25-08-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
અને વારસા ને યાદ કરવામાં તમારી કમાણી પણ છે તો તંદુરસ્તી પણ છે , તમે અમર બની જાઓ
છો”
પ્રશ્ન :-
હૃદય ને શુદ્ધ
બનાવવાની સહજ યુક્તિ કઈ છે?
ઉત્તર :-
ક્યાંય પણ રહો ટ્રસ્ટી (નિમિત્ત) થઈને રહો. હંમેશાં સમજો અમે શિવબાબા નાં ભંડારા થી
ખાઈએ છીએ. શિવબાબા નાં ભંડારા નું ભોજન ખાવા વાળાનું હૃદય શુદ્ધ થતું જાય છે.
પ્રવૃત્તિ માં રહેતાં જો શ્રીમત પ્રમાણે ડાયરેક્શન (માર્ગદર્શન) પર ટ્રસ્ટી બનીને
રહો તો તે પણ શિવબાબા નો ભંડારો છે, મન થી સરેન્ડર (સમર્પિત) છો.
ઓમ શાંતિ!
જન્મ-જન્માંતર
અડધોકલ્પ બાળકોએ સત્સંગ કર્યા છે, સાધુ-સંત, પંડિત વગેરે બધા મનુષ્યો નો સત્સંગ હોય
છે, આ કોઈ પણ મનુષ્ય નો સત્સંગ નથી. આને કહેવાય છે રુહાની સત્સંગ. સુપ્રીમ રુહ રુહો
ની સાથે રુહરુહાન અર્થાત્ સત્સંગ કરે છે. અહીં તમે કોઈ મનુષ્ય થી નથી સાંભળતાં, ન
દેવતાઓથી સાંભળો છો. તમે સાંભળો છો ભગવાન થી. ભગવાન ને હંમેશાં નિરાકાર કહેવાય છે
અને ભગવાન આવે જ ત્યારે છે જ્યારે બાળકોને ભગવાન-ભગવતી બનાવવા માટે પણ ભણાવવાનાં
છે. ભગવાન અને ભગવતી નું પદ સિવાય ભગવાન નાં કોઈ આપી ન શકે. આપ બાળકો જાણો છો
કલ્પ-કલ્પ સંગમયુગ હોય છે તો નિરાકાર ભગવાન આવીને આપણને જ્ઞાન આપે છે. આ પણ ફક્ત તમે
જ સમજો છો, બીજું કોઈ મુશ્કેલ સમજી શકે. શિવબાબા આવે છે જરુર, પરંતુ એમનાં બદલે
કૃષ્ણ ને ગીતા નાં ભગવાન કહી દીધાં છે. તો જરુર બધાની બુદ્ધિ માં આ મનુષ્ય તન જ આવતું
હશે. તમે જ દૈવીગુણ વાળા હતાં અને હવે આસુરી ગુણવાળા બન્યાં છો. ફરી હવે દૈવીગુણ
વાળા બનો છો. દૈવીગુણ વાળા ને ઈશ્વરીય સંપ્રદાય, આસુરી ગુણ વાળા ને આસુરી સંપ્રદાય
કહેવાય છે. હવે નિરાકાર બાપ નિરાકાર સંપ્રદાય અર્થાત્ આત્માઓને ભણાવે છે, એટલે
કહેવાય છે ઈશ્વરીય સંપ્રદાય અથવા રુહાની સંપ્રદાય, જેમને રુહાની બાપ આવીને ભણાવે
છે. હમણાં તમે રુહ-અભિમાની બનો છો. આપણે આત્મા છીએ, બાપ આપણને ભણાવે છે. કહે છે મને
યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. રુહો ને જ ભણાવે છે, એ જ નોલેજફુલ (જ્ઞાન સાગર)
છે બીજા ઋષિ-મુની વગેરે તો બધાં નેતી-નેતી કહેતાં ગયાં અર્થાત્ અમે રુહ ને નથી જાણતાં.
જ્યાં સુધી એ જ્ઞાનસાગર સન્મુખ ન આવે તો જ્ઞાન કેવી રીતે સમજાવે! આ સારી રીતે
સમજવાની વાતો છે. આપણને કોઈ મનુષ્ય નથી ભણાવતું, આપણને બાપ ભણાવે છે. એ છે બેહદ નાં
બાપ નિરાકાર. આ પણ બાળકોને સમજાવ્યું છે, સાકાર અને નિરાકાર બે બાપ દરેક ને હોય છે.
એક રુહાની અને બીજા શરીરધારી. રુહાની બાપ જ આવીને રુહો ને પાવન બનાવે છે. તમે જાણો
છો આપણે પાવન હતાં, પતિત બન્યાં પછી પતિત થી પાવન કેવી રીતે બનીએ છીએ! ચિત્ર પણ સામે
છે, બાબા સલાહ આપે છે કે ઘડી-ઘડી ચક્ર ની સામે જઈને બેસો તો બુદ્ધિ માં બધું જ્ઞાન
આવી જશે કે આપણે હમણાં સંગમયુગ પર બેઠાં છીએ બીજા બધાં પોતાને કળિયુગ માં સમજે છે.
કળિયુગ ને ઘોર અંધકાર કહેવાય છે. હવે તમે છો સંગમ પર. હમણાં તમને રોશની (જ્ઞાન) છે,
સતયુગ માં પછી તમને આ જ્ઞાન નથી મળતું. બાપ જ્યારે આવે છે ત્યારે જ ઘોર અજવાળું થાય
છે. આ સંગમયુગ છે જ કલ્યાણકારી યુગ. આનાં જેવો યુગ કોઈ હોતો જ નથી, જ્યારે કે બાપ
આવે છે. સતયુગ ને કલ્યાણકારી નહીં કહેવાશે, ત્યાં કોઈનું કલ્યાણ નથી થતું. કલ્યાણ
સંગમ પર જ થાય છે. સતયુગ માં તો છે જ કલ્યાણ. સંગમ પર કળિયુગ ને સતયુગ, કલ્યાણકારી
બનાવે છે. તો હવે તમારું જુઓ કેટલું કલ્યાણ થાય છે, ફક્ત બાપ અને વારસા ને યાદ
કરવામાં કેટલી તમારી કમાણી છે. કમાણી ની કમાણી પણ છે અને તંદુરસ્તી ની તંદુરસ્તી પણ
છે. તમારું જીવન અમર બને છે. તમારું ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું. તો બાળકોને
કેટલી ખુશી રહેવી જોઈએ કારણ કે તમારી બુદ્ધિ માં બધી નોલેજ છે. અહીં આપ બાળકો આવો
છો તો પુરુષાર્થ કરી મ્યુઝિયમ માં ચિત્રો પર સમજાવવાનાં લાયક બનવું જોઈએ. પોતાને
લાયક બનાવવાનાં માટે ૭-૮ દિવસ બેસીને શીખો. પ્રેક્ટિસ (અભ્યાસ) થઈ, જલ્દી ભાગ્યાં
સર્વિસ (સેવા) પર. સર્વિસ કરીને પછી પાછાં આવ્યાં. આ શીખવાનું તો ખૂબ સહજ છે. ચિત્રો
ને સામે જોવાથી જ બુદ્ધિ માં આવી જાય છે કે અમે સંગમ પર બેઠાં છીએ. આજ ની દુનિયા
માં બહુજ મનુષ્ય છે, કાલે ખૂબ થોડાંક હશે. આટલાં આ બધા પાછાં જવાનાં છે. હમણાં બાપ
સ્વયં આવેલાં છે, બાળકોની કેટલી ઈજ્જત રાખે છે. દૂરદેશ કા રહેનેવાલા આયા દેશ પરાયે…
રાવણ નો દેશ પારકો દેશ છે ને. રામ નાં દેશ માં તો ક્યારેય રાવણ આવી ન શકે. આનાં પર
એક કહાની અથવા કથા પણ સંભળાવે છે, જે પણ કથાઓ સંભળાવે છે તે બધી છે કહાણીઓ (વાર્તાઓ).
ન તો કહાણીઓમાં કોઈ સાર છે, ન નોવેલ્સ (નવલકથા) માં કોઈ સાર છે. નોવેલ્સ પણ કેટલી
અસંખ્ય વેચાય છે. માત્ર નોવેલ્સ વેચવાવાળા લખપતિ થઈ જાય છે.
હમણાં આપ બાળકોની
પરવરિશ તો બાપ નાં હાથ માં છે. બસ, તુમ્હી સે ખાઉં અર્થાત્ તમારા જ ભંડારા થી ખાઉં…
તમારી બધી પરવરિશ અહીં જ થાય છે. જે સરેન્ડર (સમર્પિત) થઈ જાય છે તેમની પરવરિશ તો
થાય જ છે પરંતુ જે મન થી પણ સમજે છે કે આ બધું ઈશ્વર નું (બાપનું) છે, હું ટ્રસ્ટી
છું, હું શ્રીમત પર જ ચાલી ને ખર્ચો વગેરે કરું છું. એવું જે સમજે છે તે પણ શિવબાબા
નાં ભંડારા થી ખાય છે. શિવબાબા નાં ભંડારા થી ખાવાથી હૃદય શુદ્ધ થાય છે. એવું નથી
કે એ શિવબાબા નાં ભંડારા થી નથી ખાતાં. બાપ નાં ડાયરેક્શન પર ચાલવા વાળા પણ જેમ કે
બાપ નાં ભંડારા થી ખાય છે. જે ભંડારા થી ખાધું, તે ભંડારો ભરપૂર કાલ કંટક દૂર… તેનાં
પછી તમે ક્યારેય પણ અકાળે મૃત્યુ ને નહીં પામશો. આ સમયે જ શિવબાબા આવે છે, એમની
મહિમા પણ ગવાયેલી છે. શિવજયંતી પણ મનાવે છે પરંતુ એમનો ભંડારો કેવી રીતે હોય, આ કોઈ
પણ નથી જાણતું. બાબા પણ બરોબર આવે છે ને. બાળકો જે પણ આવે છે એમને શિવબાબા નાં
ભંડારા થી ખાવાનું મળે છે. સારું, મેલ (ભાઈ) સરેન્ડર થાય છે તો ઠીક છે, જો તે
સરેન્ડર નથી થતાં તો માતાઓ શું કરે? કારણ કે કમાણી છે પતિ ની. તે તો સરેન્ડર થતાં
નથી. તે તો જ્યારે કમાણી કરે ત્યારે સ્ત્રી ખાય. હા, બંને સરેન્ડર છે તો પછી શિવબાબા
નાં ભંડારા થી પરવરિશ થઈ શકે છે. આ બાપ બાળકોને સારી રીતે સમજાવે છે. બુદ્ધિ માં
રાખવાનું છે અમે બાપ ની પાસે બેઠાં છીએ જ્યાં સુધી કર્માતીત અવસ્થા થઈ જાય.
દિવસે-દિવસે આપણે આપણાં સ્વરાજ્ય નાં નજીક આવતાં જઈએ છીએ. સમય વીતતો જાય છે, તમે
નજીક આવતાં જાઓ છો. સતયુગ નાં પહેલાં વર્ષ માં હવે કેટલાં વર્ષ કહેશો? હવે કેટલાં
નજીક આવી ગયાં છો? બાપ કહે છે બાળકો હવે તમારું ૮૪ નું ચક્ર પૂરું થાય છે. તમે હવે
૮૪ જન્મો નાં ચક્રને જાણ્યું છે. ચક્ર ને જોવાથી જ કહેશો અમે હમણાં સંગમ પર છીએ. આ
તરફ છે કળિયુગ, તે તરફ છે સતયુગ. કાલે આપણે આપણાં સુખધામ માં હોઈશું. દુનિયાને ખબર
નથી, તે તો બિલકુલ જ ઘોર અંધારા માં છે. આપ બાળકોને ખુબ ખુશી થવી જોઈએ. બેહદ નાં
બાપ થી આપણે ૨૧ જન્મ ની કમાણી કરીએ છીએ. સદા સુખ નો વારસો પામી રહ્યાં છીએ - આ ખુશી
રહે છે. સ્વર્ગવાસી બનવું, આ તમારી જ તકદીર માં છે. સ્વર્ગ એક વન્ડરફુલ (અદ્દભુત)
વસ્તુ છે. જેવી રીતે ૭ વન્ડર્સ દેખાડે છે ને. આ તો સૌથી મોટું વન્ડર છે. ચિત્ર પણ
છે વન્ડરફુલ સ્વર્ગ નાં. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક હતાં એટલે બાબાએ લખ્યું
હતું - ઉપર માં સૂર્યવંશી નું લખો તેની નીચે ચંદ્રવંશી નું લખો તો અડધોકલ્પ પૂરો થઈ
જશે. સૂર્યવંશી, ચંદ્રવંશી ૧૨૫૦ વર્ષ. તો પછી લાખો વર્ષ ની વાત જ ઉડી જાય. ત્યાં
બાહુબળ માં કેટલો ખર્ચો થાય છે. અહીં શરું થી લઈને અંત સુધી કાંઈ પણ ખર્ચો નથી થતો.
આ તો બાપ અને બાળકો નો હિસાબ છે, ખર્ચા ની વાત જ નથી. અહીં બાળકો આવીને રીફ્રેશ થાય
એટલે મકાન વગેરે બનાવે છે. બાળકો નાં જ પૈસા છે તે પણ કેટલાં દિવસ તો પસાર થઈ ગયાં.
બાકી તો થોડાં દિવસ છે, ખર્ચો કાંઈ પણ નથી. તમે જીવનમુક્તિ મેળવો છો, વગર કોડી ખર્ચે.
આમાં ફક્ત મહેનત ની વાત છે. ભગવાન ને તો બધા ભક્ત યાદ કરે છે પરંતુ એ નથી જાણતાં કે
ભગવાન કોણ છે? ભગવાનને ન જાણવાનાં કારણે અનેકો ને ભગવાન માની લે છે. હવે આપ બાળકોએ
સાચાં બાપ નો પરિચય આપવાનો છે. બાબાએ કેટલી વાર સમજાવ્યું છે, મોટાં-મોટાં ચિત્ર
મુખ્ય સ્થાનો પર લગાવો. જેવી રીતે એરોડ્રમ છે, એરોડ્રમ વાળા શું લેશે? તેમને સમજાવો
આ તો બધાં મનુષ્યો નાં કલ્યાણ માટે છે. આને સમજવાથી જ મનુષ્ય બાપ પાસેથી વારસો લઈ
વિશ્વ નાં માલિક બની શકે છે. મુખ્ય છે દિલ્લી. દિલ્લી રાજધાની છે ને. ત્યાં બધાં
ભેગાં થાય છે. ત્યાં ટીન પર આવાં મોટાં-મોટાં ચિત્ર હોય. મુખ્ય છે જ ત્રિમૂર્તિ,
ગોળો અને ઝાડ. આ સીડી તો કમાલ ની છે, આમાં વિનાશ વગેરે પણ સારી રીતે લખેલું છે અને
પતિત-પાવન પરમપિતા પરમાત્મા છે કે પાણી ની ગંગા? જ્જ (નિર્ણય) કરો.
બ્રહ્માકુમાર-કુમારીઓ પૂછે છે - ઈશ્વર સર્વવ્યાપી છે કે એક નિરાકાર પરમપિતા પરમાત્મા
છે? બાપ પાસેથી તો બાળકોને વારસો મળે છે. મુખ્ય છે જ આ ચિત્ર. ત્રિમૂર્તિ નું ચિત્ર
પણ ખૂબ-ખૂબ વેલ્યુબલ (કિંમતી) છે. બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરી ની સ્થાપના થાય છે, પછી
એ જ પાલના પણ કરશે.
બાળકોને અથાહ ખુશી
રહેવી જોઈએ - બેહદ નાં બાબા આપણને ભણાવે છે, સ્વર્ગ નાં માલિક બનાવવા માટે. બાબા
આવીને સ્વર્ગ ની સ્થાપના અને નર્ક નો વિનાશ કરાવે છે એટલે મહાભારત લડાઈ પણ સાથે છે.
દર ૫ હજાર વર્ષ પછી આ ચક્ર ફરે છે. બાપ પણ કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે આવે છે.
ગીતા માં તેમણે પછી યુગે-યુગે લખી દીધું છે તે પણ ૫ યુગ છે, પાંચ વાર આવ્યાં. પછી
૨૪ અવતાર, ફલાણો અવતાર કેમ લખી દીધું છે! મનુષ્ય કેટલાં યજ્ઞ, તપ, તીર્થ વગેરે કરે
છે, સમજે છે આ બધાં રસ્તા ભગવાન થી મળવાનાં છે. પરંતુ ભગવાન ની પાસે તો કોઈ પણ જઈ
નથી શકતું. અડધોકલ્પ કેટલુ માથું માર્યું છે. જન્મ-જન્માંતર ફેરા લગાવ્યાં, આ કર્યું…
છતાં પણ બાપ ન મળ્યાં. હવે બાપ આપ બાળકોનાં કેટલાં નજીક છે. તમારી સાથે વાત કરી
રહ્યાં છે, તમને સમજાવી રહ્યાં છે. તમે સમજો છો કલ્પ-કલ્પ હૂબહૂ આપણે આવી રીતે મળીએ
છીએ જે કંઈ વીત્યું, કલ્પ-કલ્પ થશે. તે જ દાદા ઝવેરી હશે. પછી એમનામાં જ બાબા
પ્રવેશ કરશે, પછી તે જ બાળકો આવીને બાપ નાં બનશે અને ફરીથી સ્વર્ગ નો વારસો લેશે. આ
બાપ નો આપ બાળકોની સાથે અનાદિ-અવિનાશી પાર્ટ કલ્પ-કલ્પ આવી રીતે જ રિપીટ થતો રહે
છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ
કલ્યાણકારી સંગમયુગ છે, આમાં દરેક વાત માં કલ્યાણ છે, કમાણી જ કમાણી છે. બાપ અને
વારસા ને યાદ કરી ૨૧ જન્મ નાં માટે જીવન ને અમર બનાવવાનું છે.
2. પ્રવૃત્તિ માં
રહેતાં મન-બુદ્ધિ થી સરેન્ડર (સમર્પિત) થવાનું છે. શ્રીમત પર ખર્ચ કરવાનાં છે, પૂરા
ટ્રસ્ટી થઈને રહેવાનું છે.
વરદાન :-
સહયોગ ની શક્તિ
થી , અસહયોગીઓને સહયોગી બનાવવા વાળા બાપ સમાન પરોપકારી ભવ
સહયોગીઓ ની સાથે
સહયોગી બનવું - આ કોઈ મહાવીરતા નથી પરંતુ જેવી રીતે બાપ અપકારીઓ પર ઉપકાર કરે છે એવી
રીતે આપ બાળકો પણ બાપ સમાન બનો. કોઈ કેટલાં પણ અસહયોગી બને, તમે પોતાનાં સહયોગ ની
શક્તિ થી અસહયોગી ને સહયોગી બનાવી દો, એવું નહીં વિચારો કે આ કારણથી આ આગળ નથી વધતાં.
કમજોર ને કમજોર સમજી છોડી ન દો પરંતુ એને બળ આપીને બળવાન બનાવો. આ વાત પર અટેન્શન
આપો તો સર્વિસ નાં પ્લાન્સ રુપી ઘરેણાં પર હીરા ચમકી જશે અર્થાત્ સહજ પ્રત્યક્ષતા
થઈ જશે.
સ્લોગન :-
ક્રોધ નું
કારણ છે સ્વાર્થ કે ઈર્ષા - આ જ ચિડચિડાપણા ની જડ છે, પહેલાં આને જ સમાપ્ત કરો.
આ અવ્યક્ત ઇશારા -
અપવિત્રતા નાં બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ ( પવિત્ર ) બનો
પવિત્રતા ફાઉન્ડેશન
છે અને ફાઉન્ડેશન નું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું આ કોમન (સાધારણ) વાત છે પરંતુ હવે
આગળ વધો છો તો બાળપણ ની સ્ટેજ નથી, હવે તો વાનપ્રસ્થ સ્થિતિ માં જવાનું છે. હું
બ્રહ્મચારી તો રહું છું, પવિત્રતા તો છે જ, ફક્ત આમાં ખુશ નહીં થઈ જાઓ. મૂળ
ફાઉન્ડેશન પોતાનાં સંકલ્પ ને શુદ્ધ બનાવો, જ્ઞાન સ્વરુપ બનાવો, શક્તિ સ્વરુપ બનાવો.
સંપૂર્ણતા ને પ્રાપ્ત
કરવા માટે દાદી પ્રકાશમણી જી નો ગુપ્ત પુરુષાર્થ
( ૧૯ મી પુણ્ય સ્મૃતિ
દિવસ નિમિત્તે વિશેષ ધારણાઓ )
૧. દાદીજીએ બધી
જવાબદારીઓ સંભાળતા લક્ષ્ય રાખ્યું કે મારે સર્વગુણ સંપન્ન, સર્વ કળાઓમાં સંપન્ન,
નિર્વિકારિતા માં પણ સંપન્ન… બની સંપૂર્ણતા ની મંઝિલ ને પ્રાપ્ત કરવાની જ છે
૨. દાદીજીએ
મન-વચન-કર્મ થી ડબલ અહિંસક બની, બધાને સુખ આપ્યું અને સુખ લીધું. મન્સા થી પણ કોઈ
આત્માને ન દુઃખ આપ્યું અને ન દુઃખ લીધું.
૩. દાદીજી સદા એક બાપ
નાં જ આકર્ષણ માં રહી, એમને કોઈ પણ જૂની વસ્તુ, વ્યક્તિ કે તત્વો ને પોતાની તરફ
આકર્ષિત ન કર્યા. સદા એક બાપ ની યાદમાં રહી પોતાની સુક્ષ્મ વૃત્તિઓ ને પણ એકાગ્ર કરી.
૪. સદા સાક્ષીપણા ની
સ્ટેજ માં રહી, સદા સાથી નાં સાથ નો અનુભવ કર્યો. એમની દૃષ્ટિ, વૃત્તિ માં રુહાનિયત
અને અલૌકિકતા હતી. એમનાં સંસ્કારો માં એટલી રોયલ્ટી હતી જે એમની આંખો કોઈનામાં પણ
ડૂબી નહીં.
૫. એમણે કોઈનાં અવગુણ
ચિત્ત પર નહીં રાખ્યા. કોઈનાં અવગુણ નોટ નહીં કર્યા. સદા પરચિંતન, પરદર્શન અને પરમત
થી મુક્ત રહી સ્વચિંતન માં રહ્યાં.
૬. દાદીજી બ્રહ્મા
બાબા નાં સમાન સદા નિર્માણ રહ્યાં. નિરાકારી અને નિરંકારી સ્થિતિ માં રહેવાનો
અભ્યાસ કર્યો. સદા સ્વયં ને સેવાધારી સમજ્યાં. ક્યારેય પોતાની મહિમા સ્વીકાર ન કરી.
કોઈએ નિંદા કરી તો ગભરાયા નહીં અને મહિમા માં ખુશ ન થયાં. દરેક વાત માં પોતાની
સ્થિતિ સમાન રાખી.
૭. બાપદાદા થી મળેલી
દિવ્ય બુદ્ધિ ની સોગાત ને સંભાળીને રાખી. સદા સમર્થ સંકલ્પ કર્યા. દરેક કર્મ શ્રીમત
પ્રમાણે હોય, એમાં જરા પણ મનમત કે પરમદ મિક્સ ન હોય, દિવ્ય બુદ્ધિ નાં આધાર પર દરેક
સંકલ્પ બોલ અને કર્મ હોય આ જ લક્ષ્ય રાખી સંપૂર્ણતા ને પ્રાપ્ત કરી.
૮. સદા એક બળ એક ભરોસો,
એક થી સર્વ સંબંધ, કોઈ તરફ પણ જુકાવ લગાવ નહીં. સદૈવ ભાઈ-ભાઈ ની વૃત્તિ થી બધાને
જોયા અને રહેમદિલ નાં ગુણ ને ધારણ કરી કમજોર આત્માઓમાં બળ ભર્યું. અપકારીઓ પર પણ
ઉપકાર કર્યો.
૯. દરેક નાની-મોટી
પરિસ્થિતિ ને નથિંગન્યુ ની સ્મૃતિ થી પાર કરી. કોઈ પણ દૃશ્ય ને જોઈ કેમ, શું નાં
પ્રશ્નો માં ઉલઝન ને બદલે સદા સાક્ષી ભાવ ને ધારણ કરી સદા હર્ષિત રહ્યાં.
૧૦. એમનાં દરેક બોલ
માં રોયલ્ટી દેખાતી હતી. કોઈ પણ બોલ સાધારણ નહીં બોલ્યાં. એમનાં મુખ થી એ જ બોલ
નીકળે જે થવાનું હોય છે. એવાં સિદ્ધિ સ્વરુપ આત્મા નાં સંકલ્પ પણ સિદ્ધ થવાનાં કારણે
સહજ જ સંપૂર્ણતા ને પ્રાપ્ત કરી લીધી.
૧૧. દાદીજી સદા
આત્મવિશ્વાસ થી ભરપૂર હોવાનાં કારણે આ સ્મૃતિ માં રહ્યાં કે અમે તો કલ્પ-કલ્પ નાં
વિજયી આત્મા છીએ. કોઈ પણ જૂનાં સંસ્કાર-સ્વભાવ કે હિસાબ-કિતાબ નાં અધીન ન રહ્યાં.
એવો અનુભવ કર્યો જેવી રીતે આત્મા લાઈટ નાં શરીર માં નિવાસ કરી રહ્યો છે.
૧૨. દાદીજીની બુદ્ધિ
સ્વચ્છ, સાફ દર્પણ સમાન હતી. તે નિરંતર તપસ્વીમૂર્ત થઈને રહ્યાં. સદા આ સ્મૃતિ માં
રહ્યું કે આ તપસ્યા થી જ વિશ્વનું કલ્યાણ થશે, સુખમય-સંસાર આવશે.
૧૩. દાદીજીએ અંતિમ
સમય ને સામે જોતા સદા સ્વચિંતન કર્યું. સ્વ-ઉન્નતિ માટે રોજ અમૃતવેલા બાબા સાથે
મીઠી-મીઠી રુહરિહાન કરી, બાબા નાં મહાવાક્યો નું ગહેરાઈ થી અધ્યયન કર્યું. બાબા ની
સાથે બાબા ની મોરલી થી અટૂટ પ્રેમ રહ્યો.
૧૪. દાદીજીએ પોતાની
સંપૂર્ણ સ્થિતિ બનાવવા માટે દેહભાન થી પરે રહેવાનો અભ્યાસ કર્યો. એમની બુદ્ધિમાં સદા
આ જ રહ્યું કે અમે વિશ્વ-કલ્યાણ નાં નિમિત્ત છીએ, અમારે સ્વ ની સ્થિતિ ઊંચી, એકાગ્ર,
એકરસ અથવા સંકલ્પો થી પરે કરીને નિરસંકલ્પ બનાવવાની છે, ત્યારે અમે આ જૂની દુનિયાથી
ઊડીને બાબાની પાસે વતન માં જઈને બેસીશું
૧૫. સદા આ જ લગન માં
રહ્યાં કે મારે બાબા ની યાદો માં રહી, બધાને સંતુષ્ટ કરી બધાની દુવાઓ લેવાની છે.
કોઈ પણ આત્મા ક્યારેય મારા થી ડિસ્ટર્બ થઈને બદદુવા ન આપે, આનું પૂરેપૂરું ધ્યાન
રાખી બધાની દુવાઓનાં પાત્ર બન્યાં.
૧૬. સદા એક જ લક્ષ્ય
સામે રહ્યું કે મારે સંપન્ન ફરિશ્તા કે કર્માતીત બનવાનું છે. આ જૂનું શરીર છોડી
ફરિશ્તા બની અવ્યક્ત વતનવાસી બનવાનું છે. આ સેવાઓ તો દિવસ-રાત ચાલતી રહેશે. મારે
સેવાની સાથે-સાથે સ્વયં પર સૂક્ષ્મ અટેન્શન રાખી પાસ વિથ્ ઓનર બનવાનું છે.
૧૭. દાદીજી સદા સર્વ
વિઘ્નો થી પાર નિર્વિઘ્ન અવસ્થા માં રહ્યાં. એકાંત માં બેસી પોતે પોતાને સૂક્ષ્મ
ચેક કરીને, પોતાની કમી-કમજોરીઓને, આત્મા રુપી હીરા નાં ડાઘને સંપૂર્ણ સમાપ્ત કરી
અમૂલ્ય હીરો બની ગયાં.
૧૮. સ્વયં ને સંપૂર્ણ
પાવર, લાઈટ થી સંપન્ન બનાવવા માટે આંતરિક વૈરાગ્ય વૃત્તિ દ્વારા બધી વાતો થી ઉપરામ
રહી પોતાની સુક્ષ્મ દૃષ્ટિ-વૃત્તિ ને સંપૂર્ણ પાવન બનાવી. જૂનાં સંસ્કારો ની પ્રકૃતિ
ને પરાજય કરી પ્રકૃતિજીત બની બાબા ની ગોદ માં સમાઈ ગયાં.
૧૯. હું બાબા ની છું,
મને બાબા નાં સમાન સંપૂર્ણ બનવાનું જ છે એટલે સૂક્ષ્મ દેહ-અભિમાન ને, સ્વયં નાં
સંસ્કારો ને, માન-શાન કે મહિમા ને, બુદ્ધિ કે આદતો ને સંપૂર્ણ સમર્પણ કર્યા અને બાપ
સમાન બની અવ્યક્તવતનવાસી બની ગયાં. અચ્છા - ઓમ શાંતિ.