17-04-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - પાવન
બનો તો રુહાની સેવા ને લાયક બનશો , દેહી - અભિમાની બાળકો રુહાની યાત્રા પર રહેશે અને
બીજાઓને પણ આ જ યાત્રા કરાવશે”
પ્રશ્ન :-
સંગમ પર આપ બાળકો જે
કમાણી કરો છો, એ જ સાચ્ચી કમાણી છે - કેવી રીતે?
ઉત્તર :-
હમણાંની જે કમાણી છે તે ૨૧ જન્મ સુધી ચાલે છે, આનું ક્યારેય પણ દેવાળું નથી નીકળતું.
જ્ઞાન સાંભળવું અને સંભળાવવું, યાદ કરવું અને કરાવવું - આ જ છે સાચ્ચી-સાચ્ચી કમાણી,
જે સાચાં-સાચાં બાપ જ તમને શીખવાડે છે. આવી કમાણી આખાં કલ્પ માં કોઈ પણ કરી ન શકે.
બીજી કોઈ પણ કમાણી સાથે નથી ચાલતી.
ગીત :-
હમેં ઉન રાહો
પર ચલના હૈ…
ઓમ શાંતિ!
ભક્તિમાર્ગ
માં તો બાળકોએ ઘણી ઠોકરો ખાધી છે. ભક્તિમાર્ગ માં તો ખૂબ જ ભાવના થી યાત્રા કરવા
જાય છે, રામાયણ વગેરે સાંભળે છે. એવા પ્રેમ થી બેસીને કથાઓ સાંભળે છે - જે રડવું પણ
આવી જાય છે. અમારા ભગવાન ની સીતા ભગવતી ને રાવણ ડાકૂ લઈ ગયો. પછી સાંભળતી વખતે
બેસીને રડે છે. આ છે બધી દંતકથાઓ, જેનાથી ફાયદો કાંઈ પણ નથી. પોકારે પણ છે - હે
પતિત-પાવન આવો, આવીને અમને દુઃખી આત્માઓ ને સુખી બનાવો. આ નથી સમજતા કે આત્મા દુઃખી
થાય છે કારણકે તેઓ તો આત્મા ને નિર્લેપ કહી દે છે. સમજે છે આત્મા સુખ-દુઃખ થી ન્યારો
છે. આ કેમ કહે છે? કારણકે સમજે છે - પરમાત્મા સુખ-દુઃખ થી ન્યારા છે, તો બાળકો પછી
સુખ-દુઃખ માં કેવી રીતે આવશે? આ બધી વાતો ને હવે બાળકોએ સમજી છે. આ જ્ઞાનમાર્ગ માં
પણ ક્યારેક ગ્રહચારી બેસે છે, ક્યારેક કાંઈક થાય છે. ક્યારેક પ્રફુલ્લિત રહેશે,
ક્યારેક મુરઝાયેલો (ઉદાસ) ચહેરો રહે છે. આ થાય છે માયા સાથે લડાઈ. માયા પર જીત
મેળવવાની છે. જ્યારે બેભાન થાય છે ત્યારે સંજીવની બૂટી અપાય છે - મનમનાભવ.
ભક્તિમાર્ગ માં ભપકો ખૂબ છે. દેવતાઓ ની મૂર્તિઓ ને કેટલી શૃંગારે છે, સાચાં ઘરેણા
પહેરાવે છે. તે ઘરેણા તો ઠાકુર ની પ્રોપર્ટી (મિલકત) થઈ. ઠાકુર ની પ્રોપર્ટી સો
પુજારી કે ટ્રસ્ટી ની થઈ જાય છે. આપ બાળકો જાણો છો કે આપણે ચૈતન્ય માં ખૂબ
હીરા-ઝવેરાત થી સજેલા હતાં. પછી જ્યારે પુજારી બનીએ છીએ તો પણ ખૂબ ઘરેણા પહેરીએ છીએ.
હમણાં કાંઈ પણ નથી. ચૈતન્ય રુપ માં પણ પહેર્યા પછી જડ રુપ માં પણ પહેર્યાં. હવે કોઈ
ઘરેણા નથી. બિલકુલ સાધારણ છીએ. બાપ કહે છે હું સાધારણ તન માં આવું છું. કોઈ રાજાઈ
વગેરે ની ઠાઠ-બાઠ નથી. સંન્યાસીઓ નાં પણ ખૂબ ઠાઠ-બાઠ હોય છે. હવે તમે સમજી ગયા છો
બરોબર સતયુગ માં કેવા આપણે આત્માઓ પવિત્ર હતાં. શરીર પણ આપણા પવિત્ર હતાં. તેમનો
શૃંગાર પણ ખૂબ સરસ હોય છે. કોઈ રુપાળા (સુંદર) હોય છે તો તેમને શૃંગાર નો પણ શોખ રહે
છે. તમે પણ ખૂબસૂરત (સુંદર) હતાં તો ખૂબ સારા-સારા ઘરેણા પહેરતા હતાં. હીરા નાં મોટા
હાર વગેરે પહેરતા હતાં. અહીં દરેક વસ્તુ શ્યામ છે. જુઓ, ગાયો પણ શ્યામ થતી ગઈ છે.
બાબા જ્યારે શ્રીનાથ દ્વાર ગયા હતાં તો ખૂબ સારી ગાયો હતી. શ્રીકૃષ્ણ ની ગાયો ખૂબ
સારી દેખાડે છે. અહીં તો જુઓ કોઈ કેવાં, કોઈ કેવાં છે કારણકે કળિયુગ છે. આવી ગાયો
ત્યાં હોતી નથી. આપ બાળકો વિશ્વ નાં માલિક બનો છો. તમારી સજાવટ પણ ત્યાં એવી સુંદર
હોય છે. વિચાર કરો - ગાયો તો જરુર હોવી જોઈએ. ત્યાંની ગાયો નું છાણ પણ કેવું હોતું
હશે. કેટલી તાકાત હશે. જમીન ને ખાદ (ખાતર) જોઈએ ને? ખાતર નખાય છે તો સારું અનાજ
ઉત્પન થાય છે. ત્યાં બધી વસ્તુ સારી તાકાત વાળી હોય છે. અહીં તો કોઈ ચીજ માં તાકાત
નથી. દરેક વસ્તુઓ બિલકુલ જ પાવરલેસ (શક્તિહીન) થઈ ગઈ છે. બાળકીઓ સૂક્ષ્મવતન માં જતી
હતી. કેટલાં સારા-સારા મોટા ફળ ખાતી હતી, શૂબીરસ વગેરે પીતી હતી. આ બધા સાક્ષાત્કાર
કરાવતા હતાં. માળી ત્યાં કેવી રીતે ફળ વગેરે કાપીને આપે છે. સૂક્ષ્મવતન માં તો ફળ
વગેરે હોઈ ન શકે. આ સાક્ષાત્કાર થાય છે. વૈકુંઠ તો છતાં પણ અહીં હશે ને? મનુષ્ય સમજે
છે વૈકુંઠ કોઈ ઉપર માં છે. વૈકુંઠ નથી સૂક્ષ્મવતન માં, નથી મૂળવતન માં. અહીંયા જ
હોય છે. અહીંયા જે બાળકીઓ સાક્ષાત્કાર કરે છે તે પછી આ આંખો થી જોશે. જેવી પોઝિશન
એવી સામગ્રી પણ હોય છે. રાજાઓ નાં મહેલ જુઓ કેવા સારા-સારા હોય છે! જયપુર માં ખૂબ
સારા-સારા મહેલ બનેલા છે. ફક્ત મહેલ જોવા માટે મનુષ્ય જાય છે તો પણ ટિકિટ હોય છે.
ખાસ તે મહેલ જોવા માટે રાખે છે. પોતે પછી બીજા મહેલો માં રહે છે. તે પણ હમણાં
કળિયુગ માં. આ છે જ પતિત દુનિયા. કોઈ પોતાને પતિત સમજે થોડી છે? તમે હમણાં સમજો છો
- આપણે તો પતિત હતાં. કોઈ કામ નાં નહોતા પછી આપણે ગોરા બનીશું. તે દુનિયા જ ફર્સ્ટ
ક્લાસ હશે. અહીંયા ભલે અમેરિકા વગેરે માં ફર્સ્ટ ક્લાસ મહેલ છે. પરંતુ ત્યાંની તુલના
માં આ તો કાંઈ નથી કારણકે આ તો અલ્પકાળ નું સુખ આપવા વાળા છે. ત્યાં તો ફર્સ્ટ
ક્લાસ મહેલ હોય છે. ફર્સ્ટ ક્લાસ ગાયો હોય છે. ત્યાં ગોવાળિયા પણ હોય છે. શ્રીકૃષ્ણ
ને ગોવાળીયો કહે છે ને? અહીં જે ગાયો ને સંભાળવા વાળા છે, તે કહે છે અમે ગૂજર (ગોવાળિયા)
છીએ. શ્રીકૃષ્ણ નાં વંશાવલી છીએ. હકીકત માં શ્રીકૃષ્ણ નાં વંશાવલી નહીં કહેવાશે.
શ્રીકૃષ્ણ ની રાજધાની નાં કહેવાશે. સાહૂકારો ની પાસે ગાયો હશે તો ગૂજર સંભાળવા વાળા
પણ હશે. આ ગૂજર નામ સતયુગ નું છે. કાલ ની વાત છે. કાલે આપણે આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ નાં હતાં પછી પતિત બન્યાં છીએ તો પોતાને હિંદુ કહીએ છીએ. પૂછો, તમે આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ નાં છો કે હિંદુ ધર્મ નાં છો? આજકાલ બધા હિંદુ લખી દે છે. હિંદુ
ધર્મ કોણે સ્થાપન કર્યો? દેવી-દેવતા ધર્મ કોણે સ્થાપન કર્યોં? આ પણ કોઈ નથી જાણતાં.
બાબા આ પ્રશ્ન પૂછે છે બતાવો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ કોણે સ્થાપન કર્યોં? શિવબાબા
બ્રહ્મા દ્વારા કરી રહ્યાં છે. રામ અથવા શિવબાબા ની શ્રીમત પર આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ સ્થાપન થયો. પછી રાવણ રાજ્ય થાય છે, વિકાર માં જાય છે. ભક્તિમાર્ગ શરુ થઈ જાય
છે ત્યારે હિંદુ કહેવા લાગે છે. હમણાં પોતાને કોઈ દેવતા કહી ન શકે. રાવણે વિશશ (વિકારી)
બનાવ્યાં, બાપ આવીને વાઈસલેસ (નિર્વિકારી) બનાવે છે. તમે ઈશ્વરીય મત થી દેવતા બનો
છો. બાપ જ આવીને આપ બ્રાહ્મણો ને દેવતા બનાવે છે. સીડી કેવી રીતે ઉતરીએ છીએ, આ આપ
બાળકો ની બુદ્ધિ માં નંબરવાર બેસે છે. તમે જાણો છો બીજા બધા મનુષ્ય આસુરી મત પર ચાલી
રહ્યાં છે અને તમે ઈશ્વરીય મત પર ચાલી રહ્યાં છો. રાવણ ની મત થી સીડી ઉતરતા આવ્યાં
છો. ૮૪ જન્મો નાં પછી ફરી પહેલો નંબર જન્મ થશે. ઈશ્વરીય બુદ્ધિ થી તમે આખાં સૃષ્ટિ
નાં આદિ-મધ્ય-અંત ને જાણી જાઓ છો. આ તમારું જીવન ખૂબ અમૂલ્ય છે, આમની બહાદુરી છે.
જ્યારે બાપ આવીને આપણને આટલાં પાવન બનાવે છે. આપણે રુહાની સેવા ને લાયક બનીએ છીએ.
તેઓ છે શારીરિક સોશલ વર્કર (સમાજસેવક), જે દેહ-અભિમાન માં રહે છે. તમે દેહી-અભિમાની
છો. આત્માઓ ને રુહાની યાત્રા પર લઈ જાઓ છો. બાપ સમજાવે છે તમે સતોપ્રધાન હતાં, હવે
તમોપ્રધાન બન્યાં છો. સતોપ્રધાન ને પાવન, તમોપ્રધાન ને પતિત કહેવાય છે. આત્મા માં
ખાદ જ પડી છે. આત્મા ને જ સતોપ્રધાન બનાવવાનો છે. જેટલાં યાદ માં રહેશો, એટલાં
પવિત્ર બનશો. નહીં તો ઓછા પવિત્ર બનશો. પાપો નો બોજો માથા પર રહી જશે. આત્માઓ તો બધા
પવિત્ર હોય છે પછી દરેક નો પાર્ટ અલગ છે. બધાનો એક જેવો પાર્ટ હોઈ ન શકે. સૌથી ઊંચો
બાબા નો પાર્ટ પછી બ્રહ્મા-સરસ્વતી નો કેટલો પાર્ટ છે. જે સ્થાપના કરે છે તે જ પાલના
પણ કરે છે. મોટો પાર્ટ એમનો છે. પહેલાં છે શિવબાબા પછી છે બ્રહ્મા-સરસ્વતી, જે
પુનર્જન્મ માં આવે છે. શંકર તો ફક્ત સૂક્ષ્મ રુપ ધારણ કરે છે. એવું નથી કે શંકર કોઈ
શરીર ની લોન (આધાર) લે છે. શ્રીકૃષ્ણ ને પોતાનું શરીર છે. અહીં ફક્ત શિવબાબા શરીર
ની લોન લે છે. પતિત શરીર, પતિત દુનિયા માં આવીને સેવા કરે છે, મુક્તિ-જીવનમુક્તિ
માં લઈ જવાં. પહેલાં મુક્તિ માં જવું પડે. નોલેજફુલ એક જ બાપ પતિત-પાવન છે, એમને જ
કહેવાય છે શિવબાબા. શંકર ને બાબા કહેવાનું શોભતું નથી. શિવબાબા શબ્દ ખૂબ મીઠો છે.
શિવ ની ઉપર કોઈ અક ચઢાવે છે, કોઈ શું ચઢાવે છે. કોઈ દૂધ પણ ચઢાવે છે.
બાપ બાળકો ને અનેક
પ્રકારની સમજણ આપતા રહે છે. બાળકો માટે સમજાવાય છે, બધો આધાર યોગ પર છે. યોગ થી જ
વિકર્મ વિનાશ થશે. યોગ વાળા ને જ્ઞાન ની ધારણા પણ સારી થશે. પોતાની ધારણા માં ચાલતાં
રહેશે કારણકે પછી સંભળાવવું પણ પડે છે. આ છે નવી વાત - ભગવાને જેમને ડાયરેક્ટ
સંભળાવ્યું, તેમણે સાંભળ્યું પછી તો આ જ્ઞાન રહેતું જ નથી. હમણાં બાપ તમને જે
સંભળાવે છે તે હમણાં તમે સાંભળો છો. ધારણા થાય છે તો પછી તો પ્રારબ્ધ નો પાર્ટ
ભજવવાનો હોય છે. જ્ઞાન સાંભળવાનું, સંભળાવવાનું હમણાં હોય છે. સતયુગ માં આ પાર્ટ નહીં
હશે. ત્યાં તો છે જ પ્રારબ્ધ નો પાર્ટ. મનુષ્ય બેરિસ્ટરી ભણે છે પછી બેરિસ્ટર બની
કમાય છે. આ કેટલી મોટી કમાણી છે, આને દુનિયા વાળા નથી જાણતાં. તમે જાણો છો સાચાં
બાબા આપણને સાચ્ચી કમાણી કરાવી રહ્યાં છે. આનું ક્યારેય દેવાળું નીકળી ન શકે. હમણાં
તમે સત્ય ની કમાણી કરો છો. તે પછી ૨૧ જન્મ સાથે રહે છે. તે (સ્થૂળ) કમાણી સાથ નથી
આપતી. આ સાથ આપવા વાળી છે તો આવી કમાણી ને સાથ આપવો જોઈએ, આ વાતો તમારા સિવાય બીજા
કોઈની બુદ્ધિ માં નથી. તમારા માં પણ ઘડી-ઘડી કોઈ ભૂલી જાય છે. બાપ અને વારસા ને
ભુલવા ન જોઈએ. બસ, વાત એક જ છે. બાપ ને યાદ કરો. જે બાપ પાસે થી ૨૧ જન્મ નો વારસો
મળે છે, ૨૧ જન્મ નિરોગી શરીર રહે છે. વૃદ્ધ અવસ્થા સુધી અકાળે મૃત્યુ થતું નથી.
બાળકો ને કેટલી ખુશી થવી જોઈએ. બાપ ની યાદ છે મુખ્ય, આમાં જ માયા વિધ્ન નાખે છે.
તોફાન લાવે છે. અનેક પ્રકાર નાં તોફાન આવે છે. તમે કહેશો - બાપ ને યાદ કરું, પરંતુ
કરી નહીં શકશો. યાદ માં જ ખૂબ ફેલ થાય છે. યોગ ની ઘણા માં કમી છે. જેટલું થઈ શકે,
યોગ માં મજબૂત થવું જોઈએ. બાકી બીજ અને ઝાડ નું જ્ઞાન કોઈ મોટી વાત નથી.
બાપ કહે છે મને યાદ
કરો. મને યાદ કરવાથી, મને જાણવાથી તમે બધું જાણી જશો. યાદ માં જ બધું ભરેલું છે.
સ્વીટ બાબા, શિવબાબા ને યાદ કરવાના છે. ઊંચા માં ઊંચા છે ભગવાન. શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ
એ છે. ઊંચા માં ઊંચો વારસો આપે છે ૨૧ જન્મો માટે. સદા સુખી અમર બનાવે છે. તમે
અમરપુરી નાં માલિક બનો છો. તો એવા બાપ ને ખૂબ યાદ કરવા જોઈએ. બાપ ને યાદ નહીં કરશો
તો બીજું બધું યાદ આવી જશે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ ઈશ્વરીય
જીવન ખૂબ-ખૂબ અમૂલ્ય છે, આ જીવન માં આત્મા અને શરીર બંને ને પાવન બનાવવાના છે.
રુહાની યાત્રા માં રહીને બીજાઓને આ જ યાત્રા શીખવાડવાની છે.
2. જેટલું થઈ શકે -
સાચ્ચી કમાણી માં લાગી જવાનું છે. નિરોગી બનવા માટે યાદ માં મજબૂત થવાનું છે.
વરદાન :-
શરીર ને
ઈશ્વરીય સેવા માટે અમાનત સમજીને કાર્ય માં લગાવવા વાળા નષ્ટોમોહા ભવ
જેમ કોઈની અમાનત હોય
છે તો અમાનત માં મારાપણું નથી હોતું, મમતા પણ નથી હોતી. તો આ શરીર પણ ઈશ્વરીય સેવા
માટે એક અમાનત છે. આ અમાનત રુહાની બાપે આપેલી છે તો જરુર રુહાની બાપ ની યાદ રહેશે.
અમાનત સમજવાથી રુહાનિયત આવશે, મારાપણા ની મમતા નહીં રહેશે. આ જ સહજ ઉપાય છે નિરંતર
યોગી, નષ્ટોમોહા બનવાનો. તો હવે રુહાનિયત ની સ્થિતિ ને પ્રત્યક્ષ કરો.
સ્લોગન :-
વાનપ્રસ્થ
સ્થિતિ માં જવું છે તો દૃષ્ટિ-વૃતિ માં પણ પવિત્રતા ને અંડરલાઈન કરો.
આ અવ્યક્ત ઈશારા -
મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો
તમારા દરેક બોલ મહાન
હોય. દરેક મન્સા સંકલ્પ, દરેક આત્મા પ્રત્યે મધુર હોય. દરેક ને ઊંચા ઉઠાવવાનો
સ્વભાવ, મધુરતા નો સ્વભાવ, નિર્માણતા નો સ્વભાવ હોય. મારો સ્વભાવ એવો છે, આ ક્યારેય
નહીં બોલતાં. મારું ક્યાંથી આવ્યું? મારો મોટે થી બોલવાનો સ્વભાવ છે, મારો આવેશ માં
આવવાનો સ્વભાવ છે. સ્વભાવ નાં વશ થવું આ જ માયા છે. હવે માયાજીત બનો. અભિમાન તથા
દિલશિકસ્ત થવાનાં, ઈર્ષા તથા આવેશ માં આવવાનાં સ્વભાવ ને પરિવર્તન કરો.