22-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - વિશાળ બુદ્ધિ બની મોટાં - મોટાઓનો ઓપિનિયન ( અભિપ્રાય ) લઈ અનેક આત્માઓનું કલ્યાણ કરો , તેમનાંથી હૉલ વગેરે લઈ ખૂબ પ્રદર્શન લગાવો”

પ્રશ્ન :-
હમણાં તમને કઈ સ્મૃતિ આવી છે જેનું સિમરણ (સ્મરણ) કરો તો ક્યારેય દુઃખી નહીં થશો?

ઉત્તર :-
હમણાં સ્મૃતિ આવી કે અમે પૂજ્ય રાવ હતાં, પછી રંક બન્યાં. હવે ફરીથી બાબા અમને રાવ (રાજા) બનાવી રહ્યાં છે. બાબા હમણાં આપણને આખાં વિશ્વ નાં સમાચાર સંભળાવે છે, આપણે વર્લ્ડ (દુનિયા) ની હિસ્ટ્રી-જોગ્રોફી ને જાણી ગયાં છીએ. આ જ સ્મૃતિઓ નું સિમરણ કરતાં રહો તો ક્યારેય પોતાને દુઃખી નહીં સમજશો. સદા ખુશ રહેશો.

ગીત :-
નયનહીન કો રાહ દિખાઓ પ્રભૂ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં સિકીલધા રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. બાળકો સમજે છે કે બાપ ને મળવું અથવા બાપ પાસેથી વારસો લેવો ખૂબ સહજ છે. ગવાય પણ છે બાપ થી એક સેકન્ડમાં જીવનમુક્તિ નો વારસો મળે છે. જીવનમુક્તિ એટલે સુખ-શાંતિ-સંપત્તિ વગેરે નો વારસો. હવે જીવનમુક્તિ અને જીવનબંધ બે શબ્દ છે. બાળકો જાણે છે આ સમયે ભક્તિમાર્ગ અને રાવણ રાજ્ય નાં કારણે બધાં જીવનબંધ માં છે. બાપ આવીને બંધન થી મુક્ત કરે છે, વારસો આપે છે. જેમ બાળક જન્મ્યું અને મા-બાપ, મિત્ર-સંબંધી વગેરે સમજી જાય છે વારિસ જન્મ્યો. જેમ આ સમજવું સહજ છે તેમ તે પણ સહજ છે, બાળકો કહે છે બાબા કલ્પ પહેલાં ની જેમ તમે અમને આવી ને મળ્યાં છો. તમારાં થી જ સહજ વારસો મેળવવાનો રસ્તો મળ્યો છે. આ તો દરેક જાણે છે નવી સૃષ્ટિ નાં રચયિતા ભગવાન જ છે. એ આપણને ભટકવાથી બચાવે છે. કાલે ભક્તિ કરતાં હતાં, આજે બાપ થી સહજ જ્ઞાન અને રાજયોગ નો રસ્તો મળ્યો છે. બાળકો પોતાનો અનુભવ સંભળાવે છે કે અમે બી.કે. દ્વારા સાંભળ્યું કે બે બાપ છે. આ સિવાય તમારા, બીજું કોઈ મુખ થી કહી ન શકે કે બે બાપ છે. તમારી દરેક વાત વન્ડરફુલ (અદ્દભુત) છે. હમણાં સ્મૃતિ માં આવે છે જે અહીં નાં હશે તેમને ઝટ સ્મૃતિ માં આવી જશે. હા, સ્મૃતિ માં આવેલાં ને પણ માયા કોઈ સમયે જોર થી થપ્પડ લગાવી વિસ્મૃત કરી દે છે. આમાં બાળકોએ ખૂબ ખબરદાર રહેવાનું છે. સ્મૃતિ તો બાપે અપાવી છે. પવિત્રતા નું કંગન પણ પૂરું બાંધવાનું છે. રક્ષાબંધન નું રહસ્ય શું છે, તે તો હમણાં તમે જાણો છો. કોણે આ પ્રતિજ્ઞા કરાવી છે. કામ તો મહાશત્રુ છે. બાપ કહે છે - મારી સાથે પ્રતિજ્ઞા કરો કે ક્યારેય પણ પતિત નહીં બનીશ અને મને યાદ કરતાં રહો તો અડધાકલ્પ નાં પાપ બળીને ખતમ થઈ જશે. બાપ ગેરેન્ટી (ખાતરી) કરે છે પરંતુ આ તો બાળકો સમજે પણ છે - બાપ ગેરેન્ટી કરે છે આ તો વાત ઠીક છે ને. સોની ગેરેન્ટી પણ શું કરશે કે અમે જૂનાં ઘરેણાં ને નવાં બનાવીશું. તેમનું તો આ કામ જ છે. આગ માં નાખવાથી જરુર એ સાચું સોનું બની જ જશે. તો બાપ સમજાવે છે - આત્મા માં પણ ખાદ પડી છે. કેવી રીતે સતો, રજો, તમો માં આવે છે - આ ખૂબ સહજ છે. ચિત્ર પણ એટલે બનાવ્યાં છે કે આનાં પર સહજ સમજાવી શકાય. યુનિવર્સિટી, કોલેજ વગેરે માં પણ નક્શા હોય છે ને - અનેક પ્રકાર નાં. તમારા પણ આ નક્શા છે. તમે સારી રીતે કોઈ ને સમજાવી શકો છો. જ્ઞાન સાગર પતિત-પાવન બાપ જ આવીને આ રસ્તો બતાવે છે. બીજું કોઈ પતિત ને પાવન બનાવી ન શકે. નયનહીન દુઃખી મનુષ્ય છે. આપ બાળકો જાણો છો પહેલાં બે યુગો માં દુઃખ હોતું નથી. ન ભક્તિ હોય છે. એ છે જ સ્વર્ગ. ભારતનાં આ સમય નાં મનુષ્યો અને ભારત નાં પ્રાચીન મનુષ્યો નો કોન્ટ્રાસ્ટ (ભિન્નતા) છે ને. પરંતુ આ બીજું કોઈ સમજતું નથી. કેટલી પૂજા ચાલે છે જેટલાં-જેટલાં જે સાહૂકાર હોય છે એટલાં દેવી-દેવતાઓને સારા ઘરેણાં પહેરાવે છે. બાબા સ્વયં અનુભવી છે. બોમ્બે માં લક્ષ્મી-નારાયણ નું જે મંદિર છે, તેમનાં ટ્રસ્ટીએ લક્ષ્મી-નારાયણ નાં માટે હીરા નાં હાર બનાવડાવ્યા હતાં. બાબા ને તે ટ્રસ્ટી નું નામ પણ યાદ છે. પહેલાં શિવબાબા નું મંદિર બનાવ્યું તો તેને ખૂબ સજાવ્યું પછી દેવતાઓનું બનાવ્યું તો લક્ષ્મી-નારાયણ વગેરે ને પણ કેટલાં ઘરેણાં પહેરાવ્યાં. તે સમયે કેટલું ધન હશે. મોહમ્મદ ગઝનવી કેટલાં ઊંટ ભરીને લઈ ગયાં. ભારત માં કેટલું અથાહ ધન હતું. હવે તમે યથાર્થ રીતે સમજો છો. આપણું ભારત શું હતું! આપણા ભારત માં કુબેર નો ખજાનો હતો. હીરા-ઝવેરાત નાં મંદિર બનાવ્યાં હતાં. હવે તે વસ્તુ નથી, બધું લૂંટી ને લઈ ગયાં. હવે તો શું હાલ થયો છે!

તમે જ પૂજ્ય રાવ હતાં પછી તમે જ ૮૪ જન્મ લઈ પૂરા રંક બન્યાં છો. આવી-આવી વાતો ઘડી-ઘડી સિમરણ કરવી જોઈએ. તો પછી ક્યારેય પણ તમે પોતાને દુઃખી નહીં સમજશો. દિલ માં સિમરણ કરતાં રહેશો અમે બાબાથી શું-શું લઈ રહ્યાં છીએ. બાપ આવીને આપણને આખાં વિશ્વનાં સમાચાર સંભળાવે છે. આ વર્લ્ડ (દુનિયા) ની હિસ્ટ્રી-જોગ્રોફી કોઈ પણ જાણતું નથી. તમે જાણો છો પહેલાં એક ધર્મ, એક રાજ્ય, એક જ મત, એક ભાષા હતી. બધાં સુખી હતાં. અંત માં પરસ્પર લડવા-ઝઘવા લાગ્યાં અને ભારત ટુકડા-ટુકડા થવા લાગ્યું. પહેલાં આવું નહોતું. ત્યાં કોઈ પણ પ્રકાર નું દુઃખ નહોતું. બિમારીનું નામ-નિશાન નહોતું. એનું નામ જ છે સ્વર્ગ. તમને પોતાની સ્મૃતિ આવી છે. બરોબર કલ્પ-કલ્પ આપણ ને વિસ્મૃતિ થાય છે પછી સ્મૃતિ માં આવે છે. પહેલી એક જ ભૂલ થઈ છે જે રચતા અને રચના ને ભૂલી ગયાં. હવે તમે આદિ-મધ્ય-અંત ને જાણો છો. સતયુગ માં પણ આ નોલેજ નહીં હશે, તો પછી પરંપરા કેવી રીતે ચાલી શકે? તે સમયે મુખ્ય તો રાજા લોકો જ હોય છે. ઋષિ-મુનિ થોડાક હોય છે. તેઓ દ્વાપર થી આવે છે. ઋષિ-મુનિ વગેરે ને ખાન-પાન પણ રાજાઓથી જ મળે છે. રાજાઓ સંભાળ કરે છે કારણકે તો પણ સંન્યાસ કરે છે ને. પ્રાચીન ભારત નો પ્રાચીન રાજ્યોગ ગવાય છે. પ્રાચીન ઋષિ-મુનિ નહીં કહેશે. તે તો દ્વાપર માં જ આવે છે. તે રાજાઓનાં આધાર પર ચાલે છે. કહે છે અમે રચતા અને રચના ને નથી જાણતાં. બાપ કહે છે - આ સ્વયં રાજાઓ પણ નથી જાણતાં. આ દુનિયામાં કોઈ પણ આ નોલેજ ને નથી જાણતાં. હમણાં આપ બાળકો સમજદાર બન્યાં છો. લક્ષ્મી-નારાયણ નાં મંદિર જે બનાવે છે તેમને તમે લખી શકો છો. આટલાં લાખો રુપિયા ખર્ચ કરી મંદિર બનાવ્યાં છે પરંતુ તેમની જીવન કહાણી ની તમને ખબર છે. આમણે રાજ્ય કેવી રીતે મેળવ્યું? પછી ક્યાં ચાલ્યા ગયાં? હમણાં ક્યાં છે? અમે તમને બધું રહસ્ય બતાવી શકીએ છીએ. એવું તેમને લખી શકો છો. આપ બાળકો તો દરેક ની જીવન કહાણી ને જાણી ચૂક્યાં છો તો કેમ નહીં લખવું જોઈએ. અમને સમય આપો તો અમે એક-એક ની જીવન કહાણી બતાવીશું. શિવ નાં મંદિર જે બનાવે છે તેમને પણ તમે લખી શકો છો. બનારસ માં શિવ નું મંદિર કેટલું મોટું છે. ત્યાં પણ ટ્રસ્ટી લોકો હશે. કોશિશ કરવી જોઈએ - મોટાં-મોટાઓ ને સમજાવીએ. મોટાં વ્યક્તિ સમજી ગયાં તો તેમનો અવાજ ખૂબ (માન) હોય છે. ગરીબ લોકો ઝટ સાંભળી લે છે. મદદ મોટાઓની લેવાની છે. ઓપિનિયન (અભિપ્રાય) પણ મોટાં-મોટાઓનાં લખાવવાનાં છે કારણકે તેમનો અવાજ પણ મદદ કરે છે. હકીકતમાં તે એટલો અવાજ કરતાં નથી જેટલો થવો જોઈએ. તમે પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) ને પણ સમજાવો છો. સારું-સારું પણ કહે છે. ચીફ મિનિસ્ટર (મુખ્યમંત્રી), ગવર્મેન્ટ (સરકાર) વગેરે ઓપિનિયન આપે છે - લખે છે આ બી.કે. તો ખૂબ જ સારો સહજ રસ્તો ઈશ્વર થી મળવાનો બતાવે છે. પરંતુ ઈશ્વર શું ચીજ છે, આ કાંઈ પણ નથી સમજતાં. ફક્ત તે સમયે કહે છે રસ્તો ખૂબ સારો છે. શાંતિ મળવાનો માર્ગ સારો છે. પરંતુ પોતે નથી સમજતાં.

બાબા મોટાં-મોટાઓ ને સમજાવવા માટે પણ કહે છે. મોટાં-મોટાં મનુષ્યો થી મોટાં-મોટાં જે નામીગ્રામી હોલ છે તે લઈ લો. બોલો, અમે બધાં મનુષ્યો નાં કલ્યાણ માટે આ પ્રદર્શન હંમેશા નાં માટે રાખવા ઈચ્છીએ છીએ. ફક્ત એડવર્ટાઇઝ કરવાની છે. એવાં ૫૦ કે ૧૦૦ હૉલ લેવાં જોઈએ. ભારત તો ખૂબ મોટું છે ને. એક-એક શહેર માં ૧૦-૧૨ હૉલ લો. સમાચાર-પત્ર માં આવી જાય, આટલાં હૉલ માં પ્રદર્શન થઈ રહ્યાં છે. જેમને સમજવું છે તે આવીને સમજે. તો કેટલાઓનું કલ્યાણ થઈ જશે. બાળકોએ ખૂબ વિશાળબુદ્ધિ બનવું જોઈએ. સર્વિસ બાળકોએ કરવી જોઈએ ને. બાપ બધાં બાળકોને કહે છે પ્રદર્શન ખૂબ જોર-શોર થી કરો. બાબા તૈયારી કરાવી રહ્યાં છે. બાળકોએ કોશિશ કરવી જોઈએ, આ બધી સમજવાની વાતો છે. ભગવાન આવે છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા રચના રચે છે પ્રજા ની. તો જરુર કેટલાં બ્રાહ્મણ રચ્યાં હશે. હવે ફરી રચી રહ્યાં છે. કેટલાં બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ છે. બાબા આ બ્રાહ્મણ ધર્મ રચે છે સંગમ પર. તમે પ્રેક્ટિકલ માં જોઈ રહ્યાં છો અને સમજી રહ્યાં છો. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. આપ બાળકો સમજો છો બાબા આવે જ ત્યારે છે જ્યારે પતિત દુનિયાને પાવન બનાવવાની હોય છે. આ પણ જાણો છે પરમાત્મા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા જ રચના રચે છે. પરંતુ ક્યારે રચે છે - આ નથી સમજતાં. તે સમજે છે કોઈ નવી રચના રચતા હશે. બ્રહ્મા ને તો સૂક્ષ્મવતન માં સમજે છે. હવે તમે સમજો છો પ્રજાપિતા બ્રહ્મા તો અહીં છે. તમે સૂક્ષ્મવતન માં જાઓ છો. પવિત્ર બની પછી ફરિશ્તા બની જાઓ છો, સાક્ષાત્કાર કરો છો. બાળકો આવીને સંભળાવે છે ત્યાં મૂવી ચાલે છે. તે છે જ મૂવી વર્લ્ડ, તમે મૂવી બાયોસ્કોપ પણ જોયું હતું. હવે પ્રેક્ટિકલ બધી વાતો ને તમે જાણી ચૂક્યાં છો. મૂળવતન છે સાઈલેન્સ વર્લ્ડ (શાંતિ ની દુનિયા), ત્યાં આત્માઓ રહે છે. સૂક્ષ્મવતન માં સૂક્ષ્મ શરીર પણ છે. તો જરુર કાંઈક ભાષા પણ હશે. આપ બાળકોની બુદ્ધિ માં છે આપણું આત્માઓનું સ્થાન શાંતિધામ છે પછી છે સૂક્ષ્મવતન. ત્યાં બ્રહ્મા-વિષ્ણુ-શંકર રહે છે. અને આ છે કળિયુગ અને સતયુગ નો સંગમ. અહીં બાપ આવે છે, અહીંયા થી તમે બ્રાહ્મણ જાઓ છો. પિયરઘર અને સસુરઘર છે ને. અહીં બંને તમારા પિયર છે. બાપદાદા બંને મહેનત કરે છે બાળકોને ગુલ-ગુલ (ફૂલ) બનાવવાં. મુસલમાન પણ કહે છે ગાર્ડન ઓફ અલ્લાહ (અલ્લાહ નો બગીચો). કરાચી માં એક પઠાણ હતો - તે સામે ઉભો રહેતો હતો. જોતાં-જોતાં નીચે પડી જતો હતો. પૂછતાં હતાં તો કહેતો હતો હું ખુદા નાં બગીચા માં ગયો, ખુદાએ ફૂલ આપ્યું. હવે તેને જ્ઞાન તો હતું નહીં. હવે તમે સમજો છો બગીચો કોને કહેવાય છે. આ છે કાંટાઓનું જંગલ અને તે છે ફૂલો નો બગીચો. તમારી બુદ્ધિ માં બધા રહસ્ય છે. સતયુગ શું છે, કળિયુગ શું છે! તમને ખૂબ ખુશી થવી જોઈએ. આખું ચક્ર તમારી બુદ્ધિ માં છે. વિસ્તાર તો તેનો ખૂબ છે. તમારી બુદ્ધિ માં કેટલું શોર્ટ (સંક્ષિપ્ત) માં બેઠેલું છે. આપ બાળકોએ રચતા બાપ દ્વારા રચતા અને રચના ને જાણ્યાં છે. બ્રહ્મા ને રચતા નહીં કહેવાશે. રચતા એક છે - બલિહારી પણ એક ની છે. પહેલાં-પહેલાં રચના બ્રહ્મા ની છે પછી કહેશે શ્રીકૃષ્ણની. બ્રહ્મા તો છે, બ્રાહ્મણ પણ જરુર જોઈએ. પાંડવો ને બ્રાહ્મણ નહીં સમજશે. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ જોઈએ. આ છે રુહાની યજ્ઞ, આને સ્પિરિચ્યુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન) કહેવાય છે. રુહ ને એ જ બાપ જ્ઞાન આપશે. તમે જાણો છો આપણ ને મનુષ્ય નથી ભણાવતાં. બધાં આત્માઓ ને બાપ ભણાવે છે. કહે પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના. શ્રીકૃષ્ણ થોડી કહેશે. એ તો હોઈ પણ ન શકે. બ્રહ્મા દ્વારા સ્થાપના કોણ કરાવે છે? શું શ્રીકૃષ્ણ? ના, પરમપિતા પરમાત્મા. વિષ્ણુ દ્વારા પાલના. બ્રહ્મા અને વિષ્ણુ નાં કેટલાં પાર્ટ છે. બ્રહ્મા મુખ વંશાવલી જ પછી જઈને વિષ્ણુપુરી નાં દેવતા બને છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. આ પણ બાળકોને સમજાવ્યું છે. બ્રહ્મા સો વિષ્ણુ બનવામાં એક સેકન્ડ, વિષ્ણુ સો બ્રહ્મા બનવામાં ૮૪ જન્મ. કેટલી વન્ડરફુલ (અદ્દભુત) વાતો છે! કોઈ પણ સમજી ન શકે. આ છે બેહદ ની વાતો. બેહદ નાં બાપ થી બેહદ નું ભણતર ભણી બેહદ નું રાજ્ય લેવાનું છે. સૃષ્ટિ ચક્ર ને જાણવાનું છે. આત્મા જ જાણે છે શરીર દ્વારા. એવું નહીં કે શરીર નોલેજ લે છે આત્મા દ્વારા. ના, આત્મા નોલેજ લે છે. તમને કેટલી ખુશી છે. આ આંતરિક ગુપ્ત ખુશી હોવી જોઈએ. ભણતર નાં સંસ્કાર આત્મા માં છે. દુઃખ પણ આત્મા ને થાય છે. કહે છે અમારા આત્માને દુઃખી નહીં કરો. બાળકોને હવે કેટલી રોશની (પ્રકાશ) મળી રહી છે. તમને ખુશી રહે છે. સાગર થી રીફ્રેશ થઈ વાદળો ને મળીને વરસાદ વરસાવાનો છે. પરસ્પર મળીને પ્રદર્શન વગેરે તૈયાર કરવામાં મદદ કરો. શોખ હોવો જોઈએ. સર્વિસ, સર્વિસ અને સર્વિસ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ દ્વારા મળેલા નોલેજ નું સિમરણ કરી અપાર ખુશી માં રહેવાનું છે. વિશાળ બુદ્ધિ બની જોર-શોર થી સર્વિસ કરવાની છે.

2. બાપ દ્વારા જે સ્મૃતિ મળી છે તેને વિસ્મૃતિ માં નથી લાવવાની. પવિત્ર રહેવાની જે બાપ થી પ્રતિજ્ઞા કરી છે તેને પૂરી નિભાવવાની છે.

વરદાન :-
ન્યારાપણા નાં અભ્યાસ દ્વારા ફરિશ્તા રુપ નો સાક્ષાત્કાર કરાવવા વાળા નિરંતર સહજ યોગી ભવ

જેવી રીતે કોઈ પણ વસ્તુ ધારણ કરવી કે ન કરવી પોતાના હાથમાં હોય છે, એવી રીતે અનુભવ આ શરીર રુપી વસ્ત્ર માં હોય. જેવી રીતે વસ્ત્ર ને ધારણ કરીને કાર્ય કર્યું અને કાર્ય પૂરું થતાં જ વસ્ત્ર થી ન્યારા થયાં. શરીર અને આત્મા બંને ને ન્યારાપણું ચાલતાં-ફરતાં અનુભવ થાય - ત્યારે કહેવાશે નિરંતર સહજયોગી. એવી રીતે ડિટેચ જ રહેવા વાળા બાળકો દ્વારા અનેક આત્માઓને ફરિશ્તા રુપ અને ભવિષ્ય રાજ્ય પદ નાં સાક્ષાત્કાર થશે. અંત માં આ સર્વિસ થી જ પ્રભાવ નીકળશે.

સ્લોગન :-
સંગમ ની એક સેકન્ડ પણ વ્યર્થ ગુમાવી અર્થાત્ એક વર્ષ ગુમાવ્યું.

અવ્યક્ત ઇશારા - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો

બ્રાહ્મણ-જીવન નો જે આંતરિક વારસો સદા સુખ સ્વરુપ, શાંત સ્વરુપ, મન ની સંતુષ્ટતા છે, એનો અનુભવ કરવા માટે મન્સા ની પવિત્રતા જોઈએ. જમા કરવાની વિધિ છે - મન્સા, વાચા, કર્મણા - પવિત્રતા. ફાઉન્ડેશન પવિત્રતા છે. સેવા માં સફળતા નો આધાર પણ પવિત્રતા છે. સંકલ્પ કે બોલ માં બીજા કોઈ પણ ભાવ મિક્સ ન થાય. ભાવ માં પણ પવિત્રતા, ભાવના માં પણ પવિત્રતા હોય.