21-09-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  02.02.2007    બાપદાદા મધુબન


“ પરમાત્મ - પ્રાપ્તિઓ થી સંપન્ન

 

 આત્મા ની નિશાની - હોલીએસ્ટ ,

 

 હાઈએસ્ટ અને રીચેસ્ટ”
 


આજે વિશ્વ પરીવર્તક બાપદાદા પોતાનાં સાથી બાળકો ને મળવા આવ્યાં છે. દરેક બાળક નાં મસ્તક માં ત્રણ પરમાત્મ વિશેષ પ્રાપ્તિઓ જોઈ રહ્યાં છે. એક છે હોલીએસ્ટ, હાઈએસ્ટ અને રીચેસ્ટ. આ જ્ઞાન નું ફાઉન્ડેશન જ છે હોલી અર્થાત્ પવિત્ર બનવું. તો દરેક બાળક હોલીએસ્ટ છે, પવિત્રતા ફક્ત બ્રહ્મચર્ય નથી પરંતુ મન-વાણી-કર્મ, સંબંધ-સંપર્ક માં પવિત્રતા. તમે જુઓ, આપ પરમાત્મ-બ્રાહ્મણ આત્માઓ આદિ-મધ્ય-અંત ત્રણેય કાળ માં હોલીએસ્ટ રહો છો. પહેલાં-પહેલાં આત્મા જ્યારે પરમધામ માં રહે છે તો ત્યાં પણ હોલીએસ્ટ છે પછી જ્યારે આદિ માં આવો છો તો આદિકાળ માં પણ દેવતા રુપ માં હોલીએસ્ટ રહ્યાં. હોલીએસ્ટ અર્થાત્ પવિત્ર આત્મા ની વિશેષતા છે - પ્રવૃત્તિ માં રહેતાં સંપૂર્ણ પવિત્ર રહેવું. બીજા પણ પવિત્ર બને છે પરંતુ તમારી પવિત્રતા ની વિશેષતા છે - સ્વપ્ન માત્ર પણ અપવિત્રતા મન-બુદ્ધિ ને સ્પર્શ ન કરે. સતયુગ માં આત્મા પણ પવિત્ર બને છે અને શરીર પણ તમારું પવિત્ર બને છે. આત્મા અને શરીર બંને ની પવિત્રતા જે દેવ આત્મા રુપ માં રહે છે, તે શ્રેષ્ઠ પવિત્રતા છે. જેમ હોલીએસ્ટ બનો છો, એટલાં જ હાઈએસ્ટ પણ બનો છો. સૌથી ઊંચા માં ઊંચા બ્રાહ્મણ આત્માઓ અને ઊંચા માં ઊંચા બાપ નાં બાળકો બન્યાં છો. આદિ માં પરમધામ માં પણ હાઈએસ્ટ અર્થાત્ બાપ ની સાથે-સાથે રહો છો. મધ્ય માં પણ પૂજ્ય આત્માઓ બનો છો. કેટલાં સુંદર મંદિર બને છે અને કેટલી વિધિપૂર્વક પૂજા થાય છે. જેટલી વિધિપૂર્વક આપ દેવતાઓ નાં મંદિર માં પૂજા થાય છે એટલાં બીજાઓ નાં મંદિર બને છે પરંતુ વિધિપૂર્વક પૂજા તમારી દેવતા રુપ ની થાય છે. તો હોલીએસ્ટ પણ છો અને હાઈએસ્ટ પણ છો, સાથે રિચેસ્ટ પણ છો. દુનિયામાં કહે છે રિચેસ્ટ ઈન ધ વર્લ્ડ પરંતુ આપ શ્રેષ્ઠ આત્માઓ રિચેસ્ટ ઈન કલ્પ છો. પૂરું કલ્પ રિચેસ્ટ છો. પોતાનાં ખજાના સ્મૃતિ માં આવે છે, કેટલાં ખજાના નાં માલિક છો? અવિનાશી ખજાના જે એક જન્મ માં પ્રાપ્ત કરો છો તે અનેક જન્મ ચાલે છે. બીજા કોઈનાં પણ ખજાના અનેક જન્મ નથી ચાલતાં. પરંતુ તમારા ખજાના આધ્યાત્મિક છે. શક્તિઓ નો ખજાનો, જ્ઞાન નો ખજાનો, ગુણો નો ખજાનો, શ્રેષ્ઠ સંકલ્પો નો ખજાનો અને વર્તમાન સમય નો ખજાનો, આ સર્વ ખજાના જન્મ-જન્મ ચાલે છે. એક જન્મ નાં પ્રાપ્ત થયેલા ખજાના સાથે ચાલે છે કારણકે સર્વ ખજાનાઓ નાં દાતા પરમાત્મ-બાપ દ્વારા પ્રાપ્ત થાય છે. તો આ નશો છે કે અમારા ખજાના અવિનાશી છે?

આ આધ્યાત્મિક ખજાનાઓ ને પ્રાપ્ત કરવા માટે સહજયોગી બન્યાં છો? યાદ ની શક્તિ થી ખજાના જમા કરો છો? આ સમયે પણ આ સર્વ ખજાનાઓ થી સંપન્ન બેફિકર બાદશાહ છો, કોઈ ફિકર છે? છે ફિકર? કારણકે આ ખજાના જે છે એને નથી ચોર લૂંટી શકતાં, નથી રાજા ખાઈ શકતાં, નથી પાણી ડૂબાડી શકતું, એટલે બેફિકર બાદશાહ છો. તો આ ખજાના સ્મૃતિ માં રહે છે ને? અને યાદ પણ સહજ કેમ છે? કારણકે સૌથી વધારે યાદ નો આધાર હોય છે એક સંબંધ અને બીજી પ્રાપ્તિ. જેટલો પ્રિય સંબંધ હોય છે એટલી યાદ સ્વતઃ આવે છે કારણકે સંબંધ માં સ્નેહ હોય છે અને જ્યાં સ્નેહ હોય છે તો સ્નેહી ને યાદ કરવાનું મુશ્કેલ નથી હોતું, પરંતુ ભૂલવાનું મુશ્કેલ હોય છે. તો બાપે સર્વ સંબંધો નાં આધાર બનાવી દીધાં છે. બધા પોતાને સહજયોગી અનુભવ કરો છો? કે મુશ્કેલ યોગી છો? સહજ છે? કે ક્યારેક સહજ છે, ક્યારેક મુશ્કેલ છે? જ્યારે બાપ ને સંબંધ અને સ્નેહ થી યાદ કરો છો તો યાદ મુશ્કેલ નથી હોતી બીજું પ્રાપ્તિઓ ને યાદ કરો. સર્વ પ્રાપ્તિઓ નાં દાતાએ સર્વ પ્રાપ્તિઓ કરાવી દીધી. તો પોતાને સર્વ ખજાનાઓ થી સંપન્ન અનુભવ કરો છો? ખજાનાઓ ને જમા કરવાની સહજ વિધિ પણ બાપદાદાએ સંભળાવી - જે પણ અવિનાશી ખજાના છે એ બધા ખજાના ને પ્રાપ્ત કરવાની વિધિ છે - બિંદુ. જેમ વિનાશી ખજાનાઓ માં પણ બિંદુ લગાવતા જાઓ તો વધતા જાય છે ને? તો અવિનાશી ખજાનાઓ ને જમા કરવાની વિધિ છે બિંદુ લગાવવું. ત્રણ બિંદુઓ છે - એક હું આત્મા બિંદુ, બાપ પણ બિંદુ અને ડ્રામા માં જે પણ વીતી જાય છે તે ફુલસ્ટોપ અર્થાત્ બિંદુ. તો બિંદુ લગાવતા આવડે છે? સૌથી વધારે સહજ માત્રા કઈ છે? બિંદુ લગાવવાની ને? તો આત્મા બિંદુ છું, બાપ પણ બિંદુ છે, આ સ્મૃતિ થી સ્વતઃ જ ખજાના જમા થઈ જાય છે. તો બિંદુ ને સેકન્ડ માં યાદ કરવાથી કેટલી ખુશી થાય છે? આ સર્વ ખજાના આપ બ્રાહ્મણ જીવન નો અધિકાર છે કારણકે બાળકો બનવું અર્થાત્ અધિકારી બનવું. અને વિશેષ ત્રણ સંબંધ નો અધિકાર પ્રાપ્ત થાય છે - પરમાત્મા ને બાપ પણ બનાવ્યાં છે, શિક્ષક પણ બનાવ્યાં છે અને સદ્દગુરુ પણ બનાવ્યાં છે. આ ત્રણેય સંબંધ થી પાલના, ભણતર થી સોર્સ ઓફ ઇન્કમ અને સદ્દગુરુ દ્વારા વરદાન મળે છે. કેટલાં સહજ વરદાન મળે છે? કારણકે બાળક નો જન્મસિદ્ધ અધિકાર છે બાપ નાં વરદાન પ્રાપ્ત કરવાનો.

બાપદાદા દરેક બાળક નું જમા નું ખાતું ચેક કરે છે. તમે બધા પણ પોતાનાં દરેક સમય નું જમા નું ખાતું ચેક કરો. જમા થયું કે નથી થયું, એની વિધિ છે જે પણ કર્મ કર્યુ, એ કર્મ માં સ્વયં પણ સંતુષ્ટ અને જેની સાથે કર્મ કર્યુ તે પણ સંતુષ્ટ. જો બંને માં સંતુષ્ટતા છે તો સમજો કર્મ નું ખાતું જમા થયું. જો સ્વયં માં તથા જેમની સાથે સંબંધ છે, એમાં સંતુષ્ટતા નથી આવી તો જમા નથી થતું.

બાપદાદા બધા બાળકો ને સમય ની સૂચના પણ આપતા રહે છે. આ વર્તમાન સંગમ નો સમય આખાં કલ્પ માં શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ સમય છે કારણકે આ સંગમ જ શ્રેષ્ઠ કર્મો નું બીજ વાવવાનો સમય છે. પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત કરવાનો સમય છે. આ સંગમ સમય માં એક-એક સેકન્ડ શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ છે. બધા એક સેકન્ડ માં અશરીરી સ્થિતિ માં સ્થિત થઈ શકો છો? બાપદાદાએ સહજ વિધિ સંભળાવી છે કે નિરંતર યાદ માટે એક વિધિ બનાવો - આખાં દિવસ માં બે શબ્દ બધા બોલો છો અને અનેકવાર બોલો છો તે બે શબ્દ છે “હું” અને “મારું”. તો જ્યારે હું શબ્દ બોલો છો તો બાપે પરિચય આપી દીધો છે કે હું આત્મા છું. તો જ્યારે પણ હું શબ્દ બોલો છો તો આ યાદ કરો હું આત્મા છું. એકલું હું ન વિચારો, હું આત્મા છું, આ સાથે વિચારો કારણકે તમે તો જાણો છો ને કે હું શ્રેષ્ઠ આત્મા છું, પરમાત્મ-પાલના ની અંદર રહેવા વાળો આત્મા છું અને જ્યારે મારું શબ્દ બોલો છો તો મારું કોણ? મારા બાબા અર્થાત્ બાપ પરમાત્મા. તો જ્યારે પણ હું અને મારું શબ્દ કહો છો એ સમયે આ ઉમેરો, હું આત્મા અને મારા બાબા. જેટલું બાપ માં મારાપણું લાવશો, એટલી યાદ સહજ થતી જશે કારણકે મારું ક્યારેય ભૂલાતું નથી. આખાં દિવસ માં જુઓ મારું જ યાદ આવે છે. તો આ વિધિ થી સહજ નિરંતર યોગી બની શકો છો. બાપદાદાએ દરેક બાળક ને સ્વમાન ની સીટ પર બેસાડ્યાં છે. સ્વમાન નું લિસ્ટ જો સ્મૃતિ માં લાવો તો કેટલું લાંબું છે! કારણકે સ્વમાન માં સ્થિત છે તો દેહ-અભિમાન નથી આવી શકતું. કાં દેહ-અભિમાન હશે અથવા સ્વમાન હશે. સ્વમાન નો અર્થ જ છે - સ્વ અર્થાત્ આત્મા નું શ્રેષ્ઠ સ્મૃતિ નું સ્થાન. તો બધા પોતાનાં સ્વમાન માં સ્થિત છે? જેટલાં સ્વમાન માં સ્થિત હશો એટલાં બીજાઓ ને સન્માન આપવાનું સ્વતઃ થઈ જાય છે. તો સ્વમાન માં સ્થિત રહેવું કેટલું સહજ છે!

તો બધા ખુશનુમા (ખુશ) રહો છો? કારણકે ખુશનુમા રહેવા વાળા બીજાઓ ને પણ ખુશનુમા બનાવી દે છે. બાપદાદા સદા કહે છે કે આખાં દિવસ માં ખુશી ક્યારેય ન ગુમાવો. કેમ? ખુશી એવી વસ્તુ છે જે એક જ ખુશી માં હેલ્થ પણ છે, વેલ્થ પણ છે અને હેપ્પી પણ છે. ખુશી નથી તો જીવન નીરસ રહે છે. ખુશી ને જ કહેવાય છે - “ખુશી જેવો કોઈ ખજાનો નથી.” કેટલાં પણ ખજાના હોય પરંતુ ખુશી નથી તો ખજાના થી પણ પ્રાપ્તિ નથી કરી શકતાં. ખુશી માટે કહેવાય છે - ખુશી જેવો કોઈ ખોરાક નથી. તો વેલ્થ પણ છે ખુશી અને ખુશી હેલ્થ પણ છે અને નામ જ ખુશી છે તો હેપ્પી તો છો જ. તો ખુશી માં ત્રણેય વસ્તુ છે. અને બાપે અવિનાશી ખુશી નો ખજાનો આપ્યો છે, બાપ નો ખજાનો ગુમાવતા નહીં. તો સદા ખુશ રહો છો?

બાપદાદાએ હોમવર્ક આપ્યું કે ખુશ રહેવાનું છે અને ખુશી વહેંચવાની છે કારણકે ખુશી એવી વસ્તુ છે જે જેટલી વહેંચશો એટલી વધશે. અનુભવ કરીને જોયું છે, કર્યો છે ને અનુભવ? જો ખુશી વહેંચો છો તો વહેંચતા પહેલાં તમારી પાસે વધે છે. ખુશ કરવાવાળા કરતાં પહેલાં સ્વયં ખુશ થાઓ છો. તો બધાએ હોમવર્ક કર્યુ છે? કર્યુ છે? જેમણે કર્યુ છે તે હાથ ઉઠાવો. જેમણે કર્યુ છે - ખુશ રહેવાનું છે, કારણ નહીં નિવારણ કરવાનું છે, સમાધાન સ્વરુપ બનવાનું છે. હાથ ઉઠાવો. હવે આમ તો નહીં કહેશો ને - આ થઈ ગયું! બાપદાદા ની પાસે ઘણા બાળકોએ પોતાનું રીઝલ્ટ પણ લખ્યું છે કે અમે કેટલાં ટકા ઓ.કે. રહ્યાં છીએ. અને લક્ષ રાખશો તો લક્ષ થી લક્ષણ સ્વતઃ જ આવે છે. અચ્છા.

ડબલ વિદેશી ભાઈ-બહેનો સાથે:- વિદેશીઓ ને તો પોતાનું ઓરીજનલ વિદેશ તો નહીં ભૂલાતું હશે? ઓરિજનલ તમે કયા દેશ નાં છો, તે તો યાદ રહે છે ને એટલે બધા તમને કહે છે ડબલ વિદેશી. ફક્ત વિદેશી નથી, ડબલ વિદેશી. તો તમને પોતાનું સ્વીટ હોમ ક્યારેય ભૂલાતું નહીં હશે. તો ક્યાં રહો છો? બાપદાદા નાં દિલ તખ્તનશીન છો ને? બાપદાદા કહે છે જ્યારે કોઈ પણ નાની-મોટી સમસ્યા આવે, સમસ્યા નથી પરંતુ પેપર છે આગળ વધવા માટે. તો બાપદાદા નું દિલતખ્ત તો તમારો અધિકાર છે. દિલ તખ્તનશીન બની જાઓ તો સમસ્યા રમકડા બની જશે. સમસ્યાઓ થી ગભરાશો નહીં, રમશો. રમકડા છે. બધા ઉડતી કળા વાળા છો ને? ઉડતી કળા છે? કે ચાલવા વાળા છો? ઉડવા વાળા છો કે ચઢવા વાળા છો? જે ઉડવા વાળા છે તે હાથ ઉઠાવો. ઉડવા વાળા. અડધો-અડધો હાથ ઉઠાવી રહ્યાં છે. ઉડવા વાળા છો? સારું. ક્યારેક-ક્યારેક ઉડવાનું છોડો છો શું? ચાલી રહ્યાં છીએ નહીં, ઘણાં બાપદાદા ને કહે છે બાબા અમે ખૂબ સારું ચાલી રહ્યાં છીએ. તો બાપદાદા કહે છે ચાલી રહ્યાં છો કે ઉડી રહ્યાં છો? હવે ચાલવાનો સમય નથી, ઉડવાનો સમય છે. ઉમંગ-ઉત્સાહ ની, હિંમત ની પાંખો દરેક ને લાગેલી છે. તો પાંખો થી ઉડવાનું હોય છે. તો રોજ ચેક કરો, ઉડતી કળા માં ઉડી રહ્યાં છીએ? સારું છે, રીઝલ્ટ માં બાપદાદાએ જોયું કે સેન્ટર્સ વિદેશ માં પણ વધી રહ્યાં છે. અને વધતા જવાના જ છે. જેમ ડબલ વિદેશી છો તેમ ડબલ સેવા મન્સા પણ, વાચા પણ સાથે-સાથે કરતા ચાલો. મન્સા શક્તિ દ્વારા આત્માઓ ની આત્મિક વૃત્તિ બનાવો. વાયુમંડળ બનાવો. હવે દુઃખ વધતું જતું જોઈ રહેમ નથી આવતો? તમારા જડ ચિત્ર ની આગળ બુમો પાડતા રહે છે, મર્સી આપો, મર્સી આપો, હવે દયાળુ કૃપાળુ રહેમદિલ બનો. પોતાની ઉપર પણ રહેમ અને આત્માઓ ઉપર પણ રહેમ. સારું છે - દરેક સિઝન માં, દર વારા માં આવી જાઓ છો. આ બધાને ખુશી થાય છે. તો ઉડતા ચાલો અને ઉડાવતા ચાલો. સારું છે, રીઝલ્ટ માં જોયું છે કે હવે પોતાને પરિવર્તન કરવામાં પણ ફાસ્ટ જઈ રહ્યાં છો. તો સ્વ પરિવર્તન ની ગતિ વિશ્વ-પરિવર્તન ની ગતિ વધારે છે. અચ્છા.

જે પહેલીવાર આવ્યા છે તે ઉઠો:- તમને બધાને બ્રાહ્મણ જન્મ ની મુબારક છે. સારું મીઠાઈ તો મળશે પરંતુ બાપદાદા દિલખુશ મીઠાઈ ખવડાવી રહ્યાં છે. પહેલી વાર મધુબન આવવાની આ દિલખુશ મીઠાઈ સદા યાદ રાખજો. તે મીઠાઈ તો મુખ માં મુકી અને ખતમ થઈ જશે પરંતુ આ દિલખુશ મીઠાઈ સદા સાથે રહેશે. ભલે આવ્યાં, બાપદાદા અને પૂરો પરિવાર દેશ-વિદેશ માં તમે પોતાનાં ભાઈ-બહેનો ને જોઈ ખુશ થઈ રહ્યાં છો. બધા જોઈ રહ્યાં છે, અમેરિકા પણ જોઈ રહ્યું છે તો આફ્રિકા પણ જોઈ રહ્યું છે, રશિયા વાળા પણ જોઈ રહ્યાં છે, લંડન વાળા પણ જોઈ રહ્યાં છે, પાંચેય ખંડ જોઈ રહ્યાં છે. તો જન્મદિવસ ની તમને બધાને ત્યાં બેઠાં-બેઠાં મુબારક આપી રહ્યાં છે. અચ્છા.

બાપદાદા ની રુહાની ડ્રિલ યાદ છે ને? હવે બાપદાદા દરેક બાળક થી ભલે નવાં છે કે જૂનાં છે, ભલે નાનાં છે કે મોટા છે, નાનાં વધારે જ બાપ સમાન જલ્દી બની શકે છે. તો હમણાં સેકન્ડ માં જ્યાં મન ને લગાવવા ઈચ્છો ત્યાં મન એકાગ્ર થઈ જાય. આ એકાગ્રતા ની ડ્રિલ સદા જ કરતા ચાલો (રહો). હવે એક સેકન્ડ માં માલિક, મન નાં માલિક બની હું અને મારા બાબા સંસાર છે, બીજા ન કોઈ, આ એકાગ્ર સ્મૃતિ માં સ્થિત થઈ જાઓ. અચ્છા.

ચારેય તરફ નાં સર્વ તીવ્ર પુરુષાર્થી બાળકો ને સદા ઉમંગ-ઉત્સાહ ની સાથે ઊડતી કળા નાં અનુભવી મૂર્ત બાળકો ને, સદા પોતાનાં સ્વમાન ની સીટ પર સેટ રહેવા વાળા બાળકો ને, સદા રહેમદિલ બની વિશ્વ નાં આત્માઓ ને શક્તિ દ્વારા કાંઈ ન કાંઈ અંચલી સુખ-શાંતિ ની શકિત આપવા વાળા દયાળુ, કૃપાળુ બાળકો ને, સદા બાપ નાં સ્નેહ માં સમાયેલા બાળકો ને, બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

સારું - બધા ખૂબ-ખૂબ-ખૂબ ખુશ છો, ખુશ છો! ખૂબ ખુશ છો? કેટલાં ખુશ? તો સદા એવાં રહેજો. કાંઈ પણ થઈ જાય થવા દો, હવે ખુશ રહેવાનું છે. અમારે ઉડવાનું છે, કોઈ નીચે નથી લાવી શકતું. પાક્કું! પાક્કો વાયદો છે? કેટલો પાક્કો? બસ, ખુશ રહો બધાને ખુશી આપો. કોઈપણ વાત ન ગમે તો પણ ખુશી ન ગુમાવો. વાત ને ચલાવી લો, ખુશી ન ચાલી જાય. વાત તો ખતમ થઈ જ જવાની છે પરંતુ ખુશી તો સાથે ચાલવાની છે ને? તો જે સાથે ચાલવા વાળી છે એમને છોડી દો છો અને જે છૂટવા વાળી છે એ છોડવા વાળી ને પાસે રાખી લો છો. આવું નહીં કરતાં. અમૃતવેલા રોજ પહેલાં પોતે પોતાને ખુશી નો ખોરાક ખવડાવો. અચ્છા.

વરદાન :-
સ્વીટ સાઈલેન્સ ની લવલીન સ્થિતિ દ્વારા નષ્ટોમોહા સમર્થ સ્વરુપ ભવ

દેહ, દેહ નાં સંબંધ, દેહ નાં સંસ્કાર, વ્યક્તિ તથા વૈભવ, વાયુમંડળ, વાયબ્રેશન હોવા છતાં પણ પોતાની તરફ આકર્ષિત ન કરે. લોકો બુમો પાડતા રહે અને તમે અચળ રહો. પ્રકૃતિ, માયા બધા લાસ્ટ ચાન્સ લગાવવા માટે પોતાની તરફ કેટલાં પણ ખેંચે પરંતુ તમે ન્યારા અને બાપ નાં પ્યારા બનવાની સ્થિતિ માં લવલીન રહો - આને કહેવાય છે જોવા છતાં ન જુઓ, સાંભળવા છતાં ન સાંભળો. આ જ સ્વીટ સાઈલેન્સ સ્વરુપ ની લવલીન સ્થિતિ છે, જ્યારે એવી સ્થિતિ બનશે ત્યારે કહેવાશે નષ્ટોમોહા સમર્થ સ્વરુપ નાં વરદાની આત્મા.

સ્લોગન :-
હોલીહંસ બની અવગુણ રુપી પથ્થર ને છોડી સારાઈ રુપી મોતી વીણતા ચાલો.

અવ્યક્ત ઈશારા - હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો

જ્વાળા રુપ બનવા માટે આ જ સદા ધૂન રહે કે હવે પાછું ઘરે જવાનું છે. જવાનું છે અર્થાત્ ઉપરામ. જ્યારે પોતાનાં નિરાકારી ઘરે જવાનું છે તો તેવો પોતાનો વેશ બનાવવાનો છે. તો જવાનું છે અને બધાને પાછાં લઈ જવાનાં છે - આ સ્મૃતિ થી સ્વતઃ જ સર્વ-સંબંધ, સર્વ-પ્રકૃતિ નાં આકર્ષણ થી ઉપરામ અર્થાત્ સાક્ષી બની જશો. સાક્ષી બનવાથી સહજ જ બાપ નાં સાથી તથા બાપ સમાન બની જશો.

સુચના:- આજે મહિના નો ત્રીજો રવિવાર છે, બધા રાજયોગી તપસ્વી ભાઈ-બહેનો સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી, વિશેષ યોગ અભ્યાસ નાં સમયે પોતાનાં આકારી ફરિશ્તા સ્વરુપ માં સ્થિત થઈ, ભક્તો ની પોકાર સાંભળો અને ઉપકાર કરો. માસ્ટર દયાળુ, કૃપાળુ બની બધા પર રહેમ ની દૃષ્ટિ ફેરવો. મુક્તિ-જીવનમુક્તિ નું વરદાન આપો.