17-09-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - યાદ
થી સતોપ્રધાન બનવાની સાથે - સાથે ભણતર થી કમાણી જમા કરવાની છે , ભણતર નાં સમયે
બુદ્ધિ આમ - તેમ ન ભાગે”
પ્રશ્ન :-
આપ ડબલ અહિંસક, અનનોન વારિયર્સ (ગુપ્ત યોધ્ધાઓ) ની કઈ વિજય નિશ્ચિત છે અને કેમ?
ઉત્તર :-
આપ બાળકો જે માયા પર જીત મેળવવા નો પુરુષાર્થ કરી રહ્યાં છો, તમારું લક્ષ છે કે અમે
રાવણ પાસે થી પોતાનું રાજ્ય લઈને જ છોડીશું… આ પણ ડ્રામા માં યુક્તિ રચાયેલી છે.
તમારી વિજય નિશ્ચિત છે કારણકે તમારી સાથે સાક્ષાત્ પરમપિતા પરમાત્મા છે. તમે યોગબળ
થી વિજય મેળવો છો. મનમનાભવ નાં મહામંત્ર થી તમને રાજાઈ મળે છે. તમે અડધોકલ્પ રાજ્ય
કરશો.
ગીત :-
મુખડા દેખ લે
પ્રાણી…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
બાળકો જ્યારે સામે બેસી રહે છે તો સમજે છે બરોબર અમારા કોઈ સાકાર શિક્ષક નથી, અમને
ભણાવવા વાળા જ્ઞાન નાં સાગર બાબા છે. આ તો પાક્કો નિશ્ચય છે એ આપણા બાપ પણ છે,
જ્યારે ભણીએ છીએ તો ભણતર પર અટેન્શન (ધ્યાન) રહે છે. સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પોતાની
સ્કૂલ માં બેઠાં હશે તો શિક્ષક યાદ આવશે, નહીં કે બાપ કારણકે સ્કૂલ માં બેઠાં છે.
તમે પણ જાણો છો બાબા શિક્ષક પણ છે. નામ ને તો નથી પકડવાનું ને? ધ્યાન માં રાખવાનું
છે - આપણે આત્મા છીએ, બાપ દ્વારા સાંભળી રહ્યાં છીએ. આ તો ક્યારેય થતું જ નથી. નથી
સતયુગ માં, નથી કળિયુગ માં થતું. ફક્ત એક જ વખત સંગમ પર થાય છે. તમે પોતાને આત્મા
સમજો છો. આપણા બાપ આ સમયે શિક્ષક છે કારણકે ભણાવે છે, બંને કામ કરવા પડે છે. આત્મા
ભણે છે શિવબાબા પાસે થી. આ પણ યોગ અને ભણતર થઈ જાય છે. ભણે આત્મા છે, ભણાવે પરમાત્મા
છે. આમાં હજી વધારે ફાયદો છે જ્યારે તમે સન્મુખ છો. ઘણાં બાળકો સારી રીતે યાદ માં
રહેશે. કર્માતીત અવસ્થા માં પહોંચશે તો તે પણ જાણે પવિત્રતા ની તાકાત મળે છે. તમે
જાણો છો શિવબાબા આપણને ભણાવે છે. આ તમારો યોગ પણ છે, કમાણી પણ છે. આત્માએ જ
સતોપ્રધાન બનવાનું છે. તમે સતોપ્રધાન પણ બની રહ્યાં છો, ધન પણ લઈ રહ્યાં છો. સ્વયં
ને આત્મા જરુર સમજવાનું છે. બુદ્ધિ ભાગવી ન જોઈએ. અહીં બેસો છો તો બુદ્ધિ માં આ રહે
કે શિવબાબા ભણાવવા માટે શિક્ષક રુપ માં આવ્યાં કે આવ્યાં. એ જ નોલેજફુલ છે, આપણને
ભણાવી રહ્યાં છે. બાપ ને યાદ કરવાનાં છે. સ્વદર્શન ચક્રધારી પણ આપણે છીએ. લાઈટ-હાઉસ
પણ છીએ. એક આંખ માં શાંતિધામ, એક આંખ માં જીવનમુક્તિધામ છે. આ આંખો ની વાત નથી.
આત્મા નું ત્રીજું નેત્ર કહેવાય છે. હમણાં આત્માઓ સાંભળી રહ્યાં છે, જ્યારે શરીર
છોડશે તો આત્મા માં આ સંસ્કાર હશે. હમણાં તમે બાપ સાથે યોગ લગાવો છો. સતયુગ થી લઈને
તમે વિયોગી હતાં અર્થાત્ બાપ સાથે યોગ નહોતો. હમણાં તમે યોગી બનો છો, બાપ સમાન. યોગ
શિખવાડવા વાળા છે ઈશ્વર એટલે એમને કહેવાય છે યોગેશ્વર. તમે પણ યોગેશ્વર નાં બાળકો
છો. તેમને યોગ લગાવવાનો નથી. એ છે યોગ શિખવાડવા વાળા પરમપિતા પરમાત્મા. તમે એક-એક
યોગેશ્વર, યોગેશ્વરી બનો છો પછી રાજ-રાજેશ્વરી બનશો. એ છે યોગ શિખવાડવા વાળા ઈશ્વર.
પોતે નથી શીખતા, શીખવાડે છે. શ્રીકૃષ્ણ નો જ આત્મા અંત નાં જન્મ માં યોગ શીખી ફરી
શ્રીકૃષ્ણ બને છે. એટલે શ્રીકૃષ્ણ ને પણ યોગેશ્વર કહી દે છે કારણકે તેમનો આત્મા હમણાં
શીખી રહ્યો છે. યોગેશ્વર પાસે થી યોગ શીખી શ્રીકૃષ્ણ પદ મેળવે છે, આમનું નામ પછી
બાપે બ્રહ્મા રાખ્યું છે. પહેલાં તો લૌકિક નામ હતું પછી મરજીવા બન્યાં છે. આત્માએ જ
બાપ નું બનવાનું છે. બાપ નાં બન્યાં તો મરી ગયા ને? તમે પણ બાપ દ્વારા યોગ શીખો છો.
આ સંસ્કારો થી જ તમે જશો શાંતિધામ માં. પછી નવો પાર્ટ પ્રારબ્ધ નો ઈમર્જ (જાગૃત) થશે.
ત્યાં આ વાતો યાદ નહીં રહેશે. આ હમણાં બાપ સમજાવે છે. હવે પાર્ટ પૂરો થાય છે. પછી
નવેસર થી શરુ થશે. જેમ બાપ ને સંકલ્પ ઉઠ્યો કે હું જાઉં તો બાપ કહે છે હું આવું છું
અને મારી વાણી ચાલવાની શરુ થઈ જાય છે. ત્યાં તો શાંતિ માં છે. પછી ડ્રામા અનુસાર
તેમનો પાર્ટ શરુ થાય છે. આવવાનો તો સંકલ્પ ઉઠે છે. પછી અહીં આવીને પાર્ટ ભજવે છે.
તમારા આત્માઓ પણ સાંભળે છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર કલ્પ પહેલાં ની જેમ.
દિવસે-દિવસે વૃદ્ધિ પણ થતી જશે. એક દિવસ તમને મોટા રોયલ હોલ પણ મળશે, જેમાં
મોટા-મોટા લોકો પણ આવશે. બધા સાથે બેસીને સાંભળશે. દિવસે-દિવસે સાહૂકાર પણ રંક થતા
જશે, પેટ પીઠ થી લાગી જશે. એવી આફતો આવવાની છે, મુશળધાર વરસાદ પડશે તો બધી ખેતી
વગેરે પાણી માં ડૂબી જશે. નેચરલ કેલામીટીઝ (કુદરતી આપદાઓ) તો આવવાની જ છે. વિનાશ
થવાનો છે, આને કહેવાય છે કુદરતી આપદાઓ. બુદ્ધિ કહે છે વિનાશ થવાનો જરુર છે. તે તરફ
માટે બોમ્બ્સ પણ તૈયાર છે, નેચરલ કેલામીટીઝ વગેરે પછી છે અહીં નાં માટે. આમાં ખૂબ
હિમ્મત જોઈએ. અંગદ નું પણ દૃષ્ટાંત છે ને, તેને કોઈ હલાવી ન શક્યું. આ અવસ્થા પાક્કી
કરવાની છે - હું આત્મા છું, શરીર નું ભાન તૂટતું જાય. સતયુગ માં તો જ્યારે
ઓટોમેટિકલી (આપોઆપ) સમય પૂરો થાય છે તો સાક્ષાત્કાર થાય છે. હવે અમારે આ શરીર છોડી
જઈ બાળક બનવાનું છે. એક શરીર છોડી જઈ બીજા માં પ્રવેશ કરે છે, સજાઓ વગેરે તો ત્યાં
કાંઈ નથી. દિવસે-દિવસે તમે નજીક આવતા જશો. બાપ કહે છે મારા માં જે પાર્ટ ભરેલો છે
તે ખુલતો જશે. બાળકો ને બતાવતા રહેશે. પછી બાપ નો પાર્ટ પૂરો થશે તો તમારો પણ પૂરો
થઈ જશે. પછી તમારો સતયુગ નો પાર્ટ શરુ થશે. હવે તમારે પોતાનું રાજ્ય લેવાનું છે, આ
ડ્રામા ખૂબ યુક્તિ થી બનેલો છે. તમે માયા પર જીત મેળવો છો, આમાં પણ સમય લાગે છે. તે
લોકો તો એક તરફ સમજે છે કે અમે સ્વર્ગ માં બેઠાં છીએ. આ સુખધામ બની ગયું છે, બીજી
તરફ પછી ગીત માં પણ ભારત ની હાલત સંભળાવે છે. તમે જાણો છો આ તો વધારે જ તમોપ્રધાન
થઈ ગયા છે. ડ્રામા અનુસાર તમોપ્રધાન પણ જલ્દી થી થતા જાય છે. તમે હમણાં સતોપ્રધાન
બની રહ્યાં છો. હવે નજીક આવતા જાઓ છો, અંતે વિજય તો તમારી થવાની જ છે. હાહાકાર પછી
ફરી જયજયકાર થશે. ઘી ની નદીઓ વહેશે. ત્યાં ઘી વગેરે ખરીદી કરવું નહીં પડે. બધાની
પાસે પોતાની ગાયો ફર્સ્ટ ક્લાસ હોય છે. તમે કેટલાં ઊંચ બનો છો. તમે જાણો છો વર્લ્ડ
ની હિસ્ટ્રી-જોગ્રોફી ફરી રિપીટ (પુનરાવર્તન) થાય છે. બાપ આવીને વર્લ્ડ ની હિસ્ટ્રી
રિપીટ કરે છે. એટલે બાબાએ કહ્યું આ પણ લખી દો વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે
રિપીટ થાય છે, આવીને સમજો. જે સેન્સિબલ (સમજદાર) હશે, કહેશે હમણાં આયરન એજ (કળિયુગ)
છે, તો જરુર ગોલ્ડન એજ (સતયુગ) રિપીટ થશે. કોઈ તો કહેશે સૃષ્ટિ નું ચક્ર લાખો વર્ષ
નું છે, હવે કેવી રીતે રિપીટ થશે? અહીં સૂર્યવંશી-ચંદ્રવંશી ની હિસ્ટ્રી તો નથી.
અંત સુધી આ ચક્ર કેવી રીતે રિપીટ થાય છે? તે પણ જાણતા નથી કે આમનું રાજ્ય પછી ક્યારે
હશે? રામ રાજ્ય ને જાણતા નથી. હમણાં તમારી સાથે બાપ છે. જે તરફ સાક્ષાત્ પરમપિતા
પરમાત્મા બાપ છે તેમની જરુર વિજય થવાની છે. બાપ કોઈ હિંસા થોડી કરાવશે? કોઈને મારવું
હિંસા છે ને? સૌથી મોટી હિંસા છે કામ કટારી ચલાવવી. હમણાં તમે ડબલ અહિંસક બની રહ્યાં
છો. ત્યાં છે જ અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ. ત્યાં નથી લડતાં, નથી વિકાર માં જતાં.
હવે તમારું છે યોગબળ, પરંતુ આને ન સમજવા નાં કારણે શાસ્ત્રો માં અસુરો અને દેવતાઓ
ની લડાઈ લખી દીધી છે, અહિંસા ને કોઈ જાણતું નથી. આ તમે જ જાણો છો. તમે છો ઇનકોગનીટો
વારિયર્સ (ગુપ્ત યોધ્ધાઓ). અનનોન બટ વેરી વેલનોન. તમને કોઈ વારિયર્સ સમજશે? તમારા
દ્વારા બધાને મનમનાભવ નો પૈગામ (સંદેશ) મળશે. આ છે મહામંત્ર. મનુષ્ય આ વાતો ને સમજતા
નથી. સતયુગ-ત્રેતા માં આ હોતું નથી. મંત્ર થી તમે રાજાઈ મેળવી પછી જરુર નથી. તમે
જાણો છો આપણે કેવી રીતે ચક્ર લગાવીને આવ્યાં છીએ. હવે ફરી બાપ મહામંત્ર આપે છે. પછી
અડધોકલ્પ રાજ્ય કરીશું. હવે તમારે દૈવી ગુણ ધારણ કરવાના અને કરાવવાના છે. બાબા સલાહ
આપે છે-પોતાનો ચાર્ટ રાખવા થી ખૂબ મજા આવશે. રજીસ્ટર માં સારું, ઉત્તમ, અને શ્રેષ્ઠ
હોય છે ને? પોતે પણ ફીલ (અનુભવ) કરે છે. કોઈ સારું ભણે છે, કોઈનું અટેન્શન નથી રહેતું
તો ફેલ (નાપાસ) થઈ જાય છે. આ પછી છે બેહદ નું ભણતર. બાપ શિક્ષક પણ છે, ગુરુ પણ છે.
સાથે ચાલે છે. આ એક જ બાપ છે જે કહે છે મરજીવા બનો. તમે પોતાને આત્મા સમજી બાપ ને
યાદ કરો. બાપ કહે છે હું તમારો બાપ છું. બ્રહ્મા દ્વારા રાજ્ય આપું છું. આ થઈ ગયા
વચ્ચે દલાલ, આમની સાથે યોગ નથી લગાવવાનો. હમણાં તમારી બુદ્ધિ લાગી છે એ તમારા પતિઓ
નાં પતિ શિવ સાજન ની સાથે. આમનાં દ્વારા એ તમને પોતાનાં બનાવે છે. કહે છે પોતાને
આત્મા સમજી મને યાદ કરો. આપણે આત્માઓ એ પાર્ટ પૂરો કર્યો હવે બાપ ની પાસે જવાનું છે
ઘરે. હમણાં તો આખી સૃષ્ટિ તમોપ્રધાન છે. ૫ તત્વ પણ તમોપ્રધાન છે. ત્યાં બધુંજ નવું
હશે. અહીંયા તો જુઓ હીરા-ઝવેરાત વગેરે કાંઈ પણ નથી, સતયુગ માં પછી ક્યાંથી આવે છે?
ખાણો જે હમણાં ખાલી થઈ ગઈ છે તે બધી ફરી થી હવે ભરાઈ જાય છે. ખાણો માંથી ખોદીને લઈ
આવે છે. વિચાર કરો બધી નવી વસ્તુઓ હશે ને? લાઈટ વગેરે પણ જાણે નેચરલ રહે છે, સાયન્સ
(વિજ્ઞાન) થી અહીં શીખતા રહે છે. ત્યાં પણ કામ માં આવે છે. હેલિકોપ્ટર (વિમાન) ઉભા
હશે, બટન દબાવ્યું આ ચાલ્યું. કોઈ તકલીફ નથી. ત્યાં બધું ફુલપ્રૂફ હોય છે, ક્યારેય
મશીન વગેરે ખરાબ થઈ ન શકે. ઘર માં બેઠાં સેકન્ડ માં સ્કૂલ માં કે હરવા-ફરવા પહોંચે
છે. પ્રજા માટે પછી એનાંથી ઓછા હશે. તમારા માટે ત્યાં બધું સુખ હોય છે. અકાળે મૃત્યુ
થઈ નથી શકતું. તો આપ બાળકોએ કેટલું અટેન્શન આપવું જોઈએ? માયા નું પણ ખૂબ જોર છે. આ
છે માયા નો અંતિમ પામ્પ (વાર). લડાઈ માં જુઓ કેટલાં મરે છે. લડાઈ બંધ થતી જ નથી.
ક્યાં આટલી આખી દુનિયા, ક્યાં ફક્ત એક જ સ્વર્ગ હશે. ત્યાં એવું થોડી કહેશે ગંગા
પતિત-પાવની છે. ત્યાં ભક્તિ માર્ગ ની કોઈ વાત જ નથી. અહીં ગંગા માં જુઓ આખાં શહેર
નો કચરો પડતો રહે છે. બોમ્બે નો બધો કચરો સાગર માં વહી જાય છે.
ભક્તિ માં તમે
મોટા-મોટા મંદિર બનાવો છો. હીરા-ઝવેરાતો નાં તો સુખ રહે છે ને? પોણો ભાગ સુખ છે,
બાકી ક્વાર્ટર (પા ભાગ) છે દુઃખ. અડધું-અડધું હોય પછી તો મજા ન રહે. ભક્તિમાર્ગ માં
પણ તમે ખૂબ સુખી રહો છો. પછી મંદિરો વગેરે ને આવીને લુંટે છે. સતયુગ માં તમે કેટલાં
સાહૂકાર હતાં તો આપ બાળકો ને ખૂબ ખુશી થવી જોઈએ. મુખ્ય ઉદ્દેશ તો સામે છે. મા-બાપ
નું તો સર્ટેન (નિશ્ચિત) છે. ગવાય છે ખુશી જેવો ખોરાક નથી. યોગ થી આયુષ્ય વધે છે.
હમણાં આત્મા ને સ્વ
નું દર્શન થયું છે કે આપણે ૮૪ નું ચક્ર લગાવીએ છીએ. આટલો પાર્ટ ભજવીએ છીએ. બધા
આત્માઓ એક્ટર્સ નીચે આવી જશે તો બાપ બધાને લઈ જશે. શિવ ની બારાત (જાન) કહે છે ને? આ
બધું તમે જાણો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. જેટલાં તમે યાદ માં રહેશો એટલાં ખુશી
માં રહેશો. દિવસે-દિવસે ફીલ (અનુભવ) કરતા રહેશો, કારણકે શીખવાડવા વાળા તો એ બાપ છે
ને? આ પણ શીખવાડતા રહે છે. આમને (બ્રહ્મા ને) પૂછવાની જરુર નથી રહેતી. પૂછો તો તમે
છો. આ તો સાંભળે જ છે. બાપ રેસપોન્ડ (પ્રતિઉત્તર) આપે છે અને આ પણ સાંભળે છે, આમની
એક્ટિવિટી (પ્રવૃત્તિ) કેટલી વન્ડરફુલ (અદ્દભુત) છે. આ પણ યાદ માં રહે છે. પછી બાળકો
ને વર્ણન કરીને સંભળાવે છે. બાબા આપણને ખવડાવે છે. હું એમને મારો રથ આપું છું, સવારી
કરે છે તો કેમ નહીં ખવડાવશે? આ માનવ અશ્વ છે. શિવબાબા નો રથ છું - આ વિચાર રહેવા થી
પણ શિવબાબા ની યાદ રહેશે. યાદ થી જ ફાયદો છે. ભંડારા માં ભોજન બનાવો છો તો પણ સમજો
અમે શિવબાબા નાં બાળકો માટે બનાવીએ છીએ. પોતે પણ શિવબાબા નાં બાળક છે તો આમ યાદ
કરવાથી પણ ફાયદો જ છે. સૌથી વધારે પદ તેમને મળશે જે યાદ માં રહી કર્માતીત અવસ્થા
મેળવે છે અને સર્વિસ (સેવા) પણ કરે છે. આ બાબા પણ ખૂબ સર્વિસ કરે છે ને? આમની બેહદ
ની સર્વિસ છે તમે હદ ની સર્વિસ કરો છો. સર્વિસ થી જ આમને પણ પદ મળે છે. શિવબાબા કહે
છે - આમ-આમ કરો, આમને પણ સલાહ આપે છે. તોફાન તો બાળકો ને આવે છે, યાદ સિવાય
કર્મેન્દ્રિયો વશ થવી મુશ્કેલ છે. યાદ થી જ બેડો પાર થવાનો છે, આ શિવબાબા કહે છે કે
બ્રહ્મા બાબા કહે છે, આ સમજવું પણ મુશ્કેલ થઈ જાય છે. આમાં ખુબ મહીન (સુક્ષ્મ)
બુદ્ધિ જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ સમયે
પૂરે-પૂરું મરજીવા બનવાનું છે. ભણતર સારી રીતે ભણવાનું છે, પોતાનો ચાર્ટ અથવા
રજીસ્ટર રાખવાનું છે. યાદ માં રહી પોતાની કર્માતીત અવસ્થા બનાવવાની છે.
2. અંતિમ વિનાશ નાં
સીન જોવા માટે હિમ્મતવાન બનવાનું છે. હું આત્મા છું - આ અભ્યાસ થી શરીર નું ભાન
તૂટતું જાય.
વરદાન :-
દેહભાન નો
ત્યાગ કરી નિક્રોધી બનવા વાળા નિર્માણચિત્ત ભવ
જે બાળકો દેહભાન નો
ત્યાગ કરે છે તેમને ક્યારેય પણ ક્રોધ નથી આવી શકતો કારણકે ક્રોધ આવવાના બે કારણ હોય
છે : એક - જ્યારે કોઈ ખોટી વાત કરે છે બીજું જ્યારે કોઈ ગ્લાનિ કરે છે. આ જ બે વાતો
ક્રોધ ને જન્મ આપે છે. આવી પરિસ્થિતિ માં નિર્માણચિત્ત નાં વરદાન દ્વારા અપકારી પર
પણ ઉપકાર કરો, ગાળો આપવા વાળા ને પણ ગળે લગાવો, નિંદા કરવા વાળા ને સાચ્ચો મિત્ર
માનો - ત્યારે કહેવાશે કમાલ. જ્યારે આવું પરિવર્તન દેખાડો ત્યારે વિશ્વ ની આગળ
પ્રસિદ્ધ થશો.
સ્લોગન :-
મૌજ નો અનુભવ
કરવા માટે માયા ની અધીનતા ને છોડી સ્વતંત્ર બનો.
અવ્યક્ત ઈશારા - હવે
લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો
હવે જ્વાળામુખી બની
આસુરી સંસ્કાર, આસુરી સ્વભાવ બધાને ભસ્મ કરો. જેવી રીતે દેવીઓ નાં યાદગાર માં દેખાડે
છે જ્વાળા થી અસુરો નો સંઘાર કર્યો. અસુર કોઈ વ્યક્તિ નથી પરંતુ આસુરી શકિતઓ ને ખતમ
કરી. આ હમણાં તમારી જ્વાળા સ્વરુપ સ્થિતિ નું યાદગાર છે. હવે એવી યોગ ની જ્વાળા
પ્રજ્વલિત કરો જેમાં કળિયુગી સંસાર બળીને ભસ્મ થઈ જાય.