22-09-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
પોતાનાં દિલ પર હાથ રાખીને પૂછો કે બાબા જે સંભળાવે છે તે શું આપણે બધા પહેલાં જાણતા
હતાં , જે સાંભળ્યું છે તે અર્થ સહિત સમજીને ખુશી માં રહો”
પ્રશ્ન :-
તમારા આ બ્રાહ્મણ ધર્મ માં સૌથી વધારે તાકાત છે - કઈ અને કેવી રીતે?
ઉત્તર :-
તમારો આ બ્રાહ્મણ ધર્મ એવો છે જે આખાં વિશ્વ ની સદ્દગતિ શ્રીમત પર કરી દે છે.
બ્રાહ્મણ જ આખાં વિશ્વ ને શાંત બનાવી દે છે. તમે બ્રાહ્મણ કુળભૂષણ દેવતાઓ કરતાં પણ
ઊંચા છો, તમને બાપ દ્વારા આ તાકાત મળે છે. આપ બ્રાહ્મણ બાપ નાં મદદગાર બનો છો, તમને
જ સૌથી મોટી (વધારે) પ્રાઈઝ (ઈનામ) મળે છે. તમે બ્રહ્માંડ નાં પણ માલિક અને વિશ્વ
નાં પણ માલિક બનો છો.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની સિકિલધા બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવે છે. રુહાની બાળકો જાણે છે રુહાની
બાપ એક જ વાર દર ૫ હજાર વર્ષ પછી આવે છે જરુર. કલ્પ નામ રાખી દીધું છે જે કહેવું પડે
છે. આ ડ્રામા ની અથવા સૃષ્ટિ ની આયુ ૫ હજાર વર્ષ છે, આ વાતો એક જ બાપ સમજાવે છે. આ
ક્યારેય પણ કોઈ મનુષ્ય નાં મુખ થી નથી સાંભળી શકતાં. આપ રુહાની બાળકો બેઠાં છો. તમે
જાણો છો બરોબર આપણા સર્વ આત્માઓ નાં બાપ એ એક છે. બાપ જ બાળકો ને પોતાનો પરિચય આપે
છે. જે કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતાં. કોઈને ખબર નથી ગોડ અથવા ઈશ્વર શું વસ્તુ છે
જ્યારે એમને ગોડફાધર બાપ કહે છે તો ખૂબ પ્રેમ હોવો જોઈએ. બેહદ નાં બાપ છે તો જરુર
એમની પાસે થી વારસો પણ મળતો હશે. અંગ્રેજી માં શબ્દ સારા કહે છે હેવનલી ગોડ ફાધર.
હેવન (સ્વર્ગ) કહેવાય છે નવી દુનિયા ને અને હેલ (નર્ક) કહેવાય છે જૂની દુનિયા ને.
પરંતુ સ્વર્ગ ને કોઈ જાણતા નથી. સંન્યાસી તો માનતા જ નથી. તે ક્યારેય એવું નહીં
કહેશે કે બાપ સ્વર્ગ નાં રચયિતા છે. હેવનલી ગોડ ફાધર - આ શબ્દ ખૂબ મીઠાં છે અને
હેવન પ્રખ્યાત પણ છે. આપ બાળકો ની બુદ્ધિ માં હેવન અને હેલ નું આખું ચક્ર, સૃષ્ટિ
નાં આદિ-મધ્ય-અંત નું બુદ્ધિ માં ફરે છે, જે-જે સેવાધારી છે, બધાં તો એકરસ
સર્વિસએબલ નથી બનતાં.
તમે પોતાની રાજધાની
સ્થાપન કરી રહ્યાં છો ફરી થી. તમે કહેશો અમે રુહાની બાળકો બાપ ની શ્રેષ્ઠ થી
શ્રેષ્ઠ મત પર ચાલી રહ્યાં છીએ. ઊંચા માં ઊંચા બાપ ની જ શ્રીમત છે. શ્રીમદ્ ભગવદ્
ગીતા પણ ગવાયેલી છે. આ છે પહેલાં નંબર નું શાસ્ત્ર. બાપ નું નામ સાંભળવા થી જ ઝટ
વારસો યાદ આવી જાય છે. આ દુનિયામાં કોઈ પણ નથી જાણતા કે ગોડફાધર પાસે થી શું મળે
છે? શબ્દ કહે છે પ્રાચીન યોગ. પરંતુ સમજતા નથી કે પ્રાચીન યોગ કોણે શીખવાડ્યો? તે
તો શ્રીકૃષ્ણ જ કહેશે કારણ કે ગીતા માં શ્રીકૃષ્ણ નું નામ લખી દીધું છે. હમણાં તમે
સમજો છો બાપે જ રાજયોગ શીખવાડ્યો, જેનાથી બધા મુક્તિ-જીવનમુક્તિ મેળવે છે. આ પણ સમજો
છો કે ભારત માં જ શિવબાબા આવ્યાં હતાં, એમની જયંતી પણ મનાવે છે પરંતુ ગીતા માં નામ
ગુમ થવાથી મહિમા પણ ગુમ થઈ ગઈ છે. જેનાથી આખી દુનિયા ને સુખ-શાંતિ મળે છે, એ બાપ ને
ભૂલી ગયા છે. આને કહેવાય જ છે એક જ ભૂલ નું નાટક. મોટા માં મોટી ભૂલ આ છે જે બાપ ને
નથી જાણતાં. ક્યારેક કહે એ નામ-રુપ થી ન્યારા છે પછી કહે કચ્છ-મચ્છ અવતાર છે.
ઠીકકર-ભિત્તર માં છે. ભૂલ માં ભૂલ થતી જાય છે. સીડી નીચે ઉતરતા જાય છે. કળા ઓછી થતી
જાય છે, તમોપ્રધાન બનતા જાય છે. ડ્રામા નાં પ્લાન અનુસાર જે બાપ સ્વર્ગ નાં રચયિતા
છે, જેમણે ભારત ને સ્વર્ગ નાં માલિક બનાવ્યાં, એમને ઠીકકર-ભિત્તર માં કહી દે છે. હવે
બાપ સમજાવે છે તમે સીડી કેવી રીતે ઉતરતા આવ્યાં છો, કાંઈ પણ કોઈને ખબર નથી. ડ્રામા
શું છે, પૂછતાં રહે છે. આ દુનિયા ક્યાર થી બની છે? નવી સૃષ્ટિ ક્યારે હતી તો કહી
દેશે લાખો વર્ષ પહેલાં. સમજે છે જૂની દુનિયા માં તો હજી ઘણાં વર્ષ પડ્યાં છે, આને
અજ્ઞાન અંધકાર કહેવાય છે. ગાયન પણ છે જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા, અજ્ઞાન અંધેર વિનાશ.
તમે સમજો છો રચયિતા બાપ જરુર સ્વર્ગ જ રચશે. બાપ જ આવીને નર્ક ને સ્વર્ગ બનાવે છે.
રચયિતા બાપ જ આવી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવે છે. આવે પણ છે અંત
માં. સમય તો લાગે છે ને? આ પણ બાળકો ને સમજાવ્યું છે જ્ઞાન માં એટલો સમય નથી લાગતો,
જેટલો યાદની યાત્રા માં લાગે છે. ૮૪ જન્મો ની કહાણી તો જાણે એક કહાણી છે, આજ થી ૫
હજાર વર્ષ પહેલાં કોનું રાજ્ય હતું, તે રાજ્ય ક્યાં ગયું?
આપ બાળકોને હવે બધી
નોલેજ છે. તમે છો કેટલાં સાધારણ, અજામિલ જેવાં પાપી, અહિલ્યાઓ, કુબ્જાઓ, ભીલડીઓ
તેઓને કેટલાં ઊંચ બનાવો છો. બાપ સમજાવે છે - તમે શું થી શું બની ગયાં છો? બાપ આવીને
સમજાવે છે-જૂની દુનિયા ની હમણાં હાલત જુઓ શું છે? મનુષ્ય કાંઈ પણ નથી જાણતા કે
સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે? બાપ કહે છે તમે પોતાનાં દિલ પર હાથ રાખીને પૂછો
- પહેલાં આ કાંઈ જાણતા હતાં? કાંઈ પણ નહીં. હમણાં જાણો છો બાબા ફરી થી આવીને આપણને
વિશ્વ ની બાદશાહી આપે છે. કોઈની બુદ્ધિ માં નહીં આવે કે વિશ્વ ની બાદશાહી શું હોય
છે? વિશ્વ એટલે આખી દુનિયા. તમે જાણો છો બાપ આપણને એવું રાજ્ય આપે છે જે આપણી પાસે
થી અડધોકલ્પ સુધી કોઈ છીનવી નથી શકતું. તો બાળકો ને કેટલી ખુશી થવી જોઈએ. બાપ પાસે
થી કેટલી વાર રાજ્ય લીધું છે! બાપ સત્ય છે, સત્ય શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે.
ક્યારેય સાંભળ્યું જ નથી. હમણાં અર્થ સહિત તમે સમજો છો. તમે બાળકો છો, બાપ ને તો
યાદ કરી શકો છો. આજકાલ નાનપણ માં જ ગુરુ કરે છે. ગુરુ નું ચિત્ર બનાવીને પણ ગળા માં
પહેરે છે અથવા ઘર માં રાખે છે. અહીં તો વન્ડર છે - બાપ, શિક્ષક, સદ્દગુરુ બધા એક જ
છે. બાપ કહે છે હું સાથે લઈ જઈશ. તમને પૂછશે શું ભણો છો? બોલો, અમે નવી દુનિયા માં
રાજાઈ પ્રાપ્ત કરવા માટે રાજયોગ ભણીએ છીએ. આ છે જ રાજયોગ. જેમ બેરિસ્ટર યોગ હોય છે
તો જરુર બુદ્ધિ નો યોગ બેરિસ્ટર તરફ જશે. શિક્ષક ને જરુર યાદ તો કરશે ને? તમે કહેશો
અમે સ્વર્ગ ની રાજાઈ પ્રાપ્ત કરવા માટે જ ભણીએ છીએ. કોણ ભણાવે છે? શિવબાબા ભગવાન.
એમનું નામ તો એક જ છે જે ચાલ્યું આવે છે. રથ નું નામ તો નથી. મારું નામ છે જ શિવ.
બાપ શિવ અને રથ બ્રહ્મા કહેવાશે. હમણાં તમે જાણો છો આ કેટલું વન્ડરફુલ છે, શરીર તો
એક જ છે. આમને ભાગ્યશાળી રથ કેમ કહેવાય છે? કારણકે શિવબાબા ની પ્રવેશતા છે તો જરુર
બે આત્માઓ થયાં. આ પણ તમે જાણો છો બીજા કોઈને તો આ વિચાર પણ નથી આવતો. હવે દેખાડે
છે ભાગીરથે ગંગા લાવી. શું પાણી લાવ્યાં? હમણાં તમે પ્રેક્ટિકલ જુઓ છો-શું લાવ્યાં
છે? કોણ લાવ્યું છે? કોણે પ્રવેશ કર્યો છે? બાપે કર્યો ને? મનુષ્ય માં પાણી થોડી
પ્રવેશ કરશે? જટાઓ થી પાણી થોડી આવશે? આ વાતો પર મનુષ્ય ક્યારેય વિચાર પણ નથી કરતાં.
કહેવાય જ છે - રિલીજન ઈઝ માઈટ (ધર્મ એ જ શક્તિ). રિલીજન માં તાકાત છે. બતાવો, સૌથી
વધારે કયા ધર્મ માં તાકાત છે? (બ્રાહ્મણ ધર્મ માં) હા આ ઠીક છે, જે કાંઈ તાકાત છે
બ્રાહ્મણ ધર્મ માં જ છે, બીજા કોઈ ધર્મ માં કોઈ તાકાત નથી. તમે હમણાં બ્રાહ્મણ છો.
બ્રાહ્મણો ને તાકાત મળે છે બાપ પાસે થી, જે પછી તમે વિશ્વ નાં માલિક બનો છો. તમારા
માં કેટલી મોટી (વધારે) તાકાત છે. તમે કહેશો અમે બ્રાહ્મણ ધર્મ નાં છીએ. કોઈની
બુદ્ધિ માં નહીં બેસશે. વિરાટ રુપ ભલે બનાવ્યું છે પરંતુ તે પણ અડધું છે. મુખ્ય
રચયિતા અને તેમની પહેલી રચના ને કોઈ નથી જાણતું. બાપ છે રચયિતા, પછી બ્રાહ્મણ છે
ચોટલી, આમાં તાકાત છે. બાપ ને ફક્ત યાદ કરવા થી તાકાત મળે છે. બાળકો તો જરુર
નંબરવાર જ બનશે ને? તમે આ દુનિયા માં સર્વોત્તમ બ્રાહ્મણ કુળ ભૂષણ છો. દેવતાઓ કરતાં
પણ ઊંચા છો તમને હમણાં તાકાત મળે છે. સૌથી વધારે તાકાત છે બ્રાહ્મણ ધર્મ માં.
બ્રાહ્મણ શું કરે છે? આખાં વિશ્વ ને શાંત બનાવી દે છે. તમારો ધર્મ એવો છે જે સર્વ
ની સદ્દગતિ કરે છે શ્રીમત દ્વારા. ત્યારે બાપ કહે છે તમને પોતાનાં કરતાં પણ ઊંચ
બનાવું છું. તમે બ્રહ્માંડ નાં પણ માલિક, વિશ્વ નાં પણ માલિક બનો છો. આખાં વિશ્વ પર
તમે રાજાઈ કરશો. હમણાં ગાય છે ને - ભારત અમારો દેશ છે. ક્યારેક મહિમા નાં ગીત ગાય,
ક્યારેક પછી કહે ભારત ની શું હાલત છે…! જાણતા નથી કે ભારત આટલું ઊંચ ક્યારે હતું?
મનુષ્ય તો સમજે છે સ્વર્ગ અથવા નર્ક અહીંયા છે. જેમને ધન, મોટર વગેરે છે, તે સ્વર્ગ
માં છે. આ નથી સમજતા કે સ્વર્ગ કહેવાય જ છે નવી દુનિયા ને. અહીં બધું જ શીખવાનું
છે. સાયન્સ (વિજ્ઞાન) નો હુનર (કુશળતા) પણ પછી ત્યાં કામ માં આવે છે. આ સાયન્સ પણ
ત્યાં સુખ આપે છે. અહીં તો આ બધાથી છે અલ્પકાળ નું સુખ. ત્યાં આપ બાળકો માટે આ
સ્થાઈ સુખ થઈ જશે. અહીં બધું શીખવાનું છે જે પછી સંસ્કાર લઈ જશે. કોઈ નવાં આત્માઓ
નહીં આવે, જે શીખશે. અહીં નાં બાળકો જ સાયન્સ શીખીને ત્યાં આવે છે. ખૂબ હોંશિયાર થઈ
જશે. બધા સંસ્કાર લઈ જશે પછી ત્યાં કામ માં આવશે. હમણાં છે અલ્પકાળ નું સુખ. પછી આ
બોમ્બસ વગેરે જ બધાને ખલાસ કરી દેશે. મોત વગર શાંતિ નું રાજ્ય કેવી રીતે થાય. અહીં
તો અશાંતિ નું રાજ્ય છે. આ પણ તમારા માં નંબરવાર છે જે સમજે છે, અમે પહેલાં-પહેલાં
પોતાનાં ઘરે જઈશું પછી સુખધામ માં આવીશું. સુખ માં બાપ તો આવતા જ નથી. બાપ કહે છે
મને પણ વાનપ્રસ્થ રથ જોઈએ ને? ભક્તિમાર્ગ પણ બધાની કામનાઓ પૂરી કરતો આવ્યો છું.
સંદેશીઓ ને પણ દેખાડ્યું છે-કેવી રીતે ભક્ત લોકો તપસ્યા પૂજા વગેરે કરે છે, દેવીઓ
ને શણગારી, પૂજા વગેરે કરી પછી સમુદ્ર માં ડુબાડી દે છે. કેટલો ખર્ચો થાય છે. પૂછો
આ ક્યાર થી શરું થયું છે? તો કહેશે પરંપરા થી ચાલ્યું આવ્યું છે. કેટલું ભટકતા રહે
છે. આ પણ બધો ડ્રામા છે.
બાપ વારંવાર બાળકો ને
સમજાવે છે હું તમને ખૂબ મીઠાં બનાવવા આવ્યો છું. આ દેવતાઓ કેટલાં મીઠા છે. હમણાં તો
મનુષ્ય કેટલાં કડવા છે. જેમણે બાપ ને ખૂબ મદદ કરી હતી, તેમની પૂજા કરતા રહે છે.
તમારી પૂજા પણ થાય છે, પદ પણ તમે ઊંચ પ્રાપ્ત કરો છો. બાપ સ્વયં કહે છે હું તમને
પોતાનાં કરતાં પણ ઊંચ બનાવું છું. ઊંચા માં ઊંચી છે ભગવાન ની શ્રીમત. ગીતા માં પણ
શ્રીમત પ્રસિદ્ધ છે. શ્રીકૃષ્ણ તો આ સમયે બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છે.
શ્રીકૃષ્ણ નાં આત્મા નાં રથ માં બાપે પ્રવેશ કર્યો છે. કેટલી વન્ડરફુલ વાત છે.
ક્યારેય કોઈની બુદ્ધિ માં આવશે નહીં. સમજવા વાળા ને પણ સમજાવવા માં ખૂબ મહેનત લાગે
છે. બાપ કેટલું સારી રીતે બાળકો ને સમજાવે છે. બાબા લખે છે સર્વોત્તમ બ્રહ્મા મુખ
વંશાવલી બ્રાહ્મણ. તમે ઊંચ સર્વિસ કરો છો તો આ પ્રાઈઝ મળે છે. તમે બાપ નાં મદદગાર
બનો છો તો બધાને પ્રાઈઝ મળે છે - નંબરવાર પુરુષાર્થ અનુસાર. તમારા માં પણ ખૂબ તાકાત
છે. તમે મનુષ્ય ને સ્વર્ગ નાં માલિક બનાવી શકો છો. તમે રુહાની સેના છો. તમે આ બેજ
નહીં લગાવશો તો મનુષ્ય કેવી રીતે સમજશે કે આ પણ રુહાની મિલેટ્રી (સેના) છે. મિલેટ્રી
વાળાઓ નો હંમેશા બેજ લાગેલો હોય છે. શિવબાબા છે નવી દુનિયા નાં રચયિતા. ત્યાં આ
દેવતાઓ નું રાજ્ય હતું, હમણાં નથી. પછી બાપ કહે છે મનમનાભવ. દેહ સહિત સર્વ સંબંધ
છોડી મામેકમ્ યાદ કરો તો શ્રીકૃષ્ણ ની ડિનાયસ્ટી (રાજધાની) માં આવી જશો. આમાં શરમ
ની તો વાત જ નથી. બાપ ની યાદ રહેશે. બાપ આમનાં માટે પણ બતાવે છે આ નારાયણ ની પૂજા
કરતા હતાં, નારાયણ ની મૂર્તિ સાથે રહેતી હતી. ચાલતાં-ફરતાં તેને જોતાં હતાં. હવે આપ
બાળકો ને જ્ઞાન છે, બેજ તો જરુર લગાવેલો રહેવો જોઈએ. તમે છો નર ને નારાયણ બનાવવા
વાળા. રાજયોગ પણ તમે જ શીખવાડો છો. નર થી નારાયણ બનાવવા ની સર્વિસ કરો છો. પોતાને
જોવાનાં છે અમારા માં કોઈ અવગુણ તો નથી?
આપ બાળકો બાપદાદા ની
પાસે આવો છો, બાપ છે શિવબાબા, દાદા છે તેમનો રથ. બાપ જરુર રથ દ્વારા જ મળશે ને? બાપ
ની પાસે આવે છે રિફ્રેશ થવાં. સન્મુખ બેસવાથી યાદ આવે છે. બાબા આવ્યાં છે લઈ જવાં
માટે. બાપ સન્મુખ બેઠાં છે તો વધારે યાદ આવવી જોઈએ. તમારી યાદ ની યાત્રા ને ત્યાં
પણ તમે રોજ વધારી શકો છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાને
જોવાનાં છે કે અમારા માં કોઈ અવગુણ તો નથી! જેમ દેવતાઓ મીઠાં છે, એવો મીઠો બન્યો
છું?
2. બાપ ની શ્રેષ્ઠ થી
શ્રેષ્ઠ મત પર ચાલી પોતાની રાજધાની સ્થાપન કરવાની છે. સર્વિસએબલ બનવા માટે સૃષ્ટિ
નાં આદિ-મધ્ય-અંત નું, હેવન અને હેલ નું જ્ઞાન બુદ્ધિ માં ફેરવવાનું છે.
વરદાન :-
ખુદાઈ
ખિદ્દમતગાર ની સ્મૃતિ દ્વારા સહજ યાદ નો અનુભવ કરવા વાળા સહજ યોગી ભવ
ખુદાઈ ખિદ્દમતગાર
અર્થા્ત જે ખુદા અથવા બાપે ખિદ્દમત (સેવા) આપી છે, એ જ સેવા માં સદા તત્પર રહેવા
વાળા. સદા આ જ નશો રહે કે અમને સ્વયં ખુદાએ ખિદ્દમત આપી છે. કાર્ય કરવા સાથે, જેમણે
કાર્ય આપ્યું છે એમને કયારેય ભૂલાતા નથી. તો કર્મણા સેવા માં પણ સ્મૃતિ રહે કે બાપ
નાં ડાયરેક્શન અનુસાર કરી રહ્યાં છીએ તો સહજ યાદ નો અનુભવ કરતા સહજયોગી બની જશો.
સ્લોગન :-
સદા ગોડલી
સ્ટુડન્ટ લાઈફ ની સ્મૃતિ રહે તો માયા સમીપ આવી નથી શકતી.
અવ્યક્ત ઈશારા - હવે
લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો
જેટલાં સ્થાપના નાં
નિમિત્ત બનેલા જ્વાળા રુપ હશે એટલી જ વિનાશ જ્વાળા પ્રત્યક્ષ થશે. સંગઠન રુપ માં
જ્વાળા રુપ ની યાદ વિશ્વ નાં વિનાશ નું કાર્ય સંપન્ન કરશે. એનાં માટે દરેક
સેવાકેન્દ્ર પર વિશેષ યોગ નાં પ્રોગ્રામ ચાલતાં રહે તો વિનાશ જ્વાળા ને પાંખો લાગશે.
યોગ- અગ્નિ થી વિનાશ ની અગ્નિ બળશે, જ્વાળા થી જ્વાળા પ્રજ્વલિત થશે.