22-10-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
મહાવીર બનો , માયા નાં તોફાનો થી લડવાનાં બદલે અચળ - અડોલ બનો”
પ્રશ્ન :-
બ્રહ્મા બાબા નાં સામે
અનેક હંગામા થવાં છતાં પણ ક્યારેય રંજ (દુઃખી) નહીં થયાં - શા માટે?
ઉત્તર :-
કારણકે બાબા ને નશો હતો કે મારે બાપ પાસેથી વારસો લેવો છે. આ તો બધું કલ્પ પહેલાં
ની જેમ થઈ રહ્યું છે નથિંગ ન્યુ (નવું કાંઈ નથી). ગાળો તો સૌથી વધારે બાપ ને મળી.
પછી શ્રીકૃષ્ણ ને પણ ગાળો આપે. જો આપણે પણ ગાળો ખાવી પડે તો શું મોટી વાત. દુનિયા
આપણી વાતો ને જાણતી જ નથી તો જરુર ગાળો આપશે એટલે કોઈ પણ વાત માં રંજ નહીં થયાં. એવી
રીતે જ ફોલો ફાધર. (પિતા નું અનુસરણ કરો).
ગીત :-
ભોલેનાથ સે
નિરાલા….
ઓમ શાંતિ!
આ ભક્તિમાર્ગ
વાળાઓનું ગીત છે. જ્ઞાનમાર્ગ માં ગીત વગેરે નથી ગવાતું, ન બનાવાય છે, ન જરુરત છે
કારણ કે ગવાયેલું છે - બાપ થી સેકન્ડ માં જીવનમુક્તિ નો વારસો મળે છે. એમાં ગીત
વગેરેની કોઈ વાત જ નથી. તમે જાણો છો આપણને બેહદનાં બાપ પાસેથી બેહદનો વારસો મળે છે.
જે ભક્તિમાર્ગ નાં રીત-રિવાજ છે, તે આમાં નથી આવી શકતાં. બાળકો કવિતા વગેરે બનાવે
છે તે પણ બીજાને સંભળાવવા માટે. તે પણ જ્યાં સુધી તમે નહીં સમજાવો ત્યાં સુધી કોઈ
સમજી ન શકે. હમણાં આપ બાળકોને બાપ મળ્યાં છે તો ખુશી નો પારો ચઢવો જોઈએ. બાપે ૮૪
જન્મો નાં ચક્ર નું જ્ઞાન પણ સંભળાવ્યું છે. ખુશી થવી જોઈએ કે હમણાં આપણે સ્વદર્શન
ચક્રધારી બન્યાં છીએ. બાપ થી વિષ્ણુપુરી નાં માલિક બની રહ્યાં છીએ. નિશ્ચયબુદ્ધિ જ
વિજયંતી. જેને નિશ્ચય થાય તે સતયુગ માં જશે જ. તો બાળકો ને સદૈવ ખુશી રહેવી જોઈએ,
ફોલો ફાધર. બાળકો જાણે છે નિરાકાર બાબા જ્યાર થી આ તન માં પ્રવેશ થયાં છે, તો એમની
પાસે પણ બહુજ હંગામા થયાં. ભાઈઓનાં ઝઘડા, શહેર નાં ઝઘડા, આખાં સિંધ નાં ઝઘડા ચાલ્યાં.
બાળકો મોટાં થઈ કહેશે જલ્દી લગ્ન કરો. લગ્ન વગર કામ કેવી રીતે ચાલશે? ગીતા વાંચવાનું
મિસ (છોડતાં) નહોતાં કરતાં, જ્યારે ખબર પડી ગઈ કે ગીતા નાં ભગવાન શિવ છે તો તે ગીતા
વાંચવાનું છૂટી ગયું. પછી નશો ચઢી ગયો કે હું તો વિશ્વ નો માલિક બનું છું. આ તો શિવ
ભગવાનુવાચ છે તો એ ગીતાને છોડી દીધી અને પછી પવિત્રતા પર બહુજ હંગામા થયાં. ભાઈ,
કાકા, મામા વગેરે કેટલાં હતાં. એમાં બહાદુરી જોઈએ ને. તમે છો જ મહાવીર-મહાવીરની.
સિવાય એક નાં બીજા કોઈની પરવા નથી. પુરુષ છે રચતા. રચતા પોતે પાવન બને છે તો રચના
ને પણ પાવન બનાવે છે. પવિત્ર હંસ અને અપવિત્ર બગલા સાથે કેવી રીતે રહી શકે છે!
ક્રિયેટર (રચયિતા) તો ઝટ હુકમ કરશે અમારી મત પર ચાલવું હોય તો ચાલો, નહીં તો નીકળી
જાઓ. તમને ખબર છે લૌકિક બાળકી લગ્ન કરેલી હતી. એમને મળ્યું જ્ઞાન, તો બોલ્યાં વાહ!
બાપ કહે છે પવિત્ર બનો તો આપણે કેમ નહીં બનીશું. જવાબ આપી દીધો પતિ ને કે હું વિષ
નહીં આપીશ. બસ, આ વાત પર જ અનેકોનાં ઝઘડા ચાલ્યાં. મોટાં-મોટાં ઘરો થી બાળકીઓ નીકળી
આવી, કોઈ પણ પરવા ન કરી. જેની તકદીર માં નથી તો સમજી પણ ન શકે. પવિત્ર રહેવું છે તો
રહો, નહીં તો જઈને પોતાનો પ્રબંધ કરો. આટલી હિંમત પણ તો જોઈએ ને. બાપ ની સામે કેટલાં
હંગામા થયાં. બાબા ને ક્યારેય રંજ (દુઃખ) થયો જોયું! અમેરિકા સુધી સમાચાર માં આવી
ગયું. નથિંગન્યુ . આ તો કલ્પ પહેલાં ની જેમ થાય છે, એમાં ડર ની વાત શું છે! આપણે તો
પોતાનાં બાપ પાસેથી વારસો લેવાનો છે. પોતાની રચનાને બચાવવાની છે. બાપ જાણે છે બધી
રચના આ સમયે પતિત છે. મારે જ બધાંને પાવન બનાવવાનાં છે. બાપ ને જ બધાં કહે છે હે
પતિત-પાવન, લિબરેટર (મુક્તિ દાતા) આવો. તો એમને જ તરસ આવે છે. રહેમદિલ છે ને. તો
બાપ સમજાવે છે કે બાળકો કોઈ પણ વાત માં ડરો નહીં. ડરવાથી એટલું ઊંચ પદ મેળવી નહીં
શકશો. અત્યાચાર, માતાઓ પર જ થાય છે. આ પણ નિશાની છે. દ્રૌપદી ને નિર્વસ્ત્ર કરે છે.
બાપ ૨૧ જન્મોનાં માટે નિર્વસ્ત્ર થવાથી બચાવે છે. દુનિયા આ વાતો ને નથી જાણતી.
સદ્દગતિ દાતા તો હું છું ને. જ્યાં સુધી મનુષ્ય દુર્ગતિ ને ન પામે ત્યાં સુધી હું
કેવી રીતે આવીને સદ્દગતિ આપું. પતિત તમોપ્રધાન સૃષ્ટિ પણ બનવાની છે. દરેક વસ્તુ નવી
થી જૂની જરુર થાય છે. જૂનાં ઘર ને છોડવું જ પડે છે. નવી દુનિયા ગોલ્ડન એજ (સતયુગ),
જૂની દુનિયા આયરન એજ (કળિયુગ). સદૈવ નવી તો રહી ન શકે. આપ બાળકો જાણો છો આ સૃષ્ટિ
નું ચક્ર છે. દેવી દેવતાઓનું રાજ્ય ફરીથી સ્થાપન થઈ રહ્યું છે. બાપ કહે છે ફરીથી
તમને ગીતા જ્ઞાન સંભળાવું છું. અહીં રાવણ રાજ્ય માં દુઃખ છે. રામરાજ્ય કોને કહેવાય
છે, આ પણ કોઈને ખબર નથી અને સમજતાં પણ નથી. બાપ કહે છે હું સ્વર્ગ અથવા રામરાજ્ય ની
સ્થાપના કરવા આવ્યો છું. આપ બાળકોએ અનેકવાર રાજ્ય લીધું અને પછી ગુમાવ્યું છે. આ
બધાંની બુદ્ધિ માં છે. ૨૧ જન્મ સતયુગ માં રહે છે, આને કહેવાય છે ૨૧ પેઢી અર્થાત્
જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે શરીર છોડે છે. અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી. હમણાં તમે
જેમકે ત્રિકાળદર્શી બની ગયાં છો. હમણાં તમે જાણો છો આપણે જન્મ-જન્માંતર ભક્તિ કરીએ
છીએ. રાવણ રાજ્ય માં પણ ભપકો જુઓ કેટલો છે. આ છે અંત નો ભપકો. રામરાજ્ય સતયુગ માં
હશે - ત્યાં આ વિમાન વગેરે બધું હતું પછી આ બધું ગુમ થઈ ગયું. પછી આ સમયે આ બધું
નીકળે છે. હમણાં આ બધું શિખી રહ્યાં છે. જે શિખવા વાળા છે તે સંસ્કાર લઈ જશે. પછી
આવીને ત્યાં વિમાન બનાવશે. આ તમને ભવિષ્ય માં સુખ આપવા વાળા છે. આ વિમાન વગેરે
ભારતવાસી પણ બનાવી શકે છે. કોઈ નવી વાત નથી. અક્કલમંદ (બુધ્ધીશાળી) તો છે ને. આ
સાયન્સ (વિજ્ઞાન) તમને પછી કામ આવશે. હમણાં આ સાયન્સ દુઃખ નાં માટે છે પછી ત્યાં
સુખ નાં માટે હશે. ત્યાં તો દરેક વસ્તુ નવી હશે. હમણાં તો નવી દુનિયાની સ્થાપના થઈ
રહી છે. બાપ જ નવી દુનિયા ની રાજધાની સ્થાપન કરી રહ્યાં છે. તો બાળકોએ મહાવીર બનવાનું
છે. દુનિયામાં આ કોઈ થોડી જાણે છે કે ભગવાન આવેલાં છે.
બાપ કહે છે - ગૃહસ્થ
વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર રહો. એમાં ડરવાની વાત નથી, કરી ને ગાળો આપશે.
ગાળો આમને પણ બહુજ આપી છે. શ્રીકૃષ્ણએ ગાળો ખાધી, એવું દેખાડે છે. હમણાં શ્રીકૃષ્ણ
તો ગાળો ખાઈ ન શકે. ગાળો તો કળિયુગ માં ખાય છે. તમારું રુપ જે હમણાં છે ફરી કલ્પ પછી
આ સમયે હશે. વચ્ચે હોઈ ન શકે. જન્મ પછી જન્મ ફીચર્સ (વિશેષતા) બદલાતાં જાય છે. એક
આત્માને ૮૪ જન્મો નાં માટે એક જેવાં ફીચર્સ મળી ન શકે. સતો-રજો-તમો માં આવતાં જાય
છે, ફીચર્સ બદલાતાં જાય છે. આ ડ્રામા બનેલો છે. ૮૪ જન્મો માં જે ફીચર્સ વાળા જન્મ
લીધાં છે, તે જ લેશો. હમણાં તમે જાણો છો આમનાં ફીચર્સ બદલાઈ બીજા જન્મ માં
લક્ષ્મી-નારાયણ થઈ જશે. તમારી બુદ્ધિનું તાળું હમણાં ખુલ્યું છે. હવે આ છે નવી વાત.
બાબા પણ નવાં, વાતો પણ નવી. આ વાતો કોઈની સમજ માં જલ્દી નહીં આવશે. જ્યારે તકદીર
માં હોય ત્યારે કાંઈક સમજે. મહાવીર કોઈ તોફાન થી ડરશે નહીં. તે અવસ્થા પાછળ માં
થવાની છે એટલે ગવાયેલું છે અતીન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપીઓથી પૂછો. બાપ આવ્યાં
જ છે આપ બાળકોને સ્વર્ગ નાં લાયક બનાવવાં. કલ્પ પહેલાં ની જેમ નર્ક નો વિનાશ તો
થવાનો જ છે. સતયુગ માં તો એક જ ધર્મ હશે. ઈચ્છે પણ છે વનનેસ (એકધર્મ) હોય. એક ધર્મ
હોવો જોઈએ. આ પણ કોઈને ખબર નથી કે રામરાજ્ય, રાવણ રાજ્ય અલગ-અલગ છે. અહીં વિકાર વગર
જન્મ થઈ ન શકે. મૂત-પલીતી છે ને. હમણાં બાપ માં નિશ્ચય છે તો શ્રીમત પર પૂરી રીતે
ચાલવું પડે ને. દરેકની નબ્જ (નસ) પણ જોવાય છે. એ અનુસાર સલાહ પણ અપાય છે. બાબાએ પણ
બાળકોને કહ્યું કે જો લગ્ન કરવાં છે તો જઈને કરો. ઘણાં મિત્ર-સંબંધી વગેરે બેઠાં
છે, એમને લગ્ન કરાવી દેશે. તો દરેકની નસ જોવાય છે. પૂછે છે બાબા; આ હાલત માં છીએ,
અમે પવિત્ર રહેવા ઈચ્છીએ છે, અમારા સંબંધી અમને ઘરે થી કાઢવા ઈચ્છે છે. હવે શું
કરવાનું છે? આ પૂછો છો; પવિત્ર રહેવાનું છે? જો નથી રહી શકતાં તો જઈને લગ્ન કરો.
સારું સમજો કોઈની સગાઈ થઈ છે. રાજી કરવા છે, વાંધો થોડી છે. હથિયાલો જ્યારે બાંધે
છે તો પણ કહે છે - આ તમારા પતિ ગુરુ છે. સારું એ સમયે તમે એમનાથી લખાવતાં જાઓ. માનો
છો હું તમારો ગુરુ, ઈશ્વર છું, લખો. સારું, હમણાં હું તમને હુકમ (આજ્ઞા) આપું છું,
પવિત્ર રહેવાનું છે. હિંમત જોઈએ ને. મંઝિલ બહુજ ભારે છે. બંને સાથે કેવી રીતે રહે
છે, આ બધાંને દેખાડવાનું છે. પ્રાપ્તિ બહુ જબરજસ્ત છે. આગ ત્યારે લાગે છે જ્યારે
પ્રાપ્તિ ની ખબર નથી. બાપ કહે છે - આટલી મોટી પ્રાપ્તિ થાય છે તો એક જન્મ પવિત્ર રહો
તો શું મોટી વાત છે. હું તમારો પતિ ઈશ્વર છું. મારી આજ્ઞા પર પવિત્ર રહેવું પડશે.
બાપ યુક્તિઓ બતાવી દે છે. ભારતમાં આ કાયદો છે, સ્ત્રી ને કહે છે તમારો પતિ ઈશ્વર
છે, એમની આજ્ઞા પર ચાલવાનું છે. પતિ નાં પગ દબાવવાનાં છે કારણકે સમજે છે લક્ષ્મીએ
નારાયણ નાં પગ દબાવ્યા હતાં. આ આદત ક્યાંથી નીકળી? આ ખોટાં ચિત્રો થી. સતયુગ માં તો
એવી વાતો હોતી નથી. નારાયણ ક્યારેય થાકે છે શું જે લક્ષ્મી બેસી પગ દબાવશે? થાકવાની
વાત હોઈ ન શકે. આ તો દુઃખની વાત થઈ જાય છે. ત્યાં દુઃખ ક્યાંથી આવ્યું? તો કેટલી
ખોટી વાતો લખી દીધી છે. બાબા ને નાનપણ થી જ વૈરાગ રહેતો હતો, એટલે ભક્તિ કરતાં હતાં.
બાબા બાળકોને યુક્તિ
ખૂબ સારી બતાવે છે. કોઈ બાળકો ને સંબંધી હેરાન કરે છે, સારું લગ્ન કરી લો. સ્ત્રી
તમારી થઈ ગઈ. પછી કોઈ કાંઈ કરી ન શકે. પરસ્પર મળી પવિત્ર રહો, કમ્પેનિયન (સાથી) થઈ
ગયાં. વિદેશ માં વૃદ્ધ થાય છે તો સંભાળ માટે કમ્પેનિયન રાખી દે છે. સિવિલ મેરેજ કરે
છે. વિકાર માં નહીં જશે. હવે તમે જાણો છો આપણે એક બાપ નાં બાળકો છીએ, પરસ્પર
ભાઈ-બહેન થઈ ગયાં. દાદા પાસેથી વારસો લઈએ છીએ. બાપ ને બોલાવે પણ પતિત દુનિયામાં છે.
હે પતિત-પાવન, બધી સીતાઓનાં રામ. મનુષ્ય રામ-રામ જપે છે તો સીતા ને થોડી યાદ કરે
છે. એમનાથી મોટી તો લક્ષ્મી છે. પરતું યાદ તો એક બાપ ને કરે છે. લક્ષ્મી-નારાયણ ને
તો પણ જાણે છે, શિવ ને તો કોઈ જાણતું નથી. આત્મા બિંદુ છે તો આત્માઓનાં બાપ પણ બિંદુ
હશે ને. આત્મા માં બધું જ્ઞાન છે. એમને કહેવાય છે જ્ઞાન નાં સાગર. તમે આત્મા પણ
જ્ઞાન સાગર બનો છો. જ્ઞાન સાગર બેસી આપ આત્માઓ ને સમજાવે છે. આત્મા ચૈતન્ય છે. તમે
આત્મા જ્ઞાન નાં સાગર બની રહ્યા છો. આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન તમને
છે. મીઠાં બાળકોએ હિંમત રાખવી જોઈએ. આપણે બાબા ની શ્રીમત પર ચાલવું જોઈએ ને. બેહદ
નાં બાપ બેહદ નાં બાળકોને સ્વર્ગ નાં માલિક બનાવે છે તો બાપ કહે છે તમે પણ પોતાની
રચના ને હાથ માં રાખો. જો બાળક તમારી આજ્ઞા નથી માનતાં તો બાળક, બાળક નથી. તે તો
કપૂત થયો. આજ્ઞાકારી, ફરમાનબરદાર બાળક હોય તો વારસા નો હકદાર બની શકે. બેહદનાં બાપ
પણ કહે છે મારી શ્રીમત પર ચાલશો તો તમે એવાં શ્રેષ્ઠ બનશો. નહીં તો પ્રજા માં ચાલ્યાં
જશો. બાપ તમને નર થી નારાયણ બનાવવા આવ્યાં છે. આ છે સાચ્ચી સત્ય નારાયણ ની કથા. તમે
રાજાઈ પ્રાપ્ત કરવા આવ્યાં છો. હમણાં મમ્મા-બાબા રાજા-રાણી બને છે તો તમે પણ હિંમત
કરો. બાપ તો જરુર આપ સમાન બનાવશે. પ્રજા બનવામાં જ રાજી ન થવું જોઈએ. પુરુષાર્થ
કરવાનો છે-અમે બાપ પાસેથી પૂરો વારસો લઈશું, વારી (ન્યોચ્છાવર) જઈશું. તમે એમને
પોતાનાં વારિસ બનાવશો તો એ તમને ૨૧ જન્મો નાં માટે વારસો આપશે. બાપ બાળકો પર વારી
જાય છે. બાળકો કહે છે બાબા આ તન-મન-ધન બધું તમારું છે. તમે બાપ પણ છો તો બાળક પણ
છો. ત્વમેવ માતા ચ્ પિતા ત્વમેવ. એક બાપની મહિમા કેટલી મોટી (બધી) છે. દુનિયામાં આ
વાતોને કોઈ નથી જાણતું. ભારતની જ આખી વાત છે. આપ બાળકો જાણો છો આ તે જ ૫ હજાર વર્ષ
પહેલાં વાળી લડાઈ છે. હમણાં સ્વર્ગ ની સ્થાપના થઈ રહી છે. તો બાળકોએ સદૈવ ખૂબ ખુશી
માં રહેવું જોઈએ. ભગવાને તમને એડોપ્ટ કર્યાં (અપનાવ્યા) છે તો તમને ખુશી થવી જોઈએ.
પછી આપ બાળકોનો બાપ શૃંગાર કરી રહ્યાં છે. ભણાવે પણ છે - બેહદ નાં બાપ, જ્ઞાન નાં
સાગર છે. આપણને આખી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે. જે બાપ ને જ નથી
જાણતાં, તે છે નાસ્તિક. તમે બાપ અને રચના ને જાણો છો, તમે છો આસ્તિક.
લક્ષ્મી-નારાયણ આસ્તિક છે કે નાસ્તિક? તમે શું કહેશો? તમે પોતે કહો છો સતયુગ માં
પરમાત્મા ને કોઈ યાદ નથી કરતું. ત્યાં છે સુખ, તો સુખ માં પરમાત્મા નું સિમરણ કરતાં
નથી કારણ કે પરમાત્મા ને જાણતાં નથી. આ સમયે તમે આસ્તિક બનીને વારસો મેળવી રહ્યાં
છો. પછી ત્યાં યાદ જ નથી કરતાં. અહીં યાદ કરે છે પરંતુ એમને જાણતાં નથી એટલે
નાસ્તિક કહેવાય છે. ત્યાં જાણતાં પણ નથી તો યાદ પણ નથી કરતાં. એમને આ પણ ખબર નહીં
હશે કે આ વારસો અમને શિવબાબા થી મળ્યો છે. પરતું એમને નાસ્તિક નહીં કહેવાશે કારણકે
પાવન છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર
ચાલવાની પૂરે-પૂરી હિમ્મત રાખવાની છે. કોઈ પણ વાત માં ડરવાનું કે રંજ (દુઃખી) નથી
થવાનું.
2. પોતાની રચના પોતાનાં
હાથ માં રાખવાની છે. એમને વિકારો થી બચાવવાનાં છે. પાવન બનવાની સલાહ આપવાની છે.
વરદાન :-
સદા બાપ નાં
સન્મુખ રહી ખુશી નો અનુભવ કરવા વાળા અથક અને આળસ - રહિત ભવ
કોઈ પણ પ્રકાર નાં
સંસ્કાર કે સ્વભાવ ને પરિવર્તન કરવામાં દિલશિકસ્ત થવું અથવા અલબેલાપણું આવવું પણ
થાકવું છે, એનાથી અથક બનો. અથક નો અર્થ છે જેમનામાં આળસ ન હોય. જે બાળકો એવાં
આળસ-રહિત છે તે સદા બાપ ની સન્મુખ રહે અને ખુશી નો અનુભવ કરે છે. એમનાં મન માં
ક્યારેય દુઃખ ની લહેર નથી આવી શકતી એટલે સદા સન્મુખ રહો અને ખુશી નો અનુભવ કરો.
સ્લોગન :-
સિદ્ધિ સ્વરુપ
બનવા માટે દરેક સંકલ્પ માં પુણ્ય અને બોલ માં દુવાઓ જમા કરતા ચાલો.
અવ્યક્ત ઇશારા -
પરોપકાર ની ભાવના થી સંપન્ન બની અપકારી પર પણ ઉપકાર કરો
જેમનો તમારા પ્રત્યે
શુભ ભાવ છે એમનાં પ્રત્યે તમે પણ શુભ ભાવ રાખો છો, ઉપકારી પર ઉપકાર કરો છો, આ કોઈ
મોટી વાત નથી. પરંતુ કોઈ તમને વારંવાર પાડવાની કોશિશ કરે, તમારા મન ને ડગમગ કરે, તો
પણ તમારો એમનાં પ્રત્યે સદા શુભચિંતક નો અચળ-અટલ ભાવ હોય, વાત ને કારણે ભાવ ન બદલાય,
કોઈ અપકાર કરે, તમે એક સેકન્ડ માં અપકાર ને ઉપકાર માં પરિવર્તિત કરી દો ત્યારે
કહેવાશે કમાલ.