16-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જે સર્વ ની સદ્દગતિ કરવા વાળા જીવનમુક્તિ દાતા છે , એ તમારા બાપ બન્યાં છે , તમે એમનાં સંતાન છો , તો કેટલો નશો રહેવો જોઈએ !”

પ્રશ્ન :-
કયા બાળકો ની બુદ્ધિ માં બાબા ની યાદ નિરંતર નથી રહી શકતી?

ઉત્તર :-
જેમને પૂરે-પૂરો નિશ્ચય નથી તેમની બુદ્ધિ માં યાદ રહી નથી શકતી. અમને કોણ શીખવાડી રહ્યાં છે, આ જાણતા નથી તો યાદ કોને કરશે? જે યથાર્થ ઓળખીને યાદ કરે છે તેમનાં જ વિકર્મ વિનાશ થાય છે. બાપ સ્વયં જ આવીને પોતાનો અને પોતાનાં ઘર નો યથાર્થ પરિચય આપે છે.

ઓમ શાંતિ!
હવે ઓમ્ શાંતિ નો અર્થ તો સદૈવ બાળકો ને યાદ હશે. આપણે આત્મા છીએ, આપણું ઘર છે નિર્વાણધામ અથવા મૂળવતન. બાકી ભક્તિ માર્ગ માં મનુષ્ય જે પણ પુરુષાર્થ કરે છે તેમને ખબર નથી ક્યાં જવાનું છે. સુખ શેમાં છે? દુઃખ શેમાં છે? કાંઈ પણ ખબર નથી. યજ્ઞ, તપ, દાન, પુણ્ય, તીર્થ વગેરે કરતા સીડી નીચે ઉતરતા જ આવે છે. હમણાં તમને જ્ઞાન મળે છે તો ભક્તિ બંધ થઈ જાય છે. ઘંટા, ઘડિયાળ વગેરે તે વાતાવરણ બધું બંધ. નવી દુનિયા અને જૂની દુનિયામાં ફરક તો છે ને? નવી દુનિયા છે પાવન દુનિયા. આપ બાળકો ની બુદ્ધિ માં છે સુખધામ. સુખધામ ને સ્વર્ગ, દુઃખધામ ને નર્ક કહેવાય છે. મનુષ્ય શાંતિ ઈચ્છે છે, પરંતુ ત્યાં કોઈ પણ જઈ નથી શકતાં. બાપ કહે છે હું જ્યાં સુધી અહીં ભારત માં ન આવું ત્યાં સુધી મારા સિવાય આપ બાળકો જઈ નથી શકતાં. ભારત માં જ શિવજયંતિ ગવાય છે. નિરાકાર જરુર સાકાર માં આવશે ને? શરીર વગર આત્મા કાંઈ કરી શકે છે શું? શરીર વગર તો આત્મા ભટકતો રહે છે. બીજા તન માં પણ પ્રવેશ કરી લે છે. કોઈ સારા હોય છે, કોઈ ચંચળ હોય છે, એકદમ તવાઈ બનાવી લે છે. આત્મા ને શરીર જરુર જોઈએ. તેમ પરમપિતા પરમાત્મા ને પણ શરીર ન હોય તો ભારત માં શું આવીને કરશે? ભારત જ અવિનાશી ખંડ છે. સતયુગ માં એક જ ભારત ખંડ છે. બીજા બધા ખંડ વિનાશ થઈ જાય છે. ગાય છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. આ લોકો પછી આદિ સનાતન હિંદુ ધર્મ કહી દે છે. હકીકત માં શરુ માં કોઈ હિંદુ નથી, દેવી-દેવતાઓ હતાં. યુરોપ માં રહેવા વાળા પોતાને ક્રિશ્ચન કહે છે. યુરોપિયન ધર્મ થોડી કહેશે? આ હિન્દુસ્તાન માં રહેવા વાળા હિંદુ ધર્મ કહી દે. જે દૈવી ધર્મ શ્રેષ્ઠ હતાં, એ જ ૮૪ જન્મો માં આવતા ધર્મ ભ્રષ્ટ બની ગયા છે. દેવતા ધર્મ નાં જે હશે એ જ અહીં આવશે. જો નિશ્ચય નથી તો સમજો આ ધર્મ નાં નથી. ભલે અહીં બેઠાં હશે તો પણ તેમને સમજાશે નહીં. ત્યાં કોઈ પ્રજા માં ઓછું પદ મેળવવા વાળા હશે. ઈચ્છે બધા સુખ-શાંતિ છે, તે તો હોય છે સતયુગ માં. બધા તો સુખધામ માં જઈ ન શકે. બધા ધર્મ પોત-પોતાનાં સમય પર આવે છે. અનેક ધર્મ છે, ઝાડ ની વૃદ્ધિ થતી રહે છે. મૂળ થડ છે દેવી-દેવતા ધર્મ. પછી છે ૩ ટ્યુબ (શાખાઓ). સ્વર્ગ માં તો આ હોઈ ન શકે. દ્વાપર થી લઈને નવાં ધર્મ નીકળે છે. આને વેરાઈટી હ્યુમન ટ્રી કહેવાય છે. વિરાટ રુપ અલગ છે, આ વેરાયટી (વિવિધ) ધર્મો નું ઝાડ છે. અનેક પ્રકાર નાં મનુષ્ય છે. તમે જાણો છો કેટલાં ધર્મ છે. સતયુગ આદિ માં એક જ ધર્મ હતો, નવી દુનિયા હતી. બહાર વાળા પણ જાણે છે, ભારત જ પ્રાચીન સ્વર્ગ હતું. ખૂબ સાહૂકાર હતું એટલે ભારત ને ખૂબ માન મળે છે. કોઈ સાહૂકાર, ગરીબ બને છે તો તેનાં પર તરસ ખાય (રહેમ આવે) છે. બિચારું ભારત શું થઈ ગયું છે! આ પણ ડ્રામા માં પાર્ટ છે. કહે પણ છે સૌથી વધારે રહેમદિલ ઈશ્વર જ છે અને આવે પણ ભારત માં છે. ગરીબો પર જરુર સાહૂકાર જ રહેમ કરશે ને? બાપ છે બેહદ નાં સાહૂકાર, ઊંચા માં ઊંચા બનાવવા વાળા. તમે કોનાં બાળક બન્યાં છો તે પણ નશો હોવો જોઈએ. પરમપિતા પરમાત્મા શિવ નાં આપણે સંતાન છીએ, જેમને જ જીવનમુક્તિ દાતા, સદ્દગતિ દાતા કહેવાય છે. જીવનમુક્તિ પહેલાં-પહેલાં સતયુગ માં હોય છે. અહીં તો છે જીવનબંધ. ભક્તિ માર્ગ માં પોકારે છે બાબા, બંધન થી છોડાવો. હવે તમે પોકારી ન શકો.

તમે જાણો છો બાપ જે જ્ઞાન નાં સાગર છે, એ જ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી નો સાર સમજાવી રહ્યાં છે. નોલેજફુલ છે. આ (બ્રહ્મા બાબા) તો સ્વયં કહે છે હું ભગવાન નથી. તમારે તો દેહ થી ન્યારા દેહી-અભિમાની બનવાનું છે. આખી દુનિયા ને, પોતાનાં શરીર ને પણ ભૂલવાનું છે. આ ભગવાન નથી. આને કહેવાય જ છે બાપદાદા. બાપ છે ઊંચા માં ઊંચા. આ પતિત જૂનું તન છે. મહિમા ફક્ત એક ની છે. એમની સાથે યોગ લગાવવાનો છે ત્યારે જ પાવન બનશો. નહીં તો ક્યારેય પાવન બની નહીં શકો અને અંત માં હિસાબ-કિતાબ ચૂક્તું કરી સજાઓ ખાઈને ચાલ્યાં જશો. ભક્તિમાર્ગ માં હમ સો, સો હમ નો મંત્ર સાંભળતા આવ્યાં છો. હમ આત્મા સો પરમપિતા પરમાત્મા, સો હમ આત્મા - આ જ ખોટો મંત્ર પરમાત્મા થી બેમુખ કરવા વાળો છે. બાપ કહે છે - બાળકો, પરમાત્મા સો હમ આત્મા કહેવું આ બિલકુલ ખોટું છે. હવે આપ બાળકો ને વર્ણો નું પણ રહસ્ય સમજાવ્યું છે. હમ સો બ્રાહ્મણ છીએ પછી હમ સો દેવતા બનવા માટે પુરુષાર્થ કરીએ છીએ. પછી હમ સો દેવતા બની ક્ષત્રિય વર્ણ માં આવીશું. બીજા કોઈને થોડી ખબર છે - આપણે કેવી રીતે ૮૪ જન્મ લઈએ છીએ? કયા કુળ માં લઈએ છીએ? તમે હમણાં સમજો છો આપણે બ્રાહ્મણ છીએ, બાબા તો બ્રાહ્મણ નથી. તમે જ આ વર્ણો માં આવો છો. હવે બ્રાહ્મણ ધર્મ માં એડોપ્ટ કર્યા છે. શિવબાબા દ્વારા પ્રજાપિતા બ્રહ્મા નાં સંતાન બન્યાં છો. આ પણ જાણો છો નિરાકારી આત્માઓ અસલ માં ઈશ્વરીય કુળ નાં છે. નિરાકારી દુનિયા માં રહેવા વાળા છે. પછી સાકારી દુનિયામાં આવે છે. પાર્ટ ભજવવા આવવું પડે છે. ત્યાંથી આવી પછી આપણે દેવતા કુળ માં ૮ જન્મ લીધાં, પછી આપણે ક્ષત્રિય કુળ માં, વૈશ્ય કુળ માં જઈએ છીએ. બાપ સમજાવે છે તમે આટલાં જન્મ દૈવીકુળ માં લીધાં પછી આટલાં જન્મ ક્ષત્રિય કુળ માં લીધાં. ૮૪ જન્મો નું ચક્ર છે. તમારા વગર આ જ્ઞાન બીજા કોઈને મળી ન શકે. જે આ ધર્મ નાં હશે એ જ અહીં આવશે. રાજધાની સ્થાપન થઈ રહી છે. કોઈ રાજા-રાણી કોઈ પ્રજા બનશે. સૂર્યવંશી લક્ષ્મી-નારાયણ ધ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ - ૮ ગાદી ચાલે છે પછી ક્ષત્રિય ધર્મ માં પણ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એમ ચાલે છે. આ બધી વાતો બાપ સમજાવે છે. જ્ઞાન નાં સાગર જ્યારે આવે છે તો ભક્તિ ખલાસ થઈ જાય છે. રાત સમાપ્ત થઈ દિવસ થાય છે. ત્યાં કોઈ પણ પ્રકારના ધક્કા નથી હોતાં. આરામ જ આરામ છે, કોઈ હંગામા (તોફાન) નથી. આ પણ ડ્રામા બનેલો છે. ભક્તિ કલ્ટ માં જ બાપ આવે છે. બધા ને પાછા જરુર જવાનું છે પછી નંબરવાર ઉતરે છે. ક્રાઈસ્ટ આવશે તો પછી તેમનાં ધર્મ વાળા પણ આવતા રહેશે. હમણાં જુઓ કેટલાં ક્રિશ્ચન છે? ક્રાઈસ્ટ થઈ ગયા ક્રિશ્ચન ધર્મ નું બીજ. આ દેવી-દેવતા ધર્મ નું બીજ છે પરમપિતા પરમાત્મા શિવ. તમારો ધર્મ સ્થાપન કરે છે પરમપિતા પરમાત્મા. તમને બ્રાહ્મણ ધર્મ માં કોણ લાવ્યું? બાપે એડોપ્ટ કર્યા તો તેનાથી નાનો બ્રાહ્મણ ધર્મ થયો. બ્રાહ્મણો ની ચોટલી ગવાય છે. આ છે નિશાની ચોટલી પછી નીચે આવો તો શરીર વધતું જાય છે. આ બધી વાતો બાપ જ બેસીને સમજાવે છે. જે બાપ કલ્યાણકારી છે એ જ આવીને ભારત નું કલ્યાણ કરે છે. સૌથી અધિક કલ્યાણ તો આપ બાળકો નું જ કરે છે. તમે શું થી શું બની જાઓ છો! તમે અમરલોક નાં માલિક બની જાઓ છો. હમણાં જ તમે કામ પર વિજય મેળવો છો. ત્યાં અકાળે મૃત્યુ થતું નથી. મરવાની વાત નથી. બાકી ચોલો (શરીર) તો બદલશો ને? જેમ સાપ એક ખાલ ઉતારી બીજી લે છે. અહીં પણ તમે આ જૂની ખાલ છોડી નવી દુનિયામાં નવી ખાલ લેશો. સતયુગ ને કહેવાય છે ગાર્ડન ઓફ ફ્લાવર્સ (ફૂલો નો બગીચો). ક્યારેય કોઈ કુવચન ત્યાં નથી નીકળતાં. અહીં તો છે જ કુસંગ. માયા નો સંગ છે ને એટલે આનું નામ જ છે રૌરવ નર્ક. જગ્યા જૂની થાય છે તો મ્યુનિસિપાલ્ટી વાળા પહેલે થી જ ખાલી કરાવી દે છે. બાપ પણ કહે છે જ્યારે જૂની દુનિયા થાય છે ત્યારે હું આવું છું.

જ્ઞાન થી સદ્દગતિ થઈ જાય છે. રાજયોગ શીખવાડાય છે. ભક્તિ માં તો કાંઈ પણ નથી. હા, જેમ દાન-પુણ્ય કરે છે તો અલ્પકાળ માટે સુખ મળે છે. રાજાઓ ને પણ સંન્યાસી લોકો વૈરાગ અપાવે છે, આ તો કાગ વિષ્ટા સમાન સુખ છે. હમણાં આપ બાળકો ને બેહદ નો વૈરાગ શીખવાડાય છે. આ છે જ જૂની દુનિયા, હવે સુખધામ ને યાદ કરો, પછી વાયા શાંતિધામ અહીં આવવાનું છે. દેલવાડા મંદિર માં હૂબહૂ તમારું આ સમય નું યાદગાર છે. નીચે તપસ્યા માં બેઠાં છો, ઊપર છે સ્વર્ગ. નહીં તો સ્વર્ગ ક્યાં દેખાડે? મનુષ્ય મરે છે તો કહેશે સ્વર્ગ પધાર્યાં. સ્વર્ગ ને ઊપર સમજે છે, પરંતુ ઊપર કાંઈ નથી. ભારત જ સ્વર્ગ, ભારત જ નર્ક બને છે. આ મંદિર પૂરું યાદગાર છે. આ મંદિર વગેરે બધા પાછળ થી બને છે. સ્વર્ગ માં ભક્તિ હોતી નથી. ત્યાં તો સુખ જ સુખ છે. બાપ આવીને બધા રહસ્ય સમજાવે છે. બીજા બધા આત્માઓ નાં નામ બદલાય છે, શિવ નું નામ નથી બદલાતું. એમને પોતાનું શરીર નથી. શરીર વગર ભણાવશે કેવી રીતે? પ્રેરણા ની તો કોઈ વાત જ નથી. પ્રેરણા નો અર્થ છે વિચાર. એવું નથી, ઉપર થી પ્રેરણા કરશે અને પહોંચી જશે, આમાં પ્રેરણા ની કોઈ વાત નથી. જે બાળકો ને બાપ નો પૂરો પરિચય નથી, પૂરો નિશ્ચય નથી તેમની બુદ્ધિ માં યાદ પણ રહેતી નથી. અમને કોણ શીખવાડી રહ્યાં છે, તે જાણતા નથી તો યાદ કોને કરશે? બાપ ની યાદ થી જ તમારા વિકર્મ વિનાશ થશે. જે જન્મ-જન્માંતર લિંગ ને જ યાદ કરે છે, સમજે છે આ પરમાત્મા છે, તેમનું આ ચિન્હ છે, એ છે નિરાકાર, સાકાર નથી. બાપ કહે છે મારે પણ પ્રકૃતિ નો આધાર લેવો પડે છે. નહીં તો તમને સૃષ્ટિ ચક્ર નાં રહસ્ય કેવી રીતે સમજાવું? આ છે રુહાની નોલેજ. રુહો ને જ આ નોલેજ મળે છે. આ નોલેજ એક બાપ જ આપી શકે છે. પુનર્જન્મ તો લેવાનાં જ છે. બધા એક્ટર્સ ને પાર્ટ મળેલો છે. નિર્વાણ માં કોઈ પણ જઈ ન શકે. મોક્ષ મેળવી ન શકે. જે નંબરવન વિશ્વ નાં માલિક બને છે એ જ ૮૪ જન્મો માં આવે છે. ચક્ર જરુર લગાવવાનું છે. મનુષ્ય સમજે છે મોક્ષ મળે છે, કેટલાં મત-મતાંતર છે. વૃદ્ધિ થતી જ રહે છે. પાછા કોઈ પણ જતા નથી. બાપ જ ૮૪ જન્મો ની કહાણી બતાવે છે. આપ બાળકો એ ભણીને પછી ભણાવવાનું છે. આ રુહાની નોલેજ તમારા સિવાય બીજું કોઈ આપી ન શકે. નથી શુદ્ર, નથી દેવતાઓ આપી શકતાં. સતયુગ માં દુર્ગતિ થતી નથી જે નોલેજ મળે. આ નોલેજ છે જ સદ્દગતિ માટે. સદ્દગતિ દાતા લિબરેટર ગાઈડ (મુક્તિદાતા માર્ગદર્શક) એક જ છે. યાદ ની યાત્રા સિવાય કોઈ પણ પવિત્ર બની ન શકે. સજાઓ જરુર ખાવી પડશે. પદ પણ ભ્રષ્ટ થઈ જશે. બધાનાં હિસાબ-કિતાબ ચૂક્તું તો થવાનાં છે ને? તમને તમારી જ વાત સમજાવે છે બીજા ધર્મો માં જવાની શું પડી છે? ભારતવાસીઓ ને જ આ નોલેજ મળે છે. બાપ પણ ભારત માં જ આવીને ૩ ધર્મ સ્થાપન કરે છે. હમણાં તમને શુદ્ર ધર્મ થી કાઢી ઊંચ કુળ માં લઈ જાય છે. તે છે નીંચ પતિત કુળ, હવે પાવન બનાવવા માટે તમે બ્રાહ્મણ નિમિત્ત બનો છો. આને રુદ્ર જ્ઞાન યજ્ઞ કહેવાય છે. રુદ્ર શિવબાબાએ યજ્ઞ રચ્યો છે, આ બેહદ નાં યજ્ઞ માં આખી જૂની દુનિયા ની આહુતિ પડવાની છે. પછી નવી દુનિયા સ્થાપન થઈ જશે. જૂની દુનિયા ખતમ થવાની છે. તમે આ નોલેજ લો જ છો નવી દુનિયા માટે. દેવતાઓ નો પડછાયો જૂની દુનિયા માં નથી પડતો. આપ બાળકો જાણો છો કે કલ્પ પહેલાં જે આવ્યાં હશે એ જ આવીને આ નોલેજ લેશે. નંબરવાર પુરુષાર્થ અનુસાર ભણતર ભણશે. મનુષ્ય અહીં જ શાંતિ ઈચ્છે છે. હવે આત્મા તો છે જ શાંતિધામ નો રહેવા વાળો. બાકી અહીં શાંતિ કેવી રીતે હોઈ શકે. આ સમયે તો ઘર-ઘર માં અશાંતિ છે. રાવણ રાજ્ય છે ને? સતયુગ માં બિલકુલ જ શાંતિ નું રાજ્ય હોય છે. એક ધર્મ, એક ભાષા હોય છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની દુનિયા થી બેહદ નાં વૈરાગી બની પોતાનાં દેહ ને પણ ભૂલી શાંતિધામ અને સુખધામ ને યાદ કરવાના છે. નિશ્ચયબુદ્ધિ બની યાદ ની યાત્રા માં રહેવાનું છે.

2. હમ સો, સો હમ નાં મંત્ર ને યથાર્થ સમજીને હવે બ્રાહ્મણ સો દેવતા બનવાનો પુરુષાર્થ કરવાનો છે. બધા ને આનો યથાર્થ અર્થ સમજાવવાનો છે.

વરદાન :-
અંતર્મુખતા નાં અભ્યાસ દ્વારા અલૌકિક ભાષા ને સમજવા વાળા સદા સફળતા સંપન્ન ભવ

જેટલાં-જેટલાં આપ બાળકો અંતર્મુખી સ્વીટ સાઈલેન્સ સ્વરુપ માં સ્થિત થતા જશો એટલાં નયનો ની ભાષા, ભાવના ની ભાષા અને સંકલ્પ ની ભાષા ને સહજ સમજતા જશો. આ ત્રણ પ્રકાર ની ભાષા રુહાની યોગી જીવન ની ભાષા છે. આ અલૌકિક ભાષાઓ બહુ જ શક્તિશાળી છે. સમય પ્રમાણે આ ત્રણેય ભાષાઓ દ્વારા જ સહજ સફળતા પ્રાપ્ત થશે. એટલે હવે રુહાની ભાષા નાં અભ્યાસી બનો.

સ્લોગન :-
તમે એટલાં હલકા બની જાઓ જે બાપ તમને પોતાની પલકો (પાંપણો) પર બેસાડીને સાથે લઈ જાય.

અવ્યક્ત ઈશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો .

વર્તમાન સમય વિશ્વ કલ્યાણ કરવાનું સહજ સાધન પોતાનાં શ્રેષ્ઠ સંકલ્પ ની એકાગ્રતા છે, એનાથી જ સર્વ આત્માઓની ભટકેલી બુદ્ધિ ને એકાગ્ર કરી શકશો. વિશ્વ નાં સર્વ આત્માઓ વિશેષ આ જ ઈચ્છા રાખે છે કે ભટકેલી બુદ્ધિ એકાગ્ર થઈ જાય અથવા મન ચંચળતા થી એકાગ્ર થઈ જાય, એનાં માટે એકાગ્રતા અર્થાત્ સદા એક બાપ બીજું ન કોઈ, આ સ્મૃતિ થી એકરસ સ્થિતિ માં સ્થિત થવાનો વિશેષ અભ્યાસ કરો.