24-08-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સુખ આપવા વાળા બાપ ને બહુજ - બહુજ પ્રેમ થી યાદ કરો , યાદ વગર પ્રેમ નથી થઈ શકતો”

પ્રશ્ન :-
બાપ બાળકોને રોજ-રોજ યાદ નો અભ્યાસ કરવાનો ઈશારો શા માટે આપે છે?

ઉત્તર :-
કારણકે યાદ થી જ આત્મા પાવન બનશે. યાદ થી જ પૂરો વારસો લઇ શકશે. આત્મા નાં બધાં બંધન ખલાસ થઈ જશે. વિકર્મો થી મુક્ત થઈ જશો. સજાઓ થી છૂટી જશો. જેટલું યાદ કરશો એટલી ખુશી રહેશે. મંઝિલ સમીપ અનુભવ થશે. ક્યારેય પણ થાકશો નહીં. બેહદ નું સુખ મેળવશો એટલે યાદ નો અભ્યાસ જરુર કરવો જોઈએ.

ગીત :-
બચપન કે દિન ભૂલા ન દેના…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત ની લાઈન નો અર્થ સમજ્યો. હવે જીવતે જીવ તમે બેહદ નાં બાપ નાં બન્યાં છો. આખો કલ્પ તો હદ નાં બાપ નાં બન્યાં છો. સતયુગ માં પણ હદ નાં બાપ નાં બનો છો. હમણાં ફક્ત તમે બ્રાહ્મણ બાળકો બેહદ નાં બાપ નાં બનો છો. તમે જાણો છો બેહદ નાં બાપ પાસેથી આપણે બેહદ નો વારસો લઈ રહ્યાં છીએ. જો બાપ ને છોડયાં તો બેહદ નો વારસો મળી નહીં શકે. ભલે તમે સમજાવો છો પરંતુ થોડા માં તો કોઈ રાજી નથી થતું. મનુષ્ય ધન બહુજ ઈચ્છે છે. ધન નાં સિવાય સુખ નથી હોઈ શકતું. ધન પણ જોઈએ, શાંતિ પણ જોઈએ, નિરોગી કાયા પણ જોઈએ. આપ બાળકો જ જાણો છો દુનિયામાં આજે શું છે, કાલે શું થવાનું છે. વિનાશ તો સામે ઉભો છે બીજા કોઈની બુદ્ધિ માં આ વાતો નથી. જો સમજે પણ વિનાશ સામે ઉભો છે તો શું કરવાનું છે, એ નથી જાણતાં. આપ બાળકો સમજો છો, એવું પ્રતિત થાય છે - ક્યારેય પણ લડાઈ લાગી જાય, થોડી ચિનગારી લાગે તો ભંભટ મચી જાય. વાર નહીં લાગશે. પહેલાં પણ થોડી વાત થી કેટલી મોટી લડાઈ લાગી ગઈ. બાળકો જાણે છે કે જૂની દુનિયા ખલાસ થઈ કે થઈ એટલે હવે જલ્દી જ બાપ પાસેથી વારસો લેવાનો છે. બાપ ને સદૈવ યાદ કરતાં રહેશો તો બહુજ હર્ષિત રહેશો. દેહ-અભિમાન માં આવવાથી જ તે ખુશી ગાયબ થઈ જાય છે. દેહી-અભિમાની બનો છો તો બાપ ને યાદ કરો છો. દેહ-અભિમાન માં આવવાથી બાપ ને ભૂલી દુઃખ ઉઠાવો છો. જેટલાં બાપ ને યાદ કરશો, એટલાં બેહદ નાં બાપ થી સુખ ઉઠાવશો. અહીં તમે આવ્યાં જ છો આવાં લક્ષ્મી-નારાયણ બનવાં. રાજા-રાણી અને પ્રજા નાં નોકર-ચાકર, ખુબ ફરક છે ને. હમણાં નો પુરુષાર્થ પછી કલ્પ-કલ્પાંતર માટે કાયમ થઈ જાય છે. પાછળ થી બધાને સાક્ષાત્કાર થશે - અમે કેટલો પુરુષાર્થ કર્યો છે! હમણાં પણ બાપ કહે છે પોતાની અવસ્થા ને જોતાં રહો. મીઠાં થી મીઠાં બાબા, જેમનાથી સ્વર્ગ નો વારસો મળે છે, એમને અમે કેટલાં યાદ કરીએ છીએ. તમારો બધો આધાર છે જ યાદ પર. જેટલું યાદ કરશો એટલી ખુશી પણ રહેશે. સમજશો બસ, હવે નજીક આવીને પહોંચ્યાં છીએ. કોઈ થાકી પણ જાય છે, ખબર નહીં મંઝિલ કેટલી દૂર છે, પહોંચે તો મહેનત પણ સફળ થાય. દુનિયાને આ પણ ખબર નથી કે ભગવાન કોને કહેવાય છે? કહે પણ છે હે ભગવાન પછી કહી દે છે ઠિક્કર-ભિત્તર માં છે. હમણાં આપ બાળકો સમજો છો આપણે બાપ નાં બની ચૂક્યાં છીએ. હવે બાપ ની જ મત પર ચાલવાનું છે. ભલે વિદેશ માં છો ત્યાં રહેતાં પણ ફક્ત બાપ ને યાદ કરવાનાં છે. તમને શ્રીમત તો મળી છે. આત્મા તમોપ્રધાન થી સતોપ્રધાન બાપ ની યાદ સિવાય થઇ નથી શકતો. તમે કહો છો - બાબા અમે તમારા થી પૂરો વારસો લઈશું. જેમ અમારા બાબા વારસો લે છે, અમે પણ પુરુષાર્થ કરી એમની ગાદી પર જરુર બેસશું. મમ્મા-બાબા રાજ-રાજેશ્વર, રાજ-રાજેશ્વરી બને છે, તો અમે પણ બનીશું. પરીક્ષા તો બધાનાં માટે એક જ છે. તમને બહુજ થોડું શીખવાડાય છે, ફક્ત બાપ ને યાદ કરો. આને કહેવાય છે સહજ રાજયોગ બળ. તમે સમજો છો યોગ થી બહુજ બળ મળે છે. આપણે કોઈ વિકર્મ કરીશું તો સજા બહુજ ખાઈશું, પદ ભ્રષ્ટ થઈ પડશે. યાદ માં જ માયા વિઘ્ન નાખે છે.

તમે જાણો છો આપણે પાવન દુનિયા માં જઈ રહ્યાં છીએ. જે બ્રાહ્મણ બનશે તે જ નિમિત્ત બનશે. બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ બન્યાં વગર તમે બાપ પાસેથી વારસો લઈ ન શકો. બાપ બાળકોને રચે જ છે વારસો આપવા માટે. શિવબાબા નાં તો આપણે છીએ જ. એ નવી સૃષ્ટિ રચે છે બાળકોને વારસો આપવા માટે. શરીરધારી ને જ વારસો આપશે. આત્માઓ તો ઉપર રહે છે. ત્યાં તો વારસો કે પ્રારબ્ધ ની વાત નથી. તમે હમણાં પુરુષાર્થ કરી પ્રારબ્ધ લઈ રહ્યાં છો, જે દુનિયાને ખબર નથી. હમણાં સમય નજીક આવતો જાય છે. ધમકીઓ આપતાં રહે છે ફલાણાં જો આવું કરશે તો અમે એકદમ એમને ઉડાવી દઈશું. ઉડાવવાની તૈયારી થઈ રહી છે. બોમ્બ્સ વગેરે કોઈ રાખવાનાં નથી. તૈયારીઓ ખુબજ થઈ રહી છે. બ્રિટિશ ગવર્મેન્ટ નાં સમયે પાકિસ્તાન, હિન્દુસ્તાન શું હતું? લખેલું છે યૌવનો નું યુદ્ધ. પાંડવ અને કૌરવો ની લડાઈ નથી. યૌવન બરોબર લડી રહ્યાં છે. બોમ્બ્સ પણ તૈયાર થઈ ગયાં છે. હમણાં બાપ આપણને ફરમાન કરે છે કે મને યાદ કરો, નહીં તો પાછળ માં બહુજ રડવું પડશે. પરીક્ષા માં નાપાસ થાય છે તો જઈને ડૂબી મરે છે ગુસ્સા માં. અહીં ગુસ્સા ની તો વાત નથી. પાછળ માં તમને બહુજ સાક્ષાત્કાર થશે. શું-શું આપણે બનીશું - તે પણ ખબર પડી જશે. બાપ નું કામ છે પુરુષાર્થ કરાવવો. કહે છે બાળકો - કર્મ કરતાં યાદ કરવાનું ભૂલી જાઓ છો કે ફુરસત નથી મળતી તો સારું, બેસો. યાદ માં બેસીને બાપ ને યાદ કરો. પરસ્પર તમે મળો છો તો પણ કોશિશ કરો કે અમે બાબા ને યાદ કરીએ. મળીને બેસવાથી તમે યાદ સારું કરશો, મદદ મળશે. મૂળ વાત છે બાપ ને યાદ કરવાં. અહીં આવો કે ન આવો. કોઈ વિદેશ જાય છે પછી આવી તો શકશે નહીં. ત્યાં પણ ફક્ત એક વાત યાદ રાખો. બાપ ની યાદ થી જ તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનશો. બાપ કહે છે ફક્ત એક વાત યાદ રાખો - બાપ ને યાદ કરો. બાપ કહે છે - મનમનાભવ. મને યાદ કરો તો વિશ્વ નાં માલિક બનશો. મૂળ વાત થઈ જાય છે યાદ ની. ક્યાંય પણ જવા વગેરે ની વાત નથી. ઘર માં રહો ફક્ત બાપ ને યાદ કરતાં રહો. પવિત્ર નહીં બનશો તો યાદ કરી નહીં શકશો. એવું થોડી છે કે બધાં આવીને ક્લાસ માં ભણશે. મંત્ર લીધો પછી ભલે ક્યાંય પણ ચાલ્યાં જાઓ. સતોપ્રધાન બનવાનો રસ્તો બાપે બતાવ્યો છે. આમ તો સેવાકેન્દ્ર પર આવવાથી નવી-નવી પોઇન્ટ સાંભળતાં રહેશો. જો કોઈ કારણ થી નથી આવી શકતાં, વરસાદ પડે છે અથવા કર્ફયુ લાગે છે, કોઈ બહાર નીકળી નથી શકતાં પછી શું કરશો? બાપ કહે છે વાંધો નહીં. ક્યાંય પણ રહેતાં તમે યાદ માં રહો. ચાલતાં-ફરતાં યાદ કરો. બીજાઓને આ જ કહો કે બાપ ને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે અને દેવતા બની જશો. શબ્દ જ બે છે.

બાપ કહે છે - આ બાળપણ ભૂલી નહીં જતાં. આજે હસો છો કાલે રડવું પડશે - જો બાપ ને ભૂલ્યાં તો. બાપ પાસેથી વારસો પૂરો લેવો જોઈએ. એવાં ઘણાં છે કહે છે સ્વર્ગ માં તો જઈશું ને પછી જે તકદીર માં હશે. એને કોઈ પુરુષાર્થ કરવો નહીં કહેવાશે. મનુષ્ય પુરુષાર્થ કરે જ છે ઊંચું પદ મેળવવા માટે. હવે જ્યારે કે બાપ ની પાસે ઊંચું પદ મળે છે તો ગફલત કેમ કરવી જોઈએ. સ્કૂલ માં જો નહીં ભણશે તો ભણેલાં-ગણેલાં ની આગળ ભરી ઢોશે. બાપ ને પૂરા યાદ નહીં કરશો તો પ્રજા નાં પણ નોકર-ચાકર જઈ બનશો. એમાં ખુશ થોડી જ થવું જોઈએ. તો બાપ સમજાવે છે- મીઠાં-મીઠાં બાળકો સન્મુખ રિફ્રેશ થઈ જાઓ છો. ઘણી બાંધેલીઓ છે, વાંધો નહીં, ઘરે બેઠાં બાપ ને યાદ કરતી રહો. તમને કેટલું સહજ સમજાવે છે, મોત સામે ઉભું છે, અચાનક જ લડાઈ શરું થઈ જશે. એક-બીજા ને કહે છે થોડી પણ ગડબડ કરી તો અમે આમ કરીશું. પહેલાથી જ કહી દે છે, બોમ્બ્સ ની મગરુરી (અભિમાન) ખુબ છે. બાપ કહે છે - બાળકો હજું યોગબળ માં હોશિયાર થયાં નથી, એવું ન થાય લડાઈ લાગી જાય. પરંતુ ડ્રામા અનુસાર એવું થશે જ નહીં. બાળકોએ પૂરો વારસો લીધો નથી એટલે નિશ્ચય થાય છે, આ લડાઈ કરીને લાગશે પણ, તો પણ બંધ થઈ જશે કારણ કે રાજધાની સ્થાપન નથી થઈ. સમય જોઈએ. પુરુષાર્થ કરાવતાં રહે છે, ખબર નહીં કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે છે. બસ પડી જાય છે, એરોપ્લેન, ટ્રેન પડી જાય, મોત કેટલું સહજ ઉભું છે. ધરતી પણ હલતી રહે છે. સૌથી વધારે કામ ધરતીકંપ ને કરવાનું છે. પરંતુ વિનાશ થવાનાં પહેલાં બાપ પાસેથી પૂરો વારસો લેવાનો છે એટલે બહુજ પ્રેમ થી બાપ ને યાદ કરવાનાં છે. બાબા તમારા વગર અમારું બીજું કોઈ નથી. ફક્ત બાપ ને જ યાદ કરતાં રહો. કેટલું સહજ રીતે જેમ નાનાં-નાનાં બાળકો ને સમજાવે છે બીજી કોઈ તકલીફ નથી આપતો હું, ફકત યાદ કરો. વધારે જ કામ ચિતા પર બેસી જે તમે બળી મર્યા છો, તો હવે જ્ઞાન ચિતા પર બેસી પવિત્ર બનો. તમને પૂછે છે તમારો ઉદ્દેશ શું છે? બોલો, જે સર્વ નાં બાપ છે તે કહે છે મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. સર્વ નાં સદ્દગતિ દાતા એક બાપ છે. હવે બાપ કહે છે - ફક્ત મને યાદ કરો તો કટ ઉતરી જશે. આ આટલો સંદેશ તો આપી શકો છો ને. સ્વયં પોતે યાદ કરશો ત્યારે બીજા ને યાદ કરાવી શકશો. બીજા ને રુચિ થી કહેશો. નહીં તો દિલ થી નહીં નીકળશે. બાપ કહે છે - ક્યાંય પણ છો જેટલું થઈ શકે ફક્ત યાદ કરો. ભલે થોડી ખાન-પાન ની તકલીફ વગેરે થાય છે. રહેવાનું તો ઘર માં જ છે. ઘર માં રહેતાં બાપ ને યાદ કરો, જે મળે એમને આ જ શિક્ષા આપો - મોત સામે ઉભું છે.

બાપ કહે છે - તમે બધાં તમોપ્રધાન પતિત બની ગયાં છો, હવે મને યાદ કરો અને પવિત્ર બનો. આત્મા જ પતિત બન્યો છે, સતયુગ માં હોય છે પાવન આત્મા. બાપ ની યાદ થી જ આત્મા પાવન બનશે બીજો કોઈ ઉપાય નથી. આ સંદેશ બધાને આપતાં જાઓ તો પણ અનેકો નું કલ્યાણ કરશો બીજી કોઈ તકલીફ નથી આપતાં. પુરુષોત્તમ મહિના માં પણ જઈને સમજાવો કે સૌથી પુરુષોત્તમ કોણ? સતયુગ આદિ માં આ લક્ષ્મી-નારાયણ પુરુષોત્તમ હતાં. તેમને એવાં પુરુષોત્તમ બનાવવા વાળા અર્થાત્ સ્વર્ગ ની સ્થાપના કરવા વાળા બાપ છે. બધા આત્માઓને પાવન બનાવવા વાળા પતિત-પાવન બાપ જ છે. સૌથી ઉત્તમ થી ઉત્તમ પુરુષ બનાવવા વાળા છે બાપ. જે પૂજ્ય હતાં તે જ પછી પુજારી બને છે. રાવણ રાજ્ય માં આપણે પુજારી બન્યાં છીએ, રામ રાજ્ય માં પૂજ્ય હતાં. હવે રાવણ રાજ્ય નો અંત છે. આપણે પુજારી થી પછી પૂજ્ય બનીએ છીએ. બાપ ને યાદ કરવાનો બીજાઓ ને પણ રસ્તો બતાવવાનો છે. બુઢ્ઢી માતાઓએ પણ આ સેવા કરવી જોઈએ. મિત્ર-સંબંધીઓ ને પણ બાપ નો પરિચય આપો. બોલો, શિવબાબા કહે છે મામેકમ્ યાદ કરો તો તમે સ્વર્ગ નાં માલિક બનશો. નિરાકાર શિવબાબા સર્વ નાં સદ્દગતિ દાતા બાબા, સર્વ આત્માઓને કહે છે મને યાદ કરો તો સતોપ્રધાન બની જશો. આ સમજાવવું તો સહજ છે ને. બુઢ્ઢી માતાઓ પણ આ સેવા કરી શકે છે. મૂળ વાત છે જ આ. લગ્ન-મરણ ક્યાંય પણ જાઓ, કાન માં આ વાત સંભળાવો. ગીતા નાં ભગવાન કહે છે મને યાદ કરો, આ વાતને બધાં પસંદ કરશે. વધારે બોલવાની આવશ્યકતા નથી. ફક્ત બાપ નો સંદેશ આપવાનો છે કે બાપ કહે છે મને યાદ કરો.

અચ્છા - એમ સમજો, ભગવાન પ્રેરણા કરે છે. સ્વપ્ન માં સાક્ષાત્કાર થાય છે, અવાજ સાંભળવામાં આવે છે - બાપ કહે છે મને યાદ કરો તો સતોપ્રધાન બની જશો. તમે પોતે પણ ફક્ત આ જ ચિંતન કરતાં રહો તો બેડો પાર થઈ જશે. આપણે પ્રેક્ટિકલ માં બેહદ નાં બાપ નાં બન્યાં છીએ અને બાપ પાસેથી ૨૧ જન્મો નો વારસો લઇ રહ્યાં છીએ, તો ખુશી રહેવી જોઈએ ને. બાપ ને ભૂલવાથી જ તકલીફ થાય છે. બાબા કેટલું સહજ બતાવે છે - યાદ કરો તો બધાં સમજશે આમને રસ્તો તો બરોબર સાચો મળ્યો છે. આ રસ્તો ક્યારેય કોઈ બતાવી ન શકે. સમય એવો હશે જે તમે ઘરે થી બહાર નહીં નીકળી શકશો. બાપ ને યાદ કરતાં-કરતાં શરીર છોડી દેશો. અંતકાળે જે શિવબાબા સિમરે…પછી નારાયણ યોની વલ-વલ ઉતરે. લક્ષ્મી-નારાયણ રાજધાની માં આવશે. ઘડી-ઘડી રાજાઈ પદ મેળવશે. બસ, ફક્ત બાપ ને યાદ કરો પ્રેમ થી. યાદ વગર પ્રેમ કેવી રીતે કરશો! સુખ મળે છે ત્યારે યાદ કરાય છે. દુઃખ આપવા વાળા ને પ્રેમ નથી કરાતો. બાપ કહે છે - હું તમને સ્વર્ગ નાં માલિક બનાવું છું એટલે મને પ્રેમ કરો. બાપ ની મત પર ચાલવું જોઈએ ને. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણતર માં ક્યારેય ગફલત નથી કરવાની, લડાઈ પહેલાં બાપ પાસેથી પૂરે-પૂરો વારસો લેવાનો છે.

2. શ્રીમત પર બાપ ને ખુબ પ્રેમ થી યાદ કરવાનાં છે.

વરદાન :-
સંકલ્પ , વૃતિ અને સ્મૃતિ થી વ્યર્થ ને સમાપ્ત કરવા વાળા સાચાં બ્રાહ્મણ સંપૂર્ણ પવિત્ર ભવ

પોતાનાં સંકલ્પ, વૃત્તિ અને સ્મૃતિ ને ચેક કરો - એવું નહીં કે કંઈક ભૂલ થઈ ગઈ, પશ્ચાતાપ કરી લીધો, માફી માંગી લીધી, છુટ્ટી થઈ ગઈ. કેટલી પણ કોઈ માફી લે પરંતુ જે પાપ અથવા વ્યર્થ કર્મ થયાં એનાં નિશાન નથી જતાં. રજીસ્ટર સાફ, સ્વચ્છ નથી થતું. ફક્ત આ રીત-રિવાજ ને નહીં અપનાવો, પરંતુ સ્મૃતિ રહે કે હું સંપૂર્ણ પવિત્ર બ્રાહ્મણ છું. અપવિત્રતા સંકલ્પ, વૃત્તિ અથવા સ્મૃતિ ને પણ ટચ ન કરી શકે. એનાં માટે કદમ-કદમ પર સાવધાન રહો.

સ્લોગન :-
બાપ નાં સાથ ને યુઝ કરો તો ક્યારેય દિલશિકસ્ત નહીં થશો.

અવ્યક્ત ઇશારે - અપવિત્રતા નાં બીજ ને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો

પવિત્રતા નું રહસ્ય પ્રેક્ટિકલ માં લાવવું અર્થાત્ સંકલ્પ રુપ થી પણ પાંચેય વિકારો પર વિજયી બનવું. વ્યર્થ સંકલ્પ ક્રોધ પણ પેદા કરે છે તો કામ અર્થાત્ કોઈ આત્મા નાં પ્રત્યે જો વ્યર્થ દૃષ્ટિ પણ જાય છે તો એ સમયે પવિત્રતા નહીં મનાશે. તો આ વ્યર્થ સંકલ્પ બાપ નાં પ્રેમ નાં પાછળ ન્યોછાવર કરો.