23-09-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - દરેક વાત માં યોગબળ થી કામ લો , બાપ ને કાંઈ પણ પૂછવાની વાત નથી , તમે ઈશ્વરીય સંતાન છો એટલે કોઈ પણ આસુરી કામ ન કરો”

પ્રશ્ન :-
તમારા આ યોગબળ ની કરામત શું છે?

ઉત્તર :-
આ જ યોગબળ છે જેનાથી તમારી બધી કર્મેન્દ્રિયો વશ થઈ જાય છે. યોગબળ સિવાય તમે પાવન બની નથી શકતાં. યોગબળ થી જ આખી સૃષ્ટિ પાવન બને છે એટલે પાવન બનવા માટે અથવા ભોજન ને શુદ્ધ બનાવવા માટે યાદ ની યાત્રા માં રહો. યુક્તિ થી ચાલો. નમ્રતા થી વ્યવહાર કરો.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે. દુનિયા માં કોઈને ખબર નથી કે રુહાની બાપ આવીને સ્વર્ગ ની અથવા નવી દુનિયા ની સ્થાપના કેવી રીતે કરે છે? કોઈ પણ નથી જાણતાં. તમે બાપ પાસે થી કોઈ પણ પ્રકાર ની માંગણી નથી કરી શકતાં. બાપ બધું જ સમજાવે છે. કાંઈ પણ પૂછવાની જરુર નથી રહેતી, બધું જાતે જ સમજાવતા રહે છે. બાપ કહે છે મારે કલ્પ-કલ્પ આ ભારતખંડ માં આવીને શું કરવાનું છે, તે હું જાણું છું, તમે નથી જાણતાં. રોજ-રોજ સમજાવતા રહે છે. કોઈ ભલે એક શબ્દ પણ ન પૂછે તો પણ બધું જ સમજાવતા રહે છે. ક્યારેક પૂછે છે ખાવા-પીવાની તકલીફ થાય છે? હવે આ તો સમજવાની વાત છે. બાબાએ કહી દીધું છે દરેક વાત માં યોગબળ થી કામ લો, યાદ ની યાત્રા થી કામ લો અને ક્યાંય પણ જાઓ તો મુખ્ય વાત બાપ ને જરુર યાદ કરવાના છે. બીજા કોઈ પણ આસુરી કામ નથી કરવાનાં. આપણે ઈશ્વરીય સંતાન છીએ એ છે સર્વ નાં બાપ, બધા માટે શિક્ષા એક જ આપશે. બાપ શિક્ષા આપે છે - બાળકો, સ્વર્ગ નાં માલિક બનવાનું છે. રાજાઈ માં પણ પોઝિશન (પદ) તો હોય છે ને? દરેક નાં પુરુષાર્થ અનુસાર પદ હોય છે. પુરુષાર્થ બાળકોએ કરવાનો છે અને પ્રારબ્ધ પણ બાળકોએ મેળવવાની છે. પુરુષાર્થ કરાવવા માટે બાપ આવે છે. તમને કાંઈ પણ ખબર નહોતી કે બાપ ક્યારે આવશે? શું આવીને કરશે? ક્યાં લઈ જશે? બાપ જ આવી ને સમજાવે છે, ડ્રામા નાં પ્લાન અનુસાર તમે ક્યાંથી પડ્યાં છો. એકદમ ઊંચી ચોટલી થી. જરા પણ બુદ્ધિ માં નથી આવતું કે આપણે કોણ છીએ? હવે મહેસૂસ (અનુભવ) કરો છો ને? તમને સ્વપ્ન માં પણ નહોતું કે બાપ આવીને શું કરશે. તમે પણ કાંઈ નહોતા જાણતાં. હમણાં બાપ મળેલા છે તો સમજો છો આવાં બાપ ની ઉપર તો ન્યોછાવર થવું પડે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય છે તો પતિ પર કેટલી ન્યોછાવર થાય છે. ચિતા પર ચઢવામાં પણ ડર નથી હોતો. કેટલી બહાદુર હોય છે. પહેલાં ચિતા પર ખૂબ ચઢતી હતી. અહીં બાબા તો એવી કોઈ તકલીફ નથી આપતાં. ભલે નામ જ્ઞાન ચિતા છે પરંતુ બળવાની કોઈ વાત નથી. બાપ બિલકુલ એમ સમજાવે છે જેમ માખણ માંથી વાળ. બાળકો સમજે છે બરોબર જન્મ-જન્માન્તર નો માથા પર બોજો છે. કોઈ એક અજામિલ નથી. દરેક મનુષ્ય એક-બીજા કરતાં વધારે અજામિલ છે. મનુષ્યો ને શું ખબર પાછલાં જન્મ માં શું-શું કર્યુ છે? હમણાં તમે સમજો છો પાપ જ કર્યા છે, હકીકત માં પુણ્ય આત્મા એક પણ નથી. બધા છે પાપ આત્માઓ. પુણ્ય કરે તો પુણ્ય આત્મા બની જાય. પુણ્ય આત્માઓ હોય છે સતયુગ માં. કોઈએ હોસ્પિટલ વગેરે બનાવી તો શું થયું. સીડી ઉતરવા થી થોડી બચી જશે? ચઢતી કળા તો નથી થતી ને? પડતા (ઉતરતા) જ જાય છે. આ બાપ તો એવાં બિલોવેડ (પ્રિય) છે જેમનાં પર કહે છે જીવતે જી ન્યોછાવર થઈએ કારણકે પતિઓ નાં પતિ, બાપો નાં બાપ સૌથી ઊંચા છે.

બાળકો ને હમણાં બાપ જગાડી રહ્યાં છે. આવાં બાબા જે સ્વર્ગ નાં માલિક બનાવે છે, કેટલાં સાધારણ છે! શરું માં બાળકીઓ જ્યારે બીમાર પડતી હતી તો બાબા પોતે તેમની સેવા કરતા હતાં. અહંકાર જરા પણ નહીં. બાપદાદા ઊંચા માં ઊંચા છે. કહે છે જેવાં કર્મ હું આમની પાસે કરાવીશ, અથવા કરીશ. બંને જાણે એક થઈ જાય છે. ખબર થોડી પડે છે? બાપ શું કરે છે, દાદા શું કરે છે? કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ બાપ જ બેસીને સમજાવે છે. બાપ ખૂબ ઊંચા છે. માયા નો પણ કેટલો પ્રભાવ છે. ઈશ્વર બાપ કહે છે આવું નહીં કરો તો પણ નથી માનતાં. ભગવાન કહે છે-મીઠાં બાળકો, આ કામ નથી કરવાનું, તો પણ ઉલ્ટું કામ કરી દે છે. ઉલ્ટા કામ માટે જ મનાઈ કરશે ને? પરંતુ માયા પણ ખૂબ જબરજસ્ત છે. ભૂલે-ચુકે પણ બાપ ને નથી ભૂલવાનાં. કાંઈ પણ કરે, મારે અથવા કૂટે. એવું કાંઈ બાપ કરતા નથી પરંતુ અતિ માં કહેવાય છે. ગીત પણ છે તમારા દર ને ક્યારેય પણ નહીં છોડીશું. ભલે કાંઈ પણ કરો. બાહર રાખ્યું જ શું છે? બુદ્ધિ પણ કહે છે જઈશું ક્યાં? બાપ બાદશાહી આપે છે પછી ક્યારેય થોડી મળે છે? એવું થોડી છે બીજા જન્મ માં કાંઈ મળી શકે છે. ના. આ પારલૌકિક બાપ છે જે બેહદ સુખધામ નાં તમને માલિક બનાવે છે. બાળકોએ દૈવી ગુણ પણ ધારણ કરવાના છે, તે પણ બાપ સલાહ આપે છે. પોતાનું પોલીસ વગેરે નું કામ પણ કરો, નહીં તો ડિસમિસ કરી (કાઢી) દેશે. પોતાનું કામ તો કરવાનું જ છે, આંખ દેખાડવી પડે છે. જેટલું થઈ શકે પ્રેમ થી કામ લો. નહીં તો યુક્તિ થી આંખ દેખાડો. હાથ નથી ચલાવવાનાં. બાબા નાં કેટલાં અસંખ્ય બાળકો છે. બાબા ને પણ બાળકો નો વિચાર રહે છે ને? મૂળ વાત છે પવિત્ર રહેવું. જન્મ-જન્માંતર તમે પોકાર્યા છે ને - હે પતિત-પાવન આવીને અમને પાવન બનાવો. પરંતુ અર્થ કાંઈ પણ નથી સમજતાં. બોલાવે છે તો જરુર પતિત છે. નહીં તો બોલાવવાની જરુર નથી. પૂજા ની પણ જરુર નથી. બાપ સમજાવે છે આપ અબળાઓ પર કેટલાં અત્યાચાર થાય છે, સહન કરવાનું જ છે. યુક્તિઓ પણ બતાવતા રહે છે. ખૂબ નમ્રતા થી ચાલો. બોલો, તમે તો ભગવાન છો પછી આ શું માંગો છો? હથિયાલો બાંધતા સમયે કહે છે-હું તમારો પતિ ઈશ્વર ગુરુ બધું જ છું, હવે હું પવિત્ર રહેવા ઈચ્છું છું, તો તમે રોકો કેમ છો. ભગવાન ને તો પતિત-પાવન કહેવાય છે ને? તમે જ પાવન બનાવવા વાળા બની જાઓ. આમ પ્રેમ થી નમ્રતા થી વાત કરવી જોઈએ. ક્રોધ કરે તો ફૂલો ની વર્ષા કરો. મારે છે પછી અફસોસ પણ કરે છે. જેમ દારુ પીવે છે તો ખૂબ નશો ચઢી જાય છે. પોતાને બાદશાહ સમજે છે. તો આ વિષ (વિકાર) પણ એવી વસ્તુ છે જે વાત ન પૂછો. પસ્તાય પણ છે પરંતુ આદત પડી છે તો તૂટતી (છૂટતી) નથી. એક-બે વાર વિકાર માં ગયા, બસ નશો ચઢ્યો પછી પડતા રહેશે. જેમ નશા ની વસ્તુ ખુશી માં લાવે છે, વિકાર પણ એવાં છે. અહીંયા પછી ખૂબ મહેનત છે. યોગબળ સિવાય કોઈ પણ કર્મેન્દ્રિયો ને વશ નથી કરી શકતાં. યોગબળ ની જ કરામત છે, ત્યારે તો નામ પ્રસિદ્ધ છે, બહાર થી આવે છે અહીં યોગ શીખવાં. શાંતિ માં બેઠાં રહેશે. ઘરબાર થી દૂર થઈ જાય છે. તે તો છે અડધાકલ્પ માટે આર્ટિફિશિયલ (બનાવટી) શાંતિ. કોઈને સાચ્ચી શાંતિ ની ખબર જ નથી. બાપ કહે છે બાળકો, તમારો સ્વધર્મ જ છે શાંત, આ શરીર થી તમે કર્મ કરો છો. જ્યાં સુધી શરીર ધારણ ન કરે ત્યાં સુધી આત્મા શાંત રહે છે. પછી ક્યાંય ને ક્યાંય જઈને પ્રવેશ કરે છે. અહીં તો પછી કોઈ-કોઈ સૂક્ષ્મ શરીર થી ધક્કા ખાતા રહે છે. તે છાયા નાં શરીર હોય છે, કોઈ દુઃખ આપવા વાળા હોય છે, કોઈ સારા હોય છે, અહીં પણ કોઈ ભલા મનુષ્ય હોય છે જે કોઈને દુઃખ નથી આપતાં. કોઈ તો ખૂબ દુઃખ આપે છે. કોઈ જાણે સાધુ મહાત્મા હોય છે.

બાપ સમજાવે છે મીઠાં-મીઠાં સિકિલધા બાળકો, તમે ૫ હજાર વર્ષ પછી ફરી થી આવી ને મળ્યાં છો. શું લેવા માટે? બાપે બતાવ્યું છે તમને શું મળવાનું છે. બાબા તમારી પાસે થી શું મળવાનું છે, આ તો પ્રશ્ન જ નથી. આપ તો છો જ હેવનલી ગોડફાધર. નવી દુનિયા નાં રચયિતા. તો જરુર તમારી પાસે થી બાદશાહી જ મળશે. બાપ કહે છે થોડું પણ કાંઈ સમજીને જાય છે તો સ્વર્ગ માં જરુર આવી જશે. હું સ્વર્ગ ની સ્થાપના કરવા આવ્યો છું. મોટા માં મોટી આસામી (હસ્તી) છે ભગવાન અને પ્રજાપિતા બ્રહ્મા. તમે જાણો છો વિષ્ણુ કોણ છે? બીજા કોઈને પણ ખબર નથી. તમે તો કહેશો અમે આમનાં કુળ નાં છીએ, આ લક્ષ્મી-નારાયણ તો સતયુગ માં રાજ્ય કરે છે. આ ચક્ર વગેરે હકીકત માં વિષ્ણુ ને થોડી છે? આ અલંકાર આપણા, બ્રાહ્મણો નાં છે. હમણાં આ નોલેજ છે. સતયુગ માં થોડી આ સમજાવશે? આવી વાતો બતાવવાની કોઈ માં તાકાત નથી. તમે આ ૮૪ નાં ચક્ર ને જાણો છો. આનો અર્થ કોઈ સમજી ન શકે. બાળકોને બાપે સમજાવ્યું છે. બાળકો સમજી ગયા છે. અમને તો આ અલંકાર શોભતા નથી. અમે હમણાં શિક્ષા મેળવી રહ્યાં છીએ. પુરુષાર્થ કરી રહ્યાં છીએ. પછી એવાં બની જઈશું. સ્વદર્શન ચક્ર ફેરવતા-ફેરવતા આપણે દેવતા બની જઈશું. સ્વદર્શન ચક્ર અર્થાત્ રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણવાનું છે. આખી દુનિયા માં કોઈ પણ આ સમજાવી ન શકે કે આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે. બાપ કેટલું સહજ કરી સમજાવે છે - આ ચક્ર ની આયુ એટલી મોટી તો હોય ન શકે. મનુષ્ય સૃષ્ટિ નાં જ સમાચાર સંભળાવાય છે કે આટલાં મનુષ્ય છે. એવું થોડી બતાવાય છે કે કાચબા કેટલાં છે, માછલીઓ વગેરે કેટલી છે, મનુષ્યો ની જ વાત છે. તમને પણ પ્રશ્ન પૂછે છે, બાપ બધું જ બતાવતા રહે છે. ફક્ત તેનાં પર પૂરું ધ્યાન આપવાનું છે.

બાબાએ સમજાવ્યું છે-યોગબળ થી તમે સૃષ્ટિ ને પાવન બનાવો છો તો શું યોગબળ થી ખાવાનું શુદ્ધ નથી થઈ શકતું? અચ્છા, તમે તો એવાં બન્યાં છો. પછી કોઈને આપ સમાન બનાવો છો? હમણાં આપ બાળકો સમજો છો કે બાપ આવ્યાં છે સ્વર્ગની બાદશાહી ફરી થી આપવાં. તો આને રિફ્યુજ (ના) નથી કરવાનું. વિશ્વ ની બાદશાહી રિફ્યુજ કરી તો ખતમ. પછી રિફ્યુજ (કચરા નાં ડબ્બા) માં જઈને પડશે. આ આખી દુનિયા છે કચરો. તો આને રિફ્યુજ જ કહેવાશે. દુનિયા ની હાલત જુઓ શું છે? તમે તો જાણો છો આપણે વિશ્વ નાં માલિક બનીએ છીએ. આ કોઈને ખબર નથી કે સતયુગ માં એક જ રાજ્ય હતું, માનશે નહીં. પોતાનો ઘમંડ રહે છે તો પછી જરા પણ સાંભળતા નથી, કહી દે છે આ બધી તમારી કલ્પના છે. કલ્પના થી જ આ શરીર વગેરે બનેલું છે. અર્થ કાંઈ નથી સમજતાં. બસ આ ઈશ્વર ની કલ્પના છે, ઈશ્વર જે ઈચ્છે તે બનીએ છીએ, તેમનો આ ખેલ છે. એવી વાતો કરે છે, વાત ન પૂછો. હમણાં આપ બાળકો જાણો છો બાબા આવેલા છે. વૃદ્ધા ઓ પણ કહે છે - બાબા દર ૫ હજાર વર્ષ પછી અમે તમારી પાસે થી સ્વર્ગ નો વારસો લઈએ છીએ. આપણે હમણાં આવ્યાં છીએ સ્વર્ગ ની રાજાઈ લેવાં. તમે જાણો છો કે બધા એક્ટર્સ નો પોતાનો પાર્ટ છે. એક પાર્ટ ન મળે બીજા સાથે. તમે પછી આ જ નામ-રુપ માં આવીને આ સમયે બાપ પાસે થી વારસો લેવાનો પુરુષાર્થ કરશો. કેટલી અથાહ કમાણી છે. ભલે બાબા કહે છે થોડું પણ સાંભળ્યું છે તો સ્વર્ગ માં આવી જશે. પરંતુ દરેક મનુષ્ય પુરુષાર્થ તો ઊંચ બનવાનો જ કરે છે ને? તો પુરુષાર્થ છે ફર્સ્ટ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બાબા બાળકો ની સેવા કરે છે, કોઈ અહંકાર નથી, એમ ફોલો (અનુસરણ) કરવાનું છે. બાપ ની શ્રીમત પર ચાલીને વિશ્વ ની બાદશાહી લેવાની છે, રિફ્યુજ (ના) નથી કરવાનું.

2. બાપો નાં બાપ, પતિઓ નાં પતિ જે સૌથી ઊંચા છે, બિલોવેડ (પ્રિય) છે એમનાં પર જીવતે જીવ ન્યોછાવર થવાનું છે. જ્ઞાન-ચિતા પર બેસવાનું છે. ક્યારેય ભૂલે-ચૂકે પણ બાપ ને ભૂલી ઉલ્ટું કામ નથી કરવાનું.

વરદાન :-
ખુશીઓ નાં અખૂટ ખજાના થી ભરપૂર સદા બેફિકર બાદશાહ ભવ

ખુશીઓ નાં સાગર દ્વારા રોજ ખુશી નો અખૂટ ખજાનો મળે છે એટલે કોઈ પણ પરિસ્થિતિ માં ખુશી ગાયબ ન થઈ શકે. કોઈપણ વાત ની ફિકર થઈ નથી શકતી. એવું નહીં પ્રોપર્ટી નું શું થશે, પરિવાર નું શું થશે? પરિવર્તન જ થશે ને? જૂની દુનિયા માં કેટલું પણ શ્રેષ્ઠ હોય પરંતુ બધું જૂનું જ છે એટલે બેફિકર બની ગયાં. જે થશે સારું થશે. બ્રાહ્મણો માટે બધું સારું છે, કાંઈ પણ ખરાબ નથી. તમારી પાસે આ એવી બાદશાહી છે જેને કોઈ પણ છીનવી ન શકે.

સ્લોગન :-
આ સંસાર ને એક અલૌકિક ખેલ અને પરિસ્થિતિઓ ને રમકડા માનીને ચાલો તો ક્યારેય નિરાશ નહીં થશો.

અવ્યક્ત ઈશારા - હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો

લાસ્ટ સો ફાસ્ટ પુરુષાર્થ જ્વાળા રુપ નો જ રહેલો છે. પાંડવો નાં કારણે યાદવ રોકાયેલા છે. પાંડવો ની શ્રેષ્ઠ શાન ની સ્થિતિ યાદવો ની પરેશાની વાળી પરિસ્થિતિ ને સમાપ્ત કરશે. તો પોતાની શાન થી પરેશાન આત્માઓ ને શાંતિ અને ચેન નું વરદાન આપો. જ્વાળા સ્વરુપ અર્થાત્ લાઈટ હાઉસ અને માઈટ હાઉસ સ્થિતિ ને સમજતા આ જ પુરુષાર્થ માં રહો.