16-09-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે છો રુહાની પન્ડા , તમારે બધાને શાંતિધામ અર્થાત્ અમરપુરી નો રસ્તો બતાવવાનો છે”

પ્રશ્ન :-
આપ બાળકો ને કયો નશો છે, તે નશા નાં આધાર પર કયા નિશ્ચય નાં બોલ બોલો છો?

ઉત્તર :-
આપ બાળકો ને આ નશો છે કે અમે બાપ ને યાદ કરી જન્મ-જન્માંતર માટે પવિત્ર બનીએ છીએ. તમે નિશ્ચય થી કહો છો કે ભલે કેટલાં પણ વિઘ્નો પડે પરંતુ સ્વર્ગ ની સ્થાપના તો જરુર થવાની જ છે. નવી દુનિયા ની સ્થાપના અને જૂની દુનિયા નો વિનાશ થવાનો જ છે. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે, આમાં સંશય ની વાત જ નથી.

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવી રહ્યાં છે. તમે જાણો છો આપણે આત્મા છીએ. આ સમયે આપણે રુહાની પન્ડા બન્યાં છીએ. બનીએ પણ છીએ, બનાવીએ પણ છીએ. આ વાતો સારી રીતે ધારણ કરો. માયા નાં તોફાન ભુલાવી દે છે. રોજ સવાર-સાંજ આ વિચાર કરવો જોઈએ - આ અમૂલ્ય રત્ન અમૂલ્ય જીવન માટે રુહાની બાપ પાસે થી મળે છે. તો રુહાની બાપ સમજાવે છે - બાળકો, તમે હમણાં રુહાની પન્ડા અથવા ગાઈડ્સ (માર્ગદર્શક) છો - મુક્તિધામ નો રસ્તો બતાવવા માટે. આ છે સાચ્ચી-સાચ્ચી અમરકથા, અમરપુરી માં જવાની. અમરપુરી માં જવા માટે તમે પવિત્ર બની રહ્યાં છો. અપવિત્ર ભ્રષ્ટાચારી આત્મા અમરપુરી માં કેવી રીતે જશે? મનુષ્ય અમરનાથ ની યાત્રા પર જાય છે, સ્વર્ગ ને પણ અમરનાથ પુરી કહેવાશે. એકલા અમરનાથ થોડી હોય છે? તમે બધા આત્માઓ અમરપુરી જઈ રહ્યાં છો. તે છે આત્માઓ ની અમરપુરી પરમધામ પછી અમરપુરી માં આવે છે શરીર ની સાથે. ત્યાં કોણ લઈ જાય છે? પરમપિતા પરમાત્મા સર્વ આત્માઓ ને લઈ જાય છે. તેને અમરપુરી પણ કહી શકાય છે. પરંતુ સાચ્ચું નામ શાંતિધામ છે. ત્યાં તો બધાએ જવાનું જ છે. ડ્રામા ની ભાવી ટાળે ન ટળે. આ સારી રીતે બુદ્ધિ માં ધારણ કરો. પહેલાં-પહેલાં તો આત્મા સમજો. પરમપિતા પરમાત્મા પણ આત્મા જ છે. ફક્ત એમને પરમપિતા પરમાત્મા કહેવાય છે, એ આપણને સમજાવી રહ્યાં છે. એ જ જ્ઞાન નાં સાગર છે, પવિત્રતા નાં સાગર છે. હવે બાળકો ને પવિત્ર બનાવવા માટે શ્રીમત આપે છે કે મામેકમ્ યાદ કરો તો તમારા જન્મ-જન્માંતર નાં પાપ કપાઈ જશે. યાદ ને જ યોગ કહેવાય છે. તમે તો બાળકો છો ને? બાપ ને યાદ કરવાના છે. યાદ થી જ બેડો પાર થાય છે. આ વિષય નગરી થી તમે શિવ નગરી માં જશો પછી વિષ્ણુપુરી માં આવશો. આપણે ભણીએ જ છીએ ત્યાં નાં માટે, અહીં નાં માટે નહીં. અહીં જે રાજાઓ બને છે, તે ધન દાન કરવાથી બને છે. ઘણાં છે જે ગરીબો ની ખૂબ સંભાળ કરે છે, કોઈ હોસ્પિટલ, ધર્મશાળાઓ વગેરે બનાવે છે, કોઈ ધન દાન કરે છે. જેમ સિંધ માં મૂળચંદ હતાં, ગરીબો ની પાસે જઈને દાન કરતા હતાં. ગરીબો ની ખૂબ સંભાળ કરતા હતાં. આવાં ઘણાં દાની હોય છે. સવારે ઉઠીને અન્ન ની મુઠ્ઠી કાઢે (ભરે) છે, ગરીબો ને દાન કરે છે. આજકાલ તો ઠગી ખૂબ છે. પાત્ર ને દાન આપવું જોઈએ. તે અક્કલ તો છે નહીં. બહાર જે ભીખ માંગવા વાળા બેઠાં રહે છે તેમને આપવું, તે પણ કોઈ દાન નથી. તેમનો તો આ ધંધો છે. ગરીબો ને દાન કરવા વાળા સારું પદ મેળવે છે.

હવે તમે છો બધા રુહાની પન્ડા. તમે પ્રદર્શન કે મ્યુઝિયમ ખોલો છો તો એવું નામ લખો જે સિદ્ધ થઈ જાય ગાઈડ ટૂ હેવન અથવા નવાં વિશ્વ ની રાજધાની નાં ગાઈડ્સ. પરંતુ મનુષ્ય કાંઈ પણ સમજતા નથી. આ છે જ કાંટાઓ નું જંગલ. સ્વર્ગ છે ફૂલો નો બગીચો, જ્યાં દેવતાઓ રહે છે. આપ બાળકો ને પણ આ નશો રહેવો જોઈએ કે અમે બાપ ને યાદ કરી જન્મ-જન્માંતર માટે પવિત્ર બનીએ છીએ. તમે જાણો છો ભલે કેટલાં પણ વિઘ્ન પડે સ્વર્ગ ની સ્થાપના તો જરુર થવાની છે. નવી દુનિયા ની સ્થાપના અને જૂની દુનિયા નો વિનાશ થવાનો જ છે. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે, આમાં સંશય ની વાત જ નથી. જરા પણ સંશય ન લાવવો જોઈએ. આ તો બધા કહે છે પતિત-પાવન. અંગ્રેજી માં પણ કહે છે આવીને લિબરેટ (મુક્ત) કરો દુઃખ થી. દુઃખ છે જ ૫ વિકારો થી. તે છે જ વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા), સુખધામ. હવે આપ બાળકોએ જવાનું છે સ્વર્ગ માં. મનુષ્ય સમજે છે સ્વર્ગ ઉપર છે, તેમને આ ખબર નથી કે મુક્તિધામ ઉપર છે. જીવનમુક્તિ માં તો અહીં જ આવવાનું છે. આ બાપ તમને સમજાવે છે, તેને સારી રીતે ધારણ કરી નોલેજ નું જ મંથન કરવાનું છે. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ ઘર માં આ જ વિચાર કરતા રહે છે - આ પેપર ભરીને આપવાનું છે, આજે આ કરવાનું છે. તો આપ બાળકોએ પોતાનાં કલ્યાણ માટે આત્મા ને સતોપ્રધાન બનાવવાનો છે. પવિત્ર બની મુક્તિધામ માં જવાનું છે અને નોલેજ થી પછી દેવતા બને છે. આત્મા કહે છે ને અમે મનુષ્ય થી બેરીસ્ટર બનીએ છીએ. અમે આત્મા મનુષ્ય થી ગવર્નર બનીએ છીએ. આત્મા બને છે શરીર ની સાથે. શરીર ખતમ થઈ જાય છે તો પછી નવેસર ભણવું પડે છે. આત્મા જ પુરુષાર્થ કરે છે વિશ્વ નાં માલિક બનવાં. બાપ કહે છે આ પાક્કું યાદ કરી લો કે અમે આત્મા છીએ, દેવતાઓ ને એવું નથી કહેવું પડતું, યાદ નથી કરવું પડતું કારણકે એ તો છે જ પાવન. પ્રારબ્ધ ભોગવી રહ્યાં છે, પતિત થોડી છે જે બાપ ને યાદ કરે? તમે આત્મા પતિત છો એટલે બાપ ને યાદ કરવાના છે. એમને તો યાદ કરવાની જરુર નથી. આ ડ્રામા છે ને? એક પણ દિવસ એક સમાન નથી હોતો. આ ડ્રામા ચાલતો રહે છે. આખાં દિવસ નો પાર્ટ સેકન્ડ બાય સેકન્ડ બદલાતો રહે છે. શૂટ થતું (બનતું) રહે છે. તો બાપ બાળકો ને સમજાવે છે. કોઈ પણ વાત માં હાર્ટફેલ (હતાશ) નહીં થાઓ. આ જ્ઞાન ની વાતો છે. ભલે પોતાનો ધંધો વગેરે પણ કરો, પરંતુ ભવિષ્ય ઊંચ પદ મેળવવા માટે પૂરો પુરુષાર્થ કરો. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. કુમારીઓ તો ગૃહસ્થ માં ગઈ જ નથી. ગૃહસ્થી તેમને કહેવાય જેમને બાળકો છે. બાપ તો અધરકુમારી અને કુમારી બધાને ભણાવે છે. અધરકુમારી નો પણ અર્થ નથી સમજતાં. શું અડધું શરીર છે? હમણાં તમે જાણો છો કન્યા પવિત્ર છે અને અધર કન્યા તેમને કહેવાય છે જે અપવિત્ર બન્યાં પછી ફરી પવિત્ર બને છે. તમારું જ યાદગાર છે. બાપ જ આપ બાળકો ને સમજાવે છે. બાપ તમને ભણાવી રહ્યાં છે. તમે જાણો છો આપણે આત્માઓ મૂળવતન ને પણ જાણીએ છીએ, પછી સૂર્યવંશી, ચંદ્રવંશી કેવી રીતે રાજ્ય કરે છે? ક્ષત્રિયપણા ની નિશાની બાણ કેમ દેખાડે છે? તે પણ તમે જાણો છો. લડાઈ વગેરે ની તો વાત જ નથી. નથી અસુરો ની વાત, નથી ચોરી ની વાત સિદ્ધ થતી. એવો તો કોઈ રાવણ હોતો નથી જે સીતા ને લઈ જાય. તો બાપ સમજાવે છે મીઠાં-મીઠાં બાળકો, તમે સમજો છો આપણે છીએ હેવન (સ્વર્ગ) નાં, મુક્તિ-જીવનમુક્તિ નાં પન્ડા. તે છે શરીરધારી પન્ડા, આપણે છીએ રુહાની પન્ડા. તે છે કળિયુગી બ્રાહ્મણ. તમે સંગમયુગી બ્રાહ્મણ પુરુષોત્તમ બનવા માટે ભણી રહ્યાં છો. બાબા અનેક પ્રકાર થી સમજાવતા રહે છે. છતાં પણ દેહ-અભિમાન માં આવવાથી ભૂલી જાય છે. હું આત્મા છું, બાપ નું બાળક છું, તે નશો નથી રહેતો. જેટલાં યાદ કરતા રહેશો એટલું દેહ-અભિમાન તૂટતું જશે. પોતાની સંભાળ કરતા રહો. જુઓ, મારું દેહ-અભિમાન તૂટયું છે? આપણે હમણાં જઈ રહ્યાં છીએ પછી વિશ્વ નાં માલિક બનીશું. આપણો પાર્ટ જ હીરો-હીરોઈન નો છે. હીરો-હીરોઈન નામ ત્યારે પડે છે જ્યારે કોઈ વિજય મેળવે છે. તમે વિજય મેળવો છો ત્યારે તમારું હીરો-હીરોઈન નામ પડે છે આ સમયે, આનાં પહેલાં નહોતું. હારવા વાળા ને હીરો-હીરોઈન નહીં કહેવાશે. આપ બાળકો જાણો છો આપણે હમણાં જઈને હીરો-હીરોઈન બનીએ છીએ. તમારો પાર્ટ ઊંચા માં ઊંચો છે. કોડી અને હીરા માં તો ઘણો ફરક છે. ભલે કોઈ કેટલાં પણ લખપતિ કે કરોડપતિ હોય પરંતુ તમે જાણો છો આ બધા વિનાશ થઈ જશે.

આપ આત્માઓ ધનવાન બનતા જાઓ છો. બાકી બધા દેવાળા માં જઈ રહ્યાં છે. આ બધી વાતો ધારણ કરવાની છે. નિશ્ચય માં રહેવાનું છે. અહીં નશો ચઢે છે, બહાર જવાથી નશો ઉતરી જાય છે. અહીં ની વાતો અહીંયા રહી જાય છે. બાપ કહે છે બુદ્ધિ માં રહે - બાપ આપણને ભણાવી રહ્યાં છે. જે ભણતર થી આપણે મનુષ્ય થી દેવતા બની જઈશું. આમાં તકલીફ ની કોઈ વાત નથી. ધંધા વગેરે માંથી પણ થોડો સમય કાઢી યાદ કરી શકો છો. આ પણ પોતાનાં માટે ધંધો છે ને? રજા લઈને જઈ બાબા ને યાદ કરો. આ કોઈ ખોટું નથી બોલતા, આખો દિવસ આમ જ થોડી ગુમાવવાનો છે? આપણે ભવિષ્ય નો તો કાંઈક વિચાર કરીએ. યુક્તિઓ ખૂબ છે, જેટલું થઈ શકે સમય કાઢી બાપ ને યાદ કરો. શરીર નિર્વાહ માટે ધંધો વગેરે પણ ભલે કરો. હું તમને વિશ્વ નાં માલિક બનાવવાની ખૂબ સારી સલાહ આપું છું. આપ બાળકો પણ બધાને સલાહ આપવા વાળા થયાં. વજીર સલાહ માટે હોય છે ને? તમે એડવાઈઝર (સલાહકાર) છો. બધાને મુક્તિ-જીવનમુક્તિ કેવી રીતે મળે, આ જન્મ માં તે રસ્તો બતાવો છો. મનુષ્ય સ્લોગન (સુવિચાર) વગેરે બનાવે છે તો દિવાલ માં ઉપર લગાવી દે છે. જેમ તમે લખો છો ‘બી હોલી એન્ડ રાજયોગી (પવિત્ર બનો, રાજયોગી બનો)’. પરંતુ આનાંથી સમજશે નહીં. હમણાં તમે સમજો છો આપણને બાપ પાસે થી આ વારસો મળી રહ્યો છે. મુક્તિધામ નો પણ વારસો છે. મને તમે પતિત-પાવન કહો છો તો હું આવીને સલાહ આપું છું, પાવન બનવાની. તમે પણ એડવાઈઝર છો. મુક્તિધામ માં કોઈ પણ જઈ નથી શકતું, જ્યાં સુધી બાપ એડવાઈઝ ન કરે, શ્રીમત ન આપે. શ્રી અર્થાત્ શ્રેષ્ઠ મત છે જ શિવબાબા ની. આત્માઓ ને શ્રીમત મળે છે શિવબાબા ની. પાપ આત્મા, પુણ્ય આત્મા કહેવાય છે. પાપ શરીર નહીં કહેવાશે. આત્મા શરીર દ્વારા પાપ કરે છે એટલે પાપ આત્મા કહેવાય છે. શરીર વગર આત્મા ન પાપ, ન પુણ્ય કરી શકે. તો જેટલું થઈ શકે વિચાર સાગર મંથન કરો. સમય તો ખૂબ છે. ટીચર (શિક્ષક) કે પ્રોફેસર છે તો તેમણે પણ યુક્તિ થી આ રુહાની ભણતર ભણાવવું જોઈએ, જેનાંથી કલ્યાણ થાય. બાકી આ શારીરિક ભણતર થી શું થશે? અમે આ ભણાવીએ છીએ. બાકી થોડા દિવસ છે, વિનાશ સામે છે. અંદર ઉછળ આવતી રહેશે - કેવી રીતે મનુષ્યો ને રસ્તો બતાવીએ.

એક બાળકી ને પેપર મળ્યું હતું જેમાં ગીતા નાં ભગવાન ની વાત પૂછાઈ હતી. તો તેણે લખી દીધું ગીતા નાં ભગવાન શિવ છે, તો તેને નાપાસ કરી દીધી. સમજતી હતી હું તો બાપ ની મહિમા લખું છું - ગીતા નાં ભગવાન શિવ છે. એ જ્ઞાન નાં સાગર છે, પ્રેમ નાં સાગર છે. શ્રીકૃષ્ણ નો આત્મા પણ જ્ઞાન મેળવી રહ્યો છે. આ લખ્યું તો ફેલ થઈ ગઈ. મા-બાપ ને કહ્યું - હું આ નહીં ભણીશ. હવે આ રુહાની ભણતર માં લાગી જઈશ. બાળકી પણ ખૂબ ફર્સ્ટ ક્લાસ છે. પહેલાં જ કહેતી હતી હું આવું લખીશ, નાપાસ થઈ જઈશ. પરંતુ સાચ્ચું તો લખવાનું છે ને? આગળ ચાલીને સમજશે બરોબર આ બાળકીએ જે લખ્યું હતું તે સત્ય છે. જ્યારે પ્રભાવ નીકળશે તથા પ્રદર્શન અથવા મ્યુઝિયમ માં તેમને બોલાવશે તો ખબર પડશે અને બુદ્ધિ માં આવશે આ તો રાઈટ (સાચ્ચું) છે. અનેકાનેક મનુષ્ય આવે છે તો વિચાર કરવાનો છે એવું કરીએ જે મનુષ્ય ઝટ સમજી જાય કે આ કોઈ નવી વાત છે. કોઈ ને કોઈ જરુર સમજશે, જે અહીં નાં હશે. તમે બધાને રુહાની રસ્તો બતાવો છો. બિચારા કેટલાં દુઃખી છે, તે બધાનાં દુઃખ કેવી રીતે દૂર કરીએ. ખિટપિટ તો ખુબ જ છે ને? એક-બીજા નાં દુશ્મન બને છે તો કેવી રીતે ખલાસ કરી દે છે. હમણાં બાપ બાળકો ને સારી રીતે સમજાવતા રહે છે. માતાઓ તો બિચારી અબોધ હોય છે. કહે છે અમે ભણેલા-ગણેલા નથી. બાપ કહે છે નથી ભણ્યાં તો સારું છે. વેદ-શાસ્ત્ર જે કાંઈ વાંચ્યા છે તે બધું અહીંયા ભૂલી જવાનું છે. હમણાં હું જે સંભળાવું છું, તે સાંભળો. સમજાવવું જોઈએ - સદ્દગતિ નિરાકાર પરમપિતા પરમાત્મા વગર કોઈ કરી ન શકે. મનુષ્યો માં જ્ઞાન જ નથી તો તે પછી સદ્દગતિ કેવી રીતે કરી શકે? સદ્દગતિ દાતા જ્ઞાન નાં સાગર છે જ એક. મનુષ્ય એવું થોડી કહેશે, જે અહીં નાં હશે એ જ સમજવા ની કોશિશ કરશે. એક પણ કોઈ મોટા વ્યક્તિ નીકળી પડે તો અવાજ થશે. ગાયન છે તુલસીદાસ ગરીબ ની કોઈ ન સાંભળે વાત. સર્વિસ (સેવા) ની યુક્તિઓ તો બાબા ખૂબ બતાવે છે, બાળકોએ અમલ માં લાવવી જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ધંધો વગેરે કરતા ભવિષ્ય ઊંચ પદ મેળવવા માટે યાદ માં રહેવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે. આ ડ્રામા સેકન્ડ બાય સેકન્ડ બદલાતો રહે છે એટલે ક્યારેય કોઈ સીન (દૃશ્ય) જોઈને હાર્ટ ફેલ (હતાશ) નથી થવાનું.

2. આ રુહાની ભણતર ભણીને બીજાઓ ને ભણાવવાનું છે, બધાનું કલ્યાણ કરવાનું છે. અંદર આ જ ઉછળ આવતી રહે કે અમે કેવી રીતે બધાને પાવન બનવાની એડવાઇઝ (સલાહ) આપીએ. ઘર નો રસ્તો બતાવીએ.

વરદાન :-
સર્વ સંબંધો નાં સહયોગ ની અનુભૂતિ દ્વારા નિરંતર યોગી , સહજયોગી ભવ

દરેક સમયે બાપ નાં ભિન્ન-ભિન્ન સંબંધો નો સહયોગ લેવો અર્થાત્ અનુભવ કરવો જ સહજ યોગ છે. બાપ કેવી રીતે પણ સમય પર સંબંધ ને નિભાવવા માટે બંધાયેલા છે. આખાં કલ્પ માં હમણાં જ સર્વ અનુભવો ની ખાણ પ્રાપ્ત થાય છે એટલે સદા સર્વ સંબંધો નો સહયોગ લો અને નિરંતર યોગી, સહજયોગી બનો કારણકે જે સર્વ સંબંધો ની અનુભૂતિ તથા પ્રાપ્તિ માં મગન રહે છે તે જૂની દુનિયાનાં વાતાવરણ થી સહજ જ ઉપરામ થઈ જાય છે.

સ્લોગન :-
સર્વ શક્તિઓ થી સંપન્ન રહેવું, આ જ બ્રાહ્મણ સ્વરુપ ની વિશેષતા છે.

અવ્યક્ત ઈશારા - હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો

તપસ્વી મૂર્ત નો અર્થ છે - તપસ્યા દ્વારા શાંતિ ની શક્તિ ની કિરણો ચારેય તરફ ફેલાઈ રહેલી અનુભવ માં આવે. આ તપસ્વી સ્વરુપ બીજાઓ ને આપવાનું સ્વરુપ છે. જેવી રીતે સૂર્ય વિશ્વ ને રોશની ની અને અનેક વિનાશી પ્રાપ્તિઓ ની અનુભૂતિ કરાવે છે. એવી રીતે મહાન તપસ્વી આત્માઓ જ્વાળા રુપ શક્તિશાળી યાદ દ્વારા પ્રાપ્તિ ની કિરણો ની અનુભૂતિ કરાવે છે.