19-12-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - હવે ઘરે જવાનું છે એટલે દેહી - અભિમાની બનો , એક બાપ ને યાદ કરો તો અંત મતિ સો ગતિ થઈ જશે”

પ્રશ્ન :-
વન્ડરફુલ બાપે તમને કયું એક વન્ડરફુલ રહસ્ય સંભળાવ્યું છે?

ઉત્તર :-
બાબા કહે છે - બાળકો, આ અનાદિ અવિનાશી ડ્રામા બનેલો છે, આમાં દરેક નો પાર્ટ નોંધાયેલો છે. કાંઈ પણ થાય છે નથિંગન્યુ (કાંઈ જ નવું નથી). બાપ કહે છે - બાળકો, આમાં મારી પણ કોઈ મોટાઈ નથી, હું પણ ડ્રામા નાં બંધન માં બંધાયેલો છું. બાપ આ વન્ડરફુલ રહસ્ય સંભળાવીને જાણે પોતાનાં પાર્ટ ને પણ મહત્વ નથી આપતાં.

ગીત :-
આખિર વહ દિન આયા આજ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો આ ગીત ગાઈ રહ્યાં છે. બાળકો સમજે છે કે કલ્પ પછી ફરી થી અમને ધનવાન, હેલ્દી અને વેલ્દી બનાવવા, પવિત્રતા, સુખ, શાંતિ નો વારસો આપવા બાપ આવે છે. બ્રાહ્મણ લોકો પણ આશીર્વાદ આપે છે ને કે આયુશ્વાન ભવ, ધનવાન ભવ, પુત્રવાન ભવ. આપ બાળકો ને તો વારસો મળી રહ્યો છે, આશીર્વાદ ની કોઈ વાત નથી. બાળકો ભણી રહ્યાં છે. જાણે છે ૫ હજાર વર્ષ પહેલાંં પણ આપણને બાપે આવીને મનુષ્ય થી દેવતા, નર થી નારાયણ બનવાની શિક્ષા આપી હતી. બાળકો જે ભણે છે, તે જાણે છે અમે શું ભણી રહ્યાં છીએ. ભણાવવા વાળા કોણ છે? એમાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. એમ તો કહેશે જ કે આપણને બાળકો ને ખબર છે - આ રાજધાની સ્થાપન થઈ રહી છે અથવા ડીટી કિંગડમ (દૈવી રાજ્ય) સ્થાપન થઈ રહ્યું છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થઈ રહી છે. પહેલાં શુદ્ર હતાં પછી બ્રાહ્મણ બન્યાં પછી દેવતા બનવાનું છે. દુનિયા માં કોઈને આ ખબર નથી કે હમણાં આપણે શૂદ્ર વર્ણ નાં છીએ. આપ બાળકો સમજો છો આ તો સત્ય વાત છે. બાપ સત્ય બતાવીને, સચખંડ ની સ્થાપના કરી રહ્યાં છે. સતયુગ માં જુઠ્ઠ, પાપ વગેરે કાંઈ પણ નથી હોતું. કળિયુગ માં જ અજામિલ, પાપ આત્માઓ હોય છે. આ સમય બિલકુલ રૌરવ નર્ક નો જ છે. દિવસે-દિવસે રૌરવ નર્ક દેખાશે. મનુષ્ય એવાં-એવાં કર્તવ્ય કરતા રહેશે જે સમજશે બિલ્કુલ જ તમોપ્રધાન દુનિયા બનતી જઈ રહી છે. આમાં પણ કામ મહાશત્રુ છે. કોઈ મુશ્કેલ પવિત્ર શુદ્ધ રહી શકે છે. પહેલાં જંગમ (ફકીર) લોકો કહેતા હતાં - એવો કળિયુગ આવશે જે ૧૨-૧૩ વર્ષ ની કુમારીઓ બાળક ને જન્મ આપશે. હવે એ સમય છે. કુમાર-કુમારીઓ વગેરે બધા ગંદ કરતા રહે છે. જ્યારે બિલ્કુલ જ તમોપ્રધાન બની જાય છે ત્યારે બાપ કહે છે હું આવું છું, મારો પણ ડ્રામા માં પાર્ટ છે. હું પણ ડ્રામા નાં બંધન માં બંધાયેલો છું. આપ બાળકો માટે કોઈ નવી વાત નથી. બાપ સમજાવે જ એવું છે. ચક્ર લગાવ્યું, નાટક પૂરું થાય છે. હવે બાપ ને યાદ કરો તો તમે સતોપ્રધાન બની, સતોપ્રધાન દુનિયા નાં માલિક બની જશો. કેટલું સાધારણ રીતે સમજાવે છે. બાપ કાંઈ પોતાનાં પાર્ટ ને એટલું મહત્વ નથી આપતાં. આ તો મારો પાર્ટ છે, નવી વાત નથી. દર ૫ હજાર વર્ષ પછી મારે આવવું પડે છે. ડ્રામા માં હું બંધાયમાન છું. આવીને આપ બાળકો ને ખૂબ સહજ યાદ ની યાત્રા બતાવું છું. અંત મતિ સો ગતિ… તે આ સમય નાં માટે જ કહેવાયું છે. આ અંતકાળ છે ને? બાપ યુક્તિ બતાવે છે - મામેકમ્ યાદ કરો તો સતોપ્રધાન બની જશો. બાળકો પણ સમજે છે અમે નવી દુનિયાનાં માલિક બનીશું. બાપ ઘડી-ઘડી કહે છે નથિંગન્યુ. એક જિન્ન ની કહાણી સંભળાવે છે ને - તેણે કહ્યું કામ આપો, તો કહ્યું સીડી ઉતરો અને ચઢો. બાપ પણ કહે છે આ રમત પણ ઉતરવાની અને ચઢવાની છે. પતિત થી પાવન, પાવન થી પતિત બનવાનું છે. આ કોઈ ડિફિકલ્ટ વાત નથી. છે ખૂબ સહજ, પરંતુ યુદ્ધ કયું છે, એ ન સમજવાનાં કારણે શાસ્ત્રો માં લડાઈ ની વાત લખી દીધી છે. હકીકત માં માયા રાવણ પર જીત મેળવવી તો બહુ મોટી લડાઈ છે. બાળકો જુએ છે અમે ઘડી-ઘડી બાપ ને યાદ કરીએ છીએ, પછી યાદ તૂટી જાય છે. માયા દીવો ઓલવી દે છે. આનાં પર ગુલબકાવલી ની પણ કહાણી છે. બાળકો જીત મેળવે છે. બહુ સારા ચાલે છે પછી માયા આવીને દીવો ઓલવી દે છે. બાળકો પણ કહે છે બાબા, માયા નાં તોફાન તો ખૂબ આવે છે. તોફાન પણ અનેક પ્રકાર નાં બાળકો ની પાસે આવે છે. ક્યારેક-ક્યારેક તો એવું તોફાન જોર થી આવે છે જે આ ૮-૧૦ વર્ષ નાં જૂનાં સારા-સારા ઝાડ પણ પડી જાય છે. બાળકો જાણે છે, વર્ણન પણ કરે છે. સારા-સારા માળા નાં દાણા હતાં. આજે નથી. આ પણ ઉદાહરણ છે, ગજ ને ગ્રાહે ખાધો. આ છે માયા નું તોફાન.

બાપ કહે છે આ ૫ વિકારો થી સંભાળ રાખતા રહો. યાદ માં રહેશો તો મજબૂત બની જશો. દેહી-અભિમાની બનો. આ શિક્ષા બાપ ની એક જ વાર મળે છે. એવું ક્યારેય બીજું કોઈ કહેશે નહીં કે તમે આત્મ-અભિમાની બનો. સતયુગ માં પણ એવું નહીં કહેવાશે. નામ, રુપ, દેશ, કાળ બધું યાદ રહે જ છે. આ સમયે તમને સમજાવું છું - હવે પાછા ઘરે જવાનું છે. તમે પહેલાં સતોપ્રધાન હતાં, સતો-રજો-તમો માં તમે પૂરાં ૮૪ જન્મ લીધાં છે. એમાં પણ નંબરવન આ (બ્રહ્મા) છે. બીજાઓ નાં ૮૩ જન્મ પણ હોય શકે છે આમનાં માટે પૂરાં ૮૪ જન્મ છે. આ પહેલાં-પહેલાં શ્રી નારાયણ હતાં. આમનાં માટે કહે છે એટલે બધા માટે સમજી જાય છે, ઘણાં જન્મો નાં અંત માં જ્ઞાન લઈને પછી એ નારાયણ બને છે. ઝાડ માં પણ દેખાડ્યું છે ને - અહીં શ્રી નારાયણ અને પાછળ માં બ્રહ્મા ઉભા છે. નીચે રાજયોગ શીખી રહ્યાં છે. પ્રજાપિતા ને ક્યારેય પરમપિતા નહીં કહેવાશે. પરમપિતા એક ને કહેવાય છે. પ્રજાપિતા પછી આમને કહેવાય છે. આ દેહધારી છે, એ વિદેહી, વિચિત્ર છે. લૌકિક બાપ ને પિતા કહેવાશે, આમને પ્રજાપિતા કહેવાશે. એ પરમપિતા તો પરમધામ માં રહે છે. પ્રજાપિતા બ્રહ્મા પરમધામ માં નહીં કહેવાશે. તે તો અહીં સાકારી દુનિયામાં થઈ ગયાં. સૂક્ષ્મવતન માં પણ નથી. પ્રજા તો છે સ્થૂળ-વતન માં. પ્રજાપિતા ને ભગવાન નથી કહેવાતાં. ભગવાન નું કોઈ શરીર નું નામ નથી. મનુષ્ય તન જેનાં પર નામ પડે છે, તેનાથી એ ન્યારા છે. આત્માઓ ત્યાં રહે છે તો સ્થૂળ નામ-રુપ થી ન્યારા છે. પરંતુ આત્મા તો છે ને? સાધુ-સંત વગેરે ફક્ત ઘરબાર છોડે છે, બાકી દુનિયા નાં વિકારો નાં અનુભવી તો છે ને? નાનાં બાળકો ને કાંઈ પણ ખબર નથી રહેતી એટલે તેમને મહાત્મા કહેવાય છે. ૫ વિકારો ની એમને ખબર જ નથી હોતી. નાનાં બાળકો ને પવિત્ર કહેવાય છે. આ સમયે તો કોઈ પવિત્ર આત્મા હોય ન શકે. નાનાં થી મોટા થશે છતાં પણ પતિત તો કહેવાશે ને? બાપ સમજાવે છે બધાનો અલગ-અલગ પાર્ટ આ ડ્રામા માં નોંધાયેલો છે. આ ચક્ર માં કેટલાં શરીર લે છે, કેટલાં કર્મ કરે છે, તે બધું પછી રીપીટ થવાનું છે. પહેલાં-પહેલાં આત્મા ને ઓળખવાનો છે. આટલાં નાનાં આત્મા માં ૮૪ જન્મો નો અવિનાશી પાર્ટ ભરેલો છે. આ જ છે સૌથી વન્ડરફુલ વાત. આત્મા પણ અવિનાશી છે. ડ્રામા પણ અવિનાશી છે, પૂર્વ નિર્ધારિત છે. એવું નહીં કહેવાશે ક્યાર થી શરુ થયો. કુદરત કહેવાય છે ને? આત્મા કેવો છે, આ ડ્રામા કેવી રીતે બનેલો છે, આમાં કોઈ કાંઈ પણ કરી નથી શકતું. જેમ સમુદ્ર અથવા આકાશ નો અંત નથી કાઢી શકાતો. આ અવિનાશી ડ્રામા છે. કેટલું વન્ડર (આશ્ચર્ય) લાગે છે! જેમ બાબા વન્ડરફુલ તેમ જ્ઞાન પણ ખૂબ વન્ડરફુલ છે. ક્યારેય કોઈ બતાવી ન શકે. આટલાં બધા એક્ટર્સ પોત-પોતાનાં પાર્ટ ભજવતા જ આવે છે. નાટક ક્યારે બન્યું? આ કોઈ પ્રશ્ન ઉઠાવી ન શકે. ઘણાં કહે છે ભગવાન ને શું પડી હતી જે દુઃખ-સુખ ની દુનિયા બનાવી? અરે, આ તો અનાદિ છે. પ્રલય વગેરે થતો નથી. પૂર્વ-નિર્ધારિત છે, એવું થોડી કહી શકાય આ કેમ બનાવી? આત્મા નું જ્ઞાન પણ બાપ તમને ત્યારે સંભળાવે છે જ્યારે સમજદાર બનો છો. તો તમે દિવસે-દિવસે ઉન્નતિ મેળવતા રહો છો. પહેલાં-પહેલાં તો બાબા ખૂબ થોડું-થોડું સંભળાવતાં હતાં. વન્ડરફુલ વાતો હતી છતાં પણ કશિશ તો હતી ને? એમણે ખેંચ્યાં. ભઠ્ઠી ની પણ કશિશ હતી. શાસ્ત્રો માં પછી દેખાડ્યું છે શ્રીકૃષ્ણ ને કંસપુરી થી કાઢીને લઈ ગયાં. હવે તમે જાણો છો કંસ વગેરે તો ત્યાં હોતાં જ નથી. ગીતા ભાગવત્, મહાભારત આ બધા કનેક્શન (સંબંધ) રાખે છે, છે તો કાંઈ પણ નહીં. સમજે છે આ દશેરા વગેરે તો પરંપરા થી ચાલ્યાં આવે છે. રાવણ શું ચીજ છે, એ પણ કોઈ જાણતું નથી. જે પણ દેવી-દેવતા હતાં તે નીચે ઉતરતાં-ઉતરતાં પતિત બની ગયા છે. બુમો પણ તે મારે છે જે વધારે પતિત બન્યાં છે એટલે પોકારે પણ છે હે પતિત-પાવન. આ બધી વાતો બાપ જ સમજાવે છે. સૃષ્ટિ ચક્ર નાં આદિ-મધ્ય-અંત ને બીજું કોઈ નથી જાણતું. તમે જાણવાથી ચક્રવર્તી રાજા બની જાઓ છો. ત્રિમૂર્તિ માં લખેલું છે - આ તમારો ઈશ્વરીય જન્મસિદ્ધ અધિકાર છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ, વિષ્ણુ દ્વારા પાલના… વિનાશ પણ જરુર થવાનો છે. નવી દુનિયા માં ખુબ થોડા હોય છે. હમણાં તો અનેક ધર્મ છે. સમજે છે એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નથી. પછી જરુર તે એક ધર્મ જોઈએ, મહાભારત પણ ગીતા સાથે સંબંધ રાખે છે. આ ચક્ર ફરતું રહે છે. એક સેકન્ડ પણ બંધ નથી થઈ શકતું. કોઈ નવી વાત નથી, અનેકવાર રાજાઈ લીધી છે, જેમનું પેટ ભરેલું હોય છે, તે ગંભીર રહે છે. અંદર માં સમજો છો આપણે કેટલીવાર રાજાઈ લીધી હતી, કાલની જ વાત છે. કાલે જ દેવી-દેવતા હતાં પછી ચક્ર લગાવી આજે આપણે પતિત બન્યાં છીએ ફરી આપણે યોગબળ થી વિશ્વ ની બાદશાહી લઈએ છીએ. બાપ કહે છે કલ્પ-કલ્પ તમે જ બાદશાહી લો છો. જરા પણ ફરક નથી પડી શકતો. રાજાઈ માં કોઈ ઓછું, કોઈ ઊંચ બનશે. આ પુરુષાર્થ થી જ થાય છે.

તમે જાણો છો પહેલાં આપણે વાંદરા થી પણ ખરાબ હતાં. હવે બાપ મંદિર લાયક બનાવી રહ્યાં છે. જે સારા-સારા બાળકો છે તેમનો આત્મા અનુભવ કરે છે, બરાબર અમે તો કોઈ કામ નાં નહોતાં. હવે આપણે વર્થ પાઉન્ડ બની રહ્યાં છીએ. કલ્પ-કલ્પ બાપ આપણ ને પેની થી પાઉન્ડ (કૌડીતુલ્ય થી હીરાતુલ્ય) બનાવે છે. કલ્પ પહેલાં વાળા જ આ વાતો ને સારી રીતે સમજશે. તમે પણ પ્રદર્શન વગેરે કરો છો, નથિંગન્યુ. આમનાં દ્વારા જ તમે અમરપુરી ની સ્થાપના કરી રહ્યાં છો. ભક્તિમાર્ગ માં દેવીઓ વગેરે નાં કેટલાં મંદિર છે. આ બધી છે પુજારીપણા ની સામગ્રી. પૂજ્યપણા ની સામગ્રી કાંઈ પણ નથી. બાપ કહે છે દિવસે-દિવસે તમને ગુહ્ય પોઈન્ટ્સ (વાતો) સમજાવતા રહે છે. પહેલાં નાં અસંખ્ય પોઈન્ટ્સ તમારી પાસે રાખેલા છે. તે હવે શું કરશો? એમ જ પડ્યા રહે છે. વર્તમાન માં બાપદાદા નવાં-નવાં પોઈન્ટ્સ સમજાવતા રહે છે. આત્મા આટલો નાનો એવો બિંદુ છે, તેમાં આખો પાર્ટ ભરેલો છે. આ પોઈન્ટ્સ કોઈ પહેલાં વાળી ચોપડી માં થોડી હશે? પછી જૂનાં પોઈન્ટ્સ ને તમે શું કરશો? અંત નું રીઝલ્ટ જ કામ આવે છે. બાપ કહે છે કલ્પ પહેલાં પણ તમને આવી રીતે જ સંભળાવ્યું હતું. નંબરવાર ભણતા રહે છે. કોઈ સબ્જેક્ટ (વિષય) માં નીચે-ઉપર થતાં રહે છે. વેપાર માં પણ ગ્રહચારી બેસે છે, આમાં હાર્ટફેલ નથી થવાનું. ફરી ઉઠીને પુરુષાર્થ કરાય છે. મનુષ્ય દેવાળું કાઢે છે, ફરી ધંધો વગેરે કરી ખૂબ ધનવાન બની જાય છે. અહીં પણ કોઈ વિકાર માં પડે છે છતાં પણ બાપ કહેશે સારી રીતે પુરુષાર્થ કરી ઊંચુ પદ મેળવો. ફરી થી ચઢવાનું શરુ કરવું જોઈએ. બાપ કહે છે ઉતર્યા છો ફરી ચઢો. એવાં ઘણાં છે, ઉતરે છે તો પછી ચઢવાની કોશિશ કરે છે. બાબા મનાઈ થોડી કરશે? બાપ જાણે છે એવાં પણ ઘણાં આવશે. બાપ કહેશે પુરુષાર્થ કરો. છતાં પણ કાંઈ ન કાંઈ મદદગાર તો બની જશે ને? ડ્રામા પ્લાન અનુસાર જ કહેવાશે. બાપ કહેશે - સારું બાળકો, હવે તૃપ્ત થયા, ખૂબ ગોથા ખાધાં હવે ફરી થી પુરુષાર્થ કરો. બેહદ નાં બાપ તો એવું કહેશે ને? બાબા ની પાસે કેટલાં આવે છે મળવાં. કહું છું બેહદ નાં બાપ નું કહેવાનું નહીં માનશો, પવિત્ર નહીં બનશો? બાપ આત્મા સમજી આત્મા ને કહે છે તો તીર જરુર લાગશે. સમજો, સ્ત્રી ને તીર લાગી જાય છે તો કહેશે અમે તો પ્રતિજ્ઞા કરીએ છીએ. પુરુષ ને નથી લાગતું. પછી આગળ ચાલીને તેમને પણ ચઢાવવાની કોશિશ કરશે. પછી એવાં પણ ઘણાં આવે છે, જેમને સ્ત્રી જ્ઞાન માં લઈ આવે છે. તો કહે છે સ્ત્રી અમારી ગુરુ છે. તે બ્રાહ્મણ લોકો હથિયાલો બાંધતા (લગ્ન સમયે સ્ત્રી ને કહે છે) સમયે કહે છે આ તમારા ગુરુ ઈશ્વર છે. અહીં બાપ કહે છે તમારા એક જ બાપ બધું જ છે. મારા તો એક બીજું ન કોઈ. બધા એમને જ યાદ કરે છે. એ એક સાથે જ યોગ લગાવવાનો છે. આ દેહ પણ મારો નથી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ ગ્રહચારી આવે છે તો દિલશિકસ્ત થઈ બેસી નથી જવાનું. ફરી થી પુરુષાર્થ કરી, બાપ ની યાદ માં રહી ઊંચ પદ મેળવવાનું છે.

2. સ્વયં ની સ્થિતિ યાદ થી એવી મજબૂત બનાવવાની છે જે કોઈ પણ માયા નાં તોફાન વાર ન કરી શકે. વિકારો થી પોતાની સંભાળ કરતા રહેવાની છે.

વરદાન :-
સર્વ શક્તિઓ ની લાઈટ દ્વારા આત્માઓ ને રસ્તો દેખાડવા વાળા ચૈતન્ય લાઈટ - હાઉસ ભવ

જો સદા આ સ્મૃતિ માં રહો કે હું આત્મા વિશ્વ-કલ્યાણ ની સેવા માટે પરમધામ થી અવતારિત થયો છું તો જે પણ સંકલ્પ કરશો, બોલ બોલશો એમાં વિશ્વ-કલ્યાણ સમાયેલું હશે. અને આ જ સ્મૃતિ લાઈટ-હાઉસ નું કાર્ય કરશે. જેવી રીતે એ લાઈટ-હાઉસ થી એક રંગ ની લાઈટ નીકળે છે એવી રીતે આપ ચૈતન્ય લાઈટ-હાઉસ દ્વારા સર્વશક્તિઓ ની લાઈટ આત્માઓ ને દરેક કદમ માં રસ્તો દેખાડવા નું કાર્ય કરતી રહેશે.

સ્લોગન :-
સ્નેહ અને સહયોગ ની સાથે શક્તિ રુપ બનો તો રાજધાની માં નંબર આગળ મળી જશે.

અવ્યક્ત ઈશારા - હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો

જેવી રીતે કર્મ માં આવવું સ્વભાવિક થઈ ગયું છે તેવી રીતે કર્માતીત થવાનું પણ સ્વાભાવિક થઈ જાય. કર્મ પણ કરો અને યાદ માં પણ રહો. જે સદા કર્મયોગી ની સ્ટેજ પર રહે છે, તે સહજ કર્માતીત થઈ શકે છે. જ્યારે ઈચ્છે કર્મ માં આવે અને જ્યારે ઈચ્છે ન્યારા બની જાય, આ પ્રેક્ટિસ કર્મ ની વચ્ચે-વચ્ચે કરતા રહો.