18-08-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - જેમ
બાપ ગાઈડ ( માર્ગદર્શક ) છે , એમ ગાઈડ બની બધાને ઘર નો રસ્તો બતાવવાનો છે , આંધળાઓ
ની લાઠી બનવાનું છે”
પ્રશ્ન :-
આ પૂર્વ નિર્ધારિત અનાદિ ડ્રામા નું રહસ્ય શું છે, જે તમે બાળકો જ જાણો છો?
ઉત્તર :-
આ પૂર્વ નિર્ધારિત અનાદિ ડ્રામા છે આમાં ન તો કોઈ એક્ટર વધી શકે છે, ન કોઈ ઓછું થઈ
શકે છે. મોક્ષ કોઈને પણ મળતો નથી. કોઈ કહે કે અમે આ આવાગમન નાં ચક્ર માં આવીએ જ નહીં.
બાબા કહે છે હા, થોડા સમય માટે. પરંતુ પાર્ટ થી કોઈ બિલકુલ છૂટી નથી શકતું. આ ડ્રામા
નું રહસ્ય આપ બાળકો જ જાણો છો.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
બાળકો આ જાણે છે કે ભોળાનાથ કોને કહેવાય છે? આપ સંગમયુગી બાળકો જ જાણી શકો છો,
કળિયુગી મનુષ્ય રિંચક પણ નથી જાણતાં. જ્ઞાન નાં સાગર એક બાપ છે, એ જ સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સમજાવે છે. પોતાનો પરિચય આપે છે. આપ બાળકો હમણાં સમજો છો,
પહેલાં કાંઈ નહોતા જાણતાં. બાપ કહે છે હું જ આવીને ભારત ને સ્વર્ગ બનાવું છું, બેહદ
નો વારસો આપું છું. જે તમે હમણાં લઈ રહ્યાં છો. જાણો છો આપણે બેહદ નાં બાપ પાસે થી
બેહદ સુખ નો વારસો લઈ રહ્યાં છીએ. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે, એક પણ એક્ટર નથી એડ
થઈ (વધી) શકતાં, નથી ઓછા થઈ શકતાં. બધાને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. મોક્ષ મેળવી
નથી શકતાં. જે-જે જે ધર્મ નાં છે ફરી એ ધર્મ માં જવાનાં છે. બૌદ્ધિ તથા ક્રિશ્ચન
વગેરે ઈચ્છા કરે અમે સ્વર્ગ માં જઈએ, પરંતુ જઈ ન શકે. જ્યારે તેમનાં ધર્મ સ્થાપક આવે
છે ત્યારે જ તેમનો પાર્ટ છે. આ આપ બાળકો ની બુદ્ધિ માં છે. આખી દુનિયાનાં
મનુષ્ય-માત્ર આ સમયે નાસ્તિક છે અર્થાત્ બેહદ નાં બાપ ને જાણવા વાળા નથી. મનુષ્ય જ
જાણશે ને? આ નાટકશાળા મનુષ્યો ની છે. દરેક આત્મા નિર્વાણધામ થી આવે છે પાર્ટ ભજવવાં.
પછી પુરુષાર્થ કરે છે નિર્વાણ ધામ માં જવા માટે. કહે છે બુદ્ધ નિર્વાણ ગયાં. હવે
બુદ્ધ નું શરીર તો નથી ગયું, આત્મા ગયો. પરંતુ બાપ સમજાવે છે, જતું કોઈ પણ નથી.
નાટક માંથી નીકળી જ નથી શકતાં. મોક્ષ મેળવી ન શકે. પૂર્વ નિર્ધારિત ડ્રામા છે ને?
કોઈ મનુષ્ય સમજે છે મોક્ષ મળે છે, એટલે પુરુષાર્થ કરતા રહે છે. જેમ જૈની લોકો
પુરુષાર્થ કરતા રહે છે, તેમનાં પોતાનાં રીત-રિવાજ છે, તેમનાં પોતાનાં ગુરુ છે, જેમને
માને છે. બાકી મોક્ષ કોઈને પણ મળતો નથી. તમે તો જાણો છો આપણે પાર્ટધારી છીએ, આ
ડ્રામા માં. આપણે ક્યારે આવ્યાં, પછી કેવી રીતે જઈશું, આ કોઈને પણ ખબર નથી . જાનવર
તો નહીં જાણશે ને? મનુષ્ય જ કહે છે અમે એક્ટર્સ પાર્ટધારી છીએ. આ કર્મક્ષેત્ર છે,
જ્યાં આત્માઓ રહે છે. તેને કર્મક્ષેત્ર નથી કહેવાતું. તે તો નિરાકારી દુનિયા છે.
તેમાં કોઈ ખેલ-પાલ નથી, એક્ટ (કર્મ) નથી. નિરાકારી દુનિયા થી સાકારી દુનિયા માં આવે
છે પાર્ટ ભજવવાં, જે પછી રિપીટ (પુનરાવર્તન) થતું રહે છે. પ્રલય ક્યારેય થતો જ નથી.
શાસ્ત્રો માં દેખાડે છે - મહાભારત લડાઈ માં યાદવ અને કૌરવ મરી ગયા, બાકી ૫ પાંડવો
બચ્યાં, તે પણ પહાડો ઉપર ગળી મર્યા. બાકી કાંઈ રહ્યું નથી. આનાંથી સમજે છે પ્રલય થઈ
ગયો. આ બધી વાતો બેસીને બનાવી છે, પછી દેખાડે છે સમુદ્ર માં પીપળા નાં પાન પર એક
બાળક અંગૂઠો ચૂસતો આવ્યો. હવે એનાંથી પછી દુનિયા કેવી રીતે ઉત્પન્ન થશે. મનુષ્ય જે
કંઈ સાંભળે છે તે સત્-સત્ કરતા રહે છે. હમણાં આપ બાળકો જાણો છો કે શાસ્ત્રો માં પણ
શું-શું લખી દીધું છે. આ બધા છે ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર. ભક્તો ને ફળ આપવા વાળા એક
ભગવાન બાપ જ છે. કોઈ મુક્તિ માં, કોઈ જીવનમુક્તિ માં ચાલ્યાં જશે. દરેક પાર્ટધારી
આત્મા નો જ્યારે પાર્ટ આવશે ત્યારે ફરી આવશે. આ ડ્રામા નું રહસ્ય આપ બાળકો સિવાય
બીજું કોઈ નથી જાણતું. કહે છે અમે રચયિતા અને રચના ને નથી જાણતાં. ડ્રામા નાં
એક્ટર્સ બનીને અને ડ્રામા નાં આદિ-મધ્ય-અંત, ડ્યુરેશન (અવધિ) વગેરે ને ન જાણે તો
બેસમજ કહેવાશે ને? સમજાવવા થી પણ સમજતા નથી. ૮૪ લાખ સમજવાનાં કારણે ડ્યુરેશન પણ લાખો
વર્ષ આપી દે છે.
હમણાં તમે સમજો છો
બાબા અમે તમારી પાસે થી કલ્પ-કલ્પ આવીને સ્વર્ગ ની બાદશાહી લઈએ છીએ. ૫ હજાર વર્ષ
પહેલાં પણ તમને મળ્યાં હતાં, બેહદ નો વારસો લેવાં. યથા રાજા-રાણી તથા પ્રજા બધા
વિશ્વ નાં માલિક બને છે. પ્રજા પણ કહેશે અમે વિશ્વ નાં માલિક છીએ. તમે જ્યારે વિશ્વ
નાં માલિક બનો છો, તે સમયે ચંદ્રવંશી રાજ્ય નથી હોતું. આપ બાળકો ડ્રામા નાં આખાં
આદિ-મધ્ય-અંત ને જાણો છો. મનુષ્ય ભક્તિમાર્ગ માં જેમની પૂજા કરે છે એમને પણ જાણતા
નથી. જેમની ભક્તિ કરવાની હોય છે તો એમની બાયોગ્રાફી (જીવનકહાણી) ને પણ જાણવી જોઈએ.
આપ બાળકો હમણાં બધાની બાયોગ્રાફી જાણો છો બાપ દ્વારા. તમે બાપ નાં બન્યાં છો. બાપ
ની બાયોગ્રાફી ની ખબર છે. એ બાપ છે પતિત-પાવન, લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક).
તમને કહે છે પાંડવ. તમે સર્વ નાં ગાઈડ બનો છો, આંધળાઓ ની લાઠી બનો છો સર્વ ને રસ્તો
બતાવવા માટે. યથા બાપ (બાપ જેવાં) ગાઈડ તથા આપ બાળકોએ પણ બનવાનું છે. સર્વ ને રસ્તો
બતાવવાનો છે. તમે આત્મા, એ પરમાત્મા છે, એમની પાસે થી બેહદ નો વારસો મળે છે. ભારત
માં બેહદ નું રાજ્ય હતું, હવે નથી. આપ બાળકો જાણો છો આપણે બેહદ નાં બાપ પાસે થી
બેહદ સુખ નો વારસો લઈએ છીએ અર્થાત્ મનુષ્ય થી દેવતા બનીએ છીએ. આપણે જ દેવતાઓ હતાં
પછી ૮૪ જન્મ લઈને શુદ્ર બન્યાં છીએ. બાપ આવીને શૂદ્ર થી બ્રાહ્મણ બનાવે છે. યજ્ઞ
માં બ્રાહ્મણ જરુર જોઈએ. આ છે જ્ઞાન યજ્ઞ, ભારત માં યજ્ઞ ખૂબ રચે છે. આમાં ખાસ આર્ય
સમાજી ખૂબ યજ્ઞ રચે છે. હવે આ તો છે રુદ્ર જ્ઞાન યજ્ઞ, જેમાં આખી જૂની દુનિયા સ્વાહા
થવાની છે. હવે બુદ્ધિ થી કામ લેવું પડે છે. કળિયુગ માં તો ઘણાં મનુષ્ય છે, આટલી આખી
જૂની દુનિયા ખલાસ થઈ જશે. કોઈ પણ વસ્તુ કામ માં નથી આવવાની. સતયુગ માં તો પછી બધું
જ નવું હશે. અહીં તો કેટલી ગંદકી છે. મનુષ્ય કેવાં ગંદા રહે છે. ધનવાન મોટા સારા
મહેલો માં રહે છે. ગરીબ તો બિચારા ગંદકી માં, ઝુંપડીઓ માં પડ્યાં છે. હવે આ ઝુંપડીઓ
ને ડિસટ્રોય (નાશ) કરતા રહે છે. તેમને બીજી જગ્યા આપી તે જમીન પછી વેચતા રહે છે. નથી
ઉઠતા (કરી કરતા) તો જબરજસ્તી ઉઠાવે (ખાલી કરાવે) છે. ગરીબ દુઃખી બહુ જ છે, જે સુખી
છે તે પણ સ્થાઈ સુખી નથી. જો સુખ હોત તો કેમ કહે છે કે આ કાગ વિષ્ટા સમાન સુખ છે.
શિવ ભગવાનુવાચ, હું આ
માતાઓનાં દ્વારા સ્વર્ગ નાં દ્વાર ખોલી રહ્યો છું. માતાઓ પર કળશ રાખ્યો છે. તે પછી
સૌને જ્ઞાન-અમૃત પીવડાવે છે. પરંતુ તમારો છે પ્રવૃત્તિ માર્ગ. તમે છો સાચાં-સાચાં
બ્રાહ્મણ, તો બધાને જ્ઞાન ચિતા પર બેસાડો છો. હમણાં તમે બનો છો દૈવી સંપ્રદાય. આસુરી
સંપ્રદાય અર્થાત્ રાવણ રાજ્ય. ગાંધી પણ કહેતા હતાં રામરાજ્ય આવે. બોલાવે છે હે
પતિત-પાવન આવો પરંતુ પોતાને પતિત સમજે થોડી છે? બાપ બાળકો ને સજાગ કરે છે, તમે ઘોર
અંધકાર માંથી સોજારા (અજવાળા) માં આવ્યાં છો. મનુષ્ય તો સમજે છે ગંગા સ્નાન કરવાથી
પાવન બની જઈશું. આમ જ ગંગા માં હરિદ્વાર નો બધો કચરો પડે છે. ક્યાંક પછી તે કચરો બધો
ખેતી માં લઈ જાય છે. સતયુગ માં આવાં કામ હોતાં નથી. ત્યાં તો અનાજ ઢગલાં નાં ઢગલાં
થાય છે. પૈસા થોડી ખર્ચ કરવા પડે છે? બાબા અનુભવી છે ને? પહેલાં કેટલું અનાજ સસ્તું
હતું. સતયુગ માં ખૂબ થોડા મનુષ્ય છે દરેક વસ્તુ સસ્તી હોય છે. તો બાપ કહે છે - મીઠાં
બાળકો, હવે તમારે પતિત થી પાવન બનવાનું છે. યુક્તિ ખૂબ સહજ બતાવે છે, સ્વયં ને આત્મા
સમજી બાપ ને યાદ કરો. આત્મા માં જ ખાદ પડવાથી મુલમ્મા નો બની ગયો છે. જે પારસબુદ્ધિ
હતાં એ જ હવે પથ્થરબુદ્ધિ બન્યાં છે. આપ બાળકો હમણાં બાપ ની પાસે પથ્થરનાથ થી
પારસનાથ બનવા આવ્યાં છો. બેહદ નાં બાપ તમને વિશ્વ નાં માલિક બનાવે છે, એ પણ ગોલ્ડન
એજડ (સ્વર્ણિમયુગ) વિશ્વ નાં. આ છે આયરન એજડ (કળિયુગ) વિશ્વ. બાપ બાળકો ને પારસપુરી
નાં માલિક બનાવે છે. તમે જાણો છો અહીં નાં આટલાં મહેલ-માળીયા વગેરે કોઈ કામ માં નહીં
આવશે. બધું ખતમ થઈ જશે. અહીં શું રાખ્યું છે? અમેરિકા ની પાસે કેટલું સોનું છે! અહીં
તો થોડુંક સોનું જે માતાઓ ની પાસે છે, તે પણ લેતા રહે છે કારણકે તેમને તો કર્જ માં
સોનું આપવાનું છે. તમારી પાસે ત્યાં સોનું જ સોનું હોય છે. અહીં કોડીઓ, ત્યાં હીરા
હશે. આને કહેવાય છે આયરન એજ. ભારત જ અવિનાશી ખંડ છે, ક્યારેય વિનાશ નથી થતો. ભારત
છે સૌથી ઊંચા માં ઊંચો. તમે માતાઓ આખાં વિશ્વ નો ઉદ્ધાર કરો છો. તમારા માટે જરુર નવી
દુનિયા જોઈએ. જૂની દુનિયાનો વિનાશ જોઈએ. કેટલી સમજવાની વાતો છે. શરીર નિર્વાહ અર્થ
ધંધો વગેરે પણ કરવાનો છે. છોડવાનું કાંઈ પણ નથી. બાબા કહે છે બધુંજ કરતા મને યાદ
કરતા રહો. ભક્તિમાર્ગ માં પણ તમે મુજ માશૂક ને યાદ કરતા આવ્યાં છો કે અમને આવીને
શ્યામ થી ગોરા (સુંદર) બનાવો. એમને મુસાફર કહેવાય છે. તમે બધા મુસાફર છો ને? તમારું
ઘર તે છે, જ્યાં બધા આત્માઓ રહે છે.
તમે બધાને જ્ઞાન ચિતા
પર બેસાડો છો. બધા હિસાબ-કિતાબ ચૂક્તું કરીને જવાના છે. પછી નવેસર તમે આવશો, જેટલાં
યાદ માં રહેશો એટલાં પવિત્ર બનશો અને ઊંચ પદ મેળવશો. માતાઓ ને તો ફુરસદ રહે છે.
મેલ્સ (પુરુષ) ની બુદ્ધિ ધંધા વગેરે તરફ ચક્ર લગાવતી રહે છે એટલે બાપે કળશ પણ માતાઓ
પર રાખ્યો છે. અહીં તો સ્ત્રી ને કહે છે કે પતિ જ તમારો ઈશ્વર ગુરુ બધું જ છે. તમે
એમની દાસી છો. હમણાં પછી બાપ આપ માતાઓ ને કેટલાં ઊંચા બનાવે છે! તમે નારીઓ જ ભારત
નો ઉદ્ધાર કરો છો. કોઈ-કોઈ બાબા ને પૂછે છે - આવાગમન થી છૂટી શકાય છે? બાબા કહે
છે-હા, થોડા સમય માટે. આપ બાળકો તો ઓલરાઉન્ડ આદિ થી અંત સુધી પાર્ટ ભજવો છો. બીજા
જે છે તે મુક્તિધામ માં રહે છે. તેમનો પાર્ટ જ થોડો છે. તે સ્વર્ગ માં તો જવાના નથી.
આવાગમન થી મોક્ષ તેને કહેવાશે જે પાછળ થી આવ્યાં અને આ ગયાં. જ્ઞાન વગેરે તો સાંભળી
ન શકે. સાંભળે એ જ છે જે શરુ થી અંત સુધી પાર્ટ ભજવે છે. કોઈ કહે છે - અમને તો આ જ
પસંદ છે. અમે ત્યાં જ બેઠાં રહીએ. એવું થોડી થઈ શકે છે? ડ્રામા માં નોંધાયેલું છે,
જઈને પાછળ આવશે જરુર. બાકી બધો સમય શાંતિધામ માં રહે છે. આ બેહદ નો ડ્રામા છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1.
સાચાં-સાચાં બ્રાહ્મણ બની સૌને જ્ઞાન-અમૃત પીવડાવવાનું છે. જ્ઞાન ચિતા પર બેસાડવાનાં
છે.
2. શરીર નિર્વાહ અર્થ
ધંધો વગેરે બધુંજ કરતા પતિત થી પાવન બનવા માટે બાપ ની યાદ માં રહેવાનું છે અને બધાને
બાપ ની યાદ અપાવવાની છે.
વરદાન :-
વિશેષતાઓ નાં
દાન દ્વારા મહાન બનવા વાળા મહાદાની ભવ
જ્ઞાન દાન તો બધા કરે
છે પરંતુ તમારે વિશેષ આત્માઓ ને પોતાની વિશેષતાઓ નું દાન કરવાનું છે. જે પણ તમારી
સામે આવે એને તમારા દ્વારા બાપ નાં સ્નેહ નો અનુભવ થાય, તમારા ચહેરા દ્વારા બાપ નું
ચિત્ર અને ચલન થી બાપ નાં ચરિત્ર દેખાય. તમારી વિશેષતાઓ જોઈને તે વિશેષ આત્મા બનવાની
પ્રેરણા પ્રાપ્ત કરે, એવાં મહાદાની બનો તો આદિ થી અંત સુધી, પૂજ્ય પણા માં પણ અને
પૂજારી પણા માં પણ મહાન રહેશો.
સ્લોગન :-
સદા આત્મ
અભિમાની રહેવા વાળા જ સૌથી મોટા જ્ઞાની છે.
અવ્યક્ત ઈશારા -
સહજયોગી બનવું છે તો પરમાત્મ - પ્રેમ નાં અનુભવી બનો
જે સદા બાપ ની યાદ
માં લવલીન રહી હું-પણા ની ત્યાગ-વૃત્તિ માં રહે છે, એમના દ્વારા જ બાપ દેખાય છે. આપ
બાળકો નોલેજ નાં આધાર થી બાપ ની યાદ માં સમાઈ જાઓ છો તો આ સમાવવું જ લવલીન સ્થિતિ
છે, જ્યારે લવ માં લીન થઈ જાઓ છો અર્થાત્ લગન માં મગન થઈ જાઓ છો ત્યારે બાપ સમાન બની
જાઓ છો.