20-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યાં છે તમને આ પાપ ની દુનિયાથી કાઢી ચૈન ની દુનિયા માં લઈ જવાં , બાપ દ્વારા તમને સુખ - શાંતિ ની બે સૌગાતો ( ભેટ ) મળે છે”

પ્રશ્ન :-
આખી દુનિયામાં સાચ્ચી-સાચ્ચી નન્સ તમે છો, સાચ્ચી નન્સ કોને કહેશો?

ઉત્તર :-
સાચ્ચી નન્સ તે જેમની બુદ્ધિ માં એક ની યાદ હોય અર્થાત્ નન બટ વન. તે પોતાને ભલે નન્સ કહેવડાવે છે પરંતુ એમની બુદ્ધિ માં ફક્ત એક ક્રાઈસ્ટ ની યાદ નથી, ક્રાઈસ્ટ ને પણ ભગવાન નો બાળક કહેવાશે. તો એમની બુદ્ધિ માં બે છે અને તમારી બુદ્ધિ માં એક બાપ છે એટલે તમે સાચ્ચી-સાચ્ચી નન્સ છો. તમને બાપ નું ફરમાન (આજ્ઞા) છે પવિત્ર રહેવાનું છે.

ગીત :-
ઇસ પાપ કી દુનિયા…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. કોણે સાંભળ્યું? આત્માઓએ. આત્મા ને પરમાત્મા ન કહી શકાય. મનુષ્ય ને ભગવાન ન કહી શકાય. અચ્છા, હમણાં તમે છો બ્રાહ્મણ. તમને હમણાં દેવતા નથી કહેવાતાં. બ્રહ્મા ને પણ દેવતા ન કહી શકાય. ભલે કહે છે બ્રહ્મા દેવતાય નમ:, વિષ્ણુ દેવતાય નમઃ… પરંતુ બ્રહ્મા અને વિષ્ણુ માં તો બહુજ ફરક છે. વિષ્ણુ ને દેવતા કહેવામાં આવે છે, બ્રહ્મા ને દેવતા ન કહી શકાય કારણકે તે છે બ્રાહ્મણો નાં બાપ. બ્રાહ્મણો ને દેવતા ન કહી શકાય. હવે આ વાતો કોઈ મનુષ્ય, મનુષ્ય ને નથી સમજાવી શકતાં, ભગવાન જ સમજાવે છે. મનુષ્ય તો અંધશ્રદ્ધા માં જે આવે છે તે બોલી દે છે. હમણાં આપ બાળકો સમજો છો - રુહાની બાપ અમને બાળકોને ભણાવી રહ્યાં છે. સ્વયં ને આત્મા સમજવું જોઈએ. અહમ્ આત્મા આ શરીર લે છે. અહમ્ આત્માએ ૮૪ જન્મ લીધાં છે. જેવાં-જેવાં કર્મ કરે છે તેવું શરીર મળે છે. શરીર થી આત્મા અલગ થઈ જાય છે તો પછી શરીર થી પ્રેમ નથી રહેતો. આત્મા થી પ્રેમ રહે છે. આત્મા માં પણ પ્રેમ ત્યારે છે જ્યારે કે આત્મા શરીર માં છે. પિતૃ ને મનુષ્ય બોલાવે છે, શરીર તો એમનું ખલાસ થઈ ગયું તો પણ એમનાં આત્મા ને યાદ કરે છે એટલે બ્રાહ્મણ માં બોલાવે છે. કહે છે ફલાણા નાં આત્મા આવો, આ ભોજન આવીને ખાઓ. એટલે આત્મા માં મોહ રહે છે. પરતું પહેલાં શરીર માં મોહ હતો, તે શરીર યાદ આવતું હતું. એવું નથી સમજતાં કે અમે આત્મા ને બોલાવીએ છીએ. આત્મા જ બધું કરે છે. આત્મા માં સારા અથવા ખરાબ સંસ્કાર રહે છે. પહેલાં-પહેલાં છે દેહ-અભિમાન પછી ત્યારબાદ બીજા વિકાર આવે છે. બધાને મળાવીને કહેવાય છે વિકારી. જેમનામાં આ વિકાર નથી એમને કહેવાય છે નિર્વિકારી. આ તો સમજો છો બરોબર ભારત માં જ્યારે દેવી-દેવતા હતાં તો એમનામાં દૈવીગુણ હતાં. આ લક્ષ્મી-નારાયણ નો છે જ દેવી-દેવતા ધર્મ. જેમ ક્રિશ્ચન ધર્મ માં પુરુષ અથવા સ્ત્રી બધાં ક્રિશ્ચન છે. આ પણ કહેવાય છે દેવી-દેવતા. રાજા-રાણી, પ્રજા બધાં દેવી-દેવતા ધર્મ નાં છે. આ બહુજ ઊંચું સુખ આપવા વાળો ધર્મ છે. બાળકોએ ગીત પણ સાંભળ્યું, આ આત્માએ કહ્યું કે બાબા એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં મને ચૈન-શાંતિ હોય. તે તો છે સુખધામ અને શાંતિધામ. અહીં બહુજ બેચૈન છે. સતયુગ માં બેચૈની હોતી નથી. આત્મા જાણે છે બાબા વગર કોઈ ચૈન ની દુનિયામાં લઈ જઈ નથી શકતું. બાપ કહે છે - મુક્તિ અને જીવનમુક્તિ આ બે સૌગાત હું કલ્પ-કલ્પ લાઉં છું. પરતું તમે ભૂલી જાઓ છો, ડ્રામા માં ભૂલવાનું જ છે. બધું ભૂલી જાઓ ત્યારે તો હું આવું. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં છો, તમને નિશ્ચય છે અમે ૮૪ જન્મ લીધાં છે. જે પૂરું જ્ઞાન નહીં ઉઠાવશે તે પહેલાં નવી દુનિયા માં પણ નહીં આવશે. ત્રેતા કે ત્રેતા નાં અંત માં આવી જાય. બધો આધાર છે પુરુષાર્થ પર. સતયુગ માં સુખ હતું, આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. અચ્છા, એનાં પહેલાનાં જન્મ માં આ કોણ હતાં, કોઈને ખબર નથી. પહેલાનાં જન્મ માં આ બ્રાહ્મણ હતાં. એનાં પહેલાં શૂદ્ર હતાં. વર્ણો પર તમે સારી રીતે સમજાવી શકો છો.

હમણાં તમે સમજો છો આપણે ૨૧ જન્મ માટે ચૈન મેળવશું. બાબા આપણને એ રસ્તો બતાવી રહ્યાં છે. આપણે હમણાં પતિત છીએ એટલે બેચૈન છીએ, દુઃખી છીએ. જ્યાં ચૈન હોય એને સુખ-શાંતિ કહીશું. તો હમણાં આપ બાળકો ની બુદ્ધિ માં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. સમજો છો બરોબર સતયુગ માં ભારત કેટલો સુખી હતો. દુઃખ અથવા બેચૈની નું નામ નહોતું. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યાં છો સ્વર્ગ માં જવા માટે. હમણાં તમે બન્યાં છો ઈશ્વરીય સંપ્રદાય નાં અને તેઓ છે આસુરી સંપ્રદાય નાં. કહે છે ને - પાપ આત્મા. આત્માઓ અનેક છે, પરમાત્મા એક છે. બધાં બ્રધર્સ (ભાઈઓ) છે, બધાં પરમાત્મા હોઈ ન શકે. આટલી થોડીક વાત પણ મનુષ્યો ની બુદ્ધિ માં નથી. બાબાએ સમજાવ્યું છે આ આખી દુનિયા મોટો બેહદ નો ટાપુ છે, તે નાનાં-નાનાં ટાપુ હોય છે. આ બેહદ ટાપુ પર રાવણ નું રાજ્ય છે. આ વાતો ને મનુષ્ય નથી સમજતાં. તે તો ફક્ત કથાઓ સંભળાવતાં રહે છે. કથાઓને જ્ઞાન નથી કહેવાતું. એનાથી મનુષ્ય સદ્દગતિ ને પામી નથી શકતાં. જ્ઞાન થી સદ્દગતિ મળે છે. જ્ઞાન આપવા વાળા છે એક બાપ, બીજું ન કોઈ. ભક્તો ની ભગવાન જ આવીને રક્ષા કરે છે. મનુષ્ય, મનુષ્ય ની રક્ષા નથી કરી શકતાં. શિવબાબા બધાં બાળકોને વારસો આપે છે. એ બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે. વકીલ, બેરિસ્ટર પણ છે કારણકે જમઘટો (યમદુતો) ની સજા થી છોડાવવા વાળા છે. સતયુગ માં કોઈ પણ જેલ માં નહીં જશે. બાપ બધાને જેલ થી છોડાવે છે. બાળકોની સર્વશ્રેષ્ઠ બધી મનોકામનાઓ પૂરી થાય છે. રાવણ દ્વારા અશુદ્ધ કામનાઓ પૂરી થાય છે. બાપ દ્વારા શુદ્ધ કામનાઓ પૂરી થાય છે. શુદ્ધ કામનાઓ પૂરી થવાથી તમે સદા સુખી બની જાઓ છો. અશુદ્ધ કામના છે - પતિત વિકારી બનવું. પાવન રહેવા વાળા ને બ્રહ્મચારી કહેવાય છે. તમારે પણ પવિત્ર રહેવાનું છે. પવિત્ર બની અને પવિત્ર દુનિયાનાં માલિક બનવાનું છે. પતિત થી પાવન એક બાપ જ બનાવે છે. સાધુ-સંત વગેરે તો વિકાર થી જન્મે છે, દેવતાઓ માટે એવું થોડી કહેશે! ત્યાં વિકાર હોતાં જ નથી. તે છે જ પાવન દુનિયા. લક્ષ્મી-નારાયણ સંપૂર્ણ નિર્વિકારી હતાં, ભારત પવિત્ર હતો. આ હમણાં તમે સમજો છો. સતયુગ માં પવિત્રતા હતી તો સુખ-શાંતિ હતાં, બધાં સુખી હતાં, રાવણ રાજ્ય જ્યાર થી થયું છે તો ઉતરતાં આવ્યાં છે. હમણાં તો કોઈ કામ નાં નથી રહ્યાં. એકદમ કોડી જેવાં બની ગયાં છે. હવે ફરી હીરા જેવાં બાપ દ્વારા બનો છો. ભારત જ્યારે સતયુગ હતું તો હીરા જેવાં હતાં. હમણાં તો કોડી જેવાં પણ નથી. પોતાનાં ધર્મ ની જ કોઈને ખબર નથી પડતી. પાપ કરતાં રહે છે. ત્યાં તો પાપ નું નામ નથી. તમે દેવી-દેવતા ધર્મ નાં નામીગ્રામી છો, દેવતાઓનાં તો અનેક ચિત્ર છે. બીજા ધર્મો માં જોશો એક જ ચિત્ર હોય છે, ક્રિશ્ચન પાસે એક જ ક્રાઈસ્ટ નું ચિત્ર હશે. બૌદ્ધીઓ ની પાસે એક જ બુદ્ધ નું. ક્રિશ્ચન, ક્રાઈસ્ટ ને જ યાદ કરે છે, એમને નન્સ કહેવાય છે. નન્સ એટલે સિવાય એક ક્રાઈસ્ટ નાં બીજા કોઈ નહીં એટલે કહે છે નન બટ ક્રાઈસ્ટ, બ્રહ્મચારી રહે છે. તમે પણ નન્સ છો. તમે તમારા ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં નન્સ બનો છો. એક જ બાપ ને યાદ કરો છો. નન બટ વન, એક શિવબાબા બીજું ન કોઈ. એમની બુદ્ધિ માં તો પણ બે આવી જાય છે. ક્રાઈસ્ટ નાં માટે પણ સમજશે તે ભગવાન નાં બાળક હતાં. પરતું એમને ભગવાન નું જ્ઞાન નથી. આપ બાળકોને જ્ઞાન છે, આખી દુનિયામાં એવું કોઈ નથી જેમને પરમાત્મા નું જ્ઞાન હોય. પરમાત્મા ક્યાં રહે છે, ક્યારે આવે છે, એમનો શું પાર્ટ ચાલે છે, આ કોઈ નથી જાણતું. ભગવાન ને જાની જાનનહાર કહે છે. સમજે છે એ અમારા દિલ ની વાતને જાણે છે. બાપ કહે છે-હું નથી જાણતો, મને શું પડી છે - જે દરેક નાં દિલ ને બેસીને વાંચીશ, હું આવ્યો જ છું પતિતો ને પાવન બનાવવાં. જો કોઈ પવિત્ર નથી રહેતાં, ખોટું બોલે છે તો નુકસાન પોતાને જ પહોંચાડશે. ગવાયેલું છે-દેવતાઓની સભા માં અસુર જઈને બેસતાં હતાં. ત્યાં અમૃત વહેંચાતું હતું, કોઈ વિકાર માં જઈને પછી છુપાઈને આવી બેસે તો તે અસુર થયાં ને! પોતે જ પોતાનું પદ ભ્રષ્ટ કરી દેશે. દરેકે પોતાનો પુરુષાર્થ કરવાનો છે. નહીં તો પોતાનું જ સત્યાનાશ કરે છે. બહુજ એવાં છે જે છુપાઈને બેસી જાય છે. કહે છે અમે વિકાર માં થોડી જઈએ છીએ, પરતું વિકાર માં જાય છે. આ એટલે પોતાને ઠગે છે. પોતાનું સત્યનાશ કરે છે. પરમપિતા પરમાત્મા, જેમનો રાઈટ હેન્ડ ધર્મરાજ છે એમની આગળ જૂઠું બોલે છે તો પોતે જ દંડ નાં ભાગી બની જાય છે. ઘણાં સેવાકેન્દ્રો માં પણ એવાં હોય છે. બાબા જ્યારે પહેલીવાર દિલ્લી માં ગયાં હતાં તો રોજ એક વ્યક્તિ આવતો હતો અને વિકાર માં જતો હતો. પૂછવામાં આવતું હતું જ્યારે કે પવિત્ર નથી રહેતાં તો આવો છો શા માટે? કહેતાં હતાં-આવીશ નહીં તો નિર્વિકારી કેવી રીતે બનીશ? પવિત્રતા સારી લાગે છે પરંતુ રહી પણ નથી શકતો. અંત માં તો સુધરી જઈશ. નહીં આવીશ તો બેડો ગર્ક (ખુબ જ નુકસાન) થઈ જશે. બીજો કોઈ રસ્તો જ નથી એટલે મારે અહીં આવવું પડે છે.

બાપ સમજાવે છે તમે વાયુમંડળ ખરાબ કરો છો, ક્યાં સુધી આવી રીતે આવતાં રહેશો. પાવન જે બને છે એમને પતિત થી જેમકે ઘૃણા આવે છે. કહે છે બાબા આમનાં હાથ નું ખાવાનું પણ સારું નથી લાગતું. બાપે યુક્તિ પણ બતાવી છે, ખાન-પાન ની ખિટપીટ થાય છે, એવું તો નહીં નોકરી છોડી દેશો, પછી યુક્તિ થી ચલાવવાનું હોય છે. કોઈ ને સમજાવો તો બગડી જાય છે, પવિત્ર કેવી રીતે રહીશું. આ તો ક્યારેય સાંભળ્યું નથી. સંન્યાસી પણ રહી નથી શકતાં. જ્યારે ઘરબાર છોડીને જાય છે ત્યારે પવિત્ર રહી શકે છે. પરતું આ કોઈને ખબર નથી કે અહીં પતિત-પાવન પરમપિતા પરમાત્મા ભણાવે છે. નથી માનતાં એટલે વિરોધ કરે છે. શિવબાબા બ્રહ્મા તન માં આવે છે, કોઈ શાસ્ત્ર દેખાડો. આ તો ગીતા માં લખાયેલું છે હું સાધારણ વૃદ્ધ તન માં આવું છું. તે પોતાનાં જન્મો ને નથી જાણતાં. આ તો લખાયેલું છે પછી તમે કેવી રીતે કહો છો કે પરમાત્મા કેવી રીતે મનુષ્ય તન માં આવશે. પતિત તન માં જ આવીને રસ્તો બતાવશે ને. પહેલાં પણ આવ્યાં હતાં અને કહ્યું હતું - મામેકમ્ યાદ કરો. એ જ પરમધામ માં રહે છે અને કહે છે મામેકમ્ યાદ કરો. શ્રીકૃષ્ણ નું શરીર તો મૂળવતન માં નહીં હશે - જે કહે મામેકમ્ યાદ કરો. એક પરમપિતા પરમાત્મા જ સાધારણ તન માં પ્રવેશ કરી આપ બાળકોને કહે છે મામેકમ્ યાદ કરો તો આ યોગ-અગ્નિ થી તમારા પાપ કપાઈ જશે એટલે જ મને પતિત-પાવન કહે છે. પતિત-પાવન જરુર આત્માઓનાં હશે ને. પતિત પણ આત્મા જ બને છે.

બાપ કહે છે - તમે પવિત્ર આત્મા સોળે કળા સંપૂર્ણ હતાં. હમણાં નો કળા, બિલકુલ જ પતિત બની ગયાં છો. હું કલ્પ-કલ્પ આવીને તમને સમજાવું છું. તમે જે કામ ચિતા પર બેસી પતિત બની જાઓ છો પછી જ્ઞાન ચિતા પર બેસાડીને તમને પાવન બનાવું છું. ભારત માં પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો, હમણાં અપવિત્ર પ્રવૃત્તિ માર્ગ છે. કોઈને પણ ચૈન નથી. હવે બાપ કહે છે બંને જ્ઞાન ચિતા પર બેસો. દરેક આત્માને પોત-પોતાનાં કર્મો અનુસાર શરીર મળે છે. એવું નથી કે બીજા જન્મ માં તે જ પતિ-પત્ની એકબીજા ને મળશે. ના, એટલી રેસ કરી ન શકે. આ તો ભણતર ની વાત છે ને. અજ્ઞાનકાળ માં થઈ શકે છે, એકબીજા માં બહુ જ પ્રેમ છે - તો એમની મનોકામનાઓ પૂરી થઈ શકે છે, તે તો છે પતિત વિકારી માર્ગ. પતિ ની પાછળ પત્ની ચિતા પર બેસે છે. બીજા જન્મ માં પણ જઈને એમને મળે છે. પરંતુ બીજા જન્મ માં એમને થોડી ખબર પડશે. તમે પણ બાબા ની સાથે જ્ઞાન ચિતા પર ચઢો છો. આ છી-છી શરીર છોડી ચાલ્યાં જશો. તમને આ હમણાં ખબર છે, એમને તો નથી રહેતું કે અમે આગળ જન્મ માં એવાં સાથી હતાં. તમને પણ પછી થી ત્યાં આ વાતો યાદ નહીં રહેશે. હમણાં તમારી બુદ્ધિ માં મુખ્ય લક્ષ છે. મમ્મા-બાબા લક્ષ્મી-નારાયણ બનશે. વિષ્ણુ છે દેવતા. પ્રજાપિતા બ્રહ્મા ને દેવતા ન કહી શકાય. બ્રહ્મા થી દેવતા બને છે. બ્રહ્મા થી વિષ્ણુ, વિષ્ણુ થી બ્રહ્મા કેવી રીતે બને છે - આ હમણાં તમે સમજી લીધું છે. હવે તમે જાણો છો - ચૈન ફક્ત સ્વર્ગ માં જ હોય છે. કોઈ મરે છે તો કહે છે સ્વર્ગ ગયાં અર્થાત્ ચૈન માં ગયાં. બેચૈની માં પતિત રહે છે. બાપ છતાં પણ કહે છે સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. બાકી છે વિસ્તાર માં સમજવાની વાતો. બાપ નોલેજફુલ છે તો તમને પણ પોતાનાં જેવાં નોલેજફુલ બનાવશે. બાપ ની યાદ થી તમે સતોપ્રધાન બનશો, આ આત્માઓ ની રેસ છે. જે વધારે યાદ કરશે તે જલ્દી બનશે. આ છે યોગ અને ભણતર ની રેસ. સ્કૂલ માં પણ રેસ હોય છે ને. અનેક વિદ્યાર્થીઓ હોય છે, એમાંથી જે નંબરવન નીકળે છે એમને સ્કોલરશિપ મળે છે. એક જ ભણતર લાખો-કરોડો આત્માઓનાં માટે હોય છે, તો એટલી સ્કૂલ પણ હશે ને. હવે તમારે આ ભણતર ભણવાનું છે. બધાને રસ્તો બતાવો, આંધળાઓની લાઠી બનો. ઘર-ઘર માં પૈગામ (સંદેશ) પહોંચાડવાનો છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હવે અશુદ્ધ કામનાઓ નો ત્યાગ કરી શુદ્ધ કામનાઓ રાખવાની છે. સૌથી શુદ્ધ કામના છે પવિત્ર બનીને પવિત્ર દુનિયાનાં માલિક બનીએ… કોઈ પણ ભુલો ને છુપાવીને સ્વયં પોતાને ઠગવાનું નથી. ધર્મરાજ બાપ થી સદા સાચાં રહેવાનું છે.

2. જ્ઞાન ચિતા પર બેસી આ ભણતર માં રેસ કરી ભવિષ્ય નવી દુનિયામાં ઊંચ પદ મેળવવાનું છે. યોગ અગ્નિ થી વિકર્મ નાં ખાતા ને દગ્ધ (ભસ્મ) કરવાનાં છે.

વરદાન :-
બુદ્ધિ ની પ્રીત એક પ્રીતમ થી લગાવીને સદા સન્મુખ ની અનુભૂતિ કરવા વાળા વિજયી રત્ન ભવ

પ્રીતબુદ્ધિ અર્થાત્ બુદ્ધિ ની લગન એક પ્રીતમ ની સાથે લાગેલી હોય. જેની એક નાં સાથે પ્રીત છે એમની અન્ય કોઈ પણ વ્યક્તિ કે વૈભવ ની સાથે પ્રીત જોડાઈ નથી શકતી. તે સદા બાપદાદા ને પોતાની સન્મુખ અનુભવ કરશે. એમને મન્સા માં પણ શ્રીમત નાં વિપરીત વ્યર્થ સંકલ્પ કે વિકલ્પ નથી આવી શકતાં. એમનાં મુખ થી કે દિલ થી આ જ બોલ નીકળે - તમારી સાથે ખાઉં, તમારી સાથે બેસું… તમારી સાથે સર્વ સંબંધ નિભાવું… એવી સદા પ્રીતબુદ્ધિ રહેવા વાળા જ વિજયી રત્ન બને છે.

સ્લોગન :-
જોઈએ-જોઈએ નો સંકલ્પ આવવો પણ રોયલ રુપ નું માંગવું જ છે.

અવ્યક્ત ઇશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો

સંગમયુગ પર બાપદાદાએ બધા બાળકોને પહેલું વ્રત આપ્યું છે - “સંપૂર્ણ પવિત્ર ભવ”. આ પવિત્રતા નું વ્રત ફક્ત બ્રહ્મચર્ય નું વ્રત નથી પરંતુ બ્રહ્મા બાપ સમાન દરેક બોલ માં પવિત્રતા નાં વાયબ્રેશન સમાયેલા હોય. દરેક સંકલ્પ માં પવિત્રતા નું મહત્વ હોય. દરેક કર્મ માં, કર્મયોગી જીવન નો અનુભવ હોય - આને કહેવાય છે બ્રહ્મચારી સો બ્રહ્માચારી.