19-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
સદૈવ યાદ ની ફાંસી પર ચઢ્યાં રહેવાનું છે , યાદ થી જ આત્મા સાચ્ચું સોનું બનશે”
પ્રશ્ન :-
કયું બળ ક્રિમિનલ આંખો (કુદૃષ્ટિ) ને તરત જ બદલી દે છે?
ઉત્તર :-
જ્ઞાન નાં ત્રીજા નેત્ર નું બળ જ્યારે આત્મા માં આવી જાય છે તો ક્રિમિનલપણું સમાપ્ત
થઈ જાય છે. બાપ ની શ્રીમત છે - બાળકો, તમે બધા પરસ્પર ભાઈ-ભાઈ છો, ભાઈ-બહેન છો,
તમારી આંખો ક્યારેય પણ ક્રિમિનલ થઈ ન શકે. તમે સદૈવ યાદ ની મસ્તી માં રહો. વાહ
તકદીર વાહ! આપણને ભગવાન ભણાવે છે. એવાં વિચાર કરો તો મસ્તી ચઢેલી રહેશે.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવી રહ્યાં છે. બાળકો જાણે છે કે રુહાની બાપ પણ
આત્મા જ છે, એ પરફેક્ટ છે એમનામાં કોઈ પણ કાટ નથી લાગેલો. શિવબાબા કહેશે મારા માં
કાટ છે? બિલકુલ નથી. આ દાદા માં તો પૂરો કાટ હતો. આમનામાં બાપે પ્રવેશ કર્યો છે તો
મદદ પણ મળે છે. મૂળ વાત છે ૫ વિકારો નાં કારણે આત્મા પર કાટ ચઢવાથી અપવિત્ર થઈ ગયો
છે. તો જેટલું-જેટલું બાપ ને યાદ કરશો, કાટ ઉતરતો જશે. ભક્તિમાર્ગ ની કથાઓ તો
જન્મ-જન્માન્તર સાંભળતા આવ્યાં છો. આ તો વાત જ નિરાળી છે. તમને હમણાં જ્ઞાનસાગર પાસે
થી જ્ઞાન મળી રહ્યું છે. તમારી બુદ્ધિ માં મુખ્ય ઉદ્દેશ છે બીજા કોઈપણ સત્સંગ વગેરે
માં મુખ્ય ઉદ્દેશ નથી. ઈશ્વર સર્વવ્યાપી કહી મારી ગ્લાનિ કરતા રહે છે, ડ્રામા પ્લાન
અનુસાર. મનુષ્ય આ પણ નથી સમજતા કે આ ડ્રામા છે. આમાં ક્રિયેટર (રચયિતા), ડાયરેક્ટર
(નિર્દેશક) પણ ડ્રામા નાં વશ છે. ભલે સર્વશક્તિમાન્ ગવાય છે - પરંતુ તમે જાણો છો એ
પણ ડ્રામા ની પટરી પર ચાલી રહ્યાં છે. બાબા જે સ્વયં આવીને બાળકો ને સમજાવે છે, કહે
છે મારા આત્મા માં અવિનાશી પાર્ટ નોંધાયેલો છે તે અનુસાર ભણાવું છું. જે કાંઈ સમજાવું
છું, ડ્રામા માં નોંધ છે. હવે તમારે આ પુરુષોત્તમ સંગમયુગ પર પુરુષોત્તમ બનવાનું
છે. ભગવાનુવાચ છે ને? બાપ કહે છે આપ બાળકોએ પુરુષાર્થ કરી આ લક્ષ્મી-નારાયણ બનવાનું
છે. એવું બીજા કોઈ મનુષ્ય કહી ન શકે કે તમારે વિશ્વ નાં માલિક બનવાનું છે. તમે જાણો
છો આપણે આવ્યાં જ છીએ વિશ્વ નાં માલિક, નર થી નારાયણ બનવાં. ભક્તિમાર્ગ માં તો
જન્મ-જન્માંતર કથાઓ સાંભળતા આવ્યાં હતાં, સમજ કાંઈ પણ નહોતી. હવે સમજો છો - બરોબર આ
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય સ્વર્ગ માં હતું, હમણાં નથી. ત્રિમૂર્તિ માટે પણ બાળકો ને
સમજાવ્યું છે. બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થાય છે. સતયુગ
માં આ એક ધર્મ હતો, બીજા કોઈ ધર્મ નહોતાં. હમણાં તે ધર્મ નથી ફરી થી સ્થાપન થઈ રહ્યો
છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ નાં સંગમયુગ પર આવીને આપ બાળકો ને ભણાવું છું. આ
પાઠશાળા છે ને? અહીં બાળકોએ કેરેક્ટર (ચરિત્ર) પણ સુધારવાના છે. ૫ વિકારો ને કાઢવાના
છે. તમે જ દેવતાઓ ની આગળ જઈને ગાતા હતાં - આપ સર્વગુણ સંપન્ન… અમે પાપી છીએ.
ભારતવાસી જ દેવતા હતાં. સતયુગ માં આ લક્ષ્મી-નારાયણ પૂજ્ય હતાં પછી કળિયુગ માં
પુજારી બન્યાં. હવે ફરી પૂજ્ય બની રહ્યાં છે, પૂજ્ય સતોપ્રધાન આત્માઓ હતાં. તેમનાં
શરીર પણ સતોપ્રધાન હતાં. જેવો આત્મા તેવું ઘરેણું (શરીર). સોના માં ખાદ મેળવાય છે
તો તેનો ભાવ કેટલો ઓછો થઈ જાય છે. તમારો પણ ભાવ ખૂબ ઊંચો હતો. હવે કેટલો ઓછો ભાવ થઈ
ગયો છે. તમે પૂજ્ય હતાં, હવે પુજારી બન્યાં છો. હવે જેટલાં યોગ માં રહેશો એટલો કાટ
ઉતરશે અને બાપ સાથે પ્રેમ થતો જશે, ખુશી પણ થશે. બાબા સ્પષ્ટ કહે છે - બાળકો, ચાર્ટ
રાખો કે આખાં દિવસ માં અમે કેટલો સમય યાદ કરીએ છીએ? યાદ ની યાત્રા, આ શબ્દ સાચાં
છે. યાદ કરતા-કરતા કાટ નીકળતા-નીકળતા અંત મતિ સો ગતિ થઈ જશે. તે તો પંડા લોકો યાત્રા
પર લઈ જાય છે. અહીં તો આત્મા સ્વયં યાત્રા કરે છે. પોતાનાં પરમધામ જવાનું છે કારણકે
ડ્રામા નું ચક્ર હવે પૂરું થાય છે. આ પણ તમે જાણો છો કે આ ખૂબ ગંદી દુનિયા છે.
પરમાત્મા ને તો કોઈ પણ નથી જાણતું, નહીં જાણશે એટલે કહેવાય છે વિનાશકાળે વિપરીત
બુદ્ધિ. તેમનાં માટે તો આ નર્ક જ સ્વર્ગ નાં સમાન છે. તેમની બુદ્ધિ માં આ વાતો બેસી
ન શકે. આપ બાળકો ને આ બધું વિચાર સાગર મંથન કરવા માટે ખૂબ એકાંત જોઈએ. અહીં તો
એકાંત ખૂબ સરસ છે એટલે મધુબન ની મહિમા છે. બાળકો ને ખૂબ ખુશી થવી જોઈએ. આપણને
જીવાત્માઓ ને પરમાત્મા ભણાવી રહ્યાં છે. કલ્પ પહેલાં પણ આવી રીતે ભણાવ્યું હતું.
શ્રીકૃષ્ણ ની વાત નથી. એ તો નાનાં બાળક હતાં. એ આત્મા, આ પરમાત્મા. પહેલાં નંબર નો
આત્મા શ્રીકૃષ્ણ સો પછી છેલ્લાં નંબર માં આવી ગયો છે. તો નામ પણ અલગ થઈ ગયું. અનેક
જન્મો નાં અંત નાં જન્મ માં નામ તો બીજું હશે ને? કહે છે આ તો દાદા લેખરાજ છે. આ છે
જ અનેક જન્મો નાં અંત નો જન્મ. બાપ કહે છે હું આમનાં માં પ્રવેશ કરી તમને રાજયોગ
શીખવાડી રહ્યો છું. બાપ કોઈનાં માં તો આવશે ને? શાસ્ત્રો માં આ વાતો નથી. બાપ આપ
બાળકો ને ભણાવે છે, તમે જ ભણો છો. પછી સતયુગ માં આ જ્ઞાન હશે નહીં. ત્યાં છે
પ્રારબ્ધ. બાપ સંગમ પર આવીને આ નોલેજ સંભળાવે છે પછી તમે પદ મેળવી લો છો. આ સમય જ
છે બેહદ નાં બાપ પાસે થી બેહદ નો વારસો મેળવવા માટે એટલે બાળકોએ ગફલત (ભૂલ) ન કરવી
જોઈએ. માયા ગફલત ખૂબ કરાવે છે પછી સમજાય છે તેમની તકદીર માં નથી. બાપ તો તદબીર (પુરુષાર્થ)
કરાવે છે. તકદીર માં કેટલો ફરક પડી જાય છે. કોઈ પાસ, કોઈ નાપાસ થઈ જાય છે. ડબલ
સિરતાજ બનવા માટે પુરુષાર્થ કરવો પડે.
બાપ કહે છે ગૃહસ્થ
વ્યવહાર માં ભલે રહો. લૌકિક બાપ નો કર્જો પણ બાળકોએ ઉતારવાનો છે. લૉ-ફુલ (કાયદેસર)
ચાલવાનું છે. અહીં તો બધા છે બેકાયદા. તમે જાણો છો આપણે જ આટલાં ઊંચ પવિત્ર હતાં,
પછી પડતા આવ્યાં છીએ. હવે ફરી પવિત્ર બનવાનું છે. પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો બધા
બી.કે. છો તો ક્રિમિનલ દૃષ્ટિ (કુદૃષ્ટિ) થઈ ન શકે કારણકે તમે ભાઈ-બહેન થયાં ને? આ
બાપ યુક્તિ બતાવે છે. તમે બધા બાબા-બાબા કહેતા રહો છો તો ભાઈ-બહેન થઈ ગયાં. ભગવાન
ને બધા બાબા કહે છે ને? આત્માઓ કહે છે અમે શિવબાબા નાં બાળકો છીએ. પછી શરીર માં છીએ
તો ભાઈ-બહેન થયાં. પછી આપણી ક્રિમિનલ આંખ કેમ થાય? તમે મોટી-મોટી સભા માં આ સમજાવી
શકો છો. તમે બધા ભાઈ-ભાઈ છો પછી પ્રજાપિતા બ્રહ્મા દ્વારા રચના રચાઈ, તો ભાઈ-બહેન
થઈ ગયાં, બીજો કોઈ સંબંધ નથી. આપણે બધા એક બાપ નાં બાળકો છીએ. એક બાપ નાં બાળકો પછી
વિકાર માં કેવી રીતે જઈ શકે છે. ભાઈ-ભાઈ પણ છીએ તો ભાઈ-બહેન પણ છીએ. બાપે સમજાવ્યું
છે આ આંખો ખુબ દગો આપવા વાળી છે. આંખો જ સારી ચીજ જુએ છે તો મન થાય છે. જો આંખ જોશે
નહીં તો તૃષ્ણા પણ નહીં ઉઠશે. આ ક્રિમિનલ આંખો ને બદલવી પડે છે. ભાઈ-બહેન વિકાર માં
તો જઈ ન શકે. તે દૃષ્ટિ નીકળી જવી જોઈએ. જ્ઞાન નાં ત્રીજા નેત્ર નું બળ જોઈએ.
અડધોકલ્પ આ આંખો થી કામ કર્યુ છે, હવે બાપ કહે છે આ બધો કાટ નીકળે કેવી રીતે? આપણે
આત્મા જે પવિત્ર હતાં, તેમાં કાટ લાગ્યો છે. જેટલાં બાપ ને યાદ કરશો એટલો બાપ સાથે
પ્રેમ જોડાશે. ભણતર થી નહીં, યાદ થી પ્રેમ જોડાશે. ભારત નો છે જ પ્રાચીન યોગ, જેનાથી
આત્મા પવિત્ર બની પોતાનાં ધામ ચાલ્યો જશે. બધા ભાઈઓએ પોતાનાં બાપ નો પરિચય આપવાનો
છે. સર્વવ્યાપી નાં જ્ઞાન થી તો બિલકુલ પડી ગયા છો જોર થી. હવે બાપ કહે છે ડ્રામા
અનુસાર તમારો પાર્ટ (ભૂમિકા) છે. રાજધાની અવશ્ય સ્થાપન થવાની છે. જેટલો કલ્પ પહેલાં
પુરુષાર્થ કર્યો છે, એટલો જ તે કરશે જરુર. તમે સાક્ષી થઈને જોતા રહો છો. આ પ્રદર્શન
વગેરે તો ખૂબ જોતા રહેશે. તમારી ઈશ્વરીય મિશન છે. આ છે ઇનકોરપોરિયલ ગોડ ફાધરલી મિશન.
તે હોય છે ક્રિશ્ચન મિશન, બૌદ્ધિ મિશન. આ છે ઇનકોરપોરિયલ ઈશ્વરીય મિશન. નિરાકાર તો
જરુર કોઈ શરીર માં આવશે ને? તમે પણ નિરાકાર આત્માઓ મારી સાથે રહેવા વાળા હતાં ને? આ
ડ્રામા કેવો છે? આ કોઈની બુદ્ધિ માં નથી. રાવણરાજ્ય માં બધા વિપરીત બુદ્ધિ બની ગયાં
છે. હવે બાપ સાથે પ્રીત લગાવવાની છે. તમારો વાયદો છે મારા તો એક બીજું ન કોઈ.
નષ્ટોમોહા બનવાનું છે. ખૂબ મહેનત છે. આ જાણે ફાંસી પર ચઢવાનું છે. બાપ ને યાદ કરવા
એટલે ફાંસી પર ચઢવું. શરીર ને ભૂલી આત્માએ ચાલ્યાં જવાનું છે બાપ ની યાદ માં. બાપ
ની યાદ ખૂબ જરુરી છે. નહીં તો કાટ કેવી રીતે ઉતરશે? બાળકોની અંદર ખુશી રહેવી જોઈએ -
શિવબાબા આપણને ભણાવે છે. કોઈ સાંભળશે તો કહેશે આ શું કહે છે કારણકે તેઓ તો
શ્રીકૃષ્ણ ને ભગવાન સમજે છે.
આપ બાળકો ને તો હમણાં
ખૂબ ખુશી થાય છે કે અમે હવે શ્રીકૃષ્ણ ની રાજધાની માં જઈએ છીએ. અમે પણ
પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) બની શકીએ છીએ. તે છે ફર્સ્ટ પ્રિન્સ. નવાં
મકાન માં રહે છે. પછી જે બાળકો જન્મ લેશે તે તો મોડે થી આવ્યાં છે ને? જન્મ સ્વર્ગ
માં જ થશે. તમે પણ સ્વર્ગ માં પ્રિન્સ બની શકો છો. બધા તો પહેલાં નંબર માં નહીં આવશે.
નંબરવાર માળા બનશે ને? બાપ કહે છે - બાળકો, ખૂબ પુરુષાર્થ કરો. અહીં તમે આવ્યાં છો
નર થી નારાયણ બનવાં. કથા પણ સત્ય નારાયણ ની છે. સત્ય લક્ષ્મી ની કથા ક્યારેય નહીં
સાંભળી હશે. પ્રેમ પણ બધાનો શ્રીકૃષ્ણ પર છે. શ્રીકૃષ્ણ ને જ ઝૂલા માં ઝુલાવે છે.
રાધા ને કેમ નહીં? ડ્રામા પ્લાન અનુસાર તેમનું નામ ચાલ્યું આવે છે. તમારી હમજીન્સ
તો રાધા છે છતાં પણ પ્રેમ શ્રીકૃષ્ણ સાથે છે. તેમનો ડ્રામા માં પાર્ટ પણ એવો છે.
બાળકો હંમેશા પ્રેમાળ હોય છે. બાપ બાળકો ને જોઈ કેટલાં ખુશ થાય છે. બાળક આવશે તો
ખુશી થશે, બાળકી આવશે તો ઘુટકા ખાતાં રહેશે. ઘણાં તો મારી પણ દે છે. રાવણ નાં રાજ્ય
માં કેરેક્ટર્સ (ચરિત્ર) નો કેટલો ફરક થઈ જાય છે. ગાય પણ છે આપ સર્વગુણ સંપન્ન… છો.
અમે નિર્ગુણ છીએ. હવે બાપ કહે છે ફરીથી એવાં ગુણવાન બનો. હવે સમજો છો આપણે અનેકવાર
આ વિશ્વ નાં માલિક બન્યાં છીએ. હવે ફરી બનવાનું છે. બાળકો ને ખૂબ ખુશી રહેવી જોઈએ.
ઓહો! શિવબાબા આપણને ભણાવે છે. આ જ બેસીને ચિંતન કરો. ભગવાન આપણને ભણાવે છે, વાહ
તકદીર વાહ! એવાં-એવાં વિચાર કરી મસ્તાના થઈ જવું જોઈએ. વાહ તકદીર વાહ! બેહદ નાં બાપ
આપણને મળ્યાં છે, આપણે બાબા ને જ યાદ કરીએ છીએ. પવિત્રતા ધારણ કરવાની છે. આપણે આ
બનીએ છીએ, દૈવીગુણ ધારણ કરીએ છીએ. આ પણ મનમનાભવ છે ને? બાબા આપણને આ બનાવે છે. આ તો
પ્રેક્ટિકલ અનુભવ ની વાત છે.
બાપ મીઠાં-મીઠાં બાળકો
ને સલાહ આપે છે - ચાર્ટ લખો અને એકાંત માં બેસી આવી પોતાની સાથે વાતો કરો. આ બેજ તો
છાતી થી લગાવી દો. ભગવાન ની શ્રીમત પર આપણે આ બની રહ્યાં છીએ. આમને જોઈને એમને
પ્રેમ કરતા રહો. બાબા ની યાદ થી આપણે આ બનીએ છીએ. બાબા, તમારી તો કમાલ છે, બાબા,
અમને પહેલાં થોડી ખબર હતી કે તમે અમને વિશ્વ નાં માલિક બનાવશો. નૌધા ભક્તિ માં
દર્શન માટે ગળું કાપવા, પ્રાણ ત્યાગ કરવા લાગે છે ત્યારે દર્શન થાય છે. એવાં-એવાં
ની જ ભક્ત માળા બનેલી છે. ભક્તો નું માન પણ છે. કળિયુગ નાં ભક્ત તો જાણે બાદશાહ છે.
હમણાં આપ બાળકો ની બેહદ નાં બાપ સાથે પ્રીત છે. એક બાપ સિવાય બીજું કોઈ યાદ ન રહે.
એકદમ લાઈન ક્લિયર હોવી જોઈએ. હવે આપણાં ૮૪ જન્મ પૂરાં થયાં. હવે આપણે બાપ નાં ફરમાન
પર પૂરાં ચાલીશું. કામ મહાશત્રુ છે, તેનાથી હાર નથી ખાવાની. હાર ખાઈને પછી પશ્ચાતાપ
કરીને શું કરશું? એકદમ હાડકે-હાડકા ટુટી જાય છે. ખૂબ કઠોર સજા મળી જાય છે. કાટ
ઉતરવાનાં બદલે વધારે જોર થી ચઢી જાય છે. યોગ લાગશે નહીં. યાદ માં રહેવું ખૂબ મહેનત
છે. ખૂબ ગપ્પા પણ મારે છે - અમે તો બાપ ની યાદ માં રહીએ છીએ. બાબા જાણે છે, રહી નથી
શકતાં. આમાં માયા નાં ખૂબ તોફાન આવે છે. સ્વપ્ન વગેરે એવાં આવશે, એકદમ હેરાન કરી
દેશે. જ્ઞાન તો ખૂબ સહજ છે. નાનું બાળક પણ સમજાવી લેશે. બાકી યાદ ની યાત્રા માં જ
મોટી ગડબડ છે. ખુશ ન થવું જોઈએ - અમે ખુબ સર્વિસ (સેવા) કરીએ છીએ. ગુપ્ત સર્વિસ
પોતાની (યાદ ની) કરતા રહો. આમને તો નશો રહે છે - હું શિવબાબા નું બાળક એકલો છું.
બાબા વિશ્વ નાં રચયિતા છે તો જરુર આપણે પણ સ્વર્ગ નાં માલિક બનીશું. પ્રિન્સ બનવા
વાળો છું, આ આંતરિક ખુશી રહેવી જોઈએ. પરંતુ જેટલાં આપ બાળકો યાદ માં રહી શકો છો,
એટલો હું નહીં. બાબાએ તો ખૂબ વિચાર કરવાં પડે છે. બાળકો ને ક્યારેય ઈર્ષા પણ ન થવી
જોઈએ કે બાબા મોટા વ્યક્તિઓ ની ખાતરી કેમ કરે છે? બાપ દરેક બાળકો ની નસ જોઈને તેમનાં
કલ્યાણ અર્થ દરેક ને તે અનુસાર ચલાવે છે. શિક્ષક જાણે છે દરેક વિદ્યાર્થી ને કેવી
રીતે ચલાવવાના છે. બાળકોએ આમાં સંશય ન લાવવો જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એકાંત માં
બેસી પોતે પોતાની સાથે વાતો કરવાની છે. આત્મા પર જે કાટ ચઢેલો છે તેને ઉતારવા માટે
યાદ ની યાત્રા પર રહેવાનું છે.
2. કોઈ પણ વાત માં
સંશય નથી ઉઠાવવાનો, ઈર્ષા નથી કરવાની. આંતરિક ખુશી માં રહેવાનું છે. પોતાની ગુપ્ત
સર્વિસ (સેવા) કરવાની છે.
વરદાન :-
બેગર ટૂ
પ્રિન્સ નો પાર્ટ પ્રેક્ટિકલ માં ભજવવા વાળા ત્યાગી તથા શ્રેષ્ઠ ભાગ્યશાળી આત્મા ભવ
જેવી રીતે ભવિષ્ય માં
વિશ્વ માં મહારાજા દાતા હશે. એવી રીતે હમણાં થી દાતાપણા નાં સંસ્કાર ઈમર્જ કરો. કોઈ
પાસે થી કોઈ સેલવેશન લઈને પછી સેલવેશન આપીએ - એવું સંકલ્પ માં પણ ન આવે - આને જ
કહેવાય છે બેગર ટૂ પ્રિન્સ. સ્વયં લેવાની ઈચ્છા વાળા નહીં. આ અલ્પકાળ ની ઈચ્છા થી
બેગર. એવાં બેગર જ સંપન્નમૂર્ત છે. જે હમણાં બેગર ટૂ પ્રિન્સ નો પાર્ટ પ્રેક્ટિકલ
માં ભજવે છે એમને કહેવાય છે સદા ત્યાગી તથા શ્રેષ્ઠ ભાગ્યશાળી.
સ્લોગન :-
સદા હર્ષિત
રહેવા માટે સાક્ષીપણા ની સીટ પર દૃષ્ટા બનીને દરેક ખેલ જુઓ.
અવ્યક્ત ઈશારા -
અશરીરી કે વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
અશરીરી સ્થિતિ નો
અનુભવ કરવા માટે સૂક્ષ્મ સંકલ્પ રુપ માં પણ ક્યાંય લગાવ ન હોય, સંબંધ નાં રુપ માં,
સંપર્ક નાં રુપ માં અથવા પોતાની કોઈ વિશેષતા ની તરફ પણ લગાવ ન હોય. જો પોતાની કોઈ
વિશેષતા માં પણ લગાવ છે તો તે પણ લગાવ બંધન-યુક્ત કરી દેશે અને તે લગાવ અશરીરી બનવા
નહીં દેશે.