20-09-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 30.11.2011
બાપદાદા મધુબન
અમૃતવેલા વિશેષ સર્વ
શક્તિઓનાં
અનુભવી સ્વરુપ બની યોગ ની સકાશ
વાયુમંડળ માં ફેલાવો , મન ને
સદા બીઝી રાખો ,
સમય ની પોકાર છે -
તીવ્ર પુરુષાર્થી ભવ
આજે બાપદાદા ચારેય
તરફ નાં બાળકોનાં મસ્તક માં ભાગ્ય નાં ચમકતા તારાઓ જોઈ રહ્યા છે. એક જન્મ નું, બીજું
સંબંધ નું અને ત્રીજું પ્રાપ્તિઓનું. ત્રણેય ભાગ્ય ને જોઈ હર્ષિત થઈ રહ્યા છે. જન્મ
નું ભાગ્ય તો તમે જાણો છો કે તમને બધાને આ દિવ્ય જન્મ, બ્રાહ્મણ જન્મ આપવા વાળા
સ્વયં ભાગ્ય વિધાતા છે. તો વિચારો, કેટલું મોટું ભાગ્ય છે! સાથે-સાથે સંબંધ, એમની
વિશેષતા જાણો છો કે ત્રણેય સંબંધ બાપ, શિક્ષક, સદ્દગુરુ ત્રણેય સંબંધ એક બાપ થી છે.
એક માં ત્રણેય સંબંધ છે. પ્રાપ્તિઓને પણ જાણો છો, જ્યાં બાપ છે ત્યાં પ્રાપ્તિઓ તો
સર્વ અને બેહદ ની છે. એક માં ત્રણેય સંબંધ છે. એમ પણ જીવન માં આ ત્રણેય સંબંધ
આવશ્યક છે પરંતુ દુનિયા વાળા ને દરેક સંબંધ અલગ-અલગ છે અને તમારા ત્રણેય સંબંધ એક
માં છે. એક માં ત્રણેય સંબંધ હોવાને કારણે યાદ પણ, અનુભવ પણ સહજ થાય છે. આ ત્રણેય
સંબંધ નાં અનુભવી છો ને! બાપ દ્વારા શું મળે છે? વારસો. વારસો પણ કેટલો ઊંચો મળે છે
અને આ વારસો કેટલો સમય ચાલે છે કારણકે પરમાત્મ-બાપ દ્વારા પ્રાપ્ત થાય છે. બીજો
સંબંધ છે શિક્ષક નો, શિક્ષા ને કહેવાય છે સોર્સ ઓફ ઈન્કમ. તો તમને બધાને શિક્ષક
દ્વારા કેટલી ઊંચી પ્રાપ્તિ થઈ છે, જાણો છો ને! એવી ઊંચી પ્રાપ્તિ સિવાય
પરમાત્મ-પિતા નાં બીજા કોઈ થી થઈ નથી શકતી. શિક્ષા નાં પદ ની પ્રાપ્તિ થાય છે અને
તમને બધાને સૌથી શ્રેષ્ઠ પ્રાપ્તિ છે, દુનિયા માં પણ શ્રેષ્ઠ પ્રાપ્તિ રાજ્યપદ ને
કહેવાય છે. તો તમને પણ શિક્ષક દ્વારા રાજ્યપદ ની પ્રાપ્તિ થઈ છે. હમણાં પણ સ્વરાજ્ય
નાં રાજા છો, કેમ? આત્મા રાજયોગી હોવાનાં કારણે સ્વરાજ્ય અધિકારી બને છે. સ્વ પર
રાજ્ય કરે છે. કર્મેન્દ્રિયો નાં વશીભૂત નથી હોતી, આત્મા માલિક થઈને આ કર્મેન્દ્રિયો
ની રાજા બની જાય છે. તો હમણાં નું સ્વરાજ્ય અને ભવિષ્ય માં પણ રાજ્ય ભાગ્ય પ્રાપ્ત
થાય છે. તો ડબલ રાજ્ય હમણાં પણ અને ભવિષ્ય માં પણ પદની પ્રાપ્તિ થાય છે. અને ત્રીજો
સંબંધ છે સદ્દગુરુ નો. ત્રણેય સંબંધ પ્રાપ્ત થાય છે ને! છે? બાપ નો, શિક્ષક નો અને
ત્રીજો છે સદ્દગુરુ નો. સદ્દગુરુ દ્વારા ગુરુ ની શ્રીમત મળે છે. કેટલી શ્રેષ્ઠ મત
મળી છે? તો પોતાને ચેક કરો કે સદા શ્રીમત પર ચાલીએ છીએ કે ક્યારેક મનમત-પરમત ની તરફ
તો બુદ્ધિ નથી જતી? ચેક કર્યું? જે સમજે છે સદ્દગુરુ દ્વારા સદા જ શ્રીમત, શ્રેષ્ઠ
મત પર ચાલવા વાળા છીએ, મન મત પર ક્યારેય પણ સપના માં પણ નથી જતા તે હાથ ઉઠાવો તો સદા
શ્રીમત પર જ ચાલીએ છીએ, પરમત-મનમત પર નહીં, હાથ ઉઠાવો.
જુઓ, માતાઓએ ઉઠાવ્યાં!
થોડા-થોડા ઉઠાવી રહ્યા છે. ક્યારેક-ક્યારેક ચાલી જાય છે પરમત અને મનમત દગો આપી દે
છે. અને વિશેષ શ્રીમત શું છે? પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. તો સહજ છે કે
મુશ્કેલ છે? ક્યારેક-ક્યારેક મુશ્કેલ થઈ જાય છે. પરંતુ બાપ આ જ ઈચ્છે છે કે સદા આ
ત્રણેય સંબંધો થી દરેક બાળકો આગળ-આગળ ઉડતા જાય. તો બાપદાદા પૂછે છે કે જેમણે હાથ નથી
ઉઠાવ્યો તે હવે થી મનમત, પરમત નો ત્યાગ કરી શકે છે? કરી શકે છે? તે હાથ ઉઠાવો. અચ્છા!
કારણકે બાપદાદાએ સમય નો ઈશારો આપી દીધો છે. હમણાં સંગમ નો સમય અતિ વેલ્યુએબલ છે અને
બાપદાદાએ આ પણ ઈશારો આપી દીધો છે કે વર્તમાન સમય નાં પ્રમાણ બધુ અચાનક થવાનું છે
એટલે સદા એવરરેડી બનવું છે ને! બધા સાથે ચાલશો ને કે પાછળ-પાછળ આવશો? બાપદાદા ની
સાથે પોતાનાં ઘરે જવું છે ને! રેડી છો ને! સાથે ચાલવા માટે રેડી છો? એવરરેડી. રેડી
પણ નહીં, એવરરેડી. તો બાપદાદા સમય નો ઈશારો આપી રહ્યા છે. આ એક જન્મ માં ૨૧ જન્મો
ની પ્રારબ્ધ બનાવવાની છે. તો વિચારો કેટલું અટેન્શન આપવાનું છે. બાપ નો દરેક બાળકોની
સાથે પ્રેમ છે, બાપ આ જ ઈચ્છે છે કે દરેક બાળક બાપ ની સાથે-સાથે ચાલે અને સાથે-સાથે
રાજ્ય અધિકારી બને.
તો તમે બધા સાથે ચાલવા
માટે બાપ સમાન સંપૂર્ણ અને સંપન્ન બનશો ત્યારે તો સાથે ચાલશો ને! આ સમયે આ નાનાં
જન્મ માં ૨૧ જન્મની પ્રાપ્તિ નિશ્ચિત છે. તો વિચારો, સંગમ નો નાનો જન્મ એક-એક મિનિટ
કેટલી મહાન છે! હિસાબ લગાવો, આ જન્મ માં ૨૧ જન્મ નું રાજ્ય-ભાગ્ય લેવું છે તો સંગમ
ની એક મિનિટ પણ કેટલી વેલ્યુએબલ છે. તો આ વેલ્યુ ને જાણી શું કરવું પડશે?
બાપદાદાએ પહેલાં પણ
સંભળાવ્યું છે કે બે વાતો નું વિશેષ અટેન્શન આપો. બે વાતો કઈ? યાદ છે ને! એક સમય અને
બીજો સંકલ્પ. સંકલ્પ વ્યર્થ ન જાય, સમય વ્યર્થ ન જાય. એક-એક સેકન્ડ સફળ થાય. તો બોલો
એટલું અટેન્શન આપવું પડશે ને! બાપદાદા ને તો બધા બાળકોથી પ્રેમ છે. બાપદાદા આ જ
ઈચ્છે છે કે એક બાળક પણ સાથ થી રહી ન જાય. સાથે છે, સાથે ચાલીશું, સાથે રાજ્ય
અધિકારી બની સદા જીવન માં સુખ-શાંતિ નો અનુભવ કરીશું. તો બોલો, સાથે ચાલશો ને! ચાલશો?
રહી તો નહીં જશો? જુઓ, ત્રણેય ભાગ્ય તો દરેક નાં મસ્તક માં ચમકી રહ્યા છે. પોતાનાં
મસ્તક માં આ ત્રણેય ભાગ્ય દેખાઈ આવે છે ને! સંગમયુગ જ ભાગ્યવાન યુગ છે. તો જેટલું
ભાગ્ય બનાવવા ઈચ્છો એટલું બનાવી શકો છો. પરંતુ બહુ જ સમય નું અટેન્શન જોઈએ. તો બધા
બાળકો પોત-પોતાનાં પુરુષાર્થ માં હવે તીવ્રતા લાવો. પુરુષાર્થી છે, બાપદાદા જુએ છે
પુરુષાર્થ કરે છે પરંતુ બધાનો તીવ્રતા નો પુરુષાર્થ હવે હોવો જોઈએ. બાપદાદા દરેક
બાળકને બાળક સો માલિક જોવા ઇચ્છે છે. કોનાં માલિક? સર્વ ખજાનાઓ નાં માલિક.
ક્યારેક-ક્યારેક કોઈ બાળકો બાપદાદા ને કહે છે કે બાબા તમે તો સર્વશક્તિઓ આપી છે અને
અમે પણ પોતાને માસ્ટર સર્વશક્તિવાન માનીએ છીએ પરંતુ ઘણી વખત ઘણા બાળકો ઉલ્હના (ઠપકો)
આપે છે કે ક્યારેક-ક્યારેક જે સમયે જે શક્તિ ની આવશ્યકતા હોય છે, તે સમય પર નથી આવતી.
પરંતુ આનું કારણ શું? બાપે દરેક ને સર્વ શક્તિઓ આપી છે. આપી છે કે કોઈને ઓછી આપી છે
કોઈને વધારે? સર્વશક્તિઓ મળી છે, હાથ ઉઠાવો. બધાને મળી છે પરંતુ સમય પર કેમ નથી કામ
પર આવતી? એનું કારણ? કારણ ને જાણો પણ છો પરંતુ એ સમયે ભૂલી જાઓ છો. સર્વશક્તિઓ નો
ખજાનો દરેક બાળકોને વારસામાં મળેલો છે. બાપે બધાને સર્વ શક્તિઓનો વારસો આપ્યો છે,
કોઈને ઓછો કોઈને વધારે નથી આપ્યો. સર્વશક્તિઓ આપી છે પરંતુ સમય પર કેમ નથી આવતી? તમે
વિચારો કોઈ પણ જો પોતાનાં સ્વમાન ની સીટ પર નથી હોતા તો એનો ઓર્ડર કોઈ માને છે? તો
જે સમયે શક્તિ નથી આવતી, એનું કારણ છે કે તમે પોતાની માસ્ટર સર્વશક્તિવાન ની સીટ પર
સેટ નથી હોતાં એટલે વગર સીટ નો ઓર્ડર કોઈ નથી માનતું. તો સદા પોતાની સીટ પર સેટ રહો.
ક્યારેક વ્યર્થ વિચાર ચાલે છે અથવા ક્યારેક ટેન્શન આવે છે તો એનાથી સ્વમાન ની સીટ
છૂટી જાય છે. બાપદાદાએ દરેકને કેટલાં સ્વમાન આપ્યા છે. કેટલી મોટી સ્વમાન ની લિસ્ટ
છે! ગણતરી કરો, કેટલાં સ્વમાન બાપે આપ્યા છે? સ્વમાન માં સેટ નથી થતા તો જ્યાં
સ્વમાન નથી ત્યાં શું હોય છે? જાણો છો ને! દેહ-અભિમાન આવે છે. કાં તો સ્વમાન છે અથવા
તો દેહભાન છે. તો દેહભાન ની સીટ પર ઓર્ડર કરશો તો શક્તિ નથી માનતી. નહીં તો માસ્ટર
સર્વશક્તિવાન નું શક્તિ ન માને આ થઇ નથી શકતું. સીટ પર સેટ થવું, આનો અભ્યાસ સદા કરો.
ચેક કરો ભલે કર્મયોગ માં હોવ, ભલે સેવા માં હોવ, ભલે પોતાના મનન-મંથન માં હોવ પરંતુ
સીટ પર સેટ છો તો સર્વ શક્તિઓ હાજર હોય છે.
આજે બાપદાદાએ જોયું,
અમૃતવેલા ચક્કર લગાવ્યું. ચારેય તરફ નાં ચક્કર લગાવ્યા, ભલે વિદેશ, ભલે દેશ.
બાપદાદાને ચક્કર લગાવવામાં સમય નથી લાગતો. તો શું જોયું? બતાવે. બધા મેજોરીટી બેઠાં
તો હતાં, ઉઠીને પોત-પોતાનાં સ્થાનો પર બેઠાં હતાં, પુરુષાર્થ પણ કરી રહ્યા હતા કે
બધો સમય સર્વ અનુભવીમૂર્ત થઈને બેસીએ પરંતુ શું જોયું? અનુભવીમૂર્ત કોઈ-કોઈ હતાં,
કારણકે સૌથી મોટી શક્તિ અનુભવ ની છે. અનુભવી સ્વરુપ, સર્વશક્તિઓનાં અનુભવી સ્વરુપ,
માસ્ટર નોલેજફુલ, માસ્ટર સર્વશક્તિ-સ્વરુપ, તો અનુભવી સ્વરુપ બનવામાં કંઈક ખામી
દેખાઈ. પુરુષાર્થ કરે છે, બાપદાદાએ તો પણ મુબારક આપી જે પુરુષાર્થ કરીને મેજોરીટી
આવે છે, બેસે મેજોરીટી છે પરંતુ બાપદાદા આ જ ઈચ્છે છે કે લાઈટ-માઈટ સ્વરુપ નાં
અનુભવીમૂર્ત બની બેસો કારણ કે આ અમૃતવેલા નાં યોગ ની સકાશ આખાં વાયુમંડળ માં ફેલાય
છે. આ જ અનુભવ ને વધારે આગળ વધારો. જેવી રીતે બ્રહ્મા બાબાને જોયા, કેટલી પાવરફુલ
ફરિશ્તા સ્વરુપ ની સ્થિતિ રહી. એમ જ આ અમૃતવેલા ને હમણાં પોત-પોતાનાં રુપ થી
અટેન્શન અને અથક થઈને આપો. બાપદાદાએ જોયું ઘણાં બાળકો લાઈટ-માઈટ રુપ માં પણ બેસે
છે, ના નથી, હા પણ છે પરંતુ એ સમય નાં પુરુષાર્થ ને હજી વધારે અટેન્શન આપવું પડશે
અને બાપદાદાએ પહેલાં પણ ઈશારો આપ્યો કે પોતાનાં મન ને સદા વ્યસ્ત રાખો. ભલે મન્સા
સેવા થી, ભલે વાચા થી, ભલે મનન શક્તિ માં વ્યસ્ત રાખો. મનન કરો. મનન શક્તિ મન ને
એકાગ્ર બનાવી દે છે. કોઈ-કોઈ બાળકો મનન સારું કરે પણ છે પરંતુ મનન શક્તિ ને પણ આખાં
દિવસ માં વધારો કારણકે બાપદાદા ને લાસ્ટ બાળક થી પણ પ્રેમ છે. લાસ્ટ બાળક ને પણ
બાપદાદા આ જ ઇચ્છે છે કે સાથે ચાલે, રહી ન જાય. પાછળ-પાછળ ન રહી જાય. તો શું કરશો?
અટેન્શન.
આજે બાપદાદા બધાને
જોઈ જાણે છે કે બાળકો ની વૃદ્ધિ થવાની જ છે. ૭૫ વર્ષ ની જુબલી મનાવી. એની તો બાપદાદા
બાળકોને મુબારક આપી રહ્યા છે. બાપદાદાએ સેવા ની લગન પણ જોઈ, દરેક સ્થાન વાળા ને
ઉમંગ છે અને સેવાનું ફળ અને સેવાનું બળ તે પણ દેખાઈ રહ્યું છે. વિશેષ બાપદાદાએ જોયું
કે જ્યાં પણ બાળકોએ સેવા કરી છે ત્યાં આ વખતે ગવર્મેન્ટ નાં નિમિત્ત બનેલાં આત્માઓ
વધારે આવ્યાં છે અને રીઝલ્ટ માં માને પણ છે કે હમણાં નાં સમય અનુસાર જ્યારે કે દુઃખ
અને અશાંતિ વધી રહ્યાં છે તો આ જે ટોપિક (વિષય) રાખ્યો છે તે આવશ્યક છે કારણ કે
જેટલી જ શાંતિ ઈચ્છે છે એટલી જ અશાંતિ વધી રહી છે. કોઈને કોઈ વાત અશાંતિ ની આવી જ
જાય છે. એના માટે ચારેય તરફ ટેન્શન વધી રહ્યું છે અને ગવર્મેન્ટ પણ ઈચ્છે છે કે
ભારત ટેન્શન ફ્રી થઈ જાય. તો બધાએ, જે બાળકોએ સેવા કરી છે એ બધા બાળકોને બાપદાદા
મુબારક આપી રહ્યા છે અને જે કરવા વાળા છે એમને પણ એડવાન્સ માં મુબારક આપી રહ્યા છે.
બાપદાદા હમણાં આ જ
ઈચ્છે છે કે એક-એક બાળક ફોલો ફાધર કરતા બાપ સમાન સંપન્ન જરુર બને. બાપદાદાએ જોયું
કે પુરુષાર્થ પણ બધા બાળકો કરે છે. પુરુષાર્થ ની લગન પણ છે, પોતાના થી પ્રોમિસ પણ
બહુ જ કરે છે, હવે નહીં કરીશું, હવે નહીં કરીશું… પરંતુ કારણ શું હોય છે? કારણ છે
પુરુષાર્થ માં દૃઢતા ઓછી છે. વચ્ચે-વચ્ચે અલબેલાપણું આવી જાય છે. થઈ જશે, બની જઈશું…
આ અલબેલાપણું પુરુષાર્થ ને ઢીલો કરી દે છે. તો હવે શું કરશો? હવે આ જ વિશેષ અટેન્શન
આપો, પોતે પોતાનો સ્વયં પ્રોગ્રામ બનાવો, જેમાં આખો દિવસ મન ને વ્યસ્ત રાખો. પોતાનો
પ્રોગ્રામ પોતે બનાવો. ટાઈમ-ટેબલ પોતાનું પોતે બનાવો, મન ને વ્યસ્ત રાખવાનું. ભલે
મનન કરો, ભલે સેવા કરો, ભલે એકબીજા ને અટેન્શન અપાવો પરંતુ વ્યસ્ત રાખો. મન થી બીઝી,
શરીર થી બીઝી તો થાઓ છો પરંતુ મન થી બીઝી રહો. મન નાં બીઝી રહેવામાં બિઝનેસમેન
નંબરવન બનો. આ કરી શકો છો? કરશો? કરશો? કારણકે તમે જાણો છો બ્રહ્મા બાપ પણ તમારો
ઇન્તજાર (પ્રતીક્ષા) કરી રહ્યા છે અને તમારી એડવાન્સ પાર્ટી પણ તમારી રાહ જોઈ રહી
છે, ક્યારે સમય ને નજીક લાવે છે? કારણકે સમયને નજીક લાવવાનાં જવાબદાર તમે છો. પોતાને
સંપન્ન બનાવવું અર્થાત્ સમય ને નજીક લાવવો.
તો બાપદાદા વિશેષ એક
મહિનો આપી ચૂક્યા છે. આ એક મહિના માં દરેકે તીવ્ર પુરુષાર્થી બની, પુરુષાર્થી નહીં
તીવ્ર પુરુષાર્થી બનવાનું જ છે. મંજૂર છે? છે મંજૂર? હાથ ઉઠાવો. અચ્છા, મુબારક છે.
હવે દરેકે દૃઢ સંકલ્પ કરી રોજ બાપદાદાને પોતાનું રીઝલ્ટ આખાં દિવસ નું કેવું આપવાનું
છે? તીવ્ર પુરુષાર્થ નું. પુરુષાર્થ નહીં તીવ્ર પુરુષાર્થ. આનાં માટે તૈયાર છો? છો
તૈયાર? બે હાથ ઉઠાવો. બહુ જ સારું. હવે બાપદાદા અચાનક જ વચ્ચે રીઝલ્ટ મંગાવશે. ડેટ
નહીં બતાવે. અચાનક જ એક મહિના ની અંદર કોઈ પણ ડેટ પર રીઝલ્ટ મંગાવશે. કરવું જ છે. આ
પ્રોમિસ સ્વયં પોતે કરો. બાપદાદા કરાવશે, તે તો કરાવે જ છે પરંતુ સ્વયં પોતાની સાથે
આ સંકલ્પ કરો અને પ્રેક્ટિકલ કરીને દેખાડો. કરવું જ છે. કરીશું, ગે-ગે નહીં… હવે
ગે-ગે સારું નથી. સમય આગળ વધી રહ્યો છે, અતિ માં જઈ રહ્યો છે, તો સમય ને પરિવર્તન
કરવા વાળા શું તમને પૂર્વજો ને પોતાનાં દુઃખી પરિવાર પર રહેમ નથી આવતો? રહેમદિલ બનો
દુઃખીઓ ને સુખ નો રસ્તો બતાવો, ભલે મન્સા થી, ભલે વાચા થી, ભલે સંબંધ-સંપર્ક થી.
પોતાનો પરિવાર છે ને. તો પરિવાર નું દુઃખ દૂર કરવાનું છે. રહેમદિલ બનો. અચ્છા.
હવે જ્યાં પણ જે બેઠાં
છે એ બધાને, ભલે ટી.વી. માં જોઈ રહ્યા છે, ભલે અહીં ભિન્ન-ભિન્ન સ્થાન પર બેઠાં છે
તે પણ ટી.વી. માં જોઈ રહ્યા છે, એક-એક બાળકો ને બાપદાદા આજે તીવ્ર પુરુષાર્થી નું
ટાઈટલ આપી રહ્યા છે. હવે આ જ ટાઈટલ ને સદા યાદ રાખજો. કોઈ પૂછે તમે કોણ છો? તો આ જ
કહેવું તીવ્ર પુરુષાર્થી. ઠીક છે બધાને મંજૂર છે. મંજૂર છે? હવે ઢીલો પુરુષાર્થ નહીં
ચાલશે, સમય આગળ ભાગી રહ્યો છે એટલે હવે તીવ્ર પુરુષાર્થી બનવાનું જ છે, સમય ની
પોકાર છે - તીવ્ર પુરુષાર્થી ભવ. તો બધા બાળકો ને બાપદાદા નાં બહુજ-બહુજ યાદપ્યાર
અને તીવ્ર પુરુષાર્થ ની સૌગાત આપી રહ્યા છે. અચ્છા. ઓમ્ શાંતિ.
વરદાન :-
માયા નાં
નોલેજ થી ઇનોસેન્ટ અને જ્ઞાન માં સેન્ટ બનવા વાળા સંપૂર્ણ પવિત્ર ભવ
જેવી રીતે સતયુગી
આત્માઓ વિકારો ની વાતો નાં નોલેજ થી ઇનોસેન્ટ હોય છે, તે જ સંસ્કાર સ્પષ્ટ સ્મૃતિ
માં રહે તો માયા નાં નોલેજ થી ઇનોસેન્ટ બની જશો. પરંતુ ભવિષ્ય સંસ્કાર સ્મૃતિ માં
સ્પષ્ટ ત્યારે રહેશે જ્યારે આત્મિક સ્વરુપ ની સ્મૃતિ સદાકાળ અને સ્પષ્ટ હશે. જેવી
રીતે દેહ સ્પષ્ટ દેખાઈ આવે છે તેવી રીતે પોતાનાં આત્મા નું સ્વરુપ સ્પષ્ટ દેખાઈ આવે
અર્થાત્ અનુભવ માં આવે ત્યારે કહેવાશો માયા થી ઇનોસેન્ટ અને જ્ઞાન માં સેન્ટ અર્થાત્
સંપૂર્ણ પવિત્ર.
સ્લોગન :-
અંદર ની
અશુદ્ધિ જ સંપૂર્ણ શુદ્ધ બનવામાં વિઘ્ન નાખે છે.
અવ્યક્ત ઇશારા - હવે
પોતાનાં દાતા સ્વરુપ ને પ્રત્યક્ષ કરો
તમે ઈશ્વરીય સેવાધારી
સેવા કરવાવાળા છો ન કે સેવા લેવાવાળા. જો સેવા લેવાવાળા બનો છો તો નામ પ્રમાણે
કર્તવ્ય નથી થયું. ખુદાઈ-ખિદ્દમતગાર સેવા લેતા નથી, આપે છે કારણકે દાતા નાં બાળકો
છે. જેવી રીતે બાપ કંઈ લેતા નથી, તે તો સદા આપે છે, એવી રીતે તમે પણ આપવા વાળા બનો.
જો ક્યારેય પ્રોબ્લેમ રુપ બનો છો તો પણ સેવા લો છો. કોઈ પણ પ્રકાર ની એક્સ્ટ્રા સેવા
લેવાવાળા ને ક્યારેય આ નશો નહીં રહેશે કે અમે દાતા, વરદાતા નાં બાળકો છીએ.
વિશેષ સૂચના :- મહિના
નાં ત્રીજા રવિવાર નો યોગ અભ્યાસ
આજે મહિના નો ત્રીજો
રવિવાર છે, બધા ભાઈ-બહેનો સંગઠિત રુપ માં એકત્રિત થઈને સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા
સુધી પોતાનાં જ્ઞાન સ્વરુપ સ્થિતિ માં સ્થિત થઈ, જ્ઞાન ની લાઈટ અને યોગ ની માઈટ
સર્વ આત્માઓને આપીને સાચો રસ્તો દેખાડવા અથવા તો એનાં પર ચાલવાની શક્તિ દરેક આત્મા
સુધી પહોંચે એવાં શુભ સંકલ્પો થી વિશ્વ કલ્યાણ ની સેવા કરે.