23-11-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  31.12.2007    બાપદાદા મધુબન


“ નવાં વર્ષ માં અખંડ મહાદાની , અખંડ

 

 નિર્વિઘ્ન , અખંડ યોગી અને સદા

 

 સફળતામૂર્ત બનજો”
 


આજે બાપદાદા પોતાની સામે ડબલ સભા ને જોઈ રહ્યાં છે. એક તો સાકાર માં સન્મુખ બેઠાં છો અને બીજા દૂર બેઠાં પણ દિલ ની સમીપ દેખાઈ રહ્યાં છે. બંને સભાઓ નાં શ્રેષ્ઠ આત્માઓ નાં મસ્તક માં આત્મ-દિપ ચમકી રહ્યો છે. કેટલો સુંદર ચમકતો નજારો છે. આટલાં બધા એક સંકલ્પ, એકરસ સ્થિતિ માં સ્થિત પરમાત્મ-પ્રેમ માં લવલીન એકાગ્ર બુદ્ધિ થી સ્નેહ માં સમાયેલા કેટલાં પ્રિય લાગી રહ્યાં છે? તમે બધા પણ આજે વિશેષ નવું વર્ષ મનાવવા પહોંચી ગયા છો. બાપદાદા પણ બધા બાળકો નો ઉમંગ-ઉત્સાહ જોઈ, ચમકતા આત્મ-દિપ ને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે.

આજ નો દિવસ સંગમ નો દિવસ છે. એક વર્ષ ની, જૂનાં ની વિદાય છે અને નવાં વર્ષ ની વધાઈ થવાની છે. નવું વર્ષ અર્થાત્ નવો ઉમંગ અને ઉત્સાહ, સ્વ-પરિવર્તન નો ઉમંગ છે અને સર્વપ્રાપ્તિઓ ને સ્વયં માં પ્રાપ્ત જોઈ દિલ માં ઉત્સાહ છે. દુનિયા વાળા પણ આ ઉત્સવ મનાવે છે, એમનાં માટે એક દિવસ નો ઉત્સવ છે અને આપ લક્કી લવલી બાળકો માટે સંગમયુગ નો દરેક દિવસ ઉત્સવ છે કારણકે ખુશી નો ઉત્સાહ છે. દુનિયા વાળા તો બુઝાયેલા દીપક ને પ્રગટાવી વર્ષ મનાવે છે અને બાપદાદા અને આપ આટલાં બધા ચારેય તરફ નાં જાગેલા દીપકો ની સાથે નવાં વર્ષ નો ઉત્સાહ મનાવવા આવ્યાં છે. આ તો રીત-રિવાજ મનાવવા માટે નિમિત્ત માત્ર કરો છો પરંતુ આપ સર્વ જાગેલા દીપક છો. પોતાનો ચમકતો દીપ દેખાય છે ને? જે અવિનાશી દીપ છે.

તો નવાં વર્ષ માં દરેકે દિલ માં સ્વ પ્રત્યે, વિશ્વ નાં આત્માઓ પ્રત્યે કોઈ નવો પ્લાન બનાવ્યો છે? ૧૨ વાગ્યા પછી નવું વર્ષ શરુ થઈ જશે તો આ વર્ષ ને વિશેષ કયા રુપ માં મનાવશો? જેમ જૂનું વર્ષ વિદાય લેશે તો તમે બધાએ પણ જૂનાં સંકલ્પ, જૂનાં સંસ્કાર એને વિદાય આપવાનો સંકલ્પ કર્યો? વર્ષ ની સાથે-સાથે તમે બધા પણ જૂનાં ને વિદાય આપી નવાં ઉમંગ-ઉત્સાહ નાં સંકલ્પો ને પ્રેક્ટિકલ માં લાવશો ને? તો વિચારો, પોતાનામાં શું નવીનતા લાવશો? કયા નવાં ઉમંગ-ઉત્સાહ ની લહેર ફેલાવશો? કયા વિશેષ સંકલ્પ નાં વાયબ્રેશન ની ફેલાવશો? વિચાર્યુ છે? કારણકે તમે બધા બ્રાહ્મણ આખાં વિશ્વ નાં આત્માઓ માટે પરિવર્તન નિમિત્ત આત્માઓ છો. વિશ્વ નાં ફાઉન્ડેશન છો, પૂર્વજ છો, પૂજ્ય છો. તો આ વર્ષે પોતાની શ્રેષ્ઠ વૃત્તિ દ્વારા કયા વાયબ્રેશન ફેલાવશો? જેમ પ્રકૃતિ ચારેય તરફ ક્યારેક ગરમી નાં, ક્યારેક ઠંડી નાં, ક્યારેક વસંત નાં વાયબ્રેશન ફેલાવે છે. તો આપ પ્રકૃતિ નાં માલિક પ્રકૃતિજીત કયા વાયબ્રેશન ફેલાવશો? જેનાથી આત્માઓ ને થોડા સમય માટે પણ સુખ-ચેન નો અનુભવ થાય. એનાં માટે બાપદાદા આ જ ઈશારો આપી રહ્યાં છે કે જે પણ ખજાના પ્રાપ્ત થયા છે એ ખજાનાઓ ને સફળ કરો અને સફળતા સ્વરુપ બનો. વિશેષ સમય નો ખજાનો ક્યારેય પણ વ્યર્થ ન જાય. એક સેકન્ડ પણ વ્યર્થ ને કાર્ય માં લગાવો. સમય ને સફળ કરો, દરેક શ્વાંસ ને સફળ કરો, દરેક સંકલ્પ ને સફળ કરો, દરેક શક્તિ ને સફળ કરો, દરેક ગુણ ને સફળ કરો. સફળતામૂર્ત બનવાનું આ વિશેષ વર્ષ મનાવો કારણકે સફળતા તમારો જન્મસિદ્ધ અધિકાર છે. એ અધિકાર ને પોતાનાં કાર્ય માં લગાવી સફળતામૂર્ત બનો કારણકે હમણાં ની સફળતા તમારા અનેક જન્મ સાથે રહેવાની છે. તમારા સમય ની સફળતા ની પ્રારબ્ધ પૂરો અડધો કલ્પ સફળતા નું ફળ પ્રાપ્ત થશે. હમણાં નાં સમય ની સફળતા ની પ્રારબ્ધ પૂરો સમય જ પ્રાપ્ત થશે. શ્વાંસ ને સફળ કરવાથી ભવિષ્ય માં પણ જુઓ તમારા શ્વાંસ ની સફળતા નું પરિણામ ભવિષ્ય માં બધા આત્માઓ પૂરો સમય સ્વસ્થ રહે છે. બીમારી નું નામ નથી. ડોક્ટર્સ નો વિભાગ જ નથી કારણકે ડોક્ટર્સ શું બની જશે? રાજા બની જશે ને? વિશ્વ નાં માલિક બની જશે. પરંતુ આ સમયે તમે શ્વાંસ સફળ કરો છો અને સર્વ આત્માઓ ને સ્વસ્થ રહેવાની પ્રારબ્ધ પ્રાપ્ત થાય છે. એવી રીતે જ જ્ઞાન નો ખજાનો, એનાં ફળ સ્વરુપ સ્વર્ગ માં તમારા પોતાનાં રાજ્ય માં એટલાં સમજદાર, શક્તિવાન બની જાઓ છો જે ત્યાં કોઈ વજીર થી સલાહ લેવાની આવશ્યક્તા નથી, સ્વયં જ સમજદાર શક્તિવાન હોય છે. શક્તિઓ ને સફળ કરો છો એની પ્રારબ્ધ ત્યાં સર્વ શક્તિઓ વિશેષ ધર્મ સત્તા, રાજ્ય સત્તા બંને વિશેષ શક્તિઓ, સત્તાઓ ત્યાં પ્રાપ્ત થશે. ગુણો નાં ખજાના ને સફળ કરો છો તો એની પ્રારબ્ધ દેવતા-પદ નો અર્થ જ છે દિવ્ય ગુણધારી અને સાથે-સાથે હમણાં અંતિમ જન્મ માં તમારી જડમૂર્તિ નું પૂજન કરે છે તો શું મહિમા કરે છે? સર્વગુણ સંપન્ન. તો આ સમય ની સફળતા ની પ્રારબ્ધ સ્વતઃ જ પ્રાપ્ત થઈ જાય છે એટલે ચેક કરો ખજાના મળ્યાં, ખજાનાઓ થી સંપન્ન થયા છો પરંતુ સ્વ પ્રત્યે તથા વિશ્વ પ્રત્યે કેટલાં સફળ કર્યા છે? જૂનાં વર્ષ ને વિદાય આપશો તો જૂનાં વર્ષ માં શું જમા કરેલા ખજાના સફળ કર્યા? કેટલાં કર્યા? આ ચેક કરજો અને આવવા વાળા વર્ષ માં પણ આ ખજાનાઓ ને વ્યર્થ નાં બદલે સફળ કરવાના જ છે. એક સેકન્ડ પણ બીજા કોઈ ખજાના પણ વ્યર્થ ન જાય. પહેલાં બતાવ્યું છે કે સંગમ સમય ની એક સેકન્ડ, સેકન્ડ નથી વર્ષ નાં બરાબર છે. એવું નહીં સમજતા એક સેકન્ડ, એક મિનિટ જ તો ગઈ, વ્યર્થ જવું આને જ અલબેલાપણું કહેવાય છે. તમારા બધાનું લક્ષ છે કે બ્રહ્મા બાપ સમાન સંપન્ન અને સંપૂર્ણ બનવું છે. તો બ્રહ્મા બાપે સર્વ ખજાના આદિ થી અંતિમ દિવસ સુધી સફળ કર્યા, આનું પ્રત્યક્ષ પ્રમાણ જોયું - સંપૂર્ણ ફરિશ્તા બની ગયાં. તમારી પ્રિય દાદી ને પણ જોઈ સફળ કર્યુ અને બીજાઓ ને પણ સફળ કરવાનો સદા ઉમંગ-ઉત્સાહ વધાર્યો. તો ડ્રામા અનુસાર વિશેષ વિશ્વ સેવા નાં અલૌકિક પાર્ટ ને નિમિત્ત બની.

તો આ વર્ષે કાલ થી દરેક દિવસે પોતાનો ચાર્ટ રાખજો - સફળ અને વ્યર્થ… શું થયું, કેટલું થયું? અમૃતવેલા જ દૃઢ સંકલ્પ કરજો, સ્મૃતિ સ્વરુપ બનજો કે સફળતા મારો જન્મસિદ્ધ અધિકાર છે. સફળતા મારા ગળા નો હાર છે. સફળતા સ્વરુપ જ સમાન બનવાનું છે. બ્રહ્મા બાપ સાથે પ્રેમ છે ને? તો બ્રહ્મા બાપ નો સૌથી વધારે પ્રેમ કોની સાથે હતો? જાણો છો, કોની સાથે પ્રેમ હતો? મોરલી સાથે. અંતિમ દિવસે પણ મોરલી નો પાઠ મિસ નથી કર્યો (છોડ્યો નથી). સમાન બનવામાં આ ચેક કરજો - બ્રહ્મા બાપ નો જેમની સાથે પ્રેમ રહ્યો, બ્રહ્મા બાપ નાં પ્રેમ નું સબૂત (પ્રમાણ) છે - જેની સાથે બાપ નો પ્રેમ હતો એની સાથે મારો પ્રેમ સ્વતઃ હોવો જોઈએ. બ્રહ્મા બાપ ની બીજી વિશેષતા શું રહી? સદા એલર્ટ, અલબેલાપણું નહીં. અંતિમ દિવસે પણ કેટલાં એલર્ટ રુપ માં પોતાનો સેવા નો પાર્ટ ભજવ્યો. શરીર કમજોર હોવા છતાં પણ કેવાં એલર્ટ થઈને, આધાર લઈને નથી બેઠાં વધારે એલર્ટ કરીને ગયાં. ત્રણ વાતો નો મંત્ર આપીને ગયાં. યાદ છે ને બધાને? તો જેટલાં એલર્ટ રહેશો, ફોલો કરશો, અલબેલાપણું ખતમ થશે. અલબેલાપણા નાં વિશેષ બોલ બાપદાદા ખૂબ સાંભળતા રહે છે. જાણો છો ને? જો આ ત્રણ શબ્દો ને (નિરાકારી, નિર્વિકારી અને નિરંહકારી) સદા પોતાનાં મન માં રિવાઈઝ અને રિયલાઈઝ કરતા ચાલો તો આપમેળે સહજ અને સ્વતઃ સમાન બની જ જશો. તો એક વાત સફળ કરો સફળતામૂર્ત બનો.

બાપદાદાએ બાળકો નાં વર્ષ નું રિઝલ્ટ જોયું. શું જોયું? મહાદાની બન્યાં છો, પરંતુ અખંડ મહાદાની, અખંડ અન્ડરલાઈન, અખંડ મહાદાની, અખંડ યોગી, અખંડ નિર્વિઘ્ન હવે એની આવશ્યક્તા છે? શું અખંડ થઈ શકે છે? થઈ શકે છે? પહેલી લાઈન વાળા બતાવો કે અખંડ થઈ શકે છે? હાથ ઉઠાવો જો થઈ શકે છે તો. જે કરી શકે છે, કરી શકો છો? મધુબન વાળા પણ ઉઠાવી રહ્યાં છે. બાપદાદા મધુબન વાળાઓ ને પહેલાં જુએ છે. મધુબન સાથે પ્રેમ છે. શાંતિવન કે પાંડવ ભવન કે જે પણ દાદી ની ભુજાઓ છે, બધાને ધ્યાન થી જુએ છે. જો અખંડ થઈ ગયું, મન થી શક્તિ ફેલાવવાની સેવા માં બીઝી રહો, વાચા થી જ્ઞાન ની સેવા અને કર્મ થી ગુણદાન તથા ગુણ નો સહયોગ આપવાની સેવા કરો.

આજકાલ ભલે અજ્ઞાની આત્માઓ છે કે બ્રાહ્મણ આત્માઓ છે બધાને ગુણો નું દાન, ગુણો નો સહયોગ આપવો આવશ્યક છે. જો સ્વયં સહજ સિમ્પલ (સરળ) રુપ માં સેમ્પલ બનીને રહો તો ઓટોમેટિકલી બીજાઓ ને તમારા ગુણમૂર્ત નો સહયોગ સ્વતઃ જ મળશે. આજકાલ બ્રાહ્મણ આત્માઓ પણ સેમ્પલ જોવા ઈચ્છે છે, સાંભળવા નથી ઇચ્છતાં. પરસ્પર પણ શું કહો છો? કોણ બન્યાં છે? તો પ્રત્યક્ષ રુપ માં ગુણમૂર્ત જોવા ઈચ્છે છે. તો કર્મ થી વિશેષ ગુણો નો સહયોગ, ગુણો નું દાન આપવાની આવશ્યક્તા છે. સાંભળવા કોઈ નથી ઈચ્છતા, જોવા ઈચ્છે છે. તો હવે આ વિશેષ ધ્યાન માં રાખજો કે મારે જ્ઞાન થી, વાણી થી તો સેવા કરતા જ રહો છો અને કરતા જ રહેવાનું છે, છોડવાની નથી પરંતુ હવે મન્સા અને કર્મ, મન્સા દ્વારા વાયબ્રેશન ફેલાવો. સકાશ ફેલાવો. વાયબ્રેશન કે સકાશ દુર બેઠાં પણ પહોંચાડી શકો છો. શુભ ભાવના, શુભકામના દ્વારા કોઈ પણ આત્મા ને મન્સા સેવા દ્વારા વાયબ્રેશન કે સકાશ આપી શકો છો. તો હવે આ વર્ષે એક મન્સા શક્તિઓ નાં વાયબ્રેશન, શક્તિઓ દ્વારા સકાશ અને કર્મ દ્વારા ગુણ નો સહયોગ તથા અજ્ઞાની આત્માઓ ને ગુણદાન આપો.

નવાં વર્ષ માં ગિફ્ટ પણ આપો છો ને? તો આ વર્ષે સ્વયં ગુણમૂર્ત બની ગુણો ની ગિફ્ટ આપજો. ગુણો ની ટોલી ખવડાવો છો ને? મળો છો તો ટોલી ખવડાવો છો ને? ટોલી ખવડાવવા માં ખુશ થઈ જાઓ છો ને? કોઈ આત્માઓ, ભાગન્તી પણ ટોલી ને યાદ કરે છે. બીજી વાતો ભૂલી જાય છો પરંતુ ટોલી યાદ આવે છે. તો આ વર્ષે કઈ ટોલી ખવડાવશો? ગુણો ની ટોલી ખવડાવશો. ગુણો ની પિકનિક કરજો કારણકે બાપ સમાન સમય ની સમીપતા પ્રમાણ અને દાદી નાં ઈશારા પ્રમાણે સમય ની સંપન્નતા અચાનક ક્યારેય પણ થવાનો સંભવ છે એટલે બાપ સમાન બનવાનું છે તથા દાદી નાં પ્રેમ નું રિટર્ન આપવાનું છે તો જે આવશ્યક્તા છે - મન્સા અને કર્મ દ્વારા સહયોગી બનવાની, કોઈ કેવા પણ છે આ નહીં વિચારો, આ બને તો હું બનું. નંબરવન બનવાનું છે તો ક્યારેય આ ન વિચારો કે આ બને તો બનું. પહેલો નંબર તો બનવા વાળા બની જશે, પછી તમારો નંબર તો બીજો થઈ જશે શું? શું તમે બીજો નંબર બનવા ઈચ્છો છો કે પહેલો નંબર બનવા ઈચ્છો છો? આમ જો કોઈને કહો તમે બીજો નંબર લઈ લો તો લેશે? બધા આ જ કહેશે પહેલો નંબર લેવો છે. તો પહેલાં નિમિત્ત બનવાનું છે. બીજાને નિમિત્ત કેમ બનાવો છો, પોતાને નિમિત્ત બનાવો ને? બ્રહ્મા બાપે શું કહ્યું? દરેક વાત માં સ્વયં નિમિત્ત બનીને નિમિત્ત બનાવ્યાં. હે અર્જુન બની પાર્ટ ભજવ્યો. મારે નિમિત્ત બનવાનું છે. મારે કરવાનું છે. બીજા કરશે, મને જોઈને બીજા કરશે, બીજાઓ ને જોઈને હું કરીશ, ના. મને જોઈને બીજા કરશે. આ બ્રહ્મા બાપ નો પહેલો પાઠ છે. તો સાંભળ્યું શું કરવાનું છે? સફળતા મૂર્ત, સફળ સફળતા મૂર્ત, અખંડ દાની, માયા ને આવવાની હિંમત જ નહીં થશે. જ્યારે અખંડ મહાદાની બની જશો, નિરંતર સેવાધારી રહેશો, બીઝી રહેશો, મન-બુદ્ધિ સેવાધારી રહેશે તો માયા ક્યાંથી આવશે? તો હવે આ વર્ષે શું બનવાનું છે? બધાનો એક અવાજ દિલ થી નીકળે, આ બાપદાદા ઈચ્છે છે, તે શું? નો પ્રોબ્લેમ, કમ્પલીટ (સંપૂર્ણ). પ્રોબ્લેમ નહીં પરંતુ કમ્પલીટ બનવાનું જ છે. દૃઢ નિશ્ચયબુદ્ધિ, વિજય માળા નાં નજીક મણકા બનવાનું જ છે. ઠીક છે ને? બનવાનું છે ને? મધુબન વાળા બનવાનું છે? નો કમ્પલેન? નો કમ્પલેન. હિંમત રાખવા વાળા હાથ ઉઠાવો. નો પ્રોબ્લેમ. વાહ! મુબારક છે, મુબારક છે, મુબારક છે!

જુઓ, નિશ્ચય નું પ્રત્યક્ષ પ્રમાણ છે રુહાની નશો. જો રુહાની નશો નથી તો નિશ્ચય પણ નથી. ફુલ નિશ્ચય નથી, થોડોક છે. તો નશો રાખો, શું મોટી વાત છે? કેટલાં કલ્પ તમે જ બાપ સમાન બન્યાં છો, યાદ છે? અગણિત વાર બન્યાં છો. તો આ નશો રાખો અમે જ બન્યાં છીએ, અમે જ છીએ અને અમે જ વારંવાર બનતા રહીશું. આ નશો સદા જ કર્મ માં દેખાય. સંકલ્પ માં નહીં, બોલ માં નહીં, પરંતુ કર્મ માં, કર્મ નો અર્થ છે ચલન માં, ચહેરા માં દેખાય. તો હોમવર્ક મળી ગયું. મળ્યું ને? હવે જોશે નંબરવાર માં આવો છો કે નંબરવન માં આવો છો. સારું.

બાપદાદા ની પાસે કાર્ડ, પત્ર, ઈમેલ, યાદ-પ્યાર કોમ્પ્યુટર દ્વારા પણ ખૂબ આવ્યાં છે અને બાપદાદા દૂર બેઠાં દિલ તખ્તનશીન બાળકો ને, દરેક ને નામ સહિત વિશેષતા સહિત યાદ-પ્યાર અને દિલ ની દુવાઓ સન્મુખ ઈમર્જ કરી આપી રહ્યાં છે. બાપદાદા જાણે છે કે પ્રેમ તો બધાને રહે જ છે અને બાપદાદા સદા અમૃતવેલા વિશેષ બ્રાહ્મણ આત્માઓ ને યાદ-પ્યાર નો રેસ્પોન્ડ (ઉત્તર) વિશેષ કરે છે. એટલે કાર્ડ પણ સારા-સારા બનાવ્યાં છે, તે અહીં (સ્ટેજ પર) રાખે છે પરંતુ બાપદાદા ની પાસે તો વતન માં પહેલાં પહોંચે છે. સારું.

ચારેય તરફ નાં ચમકતા આત્મ-દીપ બાળકો ને, સદા સફળ કરવા વાળા સફળતા સ્વરુપ બાળકો ને, સદા અખંડ મહાદાની, અખંડ નિર્વિઘ્ન, અખંડ જ્ઞાન અને યોગયુક્ત સદા એક જ સમય માં ત્રણેય સેવા કરવા વાળા મન્સા વાયબ્રેશન દ્વારા વાયુમંડળ દ્વારા, વાચા વાણી દ્વારા, ચલન અને ચહેરા તથા કર્મ દ્વારા, ત્રણેય સેવા એક જ સમયે સાથે થાય ત્યારે તમારો પ્રભાવ સારું કહેવા વાળા નહીં, પરંતુ સારા બનવા વાળા ઉપર પડશે. તો એવાં અનુભવી મૂર્ત દ્વારા અનુભવ કરાવવા વાળા બાળકો ને બાપદાદા નાં નવાં વર્ષ માટે પદમ પદમગુણા યાદ-પ્યાર, દુવાઓ અને દિલ નું તખ્ત સદા તખ્તનશીન બનાવવા વાળું છે. એટલે ચારેય તરફ નાં બાળકો ને જે સન્મુખ છે કે દૂર બેઠાં દિલતખ્ત પર છે, બધાનાં નામ અને વિશેષતા સહિત યાદ-પ્યાર અને નમસ્તે.

સારું - જે પહેલીવાર આવ્યાં છે તે ઉઠીને ઉભા થઈ જાઓ. હાથ હલાવો. જુઓ, અડધો ક્લાસ પહેલીવાર આવ્યો છે. પાછળ વાળા હાથ હલાવો. દેખાઈ રહ્યાં છો ટી.વી.માં. ઘણાં છે. સારું પહેલી વાર આવવા વાળા ને બાપદાદા ની ખૂબ-ખૂબ દિલ થી મુબારક પણ છે, અને દિલ નાં યાદ-પ્યાર પણ છે. જેમ હમણાં આવ્યાં છો, તો હમણાં આવવાવાળા ને બાપદાદા નું વરદાન છે - “અમર ભવ”.

વરદાન :-
ગ્લાનિ કરવા વાળા ને પણ ગુણમાળા પહેરાવવા વાળા ઈષ્ટદેવ , મહાન આત્મા ભવ

જેવી રીતે આજકાલ આપ વિશેષ આત્માઓ નું સ્વાગત કરતા સમયે કોઈ ગળા માં સ્થૂળ માળા પહેરાવે છે તો તમે પહેરાવવા વાળા નાં ગળા માં રિટર્ન કરી દો છો, એવી રીતે ગ્લાનિ કરવા વાળા ને પણ તમે ગુણમાળા પહેરાવો તો તે સ્વતઃ જ તમને ગુણમાળા રિટર્ન કરશે કારણકે ગ્લાનિ કરવા વાળા ને ગુણમાળા પહેરાવવી અર્થાત્ જન્મ-જન્મ નાં માટે ભક્ત નિશ્ચિત કરી દેવાં. આ આપવું જ અનેકવાર નું લેવાનું થઈ જાય છે. આ જ વિશેષતા ઈષ્ટદેવ, મહાન આત્મા બનાવી દે છે.

સ્લોગન :-
પોતાની મન્સા વૃત્તિ સદા સારી પાવરફુલ બનાવો તો ખરાબ પણ સારા થઈ જશે.

અવ્યક્ત ઈશારા - અશરીરી કે વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો

કેટલાં પણ કાર્ય ની ચારેય તરફ ની ખેંચતાણ હોય, બુદ્ધિ સેવા નાં કાર્ય માં અતિ બીઝી હોય - એવાં સમય પર અશરીરી બનવાનો અભ્યાસ કરીને જુઓ. યથાર્થ સેવા નું ક્યારેય બંધન નથી હોતું કારણકે યોગ યુક્તિ, યુક્તિયુક્ત સેવાધારી સદા સેવા કરતા પણ ઉપરામ રહે છે. એવું નથી કે સેવા વધારે છે એટલે અશરીરી નથી બની શકતાં. યાદ રાખો મારી સેવા નથી બાપે આપી છે તો નિર્બન્ધન રહેશો.