21-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ મીઠાં માં મીઠી સેક્રીન ( મીઠાશ ) છે એટલે બીજી બધી વાતો છોડી એ બાપ ને યાદ કરો તો મીઠી સેક્રીન બની જશો”

પ્રશ્ન :-
તમે બાપ દ્વારા શ્રીમત લઈને પોતાની અંદર કયાં સંસ્કાર ભરી રહ્યાં છો?

ઉત્તર :-
ભવિષ્ય માં વજીર વગર આખાં વિશ્વ પર રાજ્ય કરવાનાં. તમે અહીં આવ્યાં જ છો ભવિષ્ય રાજધાની ચલાવવાની શ્રીમત લેવાં. બાપ તમને એવી શ્રીમત આપી દે છે જે અડધાકલ્પ સુધી કોઈની સલાહ લેવાની દરકાર નથી. સલાહ એમને લેવી પડે જેમની બુદ્ધિ કમજોર હોય.

ગીત :-
તુમ્હીં હો માતા…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. આ કોણે કહ્યું કે મીઠાં-મીઠાં રુહાની બાળકો! જરુર રુહાની બાપ જ કહી શકે છે. મીઠાં-મીઠાં રુહાની બાળકો હમણાં સન્મુખ બેઠાં છે અને ખૂબ જ પ્રેમ થી બાપ સમજાવી રહ્યાં છે. હમણાં તમે જાણો છો સિવાય રુહાની બાપ નાં સર્વ ને સુખ-શાંતિ આપવા વાળા અથવા સર્વ ને દુઃખો થી લિબ્રેટ (મુક્ત) કરવાવાળા દુનિયાભર માં બીજું કોઈ નથી એટલે દુઃખ માં બાપ ને યાદ કરતાં રહે છે. આપ બાળકો સન્મુખ બેઠાં છો. જાણો છો બાબા આપણને સુખધામ નાં લાયક બનાવી રહ્યાં છે. સદા સુખધામ નાં માલિક બનાવવા વાળા બાપ નાં સન્મુખ આવ્યાં છીએ. હવે સમજો છો સન્મુખ સાંભળવું અને દૂર રહીને સાંભળવામાં ખૂબ ફરક છે. મધુબન માં સન્મુખ આવો છો, મધુબન પ્રસિદ્ધ છે. મધુબન, વૃંદાવન માં તેમણે કૃષ્ણ નું ચિત્ર દેખાડ્યું છે. પરંતુ કૃષ્ણ તો નથી. અહીં તો નિરાકાર બાપ આપ બાળકો થી મળે છે. તમારે સ્વયં ને ઘડી-ઘડી આત્મા નિશ્ચય કરવાનું છે. હું આત્મા બાપ પાસેથી વારસો લઈ રહ્યો છું. આખાં કલ્પ માં આ એક જ સમય આવે છે. આ કલ્પ નો સુખદ સંગમયુગ છે. આનું નામ રાખ્યું છે - પુરુષોત્તમ. આ જ સંગમયુગ છે, જેમાં બધાં મનુષ્ય-માત્ર ઉત્તમ બને છે. હમણાં તો બધાં મનુષ્ય-માત્ર નાં આત્મા તમોપ્રધાન છે જે પછી સતોપ્રધાન બને છે. સતોપ્રધાન છે તો મનુષ્ય ઉત્તમ હોય છે. તમોપ્રધાન હોવાથી મનુષ્ય પણ કનિષ્ટ બને છે. તો આત્માઓ ને બાપ બેસી સન્મુખ સમજાવે છે. આખો પાર્ટ આત્મા જ ભજવે છે, ન કે શરીર. આત્મા અને શરીર જ્યારે બંને નો મેળ થાય છે તો પાર્ટ ભજવાય છે. તમારી બુદ્ધિ માં આ આવી ગયું છે કે અમે આત્મા અસલ માં નિરાકારી દુનિયા કે શાંતિધામ માં રહેવા વાળા છીએ, આ કોઈને પણ ખબર નથી. ન સ્વયં સમજે, ન સમજાવી શકે છે. તમારી બુદ્ધિ નું તાળું હવે ખુલ્યું છે, તમે સમજો છો બરોબર આત્માઓ પરમધામ માં રહે છે. એ છે ઈનકોરપોરિયલ વર્લ્ડ (નિરાકારી દુનિયા). આ છે કોરપોરિયલ (સાકારી દુનિયા). અહીં આપણે બધા આત્માઓ એક્ટર્સ, પાર્ટધારી છીએ. પહેલાં-પહેલાં આપણે પાર્ટ ભજવવા આવીએ છીએ. પછી નંબરવાર આવતા જાય છે. બધા એક્ટર્સ એક સાથે નથી આવી જતાં. ભિન્ન-ભિન્ન પ્રકાર નાં એક્ટર્સ આવતાં જાય છે. બધાં એક સાથે ત્યારે થાય છે જ્યારે નાટક પૂરું થાય છે. હવે તમને ઓળખાણ મળી છે, આત્મા અસલ શાંતિધામ નાં રહેવાસી છે - અહીં આવે છે પાર્ટ ભજવવાં. બાપ આખો સમય પાર્ટ ભજવવા નથી આવતાં. આપણે જ પાર્ટ ભજવતા-ભજવતા તમોપ્રધાન બની જઈએ છીએ. હવે આપ બાળકોને સન્મુખ સાંભળવાથી ખૂબ મજા આવે છે. આટલી મજા મોરલી વાંચવાથી નથી આવતી. અહીં સન્મુખ છો ને. તો પહેલાં સતયુગી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા જ આવે છે. તમે જાણો છો કે ભારત ગોડ-ગોડેઝ (દેવી દેવતાઓ) નું સ્થાન હતું, હમણાં નથી. ચિત્ર જુઓ છો તો હતાં જરુર. પહેલાં-પહેલાં આપણે દેવી-દેવતા હતાં, પોતાનાં પાર્ટ ને તો યાદ કરશો કે ભુલી જશો? બાપ કહે છે - તમે આ પાર્ટ ભજવ્યો છે, આ ડ્રામા છે. નવી દુનિયાથી ફરી જૂની થાય છે. પહેલાં-પહેલાં ઉપર થી જે આત્માઓ આવે છે તે ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) માં આવે છે. આ બધી વાતો હવે તમારી બુદ્ધિ માં છે. સતયુગ આદિ માં તમે જ આવ્યાં હતાં પાર્ટ ભજવવાં. તમે વિશ્વ નાં માલિક મહારાજા-મહારાણી હતાં. તમારી રાજધાની હતી. હમણાં તો રાજધાની નથી. હવે તમે શીખી રહ્યાં છો અમે રાજાઈ કેવી રીતે ચલાવીશું, ત્યાં વજીર હોતાં નથી. સલાહ લેવા વાળા ની દરકાર નથી. તે તો શ્રીમત દ્વારા શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બની જાય છે પછી તેમને બીજા કોઈ થી સલાહ લેવાની દરકાર નથી રહેતી. જો કોઈ થી સલાહ લે તો સમજવામાં આવશે આમની બુદ્ધિ કમજોર છે. હમણાં જે શ્રીમત મળે છે તે સતયુગ માં પણ કાયમ રહે છે. હમણાં તમારો આત્મા ફ્રેશ થઈ રહ્યો છે. હવે આપ બાળકોએ દેહી-અભિમાની બનવાનું છે. શાંતિધામ થી આવીને અહીં તમે ટોકી બન્યાં છો. ટોકી થયાં વગર કર્મ થઈ ન શકે. આ ખૂબ જ સમજવાની વાતો છે. જેવી રીતે બાપ માં પૂરું જ્ઞાન છે, તેવી રીતે તમારા આત્મા માં પણ હવે જ્ઞાન છે. આત્મા કહે છે હું એક શરીર છોડી, સંસ્કાર અનુસાર પછી બીજું લઉં છું. પુનર્જન્મ પણ જરુર થાય છે. આત્માને જે પણ પાર્ટ મળ્યો છે, તે ભજવતાં રહે છે અને સંસ્કારો અનુસાર બીજો જન્મ લેતાં રહે છે. આત્માની દિવસે-દિવસે પ્યોરિટી (પવિત્રતા) ની ડીગ્રી (માત્રા) ઓછી થતી જાય છે. પતિત શબ્દ દ્વાપર નાં બાદ કામ માં લાવે છે છતાં પણ થોડોક ફરક જરુર પડી જાય છે. તમે નવું મકાન બનાવો, એક મહિના પછી કંઈક ફરક જરુર પડશે.

હવે તમે સમજો છો બાબા અમને વારસો આપે છે. બાપ કહે છે - હું આવ્યો છું આપ બાળકોને વારસો આપવાં. જેટલો જે પુરુષાર્થ કરશે એટલું પદ મેળવશે. બાપ ની પાસે કોઈ ફરક નથી. બાપ જાણે છે હું આત્માઓ ને ભણાવું છું. આત્મા દરેક પોતાનાં માટે પુરુષાર્થ કરે છે. મેલ (પુરુષ), ફિમેલ (સ્ત્રી) ની દૃષ્ટિ અહીં નથી રહેતી. તમે બધાં બાળકો બેહદ બાપ પાસેથી વારસો લઈ રહ્યાં છો. બધા આત્માઓ બ્રધર્સ છે જેમને બાપ ભણાવે છે, વારસો આપે છે. બાપ જ રુહાની બાળકો થી વાત કરે છે કે હે લાડલા મીઠાં સિકીલધા બાળકો તમે બહુજ સમય પાર્ટ ભજવતા-ભજવતા હવે ફરી આવી ને મળ્યાં છો - પોતાનો વારસો લેવાં. આ પણ ડ્રામા માં નોંધ છે. શરુંથી લઈને પાર્ટ નોંધાયેલો છે. તમે એક્ટર્સ પાર્ટ ભજવતાં એક્ટ કરતાં રહો છો. આત્મા અવિનાશી છે, આમાં અવિનાશી પાર્ટ ભરેલો છે. શરીર તો બદલાતું રહે છે. બાકી આત્મા ફક્ત પ્યોર (પવિત્ર) થી ઈમપ્યોર (અપવિત્ર) બને છે. સતયુગ માં છે પાવન. આને કહેવાય છે પતિત દુનિયા. હમણાં સુખધામ સ્થાપન થાય છે. બાકી બધા આત્માઓ મુક્તિધામ માં રહેશે. હવે આ બેહદ નું નાટક આવીને પૂરું થયું છે. બધા આત્માઓ મચ્છરો ની જેમ જશે. આ સમયે કોઈ પણ આત્મા આવે તો પતિત દુનિયામાં તેની શું વેલ્યુ (મૂલ્ય) હશે? હકીકત માં વેલ્યુ એમની છે જે પહેલાં-પહેલાં નવી દુનિયામાં આવે છે. નવી દુનિયા હતી તે ફરી જૂની બની છે. નવી દુનિયામાં દેવતાઓ હતાં, ત્યાં દુઃખ નું નામ નહોતું. અહીં તો અથાહ દુઃખ છે. બાપ આવીને દુઃખ ની જૂની દુનિયાથી લિબ્રેટ કરે છે. આ જૂની દુનિયા બદલાવાની જરુર છે. જેવી રીતે દિવસ પછી રાત, રાત પછી દિવસ થાય છે. તમે સમજો છો બરોબર અમે સતયુગ નાં માલિક બનીશું, તો આપણે કેમ નહીં આત્મા નિશ્ચય કરી અને બાપ ને યાદ કરીએ. કાંઈક તો મહેનત કરવી પડશે. રાજાઈ મેળવવી કાંઈ સહજ થોડું છે, બાપ ને યાદ કરવાનાં છે. આ માયા નું વન્ડર (કમાલ) છે જે ઘડી-ઘડી તમને ભુલાવી દે છે. એનાં માટે ઉપાય રચવો જોઈએ. એવું નહીં મારા બનવાથી યાદ જામી જશે. બાકી પુરુષાર્થ શું કરશો. ના, જ્યાં સુધી જીવવાનું છે પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાન અમૃત પીતાં રહેવાનું છે. આ પણ સમજો છો આપણો આ અંતિમ જન્મ છે. આ શરીર નું ભાન છોડી દેહી-અભિમાની બનવાનું છે. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે, પુરુષાર્થ જરુર કરવાનો છે. ફક્ત પોતાને આત્મા નિશ્ચય કરી બાપ ને યાદ કરો. ત્વમેવ માતા ચ્ પિતા… આ બધી છે ભક્તિમાર્ગ ની મહિમા. તમારે ફક્ત એક અલ્ફ ને યાદ કરવાનાં છે. એક જ હું સૈક્રીન છું, તમે પણ બીજી બધી વાતો છોડી ખૂબ મીઠી સૈક્રીન થઈ જાઓ. હવે તમારો આત્મા તમોપ્રધાન બન્યો છે, તેને સતોપ્રધાન બનાવવા માટે યાદ ની યાત્રા માં રહો. બધાને આ જ કહો બાપ થી સુખ નો વારસો લો. સુખ હોય જ છે સતયુગ માં. સુખધામ સ્થાપન કરવા વાળા બાપ છે, બાપને યાદ કરવા ખૂબ સહજ છે, પરંતુ માયા નું ઓપોઝિશન (વિરોધ) બહુજ છે એટલે કોશિશ કરી મને યાદ કરો તો ખાદ નીકળી જશે. સેકન્ડ માં જીવનમુક્તિ ગવાય છે.

આ ડ્રામા માં દરેકે પોતાનો પાર્ટ રિપીટ (ફરીવાર) કરવાનો છે. આ ડ્રામા ની અંદર સૌથી વધારે આપણો પાર્ટ છે. સુખ પણ સૌથી વધારે આપણને મળશે. બાપ કહે છે - તમારો દેવી-દેવતા ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. બાકી બધાં શાંતિધામ માં ચાલ્યાં જશે - હિસાબ-કિતાબ ચૂક્તું કરી. વધારે વિસ્તાર માં આપણે કેમ જઈએ. બાપ આવે જ છે બધાને પાછાં લઈ જવાં. મચ્છરો સદૃશ્ય બધાને લઈ જાય છે. શરીર ખતમ થઈ જશે. બાકી આત્મા જ અવિનાશી છે તે હિસાબ-કિતાબ ચૂક્તું કરી ચાલ્યાં જશે. એવું નહીં કે આત્મા આગ માં પડવાથી પવિત્ર થશે. આત્માએ યાદ રુપી યોગ થી જ પવિત્ર થવાનું છે. યોગ ની અગ્નિ છે આ. તેમણે પછી નાટક બેસી બનાવ્યાં છે - સીતા આગ થી પાર થઈ. આગ થી કોઈ એક ને જ થોડી પાર થવાનું છે. બાપ સમજાવે છે - તમે બધી સીતાઓ આ સમયે પતિત છો, રાવણ નાં રાજ્ય માં છો. હવે એક બાપ ની યાદ થી તમારે પાવન બનવાનું છે. રામ એક જ છે. અગ્નિ શબ્દ સાંભળવાથી સમજે છે, આગ થી પાર થયા. ક્યાં યોગ અગ્નિ, ક્યાં તે. આત્મા પરમાત્મા થી યોગ રાખવાથી પતિત થી પાવન થશે. રાત-દિવસ નો ફરક છે. આત્માઓ બધા સીતાઓ છે. રાવણ ની જેલ માં શોકવાટિકા માં છે. અહીં નું સુખ તો કાગ વિષ્ટા સમાન છે. સ્વર્ગ નું સુખ તો અથાહ છે. તો બાળકોએ જ્ઞાન-રત્નો થી ઝોલી ભરવી જોઈએ. કોઈ પણ પ્રકારનો સંશય ન આવવો જોઈએ. દેહ-અભિમાન આવવાથી પછી અનેક પ્રકાર નાં પ્રશ્ન વગેરે ઉઠે છે. પછી બાપ જે ધંધો આપે છે તે કરતાં નથી. મૂળ વાત છે આપણે પતિત થી પાવન બનવાનું છે. બીજા કોઈ પણ સંકલ્પ ઉઠાવવાની દરકાર નથી. આ છે પતિત દુનિયા, તે છે પાવન દુનિયા. મુખ્ય વાત છે જ પાવન બનવાની. પાવન કોણ બનાવશે, આ કાંઈ પણ ખબર નથી. બોલો તમે પતિત છો તો બગડી પડશે. પોતાને વિકારી કોઈ પણ સમજતું નથી, કહે છે ગૃહસ્થી તો બધા હતાં - રામ-સીતા, લક્ષ્મી-નારાયણ ને પણ તો બાળકો હતાં ને. ત્યાં પણ તો બાળકો જન્મે છે, આ ભૂલી ગયાં છે કે તેને વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા) કહેવાય છે. એ છે શિવાલય.

બાપ આપ બાળકોને કેટલી યુક્તિઓ બતાવતાં રહે છે. આ તો બાપ, શિક્ષક, ગુરુ છે, જે બધાને સદ્દગતિ આપે છે. તે તો એક ગુરુ મરી ગયાં તો પછી બાળક ને ગાદી આપશે. હવે તે કેવી રીતે સદ્દગતિ માં લઈ જશે. સર્વનાં સદ્દગતિ દાતા છે જ એક. રાવણ રાજ્ય માં છે દુર્ગતિ, રામ રાજ્ય માં છે સદ્દગતિ. બાપ બધાને પાવન બનાવીને લઈ જાય છે પછી કોઈ ફટ થી પતિત નથી બનતાં, નંબરવાર ઉતરે છે. સતોપ્રધાન થી સતો, રજો, તમો… તમારી બુદ્ધિ માં ૮૪ નું ચક્ર બેસેલું છે. તમે જેમકે હવે લાઈટ-હાઉસ છો. જ્ઞાન થી આ ચક્ર ને જાણી ગયાં છો કે આ કેવી રીતે ફરે છે? હવે આપ બાળકોએ બીજા બધાને રસ્તો બતાવવાનો છે. તમે બધાં સેના છો. તમે પાયલેટ છો, રસ્તો બતાવવા વાળા. બધાને કહો - હવે શાંતિધામ, સુખધામ ને યાદ કરો. કળિયુગ, દુઃખધામ ને ભૂલી જાઓ. અમે તમને ખૂબ સારો રસ્તો બતાવીએ છીએ, પતિત-પાવન એક જ નિરાકાર બાપ છે. એમને યાદ કરવાથી તમે પાવન બની જશો. તમારી આત્મા પર જે કાંટ ચઢેલો છે તે ઉતરતો જશે. ભગવાનુવાચ - મનમનાભવ. શિવ ભગવાનુવાચ - વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિનશયન્તી અને વિનાશકાળે પરમપિતા-પરમાત્મા ની સાથે પ્રીત બુદ્ધિ વિજયન્તી. તમારી જેટલી પ્રીતબુદ્ધિ હશે એટલું ઊંચ પદ મેળવશો. દેહ-અભિમાન માં આવવાથી એટલું ઊંચ પદ નહીં મેળવી શકશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન-રત્નો થી પોતાની ઝોલી ભરવાની છે. કોઈ પણ પ્રકાર નો સંશય નથી ઉઠાવવાનો. જેટલું થઈ શકે બાપ ને યાદ કરવાનો પુરુષાર્થ કરી પાવન બનવાનું છે. બાકી પ્રશ્નો માં નથી જવાનું.

2. એક બાપ થી સાચ્ચી પ્રિત રાખી બાપ સમાન મીઠી સૈક્રીન બનવાનું છે.

વરદાન :-
સદા જ્ઞાનસૂર્ય નાં સન્મુખ રહેવાવાળા અંતર્મુખી , સ્વમાન ધારી ભવ

જેવી રીતે સૂર્ય ની સામે જોવાથી સૂર્ય ની કિરણો અવશ્ય આવે છે, એવી રીતે જે બાળકો જ્ઞાનસૂર્ય બાપ નાં સદા સન્મુખ રહે છે તે જ્ઞાનસૂર્ય નાં સર્વ ગુણો ની કિરણો સ્વયં માં અનુભવ કરે છે. એમની સૂરત પર અંતર્મુખતા ની ઝલક અને સંગમયુગ નાં કે ભવિષ્ય નાં સર્વ સ્વમાન ની ફલક દેખાય છે. એનાં માટે સદા સ્મૃતિ માં રહે કે આ અંતિમ ઘડી છે. કોઈ પણ ઘડી આ શરીર નો વિનાશ થઈ શકે છે એટલે સદા પ્રીતબુદ્ધિ બની જ્ઞાનસૂર્ય નાં સન્મુખ રહી અંતર્મુખતા કે સ્વમાન ની અનુભૂતિ માં રહેવાનું છે.

સ્લોગન :-
સદા ઉડતી કળા માં ઉડવું જ ઝમેલા નાં પહાડ ને ક્રોસ કરવું છે.

આ અવ્યક્ત ઈશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો .

પવિત્રતા જ મહાનતા છે, આ જ યોગી જીવન નો આધાર છે. જરા પણ અંશમાત્ર સંકલ્પ માં પણ કોઈ પ્રકાર ની અપવિત્રતા છે તો જ્યાં અપવિત્રતા નો અંશ છે ત્યાં પવિત્ર બાપ ની યાદ જે છે, જેવાં છે તેવી નથી આવી શકતી એટલે મન્સા માં પણ અપવિત્રતા નાં અંશ ને સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ બનો. સદા આ જ સ્મૃતિ રહે કે પૂજ્ય આત્મા આ શરીર રુપી મંદિર માં વિરાજમાન છું.