25-09-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
ડ્રામા નો ખેલ એક્યુરેટ ચાલી રહ્યો છે , જેમનો જે પાર્ટ જે ઘડી ( સમયે ) થવો જોઈએ ,
તે રીપિટ થઈ રહ્યો છે , આ વાત યથાર્થ રીતે સમજવાની છે”
પ્રશ્ન :-
આપ બાળકો નો પ્રભાવ ક્યારે નીકળશે? હજી સુધી કઈ શક્તિ ની કમી છે?
ઉત્તર :-
જ્યારે યોગ માં મજબૂત થશો ત્યારે પ્રભાવ નીકળશે. હજી તે બળ નથી. યાદ થી જ શક્તિ મળે
છે. જ્ઞાન તલવાર માં યાદ નું બળ જોઈએ, જે હજી સુધી ઓછું છે. જો પોતાને આત્મા સમજી
બાપ ને યાદ કરતા રહો તો બેડો પાર થઈ જશે. આ સેકન્ડ ની જ વાત છે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
ને રુહાની બાપ સમજાવે છે. રુહાની બાપ એક ને જ કહેવાય છે. બાકી બધા છે આત્માઓ. એમને
પરમ આત્મા કહેવાય છે. બાપ કહે છે હું પણ છું આત્મા. પરંતુ હું પરમ સુપ્રિમ સત્ય
છું. હું જ પતિત-પાવન, જ્ઞાન નો સાગર છું. બાપ કહે છે હું આવું જ છું ભારત માં,
બાળકો ને વિશ્વ નાં માલિક બનાવવાં. તમે જ માલિક હતાં ને? હવે સ્મૃતિ આવી છે. બાળકો
ને સ્મૃતિ અપાવે છે - તમે પહેલાં-પહેલાં સતયુગ માં આવ્યાં પછી પાર્ટ ભજવતાં, ૮૪
જન્મ ભોગવી હવે અંત માં આવી ગયા છો. તમે પોતાને આત્મા સમજો. આત્મા અવિનાશી છે, શરીર
વિનાશી છે. આત્મા જ દેહ ની સાથે આત્માઓ સાથે વાત કરે છે. આત્મ-અભિમાની બનીને નથી
રહેતાં તો જરુર દેહ-અભિમાન છે. હું આત્મા છું, આ બધા ભૂલી ગયા છે. કહે પણ છે પાપ
આત્મા, પુણ્ય આત્મા, મહાન આત્મા. તે પછી પરમાત્મા તો બની નથી શકતાં. કોઈ પણ પોતાને
શિવ કહી ન શકે. શરીરો નાં શિવ નામ તો અનેક નાં છે. આત્મા જ્યારે શરીર માં પ્રવેશ કરે
છે તો નામ પડે છે કારણકે શરીર થી જ પાર્ટ ભજવવાનો હોય છે. તો મનુષ્ય પછી શરીર નાં
ભાન માં આવી જાય છે, હું ફલાણો છું. હમણાં સમજે છે - હા હું આત્મા છું. અમે ૮૪ નો
પાર્ટ ભજવ્યો છે. હવે હું આત્મા ને જાણી ગયો છું. હું આત્મા સતોપ્રધાન હતો, પછી હવે
તમોપ્રધાન બન્યો છું. બાપ આવે જ ત્યારે છે જ્યારે બધા આત્માઓ પર કાટ લાગેલો હોય છે.
જેમ સોના માં ખાદ પડે છે ને? તમે પહેલાં સાચ્ચું સોનું છો પછી ચાંદી, તાંબુ, લોઢું
પડીને તમે બિલકુલ કાળા થઈ ગયા છો. આ વાત બીજું કોઈ સમજાવી ન શકે. બધા કહી દે છે
આત્મા નિર્લેપ છે. ખાદ કેવી રીતે પડે છે? આ પણ બાપે સમજાવ્યું છે બાળકો ને. બાપ કહે
છે હું આવું જ છું ભારત માં. જ્યારે બિલકુલ તમોપ્રધાન બની જાય છે, ત્યારે આવું છું.
એક્યુરેટ (નિશ્ચિત) સમય પર આવે છે. જેમ ડ્રામા માં એક્યુરેટ ખેલ ચાલે છે ને જે
પાર્ટ જે સમયે થવાનો હશે તે સમયે ફરી રિપીટ થશે, તેમાં જરા પણ ફરક પડી નથી શકતો. તે
છે હદ નો ડ્રામા, આ છે બેહદ નો ડ્રામા. આ બધી ખૂબ મહીન (સુક્ષ્મ) સમજવાની વાતો છે.
બાપ કહે છે તમારો જે પાર્ટ ભજવાયો, તે ડ્રામા અનુસાર. કોઈ પણ મનુષ્ય માત્ર નથી
રચયિતા ને, નથી રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણતાં? ઋષિ-મુનિ પણ નેતી-નેતી કરતા ગયાં.
હવે તમને કોઈ પૂછે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો? તો તમે ઝટ કહેશો
હા, તે પણ તમે ફક્ત હમણાં જ જાણી શકો છો પછી ક્યારેય નહીં. બાબાએ સમજાવ્યું છે તમે
જ મુજ રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. અચ્છા, આ લક્ષ્મી-નારાયણ નું
રાજ્ય ક્યારે હશે? આ જાણતા હશે. ના, આમનાં માં કોઈ જ્ઞાન નથી. આ તો વન્ડર છે. તમે
કહો છો અમારા માં જ્ઞાન છે, આ પણ તમે સમજો છો. બાપ નો પાર્ટ જ એક વાર નો છે. તમારો
મુખ્ય ઉદ્દેશ જ છે - આ લક્ષ્મી-નારાયણ બનવાનો. બની ગયા પછી તો ભણતર ની જરુર નહીં
રહેશે. બેરિસ્ટર બની ગયા તો બની ગયાં. બાપ જે ભણાવવા વાળા છે, એમને તો યાદ કરવા
જોઈએ. તમને બધું સહજ કરી આપ્યું છે. બાબા વારંવાર તમને કહે છે પહેલાં પોતાને આત્મા
સમજો. હું બાબા નો છું. પહેલાં તમે નાસ્તિક હતાં, હવે આસ્તિક બન્યાં છો. આ
લક્ષ્મી-નારાયણે પણ આસ્તિક બનીને જ આ વારસો લીધો છે, જે હમણાં તમે લઈ રહ્યાં છો.
હમણાં તમે આસ્તિક બની રહ્યાં છો. આસ્તિક-નાસ્તિક આ શબ્દ આ સમય નાં છે. ત્યાં આ શબ્દ
જ નથી. પૂછવાની વાત જ નથી રહી શકતી. અહીં પ્રશ્ન ઉઠે છે ત્યારે તો પૂછે છે - રચયિતા
અને રચના ને જાણો છો? તો કહી દે છે ના. બાપ જ આવીને પોતાનો પરિચય આપે છે અને રચના
નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે. બાપ છે બેહદ નાં માલિક રચયિતા. બાળકો ને
સમજાવ્યું છે બીજા ધર્મ સ્થાપક પણ અહીં જરુર આવે છે. તમને સાક્ષાત્કાર કરાવ્યો હતો
- ઈબ્રાહીમ, ક્રાઈસ્ટ વગેરે કેવી રીતે આવે છે? તે તો અંત માં જ્યારે ખૂબ અવાજ નીકળશે
ત્યારે આવશે. બાપ કહે છે - બાળકો, દેહ સહિત દેહ નાં સર્વ ધર્મો ને ત્યાગી મને યાદ
કરો. હમણાં તમે સન્મુખ બેઠાં છો. પોતાને દેહ નથી સમજવાનું, હું આત્મા છું. પોતાને
આત્મા સમજી બાપ ને યાદ કરતા રહો તો બેડો પાર થઈ જશે. સેકન્ડ ની વાત છે. મુક્તિ માં
જવા માટે જ ભક્તિ અડધોકલ્પ કરે છે. પરંતુ કોઈ પણ આત્મા પાછો જઈ નથી શકતો.
૫ હજાર વર્ષ પહેલાં
પણ બાપે આ સમજાવ્યું હતું, હમણાં પણ સમજાવે છે. શ્રીકૃષ્ણ આ વાતો સમજાવી ન શકે.
તેમને બાપ પણ નહીં કહેવાશે. બાપ છે લૌકિક, અલૌકિક અને પારલૌકિક. હદ નાં બાપ લૌકિક,
બેહદ નાં બાપ છે - પારલૌકિક, આત્માઓ નાં. અને એક આ છે સંગમયુગી વન્ડરફુલ બાપ, આમને
અલૌકિક કહેવાય છે. પ્રજાપિતા બ્રહ્મા ને કોઈ યાદ જ નથી કરતું. એ આપણા
ગ્રેટ-ગ્રેટ-ગ્રાન્ડ ફાધર છે, આ બુદ્ધિ માં નથી આવતું. કહે પણ છે આદિ દેવ, એડમ…
પરંતુ કહેવા માત્ર. મંદિરો માં પણ આદિદેવ નાં ચિત્ર છે ને? તમે ત્યાં જશો તો સમજશો
આ તો અમારું યાદગાર છે. બાબા પણ બેઠાં છે, આપણે પણ બેઠાં છીએ. અહીં બાપ ચૈતન્ય માં
બેઠાં છે, ત્યાં જડ ચિત્ર રાખ્યાં છે. ઉપર માં સ્વર્ગ પણ ઠીક છે, જેમણે મંદિર જોયું
છે તે જાણે છે કે બાબા અમને હવે ચૈતન્ય માં રાજયોગ શીખવાડી રહ્યાં છે. પછી પાછળ થી
મંદિર બનાવે છે. આ સ્મૃતિ માં આવવું જોઈએ કે આ બધા આપણા યાદગાર છે. આ
લક્ષ્મી-નારાયણ હવે આપણે બની રહ્યાં છીએ. હતાં, પછી સીડી ઉતરતા આવ્યાં છીએ, હવે પછી
આપણે ઘરે જઈને રામરાજ્ય માં આવીશું. પછી આવે છે રાવણ રાજ્ય પછી આપણે વામમાર્ગ માં
ચાલ્યાં જઈએ છીએ. બાપ કેટલું સારી રીતે સમજાવે છે-આ સમયે બધા મનુષ્ય માત્ર પતિત છે
એટલે પોકારે છે - હે પતિત-પાવન આવીને અમને પાવન બનાવો. દુઃખ હરીને સુખ નો રસ્તો
બતાવો. કહે પણ છે ભગવાન જરુર કોઈ વેષ માં આવી જશે. હવે કુતરા-બિલાડી, ઠીકકર-ભિત્તર
વગેરે માં તો નહીં આવશે. ગવાયેલું છે ભાગ્યશાળી રથ પર આવે છે. બાપ સ્વયં કહે છે હું
આ સાધારણ રથ માં પ્રવેશ કરું છું. આ પોતાનાં જન્મો ને નથી જાણતા, તમે હમણાં જાણો
છો. આમનાં અનેક જન્મો નાં અંત માં જ્યારે વાનપ્રસ્થ અવસ્થા થાય છે ત્યારે હું
પ્રવેશ કરું છું. ભક્તિમાર્ગ માં પાંડવો નાં ખૂબ મોટાં-મોટાં ચિત્રો બનાવ્યાં છે,
રંગૂન માં બુદ્ધ નું પણ ખૂબ મોટું ચિત્ર છે. આટલાં મોટા કોઈ મનુષ્ય થોડી હોય છે?
બાળકો ને તો હવે હસવું આવતું હશે, રાવણ નું ચિત્ર કેવું બનાવ્યું છે. દિવસે-દિવસે
મોટું કરતા જાય છે. આ શું વસ્તુ છે? જે દર વર્ષે બાળે છે. એવો કોઈ દુશ્મન હશે!
દુશ્મન નું જ ચિત્ર બનાવીને બાળે છે. અચ્છા, રાવણ કોણ છે, ક્યારે દુશ્મન બન્યો છે
જે દર વર્ષે બાળતા આવે છે? આ દુશ્મન ની કોઈને પણ ખબર નથી. તેનો અર્થ કોઈ બિલકુલ નથી
જાણતાં. બાપ સમજાવે છે આ છે જ રાવણ સંપ્રદાય, તમે છો રામ સંપ્રદાય. હવે બાપ કહે છે
- ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન બનો અને મને યાદ કરતા રહો. કહે છે બાબા
હંસ અને બગલા ભેગા કેવી રીતે રહી શકીએ, ખિટ-ખિટ થાય છે. એ તો જરુર થશે, સહન કરવું
પડશે. આમાં ખૂબ યુક્તિઓ પણ છે. બાપ ને કહેવાય છે રાન્ઝું રમજબાજ. બધા એમને યાદ કરે
છે ને - હે ભગવાન દુઃખ હરો, રહેમ કરો, લિબ્રેટ (મુક્ત) કરો. એ લિબ્રેટર (મુક્તિદાતા)
બાપ બધાનાં એક જ છે. તમારી પાસે કોઈ પણ આવે છે તો તેમને અલગ-અલગ સમજાવો, કરાચી માં
એક-એક ને અલગ-અલગ બેસી સમજાવતા હતાં.
આપ બાળકો જ્યારે યોગ
માં મજબૂત થઈ જશો તો પછી તમારો પ્રભાવ નીકળશે. હમણાં હજી તે બળ નથી. યાદ થી શક્તિ
મળે છે. ભણતર થી શક્તિ નથી મળતી. જ્ઞાન તલવાર છે, તેમાં યાદ નું બળ ભરવાનું છે. તે
શક્તિ ઓછી છે. બાપ રોજ કહેતા રહે છે - બાળકો, યાદ ની યાત્રા માં રહેવાથી તમને તાકાત
મળશે. ભણતર માં એટલી તાકાત નથી. યાદ થી તમે આખાં વિશ્વ નાં માલિક બનો છો. તમે પોતાનાં
માટે જ બધું કરો છો. ઘણાં આવ્યાં પછી ગયાં. માયા પણ દુશ્તર છે. વધારે નથી આવતાં, કહે
છે જ્ઞાન તો ખૂબ સારું છે, ખુશી પણ થાય છે. બહાર ગયા ખલાસ. જરા પણ રહેવા નથી દેતી.
કોઈ-કોઈને ખૂબ ખુશી થાય છે. ઓહો! હમણાં બાબા આવ્યાં છે, અમે તો ચાલ્યાં પોતાનાં
સુખધામ. બાપ કહે છે-હજી પૂરી રાજધાની સ્થાપન જ ક્યાં થઈ છે? તમે આ સમયે છો ઈશ્વરીય
સંતાન પછી બનશો દેવતા. ડિગ્રી ઓછી થઈ ગઈ ને? મીટર માં પોઈન્ટ હોય છે, આટલાં પોઈન્ટ
ઓછાં. તમે હમણાં એકદમ ઊંચ બનો છો પછી ઓછા થતાં-થતાં નીચે આવી જાઓ છો. સીડી નીચે
ઉતરવાની જ છે. હવે તમારી બુદ્ધિ માં સીડી નું જ્ઞાન છે. ચઢતી કળા, સર્વ નું ભલુ. પછી
ધીરે-ધીરે ઉતરતી કળા થાય છે. શરુ થી લઈને આ ચક્ર ને સારી રીતે સમજવાનું છે. આ સમયે
તમારી ચઢતી કળા થાય છે કારણકે બાપ સાથે છે ને? ઈશ્વર જેમને મનુષ્ય સર્વવ્યાપી કહી
દે છે, એ બાબા મીઠાં-મીઠાં બાળકો કહેતા રહે છે અને બાળકો પછી બાબા-બાબા કહેતા રહે
છે. બાબા આપણને ભણાવવા આવ્યાં છે, આત્મા ભણે છે. આત્મા જ કર્મ કરે છે. હું આત્મા
શાંત સ્વરુપ છું. આ શરીર દ્વારા કર્મ કરું છું. અશાંત શબ્દ જ ત્યારે કહેવાય છે
જ્યારે દુઃખ થાય છે. બાકી શાંતિ તો આપણો સ્વધર્મ છે. ઘણાં કહે છે મન ની શાંતિ મળે.
અરે આત્મા તો સ્વયં શાંત સ્વરુપ છે, તેનું ઘર જ છે શાંતિધામ. તમે પોતાને ભૂલી ગયા
છો. તમે તો શાંતિધામ નાં રહેવા વાળા હતાં, શાંતિ ત્યાં જ મળશે. આજકાલ કહે છે એક
રાજ્ય, એક ધર્મ, એક ભાષા હોય. વન કાસ્ટ, વન રિલિજિન, વન ગોડ. હવે ગવર્મેન્ટ (સરકાર)
લખે પણ છે વન ગોડ (ભગવાન એક) છે, પછી સર્વવ્યાપી કેમ કહે છે? વન ગોડ તો કોઈ માનતું
જ નથી. તો હવે તમારે પછી આ લખવાનું છે. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર બનાવો છો, ઉપર માં
લખી દો સતયુગ માં જ્યારે આમનું રાજ્ય હતું તો એક ભગવાન, એક દૈવી ધર્મ હતો. પરંતુ
મનુષ્ય કાંઈ સમજતા નથી, અટેન્શન (ધ્યાન) નથી આપતાં. અટેન્શન તેમનું જશે જે આપણા
બ્રાહ્મણ કુળ નાં હશે. બીજા કોઈ નહીં સમજશે એટલે બાબા કહે છે અલગ-અલગ બેસાડો પછી
સમજાવો. ફોર્મ ભરાવો તો ખબર પડશે કારણ કે કોઈ કોને માનવાવાળા હશે, કોઈ કોને. બધાને
સાથે કેવી રીતે સમજાવશો? પોતા-પોતાની વાત સંભળાવવા લાગી જશે. પહેલાં-પહેલાં તો પૂછવું
જોઈએ ક્યાં આવ્યાં છો? બી.કે. નું નામ સાંભળ્યું છે? પ્રજાપિતા બ્રહ્મા તમારા શું
લાગે છે? ક્યારેય નામ સાંભળ્યું છે? તમે પ્રજાપિતા બ્રહ્મા ની સંતાન નથી, અમે તો
પ્રેક્ટિકલ માં છીએ. છો તમે પણ પરંતુ સમજતા નથી. સમજાવવા ની ખૂબ યુક્તિ જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. મંદિરો
વગેરે ને જોતા સદા આ જ સ્મૃતિ રહે કે આ બધા આપણા જ યાદગાર છે. હમણાં આપણે આવાં
લક્ષ્મી-નારાયણ બની રહ્યાં છીએ.
2. ગૃહસ્થ વ્યવહાર
માં રહેતાં કમળફૂલ સમાન રહેવાનું છે. હંસ અને બગલા સાથે છે તો ખૂબ યુક્તિ થી ચાલવાનું
છે. સહન પણ કરવાનું છે.
વરદાન :-
એકતા અને
સંતુષ્ટતા નાં સર્ટિફિકેટ દ્વારા સેવાઓ માં સદા સફળતામૂર્ત ભવ
સેવા માં સફળતામૂર્ત
બનવા માટે બે વાતો ધ્યાન માં રાખવાની છે એક-સંસ્કારો ને મળાવવા ની યુનિટી અને બીજી
સ્વયં પણ સદા સંતુષ્ટ રહો અને બીજાઓ ને પણ સંતુષ્ટ કરો. સદા એક-બીજા માં સ્નેહ ની
ભાવના થી, શ્રેષ્ઠતા ની ભાવના થી સંપર્ક માં આવો તો આ બંને સર્ટિફિકેટ મળી જશે. પછી
તમારું પ્રેક્ટિકલ જીવન બાપ ની સૂરત (વિશેષતા) નું દર્પણ બની જશે અને એ દર્પણ માં
બાપ જે છે જેવા છે તેવા દેખાશે.
સ્લોગન :-
આત્મ સ્થિતિ
માં સ્થિત થઈને અનેક આત્માઓ ને જીવનદાન આપો તો દુવાઓ મળશે.
અવ્યક્ત ઈશારા - હવે
લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો
જેવી રીતે અગ્નિ માં
કોઈપણ વસ્તુ નાખો તો નામ, રુપ, ગુણ બધું બદલાઈ જાય છે, એવી રીતે જ્યારે બાપ ની યાદ
ની લગન ની અગ્નિ માં પડો છો તો પરિવર્તન થઈ જાઓ છો. મનુષ્ય થી બ્રાહ્મણ બની જાઓ છો,
પછી બ્રાહ્મણ થી ફરિશ્તા સો દેવતા બની જાઓ છો. લગન ની અગ્નિ થી એવું પરિવર્તન થાય
છે જે પોતાનાપણું કાંઈ પણ નથી રહેતું, એટલે યાદ ને જ જ્વાળા રુપ કહેવાય છે.