20-09-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યાં છે આપ જૂનાં ભક્તો ને ભક્તિ નું ફળ આપવાં . ભક્તિ નું ફળ છે જ્ઞાન , જેનાથી જ તમારી સદ્દગતિ થાય છે”

પ્રશ્ન :-
ઘણાં બાળકો ચાલતાં-ચાલતાં તકદીર ને જાતે જ શૂટ (ખતમ) કરે છે કેવી રીતે?

ઉત્તર :-
જો બાપ નાં બનીને સર્વિસ (સેવા) નથી કરતાં, પોતાનાં પર અને બીજાઓ પર રહેમ નથી કરતા તો તે પોતાની તકદીર ને શૂટ કરે છે અર્થાત્ પદ ભ્રષ્ટ થઈ જાય છે. સારી રીતે ભણે, યોગ માં રહે તો પદ પણ સારું મળે. સર્વિસેબલ (સેવાધારી) બાળકો ને તો સર્વિસ નો ખૂબ શોખ હોવો જોઈએ.

ગીત :-
કોન આયા સવેરે-સવેરે…

ઓમ શાંતિ!
રુહાની બાળકો સમજે છે આપણે આત્મા છીએ, ન કે શરીર. અને આ જ્ઞાન હમણાં જ મળે છે - પરમપિતા પરમાત્મા પાસે થી. બાપ કહે છે જ્યારે હું આવ્યો છું તો તમે પોતાને આત્મા નિશ્ચય કરો. આત્મા જ શરીર માં પ્રવેશ કરે છે. એક શરીર છોડી બીજું લેતો રહે છે. આત્મા નથી બદલાતો, શરીર બદલાય છે. આત્મા તો અવિનાશી છે, તો પોતાને આત્મા સમજવાનું છે. આ જ્ઞાન ક્યારેય કોઈ આપી ન શકે. બાપ આવ્યાં છે બાળકો ની પોકાર પર. આ પણ કોઈને ખબર નથી કે આ પુરુષોત્તમ સંગમયુગ છે. બાપ આવીને સમજાવે છે મારું આવવાનું થાય છે કલ્પ નાં પુરુષોત્તમ સંગમયુગ પર જ્યારે આખું વિશ્વ પુરુષોત્તમ બને છે. આ સમયે તો આખું વિશ્વ કનિષ્ટ પતિત છે. એને કહેવાય છે અમરપુરી, આ છે મૃત્યુલોક. મૃત્યુલોક માં આસુરી ગુણ વાળા મનુષ્ય હોય છે, અમરલોક માં દૈવી ગુણ વાળા મનુષ્ય છે એટલે એમને દેવતા કહેવાય છે. અહીં પણ સારા સ્વભાવ વાળા ને કહેવાય છે - આ તો જાણે દેવતા છે. કોઈ દૈવી ગુણવાળા હોય છે, આ સમયે બધા છે આસુરી ગુણવાળા મનુષ્ય. ૫ વિકારો માં ફસાયેલા છે ત્યારે ગાય છે આ દુ:ખ થી આવીને લિબરેટ (મુક્ત) કરો. કોઈ એક સીતા ને નથી છોડાવી. બાબાએ સમજાવ્યું છે ભક્તિ ને સીતા કહેવાય છે, ભગવાન ને રામ કહેવાય. જે ભક્તો ને ફળ આપવા આવે છે. આ બેહદ નાં રાવણ રાજ્ય માં આખી દુનિયા ફસાયેલી છે. એમને લિબરેટ કરી રામ રાજ્ય માં લઈ જાય છે. રઘુપતિ રાઘવ રાજા રામ ની વાત નથી. તે તો ત્રેતા નાં રાજા હતાં. હમણાં તો બધા આત્માઓ તમોપ્રધાન જડજડીભૂત અવસ્થા માં છે, સીડી ઉતરતાં-ઉતરતાં નીચે આવી ગયા છે. પૂજ્ય થી પુજારી બની ગયા છે. દેવતાઓ કોઈની પૂજા નથી કરતાં. તે તો છે પૂજ્ય. પછી તે જ્યારે વૈશ્ય, શુદ્ર બને છે તો પૂજા શરુ થાય છે, વામ માર્ગ માં આવવાથી પુજારી બને છે, પુજારી દેવતાઓ નાં ચિત્રો ની આગળ નમન કરે છે, આ સમયે કોઈ એક પણ પૂજ્ય હોય ન શકે. ઊંચા માં ઊંચા ભગવાન પૂજ્ય પછી છે સતયુગી દેવતાઓ પૂજ્ય. આ સમયે તો બધા પુજારી છે. પહેલાં-પહેલાં શિવ ની પૂજા થાય છે, તે છે અવ્યભિચારી પૂજા. તે સતોપ્રધાન પછી સતો પછી દેવતાઓ થી પણ ઉતરી જળ ની, મનુષ્યો ની, પક્ષીઓ વગેરે ની પૂજા કરવા લાગી જાય છે. દિવસે-દિવસે અનેક ની પૂજા થવા લાગે છે. આજકાલ રિલીઝિયસ કોન્ફરન્સ (ધાર્મિક સંમેલન) પણ ખૂબ થતી રહે છે. ક્યારેક આદિ સનાતન ધર્મ વાળા ની, ક્યારેક જૈનીઓ ની, ક્યારેક આર્ય સમાજીઓ ની. અનેક ને બોલાવે છે કારણકે દરેક પોતાનાં ધર્મ ને તો ઊંચો સમજે છે ને? દરેક ધર્મ માં કોઈને કોઈ વિશેષ ગુણ હોવાનાં કારણે તે પોતાને મોટા સમજે છે. જૈનીઓ માં પણ અલગ-અલગ હોય છે. ૫-૭ વેરાઈટી (વિવિધતા) હશે. એમાં પછી કોઈ નગ્ન પણ રહે છે. નગ્ન બનવાનો અર્થ નથી સમજતાં. ભગવાનુવાચ છે નગ્ન અર્થાત્ અશરીરી આવ્યાં હતાં પછી અશરીરી બનીને જવાનું છે. તે પછી કપડા ઉતારી નગ્ન બની જાય છે. ભગવાનુવાચ નાં અર્થ ને નથી સમજતાં. બાપ કહે છે તમે આત્માઓ અહીં આ શરીર ધારણ કરી પાર્ટ ભજવવા આવ્યાં છો, પછી પાછા જવાનું છે, આ વાતો ને આપ બાળકો સમજો છો. આત્મા જ પાર્ટ ભજવવા આવે છે, ઝાડ ની વૃદ્ધિ થતી રહે છે. નવાં-નવાં પ્રકારનાં ધર્મ ઈમર્જ (જાગૃત) થતા રહે છે, એટલે આને વેરાઈટી નાટક કહેવાય છે. વેરાયટી ધર્મો નું ઝાડ છે. દરેક ની ખૂબ બ્રાન્ચેઝ (શાખાઓ) નીકળે છે. મોહમ્મદ તો પછી આવ્યાં છે. પહેલાં છે ઈસ્લામી. મુસલમાનો ની સંખ્યા ખૂબ છે, આફ્રિકા માં કેટલાં સાહૂકાર છે સોના-હીરા ની ખાણો છે. જ્યાં ખૂબ ધન જુએ છે તો તેનાં પર ચઢાઈ કરી ધનવાન બને છે. ક્રિશ્ચન લોકો પણ કેટલાં ધનવાન બન્યાં છે. ભારત માં પણ ધન છે, પરંતુ ગુપ્ત. સોનું વગેરે કેટલું પકડતા રહે છે. હવે દિગંબર જૈન સભા વાળા કોન્ફરન્સ વગેરે કરતા રહે છે, કારણકે દરેક પોતાને મોટા સમજે છે ને? આ આટલાં ધર્મ બધા વધતા રહે છે, ક્યારેક વિનાશ પણ થવાનો છે, કાંઈ પણ સમજતા નથી. બધા ધર્મો માં ઊંચો તો તમારો બ્રાહ્મણ ધર્મ જ છે, જેની કોઈને ખબર નથી. કળિયુગી બ્રાહ્મણ પણ ખૂબ છે. પરંતુ તે છે કુખ વંશાવલી બ્રાહ્મણ. પ્રજાપિતા બ્રહ્મા નાં મુખ વંશાવલી બ્રાહ્મણ, તે તો બધા ભાઈ-બહેન હોવા જોઈએ. જો તે પોતાને બ્રહ્મા ની સંતાન કહેવડાવે છે, તો ભાઈ-બહેન જ થયા પછી લગ્ન પણ કરી ન શકે. સિદ્ધ થાય છે તે બ્રાહ્મણ બ્રહ્મા નાં મુખ વંશાવલી નથી, ફક્ત નામ રાખી દે છે. હકીકત માં દેવતાઓ કરતાં પણ ઊંચા બ્રાહ્મણો ને કહેવાશે, ચોટલી છે ને? આ બ્રાહ્મણ જ મનુષ્યો ને દેવતા બનાવે છે. ભણાવવા વાળા છે પરમપિતા પરમાત્મા, સ્વયં જ્ઞાન નાં સાગર. આ કોઈને પણ ખબર નથી. બાપ ની પાસે આવીને બ્રાહ્મણ બનીને પછી પણ કાલે શૂદ્ર બની પડે છે. જૂનાં સંસ્કાર બદલવા માં ખૂબ મહેનત લાગે છે. પોતાને આત્મા નિશ્ચય કરી બાપ પાસે થી વારસો લેવાનો છે, રુહાની બાપ પાસે થી રુહાની બાળકો જ વારસો લેશે. બાપ ને યાદ કરવામાં જ માયા વિઘ્ન નાખે છે. બાપ કહે છે હથ કાર ડે દિલ યાર ડે. આ છે ખૂબ સહજ. જેમ આશિક-માશૂક હોય છે જે એક-બીજા ને જોયા વગર રહી ન શકે. બાબા તો માશૂક જ છે. આશિક બધા બાળકો છે જે બાપ ને યાદ કરતા રહે છે. એક બાપ જ છે જે ક્યારેય કોઈનાં પર આશિક નથી થતા કારણ કે એમનાં કરતાં ઊંચું તો કોઈ નથી. બાકી હા બાળકો ની મહિમા કરે છે, તમે ભક્તિમાર્ગ થી લઈને મુજ માશૂક નાં બધા આશિક છો. બોલાવો પણ છો કે આવીને દુઃખ થી લિબરેટ કરી પાવન બનાવો. તમે બધા છો બ્રાઈડસ (સજની), હું છું બ્રાઈડગુમ (સાજન). તમે બધા આસુરી જેલ માં ફસાયેલા છો, હું આવીને છોડાવું છું. અહીં મહેનત ખૂબ છે, ક્રિમિનલ (અપવિત્ર) આંખ દગો આપે છે, સિવિલ (પવિત્ર) આંખ બનવામાં મહેનત લાગે છે. દેવતાઓ નાં કેટલાં સારા કેરેક્ટર્સ (ચરિત્ર) છે, હવે એવાં દેવતા બનાવવા વાળા જરુર જોઈએ ને?

કોન્ફરન્સ માં ટોપિક (વિષય) રાખ્યો છે “માનવ જીવન માં ધર્મ ની આવશ્યક્તા”. ડ્રામા ને ન જાણવાનાં કારણે મૂંઝાયેલા છે. તમારા સિવાય કોઈ સમજાવી ન શકે. ક્રિશ્ચન અથવા બૌદ્ધી વગેરે ને આ થોડી ખબર છે કે ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરે પછી ક્યારે આવશે? તમે ઝટ હિસાબ-કિતાબ બતાવી શકો છો. તો સમજાવવું જોઈએ ધર્મ ની તો આવશ્યક્તા છે ને? પહેલાં-પહેલાં કયો ધર્મ હતો, પછી કયા ધર્મ આવે છે? આપણા ધર્મ વાળા પણ પૂરું સમજતા નથી. યોગ નથી લગાવતાં. યોગ વગર તાકાત નથી આવતી, જૌહર (બળ) નથી ભરાતું. બાપ ને જ ઓલમાઈટી ઓથોરિટી (સર્વ શક્તિવાન્ સત્તા) કહેવાય છે. તમે કેટલાં ઓલમાઈટી બનો છો, વિશ્વ નાં માલિક બની જાઓ છો. તમારા રાજ્ય ને કોઈ છીનવી ન શકે. તે સમયે બીજા કોઈ ખંડ હોતાં નથી. હમણાં તો કેટલાં ખંડ છે. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? ૫ હજાર વર્ષ નું આ ચક્ર છે, બાકી સૃષ્ટિ લાંબી કેટલી છે. તે થોડી માપી શકાય છે? ધરતી ને માપી શકે છે. સાગર નું તો કરી ન શકે. આકાશ અને સાગર નો અંત કોઈ મેળવી ન શકે. તો સમજાવવાનું છે - ધર્મ ની આવશ્યક્તા કેમ છે? આખું ચક્ર બન્યું જ છે ધર્મો પર. આ છે જ વેરાયટી ધર્મો નું ઝાડ, આ ઝાડ છે આંધળો ની આગળ અરીસો.

તમે હમણાં બહાર સર્વિસ પર નીકળ્યાં છો, ધીરે-ધીરે તમારી વૃદ્ધિ થતી જાય છે. તોફાન લાગવાથી ઘણાં પાન ખરે પણ છે ને? બીજા ધર્મો માં તોફાન લાગવાની વાત નથી રહેતી. તેમને તો ઉપર થી આવવાનું જ છે, અહીંયા તમારી સ્થાપના ખૂબ વન્ડરફુલ (અદ્દભુત) છે. પહેલાં-પહેલાં વાળા ભગત જે છે તેમને જ ભગવાને આવીને ફળ આપવાનું છે, પોતાનાં ઘરે લઈ જવાનું. બોલાવે પણ છે અમને આત્માઓ ને પોતાનાં ઘરે લઈ જાઓ. આ કોઈને ખબર નથી કે બાપ સ્વર્ગ નું પણ રાજ્ય-ભાગ્ય આપે છે. સંન્યાસી લોકો તો સુખ ને માનતા જ નથી. તેઓ ઈચ્છે છે મોક્ષ થાય. મોક્ષ ને વારસો નથી કહેવાતો. સ્વયં શિવબાબા ને પણ પાર્ટ ભજવવો પડે છે તો પછી કોઈને મોક્ષ માં કેવી રીતે રાખી શકે? તમે બ્રહ્માકુમાર-કુમારીઓ પોતાનાં ધર્મ ને અને બધાનાં ધર્મ ને જાણો છો. તમને રહેમ આવવો જોઈએ. ચક્ર નું રહસ્ય સમજાવવું જોઈએ. બોલો, તમારા ધર્મ સ્થાપક પછી પોતાનાં સમય પર આવશે. સમજાવવા વાળા પણ હોંશિયાર જોઈએ. તમે સમજાવી શકો છો કે દરેકે સતોપ્રધાન થી સતો-રજો-તમો માં આવવાનું જ છે. હમણાં છે રાવણ રાજ્ય. તમારી છે સાચ્ચી ગીતા, જે બાપ સંભળાવે છે. ભગવાન નિરાકાર ને જ કહેવાય છે. આત્મા નિરાકાર ગોડફાધર ને બોલાવે છે. ત્યાં તમે આત્માઓ રહો છો. તમને પરમાત્મા થોડી કહેવાશે? પરમાત્મા તો એક જ છે ઊંચા માં ઊંચા ભગવાન, પછી બધા છે આત્માઓ બાળકો. સર્વ નાં સદ્દગતિ દાતા એક છે પછી છે દેવતાઓ. એમાં પણ નંબરવન છે શ્રીકૃષ્ણ કારણકે આત્મા અને શરીર બંને પવિત્ર છે. તમે છો સંગમયુગી. તમારું જીવન અમૂલ્ય છે. દેવતાઓ નું નથી, બ્રાહ્મણો નું અમૂલ્ય જીવન છે. બાપ તમને બાળક બનાવી પછી તમારા પર કેટલી મહેનત કરે છે, દેવતાઓ થોડી આટલી મહેનત કરશે? તે ભણાવવા માટે બાળકો ને સ્કૂલે મોકલી દેશે. અહીં બાપ તમને ભણાવે છે. એ બાપ શિક્ષક ગુરુ ત્રણે છે. તો કેટલો રીગાર્ડ (સમ્માન) હોવો જોઈએ! સર્વિસએબલ બાળકો ને સર્વિસ નો ખુબજ શોખ હોવો જોઈએ. ખૂબ થોડા છે જે સારા હોંશિયાર છે તો સર્વિસ માં લાગેલા છે. હેન્ડસ (સહયોગી) તો જોઈએ ને? લડાઈ નાં મેદાન માં જવા માટે જેમને શીખવાડે છે તેમને નોકરી વગેરે બધું છોડાવી દે છે. તેમની પાસે લિસ્ટ રહે છે. પછી મિલેટ્રી ને કોઈ રિફ્યૂઝ (મનાઈ) કરી ન શકે કે અમે મેદાન પર નહીં જઈએ. ડ્રિલ શીખવાડે છે કે જરુરત પર બોલાવી લેશે. રિફ્યૂઝ કરવા વાળા પર કેસ ચલાવે છે. અહીં તો તે વાત નથી. અહીં પછી જે સારી રીતે સર્વિસ નથી કરતા તો પદ ભ્રષ્ટ થઈ જાય છે. સર્વિસ નથી કરતા એટલે પોતે પોતાને શૂટ (ખતમ) કરે છે. પદ ભ્રષ્ટ થઈ જાય છે. પોતાની તકદીર ને શૂટ કરી દે છે. સારી રીતે ભણે, યોગ માં રહે તો પદ પણ સારું મળે. પોતાનાં પર રહેમ કરવાનો હોય છે. પોતાનાં પર કરે તો બીજા પર પણ કરે. બાપ દરેક પ્રકાર ની સમજણ આપતા રહે છે. આ દુનિયા નું નાટક કેવી રીતે ચાલે છે, તો રાજધાની પણ સ્થાપન થાય છે. આ વાતો ને દુનિયા નથી જાણતી. હવે નિમંત્રણ તો મળે છે. ૫-૧૦ મિનિટ માં શું સમજાવી શકશે. એક-બે કલાક આપે તો સમજાવી પણ શકે. ડ્રામા ને તો બિલકુલ જાણતા નથી. પોઇન્ટ્સ સારા-સારા જ્યાં-ત્યાં લખી દેવા જોઈએ. પરંતુ બાળકો ભૂલી જાય છે. બાપ ક્રિયેટર (રચયિતા) પણ છે, આપ બાળકો ને ક્રિયેટ (રચના) કરે છે. પોતાનાં બનાવ્યાં છે, ડાયરેક્ટર બની ડાયરેક્શન પણ આપે છે. શ્રીમત આપી અને પછી એક્ટ (કર્મ) પણ કરે છે. જ્ઞાન સંભળાવે છે. આ પણ એમનું ઊંચા માં ઊંચું એક્ટ છે ને? ડ્રામા નાં ક્રિયેટર, ડાયરેક્ટર અને મુખ્ય એક્ટર ને ન જાણ્યાં તો શું થયાં (બન્યાં)? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ અમૂલ્ય જીવન માં ભણાવવા વાળા શિક્ષક નો ખૂબ-ખૂબ રીગાર્ડ રાખવાનો છે, ભણતર માં સારા હોંશિયાર બની સર્વિસ માં લાગવાનું છે. પોતાનાં ઉપર પોતે જ રહેમ કરવાનો છે.

2. પોતે પોતાને સુધારવા માટે સિવિલાઈઝ્ડ (પવિત્ર) બનવાનું છે. પોતાનાં કેરેક્ટર (ચરિત્ર) સુધારવાનાં છે. મનુષ્યો ને દેવતા બનાવવાની સેવા કરવાની છે.

વરદાન :-
રુહાની ડ્રિલ નાં અભ્યાસ દ્વારા ફાઈનલ પેપર માં પાસ થવા વાળા સદા શક્તિશાળી ભવ

જેવી રીતે વર્તમાન સમય પ્રમાણે શરીર માટે સર્વ બિમારીઓ નો ઈલાજ એક્સરસાઇઝ શીખવાડે છે. એવી રીતે આત્મા ને સદા શક્તિશાળી બનાવવા માટે રુહાની એક્સરસાઇઝ નો અભ્યાસ જોઈએ. ચારેય તરફ કેટલું પણ હલચલ નું વાતાવરણ હોય પરંતુ અવાજ માં રહેતાં અવાજ થી પરે સ્થિતિ નો અભ્યાસ કરો. મન ને જ્યાં અને જેટલો સમય સ્થિત કરવા ઈચ્છો એટલો સમય ત્યાં સ્થિત કરી લો - ત્યારે શક્તિશાળી બની ફાઈનલ પેપર માં પાસ થઈ શકશો.

સ્લોગન :-
પોતાનાં વિકારી સ્વભાવ-સંસ્કાર અથવા કર્મ ને સમર્પણ કરી દેવા જ સમર્પિત થવું છે.

અવ્યક્ત ઈશારા - હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો

જ્યાં સુધી તમારી યાદ જ્વાળા રુપ નથી બની ત્યાં સુધી આ વિનાશ ની જ્વાળા પણ સંપૂર્ણ જ્વાળા રુપ નથી લેતી. આ ભડકે છે, પછી શીતળ થઈ જાય છે કારણકે જ્વાળા મૂર્ત અને પ્રેરક આધાર-મૂર્ત આત્માઓ હજી સ્વયં જ સદા જ્વાળા રુપ નથી બન્યાં. હવે જ્વાળા-રુપ બનવાનો દૃઢ સંકલ્પ લો અને સંગઠિત રુપ માં મન-બુદ્ધિ ની એકાગ્રતા દ્વારા પાવરફુલ યોગ નાં વાયબ્રેશન ચારેય તરફ ફેલાવો.