સદા વિશ્વકલ્યાણકારી, મહાદાની, વરદાની બની જશો અને સહજ સ્નેહ નું સબૂત (પ્રમાણ) આપી શકશો.